________________ છે કે-ઝર્વેદ, યજુર્વેદ અને સામવેદ એ ત્રણેયનાં તેજરૂપ સૂર્ય છે. માટે સર્વ શુભ કાર્યો સૂર્યનાં કિરણોથી પવિત્ર થાય તો તે રીતે દિવસે જ કરવાં. યજ્ઞ, સ્નાન, પિતૃકાર્ય, દેવપૂજા કે દાન વગેરે કાર્યો રાતે કરવાનો નિષેધ છે અને રાત્રિભેજનને સર્વથા નિષેધ કરેલો છે. મેં આ બાબત અગાઉના એક પત્રમાં વિસ્તૃત સમજાવેલી યાદ છે ને ? આ ચગ્ય કાળને ઉત્કૃષ્ટ કાળ છે. દિવસમાં એક જ વાર મધ્યાહૂન બાદ જમવું. એક ટંકના ભજનથી ન ચાલી શકતું હોય તો બે ટંક જમવું. એથી વધારે વાર જમવાથી રોગોને વાજતે ગાજતે નેતરાં દેવા બરાબર છે. માટે તો આપણને ઉપવાસ કરવાનું કહ્યું છે. તે શક્ય ન હોય તે આયંબિલ એકાસણા, અને બિયાસણું કરવા કહ્યું છે. 3. રસમાં લેલૂપ થયા વિના જમવાનું દહને ટકાવવા માટે છે. આત્મસાધનામાં આપણે દેહ સાધન છે. આત્મદર્શન, આત્મજ્ઞાન અને સ્વયં આત્માની ઉપલબ્ધિ થઈ શકે તે હેતુથી દેહને સાચવવાનો છે. દેહમાં જે પેટ છે, પેટના ભાગનો જે દેહમાં ખાડો છે તેને ઠાંસી ઠાંસીને ખાઈને ભરવાનો નથી. ભજનને આવશ્યક માનજે, પણ અનિવાર્ય માનીશ નહિ. પરંતુ આપણું અજ્ઞાન એ છે, કે આપણે પેટ નથી ભરતા, જીભને ભરીએ છીએ. પોષવાનું છે પેટને અને પંપાળીને પોષીએ છીએ જીભને ! જીભને રસ પડે તે ખાઈએ છીએ. રસ અને સ્વાદ માટે નથી ખાવાનું. દેહને ભાડું આપવા માટે ખાવાનું છે. આ દેહ ભાડાનું ઘર છે, આત્મા જ્યાં સુધી તેમાં છે ત્યાં સુધી તેને ભાડું ચૂકવવાનું છે અને આ તો વણલખી શરત થયેલી છે કે માત્ર ટેકન ભાડું આપવાનું છે. ત્યારે ભાણા પર બેસીને સ્વાદિષ્ટ ઘીથી,