________________ શરીરમાં ઉત્પન્ન થયેલા અનેક રોગોનાં કારણે ઝીણવટથી તપાસ કરાતાં જણાઈ આવે છે કે વાસી કે વિદળ, તુચ્છ ફળ કે અજાણ્યાં ફળ, ચલિતરસ કે બાળઅથાણુ, માસ કે મદિરા, મધ કે માખણ, બરફ કે કરા, બહુબીજ કે અનંતકાય, રાત્રિભૂજન કે ભૂમિકંદ..વગેરેનું ભક્ષણ છે. વિશેષમાં અભણ્યનું ભજન અનેક પ્રકારના રોગોને જન્મ આપે છે, માનસિક સ્વાસ્થની હાનિ કરે છે, વિકાર--વાસનાની ઉરોજના કરે છે, શરીરના રાજા વીર્યનો નાશ સજે છે, કલુષિત ભાવો અને ક્રોધાદિની ઉત્તેજના કરે છે, આત્માને ધર્મવિમુખ અને કઠોર, હૃદયવાળા કરે છે. દુમતિને વેગે પરલોકમાં નરક કે પશુની ગતિ સુલભ બને છે, જ્યાં પરાધીનપણે કર્મની અપરંપાર વેદના અસંખ્ય અબજે વર્ષો સુધી અનુભવવી પડે છે. જીવનમાં આહારની શુદ્ધિ જાણવા છતાં ન જાળવવી. એ છતે પ્રકાશે કૂવામાં પડવા જેવું નથી શું ? તામસી ખોરાકમાં ડુંગળી-લસણ, માંસ-મચ્છી, મદિરા-માખણ વગેરે લડાયક-ઉશકેરાટવાળા યુદ્ધના ભાવો જગાડે છે. રાષ્ટ્રના ભાવિ ઉપર પણ ભારે અસર નિપજાવે છે. પેટમાં ગયેલે રાક શરીર-મન અને ધાર્મિક માન્યતા ઉપર પણ અસર કરે છે. ફેંચ સામ્રાજ્યની પ્રગતિમાં પલટો થવાનું કારણ એ હતું કે જ્યારે મગજને સમતોલ રાખી યોગ્ય દોરવણું કરવાની જરૂર હતી ત્યારે નેપોલિયને ડુંગળી ખાધી હતી. ડુંગળીના ભેજન બાદ ઉશ્કેરાટની ભારે અસરને લીધે તેણે સૈન્યની દોરવણ