________________ | નમે જિણાવયણસ્સ | | નમે નમઃ ગુરુ શ્રી પ્રેમસૂર છે. આહાર–શુદિ– પ્રકાશ જૈન શાસ્ત્રકારોએ ભક્ષ્ય અને અભય આહાર વિશે જ નહિ, પરંતુ એથીય આગળ વધીને તેની શુદ્ધિ-અશુદ્ધિ બાબત વિચાર-વિમર્શ કર્યો છે. આહારની સારી–નરસી અસરો સાથે માત્ર શરીરને જ સંબંધ છે એવું નથી, પણ શરીરમાં વ્યાપક રીતે સ્પશી રહેલા મન સાથે પણ ગાઢ સંબંધ છે અને મનનું જોડાણ આત્મા સાથે છે, એટલે આહારની સારી-નરસી અસર મન તથા આત્મા ઉપર પડે છે અને તદનુસાર જીવન બને છે. આપણા પરમ હિતૈષી મહર્ષિઓએ પોતાની વિશિષ્ટ બુદ્ધિશક્તિ અને વૈજ્ઞાનિક પ્રતિભાથી પ્રસ્તુત પરિસ્થિતિ જાણું સાત્વિક અને ઉચ્ચ સંસ્કારમય જીવન જીવવા શું ખાવું? અને શું ન ખાવું? એ અંગેના વિધિ-નિષેધે જણાવ્યા, એમાંય જૈન મહર્ષિઓએ તો માત્ર શારીરિક દૃષ્ટિ એ જ નહિ પણ આત્માને દુઃખી કરનારા હિંસા, પાપ, આસક્તિ, આરંભ, સમારંભથી બચવા, માનસિક પ્રસન્નતા, આમિક સ્વસ્થતા, દેહની નિરેગીતા, હૃદયની કમળતા, આલોક-પરલોક ન બગડે વગેરે અનેક દૃષ્ટિએ આહારશુદ્ધિ અંગે વિસ્તારપૂર્વક અને ગંભીરતાથી તલસ્પર્શી વિચારો રજૂ કરી અભક્ષ્યને ત્યાગ પરમસુખકર છે એ પરમસત્ય જગત સમક્ષ રજુ કર્યું છે. માનવે ઉત્તરોત્તર આત્મસંયમ કેળવીને, અનાદિની આહારસંસાને તપ-ત્યાગબળે વિજય કરવાને છે, જેથી આ. 1