Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/001209/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની વાડ્મય સેવાની એક ઝલક *(( Page #2 -------------------------------------------------------------------------- ________________ શતરાણ સાંસ્કૃતિક કસ્ટ ગ્રંથમાળા- ૬ - - - - - - - - - - શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની વાહમય સેવાની એક ઝલક વિશ્વ-સાહિત્ય સુવર્ણ જયંતી મહોત્સવ-ચથ] [તા. ૧-૨-૨૦૦૪ સંપાદક પુo છo પટેલ અંતરમાં અજવાળું અને પ્રેમશૌર્ય ઊભું કરનારી વાણી શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રીશ્રી ગોપાળદાસ પટેલની પવિત્ર વાણી અને કલમ ભલભલાને ખડા કરી પલટી નાખનારી છે. આંખ ઉઘાડી નાખનારી છે. શ્રમજાળને ભેદનારી છે, અંતરમાં અજવાળું, અજવાળું કરી નાખનારી છે. આ અમૃતવાણીને ભરપદે લાભ લઈ દિવ્યતા પ્રાપ્ત કદીએ. તા. ૧-૧-૨૦૦૪ - કંચનલાલ સી. પરીખ , . કા , એ પ્રકાશક રાતરાણું સાંસ્કૃતિક કસ્ટ સત્યાગ્રહ છાવણી, રાજપથ કલબ સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક અનંતભાઈ ડી. પટેલ મંત્રી રાતરાણી સાંસ્કૃતિક દ્રઢ સત્યાગ્રહ છાવણી, રાજપથ કલબ સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ ફોન : ૬૮૬૧૧૭૪ : ૬૮૬૧૫૭૮ મુદ્રક રાજેન્દ્ર પટેલ પ્રકૃતિ જીવન પ્રેસ રાતરાણી, સત્યાગ્રહ છાવણી, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ © રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ પહેલી આવૃત્તિ. પ્રત ૧૦૦૦ મુખ્ય વિક્રેતા, વિશ્વ-સાહિત્ય કિતાબ ઘર, જીવન સન્માન કેન્દ્ર, અગનવાડી, ગેટ વે ઑફ સત્યાગ્રહ-ઇસ્ટ, પ્રેમચંદનગર રોડ, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ કિ, ૧૬૦ રૂપિયા તા. ૧-૨-૨૦૦૪ શ્રી. મગનભાઈ દેસાઈની ૩૪ મી પુણ્યતિથિ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ સ્વતંત્ર ગાંધીવિચારકો અને રાષ્ટ્રીય કેળવણીકાર તરીકે ગૌરવવંતુ પદ શોભાવી ગયા છે. તેમણે મહાત્મા ગાંધીના જીવન-માર્ગ પ્રત્યેની નિષ્ઠાને લાભ ગુજરાતી પ્રજાને અને તેમના દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા ગયા છે. આમ ખુદાના બંદા' તરીકે તેઓ વિરાજે છે; અથવા કહે કે, આજના ભૌતિક જમાનામાં આપણી જૂની કલ્પનાના “ષિ-સમાં છે. તેમણે ગુજરાત વિદ્યાપીઠ, ગુજરાત યુનિવર્સિટી અને માતૃભાષા ગુજરાતીની અનુપમ સેવા કરી છે. પૂજ્ય શ્રી. મગનભાઈ દેસાઈ અને પ્રેમ-શૌર્યના પ્રતીક પૂ. શ્રી. ગેપાળદાસ જીવાભાઈ પટેલની વાડમય સેવાનું આ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અનેક રીતે આનંદ થાય છે. એક તે એ કારણે કે, એકવીસમી સદીની ગુજરાતની યુવાન પેઢીને આ બે સમર્થ સાહિત્યસેવકોની સેવાને ખાસ પરિચય નથી. આ ગ્રંથમાં તેમની સાહિત્ય-સેવાને અષ્ઠો પરિચય આપવામાં આવ્યો છે, અને બીજું, તે શ્રી. પુત્ર છો૦ પટેલ જેવા તેમના નિકટના સાથી-સેવકની કલમે લખાયેલું છે. અને તેની શૈલી તથા પદ્ધતિ જોતાં, એ ઢબનું પુસ્તક પહેલી વાર શબ્દબદ્ધ થઈને આપણને મળે છે. શ્રી. મગનભાઈ દેસાઈની ૩૪મી પુણ્યતિથિ – ૧લી ફેબ્રુઆરી ૨૦૦૪ના પવિત્ર દિવસે આવું પ્રકાશન રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટને પ્રસિદ્ધ કરવાનું મળ્યું, તેને સંસ્થાનું અહોભાગ્ય માનીએ છીએ. આ રીતે શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલના તેમને સાહિત્ય, જીવન તથા કાર્ય વિષે તાત્ત્વિક વિવેચન કરતા શ્રી. ૫૦ છે૦ પટેલને આ બં, જો ગ્રંથ છે. “ગુજરાતમાં વિશ્વ સાહિત્યભલે પધારે!” એ પ્રથમ ગ્રંથ પણ વાચકે જોવો જોઈએ. ૧૯૫૯માં “કેળવણીકારનું પત અને પ્રતિભા – શ્રી. મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથ” તેમણે બહાર પાડેલ. એની પરિપૂર્તિ રૂપે આ ગ્રંથ આપણે ગણી શકીએ. આ ગ્રંથમાં Page #5 -------------------------------------------------------------------------- ________________ આ બે પુરુષની સાહિત્ય-સાધના અને તેમાં રહેલું અધ્યાત્મ તથા સમાજદર્શન કરાવવાને નમ્ર પ્રયત્ન છે. મહાત્મા ગાંધીની પ્રેરણાથી આ બે રાષ્ટ્રીય કેળવણીકારો અને ગાંધીભકતોએ માતૃભાષાની અનેબી સેવા સામે પૂરે કરી છે. માતૃભાષામાં તેમણે ધાર્મિક સાહિત્ય, વિશ્વ-સાહિત્ય રાષ્ટ્રઘડતરના સાહિત્ય અને પાયાની કેળવણીના પુસ્તકોને મહાધધ વહેવડાવ્યો છે. તેમની સાહિત્ય-સેવાને ગાંધીજી, સરદારસાહેબ અને કાકાસાહેબ પણ પ્રમાણતા. ગુજરાતી વાચક તે તેમનાં લખાણ પર મંત્રમુગ્ધ હતો અને છે. રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ'ની મંગલ યોજનાનું આ છઠું સુગંધીદાર અને સાત્ત્વિક પુ૫ છે. તેની મહેક અને ઉપયોગિત પણ જબરી છે. ગુજરાતની આજની યુવા પેઢીને સમુદ્ધ, ખુમારીવાળી અને પ્રેમશૌર્યથી અંકિત કરવી હશે તે આવું સુંદર સાહિત્ય ઢગલાબંધ તેમને પ્રેમપૂર્વક પીરસવું પડશે. તેથી તેમને આપણાં ધર્મશાસ્ત્રનાં અને વિશ્વ-સાહિત્યનાં મોટાં પુસ્તકોને અધ્યાત્મ રસ અને વાર્તારસ સહેજે સુલભ થાય. આપણા સાહિત્ય-વારસા તરફ તેમની પહેલેથી નજર જાય, તેમની સુરુચિ કેળવાય તથા માનવ-સાહિત્યમાં સંઘરાયેલ અમર સંસ્કાર-વારસાના પરિચયમાં તેઓ આવે. એથી તેમની દૃષ્ટિ અને એમનું વ્યક્તિત્વ પણ બહુદેશી, વ્યાપક અને સર્વાગીણ બને. ઉદાર મતવાદી કેળવણી સાધવામાં એ વસ્તુ સારું કામ દઈ શકે. આવી સ્વનિષ્ઠ અને સ્વતંત્ર વિચારમય જીવનઉપાસના આ બે પુરૂએ કરી, તેના સમગ્ર અભ્યાસ રૂપે આ ગ્રંથ ગુજરાતી વાચકની સેવામાં રજુ કરતાં અમારી સંસ્થા ધન્યતા અનુભવે છે. આ પુસ્તકમાં લીધેલા લેખો તથા તેમાં ટાંકેલાં ગાંધીજીના વાક્યો ઉતારવા, નવજીવન ટ્રસ્ટ, ગૂજરાત વિદ્યાપીઠ અને ડૉ. વી. જી. પટેલ અને તેમના પરિવારે તથા શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટે પરવાનગી આપી, તે માટે રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ તેમનો ખાસ આભાર માને છે. આ પુણ્યના વેપારમાં ઉત્સાહથી મદદ કરનાર સૌને ટ્રસ્ટ હૃદયથી આભાર માને છે. બીજે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના વખતે ૧૯૨૦માં ગાંધીજીએ મંત્ર આપ્યો હતો. એક વણિક પુત્ર જે કરી શકતો હોય તે મેં ઋષિનું કાર્ય કર્યું છે, એથી વિશેષ મેં કંઈ નથી કર્યું.” Page #6 -------------------------------------------------------------------------- ________________ હૃદયના ઊંડાણમાંથી આવાં અમર વાકયો ઉચ્ચારનાર ગાંધીજીને અન્ય કિસાન શિષ્યો સરદારસાહેબ, મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ પણ કમાલના મળ્યા. શ્રી. મગનભાઈ દેસાઈએ ‘સત્યાગ્રહની મીમાંસા' નામના ગ્રંથ ગુજરાતીમાં લખ્યો છે. તેનેા શ્રી. ગૌરીશંકર જોશીએ હિંદીમાં અનુવાદ પણ કર્યો છે. આજે આખું જગત ભડકે બળી રહ્યું છે ત્યારે આ ગ્રંથ જગતના દરબારમાં મૂકવાને અમારી સંસ્થાએ દૃઢ સંકલ્પ કર્યો છે. આ ગ્રંથ માટે ગાંધીજીના હસ્તે શ્રી. મગનભાઈ દેસાઈને ‘પારંગત’ની પદવી પણ એનાયત કરવામાં આવી હતી. આ સંકલ્પ પૂરા કરવામાં શ્રી. જીવણલાલ શાહે, શ્રી. ભાગીભાઈ પટેલે અને ડૉ. વી. જી. પટેલે તેમ જ તેમના પરિવારે અમારી સંસ્થાને પ્રેમ-પૂર્વક મદદ કરી છે, તે માટે તેમને અને કલાકાર શ્રી. રજની વ્યાસ, શ્રી. રાઈજીભાઈ ઠાકૅાર, શ્રી. રામભાઈ પટેલ તથા સૌ મિત્રાના હ્રદયપૂર્વક આભાર માનીએ છીએ. શ્રી. પરષદરાય દિ. શાસ્રીએ અમારી વિનંતીને માન આપીને ‘આવકાર'ના બે શબ્દો લખી આપ્યા તે માટે તેમના પણ ખાસ આભારી છીએ. . શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી, ગેાપાળદાસ પટેલ જેની હિમાયત કરતા હતા તેવી શિક્ષણ અને સાહિત્યની પાયાની કેટલીક રચનાત્મક પ્રવૃત્તિએ 'મગનવાડી' ભાવનિર્ઝર પાછળ, સેટેલાઈટ વિસ્તારમાં ૩૦મી જાન્યુઆરી – ગાંધી-નિર્વાણ દિનથી મંગળ પ્રારંભ કરવામાં આવશે. તેમાં ભાગ લેવા સૌને પ્રેમપૂર્વક નિમંત્રણ છે. ડૉ. વી. જી. પેટેલ, શ્રી. ગુણવંતભાઈ દેસાઈ, શ્રી. વરધીભાઈ ઠક્કર, શ્રી. ધુરંધર, શ્રી, જે. જી. શાહ અને સ્નાતક મિત્રોને ફરીથી ખાસ આભાર માનીએ છીએ. સૌને અભિનંદન! અમારા આ પુણ્યના વેપારમાં દશે દિશાઓમાંથી અમને પ્રેમ અને સહકાર મળી રહ્યો છે. તે માટે સોને ધન્યવાદ! અને અભિનંદન! ૩૦ મી જાન્યુઆરી, ૨૦૦૪ ગાંધી-નિર્વાણ દિન અનતભાઈ ડી. પટેલ મંત્રી Page #7 -------------------------------------------------------------------------- ________________ આવકાર [સંતવાણીનું આચમન] શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની વર્ષોથી સતત થાલતી આવેલી લેખન-પ્રવૃત્તિને લીધે તેમના તેજસ્વી અને પ્રેરક લખાણનો વિપુલ સંગ્રહ ઊભે થયો છે. તે બધાં લખાણની દેશ અને ગુજરાતના વિવિધ ક્ષેત્રો ઉપર એક ઊંડી અને કાયમી અસર પડી છે. પરંતુ એકવીસમી સદીની આજની નવજુવાન પેઢી મોટેભાગે તેનાથી અજાણ છે. વિશ્વ-સાહિત્ય સુવર્ણ-જયંતી મહોત્સવની ઉજવણી પ્રસંગે આ બંને લેખકો અને કેળવણીકારોની સાહિત્ય સેવાનો પરિચય આપીને ભાઈ ૫૦ છો૦ પટેલે ઉમદા કામગીરી બજાવી છે. તે માટે આજને ગુજરાતી વાચક તેમને ખાસ આભારી રહેશે. જયારે હજી આજે આપણું રાષ્ટ્રઘડતરનું કામ વિશેષ પુરુષાર્થ માગી રહ્યું છે, ત્યારે ચાલુ પેઢીને તે લખાણે પ્રેરક અને સહાયરૂપ થઈ પડે તેમ છે. આ દ્રષ્ટિથી પ્રેરણા લઈ, તે બધા લખાણમાંથી વિષયવાર સંગ્રહ તૈયાર કરવાનું કામ કોઈ રસિયા અભ્યાસીએ કે સંસ્થાએ ઉપાડવું જોઈશે. ગુજરાતમાં વિશ્વ-સાહિત્યની પ્રવૃત્તિ શ્રી. મગનભાઈ દેસાઈની પ્રેરણાથી શ્રી. ગોપાળદાસ પટેલે શરૂ કરી પોતે તેના આજીવન પ્રમુખ રહીને તેના કામમાં પ્રેરણા અને હૂંફ આપ્યા કરી. અનેક કાર્યકરોએ રાષ્ટ્રીય ભાવનાથી રાઈ પિતાના કાર્યોથી તેનું પોષણ કર્યું અને ગુજરાતી વાચકે તેને હદયથી આવકાર આપ્યો તેને પરિણામે જે કામ થયું તેને લીધે આજે આપણે વિશ્વસાહિત્યનો સુવર્ણ જયંતી મહોત્સવ ભારતીય ત્રાષિ ડૉ. એમ. એમ. ભમગરા અને શ્રી. ગુણવંત શાહના સાન્નિધ્યમાં ઊજવવાને ભાગ્યશાળી થયા છીએ. આ પુસ્તક ભાઈ પુત્ર છો૦ પટેલે તૈયાર કર્યું છે. તેઓ રાષ્ટ્રીય સંસ્થાઓ અને પ્રવૃત્તિઓ સાથે આજીવન સંકળાયેલા રહ્યા છે. આરંભમાં આઝાદીના લડવૈયા તરીકે અને સ્નાતક થયા પછી અનેક રચનાત્મક કાર્યક, For Private Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ લડાઈએ રૂપાંતરમાં અને લીલીસૂકીમાં પ્રત્યક્ષ લડવૈયા અને સાક્ષી રહ્યા છે. શ્રી. મગનભાઈ અને શ્રી. ગોપાળદાસના અંતેવાસીના હાથે આ પુસ્તક તૈયાર થયું છે. તેમાં આ બંને લેખકોના સાહિત્યને અછો પરિચય આપવામાં આવ્યો છે. ગુજરાતમાં વિશ્વ-સાહિત્યના પ્રચાર માટે અને વિદેશી ભાષાના ચાહના માટે શું થયું વગેરે બાબતોને ખ્યાલ આમાંથી વાચકને મળી રહેશે. તે ઉપરાંત અન્ય લખાણમાંથી રાષ્ટ્રીય કેળવણી વિશે પાયાના વિચારોનું ભાથું મળી રહેશે. આમ બંને રીતે આ ગ્રંથ ઉપયોગી થશે એવી આશા છે. ભાઈ ૫૦ છો૦ પટેલની આ ચોપડી માટે આવકાર લખવાને મિષે આ પવિત્ર સંતે અને લેખકોની વાણીનું આચમન અને ચિતન મનન કરવાની જે તક મળી, તેને માટે આભાર પૂર્વક તે પુણ્યક સંતો અને લેખકો માટેની આ મારી અંજલિ આપી હદયથી વંદન કરું છું અને નવી પેઢીને આદરપૂર્વક તેનું સન્માન કરવા ભલામણ કરું છું. સંપાદક અને પ્રકાશન સંસ્થાને અભિનંદન! ભારતમાં આખે એક યુગ સંતયુગ થઈ ગયો છે. કન્યાકુમારીથી કાશમીર અને દ્વારકાથી દીબ્રુગઢ ઉત્તર-દક્ષિણ, પૂર્વ-પશ્ચિમ ચારે દિશાઓને આવરી લેતી આખીયે ભારતભૂમિમાં એકેએક પ્રદેશમાં અનેકાનેક સંતરને સાંપડ્યાં છે. બધા જ સંતાએ આખા ભારતવર્ષને એક અને અખંડ ભૂભાગ માનીને સમગ્ર વિશ્વને માટે “આત્મન: હિતાય જગતુ હિતાય” હિતોપદેશ એમની સત્યપૂત વાણી દ્વારા સકળલોક જગપાવની ગંગાની જેમ વહેવડાવ્યો છે. ગાંધીજી પણ એક મોટા સંત થઈ ગયા. સંતોની વાણીને પ્રભાવ ઉત્તરોત્તર વધતો જ જાય છે. તેની વાણી ઉપર શ્રી. મગનભાઈ, શ્રી, ગોપાળદાસ, અને એશોએ વેધક પ્રકાશ પાડયો છે. ફલડ લાઈટ ફેંકર્યું છે. સંતવાણીનાં રહસ્યો, ગૂઢાર્થો, વાણીનાં પ્રેરણા અને બળ તમામ શાને અર્ક, વેદવેદાંત, છ શારા અને જગતભરનું તત્વદર્શન અને જ્ઞાન-વિજ્ઞાન, અનુભવામૃત તમામે તમાતને નિચેડ જે સંતની વાણીમાં ભરપૂર છે. તેને દિગ્દર્શન એમની આગવી શૈલીમાં ઉદૂષિત કર્યું છે. બુદ્ધ, કૃષ્ણ, મહાવીર, નારદનાં ભક્તિસૂત્રો, ગીતા, ઉપનિષદો અને ભજન ઉપર શો ઓળઘોળ થઈ ગયા છે. ગણી ગણાય નહીં એટલી બધી બાબત ઉપર નાયગ્રાના પ્રચંડ પ્રપાતના વેગે તેમની વાણી વહે છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ ગોપાળદાસભાઈ, અને મગનભાઈએ ગાંધીજી અને રજનીશજીના ભાવમાં રહેલું સંવ અને તવ જોયું અને તેનો લાભ સંક્ષિપ્ત સ્વરૂપે ગુજેરાતી જનસમાજને આપ્યો છે. રજનીશજીના ગ્રંથમાંથી “છે સંતોની વાણીની છ પુસ્તિકાઓ આપી છે. એમાંથીયે વળી સંક્ષેપ કરીને વાનગી તરીકે ચાખવા માટે, ટેસ્ટ માટે, આચમન તરીકે અહીં નાનક, પલટુ, મલૂક, દરિયોભગત, દાદુભગત, કબીરની વાણી રજૂ કરી છે.' ટેસ્ટ કરતાં ચાખતાં સ્વાદ જીભે વળગે તે પછી ધરાઈને જમવા માટે, તૃપ્ત થવા માટે ગોપાળદાસની છ પુસ્તિકાઓ અને તેથી આગળ રજનીશજીના સંતસાહિત્ય સુધી જવા માટે અને સંતવાણીની ગંગાથી પરિતૃપ્ત થવા માટે અધિકસ્ય અધિકમ ફલ’ સુધી જવા માટે નિમંત્રણ. અને પછી તે, तव सुधातः स्वादीयः सलीलमातृप्ति पिबतां जनानामानन्दो परिहसति निर्वाण पदवीम् [ આ લેકમાં જે સત્સંગ સુખ છે. તે વૈકુંઠમાં કયાં છે? શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રદ્ધયશ્રી ગોપાળદાસ પટેલનું સંપૂર્ણ વાડમય ' કેઈ ઉત્સાહી સંસ્થાએ ગુજરાતને બનતી ત્વરાએ આપવું જોઈશે. પ્રકાશક સંસ્થા અને સંપાદકને ઉમદા ગ્રંથ ભેટ આપવા માટે અભિનંદન! ધન્યવાદ! ગાંધી ઘર, દેવી પરષદરાય દિ. શાસ્ત્રી તા. ૧૪-૧-૨૦૦૪ Page #10 -------------------------------------------------------------------------- ________________ 4 અક્ષર’ ખળ [સંપાદકનું નિવેદન ] ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના તા. ૧૮-૧૦-૧૯૨૦ના રોજ મહાત્મા ગાંધીજીએ કરી. અને પોતે તેના આજીવન કુલપતિ રહ્યા. તેમણે સરકારી શાળા-કૉલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને સરકારી શિક્ષણના અસહકાર કરી વિદ્યાપીઠમાં રાષ્ટ્રીય શિક્ષણ લેવા પ્રેણા આપી. સેંકડો તેજસ્વી નવજુવાને સરકારી શાળા-કૉલેજોને ત્યાગ કરીને વિદ્યાપીઠમાં જોડાયા. તેમાં શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ, શ્રો. જીવણજી દેસાઈ, શ્રી. પાંડુરંગ દેશપાંડે, શ્રી. ચુનીભાઈ બારોટ, શ્રી. વિઠ્ઠલદાસ કોઠારી, મણિભાઈ ભ. દેસાઈ વગેરે અગ્રેસર હતા. તે જમાનેા આઝાદીની લડતના હતા. એટલે તે સમય દરમ્યાન પ્રજાને પુરુષાર્થ બધાં ક્ષેત્રોમાં અદ્દભુત રીતે પ્રગટ થતા હતા. તેમ જ સાહિત્ય પ્રવૃત્તિ પણ વિશેષ ઉપાડ પામી હતી; અને પહેલાં ન ખેડાયેલાં કે ઓછાં સ્પર્શાયેલાં ક્ષેત્રમાં પણ વિવિધ પુસ્તકો પ્રસિદ્ધ થવા લાગ્યાં હતાં. શ્રી. મગનભાઈ અને ગોપાળદાસને, ગાંધીજીના સૈનિકો તરીકે, એ અરસામાં પ્રજાઘડતરની જવાબદારી સહેજે ઉઠાવવાની થઈ. એ કાર્ય કેવળ સાહિત્યની દૃષ્ટિએ નહીં પણ સ્વસ્થ સુઘડ સમાજજીવન અને ખાસ કરીને સ્વરાજ્ય માટે ઝઝૂમતી પ્રજાના પુરુષાર્થની દૃષ્ટિએ, કેમ કે સાહિત્ય, છેવટે જઈને જોઈએ તો, પ્રજાજીવનનું ઘડતર કરનારું ‘ અક્ષર’ ખળ છે,− કરવાનું હતું. તેમણે તે કામ પ્રથમ દિવસથી જ શરૂ કર્યું; અને તે જીવનના અંત સુધી ચાલુ રાખ્યું હતું. તે વિશિષ્ટ કામના મહિમા કહેા કે સાહિત્ય-વિવેચન-પત્રકારત્વ-ક્ષેત્રમાં પણ શ્રી. મગનભાઈ અને ગોપાળદાસની આગવી દૃષ્ટિ કહેા—તેમનાં વિવેચને આપણા વિવેચન સાહિત્યમાં એક નવી વિવેક-દૃષ્ટિ રજૂ કરે છે; તેમ જ તે કામના આખા પ્રજાકીય પુરુષાર્થનું મૂલ્યાંકન કરી, તેને યથાયેાગ્ય દેારવણી ९ Page #11 -------------------------------------------------------------------------- ________________ પણ આપે છે. તેમની સાહિત્ય-સેવામાં રાષ્ટ્રના સ્વાતવ્ય-મેરા ઉપર ઝુઝી રહેલા કાંતિ-સૈનિક તરીકે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે એ જોરદાર પ્રવૃત્તિ કરી રહ્યા હતા. એટલે તેમનાં લખાણો વાંચતાં સાહિત્ય પ્રવાહની સાથે પ્રજાકીય જીવન અને પુરુષાર્થના ઇતિહાસની પણ સમીક્ષા કરતા એક અનોખો રસ માણવા મળે છે. એથી તેમનું આ સાહિત્ય એ રીતે એક વિશિષ્ટ ભાત પાડે છે. તેને લાભ આજની યુવાન પેઢીને મળે તે હેતુથી આ ગ્રંથનું સંપાદન કરવામાં આવ્યું છે. ગ્રંથના સંપાદનમાં અનેક મિત્રોએ પ્રેમપૂર્વક મદદ કરી છે, તે સૌના ત્રહણી છીએ. તથા રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે આ પુસ્તક પ્રસિદ્ધ કરી ઉમદા કાર્ય કર્યું છે. તે માટે વાચક તેને ત્રણ રહેશે. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેપાળદાસ પટેલની અંતરની ઈચ્છા ગુજરાતમાં (મુંબઈની જી. ટી. બેડિંગ જેવી હૉસ્ટેલ) “ફ્રીડમ ફાઈટર હૉસ્ટેલ કમ લાયબ્રેરી', 'મહાત્મા ગાંધી મેમોરિયલ હોલ” તથા “ગાંધી વિચાર અધ્યયન મંડળ સ્થાપવાની હતી. પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી ભારતીય ઋષિ ડૉ. એમ. એમ. ભમગરાના પવિત્ર હસ્ત ગુજરાતને ભેટ મળે છે તે ગુજરાત માટે ‘સનીય વા ઢિન’ – સેનાને દિવસ છે. આશા છે કે, ગયે વર્ષે પ્રસિદ્ધ કરેલ “ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારે!” ગ્રંથની પેઠે આ “શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની વાડમય સેવાની એક ઝલક’ પણ આજના ગુજરાતી વાચકવર્ગને આવકાર્ય થઈ પડશે. આ શુભ કાર્યમાં મદદ કરનાર સૌને અભિનંદન! ૩૦-૧-૨૦૦૪ પુત્ર છે. પટેલ ગાંધી નિર્વાણ દિન Page #12 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પ્રકાશકનું નિવેદન અનંતભાઈ ડી. પટેલ રૂ આવકાર પરષદરાય દિ. શાસ્ત્રી ૬ અક્ષર બળ’ પુત્ર છે. પટેલ મગનભાઈ અને ગોપાળદાસની નિર્મળ સાહિત્ય-સેવા કાકા કાલેલકર સત્ય માટે મરી ફીટનારા બલવંતસિંહ માનવીઓમાં રાજવી સમાં સી. સી. દેસાઈ તલસ્પર્શી દર્શન ડૉ. રામમનોહર લોહિયા અભિનંદન ઔર આશીર્વાદ ડૉ. રાજેન્દ્રપ્રસાદ સર્વોદય-પ્રેમી વિભા ભાવે મગનભાઈને સરલ અનુવાદ ગાંધીજી અભિનંદન શ્રી પ્રકાશ આદિવચન ગાંધીજીનું-જપજી ગાંધીજી ગાંધીજીને પત્ર- શ્રી સુખમની ગાંધીજી શ્રી. મગનભાઈ દેસાઈ કાકા કાલેલકર શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ બલવંતસિંહ માનવમાં રાજવી સમા સી. સી. દેસાઈ કૉલેજ-જીવનનો પરિચય જમિયતરામ પંડયા ૧૫ વજથીય કઠોર અને કુસુમથીય કોમળ કંચનલાલ પરીખ કર્મયોગી નિસ્વાથી સેવક ડૉ. મોતીભાઈ પટેલ શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને મગનભાઈ ઝીણાભાઈ દેસાઈ એક અનોખી વ્યક્તિ બટુભાઈ દેસાઈ ૩૩ આશ્રમી જીવન જીવવાવાળા બબલભાઈ મહેતા ૩૯ વિદ્યાપીઠના મહામાત્ર શાંતિલાલ ગાંધી ૪૧ મગનભાઈના જીવનના વિવિધ પાસાંઓ ડૉ. મણિભાઈ દેસાઈ ૫૧ અલિપ્ત ઉપાસક પ્રભુદાસ ગાંધી ૨૬ - ૨૦ Page #13 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહ આશ્રમની શાળામાં મહિલા આશ્રામમેં મગનભાઈ નજીકથી રળિયામણેા ડુંગર મગનભાઈનું આશ્રમી જીવન તેને માટે મારા સદાય આશીર્વાદ છે બુદ્ધિયોગી શ્રી, મગનભાઈ રાજીનામું એક દુ:ખદ હકીકત પ્રકાશકીય નિવેદન १२ માતૃહસ્તેન ભાજનમ્– માતૃમુખેન શિક્ષણમ્ દગ્ધ-વિદગ્ધ - વાડ મ ‘શું-શાં ચાર, તેા ‘યસ' મૅડમ સાડા ત્રણ ! મા, માશીને બહેનપણી અઘ્યયનશીલ ને કર્મઠ વિદ્યાપીઠના આજીવન સેવક સ્પષ્ટવક્તા . · જાહેર સંસ્થા' સમા સંસદીય જીવનઝરમર સંભારણાં શી, મગનભાઈ દેસાઈની વાડમયસેવા *અમે એમના પહેલા ખેાળાના . ’ ગાંધીયુગના જીવંત કેળવણીકાર મીઠાં સંભારણાં અમારું અહાભાગ્ય શ્રી. મગનભાઈ દેસાઈ – એક પત્રકાર રાષ્ટ્રપિતાનું નિર્વાણ ગાંધી-સાહિત્યના સ્વાધ્યાય કર ભારતના શિરછત્ર સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે ભાઈ જેવા ભાઈ સ્વ૦ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ડૉળ હરિપ્રસાદ દેસાઈ ડૉ. રામચંદ્ર સામણ બલવંતસિંહ મણિભાઈ ભ. દેસાઈ છગનલાલ જોષી ગાંધીજી ગોપાળદાસ પટેલ 6 99 39 ८८ ૯૩ ૯૫ ૯૮ 99 99 પ્ર. ચુ. વૈદ્ય ૧૦૧ મનુભાઈ પંચાળી ગોકુલભાઈ ભટ્ટ ૧૦૩ ૧૦૬ ૧૦૭ ૧૧૦ ૧૧૧ ૧૧૧ કુસુમાકર ’ જોશીપુરા ૧૧૪ ઉમાશંકર જોશી ૧૧૫ દિનકર દેસાઇ ૧૨૧ પુ૦ છે પટેલ તારાબહેન ઈશ્વરભાઈ અમીન કમુબહેન પુ૦ છે૦ પટેલ ૧૨૩ ૧૨૭ ૧૨૭ ૧૩૦ જિતેન્દ્ર ઠા. દેસાઈ મગનભાઈ દેસાઈ ૧૩૨ ૧૩૫ ૧૩૬ ૧૪૨ ૧૪૫ ૧૪૯ ૧૫૨ 99 19 વિનાબા ભાવે રાવજીભાઈ મ. પટેલ સંતબાલજી વૈકુંઠભાઈ મહેતા ભાગીલાલ લાલા 99 39 99 $9 . 22 સરદાર વલ્લભભાઈ પટેલ મગનભાઈ દેસાઈ 13 "1 99 25 . ૬૧ ૬૩ ૬૫ ૬૯ ૭૪ ૮૨ 62 Page #14 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈ દેસાઈ ૧૫૫ ૧૫૬ ૧૫૯ ૧૬૦ ૧૬૪ ૧૬૫ ૧૬૭ ૧૬૮ ૧૭૦ ૧૭૨ ૧૭૩ ૧૭૪ ૧૭પ ૧૭૬ ૨૧૦ દેસાઈભાઈ નાથાભાઈ પટેલ મુ. મણિભાઈને શ્રદ્ધાંજલિ શ્રી રમણ મહર્ષિ પાંડીચેરીના ગીરાજ ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર દીનબંધુ એન્ડ્રુઝ મેડમ મોન્ટેસરી પ્રો. હેરોડ લાસ્કી જગતને મહાન વિદૂષક [ જયોર્જ બર્નાડ શો) શ્રી. ઠક્કરબાપા સાક્ષરશ્રી રમણલાલ દેસાઈ શ્રી. બ. ક. ઠા, બે સાક્ષરો [શ્રી. મણિભાઈ દ્વિવેદી, શ્રી. લાલશંકર) શ્રી. સુભાષ બાબુ કાયદેઆઝમ ઝીણા મૌલાના સાહેબ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી ખાટી દ્રાક્ષ સિંહ અને ઉંદર ગંજીનો કૂતરો વાઘ આવ્યો રે વાઘ! એન્ડોકિલઝ અને સિંહ વિદુરની ભાજી . વિષ્ટિનું સંભાષણ શ્રીકૃષ્ણનું દુર્યોધનને સંબોધન સુયુદ્ધના ધમે યુદ્ધનું મૂળ કારણ નેતા કેણ બની શકે? • વસુંધરાનાં વહાલાં દવલાં” ગુજરાતની અસ્મિતા' ૧૭૭ ૧૮૨ ૧૮૫ ૧૮૬ ૧૮૭ ૧૮૮ ૧૮૯ ૧૯૧ ૧૯૨ ૧૯૪ ૧૯૮ ૨૦૧ ૨૦૩ ૨૦૫ ૨૦૭. ૨૧૦ Page #15 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ ૨૧૭ લક્ષમાં રાખવા જેવી પાંચ બાબતો મગનભાઈ દેસાઈ મોતીભાઈ અમીન – જીવન અને કાર્ય ૨૧૪ ભૂમિપુત્ર' ૨૧૬ “કડિયાને આવકાર મનસ્વી લોકો જેવી મારી ગતિ છે. ૨૧૮ ગાંધીજીના બરકંદાજો ૨૧૯ આ પુસ્તક હરગિજ નિરુપયોગી નહિ બને હૃગે ૨૨૦ ઈતિહાસે પોતાનો ચુકાદો આપી દીધો છે” આંદ્ર મેરવાં ૨૨૦ “આખું પૅરિસ તલ્લીન થઈ ગયું છે” પૉલ યુરિક્ષ ૨૨૦ બધે હ્યુગો વ્યાપી ગયો છે” સેત જવ ૨૨૦ ગોની અમર કૃતિ – “લે-મિઝેરાળ્ય' મગનભાઈ દેસાઈ ૨૨૧ શ્રી. ગોપાળદાસને અભિનંદન ઠાકોરભાઈ દેસાઈ ૨૨૨ પાવનકારી વિશ્વમાન્ય નવલકથાઓ ઉમાશંકર જોશી ૨૨૩ ગુજરાતી ભાષાની સાચી ખુમારી ઝીણાભાઈ દેસાઈ ૨૨૩ પુણયને વેપાર જસ્ટીસ એમ. પી. ઠક્કર ૨૨૪ સત્ય માટેનો તલસાટ ફિરોજ કા. દાવર ૨૨૫ સર્વ દેશકાળ માટે ઉપયોગી ન્યાયમૂર્તિ એસ.ટી. દેસાઈ ૨૨૫ લોકશાહીના અગ્રણી ઉપાસકો ન્યાયમૂર્તિ શેલત ૨૨૫ રાષ્ટ્રને નિર્મળ રાખવાનું કાર્ય વાસુદેવ મહેતા ૨૨૬ રાષ્ટ્રને માર્ગદર્શન ડૉ. એચ. એચ. દેસાઈ ૨૨૬ વિશ્વના સાહિત્ય-સમ્રાટોની ગુ.માં પધરામણી એસ. આર. ભટ્ટ ૨૨૬ બધભાષા તે માતૃભાષા જ બિહારીલાલ શાહ ૨૨૭ સાચા બોલા અને આખા બેલા દિનશા પટેલ ૨૨૭ મારા મોટા ભાઈ ઠાકોરભાઈ પટેલ ૨૨૭ ગાંધીજીના સિપાઈઓ ડૉ. વિહારી પટેલ ૨૨૮ અમારા શિરછત્રા યોગીની પટેલ ૨૨૮ ઉમદા સાહિત્ય સેવા ડો. એમ. એમ. ભમગરા ૨૨૮ ધજ ફરકયા કરશે મુકુલભાઈ કલાર્થી ૨૨૯ સાચા સંન્યાસીઓ વિઠ્ઠલદાસ કોઠારી ૨૨૯ પુસ્તકોમાં ઝરી ગયા છે ગોવિંદભાઈ રાવલ ૨૨૯ હર રૂઠે કહાં જાના? ગિરિરાજ કિશોર ૨૨૯ મારા બીજા પિતા જિતેન્દ્ર દેસાઈ ૨૨૯ www.jainelibrary prg Page #16 -------------------------------------------------------------------------- ________________ ગતિક ભવ્યતા ધીરુભાઈ મ. દેસાઈ ૨૩૦ અધૂરાં કામો ઉષાબહેન દેશપાંડે ૨૩૦ સુંદર કામગીરી જયંતીભાઈ ભી. શાહ ૨૩૦ જ્ઞાન યજ્ઞને આશીર્વાદ જસ્ટીસ ડી. વી. પટેલ ૨૩૦ મોટે ઉપકાર શંકરલાલ બૅન્કર ૨૩૦ અણમોલ રત્નો કે. કા. શાસ્ત્રી ૨૩૧ વિશ્વના સાહિત્ય-સમ્રાટની પ્રસાદી નવલભાઈ શાહ ૨૩૧ ગાંધીવાદી રાષ્ટ્રીય કેળવણીકાર ડૉ. સુશીલા નય્યર ૨૩૧ ગુજરાતમાં કઈ મા નહિ પાકે? કલ્યાણજીભાઈ મહેતા ૨૩૨ શ્રી મસ્કેટિયર્સ'ને યાદ રાખે ઠાકરભાઈ મ. દેસાઈ ૨૩૯ ડમાની વાર્તાઓ ચટકો કેમ લગાડી જાય છે? મગનભાઈ દેસાઈ ૨૪૦ ગરીબીનું રામાયણ કમુબહેન ૫૦ છોક પટેલ ૨૪૧ બે નિર્મળ સાહિત્ય સેવક | ડૉ. પ્રદીપ બી. ત્રિવેદી ૨૪૪ આશા અને ધીરજ - નલિનકાત પટેલ ૨૪૫ કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટ ૨૪૮ પ્રેમશૌર્યના રાહે યાને શ્રી મસ્કેટિયર્સ – ૧-૨ કમુબહેન પુ. છો. પટેલ ૨૪૯ ઑલિવર ટ્રિસ્ટ , , , ૨૫૧ નાઈન્ટી શ્રી નલિનકાંત પુરુ પટેલ ૨૫૩ દૈવી શક્તિના ઉપાસકે મણિભાઈ ભ. દેસાઈ ર૧પ દરિદ્રનારાયણમાં શક્તિ પ્રગટાવવાનું કાર્ય વજુભાઈ શાહ ૨૫૫ ચરોતરના ધરતીપુત્ર નિરંજન ઘેળકિયા ૨૫૬ શ્રી યોગવાસિષ્ઠ” મગનભાઈ દેસાઈ ૨૫૬ ‘હિંદુસ્તાનની ગરીબાઈ' ‘સર્વોદયની જીવનકલા” ૨૬૦ "ગૌતમ બુદ્ધ ૨૬૧ “યોગશાસ” ૨૬૧ ‘સર્વોદયની કેળવણી' મહાવીર કથા' ૨૬૪. વેર અને અવિચાર' ૨૬૫ ગોપાળકાકાને જેવા મે જોયા-જાણ્યા ભેગીભાઈ પટેલ ૨૬૬ પૂજ્ય દાદાજીની મીઠી યાદો ઉદય પટેલ ૨૭૦ કાકાજી - સસરા – વડીલ મિત્ર પોગીની વિ. પટેલ ૨૭૩ ૨૫૯ ૨૬૩ Page #17 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક- આધ્યાત્મિક સાહિત્ય-ક્ષેત્રે ગોપાળદાસનું પ્રદાન મ. જે. પટેલ ૨૭૭ શ્રી. ગોપાળદાસની સાહિત્યસેવાની એક ઝલક ચંદ્રકાંત ઉપાધ્યાય ૨૭૯ બે જ્ઞાની ભક્તોની પ્રતિભા બી. કે. સેનારા ૨૮૫ ગાંધીયુગના નીડર પત્રકારો વરધીભાઈ ઠક્કર ૨૯૦ ગોપાળદાસની સાહિત્યસાધના જીવણલાલ જી. શાહ ૨૯૧ ગોપાળદાસની ગ્રંથાલય-સેવા દશરથલાલ શાહ ૨૯૭ આત્માથી ગોપાળદાસ પટેલ ડો. અરવિંદ જે. ભટ્ટ ૨૯૯ ગોપાળદાસને ઘટના ક્રમ ૩૩૧ વંશવૃક્ષ ૩૩૪ સંદર્ભ સૂચિ ૩૩૫ ગોપાળદાસની વિવિધ સાહિત્ય-સેવા દરસનસિંગ શીખ ૩૩૬ બે પુણ્યાત્માઓને વંદના ગુણવંત દેસાઈ ૩૪૨ સંતની વાણીનું સરોવર પરષદરાય દિ. શાસ્ત્રી ૩૪૩ બાબા મલૂકદાસની વાણી ૩૪૮ દાદૂ ભગતની વાણી ૩૫૩ દરિયા ભગતની વાણી ૩૬૧ સંત પલટૂદાસની વાણી ગુરુ નાનકની વાણી ૩૭૨ એક પત્ર ગોપાળદાસ પટેલ ૩૮૦ કોટી કોટી વંદન ! કમુબહેન પુછે છો૦ પટેલ ૩૮૨ ૩૬૫ Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની વાડ્મય સેવાની એક ઝલક સુિવર્ણ જયંતી મહોત્સવન્ય) તા. ૧-૨-૨૦૦૪ ખંડ ૧ શ્રી. મગનભાઈ દેસાઈની વાડમય સેવા શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ મારા જુના સાથીઓ - છેઆ બંને સાથીઓએ ગાંધીજીની પ્રેરણાથી આપણું રાષ્ટ્રની અને ગુજરાતી સાહિતેની કીમતી સેવા બજાવી છે. તેમના લેખનને સંગ્રહ બહાર પાડવા અત્યંત જરૂરી છે. એ આખું સાહિત્ય એકી સાથે જોવાથી જ મગનભાઈ અને ગોપાળદાસની નિમલ સેવા અને પ્રતિભા પરિચય આજની નવી પેઢીને થશે.” તા. ૧૧-૧૦-૧૯૫e કાકાસાહેબ કાલેલકર - ''આ પહેલા અડમાં શ્રી મગનભાઈ દેસાઈની વામય સેવા અને તેમનું ીિજ કયા તાણાવાણાનું વણાયેલું છે તેને આ પરિચય આપતાં લખાણે અભિનંદન ગ્રંથમાંથી ટૂંકાવીને આપ્યાં છે. તથા બીજા ખંડમાં શ્રી ગોપાળદાસ પટેલની વાડમય સેવા અને કેટલાંક સમરણાત્મક લખાણેની એક ઝલક છે.] Page #19 -------------------------------------------------------------------------- ________________ સત્ય માટે મરી ફીટનારા શ્રી. મગનભાઈ દેસાઈની બુદ્ધિને ગાંધીજી પણ પ્રમાણતા. તે ઘક્કા આશ્રમવાસી સો હતા જ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનિવર્સિટીના ઉત્તમ સેવા તેમણે કરી. તેઓ સાધક, રાષ્ટ્રીય કેળવણીકાર રાષ્ટવક્તા, સત્ય માટે મરી ફીટનારા સાથા વીર પુરુષ હતા. જે કંઈ એમને સાચું લાગ્યું તે પ્રગટ કરવામાં તે કદી અચકાયા નથી. વિદ્યાપીઠના તે આજીવન સભ્ય હતા. પરંતુ જયારે વિદ્યાપીઠના સાથીઓ સાથે એમનો મતભેદ થયા અને એમને ; લાગ્યું કે સાથીઓ એમની સાથે ન્યાયી શકે નથી વર્યા, ત્યારે તેમણે તણખલાની પેટે વિદ્યાપીઠને ત્યાગ કર્યો. તે એટલા ભાવનાશીલ હતા કે સાથીઓના અયોગ્ય વતી એમના મજબૂત દિલને પણ વધી નાખ્યું.” ગાંધીજીના આશ્રમના અંતેવાસી] - બલવંતસિંહ માનેમાં રાજવી સમા “શ્રી. મગનભાઈ દેસાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલરનું ગૌરવવનું પદ શોભાવી રહ્યા છે. મહાત્મા ગાંધીના જીવનમાર્ગ પ્રત્યેની નિષ્ઠાનો લાભ ગુજરાતના લોકોને અને તેમના દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા રહે છે. મગનભાઈ, આમ માનવામાં રાજવી સભા [Prince amongst man] વિરાજે છે; અથવા કહે કે, આજના ભૌતિક જમાનામાં આપણી જની કલ્પનાના “બ્રષિ-સમા છે.” મગનલાઈના બચપણના મિત્ર] - સી. સી. દેસાઈ તલસ્પર્શી દર્શન ગુજરાત યુનિવર્સિટીએ અંગ્રેજી હઠાવીને અંગ્રેજી માધ્ધને બદલે ગુજરાતી માધ્યમ અપનાવીને દેશમાં એક અનોખું કાર્ય કર્યું છે. આ યુનિવસિટી પર એકલે હાથે ગુજરાતી માધ્યમની સફળતાપૂર્વક છાપ મારવાનું માન શ્રી. મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. શ્રી મગનભાઈ દેસાઈ સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર છે. “અગ્રેજી હટાવો' એ બાબતનું એમનું દર્શન ગાંધીજીની તોલે આવી શકે એવું ઊંડ તલસ્પર્શી છે.” - નેહરહિયા Page #20 -------------------------------------------------------------------------- ________________ अभिनंदन और आशीर्वाद __ मैं श्री मगनभाई देसाई को उनकी ६१ वी जन्म-जयंती के अवसर पर अपना अभिनंदन और आशीर्वाद मेजता हूं। और देशकी सेवामें सतत समर्पित रहनेके लिये तथा खास करके महात्मा गांधीजी के उपदेशोंके प्रचारके लिये उनके दीर्घ जीवनकी कामना करता हूं। ता.१०-१०-५९ राजेन्द्र प्रसाद सर्वोदय-प्रेमी श्री. मगनभाई देसाईने जो विविध प्रकारकी सेवा सर्वोदयकी की है, वह कौनसा सर्वोदय-प्रेमी नहीं जानता ? गांधीजी के बताये हुए मार्ग पर, लेकिन अपनी स्वतंत्र बुद्धिसे सोचकर, चलनेवाले इनेगिने लोगोंमें मगनभाईकी गिनती है। परमेश्वर उन्हें पूर्ण आयु दे और उनकी निर्मल हृदयसे की हुई सेवाका लाभ जनताको मिलता रहे यही मेरी कामना । a nila ५ ani ॥ Page #21 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈને સરલ અનુવાદ શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક વસાહેબ છે. 'જપ' એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પશ્ચિય આપણે બધાએ કરવા ઘટે છે. મગનભાઈને સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સૌ તે લાભ ઉઠાવશે. al. २२-3-२८ મેહનદાસ કરમચંદ ગાંધી તમારે અભ્યાસ મને બહુ ગમ્યો છે ““સુખમની ને તમારા અભ્યાસ મને બહુ ગમે છે. અનુવાદ સરસ ने भी छ." समा- ता. ११-११-३६ બાપુના આશીર્વાદ - अभिनंदन मुंबई गवर्नर्स कैंप, १ अगस्त, १९५९ "... श्री. मगनभाईजी किलने ही वर्षोंसे लगातार गूजरात विद्यापीठकी सेवा कर रहे है । उसकी उन्नति और प्रसारमें उनका बहुत बड़ा हाथ रहा है।" "...श्री. मगनभाईजीके ऊपर इस समय गुजरात विश्व-विद्यालयके उप-कुलपतिका भी भार डाला गया है । इसको उन्होंने उठाकर हम सबका बड़ा उपकार किया है। उनका तो सारा जीवन सार्वजनिक कार्यो में ही बीता और उन्होंने सदा ही कठिनसे कठिन कार्य करनेका निमंत्रण सहर्ष स्वीकार किया ।" प्रापमा Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયજી [ગુરુ નાનકદેવ કૃત] સંપાદકઃ મગનભાઈ દેસાઈ કિ. ૪-૦૦ [આદિવચન: ગાંધીજીનું] જે દેશની સેવા કરવા ઇચ્છે છે, જેઓ ઈશ્વરને ઓળખવા ઇચ્છે છે, જે હિંદુસ્તાનના કરોડોનું ઐક્ય સાધવા ઇચ્છે છે, તેઓ માત્ર પિતાના જ ધર્મને કંઈક અભ્યાસ કરીને સંતોષ વાળી બેસી શકતા નથી. તેઓએ હિંદુસ્તાનમાં ચાલતા ધર્મો ને સંપ્રદાયનાં મૂળતાવો તે તે ધર્મ કે સંપ્રદાયના અનુયાયીની દષ્ટિએ સમજવાં જોઈએ એવી મારી માન્યતા છે. આ કામ તે તે ધર્મપુસ્તકો વાંચ્યા વિના ન જ થઈ શકે એ દેખીતું છે. શીખ સંપ્રદાયનું મૂળ પુસ્તક ગ્રંથસાહેબ છે. “જપજી” એ સંપ્રદાયના પ્રણેતા ગુરુ નાનકસાહેબની વાણી છે. એટલે તેને પરિચય આપણે બધાએ કરવો ઘટે છે. મગનભાઈને સરલ અનુવાદ ગુજરાતીઓને સારુ આ પરિચય સુલભ કરી મૂકે છે. મારી આશા છે કે સહુ તે લાભ ઉઠાવશે. તા. ૨૨-૩-૨૮ મોહનદાસ કરમચંદ ગાંધી જપજી' શીખ લોકોના ગુરુ ગ્રંથને સર્વોત્તમ મહત્તવને ભાગ છે. ગ્રંથસાહેબમાં તે આદિમાં છે, એટલું જ નહિ, તેનું મૂળ ને સત્તાવાર રહસ્ય બતાવવામાં પણ “જપનું સ્થાન સર્વોત્તમ અને પ્રથમ ગણાય છે. શીખ ધર્મનાં મૂળ તત્તે આમાં આવી જાય, એમ શ્રદ્ધાળુ શીખ સમજે છે. તેથી એને તેઓ “ગુરુ મંત્ર' પણ કહે છે; અને દરેક શીખ રોજ સવારે એને વિધિપૂર્વક પાઠ કરે છે. ગુરૂ નાનકને ઉપદેશ કોઈ ખાસ કેમ કે યુગ માટે નથી. એમાં બંધાયેલું સત્ય મનુષ્યમાત્ર માટે છે. સાથે ધર્મ એ રાષ્ટ્રનિર્માણ કરનાર મહાન પ્રજાકીય બળ છે અને એનું ફળ સાર્વજનિક લોકસંગ્રહ છે, એ આમ કરીને ગુરુ નાનકે પુરવાર કરી બતાવ્યું હતું. મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સહિત. Page #23 -------------------------------------------------------------------------- ________________ કિ', ૫-૦૦ શ્રી સુખમની [પંચમ શીખગુરુ શ્રી અર્જુનદેવ કૃત] સંપાદકઃ મગનભાઈ દેસાઈ [ગાંધીજીને પત્ર] ચિ૦ મગનભાઈ, સુયોગે જીવણજી, હું નીકળે ત્યારે જ મારા હાથમાં તમારું સુખમની”, કાકાનું “જીવનનો આનંદ” મૂક્યાં. “સુખમની” એ મને Mય તે ખેઓ જ. અષ્ટપદીઓ સિવાયનું બધું પૂરું કરી આ લખી રહ્યો છું. અષ્ટપદી પણ શરૂ તો કરી જ છે.... અનુવાદ સરસ ને મીઠો છે. ... તમને સમય હોય ને તમે વાંચી શકે, તે તમારે શીખ ઈતિહાસ લખી નાખવો જોઈએ. તેને સારુ તમારે ઘણું સાહિત્ય વાંચવું પડે તેમ છે; શીખામાં ફરવું જોઈએ; ખાલસા કૉલેજની લાઈબ્રેરી ગૂંથવી જોઈએ; સર જેગેન્દર સિંગને મળવું જોઈએ. એ જબરો લેખક છે, એ જાણતા હશે. સારો ઇતિહાસ લખ નાનકડું કામ નથી. પણ “સુખમની”ને તમારે અભ્યાસ મને બહુ ગમે છે. તમને એમાં રસ છે એમ જોઉં છું, એટલે કદાચ આ કામ તમે કરી શકે. ઉપરચોટિયા પુસ્તકથી મને સંતોષ નહીં થાય. કદાચ તમારું વર્ષો લગીનું કામ નિમિત થયું હોય? તો “સ્વધર્મે નિધન શ્રેય'. સેગાંવ-વર્ધા બાપુના આશીર્વાદ ૧૧-૧૧’૩૬ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈએ ગુજરાતને ચરણે મહામૂલા ધર્મસાહિત્યની જે વિવિધ ભેટ ધરી છે, તેમાં શીખ ધર્મની જાણીતી અને માનીતી કૃતિઓ “જપજી” અને “સુખમની” એ બેનું સંપાદન ખાસ ઉલ્લેખનીય છે. ચાતુર્વેદ સનાતન હિંદુ ધર્મના ચાર મુખ્ય પ્રવાહ: બ્રાહ્મણ, જૈન, બૌદ્ધ અને (તેરમા સૈકા બાદ ખાસ પ્રગટેલ) સંત-ધર્મ. સંતધર્મને એક સ્ત્રોત તે શીખધર્મ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ અધ્યાપક ટી. એલ. વાસવાણી જણાવે છે, ““સુખમનીમાં ગુરુ અને પિતાને અંતરાત્મા ઠાલવ્યો છે. તેમનાં પદે પરમ વિશ્વાત્માને – માનવસૃષ્ટિના પરમ ઐક્યને– કવિ હૃદયે અર્પેલી અંજલીરૂપ છે...સુખમની” શબ્દનો અર્થ મનની શાંતિ અથવા પ્રસન્નતા થાય છે. તેથી તેને હું “શાંતિપ્રસન્નતાની ગાથા' કહું છું.... અનેક વાર મને લાગ્યું છે કે, “ભગવદ્ગીતા' અને “સુખમની” એ બે એવા પુસ્તકો છે કે, જેમને દરેક હિન્દી યુવાને અવશ્ય જાણવાં જોઈએ.” સુખમની ' શબ્દનો અર્થ ભાવુક શીખો “સુખને મણિ' કહે છે. પારસમણિને અડવાથી જેમ લોઢું પણ સુવર્ણ બની જાય, તેમ આ “સુખમની” રૂપી મણિને સ્પર્શતાં – સેવતાં જ, ખરેખર, મન પ્રસન્નતાના અગાધ સાગરમાં તરબોળ થઈ જાય છે. મૂળ પાઠ, શબ્દાર્થ, ગદ્ય અનુવાદ અને વિવરણ સાથે. શ્રી. મગનભાઈ દેસાઈ “લડાઈ ચલાવવી હોય તે દારૂગેળાનું કારખાનું જોરમાં ચાલવું જ જોઈએ. આપણી લડતમાં ગાંધીજીના વિચારો, પ્રજાની રાજદ્વારી કેળવણી, સત્યાગ્રહના તંત્રની સમજ – આ બધાનું સાહિત્ય એ જ આપણે દારૂગળે છે. એનું કારખાનું ધમધોકાર ચલાવનાર જોઈએ જ.’ એ કામ મગનભાઈને સેપવામાં આવ્યું. ગાંધી-સાહિત્યમાંથી એક એક વિષયના લેખે એકત્ર કરી એની ચોપડીઓ બહાર પાડવાનું કામ મગનભાઈએ ઉત્તમ રીતે કર્યું. સ્વરાજની લડતને અંગેને એ એમને કીમતી ફાળો હતો. વિદ્યાપીઠની સર્વોરી પરીક્ષા માટે એમણે એક નિબંધ લખ્યો. એ વાંચી મારી ખાતરી થઈ કે પંડિતની ઉપાધિ માટે મગનભાઈ બધી રીતે યોગ્ય છે. ગુજરાતે પણ જોયું કે ગાંધી-પરંપરામાં એક સર્વદેશી કાર્યકર્તા આપણને મળ્યો છે. વિદ્યાર્થીઓને દોરવામાં, સામાજિક અને કેળવણી વિષયક ક્ષેત્રમાં ગુજરાતનું દિશાદર્શન કરવામાં, ગુજરાતી ભાષાને કીમતી સાહિત્ય આપવામાં અને રાજદ્વારી પરિસ્થિતિનું પૃથક્કરણ કરવામાં, મગનભાઈની દરેક જાતની શક્તિ ખીલી. શ્રી. કિશોરલાલભાઈ પછી ગાંધીજીનાં છાપાં ચલાવવાને ભાર મગનભાઈને માથે આવ્યો તે પણ તેમણે પૂરી બાહોશીથી ઉપાડ્યો. Page #25 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જ્યાં મતભેદ થાય ત્યાં પોતાને અભિપ્રાય ભારપૂર્વક રજૂ કરવો અને છતાં વ્યકિત સંબંધ વિશે પિતાના મનમાં કડવાશ આવવા ન દેવી, એ મગનભાઈની વિશેષ સાધના છે. રાષ્ટ્રીય શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાતે ગાંધીજીના વિચારે જે શ્રદ્ધાથી ઝીલ્યા છે, તેનો વિચાર કરતાં, ગુજરાત યુનિવર્સિટીના કુલનાયક (વાઈસચાન્સેલર)નું પદ મગનભાઈને મળ્યું એ બધી રીતે યોગ્ય જ થયું. એ સ્થાન પર આવ્યા પછી પણ મગનભાઈ તે એ ને એ જ વિરકત આશ્રમવાસી રહ્યા છે. પણ એમની એ વિરક્તિ પોતાના જીવન પૂરતી જ છે. નેહી સંબંધીઓના એ પ્રેમાળ હિતકર્તા અને મુરબ્બી છે. બાળકોને એમની પાસેથી જે વાત્સલ્ય મળે છે તે જોતાં મનમાં એ બાળકોની અદેખાઈ જ ઊપજે. ગાંધીજીના ગયા પછી જાહેરજીવનનાં મૂલ્યો ઘણાં શિથિલ થયાં છે. એવે વખતે લોકો વચ્ચે રહીને પોતાના જીવનથી અને પોતાના પ્રભાવથી નૈતિક મૂલ્યો ટકાવવાનો પ્રયત્ન કરતા મગનભાઈ વિષે દરેકના મનમાં આદર ઉત્પન્ન થવો જોઈએ. એમના સાથી ઓએ અને વિદ્યાર્થીઓએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અને પિતાનો આનંદ પ્રગટ કરવાની આ તક મેળવી છે, એ બધી રીતે ઉચિત જ છે. અત્યાર સુધી એમણે જે લેખો દ્વારા ગુજરાતી સાહિત્યની સેવા કરી છે, તે લેખનનો સંગ્રહ આ તબકકે બહાર પાડવો અત્યંત જરૂરી છે. એ આખું સાહિત્ય એકત્ર જોવાથી જ મગનભાઈની વિવિધ દિશાએ ખીલેલી પ્રતિભા પરિચય આજની પેઢીને થશે. મગનભાઈને આપણે “ઉદંડ' આયુરોગ્ય ઇચ્છીએ. અને એમની પાસેથી વધુ ને વધુ ઉજજવળ સેવાની અપેક્ષા રાખીએ. અભિનંદન ગ્રંથ 'માંથી ટૂંકાવીને] કાકાસાહેબ કાલેલકર Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ [શ્રી. બલવંતસિંહજી, સાબરમતી આશ્રમ તથા સેવાગ્રામ આશ્રમમાં, ૧૭-૧૮ વર્ષ સુધી, ગાંધીજીના એક નિકટતમ અંતેવાસી તરીકે રહ્યા હતા. તેના ફલસ્વરૂપ તેમને “વાહૂછી છાયા” નામનું સુંદર પુસ્તક લખ્યું છે, જે ૧૯૫૭ માં નવજીવન પ્રકાશન મંદિર તરફથી પ્રકાશિત થયું હતું. પછી એ લાંબા આશ્રામવાસ દરમ્યાન તે જે જે આશ્રમવાસીઓના પરિચયમાં આવ્યા હતા, એવા ૧૪૫ જણનાં રેખાચિત્રો તેમણે લખ્યાં છે, જે “વાપૂશ્રમપરિવાર” નામે નવજીવન પ્રકાશન સંસ્થાએ જ ૧૯૭૨ ના અંતભાગમાં પ્રકાશિત કર્યા છે. તે રેખાચિત્રો ભાવિ પેઢીઓને પ્રેરણા આપે તેવાં છે. તેમાંથી શ્રી. મગનભાઈ દેસાઈનું રેખાચિત્ર નવજીવન ટ્રસ્ટના સૌજન્યથી અહીં ઉતાર્યું છે. તે માટે લેખક અને પ્રકાશક સંસ્થાના આભારી છીએ.] પુત્ર છે. પટેલ જયારે હું ૧૯૩૧ માં (સત્યાગ્રહ આશ્રમમાં રહેવા આવ્યો ત્યારે, મગનભાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં રહેવા ગયા) હતા. મારો પરિચય તે તેમની સાથે ત્યારથી જ તે; પરંતુ બાપુજી (સત્યાગ્રહાશ્રમ છોડી) વર્ધા રહેવા ચાલ્યા ગયા ત્યારે ૧૯૩૫ માં તેમણે મગનભાઈને વધુના મહિલાશ્રમની જવાબદારી સોંપવા બોલાવ્યા અને તેમને આચાર્ય બનાવી તેની જવાબદારી સોંપી. તે અરસામાં મગનભાઈ વારંવાર બાપુજીની સાથે પોતાના કામકાજ અંગે ચર્ચા વિચારણા કરવા આવ્યા કરતા હતા. એટલે મારો એમની સાથેનો પરિચય અધિક વધતો ગયો અને તે એટલી હદ સુધી વધ્યો કે જ્યારે જ્યારે અમદાવાદ જવાને પ્રસંગ આવતા, ત્યારે મારું ઊતરવાનું નિશ્ચિત સ્થાન મગનભાઈનું ઘર જ બની ગયું. એમને પ્રેમ તો હતો જ. પરંતુ એમનાં ધર્મ પતી ડાહીબહેનને તો એમના કરતાં પણ અધિક સ્નેહ મારા ઉપર હતો. તે મને માની પેઠે પ્રેમથી ભોજન કરાવતાં. મારી એક આદત જ બની ગઈ હતી કે, જે ઘરની ગૃહિણી સાથે પરિચય ન હોય અને એને હાઈક સ્નેહ ન દેખું, એ ઘરમાં હું કદી પણ ન ઊતરતે. અને કદાચ ભૂલથી ચાલ્ય Page #27 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જાઉં, તે પણ તરત ભાગી નીકળ. શ્રી. ડાહીબહેને મને એવું કદી લાગવા દીધું નથી કે એમનું ઘર મારું નથી. ખૂબીની વાત તો એ હતી કે, એમને પહેલેથી મારા આવવાની ખબર આપી હોય, એવું મને યાદ જ નથી આવતું. શ્રી. મગનભાઈના અને મારા વિચાર બિલકુલ મળતા આવતા હતા. જ્યારે અમે કોઈ બાબતની ચર્ચા-વિચારણા કરવા લાગતા, ત્યારે એવું લાગતું કે જે વિચાર એમના છે તે જ વિચાર જાણે મારા મનમાં પણ પહેલેથી હતા. એમને પણ એમ જ લાગતું કે જાણે અમે લગેટિયા મિત્રો જ હેઈએ. જોકે, તે મેટા વિદ્વાન હતા અને મારાથી પણ ઘણા વધારે બાપુજીના સંપર્કમાં આવ્યા હતા; તે જૂના આશ્રમવાસી હતા તથા અનુભવે ઘડાયેલા માણસ હતા. ત્યારે હું તે અભણ માણસ હતો, અને અનુભવની બાબતમાં તે એમની સાથે મારી સરખામણી કરવાનો સવાલ જ ન હતું. તે પણ અમે ચર્ચા વખતે એટલા એકરૂપ થઈ જતા કે કોણ નાને ને કોણ મોટો, એને ખ્યાલ જ અમને રહેતો નહીં. અમારી વાતચીત બીજું કંઈ સાંભળતું હોય, તો એને પણ એવો જ ગોટાળો થાય. એ મગનભાઈના પ્રેમી સ્વભાવનો અને એમની સમદષ્ટિનો જ પ્રતાપ હતે. મગનભાઈએ અનેક પુસ્તકો લખ્યાં છે. બાપુજી પણ એમની બુદ્ધિને પ્રમાણતા. તે પક્કા આશ્રમવાસી તો હતા જ. વળી તે ગૂજરાત વિદ્યાપીઠના આચાર્ય બન્યા, મહિલાશ્રમના આચાર્ય બન્યા, ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ પણ બન્યા. આશ્રમમાં પણ એમણે શિક્ષકનું જ કામ કર્યું હતું. ૫૦ કિશોરલાલભાઈ પછી “હરિજન” પત્રોનું સંપાદન પણ તેમણે કર્યું. પછીથી સત્યાગ્રહ’ નામનું સાપ્તાહિક ચલાવ્યું. એ બધાં કામોમાં એમની પ્રખર બુદ્ધિમત્તા ઘૂઘવતી જવાળાની પેઠે ચમકી ઊઠી હતી. પરંતુ સૌથી મહત્વની વાત એમના જીવનની હતી – એમની આધ્યાત્મિક સાધનાની. પંડિત સુખલાલજીએ કહેલી વાત હું કદી ભૂલી શકતો નથી. ૧૯૩૮ની હરિપુરા કોંગ્રેસ વખતે એમણે કાશી વિશ્વવિદ્યાલયના એક પ્રોફેસરનો પરિચય કરાવતાં મને કહ્યું હતું : “જુઓ બલવંતસિંહજી, આમનો પરિચય જો હું એમ કહીને કરાવું કે એ આટલા મોટા વિદ્વાન છે, એમની પાસે આટઆટલી ડિગ્રી છે, એમની પાસે આટલા પૈસા કે બીજું કોઈ બાહ્ય સાધન છે, તો એ બધું તે એક ગુંડા પાસે પણ હોઈ શકે. એમને ખરો પરિચય એટલો જ છે કે, એ એક સજજન પુરુષ છે અને મારા મિત્ર છે. કાશી વિશ્વયિદ્યાલવમાં ભણાવવાનું કામ કરે છે.” Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનભાઈ દેસાઈ ૧૧ પંડિતજીએ પાતાની આ લાક્ષણિક ભાષામાં માણસની સાચી વ્યાખ્યા આપી દીધી હતી. પંડિતજી જૈન ધર્મશાસ્ત્રના અને માનવ-ધર્મશાસ્ત્રના પંડિત જ નથી; એ અનુસાર એમનું પેાતાનું જીવન પણ છે. એમણે આપેલું એ દૃષ્ટાંત મારે માટે તે વેદમંત્ર જ બની ગયા છે. એ ઉપરથી હું પણ કહી શકું છું કે, શ્રી. મગનભાઈ સાચા આશ્રમવાસી, સાધક, સ્પષ્ટવક્તા, સત્ય માટે મરી ફીટનારા સાચા વીર પુરુષ હતા. જે કંઈ એમને સાચું લાગ્યું તે પ્રગટ કરવામાં તે કદી અચકાયા નથી, વિદ્યાપીઠના તે આજીવન સભ્ય હતા. પરંતુ જ્યારે વિદ્યાપીઠના સાથીએક સાથે એમના મતભેદ થયા અને એમને લાગ્યું કે સાથી એમની સાથે ન્યાયી રીતે નથી વર્ત્યા, ત્યારે તેમણે તણખલાની પેઠે વિદ્યાપીઠને ત્યાગ કર્યો. તે એટલા ભાવનાશીલ હતા કે સાથીઓના અયોગ્ય વર્તાવે એમના મજબૂત દિલને પણ વીંધી નાખ્યું, હું માનું છું કે એમનું અકાળ મૃત્યુ (તા. ૧-૨-'૬૯) પણ સાથીઓના કડવા વ્યવહારને કારણે જ થયું હશે; નહીં તો એમનું શરીર ૧૦૦-૧૨૫ વર્ષ ચાલે એવું સ્વસ્થ, સંયમી અને સુગઠિત હતું. મારાથી તે તે ૬ મહિના અને ૨૮ દિવસ નાના હતા, તે પણ મારાથી પહેલાં જ ચાલ્યા ગયા. એમના મૃત્યુનું મને એવું દુ:ખ લાગ્યું જાણે મારો સગા ભાઈ ચાલ્યા ગયા. આજ જ્યારે શ્રી. ડાહીબહેનને ઝાંખા પડેલા ચહેરા હું જોઉં છું, ત્યારે મને જૂના દિવસેા યાદ આવી ભારે દુ:ખ થાય છે. પરંતુ પ્રભુની લીલામાં કાણ ડખલ કરી શકે છે? મગનભાઈએ જીવનપર્યંત બાપુજીના વિચારોને જે તેજસ્વિતા તથા સ્પષ્ટતાથી પ્રજા આગળ રજૂ કર્યા હતા, તે પ્રકારની સ્પષ્ટતા અને તેજસ્વિતા મળવી દુર્લભ છે. તે ગયા. બધાને પણ જવાનું છે. પરંતુ બીજા જન્મમાં પણ મગનભાઈ જેવા મિત્ર મળે, એવી પ્રભુ પાસે પ્રાર્થના છે. તે જરૂર બાપુજી પાસે જ પહોંચ્યા હશે. -- અલવ સિંહ Page #29 -------------------------------------------------------------------------- ________________ માનવામાં રાજવી સમા મગનભાઈ સાથે મારો સંબંધ, અમે બંને ચારેક વર્ષના હતા અને અમારા વતન નડિયાદની નાની શી પ્રાથમિક શાળામાં ભણતા હતા ત્યારને છે. તેમના અને મારા પિતાશ્રી બંને ઘણા નિકટના મિત્રો હતા. રોજ એકબીજાને મળ્યા વિના તેમને ચાલે જ નહીં. નડિયાદ મ્યુનિસિપાલિટીમાં બને ૨૫ રૂપિયાના મોટા દરમાયાથી સાથે કરી કરતા! સ્વાભાવિક રીતે એ જ સંબંધ બંને કુટુંબોમાં પણ ઊતર્યો. શાળાનાં શરૂઆતનાં થોડાં વર્ષો, એમ બંને સાથે જ ભણ્યા. અમારી વચ્ચે રસાકસી ચાલ્યા કરતી. કોઈ વાર એ આગળ થાય, તો કોઈ વાર હું; પણ ઘણી વાર એ જ આગળ હોય. પરંતુ થોડા વખતમાં જ તે કરમસદ ગયા, ત્યાં તેમણે એક ધારણ કુદાવી લીધું. એટલે જ્યારે તે પાછા નડિયાદ આવ્યા, ત્યારે હું તેમનાથી એક ધોરણ પાછળ પડી ગયું. આ વસ્તુસ્થિતિ ૧૯૧૭ સુધી ચાલુ રહી. તે વરસે તે મૅટ્રિકની પરીક્ષામાં બેસવાના હતા, અને હું તે સમયના અંગ્રેજી છઠ્ઠા ધોરણમાં જ અટવાત હતું. અમે બંને પોતપોતાના વર્ગમાં પ્રથમ હતા; અમારા બે વચ્ચે હરીફાઈને પ્રશ્ન જ ન હતો. તે સમયે યુનિવર્સિટીને એ નિયમ હતું કે, મેટ્રિકની પરીક્ષા પાસ કરીને કૉલેજમાં દાખલ થતા પહેલાં ઉમેદવાર સોળ વર્ષનો થયો હોવો જોઈએ. મગનભાઈ મૅટ્રિકની પરીક્ષામાં બેસવાના હતા ત્યારે તેમની ઉંમર બરાબર સોળ વર્ષની થતી હતી, પરંતુ હું જો ચાલુ ક્રમે જ મૅટ્રિકમાં આવું, તે મારી ઉમર સત્તર વર્ષની થાય. એ વસ્તુ મને અસહ્ય થઈ પડી; અને મેં નિરધાર કર્યો કે, ગમે તે થાય, માટે પ્રયત્ન કરીને મગનભાઈની સાથે જ મૅટ્રિકની પરીક્ષા પસાર કરવી. હાઈસ્કૂલની પરીક્ષાને એક જ મહિનો બાકી હતો, અને અમારા હેડમાસ્તરે, મારા હિતને ખ્યાલ કરીને, મને એક વર્ષ થેભી જવાની સલાહ આપી; જેથી હું પહેલો નંબર ન ગુમાવું તથા યુનિવર્સિટીની પરીક્ષામાં નડિયાદના વિદ્યાર્થીઓમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીને મળતી “ભાઉસાહેબ દેસાઈ કૉલરશિપ' ખાઈ ન બેસું. એ સ્કૉલરશિપ મેળવવાની નડિયાદના સૌ વિદ્યાર્થીઓને મહેચ્છા રહેતી. Page #30 -------------------------------------------------------------------------- ________________ માનવામાં રાજવી સમા ૧૩ મને નંબર કે સ્કૉલરશિપ મેળવવા કરતાં એક વર્ષ બચાવવાની વધારે પડી હતી; અને તેથી છેવટે મહામહેનતે પ્રિલિમિનરી અથવા ફૉર્મ ભરવા માટેની પરીક્ષામાં મને બેસવાની તક આપવા માટે મેં હેડમાસ્તરને સમજાવ્યા. તે વખતે મગનભાઈ પોતાના વર્ગમાં બિનહરીફ સ્થિતિ ભાગવતા હતા; અને હું એક વર્ષ કુદાવીને તેમની બિનહરીફ સ્થિતિને કોઈ પણ રીતે જોખમમાં મૂકી શકું, એવા કોઈને સ્વપ્નેય ખ્યાલ ન હતા. જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા પૂરી થઈ અને પરિણામે। બહાર પડયાં, ત્યારે મારો નંબર એટલા આગળ હતા કે, આગામી મૅટ્રિકની પરીક્ષામાં મને બેસવાની પરવાનગી ન આપવાને સવાલ જ ન રહ્યો. મગનભાઈને પણ તેમની બિનહરીફ સ્થિતિને કાંઈ પડકાર થવા જેવું લાગ્યું; અને તેથી કરીને અમદાવાદ કેન્દ્રમાં પરીક્ષા આપવા ગયા ત્યાં સુધી અમે બંનેએ સખત મહેનન કરી. જ્યારે મૅટ્રિકનું પરિણામ બહાર પડયું, ત્યારે હું નડિયાદમાંથી પ્રથમ આવ્યો અને મગનભાઈ બીજે નંબરે આવ્યા; આખી મુંબઈ યુનિવર્સિટીમાં હું બીજે નંબરે હતા અને મગનભાઈ ત્રીજે નંબરે હતા. અમારા બે વચ્ચેના માર્કમાં, મને યાદ છે ત્યાં સુધી, ચારેકના તફાવત હતેા. આ બધી હરીફાઈ અને રસાકસી ચાલતી હતી તેાય અમારા બે વચ્ચેને સંબંધ તા અમારા બંનેના પિતાશ્રી વચ્ચે તયા કુટુંબો વચ્ચે ચાલ્યા આવતા હતા તેવો જ મીઠો, ઘનિષ્ઠ અને અતૂટ રહ્યો. અમે બંને મુંબઈમાં પણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા. ત્યાં પ્રથમ વર્ષમાં પણ અમે અમારા નંબર જાળવી રાખ્યા, ફેર માત્ર એટલા જ પડયો કે, મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ આવનાર શ્રી. શંકર વામન દેશપાંડે, જે અમારી સાથે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જ હતા, તે અમારા બે કરતાં પાછળ પડી ગયા. ઇન્ટરની પરીક્ષા પછી અમારા બેના રાહ જુદા થઈ ગયા. હું આઈ. સી. એસ.ના અભ્યાસ કરવા ઈંગ્લેંડ ગયા; અને મગનભાઈએ આગળ જતાં અસહકારની ચળવળનાં ઝંપલાવ્યું, તથા પછી તે ગૂજરાત વિદ્યાપીઠમાં દાખલ થયા. શરૂના દિવસેામાં જેમ તે મને શાળામાં પાછળ પાડી દેતા, તેમ અમારા જીવનના આખરી તબક્કામાં, વર્તુળ જાણે પૂરું થવા આવ્યું છે ત્યારે પણ, તે મારાથી આગળ જઈ રહ્યા છે, તે જોઈને હું અનહદ આનંદ તેમ જ ગર્વ અનુભવું છું. આ સઘળા સમય દરમ્યાન, અમે ગાઢ મિત્રૌ રહ્યા છીએ; વસ્તુતાએ મિત્રો કરતાં ભાઈ જેવા વધુ છીએ. જ્યારે જ્યારે અમને બંને એકબીજાને મળવાના કે પત્રવ્યવહાર કરવાને પ્રસંગ મળ્યા છે, ત્યારે Page #31 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક અમારા આનંદને પાર રહ્યો નથી. આમ જીવનભર ચાલેલી તીવ્ર હરીફાઈ છતાં, આવી દઢ મિત્રતાના દાખલા જવલ્લે જ જોવા મળે. પરિણામે તેમની સાથેનો મારો સંબંધ મારા જીવનની પુણ્યસ્મૃતિરૂપ જ બની ગયો છે. તેથી કરીને, જ્યારે મેં જાણ્યું કે, તેમને ૬૧ જન્મદિન અમદાવાદમાં ઊજવનાર છે, ત્યારે મને અનહદ આનંદ થશે. અમદાવાદ તે તેમનાં જીવનભરનાં અજ્ઞાતવાસ અને વિખ્યાતિ, સાધના અને સ્વાર્પણ, સાદાઈ અને સેવાકાર્યનું કેન્દ્રવર્તી ધામ રહ્યું છે, તથા ત્યાં જ હવે તે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરનું ગૌરવવંતુ પદ શોભાવી રહ્યા છે. હું સો મિત્રો સાથે આ સુઅવસરની ઉજવણીમાં સામેલ થાઉં છું અને સર્વશક્તિમાન પરમાત્માને પ્રાર્થના કરું છું કે, મગનભાઈ આપણા સૌની વચ્ચે દીર્ધાયુ બનીને રહે અને પિતાની પરિપકવતા, અનુભવ, જ્ઞાન તેમ જ ગાંધીજીના જીવનમાર્ગ પ્રત્યેની નિષ્ઠાને લાભ ગુજરાતના લોકોને અને તેમની દ્વારા ભારતના તથા વિશ્વના લોકોને આપતા રહે. અલબત્ત, કેળવણીનું માધ્યમ, અથવા અત્યારના સંજોગોમાં અંગ્રેજીના સ્થાન વગેરે બાબતો અંગે તે મક્કમ વિચારો ધરાવે છે, અને તે તો તેમની હમેશની ખાસિયત જ છે. પરંતુ, તે બીજા લોકોના અભિપ્રાયોની અવગણના કરતા નથી કે તે તેમના પ્રત્યે દુર્લક્ષ બતાવતા નથ; છતા સાથે સાથે જ સતી કપ્રિયતા મેળવવા પોતાના વિચારોને સેદ પણ કરતા નથી કે કોઈના દબાણને વશ થતા નથી. મગનભાઈ એવા વિરલ મનુષ્યોમાંના એક છે કે જે પોતે માનતા હોય તે જ કહે છે, અને જે કહેતા હોય તે જ માનતા હોય છે. આપણા લોકોમાં એ જાતના ચારિત્રયની ઊણપ આપણને ઘણી વાર લાગ્યા વિના રહેતી નથી; એવું ચારિત્રય બહુ ઓછા લોકોમાં હોય છે. મગનભાઈ, આમ માનવામાં રાજવી સમા (Prince amongst men) વિરાજે છે; અથવા કહે કે, આજના જમાનામાં આપણી જની કલ્પનાના “કલિ'-સમા છે. દેખાવમાં તે તે સુકલકડી અને તકવાદી જેવા લાગે છે, પરંતુ તેમને બરોબર ઓળખવા માટે તે તમારે તેમને સહેજ છંછેડવાની જ જરૂર છે. તે તમને દેખાશે કે અંદરથી તે કેટલા દુધ અને અણનમ છે. તેમનામાં કેટલીક વિચિત્ર ધૂને હોવા છતાં ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓમાં તેમ જ સમગ્ર ગુજરાત અને મુંબઈ રાજ્યમાં તે માન અને આદર પામ્યા છે, તેમાં કશું નવાઈ પામવા જેવું નથી. Page #32 -------------------------------------------------------------------------- ________________ કૉલેજજીવનને પરિચય ૧૫ સન્માનસમિતિના સંચાલકોએ મને મગનભાઈ વિષે આ થોડા શબ્દો કહેવાની તથા તેમને અભિનંદન આપવાની જે તક આપી તે બદલ હું તેઓના આભાર માનું છું; કારણ કે આજના જાહેર જીવનમાં બીજા કોઈ કરતાં હું તેમને સૌથી લાંબા સમયથી ઓળખું છું; તથા બાળપણથી જ તેમની સાથે ઊછરેલા છું. હું ખરેખર માનું છું કે, ઉપર ઉપરથી દેખાય તે કરતાં અમે બંને પરસ્પર એકબીજાનું ભાવી ઘડવામાં નિમિત્ત રૂપ બન્યા છીએ. જો ઈ.સ. ૧૯૧૭ની મૅટ્રિક પરીક્ષામાં માટે નિમિત્તે હરીફાઈમાં ઊતરવાનું તેમને બન્યું ન હોત, તેા તેમણે એટલા સખત પરિશ્રમ કર્યો ન હાત; અને સહેલી સફળતાથી જ સંતાષ માનીને, તે બીજા લાકોની પેઠે અણછતા જ રહ્યા હાત. તે જ પ્રમાણે, મારે પણ એ આવશ્યકતા ઊભી થઈ ન હોત, તા મેં એટલા ભારે અભ્યાસ કર્યો ન હોત અને ભાઉસાહેબ દેસાઈ સ્કૉલરશિપ ’ મેળવવા પૂરતો જ પ્રયત્ન કરીને બીજી રીતે નીચલી કક્ષાએ રહેવામાં જ સંતાષ માન્યા હોત. આમ, અમારા બંનેના દાખલામાં અમારું જીવન કંઈક જુદું જ બન્યું હોત. મગનભાઈ આ બાબતમાં શું માને છે, તે હું જાણતા નથી; પરંતુ મારા ઘણા મિત્રો આગળ મેં ખુલ્લા દિલથી કહ્યું છે, અને આજે પણ કહું છું કે, જો મગનભાઈ ન હોત, તે હું અત્યારે જે કંઈક બની શકયો છું, તે ન જ બન્યો હોત. સી. સી. દેસાઈ કૉલેજ-જીવનના પરિચય પરદેશી અમલની ઝૂંસરી કાઢી નાખવાનું અને સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી જુદાં જુદાં ક્ષેત્રમાં દેશના નવનિર્માણના કામમાં ફાળા આપવાનું સભાગ્ય છેલ્લાં હજારેક વર્ષમાં આપણા જ યુગને મળ્યું છે. પાતાને માટે પૈસા પ્રાપ્ત કરી મિલકતો વસાવવાને બદલે બુદ્ધિ અને વ્યવસ્થાશક્તિ દેશની જ પ્રવૃત્તિ માટે વાપરવી એવું જેમના જીવનનું ધ્યેય છે. તે પૈકી ભાઈ મગનભાઈ દેસાઈના કૉલેજના વિદ્યાર્થી જીવન અને તે વખતના વાતાવરણ વિષે સહજ પરિચય આપવા પ્રયત્ન કરું છું. સને ૧૯૧૭માં તે મૅટ્રિકની પરીક્ષામાં પહેલા વર્ગમાં અને મુંબઈ યુનિવર્સિટીમાં ત્રીજા નંબરે પાસ થયા બાદ મુંબઈમાં ગાવાલિયા ટૅન્ક ઉપર આવેલી શેઠ ગોકુળદાસ તેજપાલ બેડિંગમાં દાખલ થયા હતા. તેઓ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જતા હતા અને હું વિલ્સન કૉલેજમાં જતેા હતેા. પરંતુ ૧૯૧૭ થી Page #33 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૧૯૨૧ સુધીનાં ૪ વરસ આ ડિગમાં અમે સાથે રહેવામાં અને અભ્યાસ કરવામાં કાઢયાં હતાં. મુંબઈમાં એક બાજુએ ગોવાલિયા ઢેક અને બીજી બાજુએ મલબાર હિલ ચઢવાનો બગીચો – એની વચ્ચે શેઠ ગોકુળદાસ તેજપાલના ટ્રસ્ટની ત્રણ સંસ્થાઓ આવેલી છે : લક્ષ્મીનારાયણ મંદિર, બોર્ડિંગ, અને સંસ્કૃત પાઠશાળા – જયાં સને ૧૮૮૫માં રાષ્ટ્રીય મહાસભાનું પહેલું અધિવેશન ભરાયું હતું. ઘણાંખરાં છાત્રાલયમાં વિદ્યાર્થીઓને રહેવા માટે જુદી જુદી ઓરડીઓ હોય છે, એવું ત્યાં નહોતું. ૩૫-૪૦ વિદ્યાર્થીઓ માટે વાંચવાનું બની શકે તે સારુ ટેબલ ખુરશી વગેરેની સગવડવાળે લગભગ ૭૦૪૨૨ મોટો હોલ હતો. સામાન મૂકવાના અને જમવાના ઓરડા જુદા. પાસે લાઇબ્રેરીને મેટો ખંડ અને મેડા ઉપર સૂવાના પાંચ વિશાળ ઓરડા. ત્યાંના ઝરૂખામાંથી બોર્ડિંગ અને મંદિરને બગીચો મૂકી સૂઝ રોડની પાર મલબાર હિલના બગીચાનાં ફૂલ અને ઝાડ દેખાયા કરે. મૅટ્રિકની પરીક્ષામાં ઊંચે નંબરે જેઓ આવ્યા હોય તેઓ પૈકી સાધારણ અગર ગરીબ કુટુંબના વિદ્યાર્થીઓને કાંઈ પણ ખ લીધા વિના આ સંસ્થામાં ચાર વરસ રાખવામાં આવતા હતા, અને ખોરાક, ફી તેમ જ પુસ્તકોની વ્યવસ્થા શેઠ ગોકુળદાસના ટ્રસ્ટ-ફંડમાંથી થતી. શેઠ ગોકુળદાસ કચ્છ-કોઠારામાં ભાટિયા કુટુંબમાં સને ૧૮૨૨માં જગ્યા હતા. નાની વયમાં તેમના પિતા દેવલોક પામ્યા બાદ તેમણે મુંબઈમાં રૂને વેપાર ચાલુ રાખ્યો અને કહે છે કે સને ૧૮૬૨-૬૩માં અમેરિકામાં આંતરિક યુદ્ધ થવાથી મુંબઈના રૂ બજારમાં તેજી આવી ત્યારે તેઓ ઘણું કમાયા. ૪૫ વરસની ઉંમરે તેમની તબિયત બગડી અને સને ૧૮૬૭માં તેમણે વીલથી મુંબઈમાં અને કચ્છમાં ધાર્મિક, ધર્માદા અને કેળવણીની સંસ્થાઓ કાઢવા માટે ઘણી ભારે રકમ જુદી કાઢી. હાલ આ ટ્રસ્ટની મિલકત ૭૪ લાખની છે અને દર વરસે ૭ લાખની આવક અને ખર્ચ થાય છે. અને આ બધાં ઉપરાંત કદાચ વધારે મહત્ત્વની વાત અમે એવી સાંભળતા કે, “મારી સંસ્થામાં જે વિદ્યાર્થીઓ રહે તે ધર્માદા ખાતેથી ભણે છે એવા વિચાર તેમને આવે એવે વર્તાવ તેમની સાથે કદી રાખવા નહીં અને મારા જ પુત્રો ભણતા હોય એવી ભાવનાથી તેમને રાખવા’– એવી ગોકુળદાસ શેઠની સુચના હતી. ડૉ. ભલે દાજી અને નર્મદાશંકર કવિના મિત્રને એ જ ભાવના ભે; Page #34 -------------------------------------------------------------------------- ________________ કૉલેજ-જીવનનો પરિચય અને તે ભાવના અનુસાર તે સંસ્થામાંથી જુદાં જુદાં ક્ષેત્રમાં દેશને ઉપયોગી થઈ પડે તેવા વિદ્યાર્થીઓ પણ બહાર પડ્યા છે. ' સને ૧૮૮૪માં મુંબઈના ગવર્નર જેમ્સ ફરગ્યુસનને હાથે ખુલી મુકાયેલી અને ૧૮૮૫માં ચાલુ થયેલી આ સંસ્થામાં અમારા પહેલાં સર પ્રભાશંકર પટ્ટણી, મણિશંકર રત્નજી ભટ્ટ 'કાન્ત કવિ), હાલ મધ્યસ્થ સરકારના નાણાપ્રધાન શ્રી. મોરારજી દેસાઈ, સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ શ્રી. નટવરલાલ ભગવતી, સર ચંદુલાલ ત્રિવેદી, મહાદેવ હરિભાઈ દેસાઈ, રામનારાયણ વિશ્વનાથ પાઠક, ડૉ. કુંવરજી નાયક, અર્થશાસ્ત્રના પ્રિ. ચંદુલાલ નગીનદાસ વકીલ, વગેરે ભણી ગયા હતા. સંસ્થાની સગવડ અને તેમાં આવતા વિદ્યાર્થીઓ જોઈને કેટલાક વિદ્યાર્થી પિતાનું ખર્ચ આપીને પણ તેમાં રહેવા આવતા. સ્વ૦ ભૂલાભાઈ દેસાઈ એ રીતે આ સંસ્થામાં ભણેલી. અમારી સાથે રહેવામાં પણ ભણવામાં અમારાથી એક વર્ષ આગળ મુંબઈ હાઈકોર્ટના ન્યાયમૂર્તિ શ્રી. ડી) વી) વ્યાસ હતા. તેઓ વેદાંતસૂત્ર ઉપરના શાંકર ભાષ્યના ખાસ અભ્યાસી હતા અને સંસ્કૃતમાં વ્યાખ્યાન આપતા. અમારી સાથે જાણીતા મજૂર મહાજનના એક અંગ્રગણ્ય કાર્યકર્તા અને કેન્દ્ર સરકારના માજી મજૂર-પ્રધાન શ્રી. ખંડુભાઈ દેસાઈ અને લાહેરદિહીના ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશનવાળા શ્રી. દલપતભાઈ ડાહ્યાભાઈ દેસાઈ હતા. હરિજન આશ્રમવાળા ભાઈ પરીક્ષિતલાલ મજમુદાર રહેવામાં અમારી સાથે, પણ કોલેજમાં એક વર્ષ પાછળ હતા. બોર્ડિગના ૩૫-૪૦ વિદ્યાર્થીઓ પૈકી, વરસની શરૂઆતમાં થોડી લહેર કરે અને પરીક્ષા વખતે રાત-દિવસ વાંચે એવા ભાગ્યે જ ૨-૫ વિદ્યાર્થી હોય. સામાન્ય વાતાવરણ અભ્યાસનું હતું અને મોટા ભાગના વિદ્યાર્થીઓ વરસની શરૂઆતથી તે પરીક્ષા થતા સુધી ભણવામાં નિયમિત ધ્યાન આપનાર હતા એટલે પરીક્ષા વખતે મગજ ઉપર ભાર ઓછો રહે. સને ૧૯૧૯માં ઇન્ટર આ સની પરીક્ષા આવી તે પહેલાં ૮-૧૦ દિવસ અગાઉ અમારી મંડળીના મિત્રોએ પોતપોતાનાં પાઠયપુસ્તકો વાંચવાનું પૂરું કરી લીધું હતું અને શ્રી મગનભાઈ, શ્રી. શંકર વામન દેશપાંડે (જેઓ યુનિવર્સિટીમાં મેટ્રિક વખતે પહેલા આવેલા અને પછીથી બારડોલીના ઠરાવ બાદ સામ્યવાદી થઈ ગયેલા) અને અમે બીજા ૨-૪ જણ રોજ સવારે બગીચામાં ને સાંજે હેન્ગગ ગાર્ડનમાં સાથે બેસી કે ફરતાં ફરતાં જુદા જુદા વિષયોની ચર્ચા એ૦ – ૨ Page #35 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તથા સવાલજવાબ કરી, પોતાના અભ્યાસનું પુનરાવર્તન કરી લેના. પરીક્ષકો અમારી કસોટી કરે તે પહેલાં અમે પોતાની અને એકબીજાની આવી રીતે કસોટી કરતા. વાંચવા માટે છાત્રાલય અને મંદિરના ભગીચાનાં ઝાડની આજુબાજુ કે સામે મલબાર હિલના બગીચામાં જે સુંદર જગ્યાઓ મળતી, તેવાં અભ્યાસનાં કે રહેવાનાં સ્થાન એ બોકિંગ છોડ્યા પછી ઘણા થોડાને મળ્યાં હશે. એ સંસ્થામાં છાપાંની એક રેડિંગ-રૂમ હતી. વિદ્યાર્થીઓ ડિબેટિંગ સોસાયટી ચલાવતા તેમાં પણ શ્રી. મગનભાઈ સારે ભાગ લેતા. મુંબઈમાં જુદી જુદી સંસ્થાના આશય નીચે જુદા જુદા વિષયોના નિષ્ણાતોના વ્યાખ્યાન થતા, તેમાં ભાઈ મગનભાઈને સારે રસ હતો. અમારે જે વિષયને અભ્યાસ હોય તે ઉપરાંત બીજા વિષયો વિશે તેના નિષ્ણાતોને સાંભળવા એ લિબરલ એજ્યુકેશનને ભાગ ગણાત. ગણિત, શબ્દકોશ, સત્યાગ્રહની મીમાંસા, આર્ય સંસ્કૃતિ, ઉપનિષદોને અભ્યાસ અને ગ્રીક તત્ત્વજ્ઞાન એવા વિવિધ વિષયોમાં રસ લેવા માટે જ એ સંસ્થાનું વાતાવરણ યોગ્ય પૂર્વભૂમિકા રૂપે કદાચ હતુ. - બોડિંગમાં અવારનવાર મોટા માણસોને આમંત્રણ આપવામાં આવતાં. એક વાર મહાત્મા ગાંધીજીને અમે આમંત્રણ આપ્યું હતું. તેને મળવા બાદ પોતે મણિભુવન જવા બહાર નીકળતા હતા ત્યારને પ્રસંગ આપે, તે છેક અસ્થાને નહીં ગણાય. જતાં જતાં બારણા આગળ મેં ગાંધીજીને નમસ્કાર કર્યા એટલે તેમણે પૂછ્યું કે, “કયાંના છો?” મેં કહ્યું, “ઉમરેઠને.” તેમણે ફરી પૂછયું કે, “કેવા છે?” મેં કહ્યું: “બ્રાહ્મણ.” તેમણે પૂછયું કે, “તમે બીજી ભાષા કઈ લીધી છે?” મેં જવાબ આપ્યો : “પશિયન”, એટલે ગાંધીજી બોલ્યા, “હે ! ઉમરેઠના બ્રાહ્મણ છો ને સંસ્કૃત નથી ભણ્યા?” હું નીચું જોઈ રહ્યો ને જવાબ આપી શક્યો નહીં. ત્યાર બાદ મેં ડૉ. ભાંડારકરનું સંસ્કૃત વ્યાકરણ લાવીને વાંચી કાઢવું અને થોડું સંસ્કૃત સમજાય એટલો અભ્યાસ કરી લીધો. ટેનિસ, પિગ-પાંગ, અને કસરતશાળાની જોગવાઈ બેટિંગમાં જ હતી. ક્રિકેટ અને ટબૉલ કેટલીક વાર રમવા માટે સામેના ગોવાલિયા ટૅન્કના મેદાનમાં જવાનું થતું. આ ઉપરાંત ભાઈશ્રી મગનભાઈ અને અમારી મંડળી શિયાળામાં સવારે અને કોઈ કોઈ વાર સાંજે મલબાર હિલ ઉપર ફરવા જતી છાત્રોની સવારની હાજરી ૬ વાગ્યે પુરાતી એટલે તે પહેલાં ફરીને આવવાનું થતું. તેઓ નડિયાદ નિશાળમાં હતા ત્યારે કોઈ મહાત્મા પાસેથી Page #36 -------------------------------------------------------------------------- ________________ કોલેજછવનને પરિચય ૯ પ્રાણાયામ અને પગનાં આસન શીખી લાવેલા હતા અને કોલેજનાં ચારે વરસ સવારમાં તેમને આ નિત્યનિયમ હતો. ૬૦ વરસે તેમની જે તંદુરસ્તી છે, તેનો પાયો આવી રીતે વિદ્યાર્થી અવસ્થામાં નંખાયેલું છે. બેટિંગમાં ખાવાનું ગુજરાતી ઢબનું સાદુ હતું. અમે પોતપોતાના કપડાં ધોઈ લેતા. ચા મળતી નહીં. દૂધ આપવામાં આવતું. અમે કોઈ વાર હોટેલમાં ગયાનું યાદ આવતું નથી. ભાઈ મગનભાઈ ઈંટર અને બી૦એ૦માં પોતાના ગણિતના વિષયમાં હમેશાં આગળ પડતા હતા. આ ઉપરાંત તેમને બીજા વિષયમાં રસ હતો એટલું જ નહી પણ પોતાનો ફુરસદને વખત સંસ્થાના અગર કોલેજના અગર યુનિવર્સિટીના પુસ્તકાલયમાં કાઢતા. તેમની શારીરિક તંદુરસતી અને નિયમિત જીવનને લીધે તેમણે એક પ્રકારની સમતા પ્રાપ્ત કરેલી હતી. વળી જે આ સંસ્થામાં રહીને ભણ્યા છે તેમનામાં એક પ્રકારને આગ્રહ અગર નિશ્ચયાત્મક સ્વભાવ પણ ઘણામાં અમે જોતા આવ્યા છીએ. સને ૧૯૨૦ના પાછલા ભાગમાં ગાંધીજીએ વિદ્યાર્થીઓને સરકારમાન્ય નિશાળે અને કૉલેજો છોડી દેવાનું જણાવ્યું, ત્યારે વડોદરા કૉલેજમાં ભણતા ગોધરાના અંબાલાલ વ્યાસ અને પાંડુરંગ વળામે (હવે રંગ અવધૂત) – એમણે કૉલેજ છોડવાની પહેલ કરી. પછી સને ૧૯૨૧ના જાન્યુઆરીમાં ગાંધીજીએ મુંબઈની શાન્તારામની ચાલીમાં અસહાર વિશે ભાષણ આપ્યું. ત્યાં અમે ઘણા વિદ્યાર્થીઓ સાંભળવા ગયા હતા. ત્યારથી મુંબઈની નિશાળે અને કોલેજોના ઘણા આગળ પડતા વિદ્યાર્થીઓની ઊંઘ ઊડી જવા લાગી. વિદ્યાર્થીઓની પરીક્ષા આવી રહી હતી. ભાઈ મગનભાઈ જેવા આગળ પડતા વિદ્યાર્થીનું વ્યવહારમાં ભવિષ્ય ઘણું સારું હતું પણ તે દિવસથી સરકારી કોલેજ છોડવા સિવાય બીજો વિચાર જ તેમને આવ્યો નહીં. ડાંક દિવસરાત વિચાર કરી તેમણે લિફન્સ્ટન કૉલેજ છોડી દીધી અને ગુજરાત વિદ્યાપીઠમાં તે આવ્યા. આત્મભોગની હાકલનું આકર્ષણ તે વખતે અનેરું હતું ! Bliss was it in that dawn to be alive, But to be young was very Heaven ! - Wordsworth અભિનંદન ગ્રંથમાંથી) - જમિયતરામ દયાશંકર પંડયા Page #37 -------------------------------------------------------------------------- ________________ વજાથીય કઠોર અને કુસુમથીય કોમળ : " સાહેબ તમને બોલાવે છે,”, કૉલેજના પટાવાળાએ એક વિદ્યાર્થીને પ્રિન્સિપાલ સાહેબને સંદેશો આપ્યો. ને ઉમેર્યું, “હાલ ને હાલ.” - પ્રિન્સિપાલ સાહેબને આવો સંદેશો વિદ્યાર્થીઓને માટે કવચિત જ આવતે. પણ એ આવે ત્યારે મહાગંભીર : બનાવની આગાહરૂપ હતું એમ સમજતા કૉલેજના વિદ્યાર્થીઓમાં આ સમાચાર સાંભળતાં એક પ્રકારનો સન્નાટો પથરાઈ ગયે. પ્રિન્સિપાલ સાહેબનો આવો સંદેશે કદીક આવે ત્યારે તે તોફાની અને રખડુ વિદ્યાર્થીઓ માટે જ મેટા ભાગે હોય, એમ સમજતા વિદ્યાર્થીઓ આજે સન્નાટા ઉપરાંત કુતૂહલની લાગણી પણ અનુભવતા હતા. પણ એ સંદેશો જે વિદ્યાર્થી માટે હતો, તેના મુખ પર કશાં ચિહુને કળાનાં નહોતાં, બક્કે આવા જ કોઈ સંદેશાની એ રાહ જોતો હતો. - “આ કાગળ તમે લખ્યો છે?” " હા, સાહેબ... ! = 1 " તમે સીનિયર બી. એના વર્ષમાં છો ને પરીક્ષા તે હવે, આવી પહોંચી છે. તે અભ્યાસની નાવ આમ કિનારે આવીને ડુબાડવી છે?” સાહેબ, અભ્યાસની નાવ ડુબાડવાનો સવાલ નથી. મારો અભ્યાસ તો આગળ ચાલશે. પણ આ કૉલેજની ગુલામી કેળવણી મારાથી એક દિવસ પણ હવે લેવાય તેમ નથી. દેશની હાકલ પડી હોય ત્યારે, સાહેબ, સ્વમાની યુવક નફા-તોટાનાં સરવાળા-બાદબાકી કરવા રોકાઈ શકે નહીં.” A “ ફરી એક વાર વિચાર કરવાની તક આપું છું.” . . . આપનો આભાર માનું છું, સાહેબ, પણ પૂરો વિચાર કરીને જ મેં નિર્ણય લીધો છે. એમાંથી હવે પાછું ફરાય તેમ નથી.” “તમે તે ગુણવત્તાની શિષ્યવૃત્તિ પણ ધરાવો છો ને?” હા, સાહેબ.” " શિષ્યવૃત્તિના એ પૈસા તે કલુષિત (tainted) નથી ને?” ગઈ કાલ સુધીના હિસાબે નીકળતા શિષ્યવૃત્તિના પૈસા પર મારો અધિકાર ખરો, પણ આજથી એ શિષ્યવૃત્તિ પણ મને ન ખપે.” ૨૦ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુગીય કંડાર અને કુસુમથીય કામળ “તમારા આ નિશ્ચય અફર છે?” તદ્દન, સાહેબ.” “હું તમને આ વખતે શાબાશી આપ્યા વિના રહી શકતા નથી, ‚િ દેસાઈ. જા, તમને મારા આશીર્વાદ અને શુભેચ્છા છે. અને તમારી શિષ્યવૃત્તિના ગઈ કાલ સુધી નીકળતા પૈસા તમને હમણાં આપવાની હું વ્યવસ્થા કરું છું.” ઉપર મુજબના સંવાદ ૧૯૨૧ના જાન્યુઆરી માસની એક સવારે એક સરકારી કૉલેજના પ્રિન્સિપાલ અને અસહકારની હવા જેને રોમેરોમ સ્પર્શી ગઈ હતી તેવા એક વિદ્યાર્થી વચ્ચે થયેા. એ પ્રિન્સિપાલ તે ઍલ્ફિન્સ્ટન ૉલેજના શ્રી. એ. એલ. કોવર્નટન, અને વિદ્યાર્થી તે શ્રી. મગનભાઈ પ્ર૦ દેસાઈ .. પરદેશી રાજ્યની ગુલામીના પ્રતીક સમી ચીલાચાલુ કેળવણીને તિલાંજલિ આપીને નીકળી જનાર મગનભાઈ દેસાઈ ગુણવત્તાની શિષ્યવૃત્તિ ધરાવતા હતા એટલું જ નહીં, પણ તે જમાનામાં કૉલેજના યુવાનેાની સ્વપ્રસિદ્ધિની પરાકાષ્ઠા સમી ઇન્ડિયન સિરિલ સર્વિસની પરીક્ષા માટે એક સમર્થ હરીફ તરીકે પણ તેમની ગણના કૉલેજનાં વર્તુળામાં થતી હતી. પણ સત્યાગ્રહનું વ્રત લેનાર શ્રી. મગનભાઈ દેસાઈએ અભ્યાસને પરિત્યાગ તે કયારેય કર્યા નથી; અભ્યાસની તેમની દૃષ્ટિ અને દિશા બદલાયાં, એટલું જ. કેમ કે તે પછીનાં વર્ષોમાં રાષ્ટ્રીય શિક્ષણના ગાંધીજીના પ્રયોગરૂપે સ્થપાયેલી ગૂજરાત વિદ્યાપીઠમાં, અને પછીથી જેલમાં પણ તેમણે અભ્યાસ તો ચાલુ જ રાખ્યો. સત્યાગ્રહ પર એક અભ્યાસપૂર્ણ મહાનિબંધ તૈયાર કરીને વિદ્યાપીઠ અને સત્યાગ્રહના જન્મદાતા મહાત્માજીતા હાથે એ વિદ્યાપીઠની સર્વોચ્ચ એવી પારંગત”ની પદવી મેળવનાર એ પહેલા અને છેલ્લા વિદ્યાર્થી છે, એ હકીકત પણ સૂચક છે. ઉપર ટાંકેલા પ્રસંગમાંથી શ્રી. મગનભાઈ દેસાઈના સમગ્ર વ્યક્તિત્વની ચાવી મળી રહે છે – પૂરા વિચાર, પાકો નિર્ણય, સ્પષ્ટવકતૃત્વ, ઊંડી નિષ્ઠા, નિ:સ્વાર્થસેવા – શ્રી. મગનભાઈ દેસાઈના નિકટના સંપર્કમાં આવનાર સૌ કોઈ તેમના આ સગુણૈાથી માત થયા વિના રહી શકે નહીં. આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર વાર્તાલાપ કે હિન્દીના પાઠ આપવા શ્રી. મગનભાઈ દેસાઈ આવતા, ત્યારથી તેમના પરિચયમાં આવવાનું માન મને મળેલું. પણ તેમના નિકટવર્તી પરિચય તે, ગુજરાત યુનિવર્સિટીના જિન્હા વહીવટમાં તેમની સાથે કામ કરવાનું થયું ત્યારે જ મને થયેા. ૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એક ઝલક સંસ્થાની કામગીરીના યશમાં સંસ્થાના તમામ સભ્યોની ભાગીદારી હોય છે, તે પણ યુનિવર્સિટી જેવી જાહેર શિક્ષણ સંસ્થામાં થતા શકવતી નિર્ણયને લગભગ ઈશ્વરદત્ત ધર્મકાર્યની ભાવનાથી પાર પાડવાનું કામ કોઈ અમુક અભ્યાસનિષ્ઠા, ચિતનશીલ ને ક્રાંતદર્શી વ્યક્તિ કે વ્યક્તિઓને માથે આવે છે. રાજકીય સ્વતંત્રતા મળ્યા પછી આપણા દેશમાં શિક્ષણના સુધારાની બાબતમાં હવાતિયાં મારતી આપણી યુનિવર્સિટીઓને બોધભાષા તે માતૃભાષા જ હોઈ શકે એવું પ્રતીતિકર પ્રયોગદર્શન કરાવવાનું માન ગુજરાત યુનિવસિટીને ફાળે જાય છે, અને ગુજરાત યુનિવર્સિટીના આ શકવર્તી નિર્ણયની અને તેને અનુરૂપ પગલાં લેવાની બાબતમાં શ્રી મગનભાઈ દેસાઈના પેલા ગુણએ – પૂરો વિચાર, પાકો નિર્ણય, સ્પષ્ટવકતૃત્વ, ઊંડી નિષ્ઠા અને નિ:સ્વાર્થ સેવાએ – જે ભાગ ભજવ્યો છે, તે શિક્ષણજગતમાં જાહેર છે. - શ્રી. મગનભાઈ દેસાઈના આ ગુણોને અનુભવ મને અંગત વ્યવહારમાં, તેમની સભા-સંચાલનની કળામાં અને યુનિવર્સિટીના રોજ-બ-રોજના વહીવટમાં થયા જ કર્યો છે એ બાબતને મારા જીવનનો એક સુભગ અંશ ગણું છું. આટઆટલા ગુણો અને તેય લગભગ બેનમૂન કહી શકાય તેવી માત્રામાં જેને વર્યા છે, એ શ્રી. મગનભાઈ દેસાઈને સમાજમાં વિરોધ પણ ઓછા સહેવા પડતા નથી એ નસીબની જ બલિહારી ગણાય ને? મને લાગે છે કે આ ગુણાની માત્રાને અતિરેક જ કદાચ આને માટે જવાબદાર હશે. ઊંડા અભ્યાસ અને પૂરા ચિંતન પછી પોતે જે બાબતમાં વિશાળ સમાજનું હિત જુએ છે તે બાબતમાં તેમનો પુણ્યપ્રકોપ વિલબ કે વિરોધ સહી શકતા નથી. વિરોધીઓને તેઓ બૌદ્ધિક દલીલથી સમજાવવા પ્રયત્ન કરે છે. તેઓ સમજે તે ઠીક છે, નહીં તો પણ સુધારાનું કામ અટકે કે વિલબમાં પડે તેને તેઓ ચલાવી લઈ શકતા નથી. સંસારના બધા સુધારકોને માટે આવા સંગનો સામનો કરવો એ ઓછેવત્તે અંશે કદાચ અનિવાર્ય પણ હશે. કાનદર્શી સુધારક આગળ ચાલે અને સમાજ મને-કમને પાછળ ઘસડાય એ સમાજસુધારનાં અનિવાર્ય લક્ષણ હશે? શ્રી. મગનભાઈ દેસાઈના આ ગુણેમાં ઉપલકિયા દૃષ્ટિએ કેટલાકને પરસ્પર વિરોધી તત્ત પણ જણાવાને સંભવ છે. કામકાજમાં શિસ્તને કડક આગ્રહ રાખતા મગનભાઈ અંગત વ્યવહારમાં કેટલા અનૌપચારિક અને નિરાડમ્બરી છે, એ તેમના નિકટના સંપર્કમાં આવેલા જ પિછાણી શકે. જ્યાં હોય ત્યાંથી પ્રતારણાને ધિક્કારતા મગનભાઈ મનુષ્યની ભૂલને ઉદારતાપૂર્વક માફ કરી શકે છે; વિદ્યાર્થીઓ કે હાથ નીચેના માણસોને કદી ખૂટે. Page #40 -------------------------------------------------------------------------- ________________ વજ્રથીય કઠેર અને કુસુમથીય કામળ ૨૩ લાભ ન ઉઠાવવા દેનાર મગનભાઇને હુંયે તે તેમનું હિત જ હોય છે; કાયદાની આંટીઘૂંટીના સવાલ પર મચક ન મૂકતા મગનભાઈ માણસાઈના સવાલ આવતાં કાયદા અને રૂઢિમાંથી બુદ્ધિયુક્ત દલીલ વડે આસાનીથી માર્ગ કાઢી શકે છે; લંબાણભર્યા પત્રવ્યવહારથી જે સમસ્યાને ઉકેલ મહિના સુધી ન આવતો હોય, તેના તે એક અંગત મુલાકાત કે ટેલિફોનથી નિવેડો લાવી શકે છે; અને સિદ્ધાંતની કશી બાંધછોડ કર્યા વિના ન્યાય્ય માર્ગ કાઢી શકે છે. આ પરસ્પર વિરોધી લાગતા ગુણે ખરી રીતે તે એકબીજાના પૂરક છે, અને ગાંધીજીના વ્યક્તિત્વ અને સંપર્કથી ઘડાયેલા તેમના ગણ્યાગાંઠયા અનુયાયીઓમાં મગનભાઈને મેાખરાનું સ્થાન ગાંધીજીની હયાતીમાં અને પછીય પણ સહેલાઈથી અાવી દે છે. શ્રી. મગનભાઈની સાથે કોઈ સંમત ન થાય ત્યારે પણ તેમના પ્રશંસક રહી શકે; તેમના આદર્શોની બાબતમાં કોઈને મતભેદ રહે ત્યારે પણ તે તેમની કર્તવ્યનિષ્ઠાના પૂજારી રહી શકે; અને તેમની અપેક્ષા પ્રમાણે કોઈ વર્તે નહીં ત્યારે પણ એ અપેક્ષાની બાબતમાં તેમના હેતુ વિષે કશી શંકા ઉઠાવી શકે નહીં એવું આયુધ હેઠાં મુકાવે તેવું ફ્રાંી. મગનભાઈનું પ્રતાપી વ્યક્તિત્વ પ્રથમ પરિચયે શ્રીફળ સમું કઠિન જણાય છે; ત્યારે પણ બહારના વૃક્ષ પડને ભેદવા જેટલી હામ અને ધરપત જેનામાં હાય, તેને ભીતરમાં મીઠ' ટોપરાનો સ્વાદ પાતે માણી શકશે, એટલી ખાતરી તે રહે છે જ. આ અંગત પરિચયના ટૂંકા લેખ લખું છું ત્યારે શ્રી. મગતભાઈના વજ્રથીય કઠોર અને કુસુમથીય કોમળ એવા તાજગીભર્યા વ્યક્તિત્વને વ્યક્ત કરતાં નાનાંમેટાં એવાં અનેક અંગત સંસ્મરણે મનમાં ઊભરાય છે; પણ હાલ તેમને શબ્દબદ્ધ કરવાની લાલચ રોકું છું, ત્યારે પણ એ સંસ્મરણાને પ્રતાપે આંતરમનની સમૃદ્ધિ અનુભવવામાં મને કશી બાધા પડતી નથી. શ્રી. મગનભાઈ દેસાઈને આરોગ્ય અને દીર્ઘાયુ મળે તેવી પ્રાર્થના કરવા પાછળ તેમની શક્તિના લાભ સમાજને મળ્યા કરે તે લાભ પણ અંગન પ્રેમ અને આદરની સાથે સાથે જ ભળેલા છે. · અભિનંદન ગ્રંથ'માંથી ) ફંચનલાલ ચ' પરીખ Page #41 -------------------------------------------------------------------------- ________________ કમ યાગી નિ:સ્વાર્થી સેવક ભાઈશ્રી મગનભાઈ સંબંધી કંઈ લખવું એટલે ઇ૦ સ૦ ૧૯૧૬-૧૭ની સાલને યાદ કરવી રહી. તે વખતે ચરોતર પ્રદેશમાં બે જ હાઇસ્કૂલ હતી. બ્રિટિશ રાજ્યમાં એક નડિયાદમાં અને બીજી ગાયકવાડી રાજ્યમાં પેટલાદમાં. હું પેટલાદ બોર્ડિંગમાં રહી ત્યાંની હાઇસ્કૂલમાં ભણતા હતા. મગનભાઈ નડિયાદ હાઇસ્કૂલમાં અભ્યાસ કરતા હતા, પણ તેમની અને સી૦સી૦ દેસાઈ (જે આઇ૦ સી૦ એસ૦ થયા છે.) એ બંને વિદ્યાર્થીઓની ઘણી જ હેશિયારીની ખ્યાતિ અમને પેટલાદમાં પણ સંભળાતી. તે તેમણે મુંબઈ યુનિવર્સિટીમાં મૅટ્રિકની પરીક્ષા ઘણા જ આગલા નંબરે પાસ કરીને ખરી પાડી, આમ તો મને મગનભાઈને કંઈક પરિચય જ્યારે હું મુંબઈ મેડિકલ કૉલેજમાં ભણવા ગયા ત્યારે પ્રથમ થયેલા. તેઓ તેમના મિત્ર શ્રી. હરગોવિન્દદાસ પટેલ, જેઓ હાલ મુંબઈમાં ડૉકટર તરીકે પ્રેકિટસ કરે છે, તેમને મળવા આવતા ત્યારે હું પણ મળતા. તે વખતની તેમની સાદાઈ અને ગ્રહણશક્તિએ મારા પર ઊંડી છાપ પાડેલી. પછી તે લાંબા પરિચય રહ્યો નહીં. તેમણે સત્યાગ્રહની લડાઈમાં ઍલ્ફિન્સ્ટન કૉલેજ છોડી અને હું મારા મેડિકલ અભ્યાસમાં ચાલુ રહ્યો. તેઓ અત્રે આવી, ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ફરીથી હું ૧૯૩૧ના ડિસેમ્બરમાં વાડીલાલ સારાભાઈ જનરલ હૉસ્પિટલ અને ચિનાઈ પ્રસૂતિગૃહના સુપરિન્ટેન્ડેન્ટ અને સર્જન તરીકે અમદાવાદમાં આવ્યો, ત્યારે તેમને કોઈ કોઈ વખત મળવાનું થતું. તેમને નિકટ સંબંધ તે મને ગુજરાત યુનિવર્સિટીમાં થયા, તે ગુજરાત યુનિવર્સિટી કમિશનના સભ્ય હતા અને શરૂઆતથી જ સેનેટના સભ્ય હતા. હું પણ પ્રથમથી જ સેનેટને સભ્ય હને, અમે બંને સિન્ડિકેટમાં પણ ચૂંટાઈને આવ્યા. એટલે સિન્ડિકેટની સભામાં તેમ જ બીજી કમિટીએ વગેરેમાં તેમને મળવાનું થતું. તેથી તેમના વિચારો જાણવાનું મળતું. તેએ પછી વાઈસ ચાન્સેલર થયા અને મારું સિન્ડિકેટનું સભ્યપણું ચાલુ રહ્યું એટલે તેંઓના નિકટના સંબંધમાં છેલ્લાં નવ વર્ષથી હું છું, એમ કહું તે વધુ પડતું નહીં ગણાય. ૪ Page #42 -------------------------------------------------------------------------- ________________ કર્મયોગી નિઃસ્વાર્થ સેવક એ વર્ષોમાં તેમણે મારા મગજ પર જે છાપ પાડી છે હું, તે અત્રે નેધું છું. તેમની રહેવાની સાદાઈ તો તેમને ઘેર જનારને સમજાય. રહેવાને માટે બે ઓરડા અને એક પરસાળ. સાદો પાટીનો ખાટલો બહાર ઊભે કરેલ હોય. અંદર તેમના બેસવાના ખંડમાં બે સાદી ખુરશી અને એક ડેકલ્ચર અને એક નાની ગાદી. ગાદી સામે દેશી ઢબનું બેસીને લખાય તેવું ઢોળાવવાળું નાનું મેજ. બહારથી કડક દેખાતા મગનભાઈ તેમને ઘેર જાઓ એટલે હસમુખા વિવેકી ગૃહસ્થ. વધુ પરિચય હોય તે તેમનાં હસમુખ ધર્મપત્ની આવી ખબર પૂછે અને છેવટે તાજા લીંબુનું શરબત આપ્યા સિવાય ન જ રહે. વાઈસ-ચાન્સેલરનો રહેવાને યુનિવર્સિટીને બંગલો પણ તેમણે વાપર્યો નથી. અને હજુ તેઓ તેમના વિદ્યાપીઠના બે ઓરડાના મકાનમાં જ રહે છે. કોઈ પણ વિષય માટેની તેમની ગ્રહણશક્તિ અત્યંત તીવ્ર છે. દૂધમાંથી માણસ પોરા કાઢે એ કહેવત તેમને માટે શુદ્ધ સ્વરૂપમાં કહી શકાય. કોઈ પણ વાત કરે એટલે તે તરત જ સમજે અને તેનું તાત્પર્ય કાઢતાં તેમને વાર લાગે નહીં. પણ મારે અત્રે કહેવું જોઈએ કે, અમને ડૉકટરોને અને ખાસ કરીને સર્જનોને તે અમે જે કંઈ કહીએ તે દરદીના ભલા માટે જ કહીએ છીએ એમ માનવાની ટેવ પડેલી હોઈ, અમારી કોઈ વાતમાં સામે માણસ ઊંડે ઊતરી તાત્પર્ય કાઢવા જાય તે રુચે નહીં. મગનભાઈ સાથે આવી સ્થિતિ એક વખત ઊભી થાય પછી તેમની સાથે કામ લેવામાં મુસીબત પડે. તેમનું નિ:સ્વાર્થીપણું તે દરેક કામમાં આરપાર દેખાઈ આવે છે. એટલે ન્યાયવૃત્તિ તે સારી રીતે રાખી શકે છે. પણ તેથી જ ન્યાય સાથે દયા રાખવી તેમને માટે મુશ્કેલ બને છે. અને કોઈ વખત આ ખાટી હઠીલાઈ છે એવો સામાને ભાસ થાય છે. - અપ્રિય પણ સત્ય કહેવું જ જોઈએ એ એમને સ્વાભાવિક છે. આ એમના મનની સ્થિતિ હોઈ એક કામ પત્યા પછી કોઈ પણ જાતની અસર મન ઉપર રાખ્યા સિવાય બીજું કામ એટલી જ સહેલાઈથી અને ચીવટથી કરવા તે તૈયાર હોય છે. ઊંડા ચિંતક હેઈ, કોઈ પણ કામ વિચાર્યા પછી તેના વિશે તેમને ખાતરી થાય, એટલે તે બાબત પર ગમે તેટલાં આપણાં મંતવ્યો હોય તે નિષ્ફળ થવાને જ આપણને ભાસ રહે છે. આમાં પણ સામા માણસને Page #43 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક २१ તેમાં તેમનું હઠીલાપણું દેખાય છે. પણ ખરું જોતાં તે તે તેમની Courage of conviction હોય છે. આ તેમની પ્રકૃતિ, દરેક સ્થળે, પછી તે યુનિવર્સિટી, કૉગ્રેસ પક્ષની સભા કે કોઈ પણ કમિટીની સભા હાય ત્યાં સઘળે, દેખાઈ આવે છે. કામની ધગશની તે! વાત જ કરવા જેવી નથી. નવજીવન પ્રેસનાં પ્રકાશન, ગૂજરાત વિદ્યાપીઠનું મહામાત્ર તરીકેનું કામ, મુંબઈ વિધાનપરિષદ અને ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર તરીકેનું કામ – આમ સઘળે ઠેકાણે તે તેટલા જ ચીવટપણાથી કામ કર્યે જ જાય છે. આમ કામ ઘણું હાવા છતાં ગુજરાત યુનિવર્સિટીમાં તેએ આટલે! સમય શી રીતે આપી શકતા હશે, એ જોઈ નવાઈ લાગે. તેઓ દરરોજ રજાના દિવસેા સિવાય બપોરના બે વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી તે ખર! જ. કેઈ વખતે વહેલા પણ આવે અને ઘણી વખત મેાડા જાય. ખાટી મેટાઈને તેમને માહ નથી, કોઈ પણ સભામાં તેમને અમુક સ્થાન મળવું જોઈએ એવી તેમના મનમાં જરા પણ લાગણી નથી. ગમે ત્યાં બેસે અને તેમને ઉઠાડીને યોગ્ય સ્થળે લઈ જવા પડે. • અભિનંદન ગ્રંથ'માંથી ] ડૉ. સાતીભાઈ દેસાઈભાઈ પટેલ શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ શ્રી. મગનભાઈને સન્માનવાને સમારંભ એ એક વ્યક્તિ માટેના સમારંભ કરતાં એક મહિમાવન્ત યુગને અપાતા અર્ધા જેવા છે. ક્રાન્તિના એક સ્વયંસેવક તરીકે જીવનની શરૂઆત કરી, આજે રાષ્ટ્રના નવનિર્માણ માટે મથી રહેલા આપણી આગલી હરાળના કાર્યકર્તાઓમાં શ્રી, મગનભાઈએ સ્થાન પ્રાપ્ત કર્યું છે, અને એથી એમનું સન્માન એ ૧૯૨૦ થી ૧૯૫૯ સુધીના આપણા રાષ્ટ્રીય ઇતિહાસનું સરવૈયું કાઢી, એમાં એમણે આપેલા ફાળા મ!ટેની આપણી કૃતજ્ઞતા વ્યક્ત કરવાના એક મંગળ વિધિ જેવું છે. એ પ્રસંગે એમની અનેકવિધ પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરવાનું મન થાય એ વાભાવિક છે. વિદ્યાર્થી તરીકેની પોતાની યશસ્વી કારકિર્દીથી મળી શકતા અનેક લલચાવનારા લાભાને પૂર્વ ગાંધીજીની હાકલ થતાં નિલાં×લિ આપી શ્રી, મગનભાઈએ અસહકાર કર્યો, અને ગૂજરાત વિદ્યાપીઠના તે સ્નાતક થયા. સ·યાગ્રહ ઉપર મહાનિબંધ લખી, ગૂજરાત વિદ્યાપીઠની પારંગતની પદવી Page #44 -------------------------------------------------------------------------- ________________ શક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ २७ મેળવનાર એ એકલા જ છે. સત્યાગ્રહની સૂક્ષ્મ અને વેધક મીમાંસા કરતા ગ્રંથામાં એ મહાનિબંધનું સ્થાન છે, એ શ્રી. મગનભાઈમાં રહેલ ચિંતનપ્રતિભા જે એમને ઉપનિષદોના ઊંડા અભ્યાસ તરફ દોરી ગઈ છે, અને જેને લઈને એ ગહન ક્ષેત્રમાં આપણા વાડ્મયને સમૃદ્ધ કરતી મૂલ્યવાન કૃતિ પ્રાપ્ત થઈ છે, તેને આભારી છે. પરંતુ શ્રી. મગનભાઈ તે યુગના સંતાન છે, જે યુગના મુખ પર ક્રાન્તિની આભા હતી અને પુરુષાર્થની પ્રતિભા હતી. ક્રાન્તિની એ ધૂન અને પુરુષાર્થની એ તમન્નાના સમન્વય જેવું આજ સુધીનું એમનું જીવન રહ્યું છે, અને તત્ત્વજ્ઞની એમનામાં રહેલી આજન્મ પ્રતિભાને લઈને ક્રાન્તિના એક સૈનિક કરતાં એમણે વધુ ઊંચું સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્રાન્તિએ જે મૂલ્યો સર્યાં હતાં; અને આપણા રાષ્ટ્રને જે બાંયધરીએ આપી હતી, તેના એ મીમાંસક અને ચાકીદાર રહ્યા છે. કાન્તિ પહેલાં એ મુજબનું કામ કરનાર ઘણા હતા, અને પૂર ગાંધીજીની પ્રતિભામાં રહેલ અદ્ભુત આકર્ષણને લઈને તે બધા ગાંધીજીની આસપાસ ફરતા અનેક ગ્રહ-ઉપગ્રહોની જેમ આપણા રાષ્ટ્રગગનમાં ઝળહળી રહ્યા હતા; પરંતુ સ્વરાજ મળ્યા પછી આપણા રાષ્ટ્ર-ગગનમાં નક્ષત્રો બદલાયાં છે. ક્રાન્તિયુગના કર્મવીરોને સ્થાને વહીવટી બાબતોના નિષ્ણાત – જેમાંના મેાટા ભાગના ક્રાન્તિના વિરોધીઓ હતા અને પરદેશી શાસનના ટેકેદારો જ માત્ર નહીં પણ તેના પર નભતા હતા તે – માખરે આવ્યા છે. ક્રાન્તિના આપણા કેટલાક આગેવાને પણ ગાંધીજીની ઝળહળતી પ્રતિભામાં પેાતે ગાંધીવિચારસરણીવાળા નહાવા છતાં એ વિચારસરણીના બની બધા પણ જેમ સૂરજના પ્રકાશથી ઝળહળી ઊઠતી વસ્તુ પેાતાના અસલ સ્વરૂપમાં આવી જાય છે, તેમ ગાંધીજીના પેાતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા છે. આને પરિણામે પરદેશી શાસનમાંથી મુક્ત થયેલા આપણા દેશ આજે એક એવી પ્રચંડ પ્રતિ-ક્રાન્તિમાંથી પસાર થઈ રહ્યો છે, જે ગાંધીજીની આગેવાની હેઠળની આપણી ક્રાન્તિના વિરોધી આપણા અંગ્રેજ શાસકોને પણ વિસ્મય પમાડે. કૉંગ્રેસે એના લાંબા મુતિ-સંગ્રામ દરમ્યાન પ્રજાને જે મૂળભૂત હકોની બાંયધરી આપી હતી, એ બાંયધરી – એ પ્રિન્ટ્સ આજે અભરાઈ પર ફંગાળાઈ ગયાં છે; અને આપણે એવા કાળમાંથી પસાર થઈએ છીએ જ્યારે ક્રાંતિયુગનાં એ મૂલ્યોની વાત કરવી એ ઉપહાસને નેાતરવા જેવું બન્યું છે. આવું કરનાર આજે ભદ્રંભદ્રમાં ખપવા માંડયા છે— ોકે, જાહેર ગયા હતા. તે સૂર્યાસ્ત થતાં અવસાન બાદ Page #45 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક રીતે એવું ઉપનામ આપવાની હજુ એના વિડંબકો હિમ્મત નથી કરી શકતા. અંગ્રેજી અંગેની પોતાની લડત (જે વાસ્તવમાં અંગ્રેજી સામેની નહીં પણ સ્વભાષા માટેની લડત છે તે) ને લઈને શ્રી. મગનભાઈ આજ એવા વિડંબકોની જમાતમાં – અને જે નાની નથી – ભદ્રંભદ્ર કે ડૉન કિવઝોટ તરીકે ઓળખાવા પણ માંડયા છે; પરંતુ મેર જ્યારે મોટા મોટા ગઢો પ્રચંડ કડાકા સાથે જમીનદોસ્ત થઈ રહ્યા છે, ત્યારે પણ અદમ્ય શ્રદ્ધા અને આત્મવિશ્વાસ સાથે પિતાના ઝંડાને મક્કમતાથી વળગી રહી અંગ્રેજીની લડત ચાલુ રાખી રહેલા શ્રી. મગનભાઈને જોવા એ એક અતિપ્રેરક દશ્ય છે, અને ચેર વ્યાપતા અંધકારમાં આશાની એ એક આછી પ્રકાશ લકીર છે. એમના સન્માન-સમારંભ પ્રસંગે તે એમના જીવનનું આ મહત્ત્વનું પાસું આજે એની બધી લાક્ષણિકતાઓ સાથે અનેકના મન સમક્ષ ઊપસી રહે છે, ને કાન્તિના એક અણનમ ઝંડાધારી તરીકે તેમને બિરદાવવાની સ્વાભાવિક ઊમિ થઈ આવે છે. અંગ્રેજીને એ પ્રશ્ન શું છે એ માટે આ પહેલાં અનેક વાર નિષણાતોને હાથે લખાઈ ચૂકેલું છે, ચર્ચાઈ ચૂકેલું છે. એમ છતાં એના મૂળભૂત મુદ્દાઓને ગૂંચવવામાં સ્વભાષાના વિરોધીઓ અને અંગ્રેજીના હિમાયતીઓ આજ સુધી સફળ થતા રહ્યા છે. આથી પૂ૦ ગાંધીજીએ આ પ્રશ્ન પરત્વે દેશને જે સ્પષ્ટ દોરવણી આપેલી છે તેનું ફરીથી ને ફરીથી લોકોને એક અથવા બીજી રીતે ભાન કરાવવાનું કામ શ્રી. મગનભાઈએ સફળતાપૂર્વક કરેલું છે. એનાં ધારેલાં પરિણામે આજે આવ્યાં જણાતાં નથી – બલકે મુંબઈ સરકારના અંગ્રેજી અંગેના છેલા નિર્ણયથી તો જાણે એ લડત શૂન્યમાં પરિણમી હોય એવો ભાસ થાય છે – પણ એ કેવળ ભાસ જ છે, અને શ્રી. મગનભાઈ જેવા જ થોડાક વધુ લડવૈયા આપણી પાસે જુદી જુદી યુનિવર્સિટીઓમાં અને સરકારી વહીવટી તંત્રના સંયોજકો ને સંચાલકોમાં હેય, તો આ પ્રશ્ન ઝટ ઊકલી શકે. ગુજરાત યુનિવર્સિટીએ એ બાબતમાં આપણા દેશમાં ગૈરવભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું છે અને એમાં શ્રી. મગનભાઈને હિસ્સો નોંધપાત્ર છે. ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતીને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવવાના પ્રયત્નોથી છેડાઈ પડેલાં પ્રત્યાઘાતી બળ, જે આપણી જુદી જુદી યુનિવસટીઓમાં કેન્દ્રિત થઈ સંગઠિત બની રહ્યાં છે, તે સામે ખડકની જેમ ટક્કર લેતા ઊભા રહેવાની તાકાત શ્રી. મગનભાઈની જેમ કેક વિરલ વાઈસ-ચાન્સેલર જ દાખવી શક્યા હોત. એમની એ કામગીરીનું પૂરું મૂલ્યાંકન હજુ થયું નથી. Page #46 -------------------------------------------------------------------------- ________________ શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ * એમની એ ખોટી જીદ છે એવું અનેક સ્થળેથી આજે કહેવાઈ રહ્યું છે એ એ જોતાં, એમના એ વલણની ભૂમિકાનું આ પ્રસંગે થોડુંક પૃથક્કરણ કર્યું હોય તો તે ઉચિત લેખાશે. ' ' એમ કહેવામાં આવે છે કે, માધ્યમ માટેની આ લડતમાં સંકુચિત રાષ્ટ્રવાદ છે, એમાં જ્ઞાન મેળવવાની બારીઓ બંધ કરી દેવાની બાઘાઈ છે, અને આવું આવું ઘણું બધું એમાં છે. આ અંગે એક વાત ખાસ વૈધવા જેવા છે કે, સ્વરાજપ્રાપ્તિ પહેલાં અને પછી ડીંક વર્ષ તે સૌ કોઈ સ્વભાષા જ માધ્યમ હાઈ શકે એવી હિમાયત કરતા હતા; કારણ કે ગાંધીજીએ દેશને એ દિશામાં વિચાર કરતાં શીખવ્યું હતું અને એ મતના હોવામાં પ્રગતિશીલતા લેખાતી હતી. આથી ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના-કાળે તે વખતના વાઈસ-ચાન્સેલરને મંગળ પ્રવચન ગુજરાતીમાં કરવા માટે તે વખતની સેનેટના કેટલાક સભ્યોએ એક લેખિત વિનંતી કરી હતી, અને એ માન્ય કે થઈ હતી.