________________ લેક આહાર-વિહારમાં નિયમિત રહેતાં નથી અને પરિણામે રોગના ભેગા થાય છે. આરોગ્ય સંબંધમાં “માધવનિદાન” માં લખ્યું છે કે - सर्वेषामेव रोगाणां निदानं कुपिता मलाः / तत्प्रकोपस्य तु प्रोक्तम् विविधाहितसेवनम् / ઘણું કરીને સર્વ રોગોનું કારણ કપ પામેલા મળ જ છે, તેના પ્રકોપનું કારણ વિવિધ પ્રકારનાં અહિતનું (અભક્ષ્યનું) સેવન કહેલું છે. આહારમાં જોઈતી કાળજી અને ધ્યાન રાખવામાં ન આવે તે તેના પરિણામે શરીરમાં મળને પ્રકેપ થયા સિવાય રહેતો નથી.” આ સંબંધમાં સુશ્રુતે પણ લખ્યું છે કે - व्याधिमिन्द्रयदौर्बल्य मरण चाधिगच्छति / विरुद्ध-रसवीर्यादीन भुंजानो नात्मवान्नरः // પિતાને ન પચે તે રસ તથા વર્તમાન પદાર્થોને ખાનાર અજિતેન્દ્રિય મનુષ્ય વ્યાધિ, ઈન્દ્રિયની દુર્બળતા તથા મરણને પામે છે. શરીરનું આરોગ્ય જાળવવા માટે મિતાહારી બનવું જરૂરનું છે. “મિત–આહાર એટલે “પરિમિત–માપેલો આહાર.” આ બાબતમાં હિતમુ મિતમુ ઋતમુા બસ એ ચરક ઋષિને સિદ્ધાંત જાણુતે છે. અર્થાત્ હિતકારી, પ્રમાણસર, ઋતુ અનુસાર અને રોગને ન કરે તેવું સાત્વિક ગુણકારી ભજન લેવું.