________________ કે, આપણે ઈન્દ્રિય, મન અને આત્મા ત્રણે ય પ્રસન્ન હોય. આ છે સ્વાથ્યનું વિધાયક સ્વરૂપ. સ્વાથ્ય સારું હશે, તન-મન અને આત્મા પ્રસન્ન હશે તે ધર્મસાધના પણ સારી થઈ શકશે. સાધના માટે સ્વાસ્થ જાળવવું જરૂરી છે. સ્વાથ્ય જાળવવા માટે શરીરને જાળવવું જરૂરી છે, શરીરને જાળવવા માટે આહારને જાળવવો જરૂરી છે. આમ આત્માને પરમાત્મા બનાવવા માટે આહાર ગુરુચાવીનું કામ કરે છે. આહારના આધારથી અનાહારી બનવાનું છે, આહારના વિવેકથી અને કમે ત્યાગથી અરિહંત થવાનું છે. અનાહારી કે અરિહંત બનવા માટેનું પહેલું પગલું છેઃ ભૂખ લાગે ત્યારે જ ખાવું. આનો અર્થ ઉતાવળથી એમ ન સમજીશ કે, ભૂખ લાગે ત્યારે જે ખાય છે તેઓ બધા અરિહંત બની જાય છે. અનાહારી પદે પહોંચાડતી સીડી ઘણી મોટી છે. ઘણાં બધાં તેનાં પગથિયાં છે. ભૂખ લાગે ત્યારે જ ખાવું, એ તે તેનું હજુ પ્રથમ પગથિયું છે. સમજપૂર્વક–જ્ઞાનપૂર્વક એ પગથિએ પગ મૂકનાર અનાહારી પદની અતિ ઊંચાઈના આરોહણનો માત્ર આરંભ જ કરે છે. આથી ભૂખ લાગે ત્યારે ખાઈ લઈને અટકી જવાનું નથી. ભૂખ લાગે ત્યારે ખાઈ લીધું તેથી અનાહારી કે અરિહંત થઈ ગયા એવી ભ્રાન્તિમાં ભટકવાનું નથી. એ આરહણની યાત્રાને યથાશક્તિ ઊંચે વધારતા જવાનું છે. 2. ભૂખ લાગે તે પણ એગ્ય કાળે જ જમવાનું, ભૂખ તે રાતે ય લાગે એથી કંઈ રાતે ખાવાનું નથી. આત્મસાધનામાં રાત્રિભેજન બાધક છે. તું એમ ન માનતા કે માત્ર જન ધર્મમાં જ રાત્રિભેજનને નિષેધ છે. હિન્દુ ધર્મમાં પણ કહ્યું