* * * * * * ૨ - યુનિવર્સિટીને વહીવટ ગુજરાતીમાં થવો જોઈએ એવો આગ્રહ જે લોકો રાષ્ટ્રીય શિક્ષણ સાથે સંકળાયેલા ન હતા, એટલું જ નહીં બલકે સ્વરાજ્ય માટેની બધી જ વડતો દરમ્યાન એનાથી અલગ રહ્યા હતા, ને મુંબઈ યુનિવર્સિટીના વહીવટમાં' જેમના જીવનને ઘણે ભાગ વ્યતીત થયો હ, તેવા લોકો તરફથી શરૂ થશે – ને આ અગત્યની બાબતમાં પહેલ કરવાનો યશ બીજા કોઈ છીનવી ન લે તે માટેની સ્પર્ધા શરૂ થઈ. એવું જ માધ્યમ માટે પણ એમનું વલણ થયું, ગુજરાતીમાં શીખવવાનું શક્ય છે, વિના વિલાંબે એ શરૂ થવું જોઈએ એવો આગ્રહ તેમના તરફથી સેવાવા માંડ્યો. ' ' . ' ' એનું એક મુખ્ય કારણ એ હતું કે ભારતના બીજા કોઈ પણ પ્રાંત કરતાં ગુજરાતને અને બીજા કેંઈ પણ નગર કરતાં અમદાવાદને બહુ દીર્ધાકાળ પર્યંત ગાંધીજીનું કર્મક્ષેત્ર બનવાની તક મળી હતી. ગાંધીજીએ આપણા દેશને જે અણમોલ વારસે આપેલું છે, તેનું પ્રભવસ્થાન અમદાવાદ રહ્યું છે. ઉચ્ચ કેળવૅણી ક્ષેત્રે ગાંધીજીએ જે અજોડ અખતરો કર્યો હતે, તે ગૂજરાત - વિદ્યાપીઠનું મથક પણ અમદાવાદમાં જ હતું – અને ગાંધી વિચારસરણીની સૌથી વધુ વ્યાપક અસરની દષ્ટિએ આખા ભારતમાં કદાચ ગુજરાત પ્રમુખસ્થાને આવે. આ બધાં કારણે ગુજરાત યુનિવર્સિટી એની પ્રારંભિક ભૂમિકામાં એ પરંપરા અનુસાર વર્તે એ સની અપેક્ષા હતી, અને તે પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીએ વર્તી પણ બતાવ્યું. Page #47 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક - પણ દેશમાં બીજે એવી હવા જામી શકી નહીં ભાષાના અનેક ઝઘડા ઊભા થયા. હિંદી-હિંદુસ્તાની, સ્વભાષા-હિંદી એવા ઝઘડાઓએ અતિ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. પરિણામે બે બિલાડી ને વાનરની વાતનું પુનરાવર્તન થયું ને હિંદની ભાષાની સાઠમારીમાં અંગ્રેજીના ટેકેદારોને ફાવતું આવી ગયું. આપણે ત્યાં એના પ્રત્યાધાત કદાચ ન પડત – પણ ગુજરાત યુનિવર્સિટીના કાયદામાં દસ વર્ષમાં માધ્યમની ભાષા ગુજરાતી અને/અથવા હિંદી રાખવાને જે આદેશ હતા, તે અંગે આપણી મુંબઈ સરકારે પેાતાને હસ્તકની કૉલેજેમાં હિંદી માધ્યમ રહે એવા આગ્રહ સેવ્યો. આના પ્રત્યાઘાતમાં શ્રી, મગનભાઈએ પોતાના જ સાથીઓ ને મિત્રાની બનેલી મુંબઈ સરકાર સામે મારવા માંડયા ને ગુજરાત યુનિવર્સિટીમાં માધ્યમની ભાષા તરીકે ગુજરાતી જ રહેશે એવા પ્રસ્તાવને માટે સેનેટની બહુમતી મેળવી. આમાં ૧૯૬૧ સુધી અમુક શરતે વિકલ્પે અંગ્રેજી ચાલુ રહે એવી બાંધછોડ એમણે કરી. આને લઈને જે લોકોને માધ્યમની ભાષા તરીકે ગુજરાતી તેમ જ હિંદી પૈકી એક પણ મંજૂર ન હતી, જે કેવળ અંગ્રેજી જ ઈચ્છતા હતા, તે પણ સર્જનારો સમુત્ક્ષને અર્પ યજ્ઞતિ પંડિતઃને ન્યાયે ભળ્યા – એવી આશાએ કે ૧૯૬૧ સુધી તે અંગ્રેજી ચાલુ રહેશે — પછી '૬૧ની પછીની વાત '૬૧માં, એ વખતે જો એ સૌને ખ્યાલ હોત કે ૧૯૬૧ની સાલ માટેનું આયેાજન કરનાર વાઈસ-ચાન્સેલર શ્રી. મગનભાઈ હશે, તો સંભવ છે કે તેમણે તે વખતે જુદા વિચાર કર્યો હોત – ને કેવળ અંગ્રેજી જ અથવા કેવળ હિન્દીની જ હિમાયત કરી હોત. હિંદીની એ કારણે કે એ વાત અશકય હતી (જે આણંદની વલ્લભ વિદ્યાપીઠે સારી રીતે પુરવાર કરી દીધી છે) એટલે અંગ્રેજીને જ અમરપટો મળી જાય. પણ એમાં એ બધા ભૂલથાપ ખાઈ ગયા. પરિણામે શ્રી. મગનભાઈના વાઈસન્સાન્સેલરપદે આવ્યા પછી એ સૌના દિલમાં ફડક પેસી ગઈ કે હવે તે। ગુજરાતી જ માધ્યમ બનશે. એથી સેનેટે કરેલા નિર્ણયને એક અથવા બીજી રીતે નિષ્ફળ બનાવવા એ સૌના તરફથી ચક્રો ગતિમાન બન્યાં છે. હવે માધ્યમ તરીકે અંગ્રેજીના ઉપયોગ કરવાના વિકલ્પને '૬૧ની જગ્યાએ '૬૫ સુધી લંબાવવાની માગણી એમના તરફથી શરૂ થઈ છે. ‘અણીચૂકયો સો વર્ષ જીવે’ની ઢબે એ બધાં બળોએ હવે પેાતાના દાવ અજમાવવા માંડયા છે. '૬૫ સુધીની મહેતલ મળી જાય, પછી ’૭૦ સુધી જતાં કોણ રોકવાનું છે! - . આ બળાનું સામર્થ્ય જેવું તેવું નથી. યુનિવર્સિટીના વહીવટ ને શિક્ષણનું માધ્યમ 30 યુનિવર્સિટીની સ્થાપના કાળે ગુજરાતી હોવાં જોઈએ એવી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૧ શિક્ષણનું માધ્યમ, અંગ્રેજી અને શ્રી. મગનભાઈ જોરશોરથી માગણી કરનારાઓમાંના પણ કેટલાક હવે એ જમાતમાં ભળ્યા છે, અને કઈ રડ્યાખડયા અપવાદ સિવાય ભારતના – અને ખાસ કરીને આપણી નિકટની – બધી યુનિવર્સિટીઓનું એમને પીઠબળ છે; તેમ જ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન અને ખાસ કરીને એના પ્રમુખની એમને ભારે એાથ છે. આ બધામાં મુંબઈ રાજયે અંગ્રેજી અંગે લીધેલા છેલા નિર્ણય એમનાં હૈયાંમાં નવું જોમ પ્રગટયું હોવાનો પૂરો સંભવ છે. આમ માધ્યમ અંગેની એમની લડતમાં શ્રી. મગનભાઈ આજે ભારે કસોટીની પળામાં મુકાયા છે. એ માટે જે ધીરજ, જે કુનેહ, જે દીર્ધદષ્ટિ, અને જે મક્કમતાની જરૂર રહે તે શ્રી. મગનભાઈ દાખવી શકશે એ અનેકને વિશ્વાસ છે. એમના સન્માન સમારંભ પ્રસંગે એમના અનેક સાથીઓ અને મિત્રોને એમને એમાં સક્રિય સાથ હશે એ પ્રતીતિ શ્રી. મગનભાઈને એમની એ લડતમાં સતત તાકાત આપતી રહેશે એવી આપણે આશા રાખીએ તે તે અસ્થાને નહીં લેખાય. અંગ્રેજી તેમ જ માધ્યમ અંગે શ્રી. મગનભાઈની લડત કેવળ જીદ છે એવું માનનારાઓ આ પ્રશ્નનું હાર્દ નથી સમજ્યા એમ જે આપણે એમને કહીએ, તે તેમને પૂરેપૂરું માઠું લાગે; કારણ કે એ બધા પડિત છે. પણ એ પંડિતોની એક મોટી મર્યાદા એ છે કે, તેમનું પાંડિત્ય અંગ્રેજી ભાષાના એમના ઉપયોગમાં અને એ ભાષાની જોડે આજીવિકા મેળવવાની એમની લાયકાતમાં રહેલું છે. એ લાયકાત એમણે કયા મોટા ભાગે સિદ્ધ કરી છે એ વાત જે એમને કઈ કહે, તો તેઓ તે સ્વીકારવા તૈયાર નથી. પણ જે પરદેશી ચિતકે આ બધું તટસ્થ રીતે જોવાની સ્થિતિમાં છે, તે આ બહુ સારી રીતે સમજે છે. મહાન આયરિશ કવિ થી એ અંગે કહ્યું હતું તે જો આ પંડિતના ધ્યાનમાં રહે, તે શ્રી. મગનભાઈની વાત કદાચ તેમને સમજાય, *The English medium of Education in India was Britain's greatest wrong done to her, It made a stately people clownish putting undignsty into their very souls.' (શિક્ષણનું અંગ્રેજી માધ્યમ એ ભારત પરની બ્રિટનની મોટામાં મોટી બૂરાઈ હતી. એણે એક ગૌરવવંત પ્રજાને રંગવા જાંગલા જેવી કરી આત્મગૌરવ-વિહોણી બનાવી દીધી.) અંગ્રેજી અંગે જે કંઈ કહીએ તે યીના આ સૂત્રાત્મક વિધાન ઉપર કેવળ ભાષ્યરૂપ જ લેખાય. પણ એ પંડિતે અને મહાપંડિતને આપણે જરૂર Page #49 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પૂછી શકીએ કે, આપણા આવડા મોટા દેશે અંગ્રેજીના વર્ચસ્વવાળા છેલ્લા સૈકામાં વિશ્વના ગ્રંથાલયમાં સ્થાન પામી શકે એવા જુદી જુદી વિદ્યાશાખા માં કેટલાક મૌલિક ગ્રંથનું સર્જન કર્યું છે? અનુકરણ કરવાની આપણી શકિત અંગ્રેજી દ્વારા વિશેષ ખીલી છે એ સ્વીકારવું જોઈએ અને આપણા સાહિત્યમાં તેમ જ આપણા શાસ્ત્રીય ગ્રંથોમાં અને આપણી વિચારસરણી માં એનાં પ્રમાણો આપણને ઢગલાબંધ મળી રહે છે. પરંતુ અનુકરણથી કોઈ પણ પ્રજા મહાન બનીને સાંભળી છે? અનુકરણ એટલે મરણ, એ બહુ વ્યાપક અને સર્વસ્વીકૃત સિદ્ધાંત છે. શું આપણે આપણી પ્રજાને કાયમને માટે જીવતાં મરેલી હાલતમાં રાખવી છે? આ છે શ્રી મગનભાઈની માધ્યમની ભાષા , માટેની લડતનો સાર; અને એ છે અંગ્રેજીને આપણા શિક્ષણ ક્ષેત્રે ત્રીજી ભાષા તરીકેના એના સ્વાભાવિક સ્થાને મૂકવાની લડતનું રહસ્ય. . એ જ પ્રમાણે શિક્ષણની પ્રાથમિક કક્ષાએ અંગ્રેજી જેવી પરદેશી ભાષાને સ્થાન ન હોઈ શકે, એ ઝુંબેશની પાછળ એ ભાષા સામેને શ્રી. મગનભાઈને કોઈ દ્રષ નથી. એ પોતે અંગ્રેજીના સારા જાણકાર છે, સારું અંગ્રેજી લખી તેમ જ બોલી શકે છે, અંગ્રેજી સાહિત્યના અને અંગ્રેજોની વિદ્યોપાસનાના પ્રશસક છે. પણ જેમ આપેલું ને તાપેલું લાંબો વખત ટકતું નથી, તેમ બીજા પાસેથી લઈને કોઈ પણ પ્રજા મહાન થઈ શકતી નથી એ ન્યાયે, અને આપણા પોતાના પગ ઉપર આપણે દેશ વહેલામાં વહેલી તકે ઊભો રહેતો થઈ જાય, અને એ સૌથી સારી રીતે કરવું હોય તો શિક્ષણક્ષેત્રથી એની શરૂઆત કરવી જોઈએ એ નિયમે, તે આવા આગ્રહી બન્યા છે. એમની એ લડતમાં એમની હરોળ મજબૂત બનતી રહે અને જે ધ્યેય એમણે પોતાની નજર સમક્ષ રાખ્યું છે એ પાર પાડવામાં એમને સંપૂર્ણ સફળતા મળે, એવી એમના આ મંગળ સન્માન-સમારંભ પ્રસંગે આપણા સૌની પ્રાર્થના હો! અભિનંદન ગ્રંથ'માંથી) ઝીણાભાઈ રતનજી દેસાઈ Page #50 -------------------------------------------------------------------------- ________________ એક અનોખી વ્યક્તિ શ્રી. મગનભાઈ દેસાઈને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. બક્કે તેઓ હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારથી. નડિયાદમાં તે વખતે ત્રણ હાઈસ્કૂલે હતી. ઘણાં વર્ષોથી મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષામાં નડિયાદની બધી હાઈસ્કૂલમાંથી પહેલા બે વિદ્યાર્થીઓ આવે તેમને “ભાઉસાહેબ દેસાઈ સ્કોલરશિપ' આપવામાં આવતી. હાલ એસ) એસ૦ સીઈમાં તે પ્રથા ચાલુ છે, તે વખતે ગવર્નમેન્ટ હાઈસ્કૂલના જ વિદ્યાર્થીઓ મોખરે આવતા અને ઉપરની સ્કૉલરશિપ મેળવતા. નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ ગણિતના વિષયમાં ઘણા સારા માકર્સ મેળવતા અને તેને લઈને ત્યાંના પહેલા બે વિદ્યાર્થીઓ મૅટ્રિકની પરીક્ષામાં ઊંચે નંબરે આવતા. મેં પોતે પણ નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલમાં અભ્યાસ કરેલ. શ્રી. મગનભાઈ મારાથી બે વર્ષ પાછળ હતા. જોકે તેમણે એકસામટી બે પરીક્ષા આપી એક વર્ષ બચાવેલું. એક અતિ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે શાળામાં સુંદર છાપ પાડેલી ને શિક્ષકગણમાં તેઓ માનીતા હતા. તે સમયમાં સદ્ભાગ્યે તે હાઈસ્કૂલમાં શિક્ષકો ઘણા સારા હતા. સ્વ શ્રી. જયચંદભાઈ દલાલ હેડમાસ્તર હતા; અને સ્વ શ્રી. દરૂ, શ્રી. મહાબલપ્રસાદ, શ્રી. મથુરભાઈ પટેલ, શ્રી. પિપટલાલ યાજ્ઞિક વગેરે ઘણા સારા શિક્ષકો હતા. તે બધાની પ્રાતિ શ્રી. મગનભાઈએ સંપાદન કરી હતી. તે અરસામાં મૅટ્રિકમાંના પહેલા પચાસમાંના મોટા ભાગના વિદ્યાર્થીએ ઍલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થતા. હું સને ૧૯૧૫માં ઍલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થયો તે વખતે મારી પહેલાંના ભાઉસાહેબ દેસાઈ સ્કૉલરો શ્રી. હીરાલાલ દેસાઈ અને શ્રી. સી એમ પટેલ પણ તે જ કૉલેજમાં હતા. શ્રી. મગનભાઈ સને ૧૯૧૭માં મૅટ્રિકની પરીક્ષામાં જવલંત ફતેહ મેળવીને ઍલિફન્સ્ટન કૉલેજમાં જ દાખલ થયા. સને ૧૯૧૭ની સાલમાં નડિયાદ ગવર્નમેન્ટ હાઈસ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓ મૅટ્રિકમાં ન રેકર્ડ નેધાવશે અને એ સાલ હાઈસ્કૂલ માટે એ૦ – ૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ઘણી જ યાદગાર નીવડશે, એમ સૌ કોઈ આગળથી માનતા. સને ૧૯૧૭ની સાલમાં તે હાઈસ્કૂલના બે તેજસ્વી વિદ્યાર્થીઓએ પહેલાં કેઈએ કદી નહીં મેળવેલી ફતેહ મેળવીને, ગવર્નમેન્ટ હાઈસ્કૂલની ઉજજવળ કારકિર્દી ઉપર સુવર્ણકળશ ચડાવ્યો. શિક્ષકગણે સ્વજનોએ અને સંબંધીઓએ સેવેલી આશા પરિપૂર્ણ થઈ. સર્વેએ ગૌરવ અનુભવ્યું અને તે વખતે સાંપડેલે અનહદ આનંદ હજુ પણ સાંભરે છે. આ બે વિદ્યાર્થીઓમાંના એક શ્રી. મગનભાઈ દેસાઈ અને બીજા શ્રી. સી૦ સી૦ દેસાઈ (આઈ સી એસ9). શ્રી. સી સીવ દેસાઈનું ધ્યેય પહેલેથી આઈ સી. એસ)ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું હતું. તે હેતુ લક્ષમાં રાખી, એક વર્ષ બચાવવા ખાતર તે એ વખતના છઠ્ઠા ધોરણમાંથી મૅટ્રિકની પરીક્ષામાં બેઠા. આ બન્ને વિદ્યાર્થીઓ પ્રખર તેજસ્વી અને મહેનતુ હતા; અને એકબીજા વચ્ચે સખત હરીફાઈ હતી. કેણ કોને મારી જશે, એ કહેવું મુશ્કેલ હતું. કદાચ બન્ને સરખા માકર્સ મેળવે તે પણ સંભવ હતો અને લગભગ થયું પણ તેમ જ. તે સમયમાં મૅટ્રિકની પરીક્ષામાં આખી યુનિવર્સિટીમાં પ્રથમ આવનારને ૭૦ ટકાથી ૭૫ ટકાની આસપાસ માકર્સ મળતા અને ૬૦ ટકા ઉપરના લગભગ બધા પહેલા પચાસમાં આવતા. તે વખતે આજના જેટલા અઢળક માકર્મ અપાતા નહીં; અને આવતા નહીં; કારણ માધ્યમ અંગ્રેજી હતું અને વધુમાં આજના જેવા પરીક્ષકો નહોતા. આજની સરખામણીમાં તે સમયના વિદ્યાર્થીઓ ઓછા હોશિયાર હતા એ કહેવું ભૂલભરેલું છે. સને ૧૯૧૭માં આખી યુનિવર્સિટીમાં મૅટ્રિકમાં પ્રથમ નંબરે આવવાનું માન શ્રી. એસ૦ વીરુ દેશપાંડેને મળ્યું. શ્રી. સી સી૦ દેસાઈ અને શ્રી. મગનભાઈ દેસાઈ આખી યુનિવર્સિટીમાં બીજા અને ત્રીજા નંબરે આવ્યા, બનેના માકર્સમાં એક જ માર્કને તફાવત હતા અને પહેલા અને બીજા વચ્ચે પણ ઘણા થોડા માકર્સને તફાવત હતો. આ ત્રણે વિદ્યાર્થીઓ ઍલિફન્સ્ટન કૉલેજમાં દાખલ થયા, શ્રી. મગનભાઈ દેસાઈ, નડિયાદના દેસાઈવગાના પાટીદાર છે. જોકે ઘણા વર્ષોના અનાવિલ સાથેના સહવાસને કારણે તેઓ અનાવિલ છે એમ કેટલાક માને છે. તેમને જન્મ સામાન્ય સ્થિતિવાળા સંસ્કારી કુટુંબમાં થયેલો. તે સમયમાં જ હોશિયાર વિદ્યાર્થીઓ આર્થિક વિટંબણાને કારણે આગળ ભણી શકે તેમ ન હોય, તેમને માટે જ0 ટીવ બોડિંગ એક આશીર્વાદરૂપ હતી. શ્રી. મગનભાઈ અને શ્રી. દેશપાંડેએ બંનેએ જીવ ટી. બોડિંગમાં પ્રવેશ મેળવી આગળ અભ્યાસ ચાલુ રાખેલ. જી. ટી બોડિંગમાં રહીને ભણેલા Page #52 -------------------------------------------------------------------------- ________________ એક અનેખી વ્યક્તિ ૫ તેજસ્વી વિદ્યાર્થીઓમાં ઘણી નામાંકિત વ્યક્તિઓને સમાવેશ થાય છે. શ્રી. મોરારજીભાઈ દેસાઈ, શ્રી. સીએમ) ત્રિવેદી, શ્રી. જસ્ટીસ ભગવતી, શ્રી. જસ્ટીસ ડી૦ વિ૦ વ્યાસ વગેરેએ એ જ બોડિંગમાં રહી કૉલેજને અભ્યાસ ચાલુ રાખેલ. શ્રી. મગનભાઈ દેસાઈ બધાં જ વર્ષમાં ઍલિફન્સ્ટન કૉલેજમાં સ્કૉલર હતા એ ભાગ્યે જ કહેવાનું હોય. ઇન્ટર આસની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ મેળવવાનું તે સમયે પણ કઠણ હતું. અને ૧૯૧૯માં ઇન્ટરની પરીક્ષામાં શ્રી. મગનભાઈ દેસાઈ તેમ જ શ્રી. સી. સી૦ દેસાઈ ફર્સ્ટ કલાસમાં આવેલા. અને તે જ સાલમાં ઇન્ટર આર્ટસમાં ફર્સ્ટ કલાસમાં આવનાર તેમના સહાધ્યાયીઓમાં શ્રી. જસ્ટીસ ચાગલા, સ્વ શ્રી, અનંત નંદનાથ દીક્ષિત અને સ્વ૦ પ્રાણલાલ બાપાલાલ પટેલ હતા. ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં પડી ગયા છતાં શ્રી. મગનભાઈ તથા સી. સી. દેસાઈ પોતપોતાના ક્ષેત્રમાં ઘણી ઊંચી પાયરીએ પહોંચ્યા છે. આ જોડીની એટલે કે આ બંને લાડીલા વિદ્યાર્થીઓની કૉલેજની કારકિર્દી અતિ તેજસ્વી હતી એટલું જ નહીં પરંતુ ત્યાર પછી પણ તે કારકિર્દી વધુ જવલંત બની છે. સને ૧૯૧૯માં શ્રી. સી સી દેસાઈ આઈ. સી, એસ0 થવા ગયા અને શ્રી. મગનભાઈ બી એ૦માં ભણતા હતા ત્યારે દેશમાં પૂ. ગાંધીજીની હાકલ વાગી અને તેનાથી પ્રેરાઈને તેમણે કૉલેજ છોડી અને ત્યારથી આજ સુધી પૂ. ગાંધીજીના સિદ્ધાંતને અડગ અને ચુસ્તપણે પાળનાર અગ્રગણ્ય વ્યક્તિઓમાંના તેઓ એક છે. ગૂજરાત વિદ્યાપીઠમાંથી “પારંગત'ની ઉપાધિ મેળવી તે જ વિદ્યાપીઠમાં પ્રાધ્યાપક તરીકે તેમણે વર્ષો સુધી કામ કર્યું અને હાલ પણ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિને ઉચ્ચ હોદ્દો ધરાવે છે છતાં ગૂજરાત વિદ્યાપીઠ પ્રત્યેના પક્ષપાત અને પ્રેમને લઈને તેઓ ત્યાંના “મહામાત્ર' તરીકે ચાલુ રહ્યા છે. આ વસ્તુ ઘણી સૂચક છે. શ્રી. મગનભાઈનો ગુજરાતી ભાષા પ્રત્યેને પક્ષપાત અને પ્રેમ સુવિદિત છે. ગુજરાત યુનિવસિટીમાં અંગ્રેજી માધ્યમને બદલે ક્રમે ક્રમે બધી ફૅકલ્ટીઓમાં ગુજરાતી માધ્યમ અપનાવવાની નીતિનો યશ મોટા ભાગે તેમને ફાળે જાય છે. ગુજરાતી, હિંદી અને અંગ્રેજી આ ત્રણે ભાષા ઉપર તેઓ સુંદર કાબૂ ધરાવે છે. “ગિન’ પત્રોનું તેમણે સુંદર રીતે અને સફળતાથી છેવટનાં Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ એક ઝલક વર્ષોમાં સંચાલન કરેલું અને તેમાંના શ્રી. મગનભાઈએ લખેલા મનનીય લેખો તેમની વિદ્વત્તા, સિદ્ધાંત અને વિવેચનશક્તિની પ્રતીતિ કરાવે છે. ભિન્ન ક્ષેત્રમાં પડી ગયેલા હોવાથી વર્ષો સુધી અમે બંને એકબીજાના નિકટના સમાગમમાં આવી શકેલા નહીં. પરંતુ સને ૧૯૫૦માં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના થઈ ત્યારથી સેનેટમાં સાથે હોવા ઉપરાંત. જે પહેલી સિન્ડિકેટ ચૂંટાઈ આવી તેમાં અમે બંને ચૂંટાઈ આવેલા અને ત્યાર પછીની સિન્ડિકેટમાં પણ ચૂંટાયેલા એટલે સિન્ડિકેટમાં લાગલગાટ છ વર્ષ સાથે કામ કરવાનો મોકો મળેલો. - શ્રી. મગનભાઈ એક સિદ્ધાંતવાદી પરુષ છે. પિતાના સિદ્ધાંતોના સમર્થનમાં તેઓ હંમેશ સાટ દલીલ કરે છે. તેમની ભાષા હંમેશાં જોશીલી જ હોય અને તેમના વિધાનને ટેકો મળે કે ન મળે તેની લેશમાત્ર પરવા કર્યા વગર પોતાનું મંતવ્ય અને દષ્ટિબિંદુ તે રજૂ કરતા આવ્યા છે. નીડરતા તો તેમને વરેલી છે. શ્રી. મગનભાઈ સામે વાદવિવાદમાં ઉતરવાની કોઈ હિંમત કરે અથવા તે શ્રી. મગનભાઈને નાહક છંછેડવાની કોઈ ધૃષ્ટતા કરે, તો શું પરિણામ આવે એ સમજવું મુશ્કેલ નથી. વ્યક્તિ, પક્ષ કે પછી ભલે સરકાર હોય તે પણ એમાંના કોઈની પણ સામે, પિતાને ખરું લાગે તે અનુસાર ટીકા કર્યા વગર રહે જ નહીં. કોઈની પણ “શેહમાં તણાયા વગર નીડરપણે પિતાના મંતવ્યો બેધડક જાહેરમાં રજૂ કરનાર એમના જેવી વ્યક્તિઓ હાલના જમાનામાં જવલ્લે જ જોવા મળે છે. સેનેટમાં માધ્યમ અંગેનું પોતાનું દૃષ્ટિબિંદુ રજૂ કરતી વખતે તેમણે સાફ સાફ સુણાવી દીધેલું કે, ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણ અને પરીક્ષણનું માધ્યમ ગુજરાતી જ રહેશે અને હિંદીના ટેકેદારો માર્ગ ભૂલ્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં એમ પણ કહેલું કે ગુજરાત યુનિવસિટી એ સરકારની માલિકીની સંસ્થા છે એમ માનવાની સરકાર ભૂલ ન કરે અને વધુમાં યુનિવર્સિટીઓની સ્વતંત્રતા ઉપર સરકારે તરાપ ન મારવી જોઈએ અને વિદ્યાપીઠોને રાજકારણમાંથી મુક્ત રાખવી જોઈએ. તેઓ રાજ્યસભાના પણ સભ્ય છે અને ત્યાંનાં તેમનાં પ્રવચનો તેમની ન ડરતાની સાક્ષી પૂરે છે. પંચવર્ષીય યોજના વિશે તેમણે જે સુંદર છણાવટ કરેલી તેને વર્તમાનપત્રોએ સારી પ્રસિદ્ધિ આપેલી. સને ૧૯૫૬માં ફરી પાછી સિન્ડિકેટની ચૂંટણી થવાની હતી ત્યારે મને ખબર પડી કે શ્રી. મગનભાઈ ઊભા રહેવા માગતા નથી. શ્રી. મગનભાઈ Page #54 -------------------------------------------------------------------------- ________________ ३७ એક અનેખી વ્યક્તિ વગરની સિન્ડિકેટ નીરસ બની જશે અને વધુમાં તેઓ સિન્ડિકેટમાં હોવા જ જોઈએ એવું હું માનતો હોવાથી, મેં તેમને ચૂંટણીમાં ઊભા રહેવા આગ્રહ કર્યો. તેમણે મને લખી જણાવ્યું કે, તે વખતના સંજોગો જોતાં અને બીજા અગત્યના સંજોગો જોતાં અને બીજા અગત્યના કામના બોજાને લીધે તેમણે લીધેલો નિર્ણય બરોબર છે. અને વધારામાં આ નિર્ણયને લીધે હું તેમને “જિદ્દી' તો નહીં જ માનું એવો ઉલ્લેખ કરેલો. શ્રી. મગનભાઈ જિદી” છે એવી સાધારણ માન્યતા કેટલાંક વર્તુળમાં પ્રવર્તે છે. સામાનું દષ્ટિબિંદુ ધ્યાનમાં લીધા પછી પણ પિતાની વસ્તુ જો તેમને ખરી લાગે, તે તેને તે વળગી રહે છે. પોતાના સિદ્ધાંતોને અંગે બાંધછોડ ન કરે, અને પિતાને સત્ય લાગે એ જ નીડરપણે કહે, તેને લઈને જે એમને જિદી કહેવામાં આવે, તો તો બરાબર. કેટલીક નાની બાબતે ઉપરથી પણ શ્રી. મગનભાઈ માટે સહજ માનની લાગણી પેદા થાય છે. સિન્ડિકેટની ચૂંટણી થવાની હોય તે વખતે એક નાની ચબરકી છપાવી પોતે ચૂંટણીમાં ઊભા રહેવાના છે એની માત્ર જાણ સેનેટના સભ્યોને ટપાલ મારફતે કર્યા પછી, કોઈને પણ તે સીધેસીધા મળતા નથી અને મત માટે કહેતા નથી. શ્રી. મગનભાઈનાં અનેક પાસાં છે, તેમની નીડરતા, તેમની પ્રમાણિકતા અને તેમનાં સચોટ અને વેધક વિધાનો એ એમની વિશિષ્ટતા છે. પોતાને સત્ય લાગે, પછી બીજાને ગમશે કે નહીં એ મુશ્કેલી કદી તેમને નડતી નથી. શ્રી. મગનભાઈ સાથે સહમત ન થનારા પણ તેમના ઉપરના ગુણોનો અને તેમની વિદ્વત્તાની તારીફ કરે છે. તેમનામાં રહેલી સાદાઈ સહેજે તરી આવે છે અને “Plain living and high thinking' એ સૂત્ર તેમને બંધબેસતું આવે છે. ઘડાયેલા નિયમોનું કડક અને ચુસ્તપણે પાલન કરવાનો એક સૈનિકની માફક આ ગ્રહ તેઓ સેવે છે. પરીક્ષા અંગે અગર તે બીજી કોઈ પણ જાતની ગેરરીતિઓ અપનાવનાર ખિત નસિયત ક ના તેઓ હંમેશા તત્પર હોય છે. આમ છતાં એક વસ્તુને નિર્દેશ કરવો જરૂરી છે; કારણ કે કદાચ એ વસ્તુની ઘણાને જણ પણ ન હોય. કોઈ પણ નિયમ વાંચતાં જો બે અર્થ નીકળી શકતા હોય તે વિદ્યાર્થીઓને જેનાથી વધુમાં વધુ લાભ મળે તેવો અર્થ ઘટાવવા તેઓ આતુર હોય છે અને અનેક વિદ્યાર્થીઓને આનો લાભ મળેલો છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક શ્રી. મગનભાઈએ હરહંમેશ નિયમિત અને પ્રવૃત્તિમય જીવન ગાળ્યું છે. વાચનને અનહદ શેખ; અને લાંબા તથા મનનીય લેખો લખતાં કદી કંટાળે નહીં. “જોડણીકોશ'ની ત્રીજી આવૃત્તિ તૌયાર કરવાનું ભગીરથ કામ શ્રી. મગનભાઈને સોંપવામાં આવેલું. ત્રીજી અને ચોથી આવૃત્તિઓ, તેમ જ તેમણે લખેલી સુંદર પ્રસ્તાવના” જોતાં તેની પાછળના અથાગ પરિશ્રમને સહેજે ખ્યાલ આવી શકે તેમ છે. ઉપનિષદોને તેમણે કરેલો ઊંડો અભ્યાસ સુવિદિત છે. શુદ્ધ ભાષા માટે તેઓ આગ્રહ સેવતા આવ્યા છે. ભાષાંકમિશનના એક સભ્ય તરીકે તેમની વરણી કરીને ભારત સરકારે તેમની વિદ્વત્તાની કદર કરેલી. પિતે સક્રિય ભાગ લઈ શકે અને ઉપયોગી નીવડે તે જ કોઈ પણ કમિટી અગર કમિશનનું સભ્યપદ સ્વીકારે, એ એમને સિદ્ધાંત છે. વાચન, મનન અને ચિંતન એ તેમના જીવનનું એક અંગ છે. વળી તેમનામાં રહેલી Sense of humourનો ખરો ખ્યાલ તેમની નિકટમાં આવનારને જ આવી શકે. વળી એક પ્રશ્ન એમ ઉપસ્થિત થાય છે કે, એમને કોઈ શેખ છે ખરો! ઉપરની વસ્તુઓ બાજુએ મૂકીએ તે જોમથી નિયમિત ચાલવાને, સરસ ચા પીવાન અને સારી સોપારી ખાવાનો શેખ તેમને જરૂર છે. સમગ્ર રીતે વિચાર કરતાં મારા માનવા મુજબ શ્રી. મગનભાઈ દેસાઈ એક અનોખી વ્યક્તિ છે. આ ષષ્ટિપૂર્તિના શુભ પ્રસંગે એ સરસ્વતીના ઉપાસકને અને આજ દિન સુધી એક પ્રખર કેળવણીકાર તરીકે કરેલા તેમના કાર્યને હું ભાવભીની અંજલિ આપું છું અને વધુમાં પ્રાણું છું કે પરમાત્મા તેમને સુખી રાખે, અને લાંબું આયુષ્ય આપે તથા દેશોન્નતિના કાર્યમાં પિતાને મહત્વનો ફાળો આપવા તેઓ વધુ શક્તિશાળી બને. “અસ્તુ.” અભિનંદન ગ્રંથ માંથી] બટુભાઈ દેસાઈ Page #56 -------------------------------------------------------------------------- ________________ આશ્રમી જીવન જીવવાવાળા ભાઈ મગનભાઈએ ગુજરાતી ભાષામાં કેટલાંક સમાજોપયોગી પુસ્તકો લખ્યાં છે. રિઝયવંધુ, ફિરક્ષા અને સાહિત્ય તથા નવનીવનનું સંપાદન કરતાં કરતાં એમણે અનેક લેખે અને નધિો લખ્યાં છે. તેમ જ ઉપનિષદ જેવા આધ્યાત્મિક ગ્રંથોને ગુજરાતી ભાષામાં ઉતારીને એમણે જાતે અભ્યાસ કરનારાઓ માટે સુંદર સગવડ ઊભી કરી આપી છે. આમ ગુજરાતી સાહિત્ય તેમ જ ગુજરાતી ભાષાની એમણે ઉમદા સેવા કરી છે. એમાંય સત્યાગ્રહની મીમાંસા જેવું પુસ્તક લખી આપીને એમણે ગુજરાતી પ્રજા સમક્ષ સત્યાગ્રહના શાસ્ત્રનું નિરૂપણ કર્યું છે. પણ શાસ્ત્ર લખવું એ એક વાત છે અને એ શાસ્ત્ર પ્રમાણે જીવન જીવવું એ બીજી વાત છે. મગનભાઈ લખી પણ જાણે છે અને જીવી પણ જાણે છે. મગનભાઈ એક સત્યાગ્રહી યુદ્ધા છે એ વાતનું પારખું પણ ગુજરાતને સ્વરાજ્ય-આંદોલન વખતે તેમ જ બીજા અનેક પ્રસંગેએ થયું છે. આપણા દેશમાં દરેક ભાષાને એના યોગ્ય સ્થાને બેસાડવા માટે તેઓ આજે પણ એક દ્ધાની અદાથી ઝૂઝી રહ્યા છે. ગુજરાતમાં ગાંધીવિચારને વહેતો રાખવામાં તથા ગુજરાતના જાહેર જીવનને એ દિશામાં વળાંક આપવામાં એમણે સમાજજીવનના ચોકીદારની ગરજ સારી છે. બાપુજીએ શરૂ કરેલી ગૂજરાત વિદ્યાપીઠની રાષ્ટ્રીય કેળવણી અંગેની અનેકવિધ પ્રવૃત્તિઓને વિકસાવવામાં ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર તરીકે, તેમ જ કેળવણી વિષયક સરકારી નીતિને તેમ જ લોકમાનસને નયી તાલીમની દિશામાં ચાલના આપવામાં અનેક કેળવણીકાર તરીકે, એમનો નાનોસૂનો ફાળે નથી. હાલમાં તેઓ ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે પણ કામ કરી રહ્યા છે. પણ અહીં હું એમને એક આશ્રમી જીવન જીવવાવાળા નેહીજન તરીકેનો પરિચય આપવા માગું છું. બાહ્ય દેખાવમાં સામાન્યજન જેવા દેખાતા હોવા છતાં ભાઈ મગનભાઈનું આંતરિક જીવન એક સાધકનું જીવન છે. સંસારી રહીને જીવનમાં બ્રહ્મચર્યનું વ્રતનું પાલન કરનાર માટે મગનભાઈનું જીવન એક આદર્શ નમૂનો પૂરો પાડે એવું છે, એ એમને ઝીણવટથી નીખનાર જ જોઈ શકે એમ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ભક્ત હોવાનો જરાય દેખાવ કર્યા વિના તેઓ વ્યાપક અર્થમાં એક ભક્તજન છે. સામાન્ય કલ્પના એવી હોય છે કે આશ્રમવાસી ચા ન પીએ, સેપારી ન ખાય અને બીજા અનેક બાહ્ય નિયમથી બંધાયેલો હોય; પણ મગનભાઈ આવી મળે તો ચા સોપારીનેય ન્યાય આપે અને પરિચિત ઘર હોય તો એને માંગીનેય લે. પણ એમનું આંતરિક જીવન સત્ય આદિ વ્રતથી જ ઘડાયેલું છે. મગનભાઈની વાણીમાં સત્યાગ્રહનો રણકાર હોય છે અને ચણચણાટી લાવે એવી કાકર પણ હોય છે. વાગ્યુદ્ધમાં એમની તેજીલી વાણી ભલભલા વાગ્વીરને માત કરે છે અને ક્યારેક ક્યારેક તે જખમી પણ કરતી હોય છે. પણ એમના અંતરમાં એક સ્નેહીજનનો સ્નેહ પણ ભર્યો હોય છે. કઈ પણ પરિચિતને જોઈને એમના મોઢા પરની હાયરેખા ખીલી ઊઠે છે અને એકાદ વાક્યમાં એ એના ખબરઅંતર પૂછી લે છે ત્યારે એમને ચેન પડે છે. સમાજની સાચી સેવા કરનારાના એ પ્રેમી જન છે. જુવાન મિત્રને મળે છે ત્યારે એમની વાણીનો પ્રવાહ વહેતે અટક જ નથી. એમને એમ થાય છે કે જે કાંઈ મારી પાસે છે એ એમને આપી દઉં; એમ છતાં એક કુશળ શિક્ષકની માફક બોલતી વખતે એમની સામે ચોક્કસ નિશાન હોય છે. એમની વાણીમાં ગંભીરતા આવે છે, હાસ્ય-વિનોદ આવે છે તેમ જ અંગમાં હાવભાવ પણ આવે છે. આ બધા સાથે એક શમવાસીમાં હોવા જોઈએ એવા કેટલાય આંતરિક ગુણો એમણે એમના જીવનમાં એવા વિકસાવ્યા છે કે, એ એમના જીવનને શોભાવે છે. હું એમને આશ્રમવાસી નહીં પણ આશ્રમજીવી કહું છું. એમની નિર્ભયતા, સ્પષ્ટ વકતવ્ય, સત્ય માટે આગ્રહ, જીવનમાં સંયમ અને સાદગીનું સ્વાભાવિક તવ, ઈશ્વર વિશેની ઊંડી આસ્તિકતા, કોઈ પણ સમાજસેવક માટે જરૂરી એવી આમ જનતા માટેની અંતરની લાગણી, સમાજમાં બનતા નાનામોટા બનાવો વિશેની આકલનશકિત તથા એ અંગેનું જરૂરી અધ્યયન, ચિંતન અને મનન એમના જીવનમાં તેજસ્વિતા ભરી મૂકે છે. જે કાર્ય તેઓ હાથમાં લે છે, એમાં કર્તવ્ય-બુદ્ધિથી ઊંડા ઊતરીને તેઓ એમની આગવી ભાત પાડે છે. એમનામાં પડેલી સૂકમ તારતમ્ય બુદ્ધિ, તીક્ષણ તર્કશક્તિ તથા ઊંડી અભ્યાસવૃત્તિ એમને જીવનના કોઈ ને કોઈ ક્ષેત્રમાં મોખરે જ રાખત. બાપુજીના સ્પર્શે એમને સમાજસેવાના ક્ષેત્રમાં આવ્યા. એમના ઉપર ગણાવ્યા ગુણોને કારણે એ કોઈ આશ્રમમાં ન રહેતા હોવા છતાં તેઓ એક Page #58 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠના મહામાત્ર પ્રકારનું આશ્રમી જીવન જ જીવી રહ્યા છે. અને કેળવણીને માધ્યમ બનાવીને સમાજસેવા કરી રહ્યા છે. એમની શક્તિ અને સેવા માટે ગુજરાત ગૌરવ લઈ શકે એમ છે. એમના જીવનમાંથી મારા જેવા અનેકને સીધી તેમ જ આડકતરી ઘણી પ્રેરણા મળી છે. એમની સાધના વિકસતી જાઓ અને બીજા અનેકને પ્રેરણા મળતી રહે. અભિનંદન ગ્રંથમાંથી) બબલભાઈ મહેતા વિદ્યાપીઠના મહામાત્ર ઈ૦ સ0 ૧૯૨૦માં વિદ્યાપીઠની સ્થાપના તેના આજીવન કુલપતિ મહાત્મા ગાંધીજીએ કરી. ત્યાર બાદ સરદાર વલ્લભભાઈ કુલપતિ પદે આવ્યા. સરદારના દેહનત પછી આપણા રાષ્ટ્રપ્રમુખ ડૉ. રાજેન્દ્રપ્રસાદ વિદ્યાપીઠના કુલપતિપદે ચાલુ છે. સંસ્થાનું કુલનાયક પદ અનુક્રમે શ્રી. ગિદવાણીજી, શ્રી. નાનાભાઈ ભટ્ટ, શ્રી. કાકાસાહેબ કાલેલકર અને સરદાર સાહેબે ભાવ્યું છે. આજે ભારત સરકારના નાણામંત્રી મોરારજીભાઈ દેસાઈ વિદ્યાપીઠના કુલનાયકપદે તા. ૧૪-૬–૪૮થી ચાલુ છે. આજ સુધીમાં આ સંસ્થાના મહામારા તરીકે જેઓએ કામ કર્યું છે, તેમાં શ્રી. કિરલાલ મશરૂવાળા અને શ્રી. નરહરિભાઈ પરીખ મુખ્ય છે. શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ તા. ૩-૮–૩૭થી (૧૯૩૦માં શ્રી. નરહરિભાઈ પરીખના જેલનિવાસ દરમિયાન શ્રી. મગનભાઈ દેસાઈ થોડો વખત મહામાત્ર થયા હતા.) મહામાત્ર તરીકે ચાલુ છે. વિદ્યાપીઠની મુખ્ય પ્રવૃત્તિ એવું જે મહાવિદ્યાલય, તેના આચાર્ય તરીકે શરૂઆતથી અનુક્રમે શ્રી. ગિદવાણીજી, શ્રી. કૃપલાનીજી અને શ્રી. કાકાસાહેબ રહ્યા છે. તા. ૨૮–૬–૪૭થી એટલે કે મહાવિદ્યાલયની પ્રવૃત્તિ નવેસરથી શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના નામે શરૂ કરી, ત્યારથી શ્રી. મગનભાઈ દેસાઈ તેના આચાર્ય તરીકે આજ સુધી ચાલુ છે. ઈ૦ સ૦ ૧૯૩૭માં શ્રી. મગનભાઈ દેસાઈએ વિદ્યાપીઠના મહામાત્રની જવાબદારી સ્વીકારી. તે સમયે વિદ્યાપીઠની શૈક્ષણિક પ્રવૃત્તિમાં ઈ૦ સ0 Page #59 -------------------------------------------------------------------------- ________________ એક એલફ ૪ ૧૯૩૫માં શરૂ કરેલું વિનય મંદિર ચાલુ હતું. તે ઉપરાંત પ્રકાશનેાનું કામ, સંશોધનનું કામ, ગ્રંથાલયનું કામ જેમ હતું તેમ સંભાળી રખાતું હતું. પણ તે કામેાને વેગ મળવાના સંજોગા હતા નહીં, તે સમયે વિદ્યાપીઠની આર્થિક સ્થિતિ પણ એવી હતી કે આવક-ખર્ચના આંકડા સરખા કરતાં મુશ્કેલી અનુભવવી પડતી હતી. દર સાલ વિદ્યાપીઠ ફાળો ઉઘરાવાતા હતા અને તેમાં પણ જરૂરી રકમ એકઠી થઈ શકતી નહોતી. તે વખતે વિદ્યાપીઠનાં પ્રકાશના ખાતે કુલ રોકાણ સાળ હજાર જેટલું જ થઈ શકયું હતું; ગ્રંથાલયનાં પુસ્તકોની કિંમત ફક્ત એકતાલીસ હજાર સાતસેાની જ હતી; જોડણીકોશનું કામ ધીમું હતું. ટૂંકમાં, સરદારશ્રીના શબ્દોમાં કહીએ તો, સફળ બી સયવાયું હતું તે ઊગીને ધરતી ઉપર દેખાવા માંડયું હતું. તેને ઉછેર કરનાર કુશળ માળીની જરૂર હતી. શ્રી. મગનભાઈ દેસાઈએ આવા કપરા સંજોગમાં વિદ્યાપીઠનું મહામાત્રપદ સ્વીકાર્યું. શ્રી. મગનભાઈ દેસાઈ મહામાત્રપદે આવ્યા પછી તે વખતની પાંચમી કક્ષા સુધીના ચાલુ વિનયમંદિરને પૂર્ણ વિનયમંદિર બનાવવામાં આવ્યું. ઈ૦ ૨૦ ૧૯૩૮માં વિનય મંદિર ઉપરાંત વર્ષાશિક્ષણ તાલીમ વર્ગ, પ્રૌઢશિક્ષણ તાલીમ વર્ગ, અને પ્રૌઢશિક્ષણનું કામ ઉપાડવામાં આવ્યું. ગુજરાતનાં શાળા મંડળાએ મેાકલેલા શિક્ષકોએ વિદ્યાપીઠના વર્ષાશિક્ષણ તાલીમ વર્ગમાં તાલીમ લઈ પોતપાતાના જિલ્લાઓમાં વધુ તાલીમની શરૂઆત કરી. આ વર્ગ પૂરો થયા બાદ અમદાવાદ જિલ્લા શાળા મંડળના શિક્ષકોને ઉદ્યોગની તાલીમ આપવાનું કામ વિદ્યાપીઠે માથે લીધું. પ્રૌઢશિક્ષણના કામની શરૂઆત નજીકના ઉસ્માનપુરા ગામમાં ત્રિશાળાથી કરવામાં આવી. મજૂર મહાજનના પ્રૌઢશિક્ષણના વર્ગોમાં પણ વિદ્યાપીઠે મદદ કરી. ૧૯૩૯માં બાળવર્ગ અને પહેલા ધારણથી કુમારમંદિરની શરૂઆત કરવામાં આવી. આ બધી શૈક્ષણિક પ્રવૃત્તિએ ઉપરાંત ૧૯૩૭માં જોડણીકોશના કામને વધુ સેવકો રોકી વેગ આપવામાં આવ્યો. એ જ સાલમાં રાષ્ટ્રભાષાના કોશનું કામ ઉપાડયું. વળી વાચનમાળાની પહેલી ચાર ચાપડીએ તૈયાર કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું. સરકાર સાથેના પત્રવ્યવહારને પરિણામે વિદ્યાપીઠના જોડણીકેશને સરકારી માન્યતા મળી. ૧૯૩૮-૩૯માં શ્રી. મગનભાઈ દેસાઈના તંત્રીપદે શિક્ષણ અને સાહિત્ય ચાલુ કરવામાં આવ્યું. ૧૯૪૦-૪૧માં વિજ્ઞાનની પરિભાષા તૈયાર કરવાનું કામ શરૂ થયું. એટલામાં ૧૯૪૨માં સ્વરાજની લડત શરૂ થતાં સંસ્થાનું કામકાજ બંધ કરવામાં આવ્યું. સંસ્થાની સાચવણી પૂરતા બે સેવકોને રાખી બીજા સૌને Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૩ વિદ્યાપીઠના મહામાત્ર છૂટા કરવામાં આવ્યા અને ઇ૦ સ૦ ૧૯૩૮ની જેમ સંસ્થાના સેવક અને વિદ્યાર્થીઓએ સ્વરાજની લડતમાં ઝંપલાવ્યું. ૩ ૧૯૪૨ થી ૧૯૪૪ સુધી સંસ્થાનું કામકાજ બંધ રહ્યું. ૧૯૪૪માં વિદ્યાપીઠ પ્રકાશના અંગે શ્રી. રેવાભાઈ પટેલ સ્મારકમાળાનું કામ વિદ્યાપીઠને નવું મળ્યું. ૧૯૪૫માં શિક્ષળ અને સાહિત્ય ફરીથી ચાલુ કરવામાં આવ્યું. એ જ સાલમાં સ્વ શ્રી. મહાદેવભાઈ દેસાઈ સ્મારક ફાળાનું ઉઘરાણું શરૂ થયું અને તેના એક મંત્રી તરીકે વિદ્યાપીઠના મહામાત્ર નિમાયા, ૧૯૪૫માં પ્રકાશના અંગે સ્વ૦ સૂરજબહેન સ્મારકમાળાનું નવું કામ સંસ્થાને સોંપવામાં આવ્યું. શ્રી. મગનભાઈ દેસાઈ એ જ અરસામાં અમદાવાદ મ્યુનિસિપલ શાળા મંડળના સભ્ય અને પ્રમુખ ચૂંટાયા. ૧૯૪૭માં શ્રી. મહાદેવ દેસાઈ સ્મારક ટ્રસ્ટના સહકારથી શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય ચાલુ કરવામાં આવ્યું. એ જ ગાળામાં અમદાવાદ મ્યુનિસિપલ શાળાના શિક્ષકોની તાલીમ માટે ઉદ્યોગ તાલીમ વર્ગ શરૂ કર્યો. વળી હિંદુસ્તાની પ્રચાર સમિતિ, વર્ષા પાસેથી ગુજરાતનું હિંદુસ્તાની પ્રચારનું કામ વિદ્યાપીઠે સંભાળી લીધું અને ૧૯૫ પ્રચાર કેન્દ્રો અને ૭૧ પ્રચારકોના સહકારથી વિદ્યાપીઠે ગુજરાતમાં હિંદુસ્તાની પ્રચારના કામની શરૂઆત કરી વિદ્યાપીઠની ગ્રામ સેવાસમિતિનું કામ આટોપી લેવાનું હોવાથી ૧૯૪૭માં વલ્લભ વિદ્યાલય, બેાચાસણમાં પ્રાથમિક શાળાનું પાંચમું ધારણ અને પ્રાથમિક શાળાના શિક્ષકોને કાંતણવણાટની તાલીમનું કામ યરૂ કર્યું. એ જ સાલમાં ખાદીવિદ્યા તાલીમ વર્ગ શરૂ કરવામાં આવ્યા. શ્રી, મગનભાઈ મ્યુનિસિપલ શાળા મંડળના પ્રમુખ તરીકે ગુજરાતમાં નવી સ્થપાનારી ગુજરાત યુનિવર્સિટી કમિટીના સભ્ય બન્યા. આ જ અરસામાં સરકારી કૉપીરાઈટ-સંગ્રહ વિદ્યાપીઠ ગ્રંથાલયને મળ્યો. ગ્રંથપાલ તાલીમ વર્ગો વિદ્યાપીઠમાં ચલાવવાની વ્યવસ્થા કરવામાં આવી. ૧૯૪૮માં કુમારમંદિરની શરૂઆત શરૂનાં પાંચ ધારણાથી કરવામાં આવી. આ કુમારમંદિરને અમદાવાદ મ્યુનિસિપાલિટીએ અને સરકારે માન્યતા આપી. ૧૯૫૦માં તે પૂર્ણ કુમારમંદિર બન્યું. ૧૯૪૯માં વિદ્યાપીઠ જોડણીકોશની નવી આવૃત્તિ બહાર પડી અને તે પછીના વર્ષે વિનીત જોડણીકોશનું કામ ઉપાડવામાં આવ્યું. ૧૯૫૧ની સાલમાં ધારણથી કરવામાં આવી. વિનયમંદિરની શરૂઆત આઠમા અને નવમા ૧૯૫૨ માં એસ૦ એસ૦ સી૦ કક્ષાની વિનીત Page #61 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પરીક્ષા વિદ્યાપીઠે યોજી. તે જ સાલમાં શ્રી. મહાદેવ દેસાઈ સ્મારક માળાનું કામ સંસ્થાએ નવું ઉપાડયું અને તે જ વર્ષે વિનયમંદિરની દશમી શ્રેણી ચાલુ કરી. ૧૯૫૩માં તે પૂર્ણ વિનયમંદિર બન્યું. ૧૯૫૪માં સુરત જિલ્લાની અંદરના આદિવાસી વિસ્તારમાં વિદ્યાપીઠને બસ વીઘાં જમીનનું દાન મળતાં, વિદ્યાપીઠ અંભેટી સુખાલમાં ગ્રામસેવા કેન્દ્રની શરૂઆત કરી. અને ૧૯૫૫માં સરકારી મદદથી ત્યાં એક આશ્રમશાળા શરૂ કરવામાં આવી. આ જ વર્ષમાં સરકારી સી૦ પી૦ ૦ ઑફિસરોને તાલીમ આપવા માટે ખાદી ગ્રામોદ્યોગ મહાવિદ્યાલય શરૂ થયું. હિંદુસ્તાની પ્રચારની પ્રવૃત્તિ અંગે કમિક પરીક્ષા અને પ્રચારક વર્ગોની વ્યવસ્થા ઉપરાંત શિક્ષક સનદના વર્ગો શરૂ કર્યા. - ૧૯૫૬માં સત્યાગ્રહ આશ્રમ સ્મારક, કોચરબનો વહીવટ સરકાર પાસેથી વિદ્યાપીઠે સંભાળ્યો. ખાદી ગ્રામોદ્યોગ મહાવિદ્યાલય બંધ થતાં સરકારી તેલઘાણી નિરીક્ષક વર્ગો ચાલુ કરવામાં આવ્યા. વળી ગુજરાતના બિનગુજરાતીઓ માટે ગુજરાતીની ચાર કમિક પરીક્ષાઓની પેજના કરીને ચાલુ કરવામાં આવી. વિદ્યાપીઠ વાચનમાળા, હિંદુસ્તાની વાચનમાળા અને વિનય વાચનમાળા બધી શ્રેણી માટે તૈયાર કરવામાં આવી. આટલા ઉપરથી જોઈ શકાશે કે, ૧૯૩૭માં શ્રી. મગનભાઈ દેસાઈ સંસ્થાના મહામાત્રપદે આવ્યા ત્યારે વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ કેવા પ્રકારની હતી અને આજે પ્રવૃત્તિઓથી ધમધમતી એ કેવી સંસ્થા બની રહી છે. શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના સ્નાતકની પદવીને મુંબઈ સરકારે અને ગુજરાત યુનિવર્સિટીએ માન્યતા આપી છે. વિનયમંદિરની અગિયારમી શ્રેણીને અભ્યાસ પૂરો કરનાર વિદ્યાર્થી વિદ્યાપીઠની વિનીત પરીક્ષા આપે છે એટલું જ નહીં પણ એસ એસ સી પરીક્ષામાં બેસવા માટે તેને લાયક ગણવામાં આવ્યો છે. વિદ્યાપીઠની ઇતર ચાલુ પ્રવૃત્તિઓમાં વિદ્યાપીઠનાં પ્રકાશનનું કામ ખાસ ધ્યાન ખેંચે તેવું છે. ૧૯૩૭–૩૮માં પ્રકાશન ખાતે વિદ્યાપીઠનું રોકાણ રૂ. ૧૬,૩૦૦નું હતું, જ્યારે આજે તે આંકડો પાંચ લાખ દશ હજાર રૂપિયા સુધી પહોંચ્યો છે. પુરાતત્તવ સંશાધનનું કામ, પૂજાભાઈ જૈન ગ્રંથમાળા અને શ્રી રાજચંદ્ર જયંતીમાળા દ્વારા ચાલુ રહ્યું છે. તદુપરાંત વિદ્યાપીઠના ગ્રંથાલયને પણ સારો એવો વિકાસ થયો છે. તેને માટે આધુનિક સગવડવાળું ખાસ નવું મકાન વગભગ પણ ત્રણ લાખ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૫ વિદ્યાપીઠના મહામાત્ર રૂપિયાને ખર બાંધવામાં આવ્યું છે. ૧૯૩૭-૩૮માં ગ્રંથાલયમાં ચેપન હજારની કિંમતનાં બાવીસ હજાર પુસ્તકો હતાં. આજે અઢી લાખથી વધુ કિંમતનાં પચાવન હજારથી વધુ પુસ્તક ગ્રંથાલયમાં સંગ્રહાયાં છે. તે ઉપરાંત સરકારી કૉપીરાઈટ-સંગ્રહનાં સેંતાલીસ હજારથી વધુ સંખ્યામાં પુસ્તક છે તે જુદાં. આમ આજે વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ સંસ્થાના મહામાત્ર શ્રી. મગનભાઈ દેસાઈની દોરવણી નીચે ઠીક ઠીક ફૂલીફાલી રહી છે. ગૂજરાત વિદ્યાપીઠનું કામકાજ ચક્કસ ધ્યેયોને વળગીને ચલાવવાનું હોય છે. અને એમ કરવા જતાં કોઈ વખત સંસ્થાને બાહ્ય દષ્ટિએ સહન કરવાનું પણ આવે છે. વિદ્યાપીઠનાં બે જોતાં જણાશે કે સ્વભાષાને પ્રધાનપદ, રાષ્ટ્રભાષા હિંદુસ્તાનીને આવશ્યક સ્થાન, દ્યોગિક કેળવણીને બૌદ્ધિક કેળવણી જેટલું જ પ્રાધાન્ય, શારીરિક વિકાસ માટે વ્યાયામ અને અંગમહેનતની તાલીમ, વગેરે સંસ્થાનાં કેળવણી વિષયક ધ્યેયો છે. આ ધ્યેયોનું વિદ્યાપીઠમાં સંપૂર્ણપણે પાલન થતું આજે જોઈ શકાય છે. રાષ્ટ્રને પિષક એવા કાંતણ, પીંજણ, વણાટ, તેલઘાણી, ખેતી, કાગળકામ, સીવણકામ, વગેરે ઉદ્યોગો બરાબર શાસ્ત્રીય રીતે વિદ્યાપીઠમાં ચાલે તેની સતત મથામણ શ્રી. મગનભાઈ કરી રહ્યા છે. કાંતણ-વણાટ ઈ૦ ઉદ્યોગોને અભ્યાસક્રમમાં યોગ્ય સ્થાન આપવામાં આવ્યું છે અને તે નક્કી કરેલા અભ્યાસક્રમે બરાબર રીતે ચલાવવાનો આગ્રહ રાખવામાં આવે છે. ભારતવર્ષને ઉત્કર્ષ શહેરો નહી પણ ગામડાં ઉપર અવલંબે છે, એમ વિદ્યાપીઠનાં ધ્યેયોમાં જણાવવામાં આવ્યું છે. ગ્રામસેવાની ગાંધીજીની આ કલપના શ્રી. મગનભાઇએ બરાબર પચાવી છે. વિદ્યાપીઠ તેના મોટા ભાગના દ્રવ્યને અને એના શિક્ષકોને મુખ્ય ઉપયોગ ગામડા માટેની રાષ્ટ્રપષક કેળવણી અ કરે, એ ગાંધીજીને આદેશ શ્રી. મગનભાઈએ બરાબર ઝીલ્યો છે અને વિદ્યાપીઠની કેળવણીને ક્રમ ઘડવામાં ગ્રામવાસીઓની હાજતેને પ્રધાનપદ આપવું જોઈએ એમ શ્રી. મગનભાઈ પણ દઢપણે માને છે. તેના આજના અભ્યાસક્રમો એ બેયને નજર સમક્ષ રાખીને તેમણે ગોઠવ્યા છે. વળી વિદ્યાપીઠ દ્વારા ગુજરાતનાં ગામડાંમાં પણ સ્થિર કામ કરતી સંસ્થાઓની જવાબદારી ઉપાડવાની આવે, તે તે વિદ્યાપીઠનું કામ છે એમ સમજી, શ્રી. મગનભાઈ તેવી જવાબદારીઓ ઉપાડી લે છે. બોચાસણનું વલ્લભ વિદ્યાલય Page #63 -------------------------------------------------------------------------- ________________ અને અભેટી સુખાલાનીં આશ્રમશાળા એ બે ગ્રામ-સંસ્થાઓ ઉપરાંત ઉદ્યોગમંદિર, ભલાડા અને ગ્રામ વિદ્યાલય, દેથલી – એ બે સંસ્થાઓને સંભાળવાનું કામ પણ વિદ્યાપીઠને હસ્તક આવ્યું છે. આઝાદી બાદ ગુજરાતના એક અગ્રગણ્ય કેળવણીકાર તરીકે રાજ્યઅને કેન્દ્ર સરકારે કેળવણી વિષયક ઘણી કમિટીઓમાં શ્રી. મગનભાઈને સભ્ય તરીકે લીધા છે. રાષ્ટ્રભાષા પ્રચાર અંગે તેમના કામને લક્ષમાં લઈ, સરકારે તેમને ભાષાપંચમાં લીધા હતા. કેળવણીનાં બધાં જ પાસાં વિશે માર્ગદર્શન કરવાની તેમની શક્તિ જોઈ સરકારે તેમને પ્રૌઢશિક્ષણ, સમાજકલ્યાણ, સ્વાતંત્રયને ઇતિહાસ, બેઝિક શાળાઓની તપાસણી, ગ્રંથાલય-વિકાસ, ખાદી ગ્રામોદ્યોગ વગેરે કામો અંગેની ઘણી કમિટીમાં સ્થાન આપ્યું છે. તેઓ જેમાં સભ્ય નિમાયા છે (ા કેટલીકમાં તે પ્રમુખ) તેવી કેટલીક મુખ્ય કમિટીઓની યાદી આ ગ્રંથને અને પરિશિષ્ટ તરીકે આપેલી છે, તે જોવાથી સૌ કોઈને સમજાશે કે તે બધી કમિટીઓ મારફત પણ કેળવણીની કેટલી ભારે સેવા તેમણે કરી છે.. સરકાર યાને સરકારી માનસવાળાએ સાથે કામ લેવાની મુશ્કેલીઓ કેટલી છે તેને સૌ અનુભવીઓને ખ્યાલ હશે. માનપૂર્વક આપણા દઢ વિચારોને વળગીને આવી કમિટીઓ સાથે કામ લેવું, અને સૌને આપણા મત તરફ વાળવા, એ કપરું કામ કરવાની કુનેહ શ્રી. મગનભાઈમાં છે. કઈ કઈ વખત નાની મોટી અથડામણમાં આવવાના પ્રસંગે તેમને પ્રાપ્ત થયા છે. તે વખતે જરાયે નમતું આપ્યા વિના તેઓ પોતાના વિચારોમાં મક્કમ રહ્યા છે, વિરોધ નોંધાવવો પડે ત્યાં તેઓ વિરોધ નોંધાવ્યા વિના રહ્યા નથી, તેમ જ સભ્ય તરીકે પિતાને જઈ જ વિરોધ નોંધ લખવાની ફરજ પડે ત્યાં તેમ કરતાં પણ તે અચકાયા નથી. વિદ્યાપીઠનાં નક્કી કરેલાં ધ્યે પૈકી એક ધ્યેય આ પ્રમાણે છે: • વિદ્યાપીઠ તરફથી ચાલતી તથા તેને માન્ય કરેલી પ્રત્યેક સંસ્થા સંપૂર્ણતાએ અસહકારી હોવી જોઈએ અને તેથી સરકારને કોઈ પણ પ્રકારનો આશ્રય નહીં થઈ શકે.' - વિદ્યાપીઠનું આ ધ્યેય જેવા કેટલાક દ્વિધામાં પડે છે. આ ધ્યેય મુજબ સરકારી કામકાજમાં શ્રી. મગનભાઈ કેવી રીતે ભાગ લઈ શકે, તેમ જ Page #64 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠના મહામાત્ર વિદ્યાપીઠની પ્રવૃત્તિઓને સરકારે આપેલી માન્યતા કે ગ્રાન્ટ તે કેવી રીતે સ્વીકારી શકે, તે કેટલાકના મગજમાં ઝટ ઊતરતું નથી. ઉપરાંત, વિદ્યાપીઠ સરકારી ઓફિસરને ગ્રામોદ્યોગો શીખવવાના વર્ગો ચલાવે છે, સરકારી શાળાના શિક્ષકોને ઉદ્યોગો શીખવવાનો પ્રબંધ વિદ્યાપીઠે કર્યો છે. આવાં સરકારી કામે વિદ્યાપીઠ કેમ કરવી કે સ્વીકારતી હશે. તે ઘણાને સ્વાભાવિક રીતે વિચારમાં નાખી દે છે. જવાબમાં શ્રી. મગનભાઈ સચોટ રીતે વિદ્યાપીઠનું દૃષ્ટિબિંદુ સમાજ છે. વિદ્યાપીઠ સરકાર પાસે કોઈ જાતને સહકાર મારવા નહીં જાય એ વિદ્યાપીઠના ધ્યેયને અર્થ છે. સ્વતંત્ર ભારતની સરકાર જે કોઈ સહકારની વિદ્યાપીઠ પાસે માગણી કરે અને વિદ્યાપીઠના દયેય મુજબનું તે કામ હોય, તે વિદ્યાપીઠ પિતાનું મિશન સમજીને તે કામ ઉપાડે છે. વિદ્યાપીઠના ધ્યેયનું ચુસ્તપણે પાલન કરવામાં શ્રી. મગનભાઈને પિતાના મંતવ્યો સાથે કંઈ બાંધછોડ કરવી પડતી હોય, તે તે કામ તેમ જ તેવી મદદને તે જતાં કરે છે, એમ પણ બન્યું છે. પિતાનું દષ્યિબિદુ રજુ કરવા માટે સરકાર સાથે તે પત્રવ્યવહાર કર્યા કરે છે. કેટલીક વાર સરકારે બંધ કરેલી મદદ પાછળથી મળ્યાના દાખલા પણ છે. શ્રી. મગનભાઈ દેસાઈની વહીવટ કરવાની શકિત પણ અજબ છે. તેમની સાથે પરિચયમાં આવ્યા વિના અથવા તેમની સાથે કામ કરવાની તક ન મળે ત્યાં સુધી તેમની આ શકિતને અંદાજ સહેજે આવે એમ નથી. વિદ્યાપીઠ સંસ્થાના વહીવટમાં તેમની સાથે કામ કરતાં અનુભવે મને જણાયું છે કે, જે કામ માટે મોટા વ્યવસ્થાપકો ઘણો સમય લે, તે કામ શ્રી. મગનભાઈ ઘણા જ થોડા સમયમાં આપી શકે છે. પત્રવ્યવહાર જોવાનો હોય, પુસ્તક તપાસવાના હોય, તો નજર ફેરવીને તેને મુદ્દો એ જલદી પકડી પાડી શકે છે અને તેને ગ્ય નિકાલ કેમ કરવો તેને નિર્ણયાત્મક ઉકેલ તે તરત આપી દે છે. નવા મકાનના નકશા પણ ઝટ સમજી શકે છે; અને નકશા તૈયાર કરનાર મોટા ઇજનેરોને પણ કેટલીક વાર દલીલથી સમજાવી તેમાં યોગ્ય અને જરૂરી ફેરફારો કરાવી લે છે. આમ, આવું બધું કામ એ થોડા સમયમાં ઉકેલે છે, એટલે તેમના નિર્ણયો સામાને ખુબ ઉતાવળિયા લાગે છે, પણ હકીકતમાં એવું હોતું નથી. વિદ્યાપીઠ સંસ્થામાં સરેરાશ ત્રણેક કલાક રે જ તે હાજરી આપે છે; તે દરમ્યાન વિદ્યાપીઠનું વહીવટી કામ, જે ટેબલ નજીક બેસીને કરવાનું હોય Page #65 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તે તથા તેમના વર્ગોના કામથી તે બરાબર પરવારી લે છે. સંસ્થાનાં જમીનમકાન વગેરે જોવાનું, સંસ્થાનાં પ્રકાશનો અંગે તૈયારી કરવાનું, વિદ્યાપીઠના સેવકોનાં કુટુંબીજનોને મળતા રહેવાનું. વગેરે કામ તે તે હરતાં ફરતાં જ હોય છે. કોઈ વાર કોઈને ઠપકો આપવાને આવે ત્યારે તે આપ્યા બાદ બીજી જ ક્ષણે ઠપકામાત્ર બનેલી વ્યક્તિ તરફનું તેમનું વર્તન પ્રથમના જેટલું જ માયાળુ રહે છે. સામાની ભૂલ એવી હોય કે જેથી પોતાને ભારે નુકસાન સહન કરવું પડવાનું થતું હોય, તો પણ એક કેળવણીકારની અદાથી જ સામાને એટલા પૂરતું કહે છે કે, જેથી ભવિષ્યમાં તે વ્યક્તિ એવી ભૂલ કરતી અટકે. સામાની ભૂલથી થયેલા નુકસાનનો બેજ પોતે જ સહન કરી લે છે; પણ સામા ઉપર તે નાખતા નથી. કોઈ વાર, સામાને ઠપકો આપવામાં પિતાની ભૂલ હતી એમ તેમને લાગે, તે એ વસ્તુ કબૂલ કરવામાં પણ તે વિલંબ કરતા નથી. વિદ્યાપીઠ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી તથા બીજી નાની મોટી સંસ્થાઓ, મંડળ, ટ્રસ્ટ – જેમને વહીવટ શ્રી. મગનભાઈ સંભાળે છે, ત્યાં સૌને તેમની સાથે કામ કરતાં આવો જ અનુભવ થાય છે. વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિઓના અને સ્થાવર-જંગમ મિલકત અંગેના હિસાબે દર વર્ષે બહાર પાડવામાં આવે છે. તે હિસાબો ઉપરથી જોઈ શકાય છે કે, ૧૯૩૭માં શ્રી. મગનભાઈ દેસાઈએ સંસ્થાનું મહામાત્રપદ સ્વીકાર્યું, ત્યારે સંસ્થાના આવક-ખર્ચમાં બે પાસાં મુશ્કેલીથી સરખાં થઈ શકતાં હતાં – કરવામાં આવતાં હતાં વિદ્યાપીઠ ફાળો કે બીજી નવી આવક અટક્યા જેવી હતી; એટલે ચાલુ પ્રવૃત્તિઓ નભાવવાની મુશ્કેલી અનુભવાતી થઈ હતી. આ સંજોગોમાં તે ચાલુ પ્રવૃત્તિઓને વિકસાવવાનું કે નવી પ્રવૃત્તિઓ ઉપાડવાનું તે શક્ય દેખાતું જ નહોતું. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રી. મગનભાઈએ વિદ્યાપીઠનું તંત્ર ૧૯૪૭ સુધી ચલાવ્યું. ત્યાં સુધીમાં ચાલુ પ્રવૃત્તિઓ નભાવી અને કેટલીક નવી પણ શરૂ કરી. ૧૯૪૯ના માર્ચના અંતે સંસ્થાની સ્થાપનાથી તે દિવસ સુધીમાં, સંસ્થાનું કુલ ખર્ચ જતાં આવકને વધારે રૂ. ૫,૨૨,૨૨૦ હતો; તેની સામે રૂા. ૨,૮૫,૦૮૫ અમદાવાદ અને બેચાસણનાં મકાન ખાતે રોકાયા હતા, વિદ્યાપીઠ ગ્રંથાલયમાં રૂા. ૧,૩૫,૯૪૫ની રકમનાં પુસ્તક સંગ્રહાયાં હતાં જ્યારે ૨૦,૩૪૫ ની રકમ સરસામાન ખાતે રોકાયેલી હતી. આમ આવી મહાન સંસ્થાના ચાલુ વહીવટ માટે ફક્ત શી હજારની રકમ હાથ પર છૂટી Page #66 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠના મહામાત્ર રહેતી જેની સામે સંસ્થાને એક લાખ, ચાર હજાર રૂપિયાથી વધુ રકમની ઈયરમાર્ક ૨કમોના દેવાની જવાબદારી ઊભી હતી. ૧૯૪૯ પછી સંસ્થાની ચાલુ પ્રવૃત્તિઓને ઠીક ઠીક વેગ મળ્યો. ચાલુ પ્રવૃત્તિઓના વિકસવા ઉપરાંત નવી નવી પ્રવૃત્તિઓ ઉપાડવામાં આવી; પ્રવૃત્તિઓ ખાતેના ખર્ચની જોગવાઈ માટે આવકે વિચારવા લાગી, અને તે મળતી થઈ. આ સંસ્થાનું સંચાલન કરવામાં આવક-ખર્ચની વેપારી દૃષ્ટિ શ્રી. મગનભાઈએ કોઈ દિવસ રાખી નથી. સંસ્થાની જરૂરી પ્રવૃત્તિઓ ઊભી કરીને જ તેના ખર્ચને પહોંચી વળવાના ઉપાયે તેમણે વિચાર્યા છે. આવકના અભાવે પ્રવૃત્તિ પડતી મુકવાનું તેમણે વિચાર્યું નથી. આમ એક જાહેર સંસ્થાના સંચાલકે જેમ કરવું ઘટે, તેમ શ્રી. મગનભાઈએ કર્યું છે. આજે વિદ્યાપીઠનું વાર્ષિક અંદાજપત્ર પાંચ લાખ આસપાસના આવકખર્ચનું છે. સંસ્થાના જમીન, મકાનો ખાતે રોકાણ લગભગ તેર લાખની રકમનું છે; અને બીજાં બે લાખનાં મકાનનું બાંધકામ ચાલુ છે. ગ્રંથાલયમાં સંગ્રહાયેલા પુસ્તકની કિંમત અઢી લાખથી વધુ રકમની છે. વિદ્યાપીઠના પ્રકાશન ખાતે પાંચ લાખથી વધુ રકમનું રોકાણ રહે છે; અસબાબ ખાતે લાખેક રૂપિયા અંદાજે રોકાયેલા છે; જ્યારે સામે સંસ્થાનું ભંડળ સાડા ચૌદ લાખ લગભગનું છે. ઈયરમાર્ક રકમ અંગે તથા અનામત ફંડની મળી સવા તેર લાખ રૂપિયાની સંસ્થાની જવાબદારી ઊભી છે, જેની સામે સરેરાશ સાતેક લાખની રોકડ રકમ સિલકમાં રહ્યાં કરે છે. આમ વિદ્યાપીઠની દશકા પહેલાં નાણાકીય સ્થિતિ અધ્ધર જેવી હતી તે સધ્ધરતા શ્રી. મગનભાઈ દેસાઈના પ્રયાસથી વળી રહી છે. આમ કરવામાં સંસ્થાની ચાલુ પ્રવૃત્તિઓના અને નવી પ્રવૃત્તિઓના ખર્ચને પહોંચી વળવામાં શ્રી. મગનભાઈએ આર્થિક મુશ્કેલી અનુભવવા દીધી નથી તેમ જ આર્થિક મુશ્કેલીઓના કારણે કોઈ પ્રવૃત્તિ તેમણે પડતી મૂકી નથી. આમ શ્રી. મગનભાઈ એકલા કેળવણીકાર નહીં પણ સારા નાણાશાસ્ત્રી પણ છે, એમ કહેવું જોઈએ. ૧૦ પિતાનાં પ્રકાશને અંગે વિદ્યાપીઠ અમુક ચોક્કસ નીતિ નક્કી કરેલ છે. આ નીતિ અનુસાર પિતાની મુખ્ય પ્રવૃત્તિઓ પૈકીની આ એક પ્રવૃત્તિ સંસ્થા પહેલેથી કરતી રહી છે. વિદ્યાપીઠનું પ્રકાશન છેલ્લાં પંદર વર્ષ થયાં ઠીક ઠીક વિકસ્યું છે. શ્રી. મગનભાઈ અનેક કામમાં અને પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવા છતાં વિદ્યાપીઠની પ્રકાશન-પ્રવૃત્તિ વિકસાવવા તેમણે ઠીક ઠીક એ૦ – ૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૫૦ ફાળા અને સમય આપ્યાં છે. તેમનાં પેાતાનાં પણ ઘણાં પુસ્તકો પ્રકાશિત થયાં છે. તે જોવાથી જણાશે કે, કેળવણી, ઇતિહાસ, રાજકારણ, ધર્મકારણ, સમાજકારણ, આદિ વિવિધ વિષયામાં તેમણે પોતાની લેખિની ચલાવી છે. પત્રકારિત્વમાં પણ તેમની સેવા કંઈ ઓછી નથી. રિઝન છાપાં, નવલીવન માસિક વગેરેનું સંપાદન કરીને તે બાબતની તેમની શક્તિના આપણને પરિચય કરાવ્યા છે. છેલ્લી નડિયાદની ગુજરાતી સાહિત્ય પરિષદ વખતે પત્રકારિત્વ વિભાગના તેઓ પ્રમુખ નિમાયા હતા. વળી તેમનાં લખાણા ઉપરાંત અન્ય પ્રકાશનામાં તેમની પ્રસ્તાવનાઓ અને નિવેદના પણ તેમની સાહિત્યિક શક્તિની આપણને ઠીક ઠીક પિછાણ કરાવે છે. ૧૧ આ કંઈક લાંબું લખાણ પૂરું કરતાં પહેલાં શ્રી. મગનભાઈના વિશિષ્ટ વ્યક્તિત્વ અંગે મારા પર પડેલી છાપ વર્ણવું, તે તે અસ્થાને નહીં ગણાય. ધીર ગંભીર માણસાના રમૂજી સ્વભાવ કેવા મજાના હોય છે તે અંગે ગાંધીજીના અનેક દાખલા આપણને મળી શકે એમ છે. શ્રી. મગનભાઈ દેસાઈંને હાથે છ ગળી છે. કોઈ તેમને આ ખાડ બાબત કંઈ પૂછે છે, ત્યારે જવાબમાં તે જણાવે છે કે, 'મને છ આંગળી છે એટલે માણસને છ આંગળી છે એટલે માણસને છ આંગળીઓ કુદરતે આપેલી છે. એને અર્થ એ કે, જેને પાંચ આંગળી છે તે એક આંગળીની ખાડ – ખાટવાળા કહેવાવા જોઈએ.' વિદ્યાપીઠની જમીન ઉપર વસનારાં સૌની એક વડીલ તરીકે એ સંભાળ રાખે છે. વખતે વખત સૌની ખબર અંતર પૂછયા કરવાનું, માંદાઓને મળતા રહેવાનું, બાળકોને હેતભાવથી ખેલાવવા-કુદાવવાનું વગેરે એ બરાબર કરતા હોય છે. તે જ્યારે રસ્તા ઉપર થઈને જતા હાય, ત્યારે કુટુંબેાનાં બાળકો, ‘દાદા' ‘દાદા’ કહીને તેમને બાલાવતાં જ હોય અને તે પણ દરેકને તેના ઘટતા જવાબ આપતા હાય. નાનાં બાળકો એમને ખૂબ પ્રિય છે. બાળકો સાથે એએ મજાથી ખેલે છે, કૂદે છે. આ કારણે આ મહાન કેળવણીકારના ઘરમાં બાળકો વિનારોકટોક ઘૂસી જઈ શકે છે. શ્રી મગનભાઈ ગમે તેવા ગંભીર કામ કે વિચારમાં હોય તાપણ બાળકોને તે હેતથી બાલાવે છે, હસાવે છે, કુદાવે છે અને મેાજ કરાવે છે. અમુક અપવાદો સિવાય ગમે તેવા સંકટના સમયમાં તે કદી નિરાશ થયેલા જોવા મળતા નથી, કોઈ સંકટ કે આફત વખતે કુદરત અને પ્રભુમાં Page #68 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈના જીવનનાં વિવિધ પાસાએ શ્રદ્ધા રાખી પ્રકાશની એ રાહ જોતા હોય છે. એમના સ્વભાવનું આ લક્ષણ એમના મહાનુભાવ આત્માની આપણને ઝાંખી કરાવે છે. તેમના પરિચયમાં આવનારને જણાયા વગર નથી રહેતું કે, ધર્મ પ્રત્યેની ઉદાત્ત ભાવના, નિરભિમાનતા, સમાજસેવા અને કર્તવ્યનિષ્ઠા દ્વારા જીવન જીવવાની કળા તેમણે સિદ્ધ કરી છે. તેમની આ સિદ્ધિને લીધે જ તેમનું વિદ્યાપીઠનું સંચાલન શોભી રહ્યું છે અને પ્રતિષ્ઠા પામી રહ્યું છે. ગાંધીજીએ કહ્યું છે કે, “વિદ્યાપીઠ ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં ચાલે છે અને ભવિષ્યમાં ચાલવાની છે. વિદ્યાપીઠનાં રૂપાંતર થયાં છે અને થયાં કરશે.” ગાંધીજીની વિદ્યાપીઠ વિશેની આ આશા અને શ્રદ્ધા એ જ આજે શ્રી. મગનભાઈ દેસાઈની વિદ્યાપીઠ સંસ્થા અંગેની આશા અને શ્રદ્ધા છે. મગનભાઈ દેસાઈનું જીવન એ હવે તેમનું વ્યક્તિગત – વૈયક્તિક જીવન રહ્યું નથી; તેમનું જીવન એ સાર્વજનિક જાહેર મૂડી બની રહ્યું છે. અભિનંદન ગ્રંથમાંથી]. શાંતિલાલ જીવણલાલ ગાંધી મગનભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ મને બરાબર યાદ છે, કૃષ્ણપક્ષની એકાદશીની એ રાત્રી હતી. લગભગ સાડાનવ થવા આવ્યા હશે. હું અને મગનભાઈ, ઉનાળાની એ સાંજે મેડા ડુમસની ચોપાટી ઉપર આંટા મારવા નીકળેલા. ૪-૫ માઈલ ચાલ્યા પછી થાક ઉતારવા બાંકડા ઉપર બેઠા. આજુબાજુ ઘોર અંધારું હતું, બાંકડા બધા નિર્જન થઈ ગયા હતા. સામે દરિયો ઘૂઘવતે હતે. ડાબી બાજુએ દૂર દર ઉભરાટના વીજળીના દીવાઓ ટમટમતા હતા. જમણી બાજુ દીવાદાંડી ઝબૂકતી હતી. એ નીરવ શાંતિમાં અને એ અંધકારમાં મગનભાઈએ એકાએક પ્રશ્ન પૂછયો – “દાદા, તમે તે Physiology (શરીર-વિજ્ઞાન શાસ્ત્ર) ભણ્યા છો. મારે જાણવું છે કે, શરીરમાં Solar plexus કયાં આવ્યું? તેને બીજી Nervous System સાથે સંબંધ શું? તે કોને નિયંત્રિત કરે છે, અથવા તેને કોણ નિયંત્રિત કરે છે? Sympathetic system અને Internal Hormones નો સંબંધ શું? - અચાનક પુછાયેલા આવા પ્રશ્નોથી મને આશ્ચર્ય થયું. સામાન્ય રીતે, ફરતાં ફરતાં મગનભાઈ કંઈ કંઈ વાતે કરતા. આજે ફરતી વખતે શાંત Page #69 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક હતા, કંઈક વિચારમગ્ન પણ દેખાતા હતા. ત્યાં આ પ્રકારને પ્રશ્ન સાંભળી મેં સામેથી પૂછયું, “તમારે એનું શું કામ છે?” “મને એ શાસ્ત્રને રસ છે. મેં એને અભ્યાસ પણ કર્યો છે, પણ બરાબર સમજ પડી નથી. હું ચક્કસ માનું છું કે અસલના યોગીઓને આ નાડીઓનું સંપૂર્ણ જ્ઞાન હતું. સુષુમણા વગેરે નાડીનાં અને ચકોનાં બરાબર વર્ણન મેં વાંચ્યાં છે. હઠયોગીઓ એ નાડીઓ ઉપર પ્રભુત્વ ધરાવતા અને પ્રાણનું સંકલન કરતા. આજે જે જોવામાં આવે છે કે અમુક સાધુઓ પોતાનું હૃદય કે શ્વાસોચ્છવાસ થોડા વખત માટે અટકાવી શકે છે, અથવા થોડા દિવસ માટે આવતા દટાઈ રહે છે, તે એ હઠાવના જ પ્રકારો છે. મેં વાંચ્યું છે એટલું જ નહીં, મેં ઘણાં વર્ષો પહેલાં એવા યોગીઓ પણ જોવા છે અને એમની પાસે છેડો અનુભવ પણ મેળવ્યા છે. મારે એ વિષયમાં ઊંડા ઊતરવું છે. આજકાલ વખત નથી મળતું, પણ તેથી શું?” હું વિચારમાં પડયો. મગનભાઈની “હઠ... ફક્ત વિરોધીઓને નહીં, મિત્રોને પણ અકળાવતી. એમના એ સ્વભાવને અને હઠયોગીઓ સાથેના એમના રહવાસને કંઈ સંબંધ હશે ખરો? ઘણાં વર્ષ પહેલાં જયારે મેં પહેલવહેલું સાંભળ્યું કે મગનભાઈએ જીવનમાં “ગુરુ” કર્યા હતા, ત્યારે મને ખૂબ આશ્ચર્ય થયેલું. મગનભાઈ કે જે પોતાની તીક્ષ્ણ બુદ્ધિની મદદથી, સામાને માત કરવામાં જ માને, તે “ગ” આવ પણ નમતું જોખે ખરા? મગનભાઈ કે જેમની ખ્યાતિ, એ સાંભળે નહીં તો સ્વીકારે ક્યાંથી”ની હોય, તે “ફાર્ષિ નાં ત્યાં પ્રપન્ન”ની સ્થિતિમાં કલ્પી શકાય ખરા? છતાં એ હકીકત છે કે જેમ શ્રી. કિરલાલભાઈને ગુરુ હતા, તેમ મગનભાઈને પણ ગુરુ હતા અને એ ગુરુ કરવાનાં મીઠાં ફળ એમના મિત્રોને તો પૂરેપૂરાં જાણીતાં છે. મગનભાઈ ગુરુ કરી શકે છે – એ યાદ રાખી, જ્યારે એમની સાથે કામ લેવામાં આવે છે, ત્યારે એમને “આગ્રહી', 'જડ', “હઠીલો” સ્વભાવ પિકળ બની જ ઘણી વખત જોયો છે. મગનભાઈ એટલે ઘરના માણસ. એ આવવાના સાંભળી, કે આવે ત્યારે, ઘરના કોઈ ઊંચા-નીચા નહીં થાય. એમના જેવી પ્રખર તેજસ્વી વ્યક્તિ ઘરમાંનાં બધાં માણસ સાથે કેવી રીતે ટેવાઈ જઈ શકે છે, એ મારે માટે આજે પણ કોયડો છે. નાનાં બાળકો આગળ વાત કરીએ કે મગનભાઈ જિદ્દી સ્વભાવના માણસ છે, તે માટે જ નહીં. “આપણા Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૩ મગનભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ મગનભાઈ ! વિદ્યાપીઠવાળા મગનભાઈ! જિદ્દી સ્વભાવના?