________________ આરોગ્ય બે પ્રકારનું છે: (1) સ્વાભાવિક આરોગ્ય અને (2) કૃત્રિમ આરોગ્ય, કુદરતના નિયમે પાળીને નિયમિતપણે જીવવું અને રોગોથી મુક્ત રહેવું તે સ્વાભાવિક આરોગ્ય અને રોગો થયા પછી ડોકટરે અને વૈદ્યોની દવાની મદદથી અપશ્યનો ત્યાગ કરી રોગોથી મુક્ત બનવું તે કૃત્રિમ આરોગ્ય. ભાવપ્રકાશ નામના ગ્રંથમાં સ્વાભાવિક આરોગ્ય વિષે લખતાં જણાવ્યું છે કે - समदोष: समाग्निश्च, समधातुमलक्रिय: / प्रसन्नात्मेन्द्रियमनाः स्वस्थ इत्यभिधीयते // જેના શરીરમાં વાતાદિ દોષ, જઠરાગ્નિ, રસાદિ ધાતુ તથા મળમૂત્રની ક્રિયા સમાન હોય અર્થાત્ કેપ પામ્યાં ન હોય અને આત્મા, ઈદ્રિય, તથા મન પ્રસન્ન હોય તે તે માણસ નીરોગી ગણાય.” જે આ બધાં વિષમ સ્થિતિને પામ્યાં હોય તે શરીરમાં રોગને ઉપદ્રવ થાય છે. આ રોગને દૂર કરવા માટે ઔષધનું સેવન કરી આરોગ્ય પ્રાપ્ત કરવું તે કૃત્રિમ આરોગ્ય છે, આ ઉપરથી સમજી શકાશે કે સ્વાભાવિક આરોગ્ય માટે પ્રયત્નશીલ રહેવું એ જ ઉત્તમ માર્ગ છે. અંગ્રેજીમાં પણ આને લગતી એક સુંદર કહેવત છે : "An ounce of Precaution is worth a pound cure' પરેજીને એક સ ઔષધના એક શેર જેટલો છે.”