________________ સપડાઈ જાય છે. આપણે વર્તમાનપત્રોમાં ઘણીવાર વાંચીએ છીએ કે આહારમાં–રાકમાં અમુક અભક્ષ્ય વસ્તુ આવી જવાથી અમુક માણસો માર્યા ગયાં, અમુક માણસોને ઝાડા-ઊલટી થઈ ગયાં, અમુકના ગંભીર હાલ થયા. હમણું જ અમદાવાદમાં ઝેરી લઠ્ઠાથી સેંકડે માણસોનાં મોત થયાં, અને કેની કાયમ માટે આંખ ગઈ વગેરે. વળી આવા બનાવે આપણે નજરે પણ જોઈએ છીએ. શું તે આપણને આહાર સંબંધમાં પૂરતી કાળજી રાખવાની તથા વિવેકથી વર્તવાની ચેતવણી આપતા નથી શું ? ચેતવણીની સાયરન વાગવા છતાં આપણે ચેતીએ નહિ, આપણે રાહ બદલીએ નહિ અને માથું ઊંધું. ઘાલીને દોડવાનું જ ચાલુ રાખીએ તે તેનું પરિણામ ખાડામાં પડવા સિવાય અને હાથ-પગ-માથું ભાંગવા સિવાય બીજું શું આવી શકે ? આપણે જેને પશુઓ કહીએ છીએ અને આપણાથી હલકી કેટીનાં માનીએ છીએ, તેઓ પણ સહુથી પહેલાં વસ્તુને સૂંઘે છે, તપાસે છે અને તે પિતાને માફક આવે તેવી હોય તે જ તેનું ભક્ષણ કરે છે, તે પછી વિવેકથી વિભૂષિત થયેલાં મનુષ્ય કઈ પણ વસ્તુનું ભક્ષણ પૂરત વિચાર, પૂરતી તપાસ, તેનાથી થતાં ગુણદોષને વિચાર કર્યા સિવાય કેમ કરી શકે ? આહારને પ્રથમ સંબંધ આરોગ્ય સાથે છે એટલે તે સંબંધી થેડી વિચારણા કરીએ -