________________ અનુસાર અનિયમિત આહાર, અકાલે રાત્રીના) ભજન, ઉજાગર, ચિંતા, ઉશ્કેરાટ, અતિ ગરમ કે અતિ ઠંડા પીણાં, માદક પીણાં, અતિ ઓછું પાણી પીવું, ગંદા અને ખરાબ વાતાવરણ વચ્ચે રહેવું, પરિશ્રમ વિના બેઠાં બેઠાં ખાવું; તામસી અાગ્ય પદાર્થોનું વ્યસન.. આ બધા અહિત આહાર-વિહારનાં વિવિધ રૂપે છે, અને તેની ખરાબ અસર આરોગ્ય પર થયા વિના રહેતી નથી. આહારને સંબંધ જેટલો શરીર સાથે છે, તેટલો જ મન સાથે પણ છે. તેથી જ “જેવું અન્ન તેવું મન એ કહેવત અસ્તિત્વમાં આવી છે. દૂષિત આહાર લેતાં મન દૂષિત થાય છે અને સંયમ તૂટી જાય છે. મહર્ષિ વાલ્મટે કહ્યું છે કેनित्यं हिताहार-विहारसेवी, समीक्ष्यकारी विषयेष्बसक्तः / दाता समः सत्यपरः क्षमावानास्तोपसेवी च भवत्यरोगः // “રોજ પથ્ય આહાર અને વિહારનું સેવન કરનાર, વિચારીને કામ કરનાર, ઈનિદ્રાના વિષયે પર આસક્તિ ન રાખનાર, દાન આપનાર, સમતા રાખનાર, સત્યનિષ્ઠ, ક્ષમા આપનાર અને આપ્તજનની સેવા કરનાર નીરોગી કેટલાક કહે છે કે શરીર અનિત્ય, ક્ષણિક અને નાશવંત છે, તેમજ મળ-મૂત્રના હાંડલા જેવું છે. તેનું જતન કરવાનો અર્થ શું ? પરંતુ શરીરને સમજવા માટે બીજી પણ દષ્ટિ છે. હીરાની અગર સેનાની ખાણમાં કેલસા કે માટી સિવાય બીજુ શું હોય છે ? છતાં એ ખાણમાંથી