________________ યોગ્ય કાળે, સ્વાદથી લલચાયા વિના, પોતાની પ્રકૃતિને અનુકૂળ હિતકર પથ્ય અને પરિમિત ભેજન કરવું જોઈએ. હું તને અહીં માર્ગાનુસારીના બે મહત્ત્વના ગુણે વિષે લખી રહ્યો છું. | દોસ્ત મારા ! આ બે સૂત્રને ફરી ફરીને વાંચ અને વિચાર. આ સૂત્રમાં આરોગ્ય તંદુરસ્તીએ પોતાના સહી દસ્તક કર્યા છે. આ સાથોસાથ એ પણ નોંધી રાખ કે આહાર એ આરોગ્યની આધારશિલા છે. આહાર અને આરાધનાને પણ ઘનિષ્ઠ સંબંધ છે. ભવમુક્તિ માટે આરોગ્ય અને આરાધના બંને અનિવાર્ય છે. ત્યારે આહાર વિષે યથાયોગ્ય જ્ઞાન હોવું અને તે પ્રમાણે તેનું સેવન કરવું તે અત્યંત અનિવાર્ય છે. આહારનો વિષય ખૂબ જ વિસ્તૃત છે. આ મુખ્ય વિષયના અંતર્ગત અનેક પેટા વિષય છે જેવા કે શાકાહાર, માંસાહાર, રાત્રિ આહાર, અભક્ષ્ય, દ્વિદળ, પૌષ્ટિક આહાર, સાત્વિક આહાર વગેરે વગેરે. પત્રની મર્યાદા હેઈને આ પત્રમાં સ્વાથ્યના સંદર્ભમાં આહાર વિષે ઘડાક ઈશારા માત્ર કરું છું. તે પહેલાં એ જાણી લે કે, સ્વસ્થ કેને કહેવાય ? સ્વાશ્ય કોને કહેવાય ? આ અંગે એક કવિએ કહ્યું છેઃ સમદોષઃ સમધાતુઃ સમાગ્નિશ મલક્રિયા સન્નામેન્દ્રિયમના, સ્વસ્થ ઈભિધીયતે | કવિ કહે છે કે જેના વાત, પિત્ત અને કફ એ ત્રણે દોષ સમ હોય. અગ્નિ સમ હોય, ધાતુક્રિયા અને મળકિયા સમ હોય અને જેનું મન, ઈદ્રિય અને આત્મા પ્રસન્ન હોય તે સ્વસ્થ છે. સમ–દોષ. સમ–અગ્નિ, સમ -ધાતુકિયા અને સમમળકિયા આ બધું શરીર સાપેક્ષ છે પરંતુ સ્વાથ્ય માત્ર એટલાથી જ નથી મળી જતું; સ્વાથ્ય માટે એ અનિવાર્ય છે