________________ 13 સ્વાધ્યાય આહાર શુદ્ધિ અને આરોગ્ય ના પશ્નો પ્રશ્ન 1. આહારની દેહમાં થતી પ્રતિક્રિયા સમજાવો. 2. પશુની આહારની પદ્ધતિ શી રીતની છે? 3. આરોગ્યના કેટલા પ્રકાર છે ? તેમાં કયું અપનાવવા જેવું છે તે ચર્ચો. 4. સુશ્રુતના મતે આહાર માટે શી કાળજી જરૂરી છે ? 5. તામસી ખોરાકની અન્ય ક્ષેત્ર પર થયેલી અસર દાખલા દલીલ સહિત સમજાવો. 6. શરીર આત્માનું મંદિર છે તે કેવી રીતે ? 7. પૂર્વના મહર્ષિએ અને આધુનિક વિચારકે પણ કઈ બાબતમાં એકમત છે? કેવી રીતે ? 3, “જીવનની સુંદરતાના સાચા વિટામિન અને શુદ્ધ આહાર " " જ્ઞાની પુરુષો કહે છે : આ મહામૂલી જિંદગીને સુધારવા પ્રયત્નશીલ બનો તે શ્રેય દૂર નથી. પણ આ જીવને આત્મા અને મનની કિંમત નથી સમજાઈ તેથી વિશેષ શરીરની કિંમત સમજાણી છે. અભક્ષ્ય પદાર્થોથી શરીર–મન–જીવન બગડે ત્યારે બધી વ્યવસ્થા અવ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. દૈનિક જીવનમાં ફેરફાર થઈ જાય છે..