________________ વસ્તુ છે તે પરિમિત છે. આયુષ્ય પણ પરિમિત છે. જ્યારે જીવની ઈચ્છા અનંત છે. તૃષ્ણારહિત અવસ્થા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. માણસ ઘરડો થાય છે છતાં નાનપણથી પડેલી કુટેવ-વ્યસન કે વાસના છેડી શકતા નથી. ઘરડો થયો, દાંત પડી ગયા, પેટમાં નાખેલ ખોરાક પચતું નથી છતાં અનેક અગ્ય, ન પચે તેવા પદાર્થો ખાવાની ઈચ્છા દિન–રાત થાય છે અને ઉપભેગના પરિણામે અનેક પીડાનો ભોગ બને છે. માટે જ્ઞાનદૃષ્ટિથી સમજણપૂર્વક વૃત્તિઓને વાળતાં શીખો અને ભજનમાં સુધારો કરે; અને દિન-દિન ઈચ્છાનિરોધ થાય તેવા ત્યાગ–તપનો અભ્યાસ કરો, જેથી ઈન્દ્રિયો અને મન સંચમનમાં આવશે અને માનસિક સ્વસ્થતાને અનુભવ થશે. જીવન વિકાસની આ જ સત્યશક્તિ છે. સા વિટામીન B એટલે BEAUTY સુંદરતા : જે જીવન આગળ વધારવું હોય તે વિટામીન B બહુ જરૂરી છે. તમને બગીચામાં જવું ગમે છે, કારણ કે ત્યાં સુંદર હવા છે, સ્વચ્છતા છે, વ્યવસ્થા છે, સુંદરતા છે, ખીલેલી વનસ્પતિ છે, રંગબેરંગી પુષ્પ છે, પાણી છાંટીને જમીનની ગરમી શાંત કરવાથી શીતળતા હેય છે; સુંદર વેલ, કુંજે, વૃક્ષો, ઘટાઓ છે. પક્ષીઓ - આનંદથી ત્યાં ઊડે છે. આપણું જીવનને આપણે પણ બગીચે બનાવી શકીએ. માનવજીવન ચૈતન્યમય છે.