________________ 10 હીરા અને સોનું નીકળે છે, તેથી તેની પાછળ માણસે લાખ રૂપિયા ખર્ચ કરે છે. એ જ રીતે, શરીર ગમે તેવા અશુદ્ધ અને અશુચિ પદાર્થોનું બનેલું હોવા છતાં આત્માનું મંદિર, આત્માનું નિવાસસ્થાન છે અને તેથી જ મનુષ્યમાત્રે તેનું જતન-રક્ષણ કરી આત્માનું શ્રેય-કલ્યાણ સાધી લેવાનું છે. મનુષ્યદેહની પ્રાપ્તિ સહેલી નથી શાસ્ત્રકારોની પરિભાષામાં કહીએ તો દશ દૃષ્ટતે દુર્લભ છે. તેને ઉપયોગ ક્ષણિક-કુલ્લક ભોગો ભોગવવા માટે નહિ પણ મોક્ષ કે નિર્વાણની સાધના માટે કરવો જોઈએ. આ નિર્વાણ સાધનાને આધાર સંચમાદિ ધાર્મિક અનુષ્ઠાને પર છે. સંયમાદિ ધાર્મિક અનુષ્ઠાન આહારશુદ્ધિ જાળવવાથી જ સિદ્ધ થાય છે, એટલે મૂળ પાયામાં આહારશુદ્ધિ અત્યંત આવશ્યક છે. આપણે જીવવા માટે ખાઈએ છીએ કે ખાવા માટે જીવીએ છીએ ? તેને પણ કેટલાકને સ્પષ્ટ ખ્યાલ નથી. તેમને આ પ્રશ્ન પૂછીએ તે તેઓ વિવેકવશાત્ કદાચ એ જવાબ આપે છે કે “અમે જીવવા માટે ખાઈએ છીએ” પણ તેમને જીવન-વ્યવહાર જોતાં તે એમ લાગે છે કે તેઓ ખાવા માટે જીવે છે. આ રીતે આખું જીવન માત્ર આહારની પાછળ જ કેન્દ્રિત થયું હોય ત્યાં યમ, નિયમ, સંયમ કે યોગની આરાધના કે ધ્યાનની સાધના શી રીતે થાય ?