________________ કરવાથી આત્મા પ્રસન્ન ન બને તે સમજવું કે આપણે ન લેવા જે આહાર લઈ રહ્યા છીએ. આત્માના આરોગ્ય માટે, આત્માની પ્રસન્નતા માટે આહાર લેવાનો છે. આત્માની શુદ્ધિ અને આત્માની શાંતિ માટે આહાર લેવાને છે. તનથી આહાર લેવાનો છે, મનથી આહાર લેવાનો છે, આત્માથી આહાર લેવાનો છે. વિવિધ ખાદ્ય વાનગીઓ એ તનને આહાર છે, વિવિધ વિચારો એ મનનો આહાર છે, વિવિધ ભાવના એ આત્માને આહાર છે. બીમાર નથી, રોગ નથી એટલે આપણે માનીએ છીએ કે આપણે સ્વસ્થ છીએ, આપણું સ્વાથ્ય સારું છે, બીમારીના અભાવના અનુભવને જ સ્વાધ્ય ન માનીએ. સ્વાશ્યની હાજરી, તેના સાતત્યને પણ અનુભવ કરીએ. સ્વાશ્યના સાતત્યના અનુભવ માટે જરૂરી છે કે આપણે તનને સમ્યફ શુદ્ધ અને સાત્વિક જ આહાર આપીએ. મનને આપણે વિમળ અને વિશુદ્ધ, સત્યપૂત અને શિવપૂત વિચારને જ આહાર આપીએ. આત્માને આપણે ઉચ્ચ અને ઉમદા, પવિત્ર અને પાવન ભાવનાઓને જ આહાર આપીએ. તનમન અને આત્માને જ્યારે આપણે આ સમ્યફ આહાર આપીશું ત્યારે જ આપણે સ્વમાં સ્થિત-સ્વસ્થ થઈ શકીશું અને સાચું અને શાશ્વત સ્વાથ્ય એ જ છે કે આપણે આપણા સ્વ-સ્વરૂપમાં અને સ્વ-સ્વભાવમાં જ રહીએ, સ્થિર થઈએ. આશા રાખું છું કે, આ પત્ર દ્વારા મેં તને જે વિચારનું લન્ચપેકેટ મેકહ્યું છે તેને આરોગીને તું સ્વસ્થ બનવા પ્રયત્ન કરીશ. તારા આ પ્રયત્નોમાં શાસનદેવો તને બધી સાનુકૂળતાઓ આપે તેવી પ્રાર્થના ! એજ લિ. તારો હિતમિત્ર