જાઓ જાઓ!!” અને મગનભાઈ આવે ત્યારે તેમને સીધો સવાલ પૂછે, “હું મગનભાઈ, તમે જિદ્દી છો ખરા?” અને આપણને શરમ લાગે કે, મગનભાઈ વિષે આવી વાત ઘરમાં ક્યાં કરી? નાનાં બાળકોને જુએ એટલે મગનભાઈ આકર્ષાય. એમને પોતાનાં કરી છોડે ત્યારે એમની વૃત્તિ સંતોષાય. બાળકો પણ એમના પ્રત્યે આકર્ષાય અને એમને પોતાની કક્ષાએ લાવી મૂકે ત્યારે રહે. આ પરસ્પર આકર્ષણ એ એમના પ્રત્યે આકર્ષાય અને એમને પિતાની કક્ષાએ લાવી મૂકે ત્યારે રહે. આ પરસ્પર આકર્ષણ એ એમના પ્રેમને આવિર્ભાવ નહીં તો બીજું શું? અને જે વ્યક્તિમાં આ નિર્વેર પ્રેમ હોય – નિર્વેર હાય નહીં તે નિર્દોષ બાળકો આકર્ષાય ખરાં? – તે વ્યક્તિ નિષ્ઠુર હોય કે થઈ શકે ખરી? સેનેટમાં કે કમિટીમાં કામ કરતા મગનભાઈ અને બાળકોના મગનભાઈ વચ્ચે શું સામ્ય છે, તે માનસશાસ્ત્રીઓને સોંપવા જેવો વિષય છે. મગનભાઈની વિચક્ષણતાને અનુભવ કરવો હોય તે વાતમાં મમર મૂકવો. રવિવારની સાંજ હોય, મિત્રો ભેગા થયા હોય, રેંટિયાનો અવાજ ગુજતે હોય. “ઉકાળાથી” સરભરા થતી હોય, અલકમલકની વાતો વહેતી હોય ત્યારે મગનભાઈને પૂછો કે, “મગનભાઈ, તમે તમારી જાતને “ગણિતને વિદ્યાર્થી' (I am a student of mathematics, મગનભાઈ ઘણી વખત યાદ દેવડાવે છે એટલે) – કહેવડાવવામાં ગૌરવ માને છે, તો જરા શંકરાચાર્યને અદ્દત-માયાવાદ ચાલુ જમાનાને અનુરૂપ દાખલા દૃષ્ટાંત આપી સાબિત કરી આપને?” મગનભાઈનું તત્ત્વજ્ઞાનનું જ્ઞાન ઊંડા પ્રકારનું છે. એની સાબિતી એમનાં પુસ્તકો – મુંડકોપનિષદ, માંડ્યોપનિષદ, “યોગ એટલે શું?” કેનેપનિષદ, સુખમની, જપજી, વગેરે છે. બીજા મિત્રોએ ચર્ચા ઉપાડી લીધી હોય એટલે એમને માટે અમુક પ્રકારની દલીલો બાકી રહી હોય, છતાં મગનભાઈ જો વચ્ચે પડી, તૃતીય વાત કરી, પિતાની વિલક્ષણતાને પરચો બતાવે નહીં, તે એ મગનભાઈ નહીં! “શંકરાચાર્યને માયાવાદ? શંકરાચાર્યને માયાવાદ એ જ માયા છે. હા, સાચું કહું છું, એમને માયાવાદ એ જ માયા છે.” અને એમ કહી, કંઈ કંઈ તર્ક-વિતર્ક સાથે એમની દલીલો ચાલતી રહે. એમની આ સામેથી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ એક ઝલક ઘા કરવાની વૃત્તિ, ખાનગી વાતચીતમાં તે ખૂબ રસપ્રદ અને આનંદજનક નીવડે, મારા જેવા માટે તેને સારી સરખી માહિતી-પૂર્ણ પણ બની રહે; પરંતુ કમિટી-કક્ષાએ કેટલી ઘાતક બની રહે છે અને સામેના પક્ષને કે ધંધવા કરી મૂકે છે એને પણ મને પરિચય છે. આવું પરિણામ લાવવાને પિતાને આશય હોતું નથી, એટલે પિતે તો એ વાત તરત ભૂલી જાય છે; પરંતુ સામાને થયેલ ચળવળાટ તે જલદી ભૂલી શકવાને નહીં એ વાત પણ તે ભૂલી જાય છે. “મગનભાઈ મિત્રો કરતાં વિરોધીઓ જલદી ઊભા કરી શકે છે” –નો એમની સામે આક્ષેપ, સંભવ છે કે, એમની આ વિસ્મૃતિને આભારી હોય અને નહીં કે કોઈ મૂળભૂત દેને. ૪. મગનભાઈને હું ઓળખતે નહતો ત્યારે હું પણ બીજાઓની માફક માનતે હતું કે, એ અનાવિલ હશે. જ્યારે જાણ્યું કે એ પાટીદાર છે અને તે પણ ખુદ નડિયાદના, ત્યારે તેમની બેલીએ કુતૂહલ ઉપજાવ્યું. નડિયાદના પાટીદાર હોવા છતાં એમના ઉચ્ચારમાં કે ભાષાના પ્રયોગમાં ચરોતરી અંશ કેમ નથી? એમના ઘરમાં તે પાકી ચરોતરી ભાષા બોલાય છે. લાંબા સમય સુધી, એમની બોલીમાં ચોતરી ઉચ્ચાર-પ્રયાગ શોધવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળતા સાંપડી. મગનભાઈ ચિડાય ત્યારે અંગ્રેજીમાં ફડફડાટ કરી મૂકે એની ખબર હતી; છતાં ચીડ કાઢતી વખતે પણ ચરોતરી-અંશ જોવામાં નહીં આવે એટલે નવાઈ લાગી. મેં પણ એક કાળે નાગરી-ગુજરાતીથી આકર્ષાઈ, સુરતી બેલી છોડવાનો પ્રયત્ન કરી જોયે હતે. પરંતુ ઘણા પ્રયત્નને અંતે હનો શ કરી શક્યો. પરંતુ સુરતી પ્રયોગે – અનાવિલ પ્રયોગો આજે પણ સહેલાઈથી સામે માણસ પારખી શકે છે. તે પછી મગનભાઈની શુદ્ધ બોલીને ભેદ છે? એક દિવસ આ વાતનો ખુલાસો એમણે જ કર્યો. છેક નાનપણથી, આજથી ૫૦-૫૦ વર્ષ પહેલાંથી, એમણે નિશ્ચય કર્યો કે શુદ્ધ ગુજરાતીમાં જ બોલવું અને એ નિશ્ચયને એ આજ સુધી ચીવટથી વળગી રહ્યા છે. આ જ કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં એમને કેવું સહન કરવું પડેલું, એ વળી એક બીજી રસિક હકીકત છે. એ વખતને એમને શુદ્ધ ઉચ્ચાર માટે આગ્રહ, કદાચ તે જમાનાના નડિયાદના નાગર-સાક્ષર-વૃંદને આભારી ; પરંતુ એમના આજના રાષ્ટ્રીય દષ્ટિએ કેળવેલા ગુજરાતીના આગ્રહનાં મૂળ એ બાળપણ જેટલાં ઊંડાં હોવાં જોઈએ. Page #72 -------------------------------------------------------------------------- ________________ મગનભાઈના જીવનનાં વિવિધ પાસાંઓ ૫૫ ૫ મગનભાઈના લેખનકાર્યની મને હંમેશાં અદેખાઈ આવે. એક આંખ નબળી એટલે બીજીને બચાવવા એ રાત્રે તો કામ કરે નહીં અને એ જ કારણે સવારે બહુ વહેલા પણ ઊઠે નહીં. તે પછી આટઆટલું લખે કયારે ? મગનભાઈ સાંજે વાળુ કરતા નથી, ફક્ત બપોરે જમે છે એ હું જાણતો હતો. એટલે સ્વાનુભવે મેં કલ્પી લીધેલું કે જમ્યા પછી તો મનન-ચિંતનભર્યા કામ એ કરતા જ નહીં હોય. જ્યારે મારી આ કલ્પના ખોટી પડી, ત્યારે એનું કારણ શોધવા પ્રયત્ન કર્યો. ઘણાને ખબર હશે કે મગનભાઈએ દાક્તરી વિષયોમાં પણ ચંચુપાત કર્યો છે. શરીર, આહાર, પાચનક્રિયા જેવા વિષયો પર એમણે કલમ ચલાવી છે. ખાવા બેસે ત્યારે અમુક ભાવે, અમુક નહીં ભાવેનાં બંધન નહીં, ગમે તે ખાઈ શકે, પાન અને સોપારી પણ ખાય; છતાં જમ્યા પછી તરત જ કામે વળગી શકે બારીકાઈથી નિરીક્ષણ કર્યું તો જોયું કે મગનભાઈ ખાવા માટે ખાય છે, રસાસ્વાદ માટે નહીં; અને એથી જ એ ગમે ત્યાં, ગમે તે ખાઈ લે છે. ઠંડું-ગરમ, તીખું-મીઠું, તળેલું-બાફેલું, ફળ-ફળાદિ ગમે તે ચાલે. પરંતુ એક વખત ખાઈ લીધું પછી કોઈની તાકાત નથી કે એમને વધારે જમાડી શકે. (Balanced Diet) “સમાહાર”ની દલીલ એમને સ્પર્શતી નથી. મને લાગ્યું કે રાક વિષેની એમની અનાસક્તિ, એમના મનબુદ્ધિને નિહાઁપ રાખતી હોવી જોઈએ એથી જ એ ગમે ત્યારે ગમે ત્યાં કામ કરી શકતા હોવા જોઈએ. મગનભાઈનું જીવન એક સાધકનું જીવન રહ્યું છે. એમને જે ઓળખે છે તે જાણે છે કે એમની સાધના કઈ દિવસ અટકવાની નથી. આખરે એ તપસ્વી જીવનમાં પરિણમે એ જ પ્રાર્થના. - “અભિનંદન ગ્રંથ'માંથી] છે. મણિભાઈ ડાહ્યાભાઈ દેસાઈ Page #73 -------------------------------------------------------------------------- ________________ અલિપ્ત ઉપાસક જુવાનિયો જો પિતાની કે ગુરુની શિખામણ છાનોમાને માની લે, તે એ જુવાનિ શાને કહેવાય ! ચડસાચડસી એના મનમાં જાગે જ. એ આજુબાજુ જોવાનો કે મને જ કડવા આદેશ કેમ અને બીજાને ગળ્યા આદેશ શા સારુ બાપુજીની સાથે વાદવિવાદ કરવાનું મારાથી ન બનતું. એમની વાત મનમાં આકરી લાગી ગઈ હોય તે મનમાં એ ઘેળાયા કરતી અને એના પ્રકાશમાં સમજાય એટલું સમજવાનો પ્રયાસ કર્યા કરતો. આ રીતે જે અનેક નવજુવાન આશ્રમવાસીઓના જીરનમાં હું જ્યારે ત્યારે ડોકિયું કર્યા કરતે, તેમાં હતા વિનોબાના નાના ભાઈ બાળકોબા, તત્ત્વચિંતક સુરેન્દ્રજી, મૌની કર્મવીર હોટેલાલજી જૈન, આકરા તપસ્વી ભણસાળીભાઈ. સ્વાધ્યાયમૂર્તિ ચંદ્રશંકર શુકલ, અને અલિપ્ત ઉપાસક મગનભાઈ દેસાઈ. આ બધા પ્રખર સાધકો હતા. ઉંમરમાં મારાથી બહુ મોટા ન હતા. એમાંના કોઈ બાળપણથી મારી પેઠે બાપુજી પાસે ઊછરેલા ન હતા. દરેકમાં પિતાનું આકર્ષક વ્યક્તિત્વ હતું અને તે સૌએ આપબળે કેળવેલું હતું. વખાણ થાય તે સ્થળે પડયાપાથર્યા ન રહેવું, એ જાતને જે કડવો ટડો બાપુજીએ મને પીવા આપેલ, તે દિશામાં આ બધા નવજવાનો ઠીક ઠીક આગળ વધેલા હતા એમ હું જોયા કરતો. તેમાંયે મગનભાઈ દેસાઈ પ્રત્યે મને વધારે અચરજ થતું કે તેમને પોતાની કિંમત બીજા પાસે અંકાવવાની કાંઈ પરવા જ નથી. કોઈ પોતાની મહેનત સામું જુએ છે કે નહીં, પિતાની ચતુરાઈ જોઈને કોઈ નોંધ લે છે કે નહીં, અથવા પિતાની સાધનાને કયાંય આંક મુકાય છે કે નહીં – એ વિચારવાનીય એમને પડી ન હતી એમ હું જાતે. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં વારંવાર વિશેષ-સફાઈને સમૂહશ્રમ ગોઠવાતે. વિદ્યાર્થીઓને ને શિક્ષકો મળીને અઢી-ત્રણ કલાક સુધી તનતોડ મહેનત કરતા. આવા પ્રસંગે કામ પૂરું થયાને દાંટ વાગે ત્યારે સૌ ખભે પિોતિયું નાખી સાબરમતીમાં નાહવાને ચાલતા થાય એ સ્વાભાવિક હતું. મગનભાઈ દેસાઈની Page #74 -------------------------------------------------------------------------- ________________ અલિપ્ત ઉપાસક વિશેષતા પર મારું પહેલું ધ્યાન આવા એક બે પ્રસંગે ગયું. બધા જ કામ પૂરું કરીને ચાલ્યા ગયા અને કોઈ કોઈ તે નાહીને પાછા આવ્યા ત્યારે પણ મગનભાઈને મેં હાથમાં સાવરણ લઈ ઝીણી નજરે બાકી રહી ગયેલો કચરો સાફ કરી નાખીને આખું આંગણું ને રસ્તો સાથે આના સ્વચ્છ કરવાની મહેનત એકલા એકલા મૂંગે મૂંગે કરતા જોયા. હજુ એ અમારી શાળાના નવા જ શિક્ષક હતા. છતાં આવી ચીવટ જોઈને મને થયું કે આપણી શાળાના શિક્ષકમાં આ નામ કાઢશે. બીજે એક પ્રસંગે સમૂડ-શ્રમથી નળિયાં કે ઇંટો નવા મકાન માટે એક સ્થળેથી બીજે સ્થળે પહોંચાડવાનાં હતાં. ઉત્સાહથી બધાએ કામ કર્યું તે સાથે વાતચીત અને બેલચાલ પણ થોડી થાય જ. વચ્ચે વચ્ચે કેટલાક ઓછોવત્તો ઉત્સાહ પણ બતાવે. પરંતુ મગનભાઈ ખરેખર શૂન્યવત્ બની બધાની વચ્ચે આ વખત કામ કરતા રહ્યા. કેઈની સાથે હરીફાઈ નહીં, દોડાદોડ પણ નહીં અને જરાક જેટલું આળસ પણ નહીં. અમારે આશ્રમમાં એવું ખરું કે કામ કરવામાં ઘણાયે મહારથીઓ પાર વિનાનું કામ કરે. પણ પછી બાપુજી પાસે, મગનકાકા પાસે, કાકાસાહેબ પાસે અથવા વિદ્યાથીઓ વચ્ચે એક બે વાર કહી નાખે કે, હું તો થાક્યો, કેટલું કામ ઉકેલી નાખ્યું.” અથવા “કામ કંઈ થોડું નથી ઉકેલ્યું પણ થાક નથી લાગે છે!' કલાકો સુધી કામ કર્યા છતાં મગનભાઈને આવા ઉદ્ગાર કાઢતાં મેં નથી સાંભળ્યા. શરૂ શરૂમાં મેં માની લીધેલું કે મગનભાઈ કામગરા તે બહુ છે પણ એમનો સ્વભાવ લુ છે. રસિકતા જેવું એમનામાં કશું નથી. કામ વખતે કામ અને બાકી ચોપડીઓ વાંચવી એટલું જ તેઓ જાણે. પણ એક દિવસ મેં આખે જોયું તે માનતાં મને વાર લાગી. આશ્રમના છાત્રાલયની ઉપરની ઓરડીમાંથી મધુરું સંગીત રેલાઈ રહ્યું હતું. ધ્યાન દઈને સાંભળતાં જણાવ્યું કે દિલરુબા ઉપર મીઠું મીઠું ગીત ગવાઈ રહ્યું છે. ઓરડી પાસે જઈને જોઉં છું તો મગનભાઈ દેસાઈ ઠીક ઠીક શીખેલા હોય તેમ પિતાના નાજુક કંઠ વડે “દેખો સખી, શોભા સલૂણા થામની” ગાઈ રહ્યા હતા અને દિલરુબા પર હળવે હાથે ગજ ફરી રહ્યો હતો. તે દિવસે હું સમજ્યો કે મગનભાઈ કોરા નથી. પોતાની કામની ક્ષણો નાહકની વેડફાઈ ન જાય એટલા પૂરતા જ તેઓ રમતગમત વગેરેથી દૂર રહે છે. ઘડિયાળને કાંટે પ્રત્યેક કામ કરવું Page #75 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક એ એમની સાધના છે. ગાવાનું પણ નક્કી કરેલી વીસ પચીસ મિનિટ બહાર નહીં.. પરંતુ મને મગનભાઈના વ્યકિતત્વમાં સૌથી વધારે રસ પડવા માંડ્યો એ જોઈને કે તેઓ ખૂબ જ ઊંડા વિચારક છે અને સાવ નિર્ભય આલેચક છે. બાપુજી પ્રાર્થનામાં ભાષણ આપે તે પછી કોઈક ને કોઈક મુદ્દા પર ચર્ચા કરતી નાની મંડળ અડધા પોણા કલાક સુધી આશ્રમની સડક પર ફરવા નીકળે અથવા નદીકાંઠે વાત કરતી બેસે, આ વાત સિદ્ધાંતની છણાવટની હોય અથવા આશ્રમની નાની મોટી ઘટના વિષેયે હોય. પ્રાર્થનામાં બાપુજીને કેટલાક જણ સીધો સવાલ પૂછતા તેમ મગનભાઈ કદી ન પૂછતા; પણ પ્રાર્થના પછી પિતાની ટીકા એક બે વાક્યમાં કોઈની સાથે વાત કરતાં બતાવી દેતા. અને આમાં ઘણી વાર એમના વિચાર, ચાલતી આવેલી ઘરેડથી જુદા જ મેં સાંભળેલા. ભણસાળીભાઈએ એક વાર આત્મશુદ્ધિ માટે ત્રીસ દિવસના ઉપવાસ કરેલા. એના ઉપર ચર્ચા કરતાં મગનભાઈ બોલ્યા, “ઠીક છે, ભણસાળીભાઈને ઉપવાસ જરૂરના જણાતા હશે. ખરી વાત એ છે કે બલવાન ઇંદ્રિય ગ્રામને અંકુશમાં લાવવા માટે ભૂખ્યા રહી શરીરને ઢીલું કરવાની સાધકને જરૂર રહે. પણ મારા તમારા જેવાને સવારનો નાસ્તો એક વાર છૌડી દેવાથી જ ભણસાળીભાઈના લાંબા ઉપવાસે જેટલી ઢીલાશ શરીરમાં આવી જાય. એટલે એમ ન કહેવાય કે ઉપવાસ કર્યો આત્મશુદ્ધિ થઈ જવાની છે!” મને મગનભાઈના આ ઉદૂવાર સાંભળીને થયું કે, આ માણસ ચાલુ વિચારના પ્રવાહમાં તણાય એવા નથી. ભણસાળીભાઈનાં વખાણ આશ્રમમાં ચારેખૂણે ચાલી રહ્યાં છે, તેને પ્રભાવ એમના મન પર મુદ્દલ નથી. નવી જ વાત એ કરે છે, એક વાર પ્રાર્થના પછી એક મંડળી ખેરાકની ચર્ચા કરતી ઊભી હતી. બ્રહ્મચર્યને માટે ફળને ખોરાક સાર એ બાપુજીની વાત પર સમર્થન ચાલતું હતું. કેરીની મોસમ છે એટલે અન્ન ઘટાડી એ લેવા બાબત કોઈએ કહ્યું, તે સાંભળી મગનભાઈ દેસાઈ બેલ્યા કે, “ખરું પૂછો તો બ્રહ્મચારીએ દિવસ આખામાં એક કેરીથી વધુ ન લેવી જોઈએ. કેરી તે દૂધનેય આંટે એવી હોય છે!” મગનભાઈની સ્વતંત્ર વિચારશક્તિ પ્રત્યે મને મનમાં માન થયું તે સાથે મનમાં એમ પણ મેં વિચાર્યું કે બુદ્ધિવૈભવ એમની પાસે બહુ હોવાથી તેઓ Page #76 -------------------------------------------------------------------------- ________________ અલિપ્ત ઉપાસક ૫૯ પિતાને જ સર્વશ્રેષ્ઠ માનતા જણાય છે. બાપુજી પાસે પણ વાત કરવા નથી જતા, પિતાના કામની ગણતરી કરાવવાની પરવા નથી રાખતા, એ બધું એમનામાં રહેલી મંગી આપવડાઈને કારણે હશે. જયારે ભણસાળીભાઈ જેવાના ઉપવાસનેય તેમણે ઝાઝું મહત્વ ન આપ્યું, ત્યારે મારી એ શંકા વધી ગઈ. પણ કેટલીક વખત ગયા પછી એક દિવસ મેં મગનભાઈને કિશોરલાલભાઈનાં વખાણ કરતા સાંભળ્યા, ત્યારે મને ભારે આશ્ચર્ય થયું. સડક ઉપર ફરતાં ફરતાં બેચાર જણની સાથે વાતો કરતાં મગનભાઈ કહેતા હતા કે, “કિશોરલાલભાઈ આપણા ગુજરાતના જ નહીં આપણા આખા દેશના મોટા માણસ ગણાય. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તો તેમણે હજાર વરસની પ્રગતિનું કામ કર્યું છે. શ્રીમતુ શંકરાચાર્યે આપણા તત્વજ્ઞાનનું મંદિર ઊભું કરી તાળું વાચ્યું હતું, તે કિશોરલાલભાઈએ આટલે વર્ષે ખાલી નાખી આગળ વધવાનું મુક્ત ચિતન રજૂ કર્યું છે. કિરલાલભાઈ નિષ્ઠાવાન વ્યક્તિ છે એટલે એમણે પોતાનું લખાણ આગ્રહપૂર્વક ગુજરાતીમાં જ લખ્યું છે; પણ જો એ લખાણ અંગ્રેજીમાં લખ્યું હોત, તે આજે વિશ્વ-સાહિત્યમાં એમની ગણના થાત.” મગનભાઈ સમા પોતાને શ્રેષ્ઠ માનનારા, કિશોરલાલભાઈની પ્રત્યે આટલી બધી પ્રદ્ધા રાખે છે, એ સાંભળી હું મનમાં ને મનમાં ગદ્ગદ બની ગયો; અને મને થયું કે, હું કિરલાલભાઈને ચરણે બેસી એમની પાસે ભણું છું તે પણ એમની મહાનતા નથી જાણતે, એટલી આ ચતુર વ્યક્તિ જાણે છે. આટલું છતાં મારે કહેવું જોઈએ કે આઝામમાં બાપુ પાસે રહેનારા જે અનેક જાની અને તપસ્વીઓને હું ઓળખી ન શક્યો, અને જેમના સંપર્કને લાભ લેવાનું હું ચૂક્યો, એમાંના એક મગનભાઈ દેસાઈ પણ છે. બાપુજી માગે છે તેવી અનહંકારી વૃત્તિથી તેઓ રહે છે, સંયમ, સાધના, કર્મ અને સ્વાધ્યાય તેઓ કોઈને બતાવવા માટે નથી કરતા, અને કોઈના લાડકા થવાનાં હફી નથી મારતા, એ બધું એમની પાસેથી શીખવા જેવું છે એમ એમના ઘનિષ્ઠ સંપર્કમાં આવ્યા વિના હું વિચાર્યા કરતે. મીઠાસત્યાગ્રહ અને તે પછીની ચળવળ ઊપડતાં આશ્રમ અને વિદ્યાપીઠમાં એટલા પલટા આવ્યા કે એકબીજાની ભાળ એકબીજાને ઓછી જ રહી. પણ ૧૯૩૫માં પ્રાની અંદર કોંગ્રેસ સરકાર સ્થપાતાં વિદ્યાપીઠનું ફરી ઉદૂઘાટન થયું ત્યારે મગનભાઈ દેસાઈનું નામ વિદ્યાપીઠના સૂત્રધાર Page #77 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક 3. તરીકે આગળ આવતાં અનેક સાથીઓની જેમ હુંયે આશાભરી દૃષ્ટિએ જોવા લાગ્યા. આ પછીના ઇતિહાસમાં હું વધારે નહીં જાઉં. અહીં એક વાત ખાસ કહેવા જેવી લાગે છે તે જણાવું. બાપુજી પાતાના જીવનમાં મેટાં મેટા ક્રાંતિકારી પગલાં ભરતા, તેની પાછળ કોઈક કોઈક વિશેષ વ્યક્તિનું નિમિત્ત એમની સામે આવતું. કાંતનારીને જીવનવેતન મળવું જ જોઈએ. ખાદી ભલે મેઘી થતી, એ સિદ્ધાંત અમલમાં આણવાનું નિમિત્ત વિનેાબા બન્યા હતા. ૧૯૩૩માં વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનું નિમિત્ત વાલજીભાઈ બનેલા. કોચરબ આશ્રમમાં હરિજનને પ્રવેશ આપી એની દીકરીને ગેાદ લેવાનું નિમિત્તા ઠક્કરબાપા બનેલા; અને અમદાવાદમાં મિલમજૂરોની હડતાલ સંગઠિત કરવાનું નિમિત્ત અનસૂયાબહેન બનેલાં. એ રીતે મારું માનવું છે કે, દેશ આગળ બાપુજીએ 'નઈ તાલીમ'નું જે ક્રાંતિકારી માળખું રજૂ કર્યું, એના નિમિત્ત મગનભાઈ દેસાઈ ગણાય. નઈ તાલીમ નું સંગઠન ઊભું થયું, એની વ્યાખ્યાઓ થઈ, એ પહેલાં અનેક વર્ષોથી બાપુજી એ દિશામાં પેાતાના ઘરનાં તથા આશ્રમનાં બાળકોને કેળવી રહ્યા હતા. પણ સ્વરાજ્યનું પ્રભાત ઊગતાં રાષ્ટ્રીય શિક્ષણને પાયાગત નવી રીતે શરૂ કરવાનું ચિંતન વિદ્યાપીઠના બીજી વારના ઉદ્ઘાટન સાથે મગનભાઈ દેસાઈએ શરૂ કર્યું, અને ઍની પાછળ સતત મંડી રહ્યા, તેને પ્રતાપે બાપુજીએ એમની બાંય ઝાલી અને તેમાંથી વર્ષાયજનાના જન્મ થયા. પોતાના સતત અધ્યવસાય અને અશુદ્ધ ચારિત્ર્ય ધડે બાપુજીને પંથે મગનભાઈ દેસાઈએ વધુ ને વધુ વેગે રથ ખેડયો. શિક્ષણસંસ્થા અને અઠવાડિક તથા માસિક પત્રો ચલાવ્યાં અને આજે શિક્ષણના કામનો ઊંચામાં ઊંચી જવાબદારી સંભાળી રહ્યા છે. એ જોઈને એમના અનેક મૂક સાીઓની જેમ હુંયે મનમાં ઘણા આનંદ અને ઉલ્લાસ અનુભવું છું અને ભગવાને એમને ૬૦ વરસ પૂરાં કરવાની તક આપી, તેમ ૧૦૦ વરસ પણ પૂરાં કરવાની તક એમને મળે; તથા બાપુના શૂન્યવત્ થઈ શકનારા સૈનિકોની જેમ અહિંસક સમાજરચના કરવામાં એમને ફાળા અમર તપે, એવી પ્રાર્થના ઈશ્વરને કરું છું. • અભિનંદન ગ્રંથ'માંથી ] પ્રભુદાસ ગાંધી Page #78 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહાશ્રમની શાળામાં શ્રી. મગનભાઈની પહેલવહેલી મારી ઓળખાણ ગુજરાત મહાવિદ્યાલયના સંગીતમંદિરમાં થયેલી. તેઓ દિલરબા શીખવા આવે અને હું કંઠય સંગીત ભણવા જાઉં. કેટલીક વાર તેઓ દિલરુબા સાથે ગાવા પણ માંડે અને હું પછી તેમની જોડે નરઘાં વગાડવા માંડું. તે પરથી શ્રી. મગનભાઈની સંગીતની પ્રગતિ વિશે મારે ઊંચો ખ્યાલ ન થયો, પણ તેમને સંગીત વિષેને પ્રેમ જોઈને હું મુગ્ધ થયો તેઓ મહાવિદ્યાલયમાં ગણિતના અનુસ્નાતક તરીકે આવેલા, તેમ છતાં તેઓ વાદ્યસંગીત શીખવા જેટલો સંગીતને પ્રેમ ધરાવે છે, તે જોઈને તેમના પ્રત્યે મારા મનમાં માન ઊપજયું. ૧૯૨૪ના અરસામાં તેઓ આશ્રમની શાળામાં જોડાયા. શ્રી. કાકાસાહેબ તે વખતે આચાર્ય હતા અને શિક્ષકોમાં પં. ખરે, છગનલાલ જોષી, હરિહરભાઈ ભટ્ટ, ચંદ્રશંકર શુકલ, ગેપાળરાવ કુલકર્ણી, રમણીકલાલ મોદી અને ઠાકોરભાઈ દેસાઈ હતા. હું શાળામાં ૧૯૨૫માં આવ્યો. શ્રી. મગનભાઈ ૧૯૨૫માં ગૃહપતિ નિમાયા, તે છેવટ સુધી એટલે ૧૯૨૯માં શ્રી. કાકાસાહેબ તેમને વિદ્યાપીઠમાં લઈ ગયેલા ત્યાં સુધી. શાળામાં તેઓ ખાસ કરીને ગણિત, ગુજરાતી અને અંગ્રેજી શિખવાડતા. શિક્ષક તરીકે તેઓ યશસ્વી હતા. પણ ગૃહપતિ તરીકે તેમની કામગીરી મને આશ્ચર્યકારક લાગી છે. છાત્રાલયના છોકરા વિનયી પણ સ્વતંત્ર મિજાજના હતા. મગનભાઈ તેમની જોડે તેમાંના એક થઈને રહેતા, તેથી તેમને કોઈ દિવસ કામમાં મુશ્કેલી આવતી નહીં. બધાની ઉત્તમ કાળજી રાખે, અભ્યાસમાં મદદ કરે, તેમને સુવાડીને સૂએ અને મળસકે ચાર વાગ્યે ફાનસ લઈને બધાને જગાડે પણ ખરા. એક છોકરો તેફાની અને હઠીલો હતે. માબાપને એકને એક કરે હોવાથી માને લાડીલો હતો. તેના પિતા હઠાગ્રહી અને આશ્રમના વ્રતપાલનમાં અતિશય ચુસ્ત હતા. તેમને દીકરો એક વાર કંઈક જઠું બોલેલે. તે પરથી પિતાશ્રીએ તેને ગળામાં “હું જૂઠું બેલો છું એવું પાટિયું ટીંગાડીને Page #79 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આશ્રમમાં ઘેર ઘેર ફેરવેલો! આવી આવી વર્તણૂકથી છોકરો ઉદ્ધત થયો હતો અને ઘરમાં કેઈને ગાંઠતો ન હતો. મગનભાઈની અસર તળે તે ઝપાટાભેર સુધરવા લાગ્યો અને તેમને એક પ્રિય વિદ્યાર્થી થઈ પડયો. ગાંધીજીને એક પત્ર સ્વ૦ રસિક હોશિયાર, ઉદ્યોગી, પણ જબરો મશ્કરો અને તેની હતે. સ્વ૦ જયંતી પારેખ, જે સાબરમતી જેલમાં ગોળીબારનો ભોગ બન્યો હત, તે મનને અતિશય હળવો, સહેજમાં ઉશ્કેરાઈ જનારો અને સ્વતંત્ર વૃત્તિનો હતે. બીજે એક વિદ્યાથી માબાપવિહોણો હતો અને તેથી તેનું મન સહેજ દબાયેલું રહેતું અને તેની લાગણી ખૂબ આળી હતી. પણ તે અતિશય સુસ્વભાવી હતી. આ બધા વિદ્યાર્થીઓ મગનભાઈના સહવાસમાં આવ્યા અને સ્વાભાવિક જીવન ગાળતા થયા. તે અરસામાં આશ્રમમાં ઘણા મોટા મોટા કાળા સાપ નીકળતા; તે પકડવા છોકરાઓ લાકડી લઈને દેડી જતા. તેમની સાથે મગનભાઈ પણ જતા અને તેમને સક્રિય મદદ કરતા. છોકરાઓ તેમની જોડે કેટલી મોકળાશથી રહેતા, તેને એક જ દાખલો આપું. એક રાત્રે ૮–૯ની વચ્ચે બે છોકરાઓ પિોલીસને વેશ લઈને તેમના ફળિયામાં ઘૂસ્યા અને તેમનાં પત્ની સૌ. ડાબહેનને અર્ધી અંગ્રેજી અને અધ હિંદીમાં મગનભાઈ વિષે પૂછપરછ કરવા લાગ્યા. સ્વ૦ રાવજીભાઈ અને હું પાસેના જ ઘરમાં રહેતા હતા. અમે પણ ઘેર ન હતા. તેથી ફળિયાની બધી જ બહેનો એકઠી થઈ અને ગભરાઈ પણ ખરી. પાંચ દસ મિનિટના નાટક પછી છોકરાઓએ સાહેબના ટોપ માથા પરથી ઉતાર્યા અને ખૂબ હસાહસ થઈ! તે અરસામાં મગનભાઈ નિયમિત આસનો અને ધ્યાન કરતા. પાતંજલ યિોગદર્શનને અભ્યાસ તેમણે આશ્રમમાં જ સંસ્કૃત અને અંગ્રેજી ટીકાગ્રંથની મદદથી પૂરો કર્યો હતો. વચ્ચે કેટલાક દિવસ તે અને હું સવારે સાબરમતી જેલ સુધી દેડવા જતા. તેમાં હંમેશાં તે મારી આગળ રહેતા. | ' શ્રી. મગનભાઈએ ગૃહપતિ તરીકે પોતાની શક્તિને પરિચય આપ્યા પછી સ્વાભાવિક રીતે આશ્રમના મુરબ્બી મંડળમાં તેમની પ્રતિષ્ઠા વધવા માંડી. તે અરસામાં શ્રી. છગનભાઈ જોષી આશ્રમના વ્યવસ્થાપક હતા. તેઓ તે ઘણી વાર અને ખાસ કરીને ચાર વાગ્યાની પ્રાર્થના પછી આશ્રમના કામ અંગેની ચર્ચા કશ્તા તેમની પાસે આવતા. આશ્રમની પ્રાર્થનાને વ્યવસ્થિત રૂપ આપવાને માટે એક પ્રાર્થનાકમિટી અને ગોશાળાના કામને માટે ગોશાળાકમિટી નીમવામાં આવી હતી. બંનેમાં મગનભાઈ હતા. Page #80 -------------------------------------------------------------------------- ________________ મહિલાશ્રમમેં મગનભાઈ બાપુજી પહેલેથી જ કહેતા હતા કે આશ્રમની નિશાળના શિક્ષકે માત્ર કેળવણીનું જ કામ હાથમાં લઈને બેસે તે બરાબર નથી. આશ્રમની બીજી પ્રવૃત્તિઓમાં પણ તેમણે ભાગ લેવો જોઈએ. એટલે વિદ્યાર્થીઓને સાથે લઈને ખેતરમાં કામ કરવાની શરૂઆત કરવામાં આવેલી. ૧૯૨૮માં ગુજરાતમાં અતિવૃષ્ટિ થઈ અને ઠેરઠેર મકાને પડયાં, અસંખ્ય ઢોર મરી ગયો અને ખેતીને પારાવાર નુકસાન થયું. બાપુજીએ અમારી નિશાળ બંધ કરાવી અને અમે બધા શિક્ષકો અને મોટા વિદ્યાર્થીઓ સંકટનિવારણના કામમાં અનેક કેન્દ્રોમાં વહેંચાઈ ગયા. શરૂઆતમાં મગનભાઈ સાથે હું ખેડા જિલ્લામાં ગયો. કાદવ ખૂંદીને ગામડાંઓમાં જવું પડતું, અને ત્યાં અમે ખેડૂતોને અનાજ અને કપડાં માટે ચિઠ્ઠી લખી આપતા, જે બતાવીને તેમને નક્કી કરેલા કેન્દ્રમાંથી બન્ને વસ્તુઓ મળી જતી. ત્યાં પણ અમે અમારાં યોગાસને શરૂશરૂમાં નિયમિત કરતા! આ કામ ૫-૭ મહિના ચાલ્યું शे. 'मसिनहन 'माथा] और राम सोमण महिलाश्रममें मगनभाई श्री. मगनभाईके साथ मेरा परिचय जब सन् १९३१ में सावरमती आश्रममें आया तमीसे है। लेकिन जब वे वर्धामें महिमाश्रमके आचार्य बनकर गये तब यह परिचय और बढ़ा । श्री. मगनभाई १९३५ में वर्धा पहुंचे। उन दिनों बापूजी मगनवाडीमें रहते थे और शामकी प्रार्थना महिलाश्रममें करने जाते थे । महिलाश्रम श्री. शान्ताबहन रानीवालाके निमित्तसे आरम्भ हुआ । उनके पिताजीको उनके मानसिक संतोषके लिए कुछ रकम निकालकर बहनोकी सेवाका क्षेत्र शान्ताबहनके लिए तैयार करना था। पूज्य जमनालालजीने इसको अपना कुशल कंधा लगाया, और यह संस्था आरंभ हुई । . पहले वहाँ पूज्य विनोबाजीका आश्रम चलता था । विनोबाजी तो ठहरे वैरागी। इसलिए उनको यह भार अधिक लगा। वे अपना डेरा-डंडा उठाकर नालवाड़ी ग्राममें ले गये । और बहनोंको उनके मार्गदर्शनका जो सहारा था वह भी टूट गया । संस्थाकी स्थिति बड़ी डांवाडोल हो गई । आखिर प्रश्न बापूजीके पास पहुंचना ही था । बापूजीने पू. किशोरलालभाई और पू. महादेवभाईके साथ सलाह करके श्री. मगनभाईको गुजरातसे Page #81 -------------------------------------------------------------------------- ________________ એક એલક ૪ बुलाकर महिलाश्रमका काम सौंपनेका निश्चय किया । और श्री मगनभाईने उसे मंजूर भी किया । इसके अनुसार आश्रमकी बहनोंका सोरा भार उनको सौंपा गया । मगनभाई तो कुशल सेवक और व्यवस्थापक ठहरे | इसलिए उन्होंने थोड़े ही दिनों में आश्रमकी व्यवस्था और बहनोंकी शिक्षा आदिका काम ठीकसे जमा दिया । बापूजी तो उनकी मददके लिए थे ही । मगनभाई बीच बीच में बापूजी की सलाह-सूचना लेने मगनवाड़ी और बादमें सेवाग्राम आया करते थे । मगनभाईने अपनी कार्य1- कुशलता और स्नेहपूर्ण व्यवहारसे बहनोंको पूरा संतोष दिया । और संस्थाका कार्यक्रम इस प्रकार बनाया कि सारी व्यवस्था आजतक सही मार्ग पर चल रही है । मगनभाई बापूजीके उन रिज़र्व सिपाहियोंमें से रहे, जिन्हें जरूरत पड़ने पर किसी भी मोर्चे पर विश्वास के साथ भेजा जा सकता था । महिलाश्रम हिन्दुस्तान में अपने ढंगकी एक ही संस्था है । वहाँ पर बहनें आश्रम - जीवन के साथ शिक्षण ग्रहण करती हैं और ग्रामोद्योगोंका भी पूरा अभ्यास करती हैं । सबसे बड़ी बात तो यह हैं कि बहनोंके कामके लिए न तो वहाँ रसोईया है, न भंगी । रसोईसे लेकर भंगीकाम तक सब कार्य बहनें अपने आप ही कर लेती हैं। एसी संस्थाको श्री. मगनभाईकी मदद मिलना सोनेमें सुगंध जैसा सिद्ध हुआ । १९३६ के बाद उन्हें गुजरात में आना पड़ा । इससे आश्रमको उनका अभाव तो महसूस हुआ, लेकिन उनकी व्यवस्था चालू रहनेसे महिलाश्रमके काममें कोई विघ्न नहीं पड़ा । उनकी इस सेवाके लिए महिलाश्रम सदा उनका आभारी रहेगा । श्री. मगनभाईके साथ फिर तो मेरा इतना घनिष्ठ सम्बन्ध बंधा कि जब मैं अहमदाबाद आता हूँ तब उन्हींके घरमें अपना अधिकार समझकर ठहराता हूँ | श्री. मगनभाई तथा श्री. डाहीबहनका आतिथ्य और प्रेमभाव अद्भुत है । अपने ऐसे कार्यकुशल सेवकका गुजरात सम्मान कर रहा है, यह बडे आनन्दकी बात है । मेरी हार्दिक शुभ कामनायें हमेशा उनके साथ हैं । भगवान से प्रार्थना है कि वे दीर्घायु हों तथा अधिक तत्परता और कुशलता से जनता जनार्दनकी सेवा करने और तपश्चर्या द्वारा उसके लिए बल प्राप्त करनेमें समर्थ हों । ' अभिनंदन ग्रंथ ' से ] बलवन्तसिंह Page #82 -------------------------------------------------------------------------- ________________ નજીકથી રળિયામણો ડુંગર , અમારા પ્રત્યેની તેમની આત્મીયતા : અમારી બધી જ ચિંતા તેમને. અમારી છોકરી નાના હતા ત્યારે તેમને કેવી રીતે ઉછેરવાં તેની તેમને ચિતા; તે માંદાંતાજાં થાય ત્યારે તેમના શા ઉપચાર કરવા તેની તેમને ચિતા; ભણવા જેવાં થયાં ત્યારે તેમને શું અને કેવી રીતે ભણાવવું તેની તેમને ચિંતા; તેઓ રિસાય કે કંઈ હઠ પકડે તે એમને મનાવવાની અને સમજાવવાની તેમને ચિંતા; પરણવા જેવાં થયાં ત્યારે વખતસર તેમને પરણાવવાની તેમને ચિતા; અમને કંઈ વિમાસણ આવે, વિદન આવે, મુશ્કેલી આવે તેમાંથી માર્ગ કાઢવાની તેમને ચિતા. ટૂંકમાં અમારા ગામની તેમ જ શ્રેયની બધી જ તેમને ચિંતા. અમે સૌ બધી જ બાબતમાં તેમની સલાહસૂચના લઈએ; પણ નવાઈની વાત તે એ કે, તેમની સલાહસૂચના માન્ય કે અમાન્ય રાખવામાં આવે એ બધું જ તેમને મન સરખું! બધી સલાહસૂચના આપે અને પછી થેરસ તથા ૬ જેવી સર્વથા નિરાગ્રહી વૃત્તિ રાખે! તેમની સલાહ સ્વીકારો તે રાજી અને ન સ્વીકારે તે એટલા જ રાજી. અને પ્રસંગ આવ્ય માગી કે વણમાગી સલાહ આપવાને સદાય તત્પર! આવું અનુપમ, આવું નિષ્કામ તેમનું વાત્સલ્ય ! ઉચ્ચ કેટિના સાધક હોવા છતાં, વાત્સલ્યના અખૂટ જાહનવીજળથી પિતાની કઠોર સાધનાને તેમણે અતિશય આદ્ર કરી મૂકી છે. એમને વિષે શું લખીએ? અથવા જે લખીએ તે ઓછું છે. બીજી પણ એક, એથી વધારે નહીં તે એટલી જ મોટી મુશ્કેલી છે. દૂરથી રળિયામણા ડુંગરનું વર્ણન કરાતું સાંભળ્યું અને જાણ્યું છે; એને શિરતે, રાડ પડી ચૂકેલો છે. પણ આ તે નજીકથી રળિયામણું, અતિશય મનહર ડુંગર રહ્યો; એને શી રીતે વર્ણવીએ? થાય છે કે, એના અનુપમ સૌંદર્યનું પાન કરીને જ તૃપ્ત થઈએ. સ્વભાવની સરળતા અને મીઠાશને કારણે મગનભાઈ આબાલવૃદ્ધ આશ્રમવાસીઓમાં ખૂબ જ પ્રીતિપાત્ર થઈ પડયા હતા, પરંતુ એ વખતે S એ૦ – ૫ Page #83 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તેમણે સૌથી વધુ પ્રીતિ તે આશ્રમની રાષ્ટ્રીય શાળાના વિદ્યાર્થીઓની પ્રાપ્ત કરી હતી. એ શાળાના નાના મોટા સૌ વિદ્યાર્થીઓ તેમના પર ખુશ હતા. તેમણે તેમનામાં કંઈક એવો વિશ્વાસ પેદા કર્યો હતો કે, તેમની આગળ તે નિર્ભયપણે અને નિખાલસતાપૂર્વક પોતાનું દિલ ખેલતા, પિતાની મૂંઝવણો તથા મુશ્કેલીઓ પ્રગટ કરતા, અને પોતાના દેને તથા પોતાની બદીને પણ એકરાર કરતા. મને ખ્યાલ છે ત્યાં સુધી, મગનભાઈ આશ્રમશાળાના વ્યવસ્થાપક આગળ વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ રજૂ કરતા અને તેમનું નિવારણ કરાવવા માટે તેમની સાથે તેમને ઠીક ઠીક ઝઘડતા પણ ખસ, તેમની શીખવવાની કુનેહ અને કુશળતા પર વિદ્યાર્થીએ મુગ્ધ હતા. આ બધાને કારણે આશ્રમની શાળાના વિદ્યાર્થીઓના તેઓ ભેર બન્યા હતા અને તેમને અખૂટ વિશ્વાસ તથા પ્રેમ તેમણે સંપાદન કર્યો હતો. એ પૈકીના કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ તેમને પોતાના ગુરુજન અને આખજન ગણે છે તથા કૃતજ્ઞતાપૂર્વક તેમને સદા યાદ કરે છે, એ હું જાણું છું. વધુના મહિલાશ્રમને સુવ્યવસ્થિત કરી, તેને પાકા પાયા પર ચડાવીને ૧૯૩૦ના અરસામાં તેઓ પાછા અમદાવાદ આવ્યા. હવે તેમને ગુજરાત વિદ્યાપીઠનું સુકાન સોંપવામાં આવ્યું. વચગાળામાં આઝાદીની લડત દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠ પણ સરકારના કેપનો ભોગ બની હતી એટલે તેની સઘળી પ્રવૃત્તિઓ લગભગ બંધ પડી ગઈ હતી. આથી મગનભાઈએ વિદ્યાપીઠનું કામ હાથમાં લીધું ત્યારે તેમને લગભગ શૂન્યમાંથી શરૂઆત કરવી પડી હતી એમ કહીએ તો ખોટું નથી. તેમણે પ્રથમ જોડણીકેશનું અને પુસ્તક-પ્રકાશનનું કામ હાથમાં લીધું. તેમની દોરવણી અને પ્રેરણાને લઈને વિદ્યાપીઠની પ્રવૃત્તિ ઉત્તરોત્તર ફાલતીફિલતી અને પ્રગતિ કરતી રહી છે. આજે વિદ્યાપીઠની એકવી શૈક્ષણિક પ્રવૃત્તિની જ વાત કરીએ, તો ત્યાં આગળ પ્રાથમિકથી માંડીને ઉચ્ચ કેળવણી સુધીની સઘળી કક્ષાની કેળવણીને પ્રબંધ થયો છે. એ ઉપરાંત ત્યાં રાષ્ટ્રઘડતરની જે બીજી અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ ચાલી રહી છે, તેને કેવળ ઉલ્લેખ કરીને જ સંતોષ માનવો રહ્યો. આ બધુ ઘણે અંશે તેમની અનન્ય ધ્યેયનિષ્ઠા, કર્તવ્યપરાયણતા, દીર્ધદષ્ટિ અને કાર્યદક્ષતાને આભારી છે. વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, અધ્યાપકે, શિશકે, ખેડૂતે, વણકર, પટાવાળાઓ તથા તેમનાં કુટુંબોને તેમના આ બહેળા પરિવારમાં સમાવેશ થાય છે. એ સૌનાં બાળકોના મગનભાઈ “દાદા’ અને એ દાદા પણ એવા Page #84 -------------------------------------------------------------------------- ________________ નજીકથી રળિયામણા ડુંગર કે, તેઓ જતા-આવતા હોય ત્યારે ધૂળમાં રગદોળાયેલું ગંદુ બાળક દાદા દાદા કરતું તેમની આગળ દોડી આવે, તે તરત જ તેઓ તેને ઊંચકી લે અને વહાલથી રમાડે. મારા જેવા જોનારને થાય કે, આવા ગંદા બાળકને મગનભાઈ કેવી રીતે ઊંચકી લઈ શકતા હશે! પણ મગનભાઈની વાત્સલ્યપૂર્ણ આંખે તેનું ગંદાપણું નહીં પણ તેનું બાળકપણું જ નિહાળતી હોય એટલે બીજું થાય જ શું. ૧૯૪૨ની સાલમાં મને તેમની ખૂબ જ નજીક આવવાનું સદભાગ્ય સાંપડયું. એ ખરેખર વિરલ સદ્ભાગ્ય હતું, કેમ કે, એ ડુંગરની થી શોભા મેં ત્યારે નિહાળી. “હિંદ છોડો'ની લડતને કારણે અમને લગભગ એકસામટા જ પકડવામાં આવ્યા હતા. સાથે ભાઈ પરીક્ષિતલાલ પણ હતા આ રીતે અમારે ત્રણેને લગભગ દોઢ વરસ જેટલા સમય સુધી નાસિક જેલમા એકસાથે એક જ બૅરેકમાં રહેવાનું થયું. અમારી ત્રણેની પથારી પાસે પાસે જ હતી. નાસિક જેલમાં પહોંચતાંની સાથે જ અમારી સુખસગવડ, ખાતરધરદાસ અને સંભાળનું કામ અમને પૂછયા-કર્યા વિના કે અમારી ઇચ્છા-અનિચ્છા જાણ્યા વિના જ તેમણે ઉપાડી લીધું; અને લગભગ દોઢ વરસ બાદ અમે છુટા પડયા ત્યાં સુધી અતિશય પ્રમ, મમતા અને કાળજીથી એકધારી રીતે એ તેઓ કરતા રહ્યા. - સવારમાં ઊઠીએ ત્યારથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી તેઓ અમારી બધી જ સંભાળ રાખે અને અમારી સઘળી પ્રવૃત્તિ પર ધ્યાન રાખે પોતે તે ઘણુંખરું વહેલા જ ઊઠે. પણ સવાર થવા આવે એટલે અમારી સંભાળનો તેમનો કાર્યક્રમ શરૂ થાય. મારે ઊઠવાને વખત થાય એટલે પોકારે, “મણિભાઈ ઊઠો; કાંતવામાં મંડી પડતાં નાહવાનો વખત વીતી જાય તો કહે, “મણિભાઈ નાહવા જાઓ, હવે વીશી આવવાનો વખત થવા આવ્યો છે. ભોજન કર્યા પછી તરત રેટિ લઉ તે કહે, “જરા સૂઈ જાઓ પછી કાંતો'; સાંજે મોડે સુધી અનુવાદનું કામ કરું તો કહે, 'મણિભાઈ હવે એ બંધ કરો અને બહાર જઈને ખુલ્લામાં ડું ફરો'; રાત્રે મોડે સુધી વાંચું તો કહે, “હવે ચોપડી છોડે અને સૂઈ જાઓ.” વગેરે. ભાઈ પરીક્ષિતલાલ જેલમાં તેમને મળેલી નવરાશને લાભ લઈને, કાંતવા ઉપરાંત બધે વખત ગાંધી-સાહિત્ય વાંચવામાં આપતા. તે વારંવાર Page #85 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક કહેતા, 'અંગ્રેજ સરકારનું ભલું થજો કે તેણે મને જેલમાં મોકલ્યા, નહીં તા બાપુનું આ બધું સાહિત્ય હું કયારે વાંચત?' અને વાંચવાના એ લાભમાં બપારે તેઓ જરા પણ આરામ લેવા ન માગે, જમીપરવારીને પાછા ચેાપડી હાથમાં લઈને બેસી જાય. મગનભાઈ તરત જ તેમને ટોકે, ‘પરીક્ષિતલાલ, હવે જરા ખમી જા.' પણ પરીક્ષિતલાલ ખમે શાના? માંડ પાંચદશ મિનિટ થાય ત્યાં પાછા ઊઠી પડે અને પાછા વાંચવા લાગે. અને એ પાંચદશ મિનિટ દરમ્યાન પણ એક બે વાર માથું ઊંચકે કે, ઊઠતાં માડું તે! નથી થયું? " પણ મગનભાઈના વાત્સલ્યને ખરો અનુભવ તો અમને દરરોજ જમતી વખતે થતા. ત્યાંના બધા અટકાયતી કેદીઓ હતા એટલે ઇચ્છે તેમને જાતે પેાતાની રસેાઈ કરી લેવાની પણ તેમને છૂટ હતી. વળી, બહારથી ફળફળાદિ કે બીજી ખાવાની વસ્તુઓ મંગાવવાની પણ તેમને છૂટ હતી. અમે તે જેલને રસાડેથી આવતા ખેરાક જ લેતા પણ નાસિકમાં ફળો ખૂબ મળે અને સોંઘાં મળે એટલે દ્રાક્ષ, કેરી, કેળાં વગેરે ઋતુનાં ફળા અમે મંગાવતા હતા. રસાડેથી ભેાજન આવે એટલે અમે ત્રણે સાથે જમવા બેસીએ. મગનભાઈ જ અમને પીરસે અને આગ્રહ કરીને ખવડાવે. બહારથી મંગાવેલાં ફળા તેઓ જાતે જ ધાઈને સાફ કરે અને પછી અમને વહેંચી આપે. પેાતે તે એમાંથી સ્વલ્પ જ લે. બહારથી અવારનવાર કોઈ તેમના પર લાડુ, મગજ વગેરે ખાવાનું મેાકલે તેના ઘરાક પણ હું જ. પેાતે કે પરીક્ષિતલાલ એ ભાગ્યે જ ખાય એટલે તે મારે ભાગે જ આવે, અને તે પહોંચે ત્યાં સુધી દરરોજ સવારે મને તે ખાવાની યાદ આપે. એ વખતે જેલમાં નાસ્તા માટે સૌને સીંગદાણા તથા ગાળ આપવામાં આવતા. પેાતે તથા પરીક્ષિતલાલ તો બે વારના ભાજન સિવાય ખાય જ નહીં. પણ મારા નાસ્તા માટે મગનભાઈ એ દાણા સાફ કરીને સગડી પર ધીમે તાપે શેકે અને ગાળ નાખી તેની ચીકી બનાવે. આ નિષ્કામ કર્મ હમેશ પૂરા રસ અને કાળજીથી કરતા. અભિનંદન ગ્રંથ'માંથી ] તે ણિભાઈ ભગવાનજી દેસાઈ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈનું આશ્રમી જીવન ૧ સત્યાગ્રહ આશ્રમમાં રહેનારાં વિવાહિત કુટુંબો બ્રહ્મવ્રત પાળતાં હતાં. પણ આશ્રમમાં ચાલતી રાષ્ટ્રીય થાળાના શિક્ષકો તો બ્રહ્મચર્યવ્રતના આદર્શમાં માનનારા – તે માટે મથનારા – કાર્યકર્તા હતા, અધ્યાપક મંડળમાં શ્રી, મગનભાઈએ જોડાઈને એક નવી ભાત પાડી હતી. આશ્રમમાં જોડાયા પહેલાં મગનભાઈએ પેાતાના વડીલ કાશીકાકાને તથા તેમની દ્રારા રતલામ પાસે આવેલ ખાચરાદમાં રહેતા એક આધ્યાત્મિક મહાત્માને પોતાના ગુરુ યા માર્ગદર્શક તરીકે સ્વીકાર્યા હતા. મગનભાઈ અને મારું કુટુંબ એક ચાલમાં આજુબાજુની ઓરડીમાં રહેતું. એટલે તે વખતની તેમની રહેણીકરણીનેા, જીવનપદ્ધતિના પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ રીતે ખ્યાલ મને સહેજે મળ્યા હતા. મગનભાઈ નાનપણમાં પરણ્યા હતા; પણ જ્યાં સુધી આશ્રમની શાળામાં જેડાયા નહાતા, ત્યાં સુધી પેાતાનાં પત્ની શ્રી. ડાહીબહેનને તેડાવ્યાં નહોતાં. આશ્રમમાં એકાદ વરસ તેઓ એકલા જ રહ્યા હતા. સવારમાં જ્યારે તેમને મળા, ત્યારે ઉત્તર હિંદુસ્તાનના સંત-મહંતે ની માફક માથું કાન ને ગરદને વિંટેલા મોટો ટુવાલ અવશ્ય જોવા મળે જ, સવારની ચાર વાગ્યાની આશ્રમની પ્રાર્થનામાં તે પૂ. બાપુજી આશ્રમમાં હોય તો પણ ભાગ્યે જ આવતા, કારણ કે, સામાન્ય રીતે પ્રાત:કાલમાં ને મોડી રાતના તે આસનબદ્ધ થઈ ધ્યાનમાં લીન થઈ જવું વધારે પસંદ કરતા હતા. તેમના ઓરડામાં ‘નેતી ધાતી' કરવાનાં લાંબાં દાતણ તથા ચમરી મેં જેર્યાં હતાં. આશ્રમના નિયમો તથા વ્રતાની કેટલીક વાર અંગત મિત્રો સાથે તેઓ ખુલ્લા દિલથી આકરી ટીકા કરતા. અને વખતે વખતે આશ્રામવ્રતના અક્ષરને પકડી રાખનારના ઉપલકિયા કામની કે તેમના બાહ્ય આચારની “આશ્રામવેડા” કહીને હાંસી ઉડાવતા. Fe Page #87 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તેમ છતાં આશ્રમનાં મહાવ્રતના પાલનમાં મારા જેવા નવા જોડાનાર આશ્રમીએ કરતાં તેઓ કયાંક ઊંચે ચડી ગયા હતા. અધ્યાપક મંડળમાં સૌથી ઓછો પગાર માસિક ચાલીસ રૂપિયા મગનભાઈ લેતા હતા. પણ અપરિગ્રહની મીમાંસાની ઘરેડમાં તેઓ કદી નહોતા પડતા. મગનભાઈ મોટા કેળવણીકાર ને સાક્ષર છે. પણ તેમનાં પત્ની ડાહીબહેન આશ્રમમાં આવ્યાં ત્યારે સાવ અભણ હતાં. એક, બગડો ય કક્કો ડાહીબહેન આશ્રમમાં આવ્યા પછી થોડું ઘણું શીખ્યાં હતાં. મગનભાઈને તે જુવાનીના જમાનામાં ડાહીબહેન સાથે વાર્તાવિવેદ કરતા અમે કદી જોયા નહોતા. મગનભાઈ બ્રહ્મચર્યવ્રત-પાલનના કટ્ટર આગ્રહી હતા. સામાન્ય રસોડામાં જમવાને મગનભાઈને ઉમળકો નાતે આવતે; છતાં મસાલાવાળા શાક કઢી કે દાળભાતના મગનભાઈ રસિયા નહોતા. દહાડાના દહાડા સુધી મગનભાઈ દૂધ રોટી ને પાકાં ટમેટા પર આનંદપૂર્વક રહેતા હતા. વ્રતનું પારાયણ તેઓ કરતા નહી પણ આશ્રમ-વનું આચરણ તેમને સ્વાભાવિક થઈ પડયું હતું. અગર કહે, આશ્રમનાં વૃતે માટેનું સાહજિક વલણ હોવાથી જ મગનભાઈએ ઍલિફન્સ્ટન કૉલેજની ફર્સ્ટ કલાસ કારકિદીને તિલાંજલિ આપી, અસહકારને અપનાવ્યો હતે. આશ્રમની રાષ્ટ્રીય શાળામાં તે વખતે ભણતરની ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓ ગણ્યાગાંઠયા હતા; પણ એકલા ને અટૂલા રહેવા ટેવાયેલા મગનભાઈ પાસે નાના નાના વિદ્યાથી સવારસાંજ ઘેરાયેલા હું જોતો હતો. કારણ કે અમે ટેરાંઓ તો અધ્યાપકે ને વિદ્યાથીઓએ આશ્રામજીવન કેમ ગાળવું તેની નીતિ-સ્મૃતિઓ ઘડતા; પણ તેને અમલ મગનભાઈ હેસિપૂર્વક શિસ્તબદ્ધ કરતા હતા. આશ્રમ કે શાળાના ચોગાનની મહાસફાઈ કરવાની હોય, પાયખાનાં શાસ્ત્રીય રીતે સાફ કરવાનાં હેય, મેટા પુસ્તકાલયનાં પુસ્તકે વ્યવસ્થિત ને કમબદ્ધ ગોઠવવાનાં હોય, રાષ્ટ્રીય ઉત્સવ ઉજવવા માટે વિદ્યાર્થીઓને સંવાદ છે નાટમાં તૈયાર કરવાના હોય, ચાર-છારાના ત્રાસમાંથી બચવા મધરાતે ચકી કરવા નીકળવાનું હોય, કે છોકરાઓમાં વ્યાયામ હવનન ખાખોની Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈનું આથમી જીવન રમતમાં રસ પેદા કરવા હાય, વિદ્યાર્થીઓનાં લખાણ શુદ્ધ અને શૃંખલાબદ્ધ થાય તે માટે મધપૂડો' જેવા માસિકનું સંપાદન કરવાનું હાય, અગર આશ્રમની નાનીમેાટી પ્રવૃત્તિઓના પરિચય બધાને રહે તે માટે નિયમિત સાપ્તાહિક આફ્રામ સમાચાર સમાચાર ” જેવું હસ્તલિખિત પત્ર પ્રસિદ્ધ કરવાનું હાય, તા એને કળશ માટે ભાગે મગનભાઈ પર જ ચડતો. 