________________ અાહારી પત્ર-સ્વરૂપ મેક્ષની પ્રાપ્તિ થાય અને પછી કાયમ માટે દેહ અને આહારને પ્રશ્ન રહેતો નથી. બહુ જાણીતી ઉક્તિ છે કે, “જેવું ખાય અન્ન તેવું થાય મન. તેથી પણ સિદ્ધ થાય છે કે મન નીરોગી, સંયમી, પવિત્ર, શાંત-સ્વભાવી અને ધર્મભાવનાવાળું શુદ્ધ આહારથી બને છે. અરે ! બીજી મહત્તવની વાત એ પણ છે કે, આર્યભૂમિમાં માનવીઓને આર્યભૂમિનું જ અન્ન અનુકૂળ આવે, નહિ કે અનાર્યભૂમિના તામસ ભેજન જેવું. સત્ય, નીતિ અને પ્રામાણિકતાથી મેળવેલા, વનસ્પતિ-ધાન્યની ખાદ્ય ચીજો ખાવાથી અનેક પ્રકારના માનસિક-શારીરિક રોગો, અનિષ્ટ વિચારે કે અન્યનું અહિત કરવાની ભાવનાઓ નહિ જમે. જેમ શુદ્ધ આહાર ગુણકારી છે તેમનીતિ–સત્ય-પ્રામાણિકતા તેના મૂળમાં જરૂરી છે, અન્યથા તેની અસર જુદા જ પ્રકારની થાય છે. ધન માટે ન્યાયસંપન્નતા કેળવવી ખૂબ જ જરૂરી છે. શુદ્ધિને તે મૂળ પાય છે. બારાકને મન–આત્મા સાથે સંબંધ હોવાથી આહારનું સ્થાન ઘણું મહત્ત્વનું લખાયું છે અને એથી જ જૈન શાસ્ત્રકારોએ તે અંગેની વિચારણાના કેન્દ્રમાં આમા અને મનને સ્થાન આપીને વર્તમાન સુખ–શાંતિ અને સમાધિમય જીવન બનાવવાનો અને પારલૌકિક હિતને લક્ષ્યમાં રાખીને આહાર - અંગેના આદેશે કે વિધિ–નિષેધ બતાવ્યાં છે. જેવું અન્ન તેવું મન, જેવું મન તેવા વિચાર, જેવા વિચાર તેવી ક્રિયા, જેવી ક્રિયા તેવા ફળ,