________________ 12 , અગણિત લાભે વિજ્ઞાનની દૃષ્ટિએ પુરવાર કરી તેના પ્રચાર અર્થે ભગીરથ પ્રયત્નો કર્યા છે. તેમણે બ્રહ્મચર્યના સાધક માટે આહારની બાબતમાં નીચે મુજબ ભલામણ કરી છેઃ (1) મિતાહારી થવું, રાક બને ત્યાં સુધી સાત્વિક ખાવો. ફક્ત જીવવાની ખાતર જ ખાવું. સ્વાદ અર્થે એક કોળિયો પણ અધિક આહાર લે નહિ, તથા વિકાર-વાસના, તામસભાવ જગાડે તેવો (અભય) આહાર લે નહી. (2) તેલ, મરચાં, મરી, રાઈ, અથાણાં ઈત્યાદિ પદાર્થો શરીરમાં આળસ ઉત્પન્ન કરે છે. પસીનામાં દુર્ગંધ લાવે છે, તેમજ કામોત્તેજક છે તેથી છેડી દેવાં. મીઠું –લૂણ બનતાં સુધી વાપરવું નહી. દરેક પ્રકારના તામસી આહાર, અતિ ખાટા, અતિ તીખા, અતિ કડવા તેમજ વાસી આહાર તજી દેવા. (3) દારૂ અને તમાકુ જેવી મનુષ્યને ભ્રષ્ટ કરનારી બીજી કઈ વસ્તુ નથી. માટે બ્રહ્મચર્ય—સાધકે તેને સદૈવ ત્યાગ કરવો જોઈએ. જે માણસ એ કુટેવને વળગી રહે તે બ્રહ્મચર્યવ્રત પાળવા અશક્ત બને છે. (4) કંદોઈની દુકાને વેચાતી તેમજ બહારની તમામ મીઠાઈઓ, ભજીયાં, તળેલા પદાર્થોને સદંતર ત્યાગ કરે. આ રીતે પૂર્વના મહર્ષિઓએ અને આધુનિક વિચારકોએ પણ આહાર-શુદ્ધિની આવશ્યકતા સ્વીકારી છે, તેથી અભક્ષ્યનો ત્યાગ કર અને ભક્ષ્ય વસ્તુથી સંતોષ માનો એ સોનું કર્તવ્ય છે અને જીવનશુદ્ધિને પાયો છે.