99 46 મગનભાઈ સામાન્ય રીતે પ્રથમ દર્શને કોઈ પણ નવી જવાબદારી સ્વીકારવાની ઘસીને ના પાડતા હોય છે. કારણ કે, જે કાંઈ નાનકડું કામ પણ તેમણે સ્વીકાર્યું હાય તેને સરસ રીતે કેમ પાર પાડવું તેની હરદમ ચિંતા તે સેવતા હોય છે. જેમ મગનભાઈના અક્ષર માતીના દાણા જેવા સુઘડ, આંખે ઊડીને આવે તેવા આકર્ષક છે, તેમ તેમનું દરેક કામ ખોડખાંપણ વિનાનું ચેાક્કસ હોય છે. યોગઃ ર્મસુ જૌરામ્ એમ તેઓ બોલતા નથી, પણ મૈં તો અનુભવ્યું છે કે, જે કાંઈ કામ મગનભાઈ હાથમાં લે છે તે સુવર્ણમય બની જાય છે. ૧૧ શરૂઆતમાં મગનભાઈ પોતાની પત્ની સાથે એકાંતમાં મળતા કરતા નહીં તેમ જ મેાટી બહેનેાના ગીતા કે પ્રાર્થનાના વર્ગો ચલાવવા તૈયાર થતા નહીં. પરંતુ પછી બહેનેાના વર્ગો પણ લેવાનું તેમણે શરૂ કર્યું. બહેનેાને સર્વાંગીણ કેળવણી આપવામાં મગનભાઈનું કામ એટલું બધું વખાણાવા લાગ્યું કે, સ્વ૦ જમનાલાલજીએ વર્ષામાં કન્યા આશ્રમ, મહિલા વિદ્યાલયની શરૂઆત કરી, ત્યારે મગનભાઈની કન્યા-વિદ્યાલયના આચાર્ય તરીકે માગણી પૂ બાપુજી પાસે કરી હતી. મગનભાઈએ વર્ષા જઈ એ વિદ્યાલયનું કામ એવું ગાઠવી આપ્યું કે, આજે વધુ મહિલા વિદ્યાલય હિંદુસ્તાનમાં બહેને માટે એક નમૂનેદાર સંસ્થા બની છે. ડાહીબહેન અભણ હોવા છતાં કોઈના સુખી ગૃહસ્થાશ્રમ આજે કોઈને જેવા હાય, તા ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલરને ઘેર એક દિવસ મહેમાન તરીકે રહી જોવા મારી ભલામણ છે. મગનભાઈ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ-ચાન્સેલર નિમાયા છી તેમણે પોતાનું મૂળ મકાન ગૂજરાત વિદ્યાપીઠનું છેાડયું નથી, તેમાં તેમન સંયમ ને સાદાઈ પ્રત્યેને આગ્રહ તા દેખાઈ આવે છે; પણ તે કરતાંરે વધારે તા ડાહીબહેનનું સાદું શુદ્ધ સંયમી ખડતલ સરળ નિર્દોષ જીવન કારણભૂત લાગે છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ એક ઝલક - ડાહીબા મગનભાઈને જોડણીકોશ'ના પ્ર સુધારવામાં, ‘નવજીવન’ની ને લખવામાં, કૉલેજ કે વિનય મંદિર કે અધ્યાપન મંદિરના અભ્યાસક્રમ નક્કી કરવામાં સહધર્મચારિણીને છાજે તેવી સહાય કરી શકતી નથી, પણ મગનભાઈના ઘરમાં શાંતિ, સુઘડતા, વ્યવસ્થા, પ્રસન્નતા પ્રવર્તી રહેલાં દેખાય છે, તેનું કારણ ડાહીબાની ચોકસાઈ ને સ્વચ્છતા માટે અતિ આગ્રહ ને બીજા માટે ઘસાઈ છૂટવાની વૃત્તિ તથા પ્રેમાળ સ્વભાવ જ છે. મગનભાઈ ઘરમાં નેકર રાખવા ટેવાયેલા નથી. તેમનાં ખાદીનાં કપડાં બગલાની પાંખ જેવાં – બરફ જેવાં સ્વચ્છ રહે છે. ઘરનું રાચરચીલું, ઠામ-વાસણ ચકમકાટ કરતાં હોય છે. ખૂણાખાંચરામાં કચરો કે જળાં દેખાતાં નથી. દરેક ચીજ પિતપતાને વ્યવસ્થિત સ્થાને ગોઠવાયેલી હોય છે. અને સાદું પણ સ્વાદિષ્ટ ભેજન કાળજીથી ભાવપૂર્વક થાળીમાં પીરસાય છે, ડાહીબાની તેવી મહેનમાનગત માણવી એ એક જીવનનું સાચું લહાણું છે. પતિ પત્ની વચ્ચેના વ્યવહારમાં જાતીય સુખની લાલસા નીકળી ગયા પછી સાચા જીવનસાથી તરીકે રહેવામાં કે સ્વર્ગીય આનંદ મળે છે, તે મગનભાઈના કુટુંબ-જીવનમાં જોવા મળે છે. - ડાહીબાની જગ્યાએ યુનિવર્સિટીની કોઈ ગ્રેજ્યુએટ બહેન હેત, તે મગનભાઈ આજના કરતાં વધારે શત કે સુખી બન્યા હોત, તે હું કલ્પી શકતો નથી. આને સુયશ મગનભાઈના પ્રેમાળ સ્વભાવને કે ડાહીબાના પુરુષાર્થને મળવો જોઈએ, તે નક્કી થઈ શકતું નથી. મગનભાઈથી હું પાંચ વરસ મટે છું. છતાં મારાં પની ને બાળકોનાં જીવનને સમૃદ્ધ બનાવવામાં મોટા ભાઈ તરીકે તે મારા કરતાં વધારે રસ લેતા હોવાથી હું તે તેમનો અંગત રીતે મોટો અહેસાનમંદ છું. પણ મારી જ વાત શું કરું? સ્વ૦ રાવજીભાઈ નાથાભાઈ પટેલ, બોચાસણવાળા શ્રી. શિવાભાઈ ગોકળભાઈ પટેલ, પુરાતત્વવાળા ગોપાળદાસ જીવાભાઈ કે ગાંધી સ્મારકનિધિના સેવક શ્રી. દેશપાંડે વગેરે રચનાત્મક કાર્યકર્તાઓને મગનભાઈ સાથે રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું છે. તેમની સાથે ઘરના મોટાભાઈ યા કાકાની માફક કુટુંબનું શ્રેય સાધવામાં મગનભાઈ કારણભૂત બન્યા છે. Me છેલ્લાં દસ વરસમાં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયના બોચાર્ય' તરીકે કેટલાંય યુવાનો અને યુવતીઓને તેમણે તાલીમ આપી તૈયાર કર્યા છે. તે બધાં એ બાબતમાં સાખ પૂરશે. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈનું આશ્ચમી જીવન પણ સત્યાગ્રહાશ્રમ રાષ્ટ્રીય શાળામાં અધ્યાપક ને આચાર્ય હતા તે સમય દરમિયાન કાકાસાહેબ કાલેલકરના બે પુત્રો સતીશ ને બાલ કાલેલકર, ગાંધીજીના પૌત્ર કાતિ ગાંધી, કે શ્રી. વાલજીભાઈ દેસાઈના ભત્રીજા રસિક, શ્રી લક્ષ્મીદાસ આસરના પુત્ર પૃથ્વીરાજ કે નેપાલથી આવેલ ત્યાગી બહાદુર ગુરખા કુટુંબના મહાવીર, શ્રી. રાવજીભાઈને નાનકડો ભાઈ બળભદ્ર ને છેવટે મારો પુત્ર ચિ. ધીરુ – આશ્રમના સંસ્મરણોની જયારે જ્યારે વાત કરે છે, ત્યારે મગનભાઈને યાદ કર્યા વિના રહેતા નથી. આજે દેશ કે પરદેશમાં ઉપરનાં બાળકો પોતપોતાના ક્ષેત્રમાં એટલે કે ભારતના એલચી તરીકે, મોટા કુશળ ઇજનેર, ડોકટર, વકીલ, વેપારી તરીકે જીવનમાં સફળ થયા છે. તેમના જીવનઘડતરમાં મોટો ભાગ મગનભાઈએ ભજવ્યો છે, એમ તેઓ સહર્ષ કબૂલ કરે છે. મગનભાઈ સાથે ૧૯૨૨ થી ૧૯૩૨ સુધી સગા ભાઈની જેમ સાથે રહીને દસ વરસ મેં ગાળ્યાં છે. યરવડા જેલમાં કૅમ્પમાં ફાટેલા તંબુમાં કાંકરા પર ધાબળો પાથરીને તાંસળાનું એસીકું કરી, જુવારના રોટલા ને ભાજી ખાઈ મહિનાઓ સાથે ગાળ્યા છે; આ યરવડા મંદિરમાં ગીતાપાઠ સાથે કર્યા છે. જીવનના કોયડા કુશળ કાર્યકર્તાએ કેવી રીતે ઉકેલવા જોઈએ, તે તેમની સાથેના માત્ર સહવાસથી હું શીખ્યો છું. સ્વપમેં નિધનું શ્રેયઃ વઘ મચાવઃ એ ગીતારીખને જીવનમાં ઉતારવા મગનભાઈ જીવનભર મધ્યા છે. શિક્ષણના કામ સિવાયનું મેહક કામ મવડી તરીકે ઉઠાવવા ઘણીયે વાર મગનભાઈને આગ્રહપૂર્વક કહેવામાં આવ્યું છે. પણ મગનભાઈએ પોતાના જીવનની મર્યાદા ને જીવનનું ધ્યેય પ્રથમથી જ નક્કી કરી રાખેલ હોવાથી, સાથીઓને માઠું લગાડીને પણ અધ્યયન-અધ્યાપન સિવાયના કામના મોહમાં તે પડ્યા નથી. શિક્ષણકાર્ય મગનભાઈનો વ્યવસાય કે ધંધો નથી, પણ તેમને મન જીવન-સાધના માટે મહાતપ છે. અને આ અખંડ તપ તેમણે છેલાં આડત્રીસ વરસ સુધી સાબરમતીને કાંઠે રહી આદર્યું છે. મગનભાઈનો પુરુષાર્થ ને કટ્ટર આગ્રહ ન હોત, તે ગૂજરાત વિદ્યાપીઠ આજે બહુ બહુ તો, બિહાર વિદ્યાપીઠનું ખાદી ગ્રામોદ્યોગ મહાવિદ્યાલયમાં પર્યવસાન થયું છે તેમ, જંગમ વિદ્યાપીઠ બન્યા બાદ બહુ બહુ તો થોડીક રચનાત્મક પ્રવૃત્તિઓનું સ્મારક બન્યું હોત. મગનભાઈ આશ્રમના સમર્શ કેળવણીકારો ને ખુદ પૂ. બાપુજી સામે એકલે હાથે ઝઝુમ્યા તેને લીધે જ ગૂજરાત વિદ્યાપીઠ આજે પ્રાથમિક કેળવણીથી ઉચ્ચ કેળવણી લેવાના ધામ તરીકે ટકી રહ્યું છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ એક હક આજની ગુજરાત વિદ્યાપીઠ સાચે જ મગનભાઈની જ કૃતિ કહી શકાય. મગનભાઈના પષ્ટિ-મહોત્સવ પ્રસંગે મગનભાઈને દીર્ધાયુ ચાહીએ. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં તાલીમ પામી બહાર પડતા યુવકે ભારતના નવઘડતરમાં વધારે ને વધારે ફાળો આપે, એમ અંતરની પ્રાર્થના કરું છું. ડાહીબહેનની છાયામાં બહેનનાં છાત્રાલયમાં રહી મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયમાં જે કેટલીક બહેને તાલીમ લઈ રહેલ છે, તે બહેને મોટી સંખ્યામાં આ વિદ્યાલયને લાભ લઈ, જનસેવા કરતાં કરતાં સાચા ગુહિણી કેમ થવાય તે ડાહીબાને મહામુલા આચાર, ગુજરાતમાં ફેલાવવામાં ફળીભૂત થાય, એ વિદ્યાપીઠના જુના સેવક તરીકે મારા અંતરની અભિલાષા છે, “અભિનંદન ગ્રંથમાંથી] - છગનલાલ ન. જોષી તેને માટે મારા સદાય આશીર્વાદ છે - વ્યાયામ અને કવાયત વ્યાયામની સાયકતા ઘણા વિદ્યાર્થીઓ એમ માને છે કે શરીર માટે કંઈક પ્રયત્ન કરે ઉચિત નથી, પણ શરીરને વાતે વ્યાયામ બહુ આવશ્યક છે. જે વિદ્યાથી પાસે શરીરસંપત્તિ નથી તે શું કરી શકવાનો છે? દૂધને કાગળના વાસણમાં રાખ્યું રાખી શકાતું નથી તેમ શિક્ષણરૂપી દૂધ વિદ્યાર્થીઓના કાગળ જેવા શરીરમાંથી નીકળી જવાને સંભવ રહે છે. શરીર આત્માનું નિવાસસ્થાન હોવાથી તીર્થક્ષેત્ર જેવું પવિત્ર છે. તેની રક્ષા કરવી જોઈએ. વહેલી સવારમાં દોઢ કલાક અને સાંજના દોઢ કલાક નિયમસર અને ઉત્સાહપૂર્વક સ્વચ્છ હવામાં ફરવાથી તાકાત વધે છે અને મન પ્રસન્ન રહે છે, અને તેમ કરવામાં ગાળે સમય બરબાદ જતો નથી. આવા વ્યાયામથી વિદ્યાર્થીની બુદ્ધિ તીવ્ર થશે અને બધી વાત શીદાતાથી યાદ કરી શકો. (ગાં. અ. ૧૪:૬). કસરત એટલે શારીરિક અને માનસિક કામ માણસ જાતને જેટલી જરૂર હવાની, પાણીની અને અનાજની છે તેટલી જ કસરતની છે. એટલું ખરું કે, કસરત વિના માણસ ઘણાં વર્ષ સુધી નથી Page #92 -------------------------------------------------------------------------- ________________ ૫ વ્યાયામ અને કવાયત શકે તેમ ખેરાક, હવા, પાણી અને અનાજ વિના ન નભી શકે, પણ કસરત વિના માણસ નીરોગી ન રહી શકે એ સર્વસામાન્ય વાત છે.... કસરત એટલે મેઈદાંડિયા, ફૂટબોલ, કિકેટ કે ફરવા જવું એ જ નથી. કસરત એટલે શારીરિક અને માનસિક કામ. જેમ, ખેરાક હાડકાં-માંસને સારુ તેમ જ મનને સારુ જોઈએ, તેમ કસરત શરીરને તેમ જ મનને જોઈએ. શરીરને કસરત ન હોય તો શરીર માંદું રહેશે અને મનને નહીં હોય તે મન શિથિલ રહેશે. મૂઢપણું એ પણ એક પ્રકારનો રોગ જ ગણાવો જોઈએ. મોટા પહેલવાને જે કુસ્તી કરવામાં ભારે હોય પણ જેનું મન ગમારના સરખું હોય તેને આપણે અગી એ શબ્દ લગાડીએ એ અજ્ઞાનની દશા છે. અંગ્રેજીમાં કહેવત છે કે, નંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન હોય તે જ માણસ આરોગ્યવાળો ગણાય. (ગાં, અ. ૧૨ઃ ૧૮) સર્વોત્તમ કસરત ચાલવાની છે ? જમીનમાં કામ કરવા સિવાય સર્વોત્તમ કસરત ચાવવાની છે. એ કસરતને જ કહેવાય છે અને એ વાત વાસ્તવિક છે. આપણે સાધુઓ અને ફકીરે બહુ નંદુરસ્ત રહે છે, તેના કારણોમાં એક એ પણ છે કે તેઓ ગાડી, ઘોડા, વગેરે વાહનોનો ઉપયોગ કરતા નથી. તેઓ પોતાની સારી પગે કરે છે. થોરો નામને અમેરિકન થઈ ગયો. તેણે ચાલવાની કસરત વિશે બહુ વિચારવા લાયક પુસ્તક લખ્યું છે. પિતાના અનુભવ વિશે તે જણાવે છે કે તેણે સરસમાં સરસ પુસ્તક લખ્યાં, ત્યારે તે હંમેશાં વધારેમાં વધારે ચાલતે શારીરિક કસરત વિના કરેલાં માનસિક કાર્યો નીરસ અને નમાવતાં હોય છે. ચાલવાથી લેહીનો ફેલાવે ઝપાટાબંધ દરેક ભાગમાં થાય છે. તેથી દરેક અંગની હિલચાલ થાય છે અને બધાં અંગ કસાય છે...... ચાલવાથી શુદ્ધ હવા મળે છે. અહીં એક-બે માઈલ ચાલવું, તે ચાલવું ગણવાનું નથી; પણ દસ-બાર માઈલ ચાલવું એ જ ચાલ્યા ગણાય. આવું હંમેશાં જેનાથી ન બને તે દર રવિવારે ખુબ ચાવી શકે છે. (ગાં. અ. ૧૨ ઃ ૨૦) દેશી રમતનું રહસ્ય રમતમાં પણ દેશી પદ્ધતિને ત્યાગ થયો છે અને ટેનિસ, ક્રિકેટ ને ફૂટબોલનું સામ્રાજય અપાવ્યું છે! બા રમતામાં રસ છે એમ કબૂલ કરવામાં બાધ નથી. પણ એ આપણે પાશ્ચાત્ય વસ્તુઓથી મહાઈ ન ગયા Page #93 -------------------------------------------------------------------------- ________________ એક એલક GY હોત તો આપણે એટલી જ રસિક, ખરચ વિનાની રમતા; જેવી કે ગેડીદડો, માઈદાંડિયા, ખોખા, મગમાટલી, હુતુતુતુ, ખારાપાટ, નવ નાગેલી, સાત તાળી, વગેરેના ત્યાગ ન કરત. ક્રસરત જેમાં આઠે અંગને પૂરતી તાલીમ મળે છે અને જેમાં ઘણું રહસ્ય રહેલું છે તેના અને કુસ્તીના અખાડાના લગભગ લોપ થઈ ગયો છે. (ગાં. અ, ૧૪ : ૩૧) વ્યાયામ અને બ્રહ્મચર્ય પાલન : આપણાં શાસ્ત્રો બતાવે છે કે જે વિદ્યાર્થી વ્યાયામ લેવા માગે છે અને તેને સદુપયેાગ કરવા માગે છે તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ. મેં આખા હિંદુસ્તાનમાં ભ્રમણ કર્યું છે એમ કહું તો ચાલે. હિંદુસ્તાનની દુ:ખી હાલત હું જાણું છું. પણ સૌથી વધારે દુ:ખની વાત તા એ છે કે આપણે ત્યાંના યુવાનાનાં શરીર શક્તિહીન છે. બાળવિવાહની કુપ્રથા જ્યાં ચાલુ છે, અને એને પરિણામે પ્રજા ઉત્પન્ન થવી ચાલુ છે ત્યાં વ્યાયામ અસંભવિત થઈ જાય છે. વ્યાયામને માટે પણ થે।ડી ઘણી શારીરિક સંપત્તિ જોઈએ એટલે આપણે જે હિંદુસ્તાનની અને હિંદુજાતિની ઉન્નતિ ચાહતા હોઈએ તો બાળવિવાહની કુપ્રથા નાબૂદ થવી જોઈએ. મનુ મહારાજે કહ્યું છે તેમ દરેક વિદ્યાર્થીએ ૨૫ વર્ષ સુધી તે અખંડ બ્રહ્મચર્ય પાળવું જ જોઈએ. આ બે શરત પૂરી પડતી ન હોય તેા ગમે તેવા વ્યાયામ નિરર્થક થઈ પડે. (ગાં. અ. ૩૨ : ૩૬૦) 481600 સામૂહિક ડ્રિલનું મહત્ત્વ : જે કોઈ પણ પાશ્ચાત્ય વસ્તુની નકલ કરવી યોગ્ય હોય તો ‘ડ્રિલ’ની નકલ કરવા જેવું છે એમ મને લાગે છે. એક મિત્રે ટીકા કરેલી કે આપણને ચાલતાં આવડતું જ નથી. અને એકઠા થઈને રીતસર ચાલવાની તા મુલ્ ખબર નથી. હજારો માણસા તાલબંધ ચુપકીથી ગમે તે દશામાં બબ્બે ચારચારની હાર બાંધી ચાલી શકે એ શક્તિ આપણામાં નથી. આવી ડ્રિલ ’ને કેવળ લડાઈમાં જ ઉપયોગ છે એવું કાંઈ નથી. ઘણાં પરોપકારી કામેામાં ‘ડ્રિલ ’ના ઉપયોગ થઈ શકે છે. જેમ કે આગ હોલવવામાં, ડૂબેલાને મદદ કરવામાં, માંદાને ડોળીમાં લઈ જવામાં ‘ડ્રિલ બહુ જ કીમતી સાધન છે. આમ આપણી શાળામાં દેશી રમત, દેશી કસરત અને પાશ્ચાત્ય પદ્ધતિની ‘ડ્રિલ’ દાખલ કરવાની આવશ્યકતા છે. (માં, અ. ૧૪ : ૩૧) Page #94 -------------------------------------------------------------------------- ________________ વ્યાયામ અને કવાયત વ્યાયામમંદિર વ્યાયામમંદિર મને પસંદ છે, પણ એક પણ વ્યાયામમંદિર મુસલમાન, ખ્રિસ્તી કે હિંદુ કે કોઈ પણ જાતિના સને માટે બનાવવામાં આવે તે તેને મારા આશીર્વાદ ન હોય. પણ જે વ્યાયામમંદિર દ્વારા બધી કોમનું, બધા ધર્મનું સંગઠન હોય, જે વ્યાયામમંદિર અહિંસાધર્મનું રહસ્ય સમજવા માટે હોય, તેને માટે મારા સદાય આશીર્વાદ છે. (મહાદેવભાઈની ડાયરી ૧૦ : ૧૧) “જે કઈ ફાવે ત્યાં થૂકી, કચરો કે ગંદવાડ નાખી હવાને બગાડે છે તે ગુનેગાર છે? “હરિજનબંધુ' : ૧૫-૬-૧૯૪૭] ગાંધીજી સફાઈ– સ્વચ્છતા સફાઈ – એક મહાન રાષ્ટ્રીય કાય? મારી મુસાફરી દરમ્યાન હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી આપણી અસ્વચ્છતા જોઈને મને જે દુ:ખ થયું છે તેનાથી વધારે દુ:ખ બીજી કોઈ વસ્તુથી થયું નથી. સુધારાઓનો અમલ કરાવવા માટે બળ વાપરવામાં હું માનતા નથી. પરંતુ આપણા કરોડો લોકોમાં ઘર કરી ગયેલી ટેવ બદલાવવામાં કેટલો સમય જશે એને હું વિચાર કરું છું ત્યારે અસ્વચ્છતા જેવી આ ખૂબ જ અગત્યની બાબતમાં ફરજ પાડવાની હદ સુધી જવા મારું મન તૈયાર છે. અનેક રોગ માટે અસ્વચ્છતાનું સીધું કારણ આપી શકાય. આ રોગો ગરીબાઈને લીધે પણ થતા નથી. સ્વચ્છતાના પાયાના સિદ્ધાંતનું ભયંકર અજ્ઞાન જ એનું એકમાત્ર કારણ છે. ચોખ્ખાઈમાં પ્રભુનો વાસ છે. જેમ અપવિત્ર મન હોય તો ઈશ્વરના આશીર્વાદ પામીએ નહીં તેવું જ અસ્વરછ શરીરનું છે. જે મંડળના સભ્યો ઝાડ, પાવડો અને બાલદી હાથમાં લેવામાં ગૌરવ અનુભવે એવાં શેભાનાં નહીં પણ ઉપયોગી સફાઈના મંડળો જોવાની મને કેટલી બધી હોંશ છે! આખા હિંદુસ્તાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે આ એક મહાન રાષ્ટ્રીય કાર્ય છે. | (ગા. અ. ૨૮૪૦૮-૦૯) Page #95 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સમાજ સાથે ઘાતક અસહકાર : આપણી ભયંકર ગંદકીનું કારણ આપણી બેદરકારી અને આપણે સામાજિક અસહકાર છે. આપણી ગંદકી જે આપણા શરીરને નિચોવી નાખે છે અને આપણને મરકી ઇત્યાદિ રોગોનાં બલિદાન કરી મૂકે છે તેની સાથે આપણે સહકાર કરીએ છીએ, પણ આપણા પડોશીઓ જેના સુખમાં આપણું સુખ સમાયેલું છે અને આપણા દરેક કાર્યમાં જેમની સગવડને વિચાર હો જ જોઈએ તેની સાથે આપણે અસહકાર કરીએ છીએ. મારા આંગણાને કચરો હું પડોશીના આંગણામાં ફેંકું, મારી બારીએથી હું કાચના કકડા ફેંકું, કચરો નાખું. પાણી કેળું, ઘૂંકું અને એમ કરતાં નીચેથી ચાલનારને ખ્યાલ સરખેય ન કરું એ કેટલી બેદરકારી? કેવી હિસા? કે સમાજ સાથે ઘાતક અસહકાર? મારી ખાળનું પાણી બીજાનું નુકસાન કરે તેની બેદરકારીમાં કેટલે બધે અવિચારી પ્રજા આપણું અંગ છે, પ્રજાનું અંગ આપણે છીએ એટલું સમજી લઈએ તો આપણી ગંદકી અસંભવિત થાય અને આપણે રોગાદિમાંથી મુક્ત થઈ પ્રજાનું બળ વધારીએ અને પ્રજાનું ધન પણ વધારીએ. (ગાં. અ. ૨૮ ૪૧૩-૧૪) કુદરત સામે દુન્યવહાર જે કંઈ ફાવે ત્યાં થૂકી, કચરો કે ગંદવાડ નાખી અથવા બીજી રીતે હવાને બગાડે છે તે કુદરતને ને માણસનો ગુનેગાર છે. માણસનું શરીર ઈશ્વરનું મંદિર છે. એ મંદિરમાં જનારી હવાને દૂષિત કરનાર મંદિરને અભડાવે છે. એનું રામનામ લીધેલું મિથ્યા છે. રાષ્ટ્રીય કે સામાજિક સફાઈને આપણે જરૂરી ગુણ માન્યો નથી કે કેળવ્યો નથી. આપણે રિવાજથી અમુક ઢબે નાહીએ છીએ એટલું જ, બાકી જે નદી, તળાવ કે કૂવાને કાંઠે ને જે જળાશયોમાં આપણે પવિત્ર થવા સ્નાન કરીએ છીએ તેમનું પાણી બગાડતાં કે ગંદું કરતાં આપણને છીત થતી નથી. આપણી આ ખામીને હું એક મોટો દુર્ગુણ ગણું છું અને આપણાં ગામડાંઓની તેમ જ આપણી પવિત્ર નદીઓના પવિત્ર કાંઠાઓની નામોશી ઊપજાવે તેવી અવદશા અને ગંદવાડમાંથી પેદા થતા રોગે આપણે તે દુર્ગુણના ફળરૂપે ભેગવીએ છીએ. (હરિજનબંધુ ઃ ૧૫-૬-૧૯૪૭ઃ ૧૬૭-૬૮) સો પતતાના ભંગ બને? અસ્પૃશ્યતાનાં જે માઠાં પરિણામ આવેલાં છે તે બધાની તે આપણને ભાળ પણ નથી. હવે ગામડાંની સફાઈ તરફ ધ્યાન અપાઈ રહ્યું છે એટલે Page #96 -------------------------------------------------------------------------- ________________ સફાઈ - સ્વચ્છતા G Ge સ્પષ્ટ સમજાતું જાય છે કે ગામડાં ને શહેરોની ગંદકીનું મુખ્ય કારણ આપણી અસ્પૃશ્યતા વિશેની માન્યતા છે. આપણે આપણા જ મેલને અડતાં ને તેથી સાફ કરતાં ડરીએ છીએ. આપણે મેલમાં આળેટીએ છીએ, અને આપણા જે સ્પષ્ટ ધર્મ હતા તેનું પાલન આપણે આપણાં જ અમુક ભાઈભાંડુને સોંપી દીધું છે, અને તેઓ આ સૌથી અગત્યની સેવા કરે છે એટલા માટે આપણે તેમના સમાજમાંથી બહિષ્કાર કર્યો છે, તેમના સ્પર્શથી આભડછેટ માની છે ને તેમનાં સુખદુ:ખ તરફ નજર સરખીયે કરી નથી. આ સામાજિક બદી અને પાપ દૂર કરવાના એકમાત્ર ઇલાજ એ છે કે આપણે સૌએ પેાતપાતાના ભંગી બનવું. તો આપણે સ્વચ્છતાની કળા જલદી શીખીશું. ગંદકીમાંથી ઊપજનારા ઘણા મહારોગમાંથી, આપણે ઊગરી જઈશું. (ગાં. અ. ૬૦: ૩૦૫-૦૬) ભંગીનું કામ ઊંણા પ્રકારનું છે : હરિજનામાં પણ ભાંગી સૌથી વધારે તિરસ્કૃત ગણાયા છે. કેમ કે એનું કામ સૌથી નીચું મનાયું છે. ભંગીઓએ જે મહત્ત્વની સામાજિક સેવા કરી છે તે ઘણા લોકો ભૂલી જાય છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બાળક હતાં ને આપણને સ્વચ્છતાનું કશું ભાન નહેાતું ત્યારે આપણી માતા એ જ કામ કરતી હતી. જો એ કામ હલકું હતું તો ભંગીનું કામ પણ હલકું છે, પણ એ કામ ઊંચા પ્રકારનું હતું તો ભંગીનું કામ પણ ઊંચા પ્રકારનું છે, પણ એ કામ કેવી રીતે કરવું એ તમને આવડવું જોઈએ, એ કામ પ્રેમપૂર્વક અને બુદ્ધિપૂર્વક કરવું જોઈએ. પ્રેમપૂર્વક એટલા માટે કે જે ગંદકી કરે છે, કચરો જ્યાંત્યાં નાખે છે એમને તે શું કરે છે એની ખબર નથી હોતી. અને બુદ્ધિપૂર્વક એટલા માટે કે એમને એમની ટેવો સુધારવામાં ને આરોગ્ય સુધારવામાં આપણે મદદ કરવાની છે. પોતે ચોખ્ખા રહેવું અને આસપાસની જગ્યાને ચોખ્ખી રાખવી એ દરેકની પ્રાથમિક ફરજ છે. જે ભંગીનું કામ કરે છે તેઓએ સૌ પ્રથમ પેાતાની જાતના ભંગી બનવું જોઇએ. (ગાં. અ. ૬૬ : ૩૬૪-૬૫) આચરણનું ક્ષેત્ર : સહુએ પેાતપાતાના ભંગી તા થવું જ જોઈએ. ખાય છે તેને મળત્યાગ તા કરવાના જ છે મળત્યાગ કરે તે પેાતાના મળને દાઢે એ ઉત્તમ વસ્તુ છે. એ ન બની શકે તો સહુ કુટુંબ પેાતાનું કર્તવ્ય કરે. Page #97 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જયાં ભંગીને નોખો ધંધે કલખે છે ત્યાં કંઈક મહાદેષ પેસી ગયો છે એમ મને તે વર્ષો થયાં લાગ્યું છે. આ આવશ્યક, આરોગ્યપષક કામને હલકામાં હલકું પ્રથમ કોણે ગયું હશે તેને ઇતિહાસ આપણી પાસે નથી. જેણે ગયું તેણે આપણી ઉપર ઉપકાર તો નથી જ કર્યો. આપણે બધા ભંગી છીએ એ ભાવના આપણા મનમાં બચપણથી જ હસવી જોઈએ, અને એ ઠસાવવાને સહેલામાં સહેલો રસ્તો એ છે કે જે સમજ્યાં છે તે જાતમહેનતને આરંભ પાયખાનાં સાફ કરવાથી કરે. આમ જ્ઞાનપૂર્વક કરશે તે તે ક્ષણથી ધર્મને જુદી ને ખરી રીતે સમજત થશે. (ગા. અ. ૪૪ ૧૪૯-૫૦) ચામસફાઈ પ્રજાજીવનનું અવિભાજ્ય અંગ? ગ્રામોદ્ધારમાં ગ્રામસફાઈ ન આવે તો આપણાં ગામડાં ઉકરડા જેવાં જ રહેવાનાં. ગ્રામસફાઈનો સવાલ પ્રજાજીવનનું અવિભાજ્ય અંગ છે. આ પ્રશ્ન જેટલો જરૂરી છે એટલે જ મુશ્કેલ છે. અનાદિકાળથી ચાલતી આવેલી અસ્વચ્છતાની આદત કાઢવામાં મહાપરાક્રમની જરૂર છે. જે સેવક ગ્રામસફાઈનું શાસ્ત્ર નથી જાણત, પિતે ભંગી નથી બનતે તે ગ્રામસેવાને લાયક નહીં બની શકે. (ગાં. અ. ૭૨ ઃ ૩૭૩), શૌચના નિયમનું પાલન અઘરું નથી? શૌચના આપણા સુંદર નિયમ છે. સ્નાન હંમેશાં કરવું જ જોઈએ. પણ એ બધી ક્રિયાનું રહસ્ય આપણે નથી જાણતા. તેથી તે વસ્તુ માત્ર રિવાજરૂપે રહી ગઈ છે અથવા વહેમને વશ થઈને આપણે એમ માનીએ છીએ કે ગમે તેવા ને ગમે તેટલા થોડા પાણીને સ્પર્શ પણ આપણને પવિત્ર કરે છે ને આપણે સ્વર્ગના અધિકારી બનીએ છીએ. વિજ્ઞાન તે આપણને એમ શીખવે છે કે એ જ સ્નાન ગુણકારક નીવડે છે જે નિર્મળ પાણીથી ને શરીરને ચાળીને તે સાફ થાય તેમ કરેલું હોય. માત્ર જળની છાંટ લેવામાં અથવા પાણી રેડી મેલાં કપડાં પહેરવામાં ગુણ તો નથી જ અને તેથી નુકસાન પહોંચી શકે. આપણાં પાયખાનાં તે આ પૃથ્વીમાં જ નરકની ખાણરૂપ છે. તેમાં બેસવું પાપરૂપ છે. જરા ઉદ્યમથી, વિચારથી, વિવેકથી આપણે એમાં સુધારો કરી શકીએ છીએ. એમાં ખર્ચને સવાલ નથી. માત્ર જ્ઞાનની આવશ્યકતા છે. ગરીબમાં ગરીબ માણસ પણ ધારે તો શચના નિયમનું પાલન કરી શકે છે. હા, તેને પિતાનું મેલું જોવાની ને સાફ કરવાની સૂગ ન પાલવે. (ગાં. અ. ૨૮ : ૧૨૩). Page #98 -------------------------------------------------------------------------- ________________ સફાઈ - સ્વચ્છતા મારુ" જીવનકાર્ય : લાયે।નલ કર્ટિસે કહેલું કે હિંદુસ્તાનનાં ગામડાં એ તે ઉકરડા છે. એને આપણે નમૂનેદાર ગામડાં બનાવવાનાં છે. આપણા ગામડાની આસપાસ તાજી હવાની કંઈ ખાટ છે? છતાં ગામડાંના લોકોને તાજી હવા મળતી નથી, એમની આસપાસ તાજામાં તાજી વનસ્પતિના ભંડાર ભર્યા છે. છતાં તેમને તાજી શાકભાજી મળતી નથી. આ ખારાકની બાબતમાં હું મિશનરીની પેઠે બાલું છું, કેમ કે ગામડાંને સુંદરતાના નમૂના બનાવવા એ મારું ધ્યેય છે. મારું જીવનકાર્ય છે. (ગાં. અ. ૬૦ : ૨૫૫) એકલા અક્ષરજ્ઞાનની કિંમત નથી : તમે એટલી ખાતરી રાખજો કે સફાઈનાં મૂળતત્ત્વાના શિક્ષણની આગળ અક્ષરજ્ઞાન તે કશી વિસાતમાં નથી. દરિયાગંજની એક હરિજન કન્યશાળા હું જોઈ આવ્યા. અંદર પેસતાં જ મેં જોઈ લીધું કે છેકરીઓના નખ મેલા છે, નાક મેલાં છે, ને નાક ને કાનની વાળીઓની આસપાસ મેલના થર જામ્યા છે. જે ભલી બહેન એમને ભણાવતી હતી તેની નજર જ એ તરફ ગયેલી નહીં. એમને સૌ પહેલાં તો સ્વચ્છતાના પાઠ શીખવા. એકલા અક્ષરજ્ઞાનની ઝાઝી કિંમત નથી. (ગાં, અ. ૬૦ : ૧૨૪-૨૫) પશ્ચિમ પાસેથી પાઠ લઈએ ઃ મને લાગે છે કે બાહ્ય સફાઈ બાબતમાં પશ્ચિમ પાસેથી આપણે ઘણું શીખવાનું છે. પશ્ચિમની સંસ્કૃતિ અને તેની રીતરસમેાના વિરોધ કરવાની દુ:ખદ ફરજ માટે ઘણી વાર બજાવવી પડે છે. તેથી મને જ્યારે જ્યારે તક મળે છે ત્યારે પશ્ચિમ પાસેથી આપણે કઈ કઈ ઉપયેગી બાબતા શીખી શકીએ, એ કહેવાની તક હું જવા દેતા નથી. અને હું માનું છું કે હિંદનાં મેટાં શહેરની સ્વચ્છતાની પદ્ધતિ બાબતમાં આપણે પશ્ચિમ પાસેથી પાઠ લઈએ એ સારું છે. કુલપતિશ્રીના શબ્દો ‘માંથી સાભાર] . મે V (ગાં. અ. ૨૬ : ૨૧) ગાંધીજી Page #99 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિયોગી શ્રી. મગનભાઈ શ્રી. મગનભાઈ દેસાઈ હવે નથી. એ હકીકત માની ન શકાતી હોય છતાં એટલી બધી નક્કર – પ્રત્યક્ષ છે કે તેને અવગણવી એ જાતને જ ભ્રમમાં નાંખવા જેવું થાય. તેમના હૃદયનાદ સાથે તેમને કલમનાદ હવે બંધ પડયો છે. કોઈ પણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને એક ભાવ કે એક શબ્દથી વર્ણવવું અશક્ય હોય છે. છતાં શ્રી. મગનભાઈના વ્યક્તિત્વને, તેમણે આદરીને અધૂરા રાખેલા ગીતાના સ્વાધ્યાયને જે નામ તેમણે આપ્યું છે તે બુદ્ધિયોગ' શબ્દ વાપરીને વર્ણવીએ, તે ખોટું નહિ થાય. તે “બુદ્ધિયોગી” હતા. બુદ્ધિયોગી એટલે તર્ક-વિતર્કની શક્તિવાળા આજના અર્થના બુદ્ધિવાદી – “ઇન્ટેલેકસ્યુઅલિસ્ટ' નહિ. કેવળ બુદ્ધિવાદી પાસે ગીતામાં કહેલ (ર૬૬) ભાવસંશુદ્ધિનું ભાવનાબળ હોતું નથી. ગીતાપ્રથિત બુદ્ધિયોગ એટલે તે ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞાર્થ કર્મ અને ઈશપ્રપતિ દ્વારા પ્રાપ્ત થતી પ્રજ્ઞા – ઋનભર પ્રજ્ઞાની સિદ્ધિ. એ પ્રજ્ઞા આસપાસનું “હિરણ્મય પાત્ર' ભેદીને સત્યને યથાતથ જોઈ શકે છે અને બુદ્ધિયોગીને બ્રહ્મકર્મ-સમાધિ પ્રાપ્ત કરાવે છે. આપણે સામાન્ય રીતે સત્યને આપણા કામ-કોધ – રાગ-દ્રોષ વગેરેના મિશ્રણ સાથે જ સ્વીકારતા હોઈએ છીએ; – નિર્ભેળ પ્રાણવાયુ જીરવવા આપણે ટેવાયા હતા નથી. સત્યને આપણને ડર લાગે છે. કારણ કે, સત્ય પોતે હમેશા જગતમાં પ્રકાશ જ પાથરતું નથી. તેનું તેથી વિશેષ પરિણામ પણ આવે છે: એ પ્રકાશમાં આસપાસનું તમામ અસત્ય પકડાઈ જાય છે, – ખુલ્લું પડી જાય છે. ઈશુ ખિતે કહ્યું હતું તેમ, તે (સત્યને પ્રકાશ લઈને આવ્યા હોવાથી જ) જગતમાં ઝઘડો લઈને આવ્યા હતા: એ સત્ય પામીને પિતા પુત્ર સાથે અને પુત્ર પિતા સાથે લડવાના હતા! અને ખરે જ, શ્રી. મગનભાઈના નસીબમાં પહેલેથી જ આસપાસ ઝઘડો જ ઊભો કર્યા કરવાનું લખાયું હતું. તેમણે એક વખત પિતાના જીવનના સિંહાવલોકનના ભાવથી મને કહ્યું હતું : મારાં નજીકનાં કુટુંબીઓને Page #100 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિયોગી શ્રી. મગનભાઈ હંમેશ હું ઝઘડાનું કારણ થઈ પડ; હું અમે સૌનું હિત વિચારીને જ જે વાત કરું, તેથી બધાને કોણ જાણે કલેશ જ થતો – તેઓ મારી સાથે ઝઘડી જ પડતાં; જોકે, એ લોકો થોડા વખત પછી સમજી જતાં કે, મારી વાત સાચી હતી અને તેઓ પાછાં મારા પ્રત્યે પ્રસન્નતા અનુભવવા લાગતાં. પરંતુ આસપાસના લોકો નજીકનાં સંબંધી ન હોય, અને મરજી પડે ત્યારે કે તેટલાં અળગાં થઈ શકતાં હોય, તે શું થાય? તેઓ તેમનાં કાચમનાં પ્રતિવાદી જ થઈ બેસેને? શ્રી. મગનભાઈના નસીબમાં એ વસ્તુ જ મુખ્યત્વે હતી. મારો ને તેમને નિકટને સંબંધ ગૂજરાત વિદ્યાપીઠના મારા જીવનકાળથી જ આરંભાયો કહેવાય. તે દરમ્યાન મેં જોયું હતું કે, તેમના નિકટના સાથીઓ અને મુરબ્બીઓનો સાથ અને સદ્ભાવ અવારનવાર ગુમાવ્યા કરવાનું જ નસીબ તેમને હાંસલ થયું હતું. એ વસ્તુ તે પોતે સારી રીતે જાણતા હતા; - તેથી મનમાં કંઈક દુ:ખી પણ થતા હતા – કેવળ પેલાં દુભાયેલાં સ્વ જનના હિતની દષ્ટિથી જ, અને છંછેડાયેલાં સ્વજન-મુરબ્બીને માર કેવા ભયંકર હોઈ શકે, એ વર્ણવી બતાવવાની જરૂર નથી. છતાં કેવળ સત્યની નિષ્ઠાના બળથી શ્રી. મગનભાઈ એ માર સહન કરી લેતા. એક જ વખત એક કાર્યકર્તા-મુરબ્બીને કોપ-અન્યાય હદ બહાર ગયો, ત્યારે અકળાઈને તે બોલી બેઠા હતા, પણ તે માણસ અમર તો નથી ને?' – અને ખરે જ એ મુરબ્બીના મૃત્યુ પછી જ એમણે સરજેલી અન્યાય-પરંપરામાંથી શ્રી. મગનભાઈ છૂટી શક્યા હતા. જોકે, શ્રી. મગનભાઈનું તે કાંઈ હતું જ નહિ કે જેથી તેને બગાડી શકાય – પણ તે જે સંસ્થાને વરેલા હતા, તે સંસ્થાને જ ઘા કરીને પેલા સ્વજન પિતાને કેપ ચરિતાર્થ કરી શકતા હતા. અને છેવટે પણ સત્યની નિષ્ઠા અને આગ્રહને કારણે જ શ્રી. મગનભાઈના પ્રાણ ગયા. દાક્તરો પ્રથમ તેમની બીમારીને બ્લડપ્રેશરને હુમલો કહીને વર્ણવી બેઠા હતા. છેવટે નીકળ્યો હદયને હુમલો - તેમના હાથના દુ:ખાવાના લક્ષણને દાક્તરે હૃદયરોગનો હુમલો હોવાની અગમચેતી તરીકે વખતસર પિછાણી શક્યા નહિ. (અલબત્ત, પોતાના સ્વજનની જેમ કાળજીથી અને નિષ્ઠાથી તેમની દાક્તરી સેવા બજાવનાર મિત્રોને વખોડવાના ભાવથી હું આ નથી જ કહે – કારણ કે, છેવટે તો દરદીનું નજીક આવેલું મોત જ સૌને ભ્રમણામાં નાંખતું હોય છે; ઉપરાંત, શ્રી મગનભાઈને હૃદયરોગનો હુમલો થાય એમ કોઈ માની શકે તેમ હતું જ નહિ.). WWW.jainelibrary.org Page #101 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પણ શ્રી. મગનભાઈ પોતે પોતાના રોગને બરાબર પિછાણી શકયા હતા. ટેલિફોન ઉપર છે તેમની ખબર પૂછી ત્યારે તેમણે મને સ્પષ્ટ કહ્યું કે, દાક્તરો ભલે ગમે તે કહે, પણ વિદ્યાપીઠથી મારે છૂટું પડવાનું થાય છે તે વસ્તુની વેદના આ છે - જ્યારે પડકાર આવ્યો ત્યારે તેને રાજીનામા જેવી નિગેટિવ' રીતે ઝીલવો પડે છે, તેને આ ઘા છે. પછી તે જયારે હું તેમને મળવા દોડી ગયો, ત્યારે તેમણે એ વસ્તુ વધુ ઘેરા શબ્દોમાં - સચોટ ઉપમાથી – વર્ણવી બતાવી કે, પોતાના જીવતેજીવત, પિતાને જ હાથે, પિતાના હદયના ટુકડા કરીને હોમવા પડતા હોય, એવો ભાવ અને એવી વેદના હું અનુભવી રહ્યો છું. એક સંબંધીને પુત્ર નજીક બેઠો હતો તે ચોધાર આંસુ સાથે અને તૂટતા હૃદયે બોલી ઊઠયો – “મગનભાઈ, હું તમને મારા “ભાઈ' (પિતા) માનું છું; વિદ્યાપીઠ જહાનમમાં જાય – તમે તેની ચિંતા છોડે – અને અમે સૌ તમારાં છો, સામું જોઈને પણ મહેરબાની કરીને વધુ જીવવા પ્રયત્ન કરો – એ ઝઘડામાં કશું વળવાનું નથી." ત્યારે મગનભાઈ દુ:ખિત હૃદયે બોલ્યા, “તું એમ બોલી શકે છે કે, વિદ્યાપીઠ જહાનમમાં જાય... હું એમ બોલી કે માની શકતું નથી. મારી લડાઈ મેરારજી સામે છે એ હું જાણું છું. કશું વળે ન વળે તે રીતે એ બાબતમાં વિચારવાનું ન હોય.” (અલબત્ત, આ શબ્દો મારી યાદદાસ્ત પ્રમાણે છે.) અને સાચે જ શ્રી. મગનભાઈએ એ પડકારના જવાબમાં પોતાના હદયને અગ્નિમાં બલિદાન તરીકે હોમી દીધું. દાક્તરો બ્લડ-પ્રેશરને જ માપતા રહ્યા અને તેમનું હૃદય જ કોઈ જાણે તે પહેલાં ઠેકાણે પડી ગયું. સત્યાગ્રહના વાચકો જાણતા હશે કે, ગૂજરાત વિદ્યાપીઠના અત્યારના સત્તાવાળાઓએ કોચરબ આશ્રમના સંચાલક શ્રી. ૫૦ પટેલને પોલીસબળની મદદથી ખસેડીને આશ્રમને કબજે લીધા છે (‘સત્યાગ્રહ' તા. ૧૮-૧-૬૯; પાન ૧૩૮) અમદાવાદમાં ગુજરાતી છાપાંઓએ એ હકીકત ઉપર ન સમજી શકાય તે અંધારપિછોડાને ઢાંકપિછોડે કરી લીધા છે. શ્રી. મગનભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્રને તા. ૬-૧-'૧૯ના રોજ લખી જણાવ્યું કે, “કોચરબ આશ્રમ ઉપર પોલીસ મોકલીને તમે કામ કરી એ. – ગાંધીની સંસ્થા તરફથી અને તેમની શતાબ્દી ચાલે છે તે જોતાં, – કેવું બેહદુ અને અણછાજતું ગણાય? આશ્રમ તે ગાંધીજીની પવિત્ર સ્મારક જગા છે.’ Page #102 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિગી શ્રી. મગનભાઈ પિતાને પત્ર “સત્યાગ્રહ'માં પ્રસિદ્ધ કરીને શ્રી. મગનભાઈએ સાથેસાથ પિતાને નામઠામ સાથે મળેલ એક ચર્ચાપત્ર પણ છાખે; તેમાં આશ્રમના સંચાલક શ્રી. ૫૦ છો૦ પટેલને બનાવવામાં આવેલા ગેરવાજબી હુકમની પરંપરા વર્ણવી બતાવી હતી. ગુજરાત સરકારની જ મિલકત ગણાય એવી રાષ્ટ્રીય સ્મારક જેવી જગાને કબજો લેવા પોતાની જ પોલીસ ગુજરાત સરકારે શી રીતે મેકલી, અને સરકારી મિલકતનાં તાળાં તૂટતાં પોલીસ નિકિયપણે શી રીતે જોઈ રહી – એ બધી હકીકત ગુજરાત સરકાર પણ એ બાબતમાં પ્રશ્નપાત્ર રીતે સંડવાઈ હોવાનું સૂચવે છે. ગુજરાત વિધાપીઠને આશ્રમનો વહીવટ સોંપવામાં આવ્યું હતું ખરે; પણ સ્મારક સ્થાપ્યું ત્યારથી સરકાર દ્વારા નિમાયેલા સંચાલકે જ્યારે વિદ્યાપીઠના સત્તાવાળાઓએ આપવા હુકમને ગેરવાજબી ગણીને પડકાર્યા. ત્યારે સરકારે એ વસ્તુની તપાસ કરવી ઘટતી હતી; અને એ સંચાલકને પૂછવું-ગાછવું જોઈતું હતું. તેને બદલે સરકાર પોલીસ મોકલીને પોતાની મિલકતનાં, એટલું જ નહિ પણ, પિતાની મિલકત રૂપ તાળાં તોડવામાં સાક્ષી બને, એ વસ્તુની બેહુદની જ સૌ કોઈને હેરાન કરી મૂકે તેવી છે. આ બધી કારવાઈની “શરમ” પિતાને લાગી અને તેમાં કોઈ ન કરી શક્યો એની લાચારીથી મનમાં અપાર કલેશ થાય છે' એમ જણાવી, શ્રી. મગનભાઈએ તા. ૧૩–૧–૧૯ના રોજ “સત્યાગ્રહ’ ૧૮–૧–૯ના અંકમાં પોતાનું દુ:ખ જાહેર કર્યું. પણ મગનભાઈએ કશી ઝાકઝમક વગર લખેલા “મને અપાર કલેશ થાય છે' એ શબ્દનો અર્થ તેમના દાક્તર કે વિદ્યાપીઠના કે ગુજરાત સરકારના સત્તાવાળાઓ સમજી જ ન શક્યા. તેમના એ કાગળની અવગણના જ થઈ. અને ગુજરાતી છાપાંઓએ એ આખી ઘટના ઉપર અંધારપિછોડો શ્રી. મગનભાઈના પ્રાણ ગયા ત્યાં સુધી ચાલુ જ રાખ્યો. આધુનિક બુદ્ધિવાદ એમ દલીલ કરે છે. આવી બાબત માટે તેમને જન અર્પવા પડયા એમ કહેવું, એ કેવળ શાબ્દિક અપવ્યય ન કહેવાય? પરંતુ, શ્રી. મગનભાઈ તેમના ઈષ્ટ ગાંધીજીની જેમ સ્વદેશી ધર્મમાં માનતા હતા. પોતે જે સ્થાને હોય, અને પિતાને માથે જે નિયત કર્મ આવી પડે, તે નિષ્ઠાપૂર્વક આચરવું – એને જ તે સ્વધર્મ માનતા. ગીતાના તેમના વિવરણમાં વકર્મની વ્યાખ્યા વેળા તેમણે એને વધુ વિગતે ચહ્યું છે. કે, એવી દલીલ કરવામાં આવે કે, એ ગીતાના જ ન્યાય સ્વકર્મ અનાસક્તિપૂર્વક આચરવું એ ઠીક ન ગણાય? એટલે ગાંધીજીએ ગીતાના Page #103 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સિદ્ધાંતને અનાસક્તિગ” કહીને વર્ણવ્યો એ વધુ સારું નથી? પરંતુ એ દલીલ કેવળ બુદ્ધિવાદ છે. ગાંધીજીએ જ સ્વકર્મ અનાસક્તિપૂર્વક આચરવા છતાં તેની પાછળ જ પિતાના પ્રાણ હોડમાં રહેતા મૂક્યા? સ્વકર્મ પણ ઈશ્વરે પેલી સેવાની રીતે નિષ્ઠાથી જ બજાવવાનું હોય છે – મન દઈને, પ્રાણ દઈને – અને એ રીતે બજાવેલું કર્મ જ “યોગ' કહેવાય. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠ માટે બેલતાં જણાવેલું કે, મેં ઘણી સંસ્થાઓ સ્થાપી છે; પરંતુ જે એક સંસ્થા માટે હું જીવવાનું કે મરવાનું પસંદ કરું, એ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ જ છે.' શ્રી. મગનભાઈ એ શબ્દો બોલનારના જ એકનિષ્ઠ અનુયાયી હતા. તેમણે ગૂજરાત વિદ્યાપીઠ માટે પોતાના જીવનનાં સારાં વર્ષો અM, એટલું જ નહિ પણ, તે સંસ્થાના સભ્ય-સેવક તરીકે લાગેલી “શરમને કારણે પિતાના પ્રાણ પણ પાથરી દીધા. અલબત્ત, હવે તે પિતે હયાત નથી; એટલે તેમના જીવતેજીવત જે ન કરવામાં આવ્યું, તે બધું નિવેદને અને ખુલાસાઓની ભરમારથી કરવામાં આવશે. જે ગુજરાતી છાપાંઓ અત્યાર સુધી ચુપ થઈ ગયાં હતાં, તે હવે એ બધું કદાચ છાપવા પણ માંડશે. પરંતુ “સત્યાગ્રહ’ના વાચકોને સાચી હકીકતની જાણ કરવાનો ધર્મ સમજી, હું આ હકીકત યથાતથ જણાવીને, મારું શ્રી. મગનભાઈ પ્રત્યેનું કર્તવ્ય અદા કરું છું. - શ્રી. મગનભાઈ હજુ પિતાનાં કરી ગયેલાં કાર્યોથી જીવતા રહેશે, એવું મરણોત્તર કહેવાનો શિરસ્ત છે. પરંતુ, એના કરતાં એટલું જ કહીએ કે, સત્ય અમર છે – તેને ગૂંગળાવી શકાતું નથી – અને તે આખરે વિજયવંત નીવડશે. એ હકીકત આપણી રાષ્ટ્રીય મુદ્રામાં આપણા બંધારણના ઘડવૈયા એ અંકિત કરી છે, એની સત્યતા ઉપર શ્રદ્ધા રાખીએ. શ્રી. મગનભાઈનું બલિદાન વ્યર્થ નહિ જાય. શ્રી. મગનભાઈના હૉસ્પિટલની મરણપથારીએ છેલ્લા શબ્દો હતા – “મારી પરીક્ષા છે, હું વિજયી નીવડવાનો છું” અને આ શબ્દો તે ફાટી આંખે બે વખત બેલ્યા હતા. ત્યાર બાદ તેમની એ આંખો ઉપર હાથ મૂકીને બંધ કરી દેવામાં આવી, તે ફરી પાછી ઊઘડી જ નહિ. ૩૦મી તારીખે મગનભાઈએ વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળના સભ્યપદેથી રાજીનામું આપ્યું, તે આ અંકમાં અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. છેવટે, સાથી પત્રકારબંધુઓને એક-બે શબ્દો નમ્રપણે રજૂ કરવા રજા લઉં. છાપાંઓ એ તે રાજ્યની ચોથી “એસ્ટેટ' ગણાય છે. બીજી કશી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭ શજીનામું શેહશરમ વિના પ્રજાને જણાવવી જરૂરી એવી સત્ય હકીકતા નિમૂળપણે રજૂ કરવી, એ તેમને ધર્મ ગણાય. તેને બદલે રાષ્ટ્રપિતાના રાષ્ટ્રીય સ્મારક જેવી પવિત્ર અને જાહેર જગાએ થયેલી કારવાઈ ઉપર – અરે, આખી ઘટના ઉપર જ તેમણે અંધારપછેડો ઢાંકી દીધા છે. શ્રી. મગનભાઈ એક સંનિષ્ઠ પત્રકાર હતા; તેમણે ગાંજીના આદર્શ પ્રમાણેનું પત્રકારિત્વ શેાભાવ્યું છે. અલબત્ત, એ બદલ તેમને ભારે આર્થિક ખોટ સહન કરવી પડી છે. બીજાં પત્રોમાં લખવા દ્વારા કે ‘આકાશવાણી'ના વાર્તાલાપ દ્વારા જે આવક થતી, તે બધી તે સીધી જ તે મારા હાથમાં ‘સત્યાગ્રહ’ની ખાટ પૂરવા માટે મૂકી દેતા. શ્રી. મગનભાઈનું બલિદાન પત્રકાર-બંધુઓને પણ કંઈક સચેત-સચિત કરે, એવી પ્રાર્થના. લગભગ સાડાસાત વર્ષ બાદ, દુ:ખી હૃદયે હું પણ સત્યાગ્રહ’ના વાચકબંધુઓની રજા લઉં છું. મારી અપંગતા, અને અમુક ઊણપેાને કારણે વાચકંબંધુઓને કેટલીક વાર સહન કરવું પડયું છે અને ગુસ્સા પણ કરવા પડયો હશે. પરંતુ, એ બધું માફ કરા, એવી વિનંતી સાથે હું શ્રી. મગનભાઈને મારી નમ્ર શ્રદ્ધાંજલિ અર્પીને વિરમું છું. તે મારા પિતા-ગુરુ હતા; અને પેાતાના નાદાન પુત્રની જેમ તેમણે મને છેક છેવટ સુધી સંભાળ્યું છે. ' સત્યાગ્રહ ’ તા. ૮-૨-૧૯૬૯માંથી] ગાપાળદાસ જીવાભાઈ પટેલ રાજીનામું [કોચરબ સત્યાગ્રહાકામ સ્મારક અંગે ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્ર શ્રી. રામલાલ પરીખે જે પેાલીસ-કારવાઈ કરી તેની સામે વાંધા અને વિરોધ દર્શાવવા શ્રી. મગનભાઈ દેસાઈએ તા. ૬-૧-૬૯ના રોજ જે પુત્ર તેમને લખેલા (જુઓ ‘સત્યાગ્રહ' તા. ૧૮–૧–'૬૯ના અંક પુ૦ ૧૩૮), તેના શ્રી. રામલાલે ૨૪–૧–'૬૯ના રોજ જે જવાબ વાળ્યા, તેથી વળી વધુ દુ:ખી થઈ, શ્રી. મગનભાઈએ ૩૦–૧–૬૯ના રોજ (બાપુજીના બલિદાનદિને જ) વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળના સભ્ય તરીકે રાજીનામું લખી મેાકલ્યું, તે આ સાથે પ્રસિદ્ધ કરું છું. -ગ્રા] Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૯ ભાઈશ્રી રામલાલ, તમારો તા. ૨૪–૧–'૬૯નો પત્ર (નં. ૨૫૩૩-૬૮, ૬૯) મળ્યા. તેનો જવાબ આપવામાં ન પડું; કેમ કે, મારા તા. ૬-૧-’૬૯ના પત્રમાં મેં જે કહ્યું, તેના મુદ્દાને એ ભાગ્યે સ્પર્શે છે. અને જે વાતેમાં તમે જા છે, તે મારા મુદ્દાને પ્રસ્તુત નથી. એટલે મને માફ કરશેા. ભગવાન આપણ સૌનું ભલું કરે. મારા તરફથી વિદ્યાપીઠ મંડળને આ બતાવજે. હું આથી મંડળને વિનંતી કરું છું કે, મને તેના સભ્યપદમાંથી છૂટો થવા દે. એ જ, મજામાં હશેા. શ્રી. રામલાલ પરીખ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ-૧૪ એક ઝલક તા. ૩૦-૧-’૬૯ દા. સેવક, (મગનભાઈ દેસાઈ) સહી એક દુ:ખદ હકીકત આ અંકમાં અન્યત્ર જણાવ્યા પ્રમાણે શ્રી. મગનભાઈ દેસાઈ ‘સત્યાગ્રહ' મારફતે જે સેવા બજાવી રહ્યા હતા, તેની ઉપયોગિતા અને આવશ્યકતા જેમ જેમ તેમના ખ્યાલમાં આવતી ગઈ, તેમ તેમ તેને પગભર કરીને ચાલુ રાખવા તે પ્રાણપણે કોશિશ કરવા લાગ્યા. તેમનું પત્ર અમુક પ્રકારની ગાંધીવાદી રાજકીય રાષ્ટ્રીય દષ્ટિવાળું હોઈ, તે અવારનવાર અમુક વર્ગોમાં અણગમતું થયા કરે, એ તે જોઈ શકયા હતા. એટલે જેમ જાહેરખબરો આપનારાને આધારે પત્ર ચલાવવાનું તેમને નાપસંદ હતું, તેમ ગ્રાહકોના અમુક દુભાયેલા વર્ગ પેાતાને ટેકો પાછા ખેંચી લેતાં ‘સત્યાગ્રહ’ પાંગળું બની ય, એવી સ્થિતિ પણ તેમને પસંદ ન હોઈ, તેમાંથી મુક્ત થવાના તેમણે નિશ્ચય કર્યો. વચ્ચે બે-ત્રણ પ્રસંગે એવા આવી પણ ગયા હતા. · સત્યાગ્રહને એ બધી સંકડામણામાંથી છેાડાવવાનું તેમની સમજમાં આવતાં જ, તેમણે ગૂજરાત વિદ્યાપીઠના ‘ૉડણીકોશ'ની સુધારા-વધારાવાળી આવૃત્તિનું સંપાદન કરી આપવાનું પેાતાને સેાંપાયેલું કામ આખા દિવસના પરિશ્રમ પછી, વિદ્યાપીઠે એ કામ માટે આપેલી ઓરડીમાં જઈ, મોડી રાત Page #106 -------------------------------------------------------------------------- ________________ એક દુઃખદ હકીક્ત સુધી બેસીને પૂરું કરવા ક્રેડ બાંધી; – જેથી તેના મહેનતાણાની જે રકમ મળે, તેમાંથી ‘સત્યાગ્રહ'ને પગભર કરવા માટે પેરવી કરી શકાય. ‘હરિજન' યત્રા, ‘ નવજીવન’ માસિક વગેરે સામયિકો બંધ કરવામાં આવ્યાં હોઈ, ‘સત્યાગ્રહ' મારફ્તે પણ ગાંધીવાદી વિચાર-સરણિ પ્રજા સમક્ષ, વાચક-વર્ગ સમક્ષ, નિરંતર મુકાતી રહેવી જોઈએ, એ તેમને આવશ્યક લાગતું હતું. કોશના સંપાદનનું કામ કેવું કપરું હોય છે, તે તે અનુભવી જ સમજી શકે. બીજી ત્રીજી-ચોથી આવૃત્તિ વખતે એ કામમાં હું તેમની સાથે હોઈ, તે પેાતાની આંખો કેટલા પ્રમાણમાં ગુમાવતા ગયા, તેની મને પ્રત્યક્ષ જાણકારી છે. તેમાંય પાંચમી આવૃત્તિનું વધુ મોટું કામ તેમને ઘણુંખરું રાતના જ પાર પાડવું પડયું, એટલે તેમને આંખોની મમતા વેગળી જ મૂકવી પડી હતી. G પરંતુ હસ્તપ્રત તૈયાર થયે જોડણીકોશ' જેવા કોશના સંપાદકની જવાબદારી પૂરી થતી નથી – છાપકામમાંથી પણ તે બધુ પસાર કરી આપવું રહ્યું. અને એ કામમાં – મારે દુ:ખ સાથે નોંધવું પડે છે કે – તેમને ગૂજરાત વિદ્યાપીઠના સત્તાવાળાઓ પાસેથી લગભગ નહિવત્ – તથા વિપરીત કહેવાય તેવા જ — સહકાર મળ્યા. હસ્તપ્રતને બીબાં ગેાઠવેલી ગેલી સાથે કાળજીથી સરખાવવાનું બહુ જરૂરી હોય છે. પરંતુ તે કામ માટે ગૂજરાત વિદ્યાપીઠે ૪ માણસ મેલ્યો. એક માણસ બે કાગળા સામે રાખી શી રીતે તેમાંનું લખાણ સરખાવી શકે? - અને એ હસ્તપ્રત ટાઈપ કરેલી હતી જ નહિ – છાપેલી પ્રતમાં જ આસપાસ સાલિયાં તાણી કરેલા મબલક સુધારાવધારા અને નવા ઉમેરાવાળી જ એ પ્રત હતી. ખેર. " છેવટે જયારે કાશ છપાઈને પૂરો થયા, અને તેની કિંમત નક્કી કરવાની થઈ, ત્યારે શ્રી. મગનભાઈ પોતાના ૧૫-૮-૬૮ના મહામાત્રને લખેલા પત્રમાં જણાવે છે તેમ, “મહેનતાણું કેટલું કેમ ગણવું ને કથની કિંમત પાડવી તે અંગે મારી સલાહ લેવાને ભાઈ શાંતિલાલને (શ્રી. રામલાલ પરીખની ગેરહાજરીમાં શાંતિલાલ ગાંધી ત્યારે મહામાત્ર તરીકેના કામ ઉપર હતા – ગાવ) કુલનાયકશ્રીએ (એટલે કે, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ, જે ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક હતા અને સાથે જ નવજીવન પ્રેસના વ્યવસ્થાપક પણ હતા. – ગેા) કહ્યું. તે મુજબ કિંમતના રૂપિયે આનાના દરની મહેનતાણાના રૂ. ૩૧,૨૫૦ ગણી કાઢી, તે રકમ પ્રેસ-બિલની અંદાજી ૨કમ ૧,૮૧,૭૫૯,૦૦માં ઉમેરી વેપારી કમિશન વગેરેના ખર્ચ પેટે તે રકમને Page #107 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક to બેવડી કરતાં ૧૭ રૂપિયા એક નકલની કિંમત પડે. એમ ગણતરી થઈ. શ્રી. રામલાલ પરીખે પાછા આવ્યા બાદ એક નકલના રૂ. ૨૦ ઠરાવી શરૂઆતનાં પાન છાપવા ઑર્ડર આપ્યા. આમ મહેનતાણાની રકમ કોશની પડતર કિંમતમાં ઉમેરી લઈને કાશની વેચાણકિંમત નક્કી કરવામાં આવી હોવા છતાં, જ્યારે એ રકમ ચૂકવવાની આવી, ત્યારે શ્રી, રામલાલ પરીખે વિચિત્ર જવાબે વાળવા માંડયા. પહેલાં તો એમ જ કહ્યું કે, આ કામ તમે વ્યવસાયી ધારણે મહેનતાણાની અપેક્ષાએ સ્વીકાર્યું છે, એવું કર્યાં છે? તમે આ કામ માનદભાવે સ્વીકાર્યું છે, ‘એવી સમજથી એ કામ આપને સોંપવામાં આવેલું.' (તેમના પત્ર તા. ૯-૧૦–'૬૮) શ્રી. મગનભાઈએ, જવાબમાં (તા. ૨૨-૧૧-'૬૮) જણાવ્યું કે, *તમે કાંઈક એવું સમજતા લાગે છે કે, (હું) સેવક હતા ત્યારનું મારે માથે બાકી કામ આ હતું, તે! તે પણ તમારી વાત ખોટી છે.... મારે માથે જૂનેથી ચાલુ હોય તેા તે કેવળ (વિદ્યાપીઠની જોડણી જેવું અનુભવીનું કામ કોઈ નવા બિન-અનુભવીને હાથે ચડતાં વણસે નહિ તે લેવાની) નૈતિક મારી ભાવનાથી જ, જેથી કરીને રાજીનામું આપતાં હૈં, તે કહેા તા, કરવાનું કહેલું. (અને નવી આવૃત્તિ તૈયાર કરવાનું કામ કાર્યવાહક સમિતિએ મને સાંપવાના ઠરાવ કર્યો,) તે ઠરાવમાં પણ તમે “માનદ” કે એવું કર્યાં કશું જ લખ્યું છે? કેમકે, પ્રકાશન પેટે મહેનતાણાનું ખર્ચ ચડાવવાના સામાન્ય નિયમ જ વિદ્યાપીઠના છે અને તે કાર્યાલય કરી લે છે... પ્રકાશન-ખર્ચના હિસાબમાં પણ તે ઉધાર પડાય જ છે....' શ્રી. મગનભાઈએ સદરહુ પત્રમાં જ શરૂઆતમાં જણાવ્યું હતું કે, · કિંમત નક્કી કરવામાં પ્રેસ-બિલ ઉપરાંત મહેનતાણું મુખ્ય બાબત છે. ઉપરાંત રૉયલ્ટી, બુકસેલર કમિશન ઇ∞. તેમાંની મહેનતાણાની બાબત જો કાર્યવાહક સમિતિ (ઠરાવ કરે તેના) પર બાકી રહે એવું તમે માનતા હો, તે તમે તે માટે થોભ્યા નથી; અને જે (એ આવૃત્તિ સંપાદન કરવાનું એ કામ) મારું માનદ કામ હશે (એવું તમે) માનતા હતા, તે તે આધારે તમારે રૂ. ૨૦ નહીં, પણ રૂ. ૧૫-૧૬ જેટલી જ કિંમત મૂકવી પડે. તમે જે કિંમત મૂકી તે તા. શ્રી. શાંતિલાલ ગાંધીએ જે યોગ્ય ગણાય એમ સમજી લીધી, તે રૂ. ૨૦ મૂકી છે. આ બધું વિચારતાં તમે જે બધી વાતો લખા છેા, તેથી દુ:ખ થાય www. "3 છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ એક દુખદ હકીકત ઉપરના ઉતારામાં જે “બધી વાતે શ્રી. રામલાલ પરીખે લખી હેવાનો ઉલ્લેખ છે, તે એમણે એમના ૨૯-૭-'૧૮ના પત્રમાં લખી હતી તે બધી બાબત છે, જેમકે, “પાંચમી આવૃત્તિના સંપાદનકાર્ય બદલ મહેનતાણાની આપની માંગણીનું ધારણ અને રકમ નક્કી કરવાનું કામ કાર્યવાહક સમિતિએ તે વખતના ખજાનચી શ્રી. ખંડુભાઈ દેસાઈને સોપેલું. તેમણે આ કામ માટે આપને રૂ. ૧૨૦૦૦) અંકે રૂપિયા બાર હજારનું ઉચ્ચક મહેનતાણું સમગ્ર કામ માટે આપવાનું ઠરાવ્યું છે..આ કાર્ય અંગે હવે પછી વિદ્યાપીઠે આપને કશું આપવાનું રહેતું નથી.” ઇ. શ્રી. મગનભાઈએ શ્રી. રામલાલ પરીખે વાપરેલા “માગણી' શબ્દથી છંછેડાઈ, ૧૮-૮-'૧૮ના પત્રમાં જણાવ્યું કે, “મેં મહેનતાણાની માગણી નહીં, પણ ઉપર કહ્યું તેમ તમે ઠરાવેલી રકમ મને ચૂકતે આપવાની ઉઘરાણી” જે કહે છે તે મેં કરી છે, અને કરું છું ખરો.” ઉપરાંત કાર્યવાહક સમિતિએ ખંડુભાઈ દેસાઈને એ કામ સોંપ્યાની અને તેમણે ૧૨૦૦૦)ની રકમ ઉરચક મહેનતાણા પેટે આપવાનું ઠરાવવાની શ્રી. રામલાલ પરીખે જણાવેલી વાતને ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે, “મને આપવાની બાકી રકમ તમારે ચૂકતે કરવી રહે છે. તમે જે નિર્ણય કર્યો કે કાર્યવાહક સમિતિએ કર્યો, તે કશાની, મને ખબર નથી તથા મને તે બંધનકર્તા પણ નથી. શ્રી. ખંડુભાઈએ કોઈ કશી એવી વાત મને કરી નથી. • શ્રી. ખંડુભાઈએ મને મહેનતાણું નક્કી કરવા અંગે કાંઈ જ કહ્યું નથી. અને તે વિષે વિદ્યાપીઠનો ઠરાવ કે કશું તમે મને નથી જણાવ્યું. અને નથી કોઈએ તે વિષે મારી જોડે ચર્ચા-વિચારણા કરી. એ જે કાંઈ બધું તમે વર્ણવે છે, તે તમે બારોબાર કરેલું એકતરફી છે, અને તેમાં જે બધું તમે કહો છો, તેને વિગતે જવાબ કે ચર્ચા મારે કરવાની છે નહિ. કુલનાયકની આજ્ઞાથી થયેલી વાતને તમે ઢાળીને જે રીતે વર્ણવે છે, તે બધું ભારે દુઃખદ છે, એ ફરીથી કહું છું.” કૉપીરાઈટ વગેરે બાબતોના શ્રી. રામલાલ પરીખે કરેલા ઉલ્લેખના જવાબમાં શ્રી. મગનભાઈ (૨૨-૧૧-૬૮ના પત્રમાં) જણાવે છે, “તમારા ૫ત્રાને અંતે તમે “કોપીરાઈટને ઉલ્લેખ કરે છે. એક વાત ત્યારે તમને કહ્યું કે, મારા કોઈ લખાણને “કૉપીરાઈટ' મેં કોઈને આપ્યો નથી; વિદ્યાપીઠના સેવક તરીકે કોઈ વખાણમાંથી મહેનતાણું મળે, તે તે વિદ્યાપીઠને જમા આપવું જોઈએ, એ જ એક નિયમ મેં તેના સેવક તરીકે જાગ્યો છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તેથી મારાં પુસ્તકોના પ્રકાશન પેટે, મહેનતાણું ખર્ચમાં પાડીને વિદ્યાપીઠ જમા લેતું. કોશની આ આવૃત્તિ વખતે હું સેવક ન હેઈ, મહેનતાણું મને આપવાનું થાય છે. તેને કિંમતમાં મજરે લેવું અને આપવાની ના કહેવી, એ કેવું કહેવાય?... મારી કઈ ચોપડીઓને કૉપીરાઈટ મેં આપ્યો નથી, છપાયેલી આવૃત્તિ પૂરત જ તે હેય. એટલે મારી કઈ ચોપડી તમે ફરી મારી લેખિત પરવાનગી વિના ન છાપતા તથા કેશની આ આવૃત્તિના હકની લીટી, મેં સૂચવેલી રીતે મહેનતાણું મને આપશો એ આધારે, મેં તમને મૂકવા જણાવેલું. તેમાં તમે બીજી વાત કરો, તે પછી રૉયલ્ટી તમારે (મને) આપવી રહી.” શ્રી. મગનભાઈએ ભારે દુઃખ સાથે આ બધા કાગળે ઉચિત કારવાઈ કરવા માટે તેમના એડવોકેટ મિત્ર શ્રી ઘનશ્યામભાઈ ઓઝા (એમ. પી.)