________________ જ જીવની ઉત્પત્તિ થાય, નહિતર એ નિર્જીવ કહેવાય.” એવું જે માની લઈશું તે કીડી, મકડા કે દેડકા વિગેરે કેટલાયને નિજીવ કહેવા પડશે ! જે આ બધા નિર્જીવ નથી તે પછી આ ઈડા પણ નિર્જીવ નથી જ ! (2) શું આ કહેવાતા શાકાહારી ઈંડા ઝાડ કે જમીન પર થાય છે ? ના...મરઘીના ગર્ભાશયમાં જ તે વિકસે છે ! ઝાડ ઉપર ન ઉગતા અને ગર્ભાશયમાં ગર્ભરૂપે તૈયાર થતા ઈંડાને “શાકાહારી શી રીતે કહેવાય ? (3) ગર્ભાશયમાં આ ઈડાનું સર્જન થયા પછી બહાર નીકળે ત્યાં સુધી તેની સાઇઝ એક જ હોય છે? હકીકતમાં ગર્ભાશયમાં આ ઈડાનું સર્જન શરૂ થાય ત્યારે તે નાનું હોય છે અને બહાર નીકળે ત્યારે મોટું હોય છે. શું ગર્ભાશયમાં નિર્જીવ ઈંડાને વિકાસ થાય ખરે? વિજ્ઞાન પણ કહે છે કે વિકાસ ન જ થાય ! જ્યારે અહીંયા તે વિકાસ થાય છે માટે આ ઈડાને નિજીવ ન કહેવાય. (4) એક સ્ત્રીના ગર્ભમાં રહેલા બાળકને પાંચમા મહિને કેઈક દવા દ્વારા પ્રસૂતિ કરાવે તે એ બાળક બહાર આવે ત્યારે સજીવ કે નિર્જીવ ? સ્વાભાવિક છે કે નિર્જીવ હોય. પરંતુ નિ જીવના બે પ્રકાર છે. જેનામાં કયારેય જીવ હતો નહિ તે અને બીજો પ્રકાર, અગાઉ કયારેય જીવ હતું, પરંતુ હાલ નથી તે. હવે આ પાંચમાં મહિનાવાળું બાળક કયા પ્રકારમાં ગણાય ? શું નિજીવ બાળક ખાઈ શકાય ખરું ? “દયાથી મત” અને “કાયદેસર ગર્ભપાત”