________________ 1. આહારશુદ્ધિ અને આરોગ્ય આહારને માત્ર શરીર સાથે સંબંધ નથી પણ મન સાથે પણ સંબંધ છે. આહારશુદ્ધિની આવશ્યકતા માનવ જીવનના સુસંસ્કારે જાળવવા માટે મૂળ પાયામાં જરૂરી છે. શરીરનું ધારણ-પોષણ કરવા માટે બધાને આહાર કર પડે છે. શરીરનું ઘારણ-પોષણ કરવા માટે જે આહાર કરવામાં આવે તે શુદ્ધ હોય, દોષરહિત હોય, અભક્ષ્ય ન હોય તો તેનું પરિણામ સારું આવે છે અને અશુદ્ધ કે દૂષિત હોય તે તેનું પરિણામ ખરાબ આવે છે. તેથી આહારની શુદ્ધિ–અશુદ્ધિ અંગે ખાસ વિચાર કરવાની જરૂર છે. કેટલાક કહે છે કે “આપણે તે પેટ ભરવાનું કામ છે, માટે જે મળ્યું તે ખાઈ લેવું, તેમાં લાંબી ચળાચિળી શી ? પરંતુ આ વચને મૂર્ખાઈ ભરેલાં છે. વધારે સ્પષ્ટ કહીએ તે મનુષ્યનું ભારે અહિત કરનાર છે. પેટ એ કાગળની કથળી, શણની થેલી કે લાકડાની પેટી જેવું નથી કે જેમાં ગમે તે વસ્તુ ગમે ત્યારે નાખી શકાય. એ તે જીવંત શરીરને એક મહત્ત્વનો ભાગ છે અને તેમાં જે કોઈ વસ્તુ, ચીજ કે પદાર્થ નાખવામાં આવે છે, તેની પ્રતિક્રિયા થાય છે, એટલે કે સમસ્ત દેહ તથા મન પર તેની ભારે અસર થાય છે, તેથી કંઈ વસ્તુ તેમાં નાખતાં પહેલાં પૂરતો વિચાર કરવાની જરૂર - જેઓ વિચાર વગર ગમે તે ખાય છે, તે વિવિધ વ્યાધિઓના ભંગ બને છે અને અકાળે મૃત્યુના મુખમાં