ને આપેલા. અદાલતી કારવાઈ વિના જ બધું સમજાવટથી પતાવવાનો પ્રયત્ન કરવાનું ને કહેતા હતા, એવું શ્રી. મગનભાઈએ છેવટના જણાવ્યું હતું. શ્રી. મગનભાઈ જ્યારે આપણી વચ્ચે નથી, ત્યારે આ બધી દુ:ખદ ઘટનાઓ જે એમને દેહાંત સુધી પજવી રહી હતી, તે અંગે કંઈ ગેરસમજ ભવિષ્યમાં ઊભી ન થાય એ હેતુથી આ છેવટના અંકમાં “સત્યાગ્રહ'ના વાચકવર્ગ સમા મેં મૂકી છે. શ્રી. મગનભાઈએ કરેલી કાળી મહેનતના એ પૈસા ચૂકવાય, એ જેવાની શ્રી. મગનભાઈના વાચકમિત્રોની તેમ જ બીજા પણ સૌ લાગતા-વળગતાઓની ફરજ છે, એમ હું માનું છું. છેવટે આ બધું પરમાત્માના અને જનતા જનાર્દનના હાથમાં સેંપી હું વિરમું છું. ‘સત્યાગ્રહ’ તા. ૮-૨-૧૯૬૯ બાપાળદાસ જીવાભાઈ પટેલ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન · સત્યાગ્રહ' પત્ર શ્રી. મગનભાઈ દેસાઈની માલકીનું હતું. તે મારફતે તે ગુજરાતના વાચકવર્ગની, પાતાની રીતે, સેવા બજાવતા હતા. પહેલેથી નફાનું ધારણ રાખ્યું જ ન હોવાથી તેમાં જાહેરખબરો લેવાતી નહિ. કહેવાની જરૂર નથી કે, દર વર્ષે તેના પ્રકાશનમાં ખાટ જ રહી છે. પરંતુ જેમ જેમ તેમને ગુજરાતી વાચક-વર્ગના સંબંધ વધતો ગયો, તથા ગુજરાતની અને તે મારફત દેશની ઉપયેગી સેવા પાતે બજાવી શકશે એમ તેમને લાગવા માંડયું, તેમ તેમ તેમનેા ઉત્સાહ વધતો ગયો અને કેવળ આર્થિક મુશ્કેલીને પ્રાધાન્ય આપવાને બદલે, ગાંધીજીની વિચાર-સરણિ સૌ સમક્ષ ધરતા રહેવાનું પેાતાનું કર્તવ્ય, પેાતાનું ઋણ સમજી, તેમણે અદા કર્યા કર્યું. . ગાંધીજીએ સ્થાપેલી બે સંસ્થાઓ, ગૂજરાત વિદ્યાપીઠ અને નવજીવન, — તેમના ધર્મ કહેવાય કે, તે ગાંધી-વિચારસરણના પ્રચાર ચાલુ રાખે. પણ તે સંસ્થાઓએ એક યા બીજે કારણે ‘ હરિજન ’ પત્રા તથા ‘નવજીવન' માસિક વગેરે બંધ કર્યાં. તેથી પ્રૂફરીડિંગ, એડિટિંગ વગેરે કામેા દ્વારા મળતી કે મળી શકે તેવી બીજી બધી આવકો આ કાર્યમાં નાખવાના નિશ્ચય સાથે શ્રી. મગનભાઈએ ‘સત્યાગ્રહ'નું પ્રકાશન ચાલુ રાખ્યું. . તા. ૧–૨–૬૯ના રોજ થયેલા તેમના અવસાન બાદ એ પત્રનું પ્રકાશન બંધ કરવાની દુ:ખભરી જવાબદારી મારે શિર આવે છે. તેમણે જે ધગશથી, જાગૃતિથી અને જવાબદારીથી એ પત્રનું પ્રકાશન-કાર્ય બજાવ્યું છે, તે ગુજરાતના પત્રકારિત્વના ઇતિહાસમાં ઝટ ભુલાશે નહિ. *જન્મજાત પત્રકાર ગાંધીજી' (અંક ૧૯-૨૦, તા. ૨૮-૧૨-’૬૮ તથા ૪–૧–'૬૯) તથા પત્રકાર તરીકે ગાંધીજી’ (અંક ૨૪, તા. ૧-૨-'૬૯) એ લેખામાં તાજેતરમાં રજૂ થયેલ આદર્શથી જ તેમણે પોતાનું તે કામ બજાવ્યું છે. ગ્રાહકવર્ગે છેવટ સુધી શ્રી, મગનભાઈને તેમના આ કાર્યમાં પેાતાના રસ દાખવી પૂરતા સાથ આપ્યું છે. અને શ્રી, મગનભાઈ પેાતાના વાચકોના એ સાથની કેટલી કદર કરતા, તેને હું સાક્ષી છું. અને સામેથી તેઓશ્રીએ પણ પેાતાની શક્તિનું ટીપેટીપું એ કામમાં રેડયું છે. " ૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સત્યાગ્રહ'નું પ્રકાશન આમ અધવચ બંધ પડતાં, વાચકવર્ગને એક માટી ખોટ પડયા જેવું લાગશે. તેઓ પોતાને જનારી આર્થિક ખોટને એ ખાટ આગળ તુચ્છ જ ગણશે. છતાં, શ્રી. મગનભાઈ પોતે ગ્રાહકવર્ગના પૈસા કઈ રીતે ડૂબે એ કદી ન ઇચ્છે, એવી ખાતરી હોવાથી જ, એવી વ્યવસ્થા વિચારી છે કે, પાંચ રૂપિયા અને તેથી ઉપરની રકમ જેની બાકી રહેતી હશે, તેઓને શ્રી. મગનભાઈના “બુદ્ધિયોગ' પુસ્તકને બીજો ભાગ (૦િ રૂ. પ.૦૦) – જે હવે છપાઈ તૈયાર થઈ જવા આવ્યો છે – તે પુસ્તક, તથા “સત્યાગ્રહ’ની વિચારકલિકાઓને આગળનો ભાગ જે "વિચારમણિમાળા' (કિં૦ રૂ. ૨.૦૦) નામે તાજેતરમાં પ્રકાશિત થવાનો છે, તે (પ્રકાશક પાસેથી મળતાં જ) ગ્રાહકોને મોકલી આપવામાં આવશે. રજિસ્ટરથી તે બધું મકવવાનું ખર્ચ બહુ વધી જાય તેમ હોવાથી, તે પુસ્તકો સાદા બકાસ્ટથી (સર્ટિફિકેટ ઑફ પિસ્ટિગ સાથે) રવાના કરવામાં આવશે. એ ટપાલખ ગ્રાહકોને વેઠવાનું નહિ હેય. પરંતુ રજિસ્ટર્ડ પાસ્ટથી એ પુસ્તકો મેળવવા ઇચ્છતા હશે, તેઓએ ૭૦ પૈસાની ટપાલની ટિકિટ પહેલેથી મોકલી આપવી રહેશે. એ બંને પુસ્તકો નવાં હોઈ, કોઈની પાસે હોવા સંભવ નથી. તે ઉપરાંત વધતી રકમનાં કે તેથી ઓછી કિંમતનાં પુસ્તક શ્રી. મગનભાઈનાં પ્રકાશિત થયેલાં બીજાં પુસ્તકોમાંથી પસંદ કરવામાં આવશે. પુસ્તકો રવાના કરવાનું કામ પ્રકાશક સંસ્થા તરફથી નકલે હાથમાં આવતાં એકાદ પખવાડિયામાં પતાવી દેવામાં આવશે. શ્રી. મગનભાઈએ લખવા શરૂ કરેલ શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર ૩૩ પ્રકરણ સુધી છપાઈને અટકેલું છે. જીવનચરિત્ર લખવાની જવાબદારીના પૂરેપૂરા ભાન સાથે પૂરી નિષ્ઠાથી આરંભાયેલું એ જીવનચરિત્ર હવે અધૂરું જ પ્રસિદ્ધ કરાશે. તે જ પ્રમાણે બંગાળના માજી મુખ્ય પ્રધાન શ્રી. પ્રફુલચંદ્ર ઘોષે લખેલું ગાંધીજીનું જીવનચરિત્રા પણ તેમની સુચનાથી શ્રી. મગનભાઈએ ગુજરાતીમાં પ્રસિદ્ધ કરવાનું માથે લીધેલું. છેલ્લા પ્રકરણની અધવચ સુધીને ભાગ છપાઈ ગયો છે અને તે તેમણે બરાબર તપાસી આપે છે. બાકીને ભાગ હવે છ.પી લઈ, તે પુસ્તક પણ જલદી પ્રકાશિત કરવામાં આવશે. શ્રી. મગનભાઈના “નિવાપાંજલિ” અને “વિવેકાંજલિ” એ બે અગત્યના સંગ્રહોની પૂર્તિ તેમનાં એ જાતનાં નવાં લખાણથી કરી લેવી જરૂરી છે. તથા તેમણે “જપજી' અને “સુખમની” એ બે સુપ્રસિદ્ધ શીખ ધર્મ-પુસ્તકનાં પોતે કરેલાં પદ્ય ભાષાંતરોને બીજી આવૃત્તિ વેળા ગદ્ય અન્વય રૂપે મૂળ પાઠ સાથે પ્રકાશિત કરવા વિચારેલાં. તેમાંથી “જપજીની Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન હસ્તપ્રત તો તૈયાર પણ થયેલી છે; તે જલદી પ્રકાશિત કરવામાં આવશે. તે બધાં પુસ્તકો શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ તરફથી પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ૦, અમદાવાદ-૧૩, મારફતે પ્રકાશિત થશે. જે વાચકોને રસ હોય તેઓ તે પુસ્તકો, એ પ્રકાશન સંસ્થાને પૂછપરછ કરીને મેળવી શકશે. શ્રી. મગનભાઈનાં લખાણોમાંથી કેટલાક સંગ્રહ પણ તૈયાર કરવાનો તથા તેમનું સંસ્મરણાત્મક જીવનચરિત્ર પણ જુદું છપાવવાનો વિચાર છે. એ બધાં પુસ્તકોની માહિતી વાચકવર્ગે પરિવાર પ્રકાશન સંસ્થા મારફતે જ મેળવવી પડશે. “સત્યાગ્રહ’ કાર્યાલય હવે સમેટી લેવામાં આવશે. એ બધાં પ્રકાશન મારફતે વાચકવર્ગ શ્રી. મગનભાઈને સંપર્ક હજુ લાંબો વખત ચાલુ રાખી શકશે. અક્ષરદેહે તે તે આપણી વચ્ચેથી કદી દૂર થવાના નથી. ‘સત્યાગ્રહ” તા. ૮-૨-૧૯૬૯માંથી] ગેપાળદાસ જીવાભાઈ પટેલ માતૃહતેન ભોજનમ્ – માતૃમુખેન શિક્ષણમ્ ચર્ચા ચાલે છે કે શિક્ષણનું માધ્યમ શું છે? શિક્ષણ માતૃભાષા દ્વારા અપાય કે અંગ્રેજી માધ્યમ દ્વારા પરંતુ મને તે આ સવાલ જ વિચિત્ર લાગે છે. આમાં વળી પૂછવાનું શું છે? આમાં બે મત હોય જ કેવી રીતે, તે મારી સમજમાં નથી આવતું. ગધેડાના બચ્ચાને પૂછવામાં આવે કે તને ગધેડાની ભાષામાં જ્ઞાન આપવું જોઈએ કે સિંહની ભાષામાં, તે એ શું કહેશે? એ કહેશે કે સિંહની ભાષા ગમે તેટલી સારી હોય, મને તો ગધેડાની ભાષા જ સમજાશે, સિંહની નહીં. એ તે દીવા જેવું સ્પષ્ટ છે કે મનુષ્યનું હૃદય ગ્રહણ કરી શકે એવી ભાષા માતૃભાષા જ છે, અને તેના દ્વારા જ શિક્ષણ અપાય. આમાં શંકાને કોઈ સ્થાન નથી. હું તે ત્યાં સુધી કહીશ કે નાનાં બાળકોને શિક્ષણ એમની પિતાની માતૃભાષામાં આપવાને બદલે પારકી ભાષામાં આપશો, તે એ બાળકે નિર્વીર્ય બનશે, નિર્બોધ બનશે, એમની ગ્રહણશક્તિ બુઠ્ઠી બનતી જશે. તમારે પ્રયોગ કરી જો હોય, તે ઈંગ્લેન્ડમાં કરી જ! ત્યાંનાં બાળકોને બધુ શિક્ષણ હિંદીમાં કે કન્નડમાં કે મરાઠીમાં આપીને જુઓ! એમનું શરીર, પ્રાણ જીર્ણ-શીર્ણ થઈ જશે. Page #113 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક કુણે સાંદિપનિના આશ્રમમાં રહીને વિદ્યા પ્રાપ્ત કરી. પછી ઘરે પાછા ફરવા લાગ્યા, ત્યારે ગુરુએ કહ્યું, વર માગો! કૃષરે કહ્યું, “માતુહતેન ભોજનમ' એટલે કે મરતાં સુધી મને માતાના હાથનું ભેજન મળે. હું વિચાર કરું છું કે તે બાળકોની શી વલે થતી હશે, જેમને કયારેય માના હાથનું ભોજન ખાવાનું ભાગ્ય સાંપડતું નથી ! કયાંક હોટલમાં ખાય છે કે ક્યાંક ભોજનાલયમાં. માના ભોજનમાં કેવળ રોટલી જ નથી હોતી, પ્રેમ પણ હોય છે. એટલા વાતે જ કરે “માતૃહતેન ભોજનમ' એવે વર માંગ્યો. એવી જ રીતે હું એવું માગ્યું કે, “માતુમુબેન શિક્ષણમ્' એટલે કે માતાને મુખેથી શિક્ષણ મળે. અને એ જ વાત માતૃભાષાને પણ લાગુ પડે છે. બાળકને માતૃભાષામાં જ શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણનું માધ્યમ તે માતૃભાષામાં જ હોય. માતૃભાષા દ્વારા જ પહેલેથી છેવટ સુધી બધુ શિક્ષણ આપવું જોઈએ. શિક્ષણ માટે અંગ્રેજી માધ્યમની વાત કરવી, એ સે ટકા મૂર્ખામી છે. બીજી ચર્ચા ચાલે છે, અંગ્રેજી ક્યારથી શીખવવું તે વિશે મારું માનવું એ છે કે પહેલા સાત વરસને જે અનિવાર્ય શિક્ષણને ગાળે સમસ્ત પ્રજા માટે માનવામાં આવ્યો છે, તેમાં અંગ્રેજીને સ્થાન આપવું એ શિક્ષણની દૃષ્ટિએ તથા લોકમાનસના વિકાસની દષ્ટિએ મોટી ભૂલ થશે. તેનાથી અંગ્રેજી ભાષાજ્ઞાનને વિશેષ લાભ નહીં થાય, ઊલટાની માતૃભાષા તથા બીજા વિષના અધ્યયનને હાનિ પહોંચશે. જેને એક વાર માતૃભાષાનું ઉત્તમ શાન પ્રાપ્ત થાય છે, તે પાછળથી અન્ય ભાષા થોડા વખતમાં સારી રીતે શીખી શકે છે. અનેક પ્રયોગ કરીને મેં આ જોઈ લીધું છે. નાની ઉંમરથી અંગ્રેજી શીખવીશું, તે બાળક અંગ્રેજી સારું શીખશે, એ તદ્દન ખેટ ખ્યાલ છે. જ્યાં સમાજમાં આબોહવા અંગ્રેજીની હોય, ત્યાં નાનપણથી અંગ્રેજી શીખવી શકાય. પરંતુ જયાં સુધી વ્યાકરણ મારફત ભાષા શીખવવાની પ્રણાલી છે, ત્યાં સુધી માતૃભાષાના વ્યાકરણ અને સાહિત્યની સારી જાણકારી થયા વિના બીજી ભાષાએ સરળતાથી પકડી શકાતી નથી. માતૃભાષાનું વ્યાકરણ ને સાહિત્ય ન જાણનારે બીજી ભાષાનું વ્યાકરણ ને સાહિત્ય કઈ રીતે શીખશે? માટે શિક્ષણનાં પહેલાં સાત વરસ અંગ્રેજી ન જોઈએ. આ દરમ્યાન તે માતૃભાષાનું જ શિયાણ પાયામાંથી પાકું થવું જોઈએ. વળી, આમાં સમસ્ત સમાજની દષ્ટિએ પણ વિચાર થવો જોઈએ. આપણે એ ભૂલવું ન જોઈએ કે મોટા ભાગનાં બાળકે તે સાત વરસનું Page #114 -------------------------------------------------------------------------- ________________ માહર્તન જનમ-મહમુખે શિક્ષણમ જ શિક્ષણ લેતા હોય છે. તેઓ સાત વરસથી આગળ વધતાં જ નથી. આટલું શિક્ષણ લઈને તેઓ ખેતીમાં જશે કે બીજા-ત્રીજ નોકરી-ધંધામાં જશે. એમને અંગ્રેજીને શે ઉપયોગ? તે એમના ઉપર નિશાળમાં અંગ્રેજી શું કામ લાદવું? ડાંક વરસમાં એમને અંગ્રેજી તે આવડવાનું છે નહી, પણ એમના બીજા વિષયના અધ્યયનમાં આનાથી ધક્કો પહોંચશે. એટલે એમને આ નાહકના બેજમાંથી મુક્ત રાખવા જોઈએ. આમ, પહેલા સાત વરસના શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન ન હોવું ઘટે. આ ઉપરાંત, ઘણી વાર એમ પણ કહેવામાં આવે છે કે અંગ્રેજી વિના દેશનો વહીવટ શી રીતે ચાલશે? અથવા તે અંગ્રેજી નહીં જાણતા હોઈએ, તો વહીવટમાં આપણે પાછા પી જઈશું. આ વાત પણ એકદમ નવાઈ પમાડે તેવી છે. અને આવી માનતા કાયમ રહે છે તેમાં ભારે મોટે ખતરો છે. કેટલાકને એમ જ છે કે રાજ્યકારભાર ચલાવવા માટે આપણી ભાષાએ સમર્થ નથી. આ એક ભ્રમ છે. હા, કેઈ એમ કહે કે આધુનિક વિજ્ઞાનને પ્રગટ કરવા માટે પશ્ચિમની ભાષાના શબ્દો લેવા પડશે, તે તે સમજાય, કેમ કે એ વિષય આપણા માટે નવે છે. પરંતુ તમારે પોતાને રાજયકારભાર ચલાવવા માટે તમારી ભાષા જે સમર્થ નથી તો અમને ‘ભારત છોડો' શું કામ કર્યું? શું કારભાર ચલાવવા માટે આપણી ભાષામાં શબ્દો નથી? લેકેને સારી રીતે અન-વસ મળે, ઉત્પાદન વધે, લોકોના ઝઘડા ઓછા થાય, સફાઈ-સ્વચ્છતા રહે ખેતીની ઉન્નતિ થાય – શું આ બધી વાત માત્ર અંગ્રેજીમાં જ લખી શકાય તેવી છે? શું આ બધું આપણી ભાષામાં ન લખાય અને ન સમજાય? આ જાતની દલીલ કરવી એ તે પરતંત્ર બુદ્ધિ વાણ છે. વહીવટમાં અંગ્રેજીને અગાઉ જે સ્થાન હતું, તે આજે હરગિજ ન હોઈ શકે. વળી, એક બીજી વાત તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ. આપણે કારભાર આપણી ભાષામાં ચલાવવાને બદલે અંગ્રેજીમાં ચલાવવાથી આપણે ભારે અનર્થ કરી રહ્યા છીએ અને જોખમ પણ વહેરી રહ્યા છીએ. તે કેવી રીતે, એ સમજીએ. જાઓ, આપણે કારભાર અંગ્રેજીમાં ચાલવાથી પરિણામ શું આવે છે? આપણે કારભાર કઈ રીતે ચાલે છે, તે અમેરિકા અને ઇંગ્લૅન્ડ ઘર બેઠાં એ૦–૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯ એક ઝલક જાણી શકે છે, પણ આપણા જ દેશના ખેડૂત તે જાણી શકતા નથી, આનાથી મોટા અનર્થ બીજો કયો હોઈ શકે? આનાથી બે વાત થાય છે. આપણા દેશના કારભાર બીજા સામે ખુલ્લા કરી દેવામાં નરી મૂર્ખતા છે, એ વાત રાજકારણમાં પડેલા તે કબૂલ કરશે જ. રાજનીતિમાં રાજ્યનાં રહસ્યા ગુપ્ત રાખવાની કોશિશ હોય છે, એવી પ્રતિજ્ઞા પણ લેવાય છે. રાજકારણીઓને ગોપનીયતાની જરૂર જણાય છે. એ દૃષ્ટિએ જોતાં અંગ્રેજીમાં બધા કારભાર ચલાવવા એટલે ગોપનીયતા ઢીલી કરવા બરાબર છે. અને પેાતાની જ પ્રજાને તેનાથી અજાણ રાખવી તેમાં તે મોટી ભૂલ છે જ. એટલે વહીવટમાં અંગ્રેજી ન રહે અને વહીવટ બધા લોકો જાણતા હોય એ ભાષામાં જ ચાલે, એવા આપણા પ્રયત્ન રહેવા જોઈએ. તે આજે અંગ્રેજીને જે અનુચિત સ્થાન મળી ગયું છે, તે દૂર થશે. ‘ભૂમિપુત્ર'માંથી ] વિનેાખા ભાવે દુગ્ધ-વિદગ્ધ-વાઙમય સૃષ્ટિ અને માનવ વચ્ચે પડદા નથી. માનવ સૃષ્ટિમાંથી સીધેસાધા બાધ ગ્રહણ કરી શકે છે અને આજ લગી તે એમ કરતા આવ્યા છે. આ જ બાધ વાણીમાં ઉતરીને વાડમય અને સરસ્વતીની કૃપા પામીને સારસ્વર બને છે. સરસ્વતીની ખાસ કૃપા પામેલા મહાપુરુષો બીજાના લાભાર્થે ગ્રંથરૂપે આવા સારસ્વતના સંચય કરે છે. આવે! સંચય માનવીની અમૂલ્ય નિધિ છે. - પેાતાના અનુભવોને લાભ માણસ પેાતાના બંધુઓને આપે એ તે દયાનું જ એક કાર્ય છે પરંતુ એની પણ મર્યાદા છે. એય ફલાણા, તું અમુક કર ને તમુક ના કર – આવા સીધા – સચેાટ ઉપદેશ પણ એક પ્રકારના હુમલા જ છે. આનું આક્રમણ પણ સહન થઈ શકે, એ મીઠું પણ લાગી શકે, જો એ માતાપિતા કે ગુરુ દ્વારા થયું હોય! આ ત્રણેય પ્રકારના સંબંધ દ્વારા બોધપાઠ આપી શકે તેવાં હિતેચ્છુક ધર્મશાસ્ત્ર આ પ્રકારના પ્રત્યક્ષ, સીધા અને નિશ્ચિત, આજ્ઞાકારી ઉપદેશ આપતાં રહે છે. પરંતુ બીજા લેાકાને કાંઈ આવા અધિકાર મળી જતા નથી, અને એટલે જ વાડમયની મીમાંસા કરનારા સાહિત્યકારો ઉપદેશોના ખડકલા કરી નારા સાહિ યને ગૌણ સમજે છે, પછી ભલે ને એ બાધઉપદેશ ગમે તેટલા સુયેાગ્ય હોય સાહિત્યકારો સૂચક સાહિત્યને જ પ્રથમ સ્થાન આપે છે. Page #116 -------------------------------------------------------------------------- ________________ દવિદ-વારમય સાહિત્યકારોની આ દૃષ્ટિ એક અહિંસક સૂક્ષ્મ દૃષ્ટિ છે, એવું હું માનું છું. જેવી રીતે સીધેસીધા, પ્રત્યક્ષ, બોધપાઠથી બીજા પર આક્રમણ થાય છે અને એટલે જ એમાં એક પ્રકારની હિંસા જ થાય છે, એ જ રીતે સૂચક બેધ પણ અત્યંત ગૂઢ ભાષામાં ઉતરે તે એ માણસના મગજનું દહીં કરી મૂકે અને એ રીતે એમાં બીજા પ્રકારની હિંસા થવાનો સંભવ રહે. એટલે અહિંસામાં રમમાણ થયેલા સરસ્વતી પુત્રોની લેખન શૈલી કશુંક સૂચવી ભલે જાય, આંગળી ચીંધાડી દે પણ લગીરે ખૂંચે નહીં એ શત વચ્ચે ઊભેલી હોય છે. આમ ઉપરોક્ત બંને મર્યાદાઓને સાચવી લઈને વાડમય અવતરે છે એ છે – વિદગ્ધ સાહિત્ય. જ્ઞાનદેવના શબ્દોમાં કહેવું હોય તો જેવી રીતે પાણી એક બાજુ આંખની કીકીને પણ ઈજા નથી પહોંચાડતું અને બીજી તરફ ખડકોને પણ તોડી પાડે છે, એવું જ યથાર્થ અને મૃદુ, મિત અને રસાળ છે વિદગ્ધ-વાડમયનું વિશુદ્ધ સ્વરૂપ જમાને તે એરણે ચઢાવશે જ આજે કાવ્ય, નાટક, ઉપન્યાસ, લઘુકથા જેવા પ્રકારનો સમાવેશ વિદગ્ધ-વાડમયમાં કરાય છે. પરંતુ અમુક આકારનો આંચળો ઓઢી લેવા માત્રથી કાંઈ વિદગ્ધ સાહિત્ય ન થઈ જાય. લેખનશૈલીના આ પ્રકાર સીધેસીધે કશે બોધપાઠ આપતા નથી અને અહિંસક-સુચન-પદ્ધતિને અનુકુળ છે, એટલે વિદગ્ધ સાહિત્યમાં એને સમાવેશ થઈ શકે ખરે. પરંતુ એ સ્વરૂપ કાવ્ય, નાટક છે એટલા જ કારણસર એ સાહિત્ય વિદગ્ધ હશે તેમ ન કહેવાય. કાવ્ય, નાટક, કથા વગેરેનું આજે કેટલુંય સાહિત્ય એવું દર્શાવી શકાય, જેમને સમાવેશ કરવો જ પડે તે દગ્ધ-વાડમયમાં જ કરવો પડે. દગ્ધ શું અને વિદગ્ધ શું એની કસોટી બીજું કઈ કરે કે ન કરે, જમાને તો કરવાનું જ છે. દાખલા તરીકે રામાયણ અને મહાભારત! વિદગ્ધ વાડમયનાં આ બે ઉત્તમ ઉદાહરણ છે, જે જમાનાની કસોટી પર કસાઈ ચૂક્યાં છે. આથી વિરુદ્ધ, કથાશૈલીમાં લખાયેલી કેટલીય પુરાણકથાઓ આજે દગ્ધ થઈ ચૂકી છે. કાવ્ય કે કથાને પ્રકાર લોકોને ગમે એ વાતનો લાભ ઉઠાવીને ઢગલાબંધ ચેપડા બહાર પડે છે, એ તમામ દગ્ધ સાહિત્ય છે, આજ નહીં તો કાલે, એ ખાખ થઈ જવાનું છે. પણ પિતે સળગીને ખાખ થાય તે પહેલાં અનેકોનાં હૃદયને પણ સળગાવતું જાય છે, આ દુ:ખની બાબત છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સાચું હિતકારી છતાંય મીઠું નાનાં બાળકોને પણ વાર્તા ગમે છે, એનું શું કારણ છે? નાના બાળકને માની વાણી વહાલી લાગે છે, એનું પણ શું કારણ છે? બેઉનાં કારણ એક જ છે, પ્રેમપૂર્વક ઈશારો કરી દે – આ જ છે કારણ. ગીતાએ કહ્યું જ છે – “અનુગકર વાકયં સત્ય પ્રિય હિન ચ થતુ' કોઈને ઉગ ન પહોંચાડનારી સાચી, પ્રિય અને હિતકારી વાણી બોલવી. પરંતુ મા તે સીધેસીધે ઉપદેશ પણ કરી શકે છે અને એ પણ બાળકને ગમે છે. બીજાને સીધો બેધ તો નથી જ ગમતે, બલકે આડકતરું સુચન પણ હમેશાં ગમે જ, એવું નથી હોતું. યંગ, કટાક્ષ કે વકતામાં કરાયેલાં સૂચનો સીધા આક્રમણ કરતાં પણ વધારે અપ્રિય થઈ પડે છે. કહેવાને સાર એ કે, સૂચન પણ વિદગ્ધ જ હશે એવું નહીં, અને સીધેસીધો બંધ પણ પ્રેમાધિકારપૂર્વક અપાયો હોય તો વિદગ્ધ હોઈ શકે, તેવું બને. એટલે જ ગીતાને પ્રત્યક્ષ ઉપદેશ પણ વિદગ્ધ વાડમય બની જાય છે, એટલું જ નહીં વિદગ્ધ વાડમયને આદર્શ સિદ્ધ થઈ જઈ શકે છે. મનાવી-પટાવી રિઝવી લઈને હિતોપદેશ કરવાના જેટલા પ્રકાર છે, એ બધું વિદગ્ધ વાડ મય છે, પછી એ પ્રત્યક્ષ ઉપદેશરૂપે હોય કે પરોક્ષ સુચનરૂપે કે વિવેચન અથવા તો કથારૂપે પણ કેમ ન હોય! ત્રણ ઉત્તમ ઉદાહરણ જ્ઞાનદેવે આદર્શ વિદગ્ધ વાડમયનું એક બાહ્ય લક્ષણ બતાવ્યું છે – આકારે નાનકડું પણ પરિણામે મહાન – ગીતાવચનમાં પણ “મિત' શબ્દ છે. અમારી માએ નાનપણમાં એક સુત્ર ગાંઠે બાંધી આપેલું -“ડાકમાં મગા.’ મને એક ભાઈએ મને ગમતાં ત્રણ સર્વોત્તમ પુસ્તકો પૂછયાં, ત્યારે મેં કહ્યું -ભગવદગીતા, ઈસપની નીતિકથા તથા યુકિલિડની ભૂમિતિ, સાંભળનાર માટે આ જવાબ સાવ જ અણધાર્યો હતો. પરંતુ આ ત્રણેયને હું વિદગ્ધ વાડમયનાં ઉત્તમ ઉદાહરણ ગણું છું. ગીતાને બચાવ તે મેં અગાઉ કર્યો જ છે. ઈસપની કથાઓને બચાવની જરૂર નથી. યુકિલિડનું રેખાગણિત કેવી રીતે વિદધ વાડમય બને છે, એ સમજાવવું પડે. યુકિલડ સીધે ઉપદેશ નથી કરતો. થોડાકમાં પ્રમેય સમજાવી પછી આ ખસી જાય છે. આ બધા વિદગ્ધ લક્ષણ છે. ભૂમિપુત્ર’માંથી] વિનોબા ભાવે Page #118 -------------------------------------------------------------------------- ________________ “શું-શાં ચાર, તે “યસ મૅડમ સાડા ત્રણ! ૧૯૫૫ના જૂન માસથી ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું માધ્યમ ગુજરાતી થયું. એ વાતને આજે ચાલીશ વર્ષ થયાં. વિજ્ઞાન, ગણિત, તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, મને વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, સમાજશાસ જેવા અનેક વિષયોમાં ગુજરાતી વાપરવાને નિર્ણય થશે. લલિત સાહિત્ય ઉપરાંત કેટલા બધા નવા વિષયોમાં સાહિત્ય ઉત્પન્ન કરવાની તક ઊભી થઈ! ગુજરાતી સાહિત્ય પરિષદે આ બાબતમાં ખાસ પગલાં લીધાં હોય તેવું જણમાં નથી. હા, અમદાવાદ ખાતેના એક અધિવેશનમાં વિક્રમ સારાભાઈના પ્રમુખપદે વિજ્ઞાન વિભાગ જય હે તેવું યાદ છે. વિજ્ઞાનક્ષેત્રમાં ગુજરાતીમાં સાહિત્ય ઉત્પન્ન કરવાની આ તકને સાહિત્ય પરિષદે જરાયે લાભ ન ઉઠાવ્યો. કલકત્તામાં ભરાયેલી એક આંતરરાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં. બ્રાયન વિલ્સને એક વાત કરેલી. ૧૬મી સદી સુધી ઇંગ્લેન્ડમાં સઘળું શિક્ષણ લેટિનમાં થતું. ૧૬મી સદીના અને "ભાગમાં' કઈકે સૂચવ્યું કે શાળાનાં પુસ્તક લેટિનને બદલે અંગ્રેજીમાં લખાવાં જોઈએ. ત્યાં તે શિક્ષિત સમાજમાં હે હે થઈ ગઈ. અંગ્રેજી ભાષા તે એટલી વિકસિત નથી, લેટિન વગર શિષ્ટ વિશે કેવી રીતે શીખવાય! આ વાત કહીને વિશ્વને ઉમેર્યું, “The argument sounds tamiliar, isn't it?" It... : ગુજરાતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણ અને ગુજરાતી ભાષાના શિક્ષણ વચ્ચે ગાઢ સંબંધ છે. અંગ્રેજીમાં શિક્ષણની વાત તે અત્યારે એ ચર્ચાનો મુદ્દો છે માટે લખી છે. ખરું જોતાં બાળકના સમગ્ર શાળેય શિક્ષણને માતૃભાષાના શિક્ષણ સાથે ગાઢ સંબંધ છે. આ અંગે લંડનની શાળાઓમાં એક પ્રયોગ થયો હતો. - લંડનની કાઉન્ટી કૌસિલની શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓમાં ૧૬ ટકા જેટલા વિદ્યાર્થીઓની માતૃભાષા અંગ્રેજી નથી, પણ બંગાળી, ગુજરાતી, પાબી, ઉર્દૂ કે આફ્રિકાની કોઈ ભાષા છે. હવે સરકારની નીતિ તો સ્પષ્ટ છે કે આ બાળકોએ સમાજના મુખ્ય પ્રવાહમાં ભળી જવું જોઈએ. તેથી શાળામાં શિક્ષણની ભાષા તે અંગ્રેજી જ રહેશે. પણ કૌસિલના શિક્ષણશાસ્ત્રીએને થયું કે આ પરિસ્થિતિની બાળકના શિક્ષણ ઉપર શી અસર થાય છે Page #119 -------------------------------------------------------------------------- ________________ એફ એક ૧૦૨ તે ચકાસવું જેઈએ, એટલે એમણે એક પ્રયોગ કર્યો. અંગ્રેજી, બંગાળી, ગુજરાતી, પંજાબી, ઉર્દૂ તથા આફ્રિકન ભાષામાંની દરેક ભાષાદીઠ, તે ભાષા જેમની માતૃભાષા હોય તેવા પચાસ-પચાસ વિદ્યાર્થીનાં જૂથ દીધા. આ વિદ્યાર્થીઓને એક પ્રશ્નપત્ર તેમની માતૃભાષાને આપ્યા અને એક બીજા વિષય તરીકે એક પ્રશ્નપત્ર ગણિતના આપ્યો. ગણિતના પેપર તા બધાને સરખા અને અંગ્રેજીમાં. માતૃભાષાના પેપર દરેકને તેમની માતૃભાષા પ્રમાણે પણ એકંદરે સરખા ધેારણને. પરીક્ષા પૂરી થયે પરિણામ ચકાસતાં જણાયું કે વિદ્યાર્થીની માતૃભાષા ગમે તે હોય વિદ્યાર્થીએ માતૃભાષામાં મેળવેલા માર્ક વચ્ચે સીધા સંબંધ છે – જે વિદ્યાર્થીના માતૃભાષામાં વધારે ગુણ તેના ગણિતમાં વધારે ગુણ, ભલે ને તે માતૃભાષા શાળામાં શીખવાતી ન હાય! અલબત્ત, પછી લંડનની કૌસિલે તા શાળાના સમય બાદ બાળકોને તેમની માતૃભાષા શીખવવાની વ્યવસ્થા કરી. આ પ્રયોગ એક બહુ ઉપયોગી તારણ તરફ આંગળી ચીંધે છે. માતૃભાષાનું સારું શિક્ષણ એ કોઈ પણ વિષયના સારા શિક્ષણ માટેની પૂર્વશરત છે. આપણી શાળાઓમાં ગુજરાતીનું શિક્ષણ સુદ્દઢ થશે તેમ તેમ અન્ય વિષયાનું – ગણિત, વિજ્ઞાન, સમાજવિદ્યા અને અન્ય ભાષાનું શિક્ષણ સુઢ થશે. - દેશી ભાષાઓના ઘણા ઉત્તમ કવિ અને સાહિત્યકારો અંગ્રેજીના પ્રાધ્યાપકો રહ્યા છે, કારણ કે અન્ય ભાષાશિક્ષણની પૂર્વશરત તેઓ સરળતાથી અંતેષે છે. મારું પ્રાથમિક શાળાનું ગુજરાતી શિક્ષણ સારું થયું હોત તો મારી વિચાર કરવાની નૈસગિક (બાળપણથી ચાલી આવતી) રીત યોગ્ય રીતે વિકસે છે. અને પછી નવા વિષયા, નવી ભાષા શીખવાનું મને વધુ સરળ થાય છે. આમ, મને તો હમેશાં લાગ્યું છે કે આપણી શાળાઓનું ગુજરાતી શિક્ષણ દા'ડે દા'ડે કથળતું જાય છે, અને છતાં આપણે બધા અંગ્રેજી બરાબર શીખવાતુ નથી તેની ચિંતા કર્યા કરીએ તેમાં થોડો' કાર્ય-કારણ'ના ભેદ ભૂલી જવાય છે. જે પ્રજામાં શું શાં પૈસા ચાર 'ની ભાવના પોતાની ભાષા માટે વ્યાપક છે, તે પ્રજામાં બસ સર, યસ મૅડમ ” પૈસા સાડા ત્રણથી વધે નહિ તે તે સમજાય તેવું છે. ‘પરબ'માંથી સારવીને સાભાર] × ૩૦ વૈધ Page #120 -------------------------------------------------------------------------- ________________ મા, માશી ને બહેનપણી અંગ્રેજીને દીરે ઓલવવાને કોઈ પ્રશ્ન કદી કોઈએ ઉઠાવ્યો જ નથી. જગત સાથે સંબંધ રાખવા માટે કોઈ બારી તો જોઈશે જ. તે અંગ્રેજી શું બેટી છે. સવાલ એના સ્થાને છે. અંગ્રેજી આપણી મા છે કે માણી? આ વાત ઠાકોરભાઈ પાંચ અને ઠાકોરભાઈ આઠના રણસંગ્રામ વખતે ચર્ચાઈ જ ગઈ છે. તેમાં ભાગ્યે જ કાંઈ નવું ઉમેરવાનું રહે છે. કમ્યુટર વગેરેનું સમજ્યા. પણ શું ફ્રાન્સમાં, જર્મનીમાં કમ્યુટર વિદ્યા અંગ્રેજીમાં ભાણાવાય છે? માતૃભાષાને ઊંચે લેવાને બદલે તેની અશક્તિ, તેની અશકયતા સ્વીકારી લેવામાં આવી છે, તે મોટી ભૂલ અને ભ્રમ છે. ગુજરાતી ભાષા વિકરતી રહી છે. “વચનામૃત' કે મધ્ય યુગના કવિઓની ભાષા સાથે આજને આપણે ભાષાવિકાસ આનંદશંકરથી ઉમાશંકર સુધીનો ભારે ગૌરવવતિ અને વિકાસશીલ છે. ગુજરાત યુનિવર્સિટીએ સંખ્યાબંધ ગ્રં વિજ્ઞાન કે ઇતિહાસ-સાહિત્યના ઉતાર્યા છે. તે કેટલા વંચાય કે કેટલા ખખ્યા? તેની અપૂર્ણતાઓ દૂર કરવા ગુજરાતના અધ્યાપકોએ કેટલું કર્યું? ભાષાને વાંક છે કે અધ્યાપકોને? ભાષા આપોઆપ વિકસતી નથી. તે માટે નર્મદની જેમ એકપાસના – કમમાં કમ “ઉપાસના કરવી પડે છે. અંગ્રેજી ભણાવવી જ જોઈએ, સારી રીતે ભણાવવી જોઈએ, તેમાં શંકા નથી. પણ કોને? અને ક્યારે? ફરજિયાત કે મરજિયાત? કેળવણીના શાસ્ત્રમાં શિક્ષણ વેલીડ' એટલે અર્થપૂર્ણ – સંદર્ભયુક્ત અવસરામ જોઈએ, તે સિદ્ધાંત છે. તે વિનાનું બધું શિક્ષણ શબ્દભળ છે. પાંચમા ધોરણમાં અંગ્રેજી વેલીડ છે. અહીં તે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણમાંથી તે તે તબકકે સંખ્યાબંધ ૫૦ થી ૭૦% વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી દે છે. તેને આ મામૂલી અંગેનું શિક્ષણ કેટલું ખાનું? જેને જયારે ખપતું હોય તેને તે આપ. પણ જેને જરૂર નથી તેને માથે ઠોકી બેસાડવાને હક્ક કોણે આપો? એ મધ્યયુગી સામંતી માનસ છે. બાપુની મા મરી જાય એટલે બાપુએ તે Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ એક ઝલક મૂછ મૂંડાવવી પડે પણ ગામે પણ? અંગ્રેજી કોઈ તબકકે ફરજિયાત ન હોઈ શકે. હું સાત ધોરણ સુધીના વિદ્યાર્થીઓના સંપર્કમાં રહું છું. તેને પૂરું ગુજરાતી-ગણિત આવડતું નથી. પાંચમા ધરણવાળાને સીધી દસ લીટીની વાત લખતાં આવડતી નથી. - વળી એ બીજી નક્કર હકીકત છે કે આ દેશમાં પાંચમાથી હિન્દી શરૂ થાય છે. બે ભાષા એક જ તબકકે? હિન્દી અને અંગ્રેજી પાંચમામાં આ કુમળાં બાળકોનાં માથા પર? * કોઈ પણ ભાષા, કામચલાઉ કે પ્રાથમિક વ્યાકરણ, લેખન, ઉચ્ચારણ બે વર્ષ તે માગે છે. આપણે તે હિન્દીને આપશે કે અંગ્રેજીને? આ પાંચમાંથી હિન્દી દાખલ કરશું કે અંગ્રેજી? મા-માશી-પડોશણ કોને પ્રવેશ આપશું? આઠમાથી અંગ્રેજી, મરજિયાત અંગ્રેજી શીખવાય તેને તે 'વધિ કઈ છે જ નહીં. * અમે અમારી ઉત્તર બુનિયાદી શાળાઓમાં આઠમાથી જ અંગ્રેજી શીખવીએ છીએ અને દસમામાં અમારા પરિણામે કાયમ હાઈસ્કૂલે કરતાં સારાં આવ્યાં છે. એનું કારણ વિદ્યાર્થીને આગળ બે ભાષાનું પ્રાથમિક વ્યાકરણ મળેલું શિક્ષણ છે, એવું કહ્યું છે જ નહીં કે આઠમાથી અંગ્રેજી ભણાવાય તે નબળું ચડી જાય છે. ઊલટું સારું-સરળ થાય છે. આના આંકડા અમારી પાસે છે. એક વાર છપાવ્યા પણ છે. ઉપલી કક્ષાએ અંગ્રેજી માધ્યમને કેટલાક ભેળાભાઈ સારું ગણે છે. નવાઈ લાગે છે. આમાં ભાષાભક્તિ ક્યાં રહી? અંગ્રેજી માધ્યમમાં મારી ભાષાનું અપમાન, અગૌરવ છે. ભાષાભક્તિ તે એ કે જગતભરનું જનું-નવું ઉપયોગી જ્ઞાન મારી માતૃભાષામાં ઉતારું, બધાને સુલભ કરું. અંગ્રેજમાં ઇલિયડના કેટલા સહજ અનુવાદ છે? ગ્રીક કોણ વાંચવા જાત? એમની માતૃભાષામાં સમર્થ લોકોએ ઇલિયડ કે પ્લેટો ઉતાર્યા. પ્રજા ઊંચે ચડી આજે કોઈ શબ્દનું યથાર્થ ગુજરાતી, હિન્દી, તામિલમાં તરત ન મળે તે ત્યાં સુધી ભલે અંગ્રેજી શબ્દ વપરાય. ઘણા પરદેશી શબ્દો આપણી ભાષામાં છે જ. પણ ગાંધીજીનું અણિશુદ્ધ ગદ્ય આપણી માતૃભાષાનું સામા પ્રગટ કરે છે, તેની ના પડાશે અને સ્વામી આનંદનું ગદ્ય? આપણે માનસિક ગુલામીના શિકાર તે નથી બન્યા? Page #122 -------------------------------------------------------------------------- ________________ મા, માશી ને બહેનપણું ૧૦૫ • આ પ્રદેશ કે હર કોઈ પ્રદેશમાં જન્મેલા બાળક બાળાને જેટલો હક્ક માના ધાવણ પર છે, તેટલો જ માતૃભાષામાં ઉચ્ચાચ્ચ જ્ઞાન મેળવવાને છે. હા, આવું સુલભ કરવા માટે સારા અંગ્રેજી જ્ઞાનવાળા થોડા તો જોઈશે જે.પણું તે માટે બધાને ફરજિયાત માધ્યમ આપવાનું ન હોય. જેને જરૂર છે તે અંગ્રેજી શીખે, પણ તેમનું માધ્યમ તે માનું ધાવણ જ રહે. અંગ્રેજી વિના ગુજરાત પાછળ પડી ગયું છે? એમાં? વેપારઉદ્યોગમાં? એ તો દેશમાં બીજે-ત્રીજે નંબરે છે. ખેતીમાં? ડીપ સીસ્ટમ, કુવા રિચાર્જ પદ્ધતિ ગુજરાતે દેડતી અપનાવી છે. નેકરીઓમાં? નેકરીઓ છે ક્યાં? નોકરી માટે કેટલી લાંચ આપવી પડે છે તે જાણીતી વાત છે. એ ઝાંઝવાનાં જળ છે. પણ માનો કે છેડી છે તો એવી જગ્યા કેટલી? તેને સર્વસામાન્ય શિક્ષણ કે અંગ્રેજી માધ્યમ સાથે શું લેવાદેવા? પણ એક ઇતિહાસ વાંચનાર તરીકે કહ્યું, જેના આધારે લોકસમાજ જીવે છે એમ નહી પણ અસરકારક થાય છે એની સામે ભદ્ર સંસ્કૃત, અંગ્રેજી, લેટિન કે તેવી કોઈ ભાષાને મહિમા ગાવામાં આપણે અજ્ઞાનીપણે ભદ્ર વર્ગને પ્રતિષ્ઠિત રાખવાની દુરાશા સેવીએ છીએ. ભગવાન તથાગત આમાં પણ મહાન માર્ગદર્શક હતા. તથાગતને એમના ઉપદેશે, સંસ્કૃતમાં ઉતારવાની રજા આપવા બે શિષ્યોએ કહ્યું, ત્યારે ભગવાને કહ્યું, “રખે એ ચાળો કરતા. તથાગતે જે ભાષામાં લોકોને ઉપદેશ કર્યો છે તે જ ભાષામાં તેને રહેવા દેજે.” તથાગત સૌને માટે જ્ઞાનના દરવાજા ખુલ્લા મૂકવા આવ્યા હતા. કો માટે તેમની ભાષામાં જ્ઞાનના દરવાજા ખુલ્લા કરો. આ અર્થમાં ભાષાના આવા પ્રશ્નો ભદ્રશાહીના કે લોકશાહીના છે. યુરોપમાં લેટિન અને અહીં સંસ્કૃતને બદલે લોકભાષામાં રામાયણમહાભારત અને ઉપનિષદવાણી ઊતરી એ સોનેરી ક્ષણ હતી. કબીર, જ્ઞાનદેવ, એકનાથ, ગંગાસતી, રજજબ, હરિજન સંત દાસી જીવણ આવા બધા આ માર્ગને દીપભે છે. તેમણે માધ્યમ બદલીને પ્રકાશ ફેલાવ્યો છે. અંગ્રેજીની જેને જરૂર છે, જેટલી જરૂર છે, તેને તેટલું ભણાવીએ. અંગ્રેજી જ શા માટે? ફ્રેન્ચ, લેટિન, અરબી, પશિયન, ગ્રીકના ત્રિવર્ગો રાજય કે સમાજ ચલાવે. તેના મંડળો હોય. અમારી માતૃભાષામાં ભલે એ બધું અમૃત આવે. અમારી માતૃભાષા સમૃદ્ધ થશે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦ એક હક એ પણ પાંચમામાં અંગ્રેજી કે માધ્યમિક શિક્ષણમાં ફરજિયાત અંગ્રેજી કે ઉપર માધ્યમરૂપે અંગ્રેજી એ તો લોકોના જ્ઞાન-દરવાજા બંધ કરવાનો રસ્તો છે. અંગ્રેજી ફરજિયાત ક્યાંયે વેલીડ, જરૂરી આ દેશમાં નથી. ભૂમિપુત્ર'માંથી) મનુભાઈ પn અધ્યયનશીલ ને કમઠ જેમ કાર્યાલયે તેમ નિજ આવાસે સર્વ વ્યવસ્થિત હોય. એમના વિચારે પણ એ જ રીતે કમશ: આવતા રહે છે અને પોતપોતાના સ્થાને બેઠવાયેલા પડયા હોય છે. જે ખાનું ખાવવું હોય, તે ખાનામાંથી ભરપૂર સામગ્રી સંગ્રહાયેલ નીકળે. આ સામગ્રી સાફસૂફ થયેલી હોય એવું પણ જણાઈ આવે એ રીતે એ તે માલ આપણી સામે ધરે છે; જાણે કે કુશળ વ્યાપારી - વેચાણકાર ગ્રાહકને પકડી રાખે છે તથા માલ લેવા બાધ્ય કરે છે. શું રાજકારણ કે શું અર્થકારણ શું ધર્મકારણ કે શુ સમાજકારણ, શું શિક્ષણ કે શું સાહિત્ય, સબમેં મેરા લગતા હે, એ અધિકાર મગનભાઈએ અનેક યત્નપ્રયત્નોથી આપવળે, સંસ્કારગળે તથા શ્રદ્ધાને કારણે મેળવ્યો છે. કોઈ પણ અજણ્યો વિષય એમની પાસે મૂકી દે; તેઓ તેમાં હાથ લાવશે તો તે વિષયમાં ઊંડે ઊંડે ઉતરશે; તલસ્પર્શી, મર્મસ્પર્શી અધ્યયનની ડૂબકી મારીને રત્નને – હાર્દને પકડી પાડશે; પછી મેળવેલ વસ્તુ જનતા સમક્ષ કલમ કે જબાન દ્વારા રજૂ કરશે. એમની રજૂઆતની રીત પણ આગવી જ છે. ભાવનાની લહેરેમાં નચાવનારી એમની શૈલી બોલવાની કે ૧ખવાની નથી; પણ નક્કર દલીલે એક પછી એક આવતી જાય, શ્રોતા કે પાઠકની બુદ્ધિને પિતાની સાથે ખેંચતી જાય. | મગનભાઈ દલીલોમાં પાછા પડે એવા નથી. પોતાનું હસ્યું તે હસાવે, પિતાને ગમ્યું તે ગમરાવે, પિતે વિચાર્યું તે ગળે ઉતરાવે ત્યારે જ જંપે. બાલવામાં માટુંગાયું ન રાખે; સીધું ને સટ, જાણે એક ઘાએ બે ટુકડા. સાચાબોલા; કોઈની મુરવત ન માને. સાચું માને તે જ કરે એવા આગ્રહી પુરુષ જ કાંઈક કરી દેખાડી શકે. કોઈક વાર એમણે રજૂ કરેલી વાતને નામંજૂર કરવાનો પ્રસંગ કે મોકુફ રાખવાના સંજોગો આવે, ત્યારે જોઈ લો મગનભાઈની કાર્યનીતિ. પિતે રજુ કરેલ વાત શા માટે માન્ય નથી થતી તેને મુકાબલો કરે, રદિયો આપે, બાળી ખેાળીને પોતાના સાથીઓને પૂછી પૂછીને, સર્વ વિગત આપે Page #124 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠના આજીવન સેવક અને અંતે કહે : ' આ સ્થિતિ છે, હવે આપ સૌને જેમ ઠીક લાગે તેમ કરો; મેં તો કામ બગડે નહીં, પ્રગતિ થાય, નુકસાન ના થાય તે સારુ આ સૂચવ્યું છે. ખૂબ વિચાર કરીને, સર્વ દષ્ટિએ ધ્યાનમાં રાખીને ફાવે તેમ કરી; પણ નામંજૂર કરશે। તે કામમાં બાધા પહોંચશે એનુ પણ ધ્યાન રાખજે; મારે તે આપ સૌ કહેશેા તેમ કરવાનું છે, પણ મારી ફરજ મારે બજાવવી જેઈએ એટલે આ વાત રજૂ કરી છે. • અશિન...દન ગ્રંથમાંથી] ગોકુલભાઈ ભટ્ટ વિદ્યાપીઠના આજીવન સેવક શિક્ષળ અને સાહિત્ય માસિક (પાછળથી નવજ્ઞીવન)ના તે તંત્રી થયા. ગાંધીજી જેમના આઘ તંત્રી હતા તેવાં બિન પત્રાના પણ તંત્રી થયા. આ બધી જવાબદારી તેમણે કુશળતાથી અદા કરી, વળી તે ક્ષેત્રથી આગળ વધી તે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ થયા, મુંબઈ વિધાન પરિષદના સભ્ય થયા, અને અખિલ ભારત ભાષાપંચમાં નિમાયા. ઉપરાંત તેમણે જુદા જુદા વિષયો પર સારા પ્રમાણમાં પુસ્તકો પણ લખ્યાં છે. આ બધી તેમની કારકિર્દી ઉપરાંત તે કદાચ ઘણા ઊંચા માનવંતા સ્થાને પણ પહોંચી ગયા હોત, છતાં તેમની ષષ્ટિપૂતિ પ્રસંગના સન્માનગ્રંથમાં તેમના વિષે લખવાના મને ઉમળકો ન થયા હાત. તે સમાજરૂપી વૃક્ષની કેવડી ઊંચી કક્ષાએ પહેોંચ્યા, તે જેવામાં મને રસ નથી. ઘણી તેજસ્વી બુદ્ધિશાળી વ્યક્તિ સમાજના શિખરે અકસ્માત બેઠી હોય છે, તેમને અંજલિ આપવાનો ઉમળકો હ્રદયમાં થઈ આવતા નથી. પણ દેશસેવાના પાતાના નાના ક્ષેત્રમાં કોઈ તે ક્ષેત્રના ધ્યેયનિષ્ઠ સેવક તરીકે અડીખમ થઈને દટાઈ ગયા હોય, તે સેવક માટે હરકોઈના હૃદયમાં આદર ઊપજે અને તેવાની સેવાનું સ્મરણ કરવામાં હૈયાને ઉમળકા થાય, એ સ્વાભાવિક છે. કેટલી સત્તાશીલ છે, વ્યક્તિ કેટલી બુદ્ધિશાળી છે, કેટલી વિદ્વાન છે, કેટલી પ્રભાવસંપન્ન અને સાધનાસંપન્ન છે, એ બધા સ્વીકારવા કાર્યમાં તેની એકનિષ્ઠા, તેમ જ જીવનની મહત્ત્વાકાંક્ષા ત કરતાં તેનું ચારિત્ર્ય, સ્વીકારેલા ધ્યેયની સિદ્ધિ ખાતર તેના પાયાની નક્કર સ્થાન અચલિતપણે સાચવી રાખવાની દૃઢતા – એની ઈંટ તરીકે પેાતાનું કિંમત મારે મન Page #125 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક વિશેષ છે. એટલા માટે વિદ્યાપીઠના એકનિષ્ઠ સેવક શ્રી. મગનભાઈ વિશે કાંઈ લખવાને મને ઉમળકો થયો. વિદ્યાપીઠના ઇતિહાસમાં અનેક તડકો છાંયડી આવતી રહી છે. ઘણા શક્તિશાળી આચાર્યો અને અધ્યાપકો તેના વળતા પાણીના સમયે ટકી શકયા નથી. તરવૈયો જુવાળમાં ટકી શકે પણ ઓટમા ટકવું મુશ્કેલ છે. નહીં ધારેલી પરિસ્થિતિ આવી ઊભે છે અને તે વાચાર થાય છે. તે રીતે અનેક શિક્ષકો અને આચાર્યો ગાંધીજીના શિક્ષણની વિચારસરણીના પલ્લામાં નહીં ટકી શક્યા. એ તે પ્રીતમ કવિએ ગાયું છે એવું હતું “હરિનો મારગ છે શૂરાનો નહી કાયરનું કામ જોને; પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ એને.” સેવાની હરેક પ્રવૃત્તિમાં એમ જ હોય છે. તે જ સાચી વસ્તુને ઉત્થાન થઈ શકે અને તેને ટકાવી શકાય. વિદ્યાપીઠની આજ સુધીની કારકિર્દીની ગમે તેવી ટિમાં પણ તેની સિદ્ધાંતનિષ્ઠામાં ગુજરાતના શિક્ષણપ્રેમીઓમાંથી થોડાક ટકી રહ્યા છે તેમાં ભાઈ મગનભાઈ અગ્રગણ્ય છે. તેમના વિચારો તલસ્પર્શી છે અને તેમનું આચરણ તે વિચારોને અનુસરીને છે. તેમના સંબંધે ઘણા નાનામોટા કાર્યકર્તાઓમાં એવી માન્યતા પ્રવર્તે છે કે તે પોતાના વિચારમાં બહુ આગ્રહી છે. ગુજરાતના કેટલાક અગ્રગણ્ય આગેવાને તે તેમના પર આક્ષેપ મૂકે છે કે, તે સાવ જિદ્દી છે; કોઈના પલ્લામાં તે સમાઈ શકે જ નહીં. એટલે એમનું નામ સાંભળી ભડકે છે. હાલ પણ કેટલાક વિદ્યાપીઠની પ્રવૃત્તિમાં રસ લેવાને દાવો કરનારા એમ માને છે કે, મગનભાઈ સંસ્થાને આવરી બેઠા છે; વિદ્યાપીઠ એમના આવરણમાંથી મુક્ત થાય, તે તેની પ્રગતિ સધાય. ગાંધીજી અને સરદાર સાહેબની પિપેલી સંસ્થાઓ પ્રત્યે મમતા રાખવાને દાવો કરનારા કેટલાકને એવું કહેતા મેં જાણયા છે. આ સંબધે મેં ઘણે વિચાર કર્યો. પ્રથમ તે દૂર રહ્યાં રહ્યા એમ લાગ્યું કે, તે લોકોના કહેવામાં કાંઈ તબ્ધ હશે. એટલે વિશેષ એકસાઈ કરવા હું જેમ જેમ વિદ્યાપીઠની ચાલુ પ્રવૃત્તિ, તેના પાયાના સિદ્ધાન્તો અને ભાઈ મગનભાઈની કાર્યવાહી વિષે વિશેષ નિકટ સંબંધમાં આવ્યો, તેમ તેમ મારા મન પર એવી છાપ પડી કે, શ્રી. મગનભાઈ વિદ્યાપીઠને આવરી નથી બેઠા, પણ વિદ્યાપીઠ તેમને આવરી બેઠી છે. ગાંધીજીએ વિદ્યાપીઠ દ્વારા શિક્ષણની જે યોજના મૂકી – જેને આપણે પાયાની કેળવણી કહીએ Page #126 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાપીઠના આજીવન સેવક ૧૦૯ છીએ – તે વિચારોના અમલમાં જેનું જીવન ઘડાયું હોય, તે જેનું જીવનધ્યેય હોય, તે જ વ્યક્તિ સંસ્થાને તેના સાચા સ્વરૂપમાં સાચવી શકે. આ વાત વિદ્યાપીઠના સમારંભામાં કુલપતિ તરીકે ગાંધીજીએ આપેલા ભાષણો વાંચવાથી આપણે સારી રીતે સમજી શકીશું. વિદ્યાપીઠ પોતાના સિદ્ધાન્તોના અમલમાં ગમે તેવી સ્થિતિ પણ આવકારે અને જરૂર પડે તો તે જંગમ વિદ્યાપીઠ પણ બને, તાપણ તે એ સિદ્ધાંતામાં અચળ રહે, એવા આગ્રહ પ્રથમથી જ તેમણે રાખ્યા છે. ગાંધીજીના એવા વલણને આપણે સિદ્ધાંતવાદી કહીએ છીએ, જ્યારે મગનભાઈ જેવા તે જ સિદ્ધાન્તને વળગીને વિદ્યાપીઠને - તેના ધ્યેયને સાચવી રહ્યા છે, ત્યારે તેમને લોકો જિદ્દી કહે છે. આમાં મને આવું સમજનારાઓમાં ધ્યેયનિષ્ઠાની ખામી જણાય છે. સારાસારને વિચાર કરી, વિવેકપૂર્વક સ્વીકારેલા શુભકાર્ય પ્રત્યેની નિષ્ઠામાં આગ્રહ ન હોય, તે કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય નહીં. સ્વીકારેલા ધ્યેય સાથે એકતાર થવું જ જોઈએ; તેમ કરવામાં કેટલાકને ભલે જિદ્દીપણું લાગે કે ધૂન લાગે, પણ તે જ જીવનની સાચી મૂડી છે. તે જ સાચા સેવકની સર્વોત્તમ મૂડી છે. એ મૂડીથી જ આજ સુધી જગતના નાનામેટા સેવકો, કે આગેવાનો, કે સુધારા કે મહાત્માએ પેાતાના કાર્યની સફળતા મેળવી શકયા છે. ભાઈ મગનભાઈ એવા જ એક છે. વિદ્યાપીઠના હરેક સિદ્ધાન્ત પ્રત્યે તેમની નિષ્ઠા કાયમ રહી છે અને ગમે તેવા સંજેગામાં તેને તે વળગી રહ્યા છે. તેમના જેવી ધ્યેયનિષ્ઠા ભગવાન આપણા જીવનમાં આપે એવી મારી પ્રાર્થના છે. ‘અભિન'દન ગ્રંથ'માંથી] રાવજીભાઇ મણિભાઈ પટેલ Page #127 -------------------------------------------------------------------------- ________________ સ્પષ્ટવક્તા બાપુ ગયા પછી બાપુના અહિંસક પ્રતિકારના અને વ્યાપક દૃષ્ટિકોણના વારસાને વળગવાના પ્રયત્નો કરનાર પૈકીના મગનભાઈ એક છે. આમ તો મગનભાઈનું સ્વાભાવિક ક્ષેત્ર કેળવણીનું છે. આજે પણ વિદ્યાપીઠ અને ‘મહાદેવ દેસાઈ સમાજ સેવા મહાવિદ્યાલય પાછળ તેઓ પ્રાણ રેડી રહ્યા છે, તે એનું જીવંત પ્રમાણ છે. બાપુની વિદાય પછી રિકન પત્રો ચલાવવામાં જેને સદૂગત કિશોરલાલ મશરૂવાળાનો મુખ્ય ફાળે હતે, તેમ તેમના એક સ્વતંત્ર વિચારના સાથી તરીકે મગનભાઈને ફાળો પણ ઓછો નહોતે. જોકે આજે પરિસ્થિતિવશ તે પત્રો બંધ થયાં છે, પરંતુ મગનભાઈની સાહિત્યઉપાસના અને લોકઘડતરના વિચારો આપતી કલમવાળા છાપાં ચાલુ જ છે. એમની કલમમાં ઠાવકાપણું છતાં જોમ છે, તેમ એમના કર્તવ્યમાં પણ જોમ જણાઈ આવ્યા વગર રહેતું નથી. આજે જયારે મુંબઈ રાજ્ય ભાષા પ્રશ્નમાં પીછેહઠ કરી છે, ત્યારે આખા દેશનું લક્ષ્ય ખેંચાય તેવા પાયાના – મૂળ બંધારણના પ્રશ્નો તેઓ જોશભેર મૂકી રહ્યા છે. એક રચનાત્મક કોંગ્રેસી તરીકે કોંગ્રેસની સરકાર સામે પણ અવાજ કાઢવામાં તેઓ આગળ રહ્યા છે, તે તેમની આ દિશાની ઊંચી ધગશ બતાવે છે. ઉપરાંત સિદ્ધાંતનિષ્ઠા ખાતર કોઈ કોંગ્રેસી મિત્રોનો ખેફ વહેરવાની તેમની તૈયારી પણ દર્શાવી જાય છે. સંત વિનોબાજીના ભૂદાન-ગ્રામદાનના વિચારોમાં એમને જે કાંઈ ભૂલ જણાઈ, તે જાહેર કરવામાં તેઓ પાછા પડયા નહોતા. અભિનંદન ગ્રંથમાંથી] માતઆલજી Page #128 -------------------------------------------------------------------------- ________________ જાહેર સંસ્થા–સમાં શ્રી. મગનભાઈની ગણતરી જાહેર સંસ્થામાં થાય ! પણ સંસ્થાને વ્યક્તિત્વ હોતું નથી; જ્યારે શ્રી. મગનભાઈનું વ્યક્તિત્વ તરી આવે એવું છે. અભ્યાસુ વૃત્તિ કદાચ વિદ્યાર્થી-જીવન ગાળતા ત્યારે હશે તેવી જ તીવ્ર છે. અભ્યાસ કર્યા વિના મત પ્રદર્શિત તેમણે કર્યો હોય તે ખ્યાલ નથી. તે કારણસર જ તેમણે રિકન પત્રોનું તંત્રી સ્થાન દીપાવ્યું. ગાંધીજી, મહાદેવભાઈ અને કિશોરલાલભાઈની પરંપરા જાળવી રાખવી એ સહેલું ન ગણાય. વિચારપૂર્વક મત બંધાયો હોય તે માટે આગ્રહ રાખવો એ સત્યાહીનું લક્ષણ છે. મત બાંધતા અગાઉ શ્રી. મગનભાઈ કદી મૂંઝાતા હશે; પણ તે બંધાયા પછી દઢતાથી તેને વળગી રહે છે તેટલું જ નહીં પણ તે મત પ્રતિ બીજાને વાળવા તે પોતાની ફરજ સમજે છે. પ્રચારક તરીકે તેમનું સ્થાન ઉચ્ચ છે. લખવામાં કે બોલવામાં સચોટ દલીલ રજૂ કરવાની શક્તિ તેમણે ખૂબ ખીલવી છે. અભિનંદન ગ્રંથમાંથી]. વૈકુંઠભાઈ લલુભાઈ મહેતા સંસદીય જીવનઝરમર મુંબઈ રાજ્યના સંસદીય જીવનને ઇતિહાસ તપાસીએ, તે તેને મોટે ભાગે ચાર તબક્કાઓમાં વહેંચી શકાય તેમ છે. પહેલો તબક્કો ૧૮૬૦ થી ૧૯૨૧ સુધીને; બીજો તબક્કો ૧૯૨૧ થી ૧૯૩૫ સુધીને; ત્રીજો તબક્કો ૧૯૩૫ થી ૧૯૪૭ સુધીના અને ચોથે તબક્કો ૧૯૪૭ થી એટલે કે સ્વાતંત્રયપ્રાપ્તિ પછીને. પહેલા તબક્કાને વિચાર કરીએ છીએ ત્યારે આપણને તે સમયના ધુરંધર રાજપુરુષે, લોકમાન્ય તિલક, ફીરોઝશાહ મહેતા, ગોપાલ કૃષ્ણ ગોખલે, દીનશા વાચ્છા વગેરે મહાન વિભૂતિઓની સ્મૃતિ તાજી થાય છે. ( ૧૮૬૦ થી ૧૯૨૧ સુધી મુંબઈ રાજ્યમાં ધારાસભાની એક નાનીશી આવૃત્તિ કહી શકાય તેવી ગવર્નરની કાઉન્સિલ હતી, જેની સભ્યસંખ્યા Page #129 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૨૦ની હતી. ૧૮૯૨ માં ઈન્ડિયન કાઉન્સિલ્સ એકટ નામના ધારાથી આ કાઉન્સિલની સંસદીય પ્રવૃત્તિ કંઈક અંશે વિસ્તૃત બની. સભ્યો રાજ્યકર્તાએને પ્રશ્નો પૂછી શકતા અને વહીવટી સરકાર પાસેથી તેના જવાબો મેળવતા. ૧૯૦૭માં મર્થી-મિન્ટો સુધારા જાહેર થયા. આ સુધારાને પરિણામે મુંબઈ રાજ્યની કાઉન્સિલની સભ્ય સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને તે સંખ્યા ૫૦ની થઈ. જેને માંટફોડ.રિપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે, તેના રાજકીય સુધારા ૧૯૧૯થી અમલી બન્યા. આ સુધારાની પદ્ધતિ દ્વિમુખી હતી. સરકારી સભ્યો કરતાં બિનસરકારી સભ્યોની સંખ્યા વધુ રાખવામાં આવી હતી. છતાં કાઉન્સિલ જે કાંઈ ઠરાવ કે ધારો પાસ કરે, તેને અવધવાની સત્તા ગવર્નર હસ્તક હતી. ૧૯૧૯ને ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એકટ તા. ૧ એપ્રિલ, ૧૯૨૧ના રોજ અમલમાં આવ્યો અને ૧૯૩૭ સુધી અમલમાં રહ્યો. આ કાયદા પ્રમાણે મુંબઈ રાજયની કાઉન્સિલની સભ્ય સંખ્યા ૧૧૪ની થઈ. ૧૯૩૫ના કાયદાથી મુંબઈના વિધાનમંડળનાં બે ગૃહ બન્યાં: એક ઉપલું ગૃહ, એટલે કે કાઉન્સિલ અને બીજું નીચલું ગૃહ એટલે કે વિધાનસભા. " ૧૯૩૭માં વિધાનસભાના સભ્યોની સંખ્યા ૧૭પની કરવામાં આવી અને વિધાનપરિષદની સભ્યસંખ્યા ૧૦ની રાખવામાં આવી. આ રીતે પ્રાનિક સ્વશાસન મુંબઈ રાજયની અંદર ૧૯૩૭ થી ૧૯૩૯ સુધી ચાલશું. ' ૧૯૪૬માં કોંગ્રેસે રાજ્યતંત્રમાં પુનઃ પ્રવેશ કરતાં સંસદીય જીવન ફરી શરૂ થવા પામ્યું. ૧૯૪૯-૫૦માં વડોદરા, કોલ્હાપુર વગેરે કેટવાંક દેશી રાજ્યોનું મુંબઈ સાથે જોડાણ થયું. આમ જોડાયેલાં રાજ્યમાંથી પ્રતિનિધિઓ આવતાં, વિધાનસભામાં ૬૧ સભ્યોને વધારો થશે અને વિધાનપરિષદમાં ૧૦ સભ્યોને વધારો થયો. