________________ ધર્મસાધનાથી સાતત્ય માટે ભૂખ કરતાં ઓછું ખાવાની પણ એટલી જ અનિવાર્યતા છે. આ સંદર્ભમાં એક અનુભવની વાત કહું. અમે બે મિત્રો એક મિત્રના વ્યાવહારિક પ્રસંગે જમવા ગયા હતા. યજમાન મિત્રે પ્રેમથી અને આગ્રહથી જમાડયું. મારી સાથેના મિત્રે યજમાન મિત્રના આગ્રહથી સારું એવું ખાધું. યજમાન મિત્રે જતી વખતે પૂછયું : “કેમ ! જમવાનું કેવું લાગ્યું ?" યજમાન મિત્રે જમણમાં જાતજાતનાં પકવાન્ન અને ફરસાણ બનાવ્યાં હતાં. અનેક જાતનાં અથાણું અને ચટણીઓ પણ બનાવી હતી. એ જમણના વખાણ તેમને સાંભળવા હતાં. પરંતુ મારી સાથેના મિત્ર જમીને એવા ટેહ થઈ ગયા હતા કે કંઈ બોલી શક્યા નહિ. મેં કહ્યું કે, આવતા અઠવાડિયે તમે મારે ત્યાં જમવા આવો ત્યારે એ તમને જવાબ આપશે. બીજા રવિવારે મારે ત્યાં એ મિત્રો જમવા આવ્યા. રસોઈ મારે ત્યાં સાદી હતી, કઈ મિઠાઈ નહિ. કેાઈ જ ફરસાણ નહિ. રોટલ, શાક, છાશ. બધા જમી રહ્યા એટલે પેલા મિત્રે પોતાને જવાબ માંગ્યો. મિત્રે કહ્યું : “જવાબ તો તમને આપોઆપ મળી ગયે છે. તમારે ત્યાંથી આવ્યા પછી મારે પાચનની ગોળી લેવી પડી હતી અને બે–ચાર કલાક આળોટવું પડયું હતું. તમે હવે અહીંથી દોડીને પણ એફિસે જઈ શકશો. આ મિને ભૂખ કરતાં વધારે ખાધુ, રસમાં લપટાઈ ને ઠાંસીને ખાધું તેથી તે હેરાન થયું. તન-મનની વસ્થતા તેણે ગુમાવી. મારે ત્યાં તેણે સાત્વિક ખોરાક લીધે. ભૂખ કરતાં ઓછું ખાધું. આથી હસતાં હસતાં તે મારાથી છૂટો પડે. ભૂખથી ઓછું ખાવાને ઉદરી તપ કર્યું છે, તે આ