________________ 31. વાસનાવિજય માટે તપ જરૂરી –જે વાન લીટ અમેરિકી તત્ત્વચિંતક સ્વ. સી. જે. વાન લીટે કેન્કવેસ્ટ ઓફ ધ સર્પન્ટ’ નામનું ખૂબ જ પ્રેરક-ચિંતનાત્મક પુસ્તક લખ્યું છે. આ શીર્ષકનો અનુવાદ વાસનાવિજય કે કામવિજય એવો થાય. કામવાસના પર વિજય કેમ મેળવો તેનું આ પુસ્તકમાં સુંદર નિરૂપણ કરાયું છે. આ પુસ્તકના “શુદ્ધ ખોરાક” નામના પ્રકરણમાં લેખક લખે છે : - શાકાહારને એક મહત્ત્વને લાભ એ છે કે એ જાતીય વૃત્તિઓની તીવ્રતા ઓછી કરવામાં મદદ કરે છે. અનેક નિષ્ણાતોએ આ બાબતમાં સિદ્ધ થઈ ચૂકેલી જે એક હકીકત પ્રગટ કરી છે તે એ છે કે માંસ તેમજ પ્રાણીઓમાંથી લેવાતા મેટાભાગના આહાર ચક્કસપણે વિકારોત્તેજક ગુણ ધરાવે છે. જાતીય આવેગોને કાબૂમાં લેવાના આદર્શ પ્રત્યે સહાનુભૂતિ ધરાવનાર કેઈપણ વ્યક્તિએ પોતાના રોજિંદા આહારમાંથી પ્રાણીજન્ય પદાર્થો છોડી દેવા જોઈએ. બીજું, આહારના શુધ્ધીકરણ માટે પેટપૂજાને મહત્ત્વ આપવામાંથી દૂર રહેવાનું પણ જરૂરી છે. તે જ રીતે તેને માટે કૃત્રિમ રીતે અટપટી બનાવાયેલી રાંધણકળાથી સ્વાદને વિકૃત કરનાર તથા જીભ અને તાળવાને બહેકાવનાર મસાલાએથી, શરીરની પાચનક્રિયાને જરૂરી હોય એના કરતાં