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી ભારત પ્રજાસત્તાક દેશ બન્યો અને સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યાર બાદ કોઈ પણ જાતના અલગ પ્રતિનિધિત્વના ભેદભાવ વિનાની, પુખ મતાધિકાર હેઠળની, પ્રથમ સામાન્ય ચૂંટણી ૧૯૨૧-પરમાં થઈ. ૧૯૫૨માં વિધાનસભાના સભ્યોની સંખ્યા ૩૧૬ની કરવામાં આવી, જેમાં એક એંગ્લો-ઇન્ડિયન સભ્યની Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ સંસદીય જીવનઝરમર નિયુક્તિ રાજ્યના ગવર્નર દ્વારા કરવામાં આવી. વિધાનપરિષદની સભ્ય સંખ્યા પણ વધારીને ૭ર ની કરવામાં આવી. રાજય-પુનર્રચના પંચના અહેવાલના પરિણામે ૧ નવેમ્બર, ૧૯૫૬ થી હિંદનાં રાજયોની ભાષાના ધોરણે પુનર્રચના કરવામાં આવી. વસ્તીની દૃષ્ટિએ રાષ્ટ્રભરમાં બીજે નાંબરે અને પ્રદેશની દૃષ્ટિએ રાષ્ટ્રભરમાં પ્રથમ નંબરે આવતા મુંબઈના નવા રાજ્યની રચના થતાં, તેમાં જુના મધ્યપ્રદેશ રાજ્યને વિદર્ભવિસ્તાર, જૂના હૈદરાબાદ રાજયને મરાઠવાડા વિસ્તાર અને સૌરાષ્ટ્ર તેમ જ કચ્છના વિસ્તારો ઉમેરાયા. પરિણામે સ્વાભાવિક રીતે જ વિધાનસભા અને વિધાનપરિષદની સભ્ય સંખ્યામાં સારો એવે વધારો થયો. હાલ વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૩૯૭ની છે અને વિધાનપરિષદમાં સભ્યોની સંખ્યા ૧૦૮ની થઈ છે. મુંબઈ રાજયની વિધાનપરિષદમાં શ્રી, મગનભાઈ દેસાઈ ૧૯૫૨ થી ગવર્નર દ્વારા નિયુક્ત થયેલ સભ્ય છે. વિધાનપરિષદમાં નિયુક્ત થયા બાદ તેમણે અત્યાર સુધીમાં અનેક વિષયોની ચર્ચામાં અગત્યને ભાગ લીધો છે. પ્રતિવર્ષ થતી અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચા અને ગવર્નરના સંભાષણ ઉપરની ચર્ચા ઉપરાંત સેલ્સ ઑફ મોટર સ્પિરિટ ટેકસેશન બિલ, મુંબઈ યુનિવસટી બિલ પેમેન્ટ ઓફ વેજીસ બિલ, વિદ્યાપીઠોમાં ભાષાના માધ્યમ અંગેનો બિનસરકારી સંક૯૫, રાજ્યની વિદ્યાપીઠોનો કાયદો સુધારવાનું બિલ, ઑકટોબરમાં લેવાતી એસ. એસસી. પરીક્ષાની નાબૂદી કરવા અંગેને બિનસરકારી સંકલ્પ, ગ્રામપંચાયત સંશોધન બિલ, બાળ સંન્યાસ દીક્ષા નિયમન બિલ, ડિસ્ટ્રિકટ મ્યુનિસિપલ અને મ્યુનિસિપલ બરેઝ બિલ, પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન બિલ, રાજય-પુનર્રચના બિલ, મુંબઈ શહેરમાં પોલીસે કરેલા ગોળીબાર અંગે તપાસ કરવા અંગેનો બિનસરકારી સંકલ્પ, સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ બિલ, શહીદોનાં સ્મારક ખસેડવાને પરિણામે ગુજરાતમાં થયેલાં તોફાને અંગેની બિનસરકારી સભામકૂફીની દરખાસ્ત, પાંચમા ધોરણથી અંગ્રેજી દાખલ કરવા પરત્વેને બિનસરકારી સંકલ્પ – વગેરે અનેક વિષયોની ચર્ચામાં શ્રી. મગનભાઈએ તલસ્પર્શી વિવેચન કરી, પિતાનાં મંતવ્યો સ્પષ્ટપણે અને નીડરતાપૂર્વક રજૂ કર્યો છે. જ્યારે એ) – ૮ Page #131 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જયારે તે બોલતા, ત્યારે તેમની સાથે જેઓને મતભેદ હોય, તેવા સભ્ય પણ તેમની નિષ્ઠા માટે માનની લાગણી ધરાવતા. - શ્રી. મગનભાઈનાં ૬૦ વર્ષની જીવનની ફલશ્રુતિ, એ તેમણે લખેલાં પુરતો અને જે જે સંસ્થાઓને તેમણે પલ છે અને જેમાં જેમાં તેમણે કામ કરેલ છે. તેમની સફળતા ઉપરથી સિદ્ધ થાય છે. એક પ્રખર કેળવણીકાર તરીકે તેમણે પિતાનું અત્યાર સુધીનું જીવન વ્યતીત કરેલ છે અને છેલ્લે ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ તરીકે તેઓની નિયુક્તિ થઈ, તે તેઓના શિક્ષણ-કાર્યની સફળતાને આંક છે. અભિનંદન ગ્રંથમાંથી) ભેગીલાલ લાલા સંભારણું શ્રી. મગનભાઈ દેસાઈ ગાંધીજીના અભય શિષ્ય થયા. આ નગરનું બીજ એ સાચકલા તડ ને ફડ કહી નાખનાર આ છોકરામાં પહેલેથી હું જતો હતો. તે વખતે પણ સ્પષ્ટ પ્રતીતિ થતી હતી કે, શ્રી. મગનભાઈ દેસાઈ મહાન ગુજરાતી નીવડનાર છે. શ્રી. ચંદુલાલ દેસાઈ ફર્સ્ટ કલાસના “ઇડરિયા ગઢ જીતતા જતા હતા. શ્રી. મગનભાઈ પણ બંધુભાવે એમના પ્રતિસ્પધી. કોલેજના શિક્ષણમાં પહેલા વર્ગના જ પ્રવાસી. બી૦એ૦ ફર્સ્ટ કલાસને લગભગ મોઢે આવેલ કળિયે મગનભાઈએ તજી દીધે, ત્યારે મને નવાઈ નહતી લાગી. આ અલગારી મહારથી એ જ અંગદ-કૂદકે મારે. મગનભાઈ ૧૯૪૨ના અરસામાં એક વાર મારે ઘેર મળી ગયા. ત્યારે, પિતે શ્રી અરવિંદના જ્ઞાનયોગમાં કેમ ન ખેંચાયા, ને ગાંધીજીને કર્મયોગથી આકર્ષાઈ એમણે એમને ચરણે જીવન કેમ ધરી દીધું, એને ખુલાસે આપ્યો હતે. શ્રી. તિલક સ્વભાવથી જ્ઞાનગી પણ જીવનથી કર્મયોગી બન્યા. ગાંધીજી સ્વભાવથી કર્મયોગી છતાં એમને એટલું બધું લખવાની ફરજ પડી છે કે, પરાણે એમને જ્ઞાનયોગી બનવું પડયું છે. કર્મયોગમાં માનનારા મગનભાઈને પણ “અંગ્રેજ વેપારશાહી', પાતંજલ યોગદર્શન, ઉપનિષદ આદિ લખી જ્ઞાનયોગની સાધના કરવી પડી છે. શ્રી મગનભાઈ સાથેના કલાકેક વાર્તાલાપમાં જે સાંભળ્યું. તેથી ઉપનિષદ-સુત્ર સાંભય, Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ શ્રી. મગનભાઈ દેસાઈની વાડમયસેવા सत्यमेव जयते नानृतम् । क्रियावानेव ब्रह्मविदां वरिष्ठः । नायमात्मा बलहीनेन लभ्यः । नायमात्मा प्रवचनेन लभ्यः । वाचं घेनुमुपासीत । એમણે મને જે કહ્યું, તેનું દહન મેં આટલાં ચારપાંચ સૂરામાં ! ઘટાવ્યું છે. અભિનંદન ગ્રંથમાંથી] “કુસુમાકર' શંભુપ્રસાદ છેલશંકર જોશીપુરા શ્રી. મગનભાઈ દેસાઈની વાડમયસેવા અત્યારે અહીં મારો ખ્યાલ શ્રી. મગનભાઈની વાડમયસેવાને ટૂંક પરિચય આપવાને છે. - શ્રી. મગનભાઈનું પ્રથમ પુસ્તક સત્યાપ્રહની મીમાંસા ૧૯૩૩માં બહાર પડયું ત્યાર પછી એમની પાસેથી અનેક પુસ્તકે મળતાં રહ્યાં છે. ધર્મતત્વ, ઇતિહાસ, શિક્ષણ અને ભાષા-સાહિત્ય એમ વિવિધ વિષયો એમણે ખેડયા છે. ધર્મતત્ત્વ અંગેના પુસ્તકોમાં યોગ અને ઉપનિષદો અંગેના સ્વાધ્યાય પ્રાચીન ધર્મસાધનાના પ્રકારોને અને ધર્મવિચારોને સમજવાનો પ્રયત્નરૂપ છે, તે સત્યાગ્રહની મીમાંસા આદિ અર્વાચીન સમયમાં પ્રગટેલી ધર્મસાધનાનું સ્વરૂપ સ્પષ્ટ કરવા યોજાયેલ છે. શ્રી. મગનભાઈની માનસ શક્તિઓનું સ્વાભાવિક ક્ષેત્ર કદાચ તત્વવિચાર છે. આપણે આશા રાખીએ કે એમની પરિણત શક્તિઓના ફળરૂપ ગાંધીવિચાર ઉપરનું પુસ્તક એમની પાસેથી આપણને મળશે. ઇતિહાસનાં બે મહત્વનાં પુસ્તક શ્રી. મગનભાઈએ આપ્યાં છે તે હિંની એક વેપારી અને રાજા રામમોહન રાયથી જાંધીની. ઇતિહાસના વિષયના અધ્યાપકો પાસેથી ઇતિહાસનાં અધ્યયને મળે એમાં ઉરની વેપારાહી પ્રેરણારૂપ વનવું જોઈએ. રાણા રામમોહન રાયથી જાંધીની, વિગતવાર બયાન આપતો વિવરણગ્રંથ નથી, પણ લેખકે કહ્યું છે તેમ, “એક સમીક્ષા રૂપ છે. ખાસ કરીને આપણા વિદ્યાર્થીઓમાં આ નાના પુસ્તકનો પ્રચાર થાય એ ઇચ્છા જેવું છે. મારા ખ્યાલ પ્રમાણે તે અત્યારના દરેક સુશિક્ષિત પ્રાચીન સાંસ્કૃતિક વારસો સમજવા માટે શ્રી. દર્શકનું ગાવળો વારસો અને Page #133 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક વૈભવ અને અર્વાચીન હિંદના ઉત્થાનને સમજવા રાગા મમોહન રાયથી riધીની – એ બે પુસ્તકો વાંચેલાં હોવાં જોઈએ. શિક્ષણના વિષયમાં શ્રી. મગનભાઈનું લખાણ પ્રાસંગિક નોંધો, નિવેદને, વ્યાખ્યાન, ચોપાનિયાં, એમ અનેક પ્રકારનું છે. એમના વ્યવહારજીવનનું ક્ષેત્ર શિક્ષણનું રહ્યું છે, એટલે શિક્ષણના પ્રશ્નો અંગે ચાલુ સજાગપણે તે તે પ્રસંગે પોતાના પ્રત્યાઘાત એ પ્રગટ કરતા રહ્યા જ છે. છેલ્લી વીશીના શિક્ષણવિષયક પ્રશ્નોનો ભવિષ્યમાં જે કોઈ અભ્યાસ કરવા પ્રેરાશે, તેને માટે શ્રી. મગનભાઈનાં શિક્ષણવિષયક લખાણ એક કીમતી ખાણરૂપ નીવડશે. પ્રૌઢશિક્ષણ – લોકશિક્ષણની દષ્ટિએ શ્રી, મગનભાઈએ સવની જામો, સ્વરાન કરું છું જેવી પુસ્તિકાઓ લખી છે. શ્રી. મગનભાઈની ભાષા સાહિત્ય વિષયક પ્રવૃત્તિ ચતુર્વિધ છે : સંપાદનપ્રવૃત્તિ, અનુવાદ-પ્રવૃત્તિ, પત્રકાર-પ્રવૃત્તિ અને જોડણી- તથા પરિભાષાવિષયક પ્રવૃત્તિ સંપાદનેમાં એમણે, સદૂભાગે, પ્રેમાનંદની કૃતિઓ પસંદ કરી. વરવાનું મામેરું, સુદ્દામાવરિત અને નઠાવાન એ ત્રણેની શ્રદ્ધેય વાચના હસ્તપ્રતોની મદદથી એમણે તૈયાર કરી છે અને પાછળ ટિપ્પણ પણ આપ્યું છે. નઝીફાન એમની આવૃત્તિ પ્રગટ થઈ ત્યારે એના અવકનમાં (સંસ્કૃતિ ડિસેં., 'પ૧) મેં એના આવકાર્ય રવરૂપની નોંધ લીધી હતી. ગુજરાતી સાહિત્યની ઉત્તમ કાવ્યકૃતિનું હસ્તપ્રતોને આધારે કરેલું શ્રદ્ધય સંપાદન શ્રી. મગનભાઈની પહેલાં કોઈ સાહિત્યકારે કે સાક્ષરે આપ્યું ન હતું! અનુવાદમાં સુવાની, નાન જેવા શીખ ધર્મના ગ્રંથે, તે માંની પ્રતિમા જેવી જીવનકથા, અથવા સ્ત્રી હટકે શું ? – જેવો કલાવિચારને ગ્રંથ, કે નેવિસ્ટ અને હાર્ફ જેવી નવલકથા અથવા તે વાતનો આવતી વાટનો પુરુષ જે તાવિક નિ ધ, – એમ વિવિધ પસંદગી જોવા મળે છે. પત્રકાર તરીકેની એમની પ્રવૃત્તિ નવનીયન (પહેલાંનું શિક્ષણ અને સાહિ) માસિક દ્વારા ચાલે છે. બંધ થયેલાં સૂરિનન પાના, છેવટના તબક્કામાં, તેઓ તંત્રી હતા. ૧૯૫૬માં ન્યૂયોર્કમાં એક પ્રસિદ્ધ પત્રકારે રિઝન વિશે મને કહ્યું હતું, “એ સારી વસ્તુ છે, હું નિયમિત મેળવું છું.' ૧૯માં ગુજરાત સાહિત્ય સંમેલનના પત્રકારત્વ વિભાગના પ્રમુખ તરીકે યોગ્ય રીતે એમની ચૂંટણી થઈ હતી. આ પ્રવૃત્તિ એમની મહત્ત્વની પ્રવૃત્તિ છે; Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ દેસાઈની વાસયસેવા ૧૧૭ તેમ છતાં એવું લાગે છે કે, શ્રી. મગનભાઈની એક ખંતીલા અને તંતીલા પત્રકાર તરીકેની મૂર્તિ જાહેર પ્રજા સમક્ષ આગળ પડતી છે અને એણે એમના અસ્તિત્વનાં બીજાં પાસાંને ઢાંકી દીધાં છે. " જોડણી- અને પરિભાષા- વિષયક પ્રવૃત્તિ વિદ્યાપીઠના સાર્થ જોડણીકોશની નવી આવૃત્તિ કાઢવા દ્વારા અને શિક્ષળ અને સાહિત્યમાં જુદી જુદી વિદ્યાશાખાઓ અંગેની પરિભાષા પ્રગટ કરવા દ્વારા ચાલી છે. વિજ્ઞાનની પરિભાષા નક્કી કરવા અંગેની મથામણામાં શ્રી. મગનભાઇએ ‘ ટાઇટ્રેટ ’ ઉપરથી ધડ દઈને ‘ટાઇટરનું ’ ક્રિયાપદ યોજ્યું, ત્યારે શબ્દોના ઉપાસકોમાં જરીક ફડફડાટ જેવું થવા પામ્યું હતું! રસ્તા કાઢવાના પ્રયાસેાના પરિણામે pasturizationનો તેમનો ‘પાશ્ચરણી' પર્યાય પ્રચલિત થયો છે તે જે રણમાં જીતે તે શૂર' એ અખા-ઉક્તિની સાબિતીરૂપ છે. · શ્રી. મગનભાઈની ભાષાશૈલીની લાક્ષણિકતાઓ ધ્યાન ખેંચે એવી હાઈ તે જરીક વિગતે જોઈએ. અને એમ કરતાં એમના એક પુસ્તક રાના રામમોહન રાયની ગાંધીનીને કાંઈક વધુ નજીકથી અવલેાકીએ. ૧૯૩૩માં પેાતાના પ્રથમ પુસ્તકના નિવેદનમાં એ લખે છે : 'માળ જેવા કાચા ને નવાસવા લખનારને ભાષા અને શૈલીની ઠીકઠીક મુશ્કેલી પડેલી છે તે જણાવવા રજા લઉં છું.' વિદ્યાપીઠનવજીવન સાથે જોડાયેલ ધુરંધર શબ્દસ્વામીની પ્રવૃત્તિના અનુલક્ષમાં જોતાં આ વચન પાછળની નમ્રતા બરાબર સમજાશે. પચીસ વરસની શબ્દોપાસના દરમ્યાન શ્રી. મગનભાઈની પેાતાની શૈલી નીપજી છે. વિષયનું નંતાનંત નિરૂપણ કરી છૂટવું. આસઅવળા ફંટાવું નહીં, માર્ગમાં આવતા ભાષાકીય અવરોધના તરત સૂઝે તે તોડ કાઢવા, – એક શબ્દમાં કહેવું હોય તેા કાર્યસાધકતા એ એમની શૈલીનું પ્રધાન લક્ષણ છે. સીધા ક્થનમાં રાચનારી શૈલી ખેડવા છત શ્રી. મગનભાઈ ચિત્રાત્મકતા માટે પક્ષપાત સેવનારા છે અને શબ્દના લહેકા પણ કલમે રડવા દે છે. - બીજું વલણ તે નવા શબ્દ નિપજાવવાનું, બલકે જૂના શબ્દો – ખાસ કરીને ક્રિયાપદો પાસેથી પૂરતું – ઘણી વાર નવીન જાતનું કામ કઢાવવાનું. જે અમીચંદાઈ —, અરે અંગત સ્વાર્થાની સંકુચિતતા અને તેને લઈને આચરાતી અવળચંડાઈ આપણા દેશને અંદરથી કોરી ખાતી હતી, . (પુ. ૧૧૫)માં લેખક અમીચંદ ઉપરથી ભાવવાચક (અંગ્રેજીમાં બૉયકૉટ જેવાં વિશેષનામે જ ભાવવાચક બની ચૂકયાં છે) ‘અમીચંદાઈ' શબ્દ યા Page #135 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૧૧૯ છે એટલું જ નહીં કયિતવ્યને ઉઠાવ આપવા એના અવળચંડાઈ' સાથે આંતરપ્રાસ સાધે છે. ચિત્રાત્મકતાના વલણને સ્ફુટ કરવા બે પાનાં આગળ (પૃ. ૧૧૩)નાં ત્રણ વાકય ઉતારું છું : “બીજી બાજુ તેના દેશમાં લાકો કદાચ કલાઈવ વગેરેનાં આવાં ઉડ અને અવિચારી કરતૂતો પસંદ ન કરે તે મુશ્કેલી એટલે ‘કલકત્તાની કાળી કોટડી'નું તૂત રચી, સત્યની આંખમાં ધૂળ નાંખીને, કેટલાક ગેરા ઉસ્તાદાએ કામ લીધું. આમ અંગ્રેજી રાજ્યનું મંગળાચરણ શરૂ થયું.” તૂત રચવું, આંખમાં ધૂળ નાખવી, મંગળાચરણ શરૂ થવું – આદિ ચિત્રાવલીની મદદથી થયિતવ્ય પ્રગટ થવા મથે છે. પહેલા વાકયમાં ‘ક'ના અનુપ્રાસમાં જાણે 'કરતૂતો ' શબ્દ ખેંચાઈ આવ્યો ન હેાય એમ ભાસે છે, પણ સંદર્ભ જોતાં એ ચેાગૃતમ શબ્દ છે. આ ‘કના અનુપ્રાસનું પ્રાબલ્ય હજી શમ્યું નથી, બીજા વાકયના આરંભે “ કલકત્તાની કાળી કોટડીનું એકાગ્ર બને છે અને વધારેમાં ‘ત'નો અનુપ્રાસ જમે છે. શબ્દમાં આગલા વાકયના ‘ કરતૂત ’નો આંતરપ્રાસ મળે છે અને ‘તૂત 'ના • ઊ’નું પછીના વાકાંશર્માના ધૂળ ' શબ્દમાં પુનરાવર્તન થાય છે. આમ સ્વરવ્યંજનસંકલનાની સંવાદલીલા સધાતી ચાલે છે. ચિત્રાત્મકતાના વિશિષ્ટ સ્વરવ્યંજનસંકલના સાથે અનિવાર્યં સંબંધ છે. તૂત ”માં એ • ઉપરનાં વાકયોમાં અંગ્રેજ પ્રજાની ન્યાયપ્રિયતાને અન્યાય થઈ ન બેસે એની તકેદારી છે, પણ · ગારા ઉસ્તાદોએ 'માંનો બીજો શબ્દ એ લેખકની સમકાલીન ચર્ચાઓમાં કોઈ વાર પ્રગટ થતી સંગ્રામપ્રવણતાના એક નરમ નમૂના છે. શ્રી. મગનભાઈની ક્રિયાપદોની પસંદગી એ મને એમની ભાષાશૈલીનું અભ્યાસ કરવા યોગ્ય તત્ત્વ લાગે છે. કોઈ પણ ભાષાની અભિવ્યંજનાશક્તિના સારા એને આધાર એનાં ક્રિયાપદોની સમૃદ્ધિ ઉપર છે. શ્રી. મગનભાઈના કેટલાંક ક્રિયાપદના ઉપયોગા રાના રામમોન રાયથી ગાંધીલીમાંથી નોંધુ છું: 6 આ કાળ વિષેના ઇતિહાસને જે થતના નકશા નજરમાં નીતરી આવ્યા,...' (પૃ. ૮) *તે કાળમાં અંગ્રેજી રાજ્ય પૂરું જામીને પછી ઊઠવા લાગ્યું. ધૂળ પર લીંપણના પાપડો ઊંચાનીચા થાય તેવું કાંઈક થયું.' (પૃ. ૩) ... . અહીં 'તૂત ’ Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ દેસાઈની વાડમયસેવા ... અંગ્રેજી રાજ્ય ગઠવાયું તેમાં આપણા લોકો જોડાયા. અને તેમાં પિતે દેશની ગુલામી ગોઠવવામાં ભાગ લે છે એવું કોઈને ન લાગ્યું.” (પૃ. ૧૦) અને હરિજન, મુસલમાન તથા રાજા એ ત્રણ વર્ગ રાષ્ટ્રીય પક્ષ સામા ઠેકવવામાં આવ્યા.” (પૃ. ૫૩) તેને મન દાણ દાબી દેવાની વાત હતી અને તેથી તેનું આ નવું પગલું પૂરું નહતું ઊપડતું, પણ થડકાનું હતું.'(પૃ. ૫૫) કોંગ્રેસને ૧૯૩૦-૫ દરમિયાન દબાવવા તાકનાર બ્રિટિશ મુત્સદ્દીને.' (પૃ. ૫૫) આને જ પરિણામે, ૧૯૩૫ના કાયદાની રૂએની ચૂંટણીમાં કોંગ્રેસ બરોબર મારી ગઈ...' (પૃ. ૫૬) ભૂતકાળમાં ભારવાયેલી આગે.” (પૃ. ૧૦૧). “ જેણે જાહેર એકરાર કરેલો કે હું કાંઈ વિલાયતના મહારાજાનું સામ્રાજય કંકી મારવાને વડા પ્રધાન નથી થયો, તે જ ચર્ચિલને .” (પૃ. ૭૩) છેલ્લા દાખલામાં “ફૂંકી મારવાને' એ “To Liquidateનો અનુવાદ છે. “દેવાળું ફૂંકવું’ કહેવાય છે તે ઉપરથી “ફૂંકી મારવાને' એવું ચિત્ર- જેમાં બાળી નાખવાનો ખ્યાલ પણ ભળે છે – પ્રગટાવ્યું. “ બ્રહ્માંડની વાત સમજનારે હિંદ દેશ કેવળ પિંડે આવી જાય છે, એ આપણી સામાજિક કે સામુદાયિક એબ છે; તેમાંથી બચીને ચાલવું એ આપણી રાષ્ટ્રીય સલામતીને માટે ઇતિહાસની શીખ છે.” (પૃ. ૯) – અહીં “કેવળ પિંડે આવી જાય છે' એ નવતર પ્રયોગથી કથયિતવ્યમાંને આરતને ભાવ દઢતર બને છે. ક્રિયાપદોની કાળજીપૂર્વકની પસંદગી અને ચિત્રાત્મકતાને એક સાથે ખ્યાલ આપે એ એક ફકર જોઈએ પરંતુ એક વાત આ તબક્કાથી જરૂર વહેતી મુકાઈ છે, જે પ્રાંત વાંકું પાડી અલગ રહેવા તાકે, તે તેમ કરી શકે અને રાજાની બાંધી મૂઠી અંગ્રેજો પાસે પડી જ છે. આ રીતે પાકિસ્તાનની માગણી, બીજ તથા દેશી રાજાઓને સવાલ બને કદાચ પહેલી વાર આ રીતે એક રાજકીય દસ્તાવેજમાં ઊતર્યા, એમ કહેવાય, એમ કહેવાય. અંગ્રેજ મુસદ્દીઓએ હિંદના નેતાઓની સાથે રમવાની પિતાની બાજી જીતવા જે “સરનો એક્કો” હતો, તે આમ બાંયમાંથી બહાર દેખાય એમ નીચે ઉતાર્યો.” (પૃ. ૭૬) Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ એક ઝલક * શ્રી. મગનભાઈના લખાણમાં “શું કામ', “કેમ કરતાં, કેમનુંએ પ્રાદેશિક લઢણો વારંવાર આવ્યા કરે છે એ મારી જેમ કેટલાકને કઠતી હશે. (ગોવર્ધનરામ અને નાનાલાલમાં “કયા ને બદલે કિયા'ને પ્રયોગ માંડ મને કોઠે પડવા માંડ્યો છે.) પ્રાદેશિક લઢણો સાચવવામાં ભાષાને લાભ છે અને કેમ કરતાં એ કોઈક વાર ગ્યતમ પ્રયોગ હોઈ શકે છે, પણ આ જાતના પ્રયોગેનું બાહુલ્ય લેખકની આગવી રીતિ-લઢણ (Mannerism). રૂપે ધ્યાન ખેંચ્યા કરે એવો સંભવ છે, એ જ મારું કહેવું છે. “લેયા કરવું? (પૃ. ૯૨) શિષ્ટમાન્ય નથી અને “કરેલતા' (પૃ. ૬૧) પણ જરીક ખેંચેતેં. શ્રી. મગનભાઈની વાડમયસેવા અંગે એ નેધવા જેવું છે કે, એમનું ઘણુંખરું લેખનકાર્ય શિક્ષક હોવાને કારણે એમણે કર્યું છે. ૧૯૩૧માં વિદ્યાપીઠ સ્વરાજ વિદ્યાલયનો વર્ગ શરૂ કર્યો તેના અભ્યાસકમમાં સત્યાગ્રહની મીમાંસા નામને નો વિષય હતે. તે શીખવવાનું ભાગે આવતાં એમણે એ વિષયનું પુસ્તક તૈયાર કર્યું, – જેને ગૂજરાત વિદ્યાપીઠે પછીથી, પોતે અત્યાર સુધી આપેલી એકમાત્ર, “પારંગત’ ઉપાધિને પાત્ર લેવું. હિંની એક વેપારરૂાહી લખવામાં પણ શિક્ષણકાર્ય નિમિત્ત છે : “આ પુસ્તકની ઉત્પત્તિ ગુજરાત વિનયમંદિરના ત્રીજા ધોરણને ઇતિહાસનો વર્ગ લેવાના મારા કામમાંથી છે.' જે વિષય શીખવવાને આવે તે અંગે પુસ્તક તૈયાર ન હોય તો હારી ખાવું નહીં, શીખવવાના પ્રયત્નોને અંતે બની શકે તો પોતે જ એ તૈયાર કરવા જેટલી સજજતા કેળવવી – એવી વાડમય પુરુષાર્થની દષ્ટિ આ જાતનાં પુસ્તક પાછળ રહેલી છે. એક બીજી વસ્તુ પણ સાથે સાથે જ નેધવી યોગ્ય છે. શ્રી. મગનભાઈએ અસહકાર વખતે કૉલેજ છોડી ત્યારે એમનો અભ્યાસવિષય ગણિત હતો. ગણિત એ બૌદ્ધિક સજજતા કેળવવામાં ઉત્તમ ગણાય છે, એનો એમને લાભ મળ્યો હોય તે. બાકી એમણે સીધે અભ્યાસ કરવા ન મળ્યો હોય તેવા વિષયો અજમાવ્યા છે. પણ એમાં હમેશાં નમ્રતા જોવા મળે છે અને સ્વાધ્યાયની – આત્મશિક્ષણની વૃત્તિ પણ. સત્યાગ્રહની મમતાના નિવેદનમાં તે પુસ્તકમાં કરેલા યુપીય રાજનીતિશાસ્ત્ર અને સમાજશાસ્ત્રના લેખકોના ઉલ્લેખો વિશે કહે છે: “તે શાસ્ત્રમાં મારી પારંગતતા છે જ નહીં. એક સામાન્ય અભ્યાસીને ધોરણે એનું મારું જ્ઞાન ગણાય.” નઝારાન આદિ સંપાદનોમાં પણ કોઈ અર્થ બેસતું ન હોય તે ત્યાં પ્રશ્નાર્થ મુકીને એ આગળ વધે છે. આ નવી રીત છે. સાથે સાથે જ, પિતે હાથ ધરેલા વિષયમાં બરોબર પ્રવેશ મેળવી તેમય થવામાં જે જહેમત ઉઠાવવી જોઈએ, Page #138 -------------------------------------------------------------------------- ________________ અમે એમના પહેલા ખેાળાના....” તેમાં એ પાછી પાની કરતા નથી, તે નાતનો સમાવતી નો પુરૂનાં એમનાં ટિપણ ઉપરથી જોઈ શકાય છે. શ્રી. મગનભાઈની વાડમયસેવામાંથી સૌ સાહિત્યસેવીઓ માટે એ પદાર્થપાઠ રહે છે કે, નિષ્ઠા, ખંત અને પરિશ્રમપૂર્વક શબ્દની ઉપાસના કરવામાં આવે, તે પચીશી જેટલા સમયમાં કેટલાં વિવિધ ક્ષેત્રોમાં અને કેટલું મહત્વપૂર્ણ અર્પણ કરી શકાય છે. બ્યુમિરતઃ સંસિટિં મતે નક્ક | “અભિનંદન ગ્રંથમાંથી) ઉમાશંકર જોશી અમે એમના પહેલા ખેાળાના ...' મહાવિદ્યાલયની પ્રથમ ટુકડીના અમે વિદ્યાર્થીએ પિતાની જાતને કંઈક વિશેષ માનતા હતા. એનાં કારણો, અમે ૧૯૪૨ની લડતમાં જેલમાં ગયા હતા, ચાલુ કેળવણીને ત્યાગ કરીને વિદ્યાપીઠમાં દાખલ થયા હતા, અને સ્વરાજની સાથે શરૂ થયેલા પુણ્યશ્લેક મહાદેવભાઈની પવિત્ર સ્મૃતિથી સંકળાયેલ મહાવિદ્યાલયના પહેલા વિદ્યાર્થી હોવાનું અમારું ગૌરવ, એ હશે. કયારેક અમારા અધ્યાપકોને અમે એમ કહીને પજવતા પણ ખરા. એક દિવસ અમારા સુથારી વિદ્યાના અધ્યાપકે અમને ધમકી આપી કે, “હું મગનભાઈને કહી દઈશ.” મેં જવાબ આપ્યો, “અમે મગનભાઈના પહેલા ખેાળાના લાડકા વિદ્યાર્થી છીએ, એ સમજીને તમે તેમને અમારા વિશે ફરિયાદ કરજો” , અને અમારા એ અધ્યાપકે મગનભાઈને ફરિયાદ કરી દીધી અને તે પણ ખાસ કરીને મારે અંગે જ હોવી જોઈએ. કારણ, મગનભાઈએ મને એકલાને જ બોલાવ્યો હતો. હું કંઈક ડરતા ડરતો એમની ઑફિસ પાસે પહોંચ્યો; તેમની મારા પર નજર પડે તે રીતે બારણા પાસે ઊભો રહ્યો. “પધારે,” તે હસતાં હસતાં બોલ્યા. મારો નામનો ભય ઓગળી ગયો. એમણે પૂછયું, “તું વર્ગમાં તેફાન કરે છે?” “હું એકલો તોફાન કરતે નથી. ૫૦ છો૦ પટેલ પણ...” મેં વિદ્યાર્થીને શોભે તેવો બચાવ કરવા પ્રયાસ કર્યો. “તું તેફાન કરે છે એ માટે મેં તને નથી બેલાવ્યો. પણ તું કહે તેમ તમે બધા પહેલા ખાવાના છે, તે પહેલા ખેાળાનું છોકરું તોફાન કરે કે માને પરવડે; પણ એ અભ્યાસમાં કાળજી ન રાખે તે નહીં પરવડે. . . Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧રી એક ઝલક આટલું કહેવા જ મેં તને બોલાવ્યો છે.” આટલું કહેતાં તેમના ચહેરા ઉપર સ્મિત સાથે ગાંભીર્ય પણ મેં જોયું. એ પછી મેં તેફાન નથી કર્યું. એમને હું નહીં કહું પણ એટલું જરૂર કહીશ કે, એ પછી અભ્યાસ પર વિશેષ ધ્યાન મેં આપવા માંડ્યું. એક સાંજે મગનભાઈ અને ડાહીબા એટલા ઉપર બેસીને પલોંગડીની પાટી ખેચતાં હતાં. હું અને મારો મિત્ર ૫૦ છો૦ પટેલ ત્યાંથી પસાર થતા હતા. મગનભાઈને જોતાં તેઓ અમારા આચાર્ય છે, એવું હંમેશ અમને યાદ નથી રહેતું. તેનું કારણ તેમને અમારે વિષેને પ્રેમ છે. મેં પૂછયું, મગનભાઈ, શું કરો છો?” એમણે જવાબ આપ્યો, “આંધળાની ગણતરી કરું છું.” અમને કંઈ સમજ ન પડી, એટલે હસતાં હસતાં અકબર બીરબલની વાર્તા કહીને સમજાવ્યું. એમણે અમને આપેલી છૂટો - વિનેદ કરવાની છૂટ –ને અમે લાભ લેવાનું ચુકીએ નહીં. એક વાર ૫૦ છોરુએ કહ્યું, “તમારે હાથે છ આંગળી છે. એ તે ખેડ કહેવાય.” તેમણે જવાબ આપ્યો, “અરે! તમને બધાને ખેડ છે; એક હાથમાં છ આંગળી જ જોઈએ – પાંચ આંગળીવાળા તમે બધા ખેડવાળા છો.” એમની આ વિનોદવૃત્તિ વાતચીત ઉપરાંત ભાષણમાં તે અદ્ભુત ખીલે છે, અમે મગનભાઈને હસતાં અને હસાવતા તો જોયા છે. પણ ક્યારેક તેઓ પોતે રડે છે, અને આપણને પણ રડાવે છે. ૧૯૪૮ના ફેબ્રુઆરીની બીજી તારીખે રાષ્ટ્રપિતા ગાંધીજીના અવસાનજનિત શોકના વાતાવરણમાં મળેલી પ્રાર્થનાસભામાં અમે વિદ્યાર્થીઓ અને વિદ્યાપીઠમાં વસતાં કુટુંબનાં ભાઈબહેને ભેગાં થયાં હતાં. પ્રાર્થના પૂરી થઈ. મગનભાઈએ બોલવા માંડયું, હું આજે ત્રણ દિવસમાં જેટલું રડ્યો છું, તેટલું મારા બાપાના મરણ વખતે નહોતો રડયો,” (અને અમે બધા પણ ધ્રુસકે ધ્રુસકે રડયાં. દય યાદ આવતાં અત્યારે પણ રડવું આવે છે) પછી તો એમને વાકપ્રવાહ શેકના બધા અવરને પોતાના માર્ગમાંથી ખાળતો વહેવા માંડયો. એમણે ૫૦ બાપુજીની સાથેના પિતાના જીવનના પ્રસંગોને એક પછી એક વર્ણવવા માંડયા. છેવટે ગંભીર થઈને તે બેલ્યા, “યાદ રાખજે, બાપુને મારવાને પ્રયાસ આપણે પહેલી વખત નથી કર્યો. ૧૯૨૦માં અસ્પૃશ્યતાનિવારણ આંદોલન વખતે પૂનાની એક સભામાં આપણે એમની તરફ ખાસડ ફેંકવું હતું. પણ તે વખતે આપણી જડ ધાતિંક ભાવના ઉપર એમણે વિજય Page #140 -------------------------------------------------------------------------- ________________ બાંધીયુગના છત કેળવણીકાર ૧૩ મેળવ્યો હતો. આપણે આ વખતે ગાંડા બન્યા છીએ. એ હત્યારે તો નિમિત્ત માત્ર છે. પણ આપણે એવા નિર્દોષ માણસને માર્યો છે કે જે પિતાનું મે જોતી વખતે નીચે ફરતી કીડી પર પાણી ન પડે તેની કાળજી રાખતો હતો. એણે તે મરતાં પહેલાં હાથ જોડી આપણા કલ્યાણ માટેની પ્રાર્થના કરી છે. પણ યાદ રાખજો કે આ દેશની એકતાની દુશ્મનાવટ દૂર કરીને જ એની સમાના અધિકારી આપણે બની શકીશું.” પૂ. બાપુજીના રાજકીય વારસદાર પંડિતજી છે; આધ્યાત્મિક વારસદાર વિનાબાજી છે; તો ૫૦ બાપુજીની રાષ્ટ્રીય કેળવણીના કોઈ વારસદાર હોય, તે તે અમારા આચાર્ય પૂ૦ મગનભાઈ દેસાઈ છે. અભિનંદન ગ્રંથમાંથી). દિનકર ભીખુભાઈ દેસાઈ ગાંધીયુગના જીવંત કેળવણીકાર (અમારા વિદ્યાગુરુ) શ્રી. મગનભાઈનું મારું સહુથી પહેલું સ્મરણ ઈ0 સ0 ૧૯૪૦નું છે. દાદાભાઈ નવરોજી વિનયમંદિર, આણંદમાં હું ભણતો હતે. તા. ૩૦મી જન સ્વ૦ દાદાભાઈની ત્રેવીસમી પુણ્યતિથિની ઉજવણી હતી. મુખ્ય મહેમાન તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ પધાર્યા હતા. સમારંભની શરૂઆતમાં તે વખતના ચરોતર એજ્યુકેશન સેસાયટીના મંત્રી અને અમારા શિક્ષક શ્રી. ચંદુભાઈ રાવજીભાઈ પટેલે “ગાંધીયુગના જીવંત કેળવણીકાર' તરીકે અમને તેમને પરિચય કરાવ્યો. આ પ્રસંગે મુખ્ય મહેમાન શ્રી. મગનભાઈ દેસાઈએ સ્વ૦ દાદાભાઈને કેન્દ્રમાં રાખીને રાજા રામમોહન રાયથી ગાંધીયુગ સુધીના આપણા અનેક બુઝુર્ગ આગેવાને ભક્તિભાવપૂર્વક સંકીર્તન કરીને અમને પ્રેરણા આપી, ત્યારે તેમની પ્રતિભાનું પ્રથમ દર્શન મને થયું. આ પ્રથમ દર્શને જ એમના પ્રભાવશાળી વ્યક્તિત્વની અને વકતવ્યની તસવીર મારા હદય પર સચોટ પડી. તે પછીના પાંચ વરસ દરમ્યાન દેશમાં અનેક બનાવો બની ગયા. “ઈશ્વરને ઇન્કાર” માનનારા વયોવૃદ્ધ વિદ્વાન અને સ્વાતંત્ર્યપ્રેમી, કાતિકારી સમાજસુધારક સ્વ૦ નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલના પણ અત્યંત નિકટના પરિચયમાં આવવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. તા. ૨૭-૧૦-૧૯૪પના રોજ ૭૧ વર્ષની ઉમરે તેમનું અવસાન થયું. ૧૯૪પના ડિસેમ્બરના શિક્ષણ Page #141 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક મને સાહિત્યમાં શ્રી મગનભાઈ દેસાઈએ સ્વ૦ નરસિહકાકાને અંજલિ આપી હતી. એ અંજલિ ઉપર તે સમયે મારે તેમની સાથે ઈશ્વર, વિજ્ઞાન, પ્રકૃતિ, આધ્યાત્મિક ક્રાન્તિ અને ગૂઢ સત્તા પર લાંબે પત્રવ્યવહાર થયો હતો. ત્યાર પછી તે વ્યક્તિગત જીવન અને રાષ્ટ્રીય જીવનના ઘણા સવાલો પર તેમની સાથે મારે પત્રવ્યવહાર થયેલ. બધા પત્રોનો જવાબ તેઓ પોતાને હાથે પ્રેમપૂર્વક તેમના સુંદર મરેડવાળા અક્ષરોથી લખતા. આ પત્રો પરથી તેમની નિષ્ઠા, કુશાગ્ર બુદ્ધિ, દીદી દષ્ટિ અને વિદી સ્વભાવનો મને અનુભવ થયો અને લાગ્યું કે, આ પુરુષમાં સત્યાગ્રહી અને કાતિકારી સ્વરાજ-સેવકને આત્મા સંતાયેલ છે. ઇ૦ સ૦ ૧૯૪૭ના વરસમાં મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલય શરૂ થયું. એમાં હું વિદ્યાર્થી તરીકે જોડાયો. ધીમે ધીમે અમારું મહાવિદ્યાલયનું નવું કામકાજ ગોઠવાઈ ગયું. પહેલી ટુકડીમાં અમે નવ વિદ્યાર્થીઓ હતા. તેમાં એક બહેન હતાં. અમે છ વિદ્યાર્થીઓ વિદ્યાપીઠના છાત્રાલયમાં રહેતા હતા. તેથી મગનભાઈ દેસાઈનું અંગત ધ્યાન અમારા ઉપર ઘણું રહેલું. આઝાદી પછી વિદ્યાપીઠની પ્રવૃત્તિઓ નવી રીતે ગોઠવવાની વિચારણા ચાલતી હતી. શ્રી. મગનભાઈ દેસાઈના તેલાં વ્યાખ્યાને અને તેમની જીવન જીવવાની રીતથી હું પ્રભાવિત થયા. તેમના કુટુંબમાં તેમની સાથે પૂરો વખત રહીને અભ્યાસ કરવાની મેં રજા માગી. તેમણે મને કહ્યું, છાત્રાલય એ મારું કુટુંબ છે. મારે ઘેર મારી સાથે રહીને તમે જે સાધવા ચાહો છે, તે છાત્રાલયમાં રહીને પણ મારે પૂરો કસ કાઢીને સાધી શકો છો. હું પણ કસ કાઢે તેવા વિદ્યાર્થીઓની શોધમાં જ છું. આપણે સૌ સંસ્કાર સબંધે એક પરિવારના જ છીએ. ગાંધીજી આપણા કુલપતિ છે એટલું યાદ રાખીને ચાલજો.” એક દિવસ અમને વિદ્યાર્થીઓને વિચાર આવ્યું કે, કરી. મગનભાઈ દેસાઈ પાસે ગીતાનું શિક્ષણ લેવું જોઈએ. અને એમની પાસે પહોંચ્યા. અમારી માગણી તેમણે કબૂલ રાખી. રોજ સવારના ૬ થી ૭ નિયમિત વર્ગો ચલાવીને ગીતા સમજાવી. ગીતાના તેમણે જે વર્ગો લીધા, તે ઉપરથી તેમની આધ્યાત્મિક સાધનાને અને યોગ અને ઉપનિષદો ઉપરના તેમના પ્રભુત્વ અચ્છો ખ્યાલ આવ્યો. ગીતા ઉપરનાં તેમનાં વ્યાખ્યાને અમે સાંભળતા, ત્યારે અર્વાચીન યુગના ભાષ્યકાર તરીકે તેમનાં દર્શન થતાં. Page #142 -------------------------------------------------------------------------- ________________ ગાંધીયુગના જીવત કેળવણીકાર ૧૨૫ શ્રી. મગનભાઈ દેસાઈ મારા વિદ્યાગુરુ છે. જીવનમાં મને ઘણા સારા શિક્ષકો મળ્યા, એમાં મારા હૃદયમાં સર્વોચ્ચ સ્થાન શ્રી. મગનભાઈ દેસાઈનું છે. અમારી યોગ્યતા અનુસાર તેઓશ્રીએ અનેક વિષયનું જાતે તેમ જ અધિકારી અધ્યાપકો દ્વારા જીવંત શિક્ષણ આપ્યું. અનેક પ્રકારનાં કાર્યો કરવાની કુશળતા, ચોકસાઈ અને ઝીણવટની પ્રાપ્તિ મને તેમની પાસેથી જ થઈ છે. આજે પણ જ્યારે તેમની પાસે જાઉં છું ત્યારે તેઓશ્રી પોતાના અતિ ગંભીર, અધ્યયન ચિંતન અને જીવનમાંથી જડેલી અનુવપૂર્ણ વાતે વિનાદ સાથે કરે છે, જેથી નવું જ્ઞાન અને ફુરણા જાગે છે. મેં શ્રી, મગનભાઈ દેસાઈને સતત અધ્યયનપરાયણ અને કાર્યમગ્ન જ જોયા છે. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી સ્વદેશ પધારીને હિંદુસ્તાનમાં પોતાનો પહેલો આશ્રમ અમદાવાદ પાસેના કોચરબ ગામમાં એક મકાન ભાડે રાખી શરૂ કર્યો હતો અને તેને “સત્યાગ્રહ આશ્રમ” એવું નામ આપ્યું હતું. ઈ૦ સ૦ ૧૯૧૭માં શ્રી. મગનભાઈ મૅટ્રિકની પરીક્ષા આપવા અમદાવાદમાં આવ્યા, ત્યારે આ કોચરબ આશ્રમની તપાસ તેમણે કરી હતી. પરંતુ તેમને તે વખતે જડે નહીં. કોચરબ આશ્રમનું આ મકાન જેમાં ગાંધીજીએ પોતાના તપસ્વી જીવનનાં યાદગાર વરસે ગાળ્યાં હતાં અને જ્યાંથી સન્ય, અહિંસા, અને પ્રેમને સંદેશો વહેવડાવ્યો હતો, તેવા આ મકાનને રાષ્ટ્રપિતાના પ્રથમ સત્યાગ્રહ આશ્રમના સ્મારક તરીકે સંભાળવાનું તા. ૧લી એપ્રિલ ૧૯૫૬થી મુંબઈ સરકારે ગૂજરાત વિદ્યાપીઠને સોંપ્યું છે. આશ્રમ તરફથી ગાંધીજીને પ્રિય અને તેઓ જેની હિમાયત કરતા હતા તેવી કેટલીક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. આશ્રમની આ બધી પ્રવૃત્તિઓનું સંચાલન મગનભાઈની દોરવણી હેઠળ સંભાળવાનું મને સેંપવામાં આવ્યું છે. આશ્રમપ્રવૃત્તિ વધી તેમ નવાં મકાન બાંધવાની જરૂર પડી. પ્લાન, એસ્ટિમેટ મુજબ મકાનો બાંધવાનું કામ શરૂ કરવામાં આવ્યું. મ્યુઝિયમના મકાનનું બાંધકામ પાયા બરાબર આવે ત્યાં તે મ્યુનિસિપલ કોર્પોરેશનની વાંધપાડતી નોટિસ આવી. મ્યુ૦ કૉર્પોરેશનની સરખેજ રોડ પહોળો કરવાની યોજના હતી. આશ્રમના મુખ્ય મકાનના આગળના ભાગની દસ ફૂટ જમીન કપાતી હતી. આ સવાલ મગનભાઈએ પિતાનું દિલ કપાતું હોય એટલી ઉત્સુકતાથી હાથમાં લીધો. એક કુશળ અને બાહોશ વકીલની માફક પદ્ધતિસર Page #143 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આખી વાત સરકાર અને કૉર્પોરેશન આગળ ૨જ કરી અને ખાતરી કરાવી આપી કે, આશ્રમની હદ કાપવી તે બરાબર નથી. કૉર્પોરેશને વાંધો પાછો ખેંચી લીધો અને પરિણામે આશ્રમની મૂળ હદ કાયમ રહી. કોચરબ આશ્રમની ઉત્તર તરફ એક ખુલનું મેદાન છે જ્યાં આજે ગાંધીકુંજ હાઉસિંગ સોસાયટી બની છે. દેશપરદેશના ઘણા મુલાકાતીઓ અને મિત્રો આ મેદાન મેળવી લેવા માટે અમને સલાહ આપતા હતા. હું લોભમાં પડ્યો અને મેં તેને માટે તજવીજ શરૂ કરી. મને એક દિવસ મગનભાઈએ પાસે બેસાડીને કહ્યું, “જુઓ પુત્ર છો, આપણે એ વસ્તુ બરાબર સમજી લેવી જોઈએ કે, આ સ્મારક, બહારથી ચાહે એટલું નાનું દેખાતું હોય પણ તે આજે જેની હયાતી નથી તે પૂ. બાપુના સત્યાગ્રહ આશ્રમની કલ્પનાને મૂર્ત કરે છે. એ રીતે આશ્રમના આદર્શનું એ જગદૂવ્યાપી સ્મારક છે. પૂ૦ બાપુ જેની હિમાયત કરતા હતા તેવી પ્રવૃત્તિઓ આપણે વધુ ને વધુ અહીં વિકસાવવી જોઈએ અને ખાલી આશ્રમની મિલકત વધારવાના લોભમાં આપણે નહીં પડવું જોઈએ.” કોચરબ આશ્રમની સીધી જવાબદારી વિદ્યાપીઠે સંભાળ્યા પછી તેને વિકસાવવા એમણે ભારે પ્રયત્ન કર્યા છે. ગાંધીજીની દષ્ટિએ વિચાર કરીને તેઓ આશ્રમનું કામ પિતાની સ્વતંત્ર દષ્ટિથી ગોઠવે છે. અમદાવાદમાં હોય ત્યારે ખાસ વખત કાઢીને પણ આશ્રમના ઉન્સ અને બીજા કાર્યક્રમોમાં ભાગ લીધા સિવાય રહેતા નથી. જ્યાં આગળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ પિતાના મહાન યજ્ઞને માટે જમીન ખેડી હતી તથા જ્યાં આગળથી હિંદને માટે તેમને ચાસમાંથી કાંતિકારી ફરજંદોની પ્રાપ્તિ થઈ, તે આશ્રમનું શ્રી. મગનભાઈ ધ્યેયનિષ્ઠાથી સંચાલન કરે છે. તેમને નિષ્ઠાવાન, પવિત્ર અને સેવામય જીવન સૌને સદાય પ્રેરણા આપતું રહા, અભિનંદન ગ્રંથ'માંથી) પુત્ર છે. પટેલ Page #144 -------------------------------------------------------------------------- ________________ મીઠાં સંભારણું એક પ્રસંગ છે શ્રી. મગનભાઈના મજાકી સ્વભાવને. મને ફૂલને ખૂબ જ શેખ. સામાન્ય રીતે મારા માથામાં તે બેસેલાં જ હોય. એક દિવસ કહે છે, “અરે! આ ઝાડ ઉપર તે કંઈ નવાં નવાં ફૂલ ઊગે છે ને! મને ફૂલ તોડવાની છૂટ છે કે?' એમ કહીને એમણે તે ફુલ લેવા માટે હાથ લાંબો કર્યો; પણ કાંઈ ફૂબબુલ હાથ લાગ્યું નહીં. એટલે કહે છે કે, આ તે ખસતું ઝાડ છે. કૂલ લેવાની ના પાડે છે.' આમ, જેવા સાથે તેવા થઈને વાતો કરવા જ માંડે. એટલે જ ભલે મગનભાઈ મોટા હોવા છતાં અમને અમારામાંના એક લાગતા. તે પહેલાં એમ લાગતું કે, વળી આવા મોટા માણસ તે આપણી સાથે બોલતા હશે? આપણા જેવાં તે કેટલાંય મળે એમાં આપણે શું વિસાતમાં. પણ ના. એમને મન તે પિતાને સ્વભાવ નાના સાથે નાનાને અને મોટા સાથે મોટાને આજ પર્યત રહ્યો છે. ભલે ને વાઈસ-ચાન્સેલર થયા, છતાં રસ્તામાં મોટરમાં જતા હોય, તે ઊભી રાખીને પણ બેસાડી લે. અભિનંદન ગ્રંથમાંથી) તારાબહેન ઈશ્વરભાઈ અમીન અમારું અહોભાગ્ય ગૂજરાત વિદ્યાપીઠમાં શિક્ષણ લેવાનું મને મળ્યું, તેને મારા જીવનનું અહોભાગ્ય સમજું છું. ઈo સ0 ૧૯૪૭માં સ્વ૦ મહાદેવભાઈ દેસાઈના સ્મરણાર્થે વિદ્યાપીઠમાં શ્રી. મહાદેવ દેસાઈ સમાજસેવા મહાવિદ્યાલયનું કામ તા. ૨૮-૬–૪૭ થી શ્રી મોરારજીભાઈ દેસાઈના શુભ હસતે શરૂ કરવામાં આવ્યું. ત્યારે બહેનેને છાત્રાલયમાં રહીને અભ્યાસ કરવાની સગવડ ન હતી. ૧૯૪૭ના જુન માસથી એક વિદ્યાર્થિનીથી, આચાર્ય કૃપલાનીજી જે ઘરમાં રહેતા હતા તેમાં, કન્યા છાત્રાલય શરૂ થયું. આ કન્યા છાત્રાલય શ્રી મગનભાઈ અને શ્રી. ડાહીબહેનની પ્રેરણા, હૂંફ અને માર્ગદર્શનથી વિકસતું ગયું છે. ઈ. સ. ૧૯૫૦માં કન્યા છાત્રાલય માટે સુંદર સગવડવાળું જે નવું મકાન રૂ. ૩૬,૩૫૩ના ખર્ચે બાંધવામાં આવ્યું, તેમાં એક કુશળ ઇજનેરની ૧૨૦ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ એક ઝલક માફક શ્રી. મગનભાઈએ સલાહ-સૂચના આપી હતી. હવે તે આ મકાન પણ નાનું પડે છે; એટલે તેના ઉપર રૂ. ૨૫,૦૦૦ના ખર્ચે એક માળ કરવાનું પણ વિચારાય છે. આ નવા મકાનની બાજુમાં શ્રી. મગનભાઈ હાલ રહે છે. શ્રી. ડાહીબહેન પિતાની દીકરીઓની માફક પ્રેમથી અમારી કાળજી રાખતાં હતાં. કંઈક નવીન ચીજ બનાવે તે તરત જ અમને બેલાવે અથવા અમારી ઓરડીમાં પહોંચાડે. સંસ્થામાં ઉત્સવ હોય અને અમને કંઈ મુશ્કેલી પડે કે સૂઝ ન પડે, તે શ્રી. ડાહીબહેન કહેશે, “ફિકર કરશો નહીં, હું સંભાળી લઈશ.” અમારા મહેમાન હોય, ત્યારે અમારા રસોડામાં કંઈ વધ્યું નહીં હોય એમ માનીને શ્રી. ડાહીબહેન મહેમાનને તેમને ઘેર લઈ જાય. બહેને માંદી પડી હોય તે શ્રી. ડાહીબહેને જાણ્યું, એટલે તરત આવીને દવા તથા જરૂરી ખાવાનું આપી જાય, હાથપગ દબાવે, પિતાં મૂકે અને જાતજાતના ઉપચાર કરે. અમારામાંથી નાપાસ થતી કેટલીક બહેને તેમની પાસે જઈ રડતી પણ ખરી. શહેરમાંથી ભણવા આવતી બહેન બપોરે તેમને ત્યાં હકથી નાસ્તો કરી આવતી અને કરે છે. વિદ્યાલયમાં રજાઓ હોય તેથી છાત્રાલય બંધ હોય એમ બને; પણ ડાહીબહેનનું ઘર હમેશાં ખુલ્લું જ. એ બહાર જાય તેય તેમના ઘરમાં પ્રવેશવાની બધાને છૂટ; તેમનું જીવન ખાનગી છે જ નહીં. બપોરના બાર વાગ્યા હોય કે રાત હોય, પદવીદાન સમારંભ હોય કે સ્નાતક સંમેલન હોય – ગમે તે હોય – તેમનું ઘર હંમેશાં ખુદ૬. શરૂઆતનાં વરમાં કન્યા છાત્રાલયમાં ગૃહમાતા નહોતા. નાનામોટા અનેક પ્રશ્નો ઊભા થાય. શ્રી. મગનભાઈને માથે કામનો બોજો ઘણો રહે. પણ મહત્વનાં કેટલાંય કામ છોડીને અમારી સાથે વિગતથી વાત કરે. વાતને સાર તરત પકડી લે અને નિર્ણય તથા સલાહ આપે. મહિલાશ્રમ-વર્ધાના સંચાલનમા અનુભવને લીધે બહેનોના પ્રશ્નોને ઉકેલ શોધવો તેમને માટે તદન સરળ થઈ ગયું છે. અમારા જીવનના ઘડતર માટે સ્વેચ્છાએ કેટલાક નિયમો અમને પળાવતા છતાંય તેને ભાર અમારા પર લાગવા દે નહીં. અમને પૂરેપૂરી છૂટ અને મેળાશ આપેલી, પણ કડક શિસતેય પળાવતા. ગમે તેવી ભૂલ થઈ હોય તે પણ સુધરવાનો કોલ આપીએ તે માફી બક્ષીને કંઈ જ બન્યું ન હોય તે રીતે વર્તે. પરંતુ જો છેતરવાનો પ્રયત્ન થતે, તે સંસ્થાના અને અમારા હિતમાં કડક પગલાં પણ લેતા. અને તેની યોગ્યતા અમારે ગળે પણ ઉતારતા અને અમારા વાલીઓને પણ પગલાંની જરૂરિયાત Page #146 -------------------------------------------------------------------------- ________________ અમારું અહોભાગ્ય અને તેની ભૂમિકા સમજાવતા. તેમાં ગમે તેટલે સમય જાય તેની તેઓ પરવા કરતા નહી. કેળવણીની દૃષ્ટિએ શ્રી. મગનભાઈએ સહશિક્ષણને સફળ પ્રયોગ સતત જાગૃતિપૂર્વક કર્યો છે. તેમાં તેમણે અમને સ્વતંત્રતા અને સુરક્ષિતતા અર્પે છે. વિદ્યાપીઠના કન્યા છાત્રાલયમાં કેટલાક નવા સારા ચીલા પડયા છે, જે આપણી છાત્રાલય-જીવનની અને શિક્ષણની વિકાસ પ્રવૃત્તિમાં ઉપયોગી નીવડશે. આ રીતે જે નવા સુધારા દાખલ થયા છે, તેમાં નીચેના ગણાવી શકાય : ૧. કન્યા છાત્રાલયમાં સંપૂર્ણ સ્વતંત્રતા છતાં પવિત્ર વાતાવરણ રાખવાને સતત પ્રયત્ન થાય છે. ૨. છાત્રાલય એ વીશી, લૉજ કે ધર્મશાળા મટીને કેળવણીની સંસ્થા થાય અને છાત્રનું ચારિત્ર ઘડાય તે રીતે તેને વિકસાવવાનો પ્રયત્ન થાય છે. ૩. છાત્રાલયમાં પ્રાર્થના, વ્યાયામ, સફાઈ, ઉત્સવો, સંગીત, સ્વાવલાંબી રડું, હસ્તલિખિત, ચર્ચાસભા, વ્યાખ્યાન, સુશોભન-હરીફાઈ, વિદ્યાર્થીસ્વરાજ, વિદ્યાર્થી-સહાયક મંડળ જેવી પ્રવૃત્તિઓ છે. ૪. છાત્રાલયમાં વિનયમંદિરની નાની બહેને રહેતી થઈ છે. ૫. છાત્રાલય-જીવન પ્રજાના પ્રત્યક્ષ જીવનને અનુરૂપ થતું જાય છે. ૬. સંસ્થા વાલીઓ સાથે વધારે ને વધારે સંસર્ગ સાધતી રહે છે. આમ વિદ્યાપીઠમાં નાનાંમોટાં બધાં કામોમાં, બધાં કુટુંબોમાં, છાત્રાલયમાં, કાર્યકર્તાઓમાં શ્રી. મગનભાઈ અને શ્રી ડાહીબહેન ઓતપ્રેત છે જ. કોઈ દિવસ એ યાદ નથી આવતે કે શ્રી. મગનભાઈ અને ડાહીબહેન અમદાવાદમાં હોય અને અમારા છાત્રાલયમાં પગ મૂક્યો નહીં હોય. મારી ઓરડીમાંથી તેમને હીંચકો દેખાય. મોટા ભાગની તેમની મુલાકાત અને લેખન પ્રવૃત્તિ હીંચકા ઉપરથી જ ચાલે. તેમના હલનચલનમાં અને બેસવા ઊઠવામાં એક પ્રકારનું બાદશાહીપણું છે. હંમેશાં ઊંચે મસ્તક રાખીને બેસવાની અને ઉન્નત કાર્યો કરવાની તેમની ટેવ છે. કોઈ પણ મંડળમાં તેઓ બેઠા હોય તો સ્વાભાવિક રીતે બધા એમની આસપાસ જ વીંટળાય છે. અમારી ઓરડીમાં તોફાન મસતી કરતાં હોઈએ કે રાત્રે મોડા સુધી વાંચતાં હોઈએ તે તેમના હીંચકા પરથી તે બાદશાહની જેમ વિનોદ કરતા હુકમ કરે કે જેનો ઇન્કાર કરવાની અમારી મગદૂર ન હતી. તેમની શાંત, તેજસ્વી અને ચકોર આંખે અમને પકડી લેતી. એ૦ – ૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ' તેમના અંતરમાં વિવિધ પ્રકારની અપાર શક્તિનો સંચય છે અને હાલ ૬૦ વરસની ઉંમરે પણ પુરુષાર્થ કરીને નવી નવી શક્તિ તે ખીલવતા જાય છે, અને સેવા વાપરતા જાય છે. શ્રી. ડાહીબહેન એક સરળ, આદર્શભૂત આર્ય સ્ત્રી તરીકે અમારા હૃદયમાં સ્થાન પામ્યાં છે. તેમણે શ્રી. મગનભાઈના અનુસરણમાં જ પિતાનું જીવન સાર્થક માન્યું છે. આર્ય સ્ત્રીના પ્રાચીન અને અર્વાચીન આદર્શની ઊજળી બાજુ શ્રી. ડાહીબહેન અમને બતાવીને હંમેશા પ્રેરણા આપે છે. આમ શ્રી. મગનભાઈ અને શ્રી. ડાહીબહેનની શીળી છાયા નીચે અમને જે જીવનઘડતરના મહામૂલા પાઠ મળ્યા છે, તેને અમે અમારું * અહોભાગ્ય માનીએ છીએ. પ્રભુ તેઓને દીર્ધાયુ બક્ષો. અભિનંદન ગ્રંથમાંથી) કમુબહેન પુત્ર છે. પટેલ શ્રી. મગનભાઈ દેસાઈ - એક પત્રકાર શ્રી. મગનભાઈ દેસાઈ ગાંધીજીની પરંપરામાં ઘડાયેલા સફળ પત્રકાર છે એ વાત ઝિન તેમ જ રિક્ષા અને સાહિત્ય (હાલનું નવનીવન)ના તેમના લાંબા ગાળાના સંપાદનથી સાબિત થાય છે. ગાંધીજી આદર્શ પત્રકાર હતા અને પત્રકારત્વના આદર્શને તેમણે નવનીવન, ચં ફન્ડિયા અને રિકન પત્રો દ્વારા અમલમાં મૂક્યો હતો. એ આદર્શને વહેવારમાં અમલ કરતાં તેમણે પત્રકારની જે પરંપરા ઊભી કરી, તેમાં શ્રી. મહાદેવભાઈ દેસાઈ, શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી. સ્વામી આનંદ, શ્રી. પ્યારેલાલ, શ્રી. કાકા કાલેલકર, શ્રી હરિભાઉ ઉપાધ્યાય, શ્રી ચંદ્રશંકર શુકલ વગેરેની સાથે શ્રી. મગનભાઈ દેસાઈ પણ છે. પત્રકાર તરીકેની શ્રી. મગનભાઈની કારકિર્દી રિકન પત્રો, રિક્ષા અને સાહિત્ય (હાલનું માનવન) અને હોજનીવન એ ત્રણ પત્ર સાથે મુખ્યત્વે રાંકળાયેલી છે. ઉપરાંત અવારનવાર તેમણે પોતાના પ્રસંગોપાત્ત લેખેથી રાષ્ટ્ર-ઘડતરના અનેક સવાલોને અંગે પ્રજામત કેળવ્યો છે. ૧૯૧૯ની સાલમાં શ્રી. ઇન્દુલાલ યાજ્ઞિક નવજીવન અને સત્ય નામે માસિક ચલાવતા હતા. ગાંધીજીએ તેને જ નવનીવન નામ આપી અઠવાડિક બનાવ્યું અને તેનું તંત્ર પણ સંભાળી લીધું. તે વર્ષના સરકારી અહેવાલમાં Page #148 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ દેસાઈ- એક પત્રકાર ૧૩૧ જણાવ્યા પ્રમાણે, ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં પત્રમાં નવજીવન નો ફેલાવો વધુમાં વધુ ૮,૦૦૦ નકલો હતો. એક જ વર્ષમાં તેણે મેળવેલી ચાહના અને તેની પ્રગતિનો તાગ મેળવવા માટે બીજા જ વર્ષમાં સરકારી અહેવાલનો આંકડો પણ જાણવા જેવો છે. બીજા વર્ષના અહેવાલમાં જણાવ્યા પ્રમાણે નવીન નો ફેલા ૨૦,૦૦૦ નકલોનો હતો! સ્વરાજયની લડત એ કાળમાં સત્ય, અહિંસા, સ્વદેશી અને એકતાને સંદેશ ફેલાવી, પ્રજાજીવનમાં પલટો આણવાનું કામ નવનવને ૧૯૩૨ સુધી કર્યું. ૧૯૩૨માં નવનવન બંધ થવું, અને થોડા વખતમાં તેણે નિર્નવંધુના નામે નવ જન્મ લીધો. ૧૯૫૧ ની ત્રીજી માર્ચથી શ્રી. મગનભાઈ દેસાઈએ દરિઝનવંધુ ના સહમંત્રી તરીકે કામ કરવા માંડયું. સ્વ૦ શ્રી. કિશોરલાલ મશરૂવાળા તે કાળે હરિનને પત્રોના તંત્રી હતા. સ્વ૦ શ્રી. કિશોરલાલભાઈના અવસાન બાદ હરિન પત્રોની જવાબદારી સહેજે શ્રી. મગનભાઈ દેસાઈને માથે આવી. એ રીતે ૨૦મી સપ્ટેમ્બર ૧૯૫ર ના દિવસે તેઓ ટુરિઝન પત્રોના તંત્રી બન્યા. પ્રજાજીવનના દરેક પાસાને સ્પર્શતાં લખાણ દ્વારા, તેમણે ગાંધીજીએ ૧૯૧૯માં શરૂ કરેલ સ્વરાજય અને નવરાનિર્માણની યાત્રાને ચાર વર્ષ જેટલા સમય માટે સીધું માર્ગદર્શન આપ્યું. સ્વરાજ્ય માટે શરૂ થયેલા પત્રો નવરાષ્ટ્ર-ઘડતરને માટે પણ બનતું બધું કર્યું. આર્થિક બેટ ખમીને પત્રો ચલાવવાની નિરર્થકતાનો ગાંધીજીને અભિપ્રાય ખ્યાલમાં રાખી, નવજીવન ટ્રસ્ટ શ્રી. મગનભાઈની સંમતિથી ૧૯૫૬ માં હરિનન પત્રોનું પ્રકાશન સમેટી લીધું, ત્યાં સુધી શ્રી. મગનભાઈ દેસાઈ તેના તંત્રી રહ્યા ( પત્રકાર તરીકે શ્રી. મગનભાઈ સીધી રીતે જોડાયા હોય તેવું બીજું પત્ર તે વિજ્ઞાન અને સાહિત્ય. શ્રી. જુગતરામ દવે, શ્રી. ગેપાળદાસ પટેલ, શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. મણિભાઈ દેસાઈ, શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. જીવણજી દેસાઈ (વ્ય૦) – એમ છ જણાના સંપાદક મંડળના નામથી ૧૯૩૯ના ઑકટોબરમાં રિક્ષા અને સાહિત્ય માસિક શરૂ થયું. ૧૯૪૭માં શ્રી. નગીનદાસ પારેખને સ્થાને શ્રી. ઠાકોરભાઈ દેસાઈ સંપાદક મંડળમાં જોડાયા. છ સંપાદકોના નામે પ્રગટ થતા રિક્ષા અને સાહિત્ય ના તંત્રી તરીકેની સીપી જવાબદારી પ્રથમથી શ્રી. મગનભાઈ દેસાઈને શિરે રહી હતી. રિક્ષા Page #149 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક અને સાહિત્યનો જન્મ નવજીવન (સાપ્તાહિક) ની પૂર્તિ તરીકે ૧૯૨૧ માં થયેલો અને પાછળથી ૧૯૩૯માં તેણે સ્વતંત્ર માસિકનું સ્થાન લીધેલું હોવાથી તેને આત્મા એ નવળીવન નો જ આત્મા હતો એમ કહી શકાય. નવનીવન અને હરિકન પત્રો બંધ થયા પછી અને શરૂઆતથી આજ સુધી શ્રી. મગનભાઈ દેસાઈએ શિક્ષણ અને સાહિત્ય મારફત ગુજરાતમાં શિક્ષણ, સાહિત્ય, અને રાષ્ટ્રઘડતર માટે સેવા કરી છે. ૧૯૫૭ના ફેબ્રુઆરીથી રિક્ષા અને સાહિત્ય માસિક નવઝીવન નામે શ્રી. મગનભાઈ દેસાઈના તંત્રીપદે પ્રસિદ્ધ થાય છે. હરિનને અને નવજીવન ઉપરાંત ઢોવાનીવન નામના સમાજ શિક્ષણ માટેના પખવાડિક પત્ર સાથે પણ શ્રી. મગનભાઈ સંકળાયેલા છે. અભિનંદન ગ્રંથમાંથી] જિતેન્દ્ર ઠાકોરભાઈ દેસાઈ નોંધ : વિદ્યાપીઠમાંથી છૂટા થયા બાદ “સત્યાગ્રહ” પત્ર અંતિમ પળો સુધી ચલાવ્યું. પત્રકાર તરીકે તેમણે આપેલી અંજલિની થોડીક પ્રસાદી હવે પછી વાચક જોઈ શકશે. રાષ્ટ્રપિતાનું નિર્વાણ ધર્મરાજ યુધિષ્ઠર પેઠે બાપુ ખરેખર અજાતશત્રુ હતા. પણ આજે કઈ પૂછશે, તેમને ખૂની (અને તે હિંદી જ નહિ હિંદુ અને બ્રાહ્મણી) પાક્યો તોય એ સાચું? હા. ધર્મરાજને પણ કૌરવોએ શત્રુ જ ગણેલા ને? પ્રેમ અને દયા- મૂર્તિ ઈશુ ખ્રિસ્તને પણ શત્રુ ગણનારા પાક્યા હતા ને? કાંઈ પણ સત્તા કે ગર્વ છે આવેશ નહિ ધારનાર એવા એક સાદા સીધા સામાન્ય જન સોક્રેટીસને પણ તેના દેશજનોએ ઝેરની જ ભેટ છેવટે આપી હતી ને? છતાં તે બધા અજા શત્રુ ન હતા એમ માનવાને મન સાફ ના પાડે છે. અજાતશત્રુનો અર્થ બરોબર સમજવો જોઈએ, એટલું જ. આવાઓની શત્રુતા લકમાં જાગે છે. તે મારા તમારા જેવાની બાબતમાં બને છે એવી રીતની નથી હોતી. એમાં એવા પુરુષોના કોઈ ભૂલ કે સાંકડા સ્વાર્થ કે દુન્યવી પણાને અંશ કારણ નથી બનતો. સામ માણસ શતા રાખે એના પ્રતિકારમાં કે એના અવશ કે અચૂક પ્રત્યાઘાતરૂપે સામી શત્રુતા-કટુતા-દ્વેષ ઝેર વગેરે જાગે છે, એ દુનિયામાં સામાન્ય શત્રુતાનો કાયદો છે. પરંતુ એ કાયદે આવા લોકોની શત્રુતા આગળ ખોટો પડે છે, અને Page #150 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રપિતાનું નિવાણ એમાં એમની લોકોત્તર વિલક્ષણતા છે; એ અર્થમાં એ અજાતશત્રુ છે, કેમ કે એમનામાં સામેથી શત્રુભાવ જન્મી શકતો નથી. કેવળ દયાસ્વરૂપ પ્રભુની પેઠે તેઓ જાગ્રત રૂપે અને સદાકાળ દયા, કરુણા, ન્યાય અને સત્ય જ જુએ છે, જાણે છે, અને વર્તવા મળે છે. બાકી એમનેય દુશ્મન તે હેય છે. પરંતુ તે સામેથી દુશમન નથી બનતા. આ સંબંધ વિચારતાં ભગવાન ઈશુનું પેલું વાકથ યાદ આવે છે – (તેનો સાર આ કહું છું :) “જો માનતા કે હું આ લોકમાં તમે સમજો છો એવી શાંતિ લઈને આવ્યો છું. હું તો ધર્મની તલવાર લઈને અવતર્યો છું. એથી કરીને ભાઈ ભાઈ, બાપ-બેટો, પતિ-પત્ની – સૌ વચ્ચે બખેડા જાગશે. ઈશુ જેવા લોકોત્તર બધા જ પુરુષોને આ વાક્ય લાગુ પડે છે. કોઈ સારું કહો કે નઠારું, નિદો કે સ્તવન કરે, માને કે ન માને, તેવા લોકો અમુક કાર્ય કર્યો જ જાય છે. એ કોઈ ગેબી અવાજ સાંભળતા હોય છે અને એના નાદમાં ચાલે છે. એમાં રાગદ્વેષ, શામિત્ર, ઇ૦ જેવાં દ્રોનો સવાલ નથી હોતો. તેઓ બસ જે લાગે છે તે કરે જ છે – એમાં કોઈ બીજાનું સાંભળતા નથી. કારણ કે, પોતાના બેલીને નાદ મળ્યા પછી બીજા કેનું તે સાંભળે? શું કામ સાંભળે? અરે, બીજું આ જગમાં છે શું કે જે એમને સંભળાવી શકે?