________________ (9) પિલટ્રી ફાર્મમાં ઓછી જગ્યામાં રહેતી વધુ મરઘીઓ ઝઘડીને લેહીલુહાણ ન થાય માટે એની ચાંચની ધાર કાપી નાખવામાં આવે છે, અને આજીવન કેદમાં રહેતી આ મરઘી ઈડા આપતી બંધ થાય ત્યારે એને મારી નાખીને એની બનેલી ચિકન બિરયાની” જીવતા મનુષ્યનાં પેટને કબ્રસ્તાન બનાવે છે. શું આટલી કુરતાથી મેળવેલા ઈડા શાકાહારી બની શકે ખરા? કદી જ નહિ. (10) “આમલેટ ખાતે થયેલો માનવી કેટલા સમય સુધી આ “શી” અને “વિલાયતી ઈડાની આમલેટનો ભેદ જાળવી શકશે? MERCY KILLING' “ગર્ભપાત કાયદેસર ‘દરીયાઈ ખેતી” (મસ્યોદ્યોગ) જેવા નરદમ જુઠા પ્રચારોની માફક નિર્જીવ ઈંડા” અંગેના આ જુઠા પ્રચારથી કોઈ દોરવાશે નહિ. કહેવાતા નિર્જીવ ઈંડા એ નિર્જીવ યાને જડ પણ નથી તેમજ શાકાહારી પણ નથી જ ! માટે ગેરસમજના કારણે આવા ઈડાને શાકાહારી તથા નિર્જીવ માનીને આહાર કરનારાઓ વહેલી તકે તેને સર્વથા ત્યાગ કરી દે એ જ શુભેચ્છા.... ન્યાય વિશારદ આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ [ દિવ્ય દર્શન સાપ્તાહિકમાંથી સાભાર ]