— જેને એ સાંભળવા માટે ધારે તે સાંભળી શકે? આ અવાજને જ બાપુ અંતર્નાદ, અંતરાત્માનો અવાજ, ઈશ્વરનો કોલ કહેતા. એ પણ એવો કેલ લઈને આવેલા માણસ હતા. એવાં માણસના માનસને માટે અર્વાચીન માનસશાએ એક શબ્દ યોજ્યો છે – “ક્રાઈસ્ટ કોપ્લેકસ’ – (કુરબાન-ગથી). એવા અવાજને વફાદાર રહેવા માટે કુરબાન પણ થઈ જવાની ઊંડી તમન્ના તેઓને હોય છે. "કરેંગે યા મરેંગે” એમનું જીવનસૂત્ર હોય છે. ખરું જોતાં આ ગુણ મનુષ્યમાત્રામાં હોય છે : પેગંબરોમાં તે પરમ માત્રાએ પહેચે છે એટલું જ. એટલે સુધી કે, મનુષ્યો તેમને દેવ જ બનાવી દઈ તેમની અલગ જાત જ કરી દે છે. એથી જ આઇન્સ્ટીને બાપુને વાસ્તે કહ્યું હતું પેઢીએ બાદ લોકોને એમ માનવું પણ મુશ્કેલ પડશે કે, ગાંધી જે માણસ ખરેખર આ ભૂમિ પર વિચરતો હતે.” કદાચ આને કોઈ સાચું ન માને તો તે પૂર્વના પેગંબરો, સંત મહાત્માઓ વિશેના પિતાના ખ્યાલ યાદ કરે. દુનિયા કરતાની દંતકથા કે દિવ્યકથા જ કરી મૂકે છે. અને પછી એ જ દંતકથાની ન દિવ્યકથાની ગૂઢતામાં સમાજને ગૂંગળાવી મારે છે. Page #151 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આઇન્સ્ટીન કહે છે તેનાથી ઊલટું પણ વિચારવા જેવું છે:— પેઢીઓ ઉપર થઈ ગયેલા આવા પુરુષા ખરેખર આપણા જેવા માણસ હતા, એમ ગાંધીજીને જોઈને આપણે એમના સમકાલીને નથી સમજ્યા? બાપુએ પોતાના જીવનથી આપણને પૂર્વના અવતારો કે પેગંબરનાં જીવન અને ઇતિહાસ સમજવામાં અને ગૂઢતામાં ઢંકાઈ ગયેલી તેની હકીકતો પકડવામાં મદદ નથી કરી? લેકોત્તર જીવન અને કાર્યને લેાકેાત્તરતા વડે જ સમજી શકાય છે. બાપુએ લાકોત્તરતા આપણે એમનાં સમકાલીનાને આપી; તેથી જ આપણે ઊંચાં ચડયાં. એ મહાપુરુષે માટીમાંથી માનવી ઘડવાં, ગુલામીમાંથી આઝાદી જન્માવી, અપમાનમાંથી સ્વમાન શીખવ્યું, નિર્વીર્ય નિષ્ક્રિય ક્રોધમાંથી સત્યાગ્રહી ખરતાને ચટકો લગાડયો, રીંછ વાનર જેવાં નબળાં વાટે રાવણ જેવા સામ્રાજ્યને માત કર્યું, – આ બધાના મર્મા પણ એ લોકોત્તર પદાર્થ-પાઠ આપણે જોયો તેમાં સંતાયેલા છે. ધર્મ, શ્રાદ્ધા, સદાચાર, સાધુતા, સત્યનિષ્ઠા ઇ સંતવિભૂતિને કેવળ દૂરથી દર્શન અને સંકીર્તન યાગ્ય માનનારને તેમણે દેખાડયું કે, તે આચરી શકાય છે અને તેમાંથી ઇચ્છિત ઐહિક ફળ પણ મળે છે. ૧૨૪ આ વસ્તુ બાપુનું યુગકાર્ય છે. આવા યુગકાર્યને જન્માવવાની પ્રક્રિયા લેાકજીવનમાં સદાય ચાલે છે; તેથી જ આ લેાક રહેવા જેવા બને છે અને સદાકાળ ટકે છે. જગતના સનાતન ઇતિહાસને આ કાયદો જ છે. એને જ ગીતાકારે ઈશ્વરના ‘દિવ્ય જન્મ અને દિવ્ય કર્મ' (૪-૯) કહ્યાં છે અને જણાવ્યું છે કે, એનું તત્વ પામનાર માણસ આ ભવસાગર તરી જાય છે. બાપુજીએ, આપણા યુગમાં કર્યું દિવ્ય કાર્ય કરવાનું છે અને તેને શી રીતે જન્માવવું, એ ખાળીને આપણા દેશને આપ્યું. સૈાંની ગુલામીથી હિંદીઓનું જીવન ધર્મ, અર્થ ઈ૦ બધાં ક્ષેત્રોમાં ઊતરી ગયું હતું. તે વગર ગુલામી ટકે પણ શી રીતે? એટલે એમ પડેલું જીવન જો પાછું ઊઠે, તો જ ગુલામી નાબૂદ થાય. એક પેઢીમાં બાપુએ એ જીવન ઉઠાવ્યું. તેથી હિંદમાં એવી સ્થિતિ જન્મી કે ગુલામી રહી ન શકે. એની રીત એ હતી કે, શત્રુતાને સાધુતાથી પડકારવી, ટિળક મહારાજ અને બાપુ વચ્ચે જો મેાટો ફરક હોય તે આ વાતના હતા. ગાંધીજી રાટ પ્રતિ સત્યને જીવનમંત્ર માનનારા હતા. એમ કહેા કે, એ પ્રવર્તાવવા એ જીવ્યા; અને હવે કહી શકાય કે, તેને ખાતર શહીદ થયા. આવા ઉગ્ર પ્રયત્ન છતાં ‘રાજકારણમાં સાધુતા ન ચાલે ’ એ માન્યતા એક યા બીજે Page #152 -------------------------------------------------------------------------- ________________ ગાંધી-સાહિત્યના સ્વાધ્યાય કરા ૧૩૫ રૂપે ચાલુ જ રહી; અને છેવટનું ગાંધીજીનું બલિદાન એમની આ સત્યાગ્રહપદ્ધતિને ખાતરનું બલિદાન ગણાવું જોઈએ. દુશ્મન સામે દુશ્મનાવટથી વર્તવાથી સારાંશે દુશ્મનાવટ જ વધશે અને કોઈ કાળે શાંતિ નહિ જન્મી શકે, એ સનાતન તત્ત્વ પર મદાર બાંધી, તે અત્યારના આપણા દેશના દુ:ખયુગમાંથી પણ માર્ગ શોધી આપવા માગતા હતા. એ રીત કાંઈ નવી નહાતી; એ જ રીતે કામ કરીને તે વર્તતા આવ્યા હતા; અને એમને સિદ્ધ કરવું હતું કે, એ જ રીત આ નવી પરિસ્થિતિમાં પણ કામ દેશે. એમની કુરબાની આને લેખે હતી. ભૂતમાત્રના તે અને ટા હતા, મિત્ર હતા, કરુણામય હતા. ‘નિવાપાંજલિ ’માંથી] મગનભાઈ દેસાઈ ગાંધી-સાહિત્યના સ્વાધ્યાય કરો આજે ગાંધીજીને નજરે જોનારી અને તેમની સાથે કાંઈ ને કાંઈ કામ કર્યાના લહાવા માણનારી પેઢી કાળધર્મને વશ થતી જાય છે. નવી પેઢી એવી છે કે તેણે એમને જોયા નથી. તે પછી રાષ્ટ્ર માટે આદરેલા તેમના કામમાં ભાગ લેવાની તે! વાત જ કયાં રહી? અરે! એમના આ કામના ઇતિહાસની રૂપરેખા અને તેના મુદ્દાઓ પણ તેઓ જાણતા નથી. આ વસ્તુ એક ભર્થંકર શૂન્યતા જેવી ગણાય. તેમાં પછી જે કાંઈ આડુંઅવળું ભરાય તે ભરાય છે. આ વસ્તુ સંસ્કૃતિની દૃષ્ટિએ ખૂબ ચિંતાજનક છે. 51 તે પછી ઉપાય શો? સાહિત્ય કાંઈક કરી શકે. આવી પેઢીએ હવે ગાંધીજી અને તેમના જીવનકાર્ય તથા ફિલસૂફી અંગે સાંભળવું કે વાંચવું રહ્યું. આ કામ સારી પેઠે થવું જોઈએ. શાળા-મહાશાળામાં તથા પ્રૌઢોમાં બધે એ ચાલવું જોઈએ. લેાકરુચિ મુજબ ભાત ભાતની રીતિથી તે થવું જોઈએ.” ૨૯-૭-૫૮ ‘પ્રવેશિકા ’માંથી] -મગનભાઈ દેસાઈ Page #153 -------------------------------------------------------------------------- ________________ ભારતના શિરછત્ર [સરદાર સાહેબ] તા. ૧૫-૧૨-૧૦ના રોજ સવારે ૯ ઉપર ૩૭ મિનિટે સરદારશ્રી વલ્લભભાઈ પટેલે મુંબઈમાં દેહ છોડી. દોઢ જ મહિના પર દેશભરમાં તેમની ૭૬મી વરસગાંઠ ઊજવાઈ; ગુજરાતે તે પ્રસંગે મહત્સવ માણ્યો. ગમે તેવી ઢીલી તબિયત છતાં, તે કારણે સરદારે સૌને મળવાને લાભ જ ન કર્યો ને આવ્યા. અને સારું થયું કે આવ્યા. ગુજરાતને તેમનાં દર્શન થયાં; જતા પહેલાં પિતે પણ આંખ ભરીને પોતાની મૂળ કર્મભૂમિ અને ત્યાંના પિતાના બધા જના સાથીઓને જોઈ શકયા. સ્થાપનાથી માંડીને આજ સુધી એકધારો રસ લઈ જે સંસ્થાઓનું સંવર્ધન અને પ્રગતિ સાધવા સતત મથ્યા, તેવી નવજીવન અને વિદ્યાપીઠ સંસ્થાઓના ઉત્સવ ઊજવ્યા. ગાંધીજીની પ્રેરણાથી નવજીવન ટ્રસ્ટે વરસેથી મનમાં સેવેલે સંકલ્પ પૂરો કર્યો; અને કુલપતિ તરીકે વિદ્યાપીઠને પદવીદાન સમારંભ શરૂ કરતા ગયા અને તેનું કામકાજ જોઈ જાણીને સંતોષ મેળવ્યો. આ બધું એમને માટે, શાંતિથી જવાની તૈયારીમાં પ્રભુએ સંકેલું હતું, એ ત્યારે કોને ખબર હતી? એમને પિતાને ઊંડે ઊંડે એમ હતું ખરું કે, ફરી ન પણ મળીએ; એટલે એ તે મનમાં સૌની વિદાય લઈને જ અમદાવાદથી ગયા ત્યારે ગયા હશે. ગુજરાતની “ફુલપાંખડી' સ્વીકારીને અમદાવાદથી દિલહી ગયા, ત્યારે તેમને મનમાં એમ હતું ખરું કે, હજી ગુજરાતના બીજા ભાગમાં જવાનું બાકી છે, તે ફરી જાનેવારીમાં પૂરું કરીશ. એમ બે હપતે ગુજરાતનાં સૌ ભાઈબહેને અને કાર્યકર્તાઓને મળવાને ખ્યાલ હતો. પરંતુ દિલહી ગયા પછી તબિયતે પાછો ઊથલો ખાધો; અને તેમને મુંબઈ આણવામાં આવ્યા. આવીને બે દિવસ તો ઘણું સારું લાગ્યું. સૌને થયું કે, મુંબઈની હવા હવે ઠીક સુધારો કરી આપશે. પણ એ તો ઓલવાતા દીવાનો છેલ્લો ઝબકારે જ હતો; ગુરુવારે રાત પછી તબિયત કથળી અને શુક્રવારે સવારે દેહ છૂટી ગયે. Page #154 -------------------------------------------------------------------------- ________________ ભારતના શિરછત્ર દેશને માટે આ ઓચિંતી ખબર હતી. માંદા હતા, પણ આટલી જલદી લીલા સંકેલાશે, એમ નહોતું લાગતું. તેની ખબર મળતાં દેશ ડઘાઈ ગયો. ૧૯૪૭થી દેશનું જે ઘડતર થઈ રહ્યું હતું, તેને માટે સ્તંભ તૂટી પડ્યો; ગુજરાતનું અને દેશનું શિરછત્ર ગયું; ગુજરાતમાં ૧૯૧૫ થી શરૂ થશે એક યુગ આથમે, અને નવા યુગની મથામણ શરૂ થઈ. ઈ. સ. ૧૯૧૫માં ગાંધીજી દેશમાં પધાર્યા, ત્યારે સરદારને અમદાવાદમાં ગોઠવાયે ત્રણ વરસ થવા આવ્યાં હતાં. ઘણા વકીલો કરતા આવ્યા છે એમ તે ગુજરાત કલબમાં પિતાને ફાજલ વખત ટોળટપ્પા અને પત્તાં-ટીચણીમાં ગાળતા. પણ એમના હૃધયમાં ઊંડી આગ હતી. તે ટિળક મહારાજના ભક્ત હતા. સ્વરાજ માટે બળબળતા દેશભક્ત હતા. પણ કરવું શું? ત્રાસવાદીને રસ્તે જતાં શું વળે? અને બેલ બોલ કરવાથી કે તીખા તીખા ઠરાવ કરવામાત્રથી પણ શું વળે? એ બધાની વ્યર્થતા સાફ જણાતી હતી. તે પછી રસ્તો છે? પહેલેથી જે ઓછાબોલા અને ઝાઝા-કરવૈયા હતા. કેવળ શબ્દોના બખાળા કાઢવા ને તે રીતે અંતરની આગની બળતરા કાઢવી, એ એમને માર્ગ નહોતે. દેશના સેવકોમાંથી ગાંધીજીમાં એમણે પહેલવહેલું એ દૈવત જોયું, કે જેમાં કરી દેખાડવાને પુરે અવકાશ મળે અને હથેળીમાં માથું લઈને કામ કરવા મળ્યું એવી ટાઢક બળબળતા દિલને મળી શકે. ગાંધીજી વિના વલભભાઈના આ દર્શને એમને વટલાવ્યા; જે ખેટના માર્યા પિતાના અંતરની આગને પત્તાં ટીચીને ઢાંકતા, તે ખોટ પુરાઈ; અને તેની સાથે એમના જીવનને નકશો દોરાઈ ગયો. વલલભભાઈને પિતાના દિલનું કામ મળ્યું; અને વધારેમાં તે એ કે, તેને કરવાને માટે પિતાની સ્વભાવસિદ્ધ રીતને માટે ક્ષેત્ર મળ્યું. વલ્લભભાઈએ આખી જિંદગી જે કાંઈ કર્યું તેની પાછળ ગાંધીજીની કાર્યપદ્ધતિએ તેમના જીવનમાં કરેલો આ જાદુ મૂળમાં રહેલો છે. અને તેથી જ કરીને ગાંધીજીના સત્યાગ્રહને કારગત કરવા માટેની પદ્ધતિ સરદારસાહેબ યોજી શકયા. ગુરુને ચેલો મળે એટલું જ નહીં, ચેલાને ગુરુ પણ મળ્યા. અને ચેલાએ ગુરૂમંત્રની શક્તિ પ્રકટ કરી બતાવી. સ્વરાજ લાવવાને માટે કરવું શું? લડવું કેવી રીતે? પ્રજાને તે વિશે તાલીમ શી રીતે આપવી? આ સવાલ કેવળ સરદારને જ નહતો. ૧૯૧૫ પછી તે સવાલ કોંગ્રેસ અને આખા દેશને હતે. તેથી જ એને જવાબ મળતાં ગાંધીજી અને તેમની સાથે સરદાર એકદમ અખિલ હિંદની ભૂમિકામાં Page #155 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પહોંચી ગયા. સરદારે ગુજરાતનું કામ સંભાળી લઈ ગાંધીજીને દેશના વ્યાપક ક્ષેત્રને માટે નવરાશ કરી આપી. ગાંધીજીનાં બધાં કામોને સંભાળવાં ને જોગવવાં, એ સરદારનું સહજ કાર્ય બની ગયું. આ કામમાં પડેલાં નાનાં મોટાં બધાં ભાઈબહેનના બહોળા કુટુંબના તે એક આHજન બન્યા. આ કામ કરવાને માટે તેમણે ગુજરાત પ્રતિક સમિતિને વાળી અને એની સાથે તે સમિતિ પણ વધી અને ગુજરાતની પ્રમુખ પ્રજાકીય સંસ્થા બની. નાનાં મોટાં બધાં સેવાકાર્યો આ સંસ્થાની પાંખ તળે રહી હુંફ મેળવતાં થયાં. આથી ગુજરાતમાં એક સર્વસમન્વિત ઢબે સમગ્ર રચનાકાર્યક્રમ કરવા માટેનું તંત્ર ઊભું થઈ શક્યું. રચનાકાર્યો મારફત પ્રજાશરીરની તાકાત બાંધી શકાય અને તેનું હીર પ્રગટ કરી શકાય, એ પ્રકારની ખાતરી ગુજરાત દેશને આપી શકહ્યું, તે શ્રી વલ્લભભાઈની આ સંગઠન શકિત અને કુટુંબભાવથી કામ કરવાની રીતને આભારી છે. આથી કરીને, જેમ કામ થયું તેમ જ તે કરનારા પણ જાગતા ગયા, અને ઉપરની પદ્ધતિને પ્રતાપે તેઓ જામ્યા અને સહેજે એકજુથ બન્યા. પણ આ બધામાં એક મોટી શરત હતી. તેને જે ન સમજે, તે સરદારને નહીં સમજી શકે. એ હતી સ્વરાજની. રચનાત્મક કાર્યક્રમનાં બધાં કામ કરવા જેવાં છે; તેમાં ભારોભાર દરિદ્રનારાયણની સેવા રહેલી છે, દયા રહેલી છે, રાષ્ટ્રપ્રેમ રહેલો છે. પરંતુ તેની પાછળની દૃષ્ટિ રામકૃષ્ણ મિશન જેવી કેવળ આધ્યાત્મિક, કે ભારત સેવક સમાજ જેવી કેવળ સામાજિક સુધારણાની નહીં, પરંતુ સ્વરાજ મેળવવાને માટે આત્મશુદ્ધિ કરીને પ્રજાને સ્વાવલંબી ને બળવાન કરવાની હતી. જે કાર્ય કે તેને કરનાર વ્યક્તિ કે સંરથા ગાંધીજીના મૂળ મંત્રના આ કીલકને ન સમજે, અથવા તો તેને સંભાળીને પોતાનું કામ ન કરે, તેને સરદારની નજરમાં સ્થાન ન મળી શકે. સરકાર પોતાની નથી; તે છતાં આપબળે પ્રજા પોતાનાં કામ કરી શકે, – આ વસ્તુ સરદારે રચનાકાર્ય દ્વારા કરી બતાવી. તેમ કરવા માટે ગુજરાતને માટે બધી જોગવાઈ રાખવામાં તેમણે મણ ન રાખી, કે જેથી કાર્ય કરનારાઓને વિમાસણ વેઠવી ન પડે. નાનાંમોટાં રચનાકાર્યોમાં પરોવાઈ જઈને મંડળે રહેનારા કેટલાક કાર્યકર્તાઓ સરદારની આ મુળ દષ્ટિ જોઈએ તેટલી પામી નહોતા ગયા. આથી કેટલાક એમેય માનતા કે, સરદારને ગાંધીજીની રચના-કામે ગમતાં નથી. છેલ્લે છેલ્લે દેશમાં કેટલાકે તો એટલે સુધી કહેવા માંડ્યું કે, સરદાર તો હવે ગાંધીજીનાં કામો સામે જોતા નથી! Page #156 -------------------------------------------------------------------------- ________________ ભારતના શિરછત્ર ૧૩૯ આ ખ્યાલો સરદારને મૂળ સંકય ન સમજાવાથી પેદા થયા છે પ્રત્યક્ષ જે કાંઈ જરૂર હોય તેને મજુદા સાધન વડે પહોંચી વળીને પણ પ્રજાના સ્વરાજની તાકાત વધારવી, તે સૌ વાનાં સારાં થશે, એ એમની મૂળની સાદી સમજ છે. અને સામાન્ય ગુજરાતની પણ વહેવાર માટે એ જ સમજ હોય છે. તેથી જ સરદારને ગુજરાતના બધા વર્ગો પિતાના કરી શકતા હતા. આ વહેવારુ સમાજમાં સરદારે એક વસ્તુ ઉમેરી લીધી તે એ કે, આ સમજ ગાંધીજીના આદર્શ ખાતે અર્પણ કરવી. તેથી જ કરીને સરદાર લોકશાહી વિચારણાને હંમેશ ચાહતા અને તે એમને પ્રિય હતી. એટલું જ નહીં, લોકશાહી ઢબ એટલે વેવલું પિચકાપણું નહીં; તેમાં પણ શિસ્તબદ્ધ કાર્યપ્રવરતા રહેલી છે, એ વસ્તુ તે ગુજરાતને દેખાડી શક્યા. ૧૯૪૭ પછી – એટલે કે, દેશની રાજદ્વારી લગામ દેશવાસીઓના હાથમાં આવ્યા પછી સરદારે પોતાની મૂળ વસ્તુને જ આગળ ચલાવી. નવા સંજોગોને તેમાં ઉપયોગ કર્યો ને તદનુરૂપ કામ ઉપાડયાં એટલું જ. એમને મન મૂળ વાત એક જ હતી – દેશની શક્તિ વધારવી અને તેના કલ્યાણનાં કામો કરવામાં તેને વાળવી. કેટલાક લોક કહે છે કે, સરદાર ૧૯૪૭ પછી બીજાં જ દેખાયા તે મોટા રાજપુરુષ બન્યા. આ અધુ સારું છે. પરરાજમાંથી સ્વરાજ આવ્યું તેથી સરદારની મૂળ શક્તિ બીજા રૂપે જોવા મળી એ ખરું. બાકી '૪૭ થી સરદારનું કામ એક જ હતું. દેશની તાકાત હવે કયાં કામ કરીને વધારવી? દેશી રાજને વ્યવસ્થિત કરી લેવાં જેથી ભારત અખંડ બને, નોકરશાહીને હાથમાં લેવી, વગેરે કામો એક પછી એક ઉપાડવા પાછળ આ નજર રહેલી હતી. આ બધાં કામો એમના બાગના હતા; તેમને એની હથોટી હતી. મેટું કામ રહેતું હતું દેશની અર્થવ્યવસ્થા સાબૂત કરવાનું. આ કામ મોટું છે, અટપટું છે. સરદારનું લક્ષ એમાં પણ હતું. એને પહોંચી વળવા માટે દેશ એકત્ર બની વ્યવસ્થિત ને સંગઠિત તે રહેવું જોઈએ. એ વગર લોકશાહી પણ ન જ નભે, અને કામ તો કાંઈ જ ન થાય. આ સાદી લોક સમજ સરદારે વ્યાપક એવા સામુદાયિક ક્ષેત્રમાં ઉતારી. છેલ્લે છેલ્લે તે આ કામમાં હતા. તેમાં તેમને હમેશ ગાંધીજી યાદ આવતા હશે. તે હોત તે કેટલું કામ થાત ! - એમ એમને છેલા ગાંધીવિહોણાં વરસમાં લાગ્યા કર્યું છે. પણ એથી એમને એમ થતું કે, આ કામ કરવાનું મૂકીને બાપુજી ગયા છે; તે કરવા માટે હું જો જીવું છું તો જીવું છું. Page #157 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પહેલો હૃદયરોગને પ્રસંગ બન્યું, ત્યારે શ્રી. સુશીલા નયર પાસે હતાં; તેમણે ચાંપતા ઉપાય છે તે પ્રસંગને વાળી લીધો. પણ એ તે એમ જ કહેતા કે, “બાપુ પાસે પહોંચી જવામાં તું આડે આવી. ઠીક છે. પ્રભુ હજી બાપુનું કામ બાકી છે તે કરાવવા માગતો હશે.' અને પાછી એમણે ગાંઠ વાળી ને ગમે તેવી તબિયત છતાં કામે વળગ્યા. બે વરસ ખેંચી કાઢયાં, તેનું મોટું શ્રેય તેમનાં સુપુત્રી શ્રી. મણિબહેનને જાય છે. એમણે એમને માતાની જેમ છેલ્લાં કેટલાંય વરસથી સંભાળ્યા છે. પાંચ દસ સેવકો મળીનેય કામ ન દઈ શકે તેવું ને તેટલું કામ એમણે કર્યું છે. બાપુને શું કયારે જોઈએ તે તેમણે કહેવા ઉપર રાખ્યું જ નહિ; જે જ્યારે જરૂરનું હોય તે વગર કહ્યું પૂછયે મળ્યા જ કરે, એવી સદા જાગ્રત સેવા કરી. આને માટે દેશે એમને આભાર માન જોઈએ. પણ છેવટે કદાચ એમના મનમાં ઊંડે ઊંડે અમુક ઉદાસભાવ આવ્યો કે શું? નહિ તે આમ ચિતે દેહ ન પડી જાત. તેમનું કાઠું હજી બેચાર વરસ કાઢતા. પણ એમ ઈશ્વરને ન રુચ્યું. એણે એમને લઈ લીધા. અને કોને ક્યારે લેવા એની વેળા તે એ જ જાણે છે ને? સરદાર એણે નિર્ભેલી ઘડીએ જ ગયા. તેમાં જ સૌએ સારું માનીને આગળ ચાલવું જોઈએ. સરદારને મોટામાં મોટો જીવન-બોધ હોય તો એ છે. ગુજરાતના શિરછત્ર એ હતા. એમણે ગુજરાતને એક બની કામ કરવાને પાઠ શીખવ્યું છે, અને આ કામ સ્વરાજને વફાદાર હોવું જ જોઈએ. એમાં આંધળા પ્રાંતવાદ કે પાગલ કેમવાદ ન હોઈ શકે, એ પણ સરદારની જ શીખ હતી. અને જેઓ એમને પ્રાંતવાદી કે કેમવાદી માનતા હશે, તેઓ સરદારને ઓળખતા નથી. તેવા એ હેત જે કામ તેમણે કર્યું અને જે પદે પહોંચ્યા, તે સંભવી જ ન શકત. તે વીરકમ હતા; વાસ્તવિક પ્રત્યક્ષતાને સમજવામાં બાહોશ હતા; માનવીની પરખ તો ગાંધીજી કરતાંય કદાચ એમની પાસે વધારે હશે; અને તે ભક્તહૃદયવાળા હતા. જીવનભર દેશની ભલાઈનાં કામમાં તે ખડે પગે રહ્યા, અને તે કરતાં કરતાં અંતિમ આરામને માટે સૂતા. તે ક્ષત્રિય હતા. ગીતાકારે કહેલાં ક્ષારકર્મો એમની પ્રકૃતિમાં જડાયેલાં હતાં – शौर्य तेजो धृतिर्दाश्यम् युद्धे चाप्यपलायनम् । दानमीश्वरभावश्च क्षात्रं कर्म स्वभावजम् ॥ Page #158 -------------------------------------------------------------------------- ________________ ભારતના શિરછત્ર ૧૪૧ એમના જેવા પુરુષોની જ્યારે ખૂબ જરૂર છે, ત્યારે તે ગયા. પણ ટિળક મહારાજ પેઠે એમને ખાતરી હતી કે, હિંદમાતાની કુખેથી જોઈતા નરવીરો મળ્યા જ કરશે. એવા આપણે સૌ બનવા મથીને આ વીર દેશભક્તનું તર્પણ કરી શકીએ. તેઓ તો અત્યારે એમના મહાદેવ અને બાબાપુની પાસે, જેમ જેલમાં જોડે હતા તેમ, અનંતતાની કેદમાં પહોંચી ગયા હશે. અને ત્યાં રહ્યા એમેય કદાચ તે પૂછતા હોય, “કેટમાં તમે દુનિયા પર રહેલા છે કે અમે?” એમનો જીવન-પાઠ યાદ કરીએ તે સરદાર સદાય આપણી પાસે જ છે. એ પાઠ આપીને સરદાર અમર થયા છે. [૨૬-૧૨-૨૦] ગયા માસની ૧૫ મી તારીખે દેશે સરદારશ્રીની પહેલી જયંતી ઊજવી. એ વખતે સરદારશ્રીનું દેશ પર કેટલું ત્રણ છે કે, આજના સંજોગોની ભૂમિકામાં, વિશેષ સમજાય છે. દેશને હવાલે અંગ્રેજોએ કોંગ્રેસને સોંપ્યો. કોંગ્રેસે સર્વ પક્ષોમાંથી લાયક વ્યકિતઓને મદદમાં લઈ, દેશનું બંધારણ ઘડવા સભા રચી. અને પ્રજાના વતી જે સુપરત તેને મળી હતી, તેને બંધારણીય સ્વરૂપ આપવાનું કામ શરૂ કર્યું. આ કામ કરવા માટેની પૂર્વતૈયારી કરવાનું મહાભારત કામ સરદારને શિરે આવ્યું. પાકિસ્તાન હિંદુસ્તાન વચ્ચે હિંદની વહેંચણી કરવાનું કામ વરસો ખાય એવું ગણાય, તે સરદારે એમની અજબ વ્યવહાર-દક્ષતા અને તોડ કાઢવાની કુશાગ્ર કાર્યશક્તિથી થોડા માસમાં ઉકેલ્યું. એ એક કામને કેટલો બધો હૈયાબળાપ અને અજંપો આજ હોત? તે એમણે ખરે વખતે પરવારી લઈને દૂર કર્યો. એ કામને માટે આજે વાતાવરણ નથી. તેવું જ બીજું કામ સિવિલ સર્વિસ વિશે ઉકેલનું છે. ગોરાઓ વિદાય થયા. તેની સાથે દેશને જવાબદાર સિવિલ સર્વિસ ઊભી કરી એટલું જ નહીં, કસાયેલ જૂના હજારો નોકરે જવા છતાં તંત્રને તુટવા ન દીધું અને નવાને ગોઠવી દીધા. આ કામનાં મીઠાં ફળ અજાણપણે પણ દેશે સારી રીતે ચાખ્યાં છે. તેવું જ કામ લઘુમતીઓ અને દેશી રાજાઓનું હતું. અંગ્રેજી રાજ આ સવાલની મારફતે દેશને ગૂંચવ્યો હતો અને કબજે રાખ્યો હતો. એ સવાલને સમૂળગો છેદ ઉડાડી એકચક્રે દેશનું સંગઠન કરી આપવાનો આખો યશ સરદારશ્રીને જાય છે. તે વખતે આ ઉકેલને માટે યોગ્ય વાતાવરણ હતું. તેને એ કાબેલ પુરુષે પૂરો લાભ લીધે, અને પિતાની અદ્વિતીય પ્રતિભાથી એને ઉકેલ જી આપે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪ર એક ઝલક હિંદનું બંધારણ ઘડવામાં આ પાયાનાં સંગઠનકાર્યોએ મદદ આપી. તે ન મળી હોત, તો એ કામ જેવું સારી રીતે ઊકહ્યું તેવું ન બનત. ભાષાવાર પ્રાંતરચનાને એક મુદ્દો આપણે પરવારીને ઊંચે ન મૂકી શક્યા, તે અહીં યાદ આવે છે. એમાં પણ સરદારશ્રીએ પ્રયત્ન તે સારી પેઠે કર્યો. પરંતુ એ ગાંઠ આપણાં પ્રાંતિક મનમાં હોઈ, તેને માટે જરૂરી વાતાવરણ નહતું. આથી એ વિષે આગળ કેવી રીતે કામ કરવું એટલું જ કહીને બંધારણને અટકવું પડ્યું. પણ એવાં ગંઠાયેલા મનથી દેશનું કામ થાઈ ન જાય, એ તે સંભાળવાનું હતું જ. સરદારે એ કામ કર્યું, એ પણ એમની નાનીસૂની તારીફ નથી. ગાંધીજી સ્વરાજ લાવ્યા એમ કહીએ, તે સરદારે તેને સંગઠિત કરી આવ્યું, એમ ઇતિહાસ જરૂર કહી શકે. “નિવાપાંજલિમાંથી] મગનભાઈ દેસાઈ સ્નાતકોને મારા અંતરના આશીર્વાદ છે [અગિયારમે પદવીદાન સમારંભ] (તા. ૨૯-૧૦-'૫૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠમાં કુલપતિ સરદારશ્રી વલ્લભભાઈ પટેલને પ્રમુખપદે અગિયારમો પદવીદાન સમારંભ થયો તે સમયે મહામાત્ર શ્રી. મગનભાઈ દેસાઈએ રજૂ કરેલા નિવેદન બાદ સ્નાતકોને પદવી આપ્યા પછી સરદારશ્રીએ કરેલું દીક્ષાત પ્રવચન નીચે આવ્યું છે.) સરદારશ્રીનું પ્રવચન ગુજરાત વિદ્યાપીઠના આચાર્ય, અધ્યાપક, સ્નાતક, વિદ્યાર્થી ભાઈબહેને, સજજન અને સન્નારીઓ. આજે આ પદવીદાન સમયે ગૂજરાત વિદ્યાપીઠની શરૂઆતથી આજ દિવસ સુધીનો ઇતિહાસ મારી આંખ આગળ ખડે થાય છે. જ્યારે વિદ્યાપીઠની સ્થાપના થઈ અને એનું ખાતમુહ મારે હાથે થયું ને ત્યાર પછી જ્યારે આચાર્યશ્રી રાયને બોલાવી તેનું શિલારોપણ કર્યું, ત્યાર પછી હિંદુસ્તાનના ઇતિહાસમાં જે ફાળે વિદ્યાપીઠ આપ્યો તે આપણી સામે તાજો છે. વિદ્યાપીઠની ચડતીપડતી એ સ્વરાજની લડતની ચડતી-પડતીને ઇતિહાસ છે. આખરે જયારે હિંદુસ્તાનને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ તે કાળે વિદ્યાપીઠને પિતાને મગરૂબ થવાનું કારણ મળ્યું. તેના ઉપર અનેક મુસીબતે આવી અને કેટલીક Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નાતકે મારા અતરના આશીવાદ છે વખત વિદ્યાપીઠનો તે વખતની સલતનતે કબજો લીધે. પણ વિદ્યાપીઠ તેમાંથી દરેક વખતે આખરે પાર નીકળી ગઈ. વિદ્યાપીઠના સ્નાતકો જે જે ક્ષેત્રમાં ગયા છે, તેઓ જ્યાં જ્યાં પડયા છે ત્યાં તેમણે પસ્તાવો નથી કર્યો. તેઓ જયાં ગયા છે ત્યાં ઠીક રીતે કામ કર્યું છે અને વિદ્યાપીઠને શોભાવી છે. આજના સ્નાતકે કે જેમને પદવી આપવામાં આવે છે તેને તેનાથી જુદા – સ્વતંત્રતાના વાતાવરણમાં પદવીદાન થાય છે. સ્વતંત્રતા મળ્યા પછી કેળવણીના ક્ષેત્રામાં જે ઝડપી ફેરફારો થવા જોઈએ તે થયા નથી. કારણ કે જે સ્વતંત્રતા મળી તે સ્વતંત્રતાની પાછળ ભૂતકાળને ઈતિહાસ અને એની પાછળ લાગેલી અનેક પ્રકારની મુશ્કેલીઓનું વળગણ છૂટી શકર્યું નથી. હિંદ અત્યારે કોઈ વખત નહીં એવા કઠણ પ્રસંગમાંથી પસાર થઈ રહ્યો છે. જો સાવધાન ન રહીએ તે કેટલાય ભાગથી મેળવેલી સ્વતંત્રતા ગુમાવી બેસીએ. આજે લોકો હિંદુસ્તાનમાં બધે આજની સરકારની અનેક પ્રકારે ટીકા કરી રહ્યા છે. લોકશાહીમાં ટીકાને સ્થાન છે. અને ટીકા થવી જોઈએ. છતાં સાથે સાથે સમજવું જોઈએ કે આપણે હજ લોકશાહીને કક્કો ઘૂંટીએ છીએ. આજની દુનિયાને અનુરૂપ આપણી સરકારને આપણે બનાવવી હોય તો આપણા મુલકનું અને દુનિયાની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવું જોઈએ. વિદ્યાપીઠના સ્નાતકોને ધર્મ છે કે, પોતાને અભ્યાસ વિચારથી અને ઊંડી નજરથી કરે, લોકપ્રવાહમાં તણાવું ન જોઈએ. પ્રાંત પ્રાંતમાં હું ફરું છું; જોઉં છું; તે ઉપરથી મને સંતોષ છે કે, અનેક પ્રકારની ટીકા છતાં ગુજરાત પોતાનું સ્થાન ઠીક સાચવી રહ્યું છે. તેણે પોતાનું મગજ સ્થિર રાખ્યું છે કઈ એમ ન સમજે, ન સમજવું જોઈએ, કે સ્વતંત્રતા મળી એટલે આપણને કઈ પ્રકારનું દુ:ખ રહ્યું નથી. ઊલટું આજે દુ:ખને પ્રવાહ ચાલી રહ્યો છે. અનેક ફેરફાર થઈ રહ્યા છે, વેપારીઓને પોતાને વેપાર વધવાની ઉમેદ હતી તે ચાલી ગઈ છે. મધ્યમ વર્ગ બેકાર થાય છે. અનાજ યા ખોરાકનો તટે છે. કાપડની બૂમ પડે છે. કપાસના ભાવ કોઈ વખત ન હતા તેટલા વધી ગયા છે. દરેક પ્રકારના ઉદ્યોગમાં મુસીબત આવી ગઈ છે. આનું શું કારણ છે? એ સમજવું જોઈએ. લોકો ઊંડો અભ્યાસ કરી તે સમજે નહી તો જેને દેષ ન દેવો જોઈએ તેને દોષ દે અને રાહત મળે નહીં. આપણે ગુજરાતના લોકો સમજદાર અને વેપારબુદ્ધિના ગણાઈએ છીએ. સ્વરાજ્યની લડતના અહીં પાયા નંખાયા છે. આપણે જયાં ભૂલ સુધારવાની લાગે ત્યાં સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ, પણ મગજનું સમતોલપણું ન ગુમાવવું જોઈએ. આપણે ઠીક ઈશું તે Page #161 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ગભરાવાની કાંઈ જરૂર નથી. તો બધું ઠીક થઈ શકશે, કોઈ પણ ભૂલો થતી હશે તે તેને સુધારીશું અને બીજાને ભૂલ સમજાવી શકીશું. એ રીતે આપણે મુલકને સીધે રસ્તે ચઢાવવા પ્રયત્ન કરવો જોઈએ. કેળવણીના ક્ષેત્રમાં આપણી પ્રવૃત્તિ એક તરફ જોરથી ચાલી રહી છે. પણ બીજી બાજુ જેવી રીતે તે થવી જોઈએ તેવી રીતે કામ થતું નથી, વિદ્યાપીઠને બોજો ઘણો છે અને સરકાર આપણી છે. કેળવણીમાં જે ફેરફાર કરવા હોય અને જે જરૂરી છે તે કરવા જોઈએ. કેળવણીની અંદર એક પ્રકારને વિપ્લવ ન થાય, ક્રાંતિ ન થાય તે મુલક આગળ ન વધે. હવે વિદ્યાપીઠનું કામ ઘણું હલકું થયું છે. વિદ્યાપીઠના ૩૦ વર્ષના અનુભવની મૂડી વેડફી દેવી ન જોઈએ. તેણે દીવાદાંડીની માફક માર્ગદર્શક થવું જોઈએ. જેટલા ફેરફાર કરવા પડે તે કરવાની જરૂર છે. વિદ્યાપીઠનું આકર્ષણ તેજસ્વી કે મોહિત થવા જેવું ન લાગે, પણ આપણે વારંવાર જે ચડતી પડતી થઈ તેમાં ફુલાઈ નથી ગયા તેમ જ ગભરાયા નથી. એ રીતે સ્થિર કામ કરી લોકોને આકર્ષવા જોઈએ. આ કામ સ્નાતકોનું છે. લોકેએ પણ જોવું જોઈએ કે, ૩૦ વર્ષનો ઝળકો ઇતિહાસ આટલા ટૂંક સમયમાં બીજી કોઈ સંસ્થાએ મેળવ્યું નથી, મેળવી શકશે નહીં. તે ઇતિહાસ વધારે ઉજજવળ બને તેવું કરવું જોઈએ. આ બધું ગાંધીજીને આભારી છે. તેમણે દેશના ઇતિહાસમાં વિદ્યાપીઠનું નામ દાખલ કરાવ્યું. | મગનભાઈ કહે છે કે “ શારીરિક કેળવણી માટે કંઈક કરવું જોઈએ.' ઠીક વાત છે. મને અનુભવ છે કે ગુજરાતના રક્ષણ માટે રોકીદાર, ગુરખા, પઠાણ વગેરે બહારથી લાવવા પડે છે. આપણે વેપાર રોજગાર ખૂબ કર્યો, ખૂબ કમાયા અને ખૂબ કમાઈએ છીએ. છતાં ઘર આગળ પઠાણ, સિંધી કે ગુરખ રાખીએ ત્યારે માલિક કોણ એ સમજાતું નથી. એટલે ગુજરાતના નવજુવાનેએ આ કામ કરવું જોઈએ. સ્વરાજ તો મળ્યું પણ ઝીલવું કેવી રીતે? આર્થિક ક્ષેત્રમાં થોડે ઘણો ઉદ્યોગ અહીં છે. પણ તે પૂરતું નથી. દુનિયાના મુલકોની સાથે આપણે ઊભા રહેવું છે. વારસામાં મળેલું સાચવી રાખવું નહીં જોઈએ, તેને વધારવું જોઈએ, આ શહેરમાં જેણે ઉદ્યોગની સ્થાપના કરી, જેણે મિલ ઊભી કરી, તેઓ સર ચીનુભાઈના કુટુંબીઓ હતા. રણછોડભાઈ વિલાયત જઈ પહેલી મિલ અહીં લાવ્યા. તેથી તેમને લોક રણછોડ રેંટિયો કહેતા. આજે તેમના હાથમાં મિલ નથી, જો આપણે અગમ-બુદ્ધિ ન વાપરીએ તો ઉદ્યોગ હાથમાં ન રહે. આપણે તેના રોકીદાર રહેવું જોઈએ અને અગમચેતી વાપરવી જોઈએ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાઈ ભાઈ ૧૪૫ વિદ્યાપીઠ એ પ્રકારના ઉદ્યોગની કેળવણી માટે નથી. હજારો ગામડાંમાં પ્રાણ પૂર, ગામડાંના હજારે બેકારોને કામ આપી તેમનામાં રૂધિર અને પ્રાણ પૂરવાં તે એનું કામ છે. આ કામ આજના યુગમાં ઝપાટાબંધ કરવાનું છે. જે સ્નાતકોને પદવી આપવામાં આવે છે. તે વિદ્યાપીઠની ઈજજતને ડાઘ લાગે એવું કામ ન કરે. જેની (ગાંધીજી) છબી આપણી આગળ છે તેના આદેશને હંમેશાં યાદ રાખે અને અનુસરે. વિદ્યાપીઠ અને ગુજરાતની કીર્તિને આગળ વધારે તો તેઓ પદવીને યોગ્ય છે. પ્રભુ પાસે મારી પ્રાર્થના છે કે, સ્નાતક પિતાનું જીવન આ રીતે ગાળે. તે બધાને મારા અંતરના આશીર્વાદ છે. કેળવણી વડે કાંતિ -૨'માંથી] સરદાર વલ્લભભાઈ પટેલ ભાઈ જેવો ભાઈ [શ્રી. રાવજીભાઈ નાથાભાઈ પટેલ] અતિ ભારે કલમે આ લખું છે. ભાઈશ્રી. રાવજીભાઈ નાથાભાઈ પટેલના, તા. ૩-૫–૫૯ના રેજ, અમદાવાદ વા. સા. ઇસ્પિતાલમાં, એચિતા અવસાનથી દેશે, અને ખાસ કરીને ગુજરાતે, પોતાને એક નિષ્ઠાવાન અને આજીવન રાષ્ટ્રસેવક ગુમાવ્યો છે. ગુજરાતના ખાદી-ગ્રામોદ્યોગ-કામને માટે તે ન પુરાય એવી ખોટ પડી છે. પ્રભુ એમને પોતાના દરબારમાં ચિરશાંતિ આપે. અંગત રીતે કહું તે, મારા જેવા અનેક રાષ્ટ્રીય કાર્યકર્તાઓએ એક દિલોજાન દોસ્ત અને અતિ પ્રેમાળ પરગજુ તથા સેવાભાવી સાથી ખાય છે. - અમે બે લગભગ સરખી ઉંમરના કહેવાઈએ. મારા કરતાં થોડા માસ એ મોટા હતા. ભણવામાં એક જ સંસ્થામાં સાથે નહોતા, પણ અમારું ભણતર સાથે ચાલતું હતું. અમે બંનેએ ૧૯૨૦-૧માં કૉલેજ છેડી તે છોડી. ત્યાર બાદ અમારી પહેલી મુલાકાત અને ઓળખાણ થઈ. હું શિક્ષણક્ષેત્રમાં વળ્યો, તેમણે સ્નાતક થવાની પણ ગરજ ન રાખી અને લાગલા જ રાષ્ટ્રની લડતના સીધા કામમાં પહોંચી ગયા. અને તરત જ એમની ધગશ અને કાર્થ- તથા સંગઠન- શક્તિ દેખાઈ આવ્યાં. તેમણે વસો અને તેની આસપાસનાં ગામોમાં વણાટકામ એ૦ – ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ઉપાડ્યું. શ્રી. રાવજીભાઈને પ્રતાપે થોડા જ વખતમાં વસે ગુજરાતમાં એક આગળપડનું કેન્દ્ર બની ગયું હતું. ૧૯૨૩-૨૪ પછી અમે બંને સત્યાગ્રહ આશ્રમમાં સાથે થયા. હું રાષ્ટ્રીય શાળામાં હત; થોડા વખત પછી તે ખાદીકામમાં ત્યાં આવ્યા. અને આવતાંવૈત અમારા બે પરિવાર એક-કુટુંબવત્ બની ગયા. મારે માટે ભાઈ રાવજીભાઈ ભાઈબંધ જ નહીં, ભાઈ જેવા ભાઈ બની ગયા અને તેમનાં પત્ની શ્રી. ડાહીબહેન અમ દંપતીના માજણ્યાં બહેન જેવા થઈ ગયાં. આમાં રાવજીભાઈદંપતીને અતિ હેતાળ અને સેવાભાવી સ્વભાવ મુખ્ય કારણ હતા. તેમણે અમારી સેવા દ્વારા જ ભાઈ-બહેનપણી જીતી લીધાં હતાં. એવા વાત્સલથગણે કરીને જ શ્રી. રાવજીભાઈએ પિતાના અતિ ઉગ્ર સ્વભાવવાળા પિતાને જીતી લીધા. એથી જ રાષ્ટ્રની સેવામાં સ્વ૦ શ્રી. નાથાકાકા અજાણતાં પણ વળી ગયા હતા. અને એમ જ રાવજીભાઈને આખે પરિવાર – એક ભાઈ અને બહેન તથા માતા – આશ્રમમાં આવી રહ્યો હતો. રાવજીભાઈ દંપતીના આવા હેતાળ અને સેવાપરાયણ સ્વભાવને પરિચય એમની સાથે સંબંધમાં આવનાર અનેક સાથી કાર્યકર્તા ભાઈબહેનને મળ્યું હશે. જેમ કે, ખાદી ગ્રામોદ્યોગ કમિશનવાળા શ્રી. ધીરુભાઈ દેસાઈ એમના તા. ૬-૫-'૧૯ના પત્રમાં મને લખે છે, “એમના જવાથી ગૂજરાત વિદ્યાપીઠ, ખાદી-ગ્રામોદ્યોગ કમિશને, ગુજરાત અને આખા દેશે એક શકિતશાળી, અનુભવી, સહૃદયી, નિષ્ઠાવાન સેવક અને આગેવાન ગુમાવ્યો છે. જેઓ એમના સંપર્કમાં એક વાર પણ આવ્યા હશે તેઓ એમને, એમના કામને તથા વ્યક્તિવને કદી ભૂલી શકશે નહીં. એમને હસમુખ અને માયાળુ સ્વભાવ, બીજાઓને ઉપયોગી થવાની તત્પરતા, નિખાલસતા, નીડરતા વગેરે અનેક ગુણનું સ્મરણ કરીને, તેમાંથી પ્રેરણા મેળવીને અને તેમનું અધૂરું રહેલું કાર્ય આગળ ધપાવવાના પ્રયાસ કરીને આપણે એમને યોગ્ય અંજલિ આપીએ. એમની ખટ લાંબા સમય સુધી ન પુરાય એવી રહેશે.” ૧૯૨૪ પછી રાવજીભાઈ-દંપતી આશ્રમવાસી બન્યાં તે બન્યાં. એમના જવાથી આખા આશ્રમ પરિવારને પણ એક સ્વજન ગયાનું દુ:ખ થયું છે. ૧૯૩૦માં દાંડીકૂચમાં તે જોડાયા અને એ પછી તે આશ્રમ બહારની જંગમ સેવામાં પડયા. અને એમાં ઉત્તરોત્તર આગળ વધીને ખાદી ગ્રામોદ્યોગના Page #164 -------------------------------------------------------------------------- ________________ ભાઈ જે ભાઈ એક પ્રમુખ કાર્યકર્તા તરીકેની અખિલ ભારતીય નામના મેળવી. આ કામ છેલ્લાં કેટલાંક વરસેથી તે કેવું જોરશોરથી કરતા હતા એ એટલી બીના પરથી પણ જણાશે કે, એ કામને માટે દર મહિને એ સેંકડે માઈલનો પ્રવાસ ખેડતા હતા! આવી જ કામની એક દેડાદોડીમાં એમને તા. ૨૭-૪-૧૯ના રોજ મોટરનો ભારે અકસ્માત થયો, જેથી માથું તૂટી ગયું અને પાંચ દિવસ બાદ તા. ૩-૫-'૧૯ના રોજ તેમણે દેહ છોડ્યો. અકસ્માત એ ભારે હસે કે, તેમના જેવા ખડતલ શરીર અને સંયમની વૃતિવાળો જ ટકી શકે. પાંચ દિવસ કાઢયા એટલે અમને આશા પડતી જતી હતી કે, બધું ધીમી ગતિથી છતાં સારું થશે. ત્યાં જ છ દિવસે રાતના તબિયત કથળી અને સવારે પ્રાણ ઊડી ગયા! પરી અને મગજ પર ઘા હોવાથી, તે લગભગ બેભાન જ હતા અને બેભાનીમાં જ ગયા. બેભાનીમાં પણ તે પિતાના કામ અને તેમની ગોઠવણની જ વાતો લવતા; વચ્ચે વચ્ચે મિત્રોની ખબર કાઢતા અને ભજન ગાતા. તે ભક્તહૃદય આસ્તિક માણસ હતા. એમના જવાથી, – અને તેય ઓચિંતા, – શ્રી. ડાહીબહેનના દુ:ખનો તે પાર જ નથી. પણ તેમણે ધર્યથી તે સહન કર્યું. આંખમાં આંસુ તો હજીય સુકાયાં નથી, પણ તે વાટે દુ:ખ રડી કાઢયું. રાવજીભાઈની સાથે તે પણ સેવિકા બનેલાં છે અને પતિના કામમાં હમેથ સાથ આપતાં રહેલાં છે. રાવજીભાઈનું મુખ્ય કાર્યક્ષેત્ર અને તેનું મથક માતર અને ચરોતર હતું. ૧૯૩૪ પછી તેમણે તેને પોતાનું સેવાકેન્દ્ર બનાવ્યું. તેને પરિણામે એ. આ વિભાગ રાષ્ટ્રીય લડતમાં રસ લેતે થયો. ૧૯૪૨ની લડતમાં આ ભાગે સારું કામ કરી બતાવ્યું તેને યશ શ્રી. રાવજીભાઈ દંપતીને અને તેમનાં આશ્રમવાસી સાથી ટી. માધવલાલ-દંપતીને મોટે ભાગે મળે છે. ૧૯૪૦ પછી રાવજીભાઈએ તે ભાગમાં આવેલા ભલાડા ગામે ઉદ્યોગમંદિરની સ્થાપના કરી. આ કામ તેમણે ગૂજરાત વિદ્યાપીઠની ગ્રામસેવાપ્રવૃત્તિના અંગ તરીકે ઉપાડવું. અને એમ તેમણે આ સંસ્થા જોડે સંબંધ બાંધ્યો તે છેવટ સુધી ચાલુ રહ્યો અને પ્રતિ વર્ષ વધતો રહ્યો. મુંબઈ સરકારની સર્વોદય યોજના શરૂ થતાં, શ્રી. રાવજીભાઈએ ભલાડાને તેનું કેન્દ્ર કરી, આસપાસનાં ગામને માટે તે યોજનાનું સંચાલનકામ માથે લીધું અને અત્યાર સુધીમાં તેને રાજ્યના એક આગળપડતી કામગીરી બજાવતા Page #165 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક * મથક તરીકે ખીલવ્યું. આ યોજનામાં શિક્ષણને તેમણે અગ્રસ્થાન આપ્યું. તે અર્થે તેમણે ભલાડામાં ખાદી કાર્યાલય ઉપરાંત કન્યા છાત્રાલય ચાલુ કર્યું, જેના સંચાલનનું કામ શ્રી. ડાહીબહેનને ભાગે રહ્યું છે. - દેથલી ગામમાં તેમણે ઉત્તર-બુનિયાદી શિક્ષણકાર્ય ઉપાડયું, જેની જવાબદારી વિદ્યાપીઠના એક સ્નાતક શ્રી. પરસદરાય શાસ્ત્રીને પી. આ ઉપરાંત એમના કામમાં બીજા અનેક સાથીઓ છે. તે બધાના દુખનો પાર નથી. તેમને કેમ લાગતું હશે તે ભાઈ શાસ્ત્રીના મારા પરના તા. ૪-૫-'૧૯ના પરામાંથી જ ટાંકી બતાવું. તે લખે છે – પૂ. રાવજીભાઈના અવસાનથી ઊંડા દુ:ખની લાગણી હું અનુભવી રહ્યો છું. મારા મનમાં ભારે મુંઝવણ લાગે છે. તેમની સાથે સાત વર્ષ રહીને જે હું અને માયામમતા મેળવ્યાં છે, તે બધું સતત યાદ આવતાં કેવી કેવી દર્દભરી વ્યથા થાય છે, એનું શું વન લખું? અને તાજી સ્મૃતિઓ પણ દુ:ખમાં ઉમેરો કરે છે. છેલ્લા કેટલાક વખતથી દેથલી-ભલાડાની પ્રવૃત્તિઓને વિકસાવવાને એમને ખૂબ પુરુષાથી વિચાર હતો. મને સાથે બેસાડી એમણે કેટલાયે ગ્રામસેવાનાં રંગીન ચિત્રો દોર્યા હતાં. દેથલીની પ્રવૃત્તિઓને વિકસાવવાની તેમની - ગ્વાદેશ બહુ તીવ્ર હતી. આ બધી વાત વિગતે યાદ આવે છે. એમની છત્રછાયા હેઠળ કામ કરવામાં તડકીછાંયડી અમારે જોવાની હતી નહીં. આજે એ બધું ઘડીભર જતું રહ્યું હોય એવી અકળામણ થાય છે. અંદર રહેલું ડહાપણ જોકે ધારણ આપે છે કે, ધીરજથી કાર્યરત રહેતાં બધી બાબતોનો ઈશ્વર સાનુકૂળ રસ્તે કરતે જ રહેશે. કેમ કે ઈશ્વરને આધાર છે ને? ૫. રાવજીભાઈનું ભલાડાદેથલીનું કામ એમની હયાતીમાં એમણે આશા રાખેલી એ જ પ્રમાણે ચાલે તે એમાંથી આનંદ થાય. “અત્યારે વિશેષ ન લખું. આપની વિશેષ નજર અમારા તરફ અને અમારાં કામે તરફ રહેશે અને ધારણ મળી રહેશે એવી અભ્યર્થના. હવેના બધા કામકાજ અંગે વિચારવા અમે હજી મળ્યા નથી, વણ મક્કમતાપૂર્વક બધું કામ પૂર્વવત્ ચલાવવાના છીએ.” - શ્રી. રાવજીભાઈના કામને સંભાળી લેવાની જવાબદારી, ભાઈ શાસ્ત્રી પિઠે ચરોતર અને ગુજરાતના સૌ સેવકોની છે. ભલાડા ઉદ્યોગ મંદિર એમનું Page #166 -------------------------------------------------------------------------- ________________ સવ નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૧૪ સેવા-સ્મારક ગણાય. તેને બરોબર સંભાળી લઈને આપણે એ સદગત સેવકમિત્રને કૃતજલિ આપીએ. મારી ષષ્ટિપૂર્તિ ઊજવવા નીકળેલા મિત્રને આમ નિવાપાંજલિ આપવાની મારે ભાગે હશે. એ ભગવાનની કેવી અકળ કળા! જીવનમરણની આવી લીલા સામે ફરિયાદ કરવાનેય શો અર્થ? જેવી તેની ઈચ્છા. તે રાખે તેમ રહીએ. એ જ! ૮-૫-૫૯ “નિવાપાંજલિ'માંથી] મગનભાઈ દેસાઈ સ્વ. નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ ખેડા જિલ્લામાં સૌ તેમને નરસિહકાકા કહેતા. તે વયોવૃદ્ધ વિદ્વાન અને સ્વાતંત્ર્યપ્રેમી સમાજસુધારક ૭૧ વર્ષની વયે (તા. ૨૭–૧૦-૪૫) ગુજરી ગયાના ખબર સૌએ જાણ્યા હશે. આમેય દમના વ્યાધિથી તે વરસેથી પીડાતા હતા. એ શારીરિક રોગ ઉપર તેમનાં પત્નીના શેડાં વર્ષ ઉપર થયેલા મરણથી તેમને જે માનસિક ઘા થયેલ, તેણે તેમની નાજુક તબિયત સમૂળી ભાંગી નાંખી હતી. “ઈશ્વરનો ઇન્કાર' માનનારા એમના વિજ્ઞાનવાદી માનસ પર પણ આ બનાવે એક કાંતિ જ આણી દીધી હતી : આત્મામાં ઊંડેથી તેમને પ્રશ્ન ઊઠ્યો કે આ શું? પરંતુ, એ ભારે આધ્યાત્મિક ક્રાંતિ જીરવી શકે એવું એમનું શરીર ત્યારે નહેતું પાછલી વયને આ ઘા તેમને પક્ષઘાત જેવું કરી ગયો, ને તેમાંથી ધીમે ધીમે જીવનજ્યોત લવાઈ ગઈ. - સ્વ૦ મોતીભાઈ અમીન અને સરદાર વલ્લભભાઈના એ સહાધ્યાયી હતા. ત્રણે ચારેતરનું પાણી પીને ઊછરેલા સેવકો. ત્રણેના રાહ જુદા; પણ ટાણે પોતપોતાના રાહમાં એક્કા. નરસિહકાકા બંગભંગના જમાનાના "વનસ્પતિની દવાઓ વાળા તેણે એમને આફ્રિકા દેખાડયું. તે જર્મન પૂર્વ આફ્રિકામાં ગયા ને પહેલા યુપીય યુદ્ધ વખતે ત્યાં હતા. તેથી તેમને જર્મન ભાષા આવડતી હતી, પરિણામે શીલરનું “વિહેમ ટેલ”નું ગુજરાતી ભાષાંતર આપણને મળ્યું છે. એ યુગ એમની પેઢીમાં તે દબાઈ ગયો. પરંતુ તેમની ત્રીજી પેઢીમાં તેમણે એ સાક્ષાનું પાછો જોયો. મને લાગે છે કે, તે વસ્તુ આપણા દેશને આગળ વધારનાર નથી એમ અનુભવે જોઈ સમજીને એ ગયા. દીનબંધુ ઍન્ડ્રગના તે મિત્ર હતા. તેમને પ્રેર્યા એ આફ્રિકાથી પાછા આવ્યા ત્યારે શાંતિનિકેતનમાં (૧૯૨૦-૧ને અર) ગયા. ત્યાંથી આવી તેમણે Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ એક ઝલક ચરોતરને પિતાનું સેવાક્ષેત્ર બનાવ્યું, તે લગભગ અંતકાળ સુધી. વબેંક ઉપર જ્યારે શરીર નથી જ ચાલતું એમ જોયું, ત્યારે જ તેમાંથી તે મુક્ત થઈ, આણંદથી પોતાના વતન સેજિત્રા જઈને રહ્યા અને ત્યાં દેવલોક પામ્યા. ચરોતરમાં તેમનું સેવાક્ષેત્ર એટલે “પાટીદાર' માસિક. એનું મુખ્ય કામ જોકે લેઉવા પાટીદાર નાતના સમાજસુધારાનું હતું; છતાં તેની નજર તેટલી જ અને તે ઉપરથી કોઈ માની લે એવી સંકુચિત નહોતી. નામે પાટીદાર’ છતાં, તે પત્ર શિક્ષણ, સાહિત્ય, રાજકારણ તથા સમાજકારણ વગેરેના સવાની વ્યાપક દૃષ્ટિએ ચર્ચા કરનારું હતું. તે પત્ર પિતાના ખાસ કામ તરીકે પાટીદાર નાતમાં સામાજિક સુધારા માટે મથતું ખરું, પણ તેમાં તેની દષ્ટિ રાષ્ટ્રના એક અંગ તરીકેની વ્યાપક જ રહેતી. સમાજસુધારો એટલે મુખ્યત્વે સ્ત્રીપુરુષસંબંધના, ઊંચનીચતા કે લગ્નપ્રથાના પ્રશ્નો. એ વ્યાખ્યા જૂની છતાં આજ સુધી મુખ્ય ચાલુ છે. તેમાં અસ્પૃશ્યતાનિવારણ, પછાત કોમોનો પ્રશ્ન, ગામડાનું સંગઠન ઇ. બાબતો ગાંધીયુગમાં ઉમેરાઈ છે. શ્રી. નરસિહકાકા આ બધામાં પણ પ્રગતિશીલ દૃષ્ટિવાળા અને ઉગ્ર સુધારક હતા. પરંતુ તેમનું મુખ્ય ક્ષેત્ર હતું. સ્ત્રીપુરુષની સમાનતા, લગ્નપ્રથાના પ્રશ્નો, સ્ત્રી જાતિ પરના અન્યાય સામે ઝુંબેશ. તે સારુ તે કડક થઈને પાટીદારના કુરિવાજોના કિસ્સા પર કટાક્ષ-પ્રહાર કરતા. આ અંગેનો પુણ્યપ્રકોપ તે કલમમાં ઊતરતો રોકી નહિ શકતા. એ એમનાં આગબાણાએ જડરૂઢિને નબળી ન કરી, તેય તેની નઠોરતાને ઉઘાડી તો પાડી જ છે. લગ્નપ્રથા અંગે એ એવા ઉગ્ર હતા કે, તે અંગે પોતાને અભ્યાસ તેમણે “લગ્નપ્રપંચ' નામે જ બહાર પાડયો છે. તે પત્રકાર હતા. પણ ઊંડે જઈને જોતાં તે કેળવણીકારના વલણના હતા. સ્ત્રીકેળવણીમાં તેમને ખાસ રસ હતે. આજકાલ તેમાં નૃત્ય અને કલાને નામે જે વરણાગી, આડંબર, શૃંગાર અને મુગ્ધ કામદીપકતા, તથા નરી ગતાનુગતિકતાની અવિચારિતા જોવામાં આવે છે, તે સામે તેમનો આત્મા બહુ કકળતો. તેમાં રાષ્ટ્રના કાચા ધનરૂપ જે યુવા-શક્તિ, તે વિમાર્ગે વેડફાય છે, એમ તેમને લાગતું. એ સામે એમણે હમેશા પોતાની લાલ બત્તી ધરી છે. એ કહેતા કે, શહેરમાં કલાને નામે અનર્થને આ રોગચાળે ચાલે છે અને તેને ચેપ ગામડાંમાં પણ ઊડે છે; તેનું કાંઈક કરવું જોઈએ. અને Page #168 -------------------------------------------------------------------------- ________________ સ્વ. નરસિહભાઈ ઈશ્વરભાઈ પટેલ ૧૫૧ આ મત એમને જ નથી; એમના જેવા બીજા અનેક હશે, એમાં શંકા નથી. ખાસ જાણવાનું એ છે કે, તેમાં એમને પોતાની આરાધ્ય દેવતા – સ્ત્રીનું વિડંબન અને પુરુષોને હાથે વાપરી-ખાવાપણું લાગતું: તે એમને અસહ્ય હતું. સ્ત્રીને વસ્ત્રાભૂષણની ઢીંગલી થતી જોઈ તેમના આત્માને ભારે દુ:ખ થતું. એમાં સ્ત્રીની શક્તિ દિશાંતર થઈ હાસ પામતી જ નહિ પણ એળે જતી એમને લાગતી. એમના જીવનનું મૂળ પ્રેરક બળ આપણા રાષ્ટ્રની સ્વતંત્રતાની ભૂખ હતી, એ તો એમના જીવનના પ્રારંભ પરથી સ્પષ્ટ જણાય છે. તે સ્વદેશાભિમાની હતા. ડાવિન અને હકથ્વીના વાચને તેમને પ્રત્યક્ષ પ્રકૃતિવાદી બનાવ્યા હતા. વિજ્ઞાન પર શ્રદ્ધા યુરોપમાં ૧૯મા સૈકાના ઉત્તરાર્ધના લોકમાં જેવી હતી, લગભગ તેવી તેમની હતી. પણ એ શ્રદ્ધા એમને નીતિધર્મ અને અડગ સદાચાર શીખવતી હતી. એમાં એમને ચાર્લ્સ બ્રેડ જેવા નાસ્તિકધર્મીઓ જોડે સરખાવી શકાય. “ઈશ્વરનો ઇન્કાર એનો જ એકરાર છે. પ્રકૃતિથી પર એવી ગૂઢ સત્તા અને જીવનસત્ત્વ છે, એમ અંતકાળે કાંઈક એમને થયું હોય એમ લાગે છે. એ ઝાંખી એમનાં સહધર્મચારિણીએ જ, જતાં જતાં પણ, કરાવી. ૩. જીજીબા ખરેખર તેમનાં જીવનસાથી હતાં. “પાટીદાર’ કાર્યાલયનું બને તેટલું કામ એ દંપતીનું કુટુંબ હાથે જ કરતું. જીજીબા તેમાં ઠીક ઠીક ફાળો આપતાં. જે સ્ત્રી સમાનતા અને સન્માન નરસિહકાકા ઉપદેશતા, તે તેમના દંપતીજીવનમાં જોવા મળતું. રાજકારણમાં તે કોંગ્રેસના સેવક હતા. ૧૯૩૦-૪ના યુગમાં તે જેલમાં ગયા હતા. તે વખતે જે તેમની જોડે રોડામાં ક-વર્ગમાં હતા, તેમને ખબર છે કે, તે કેવા અભ્યાસી હતા, અને ઉંમરના મોટા ભેદ છતાં નવજુવાનેના મિત્ર બનીને કેવા મોજથી સાથે રહેતા હતા. સ્વભાવે તે મોજીલા અને આનંદી હતા. તેમની વિદવૃત્તિ તેમના સુધારાની ધગશ અને કુધારા તથા રૂઢિ સામેના ક્રોધાગ્નિ ઉપર બ્રેક સમી હતી. તેથી જ તે અમુક તટસ્થતાથી જગત જોડે નભાવી શકતા. આમ, દેશની સ્વતંત્રતાને માટે જીવનભર ઝંખનાર નરસિંહકાકા તેને આવેલી જોઈને ન ગયા; પરંતુ લગભગ અર્ધા સૈકા ઉપર તેમણે દેશની જે દશા જોઈ હશે, તે તે ક્યાંય ઊડી ગઈ, અને હવે દેશ થોડા વખતમાં સ્વતંત્ર થઈ પિતાનું કાર્ય કરી શકશે, એવો સંતોષ લઈને તો તે જરૂર ગયા Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ એક ઝલક હશે. કેમ કે, તે મહાન યાત્રામાં તેમણે પોતાને ફાળે ચૂકવ્યો છે. એવું તેમને અંતકાળે સાંત્વન હશે. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે. ડિસેમ્બર, ૧૯૪૫ “નિવાપાંજલિ'માંથી મગનભાઈ દેસાઈ ડૉ. હરિપ્રસાદ દેસાઈ તા. ૩૧-૪–૫૦ના રોજ ડૉ. હરિપ્રસાદ ચિતા દેવલોક પામ્યા. ત્રણ ચાર દિવસ પર જ છાપામાંથી જાણ્યું કે, દાકતરસાહેબ માંદા થઈ મુંબઈથી અમદાવાદ આવ્યા છે. તા. ૨૭મીએ હું મુંબઈ હતે. દાક્તરસાહેબને ધારાસભામાં ન જોઈ મેં એક ધારાસભ્યને પૂછયું, ‘દાક્તર કેમ ન દેખાયા?' તેમણે કહ્યું, “સાહિત્ય કે કલાપ્રવૃત્તિના કે એવા કામમાં સભામાં કે વ્યાખ્યાનમાં ક્યાંક ગૂંથાયા હશે.” ત્યારે એમને ખબર નહોતી કે, દાક્તર તે માંદા છે કે એમને અમદાવાદ લઈ ગયા છે. પિતાના મુખ્ય સેવાક્ષેત્રની નગરીમાં આવી બેચાર દિવસમાં જ દાક્તરે શાંતિથી દેહ છોડ્યો. સાંભળ્યું છે કે, તે અગાઉ તેમણે પિતાના પુત્રો વગેરેને બોલાવીને કહ્યું, “મેં તમને ધનને તે કશો વારસે આપ્યો નથી, પણ ધર્મ, ચારિત્રય, અને સેવાનું ધન કમાવાનું આપુ છું.’ આટલામાં દાક્તરનું ટૂંકમાં આખું જીવન આવી જાય છે. તે અમદાવાદના જાહેરજીવનના જુના જોગી ગણાય. બંગભંગની દેશભક્તિ અને સ્વદેશાભિમાનના રંગે તે રંગાયા હતા. તેમની દાકતરી તાલીમ બંગાળમાં જ થઈ હતી. સ્વ૦ શ્રી. અંબાલાલ સાકરલાલ પાસેથી સેવાદીક્ષા મેળવનારા નવજુવાનોમાં પણ દાક્તર એક હતા. આ રંગ અને દીક્ષાને પ્રભાવ દાક્તરે જીવનભર સાચવ્યો અને વધુ ને વધુ ઘેરો કર્યો. એ રંગ ઊતરવાની તે વાત જ નહોતી. દાક્તરનું મૂળ પિત જ એવું હતું. તે આપકર્મી હતા. ગામડાગામમાં કેવી રીતે હસતા અને ખેલતા, દેશ અને જીવન જોતા અને વિચારતા, ભણતા અને સમજતા તે અમદાવાદમાં વસ્યા, એને નિર્ચાજ ચિતાર તેમણે જ પોતાની બળવયની આત્મકથા ‘નાના હતા ત્યારે'માં આપ્યો છે. દાક્તરને વિનોદી, ટીખળી, અને કાંઈક અડપલો પણ કહી શકાય એ સ્વભાવ ત્યારથી જ દેખાય છે. તેની જ સાથે દાક્તરના સ્વભાવનું Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ ડૉ. હરિપ્રસાદ દેસાઈ વિનોદી મિલનસારપણું, ખડતલ મૈત્રીભાવ, અને માથે બેજો જ ન લાગવા દે એવી સરળ મુગ્ધતા પણ રહેલાં જોવા મળે છે. પરંતુ એ વસ્તુઓમાં એક વસ્તુ મુખ્ય હતી અને તે એ કે, દાક્તર કાંઈક શીખવા માટે, એને એમ મથતા રહીને કાંઈક આગળ વધવા માગતા હતા; અને જીવનમાં તેમની નિષ્ઠા નીતિ, ધર્મ અને સદાચાર પર હતી. એમના સ્વભાવમાં આસ્તિકતા સહેજે રહેલી હતી ઈ. સ. ૧૯૧૫માં ગાંધીજી દેશમાં આવ્યા ત્યારે તે તેમના તરફ સહેજે જે ખેંચાયા, તે આથી જ તેમને અમદાવાદમાં વસાવવામાં આગળ પડીને ભાગ લેનારા થોડાક ત્યારના નવયુવકોમાં ડૉકટર એક હતા. અને ૧૯૩૦માં સ્વરાજ લઈને જ આવું તો પાછો આવું, એ સંકલ્પ કરીને ગાંધીજી દાંડ તરફ ગયા અને દેશને પોતાના જંગમ નિવાસ બનાવ્યો; પછી ૧૯૪૭માં “સ્વરાજ' આવ્યું ત્યારે જૂનો સંકલ્પ યાદ કરાવી પાછા પધારવાનું કહેણ પણ એમણે જ મોકલ્યું હતું. ૧૯૧૫ થી ગાંધીજીનાં કામે તે દાક્તરનાં કામે બન્યાં અને તેમાં એ જીવનના અંત સુધી રહ્યા. એટલું જ નહિ, જ્યાં કયાંય એમને રૂચે એવું કામ દેખાય, ત્યાં તે પિતાથી બનતો સાથ આપવા તત્પર રહેતા, અને તેમાં તે પૂરતા એ જોડાતા. સમગ્રતાની દૃષ્ટિએ જોતાં એ બધાં વિવિધ કામમાં એકરૂપતા કે સંગતતા ન હોય તે પણ તે એની પરવા નહિ કરતા. ૧૯૨૦-૨૧માં વિદ્યાપીઠ સ્થપાયું તેમાં તે જોડાયા અને છેવટ સુધી તેના નિયામક મંડળમાં કામ કર્યું. તે ઉપરાંત અમદાવાદની ડઝનબંધ ને વિવિધ સંસ્થામાં તે કઈ ને કઈ રૂપે જોડાયા હતા. લલિતકળાએ એમના દિલને વ્યાસંગ હતો; એનું વ્યસન જ હતું એમ કહે. જયાં ત્યાંથી સૌંદર્ય જોવું અને રાચવું એ એમની જાણે પ્રકૃતિ જ હતી. સંકટ, શોક અને ખેદના પ્રસંગમાં અસ્થાને કદાચ લાગે તે પણ વિદ અને દિલની હળવાશનાં બિંદુઓ પકડી પોતાનો અને સાથેના શેક ભુલાવવો, એ એમની કલારસિક નજર અને અદમ્ય વિનોદશક્તિને આભારી હતાં. તે ચિર-વિદ્યાર્થી હતા. સૂતા પહેલાં રોજ નિયમિત અમુક સ્વાધ્યાય કરવા, અને સવારે ઊઠીને રોજ વ્યાયામ કરે, એમાં તે ભાગ્યે ચૂકતા હશે. સ્વાધ્યાયના વિષયો પણ વિવિધ હોતા. દાક્તર બહુશ્રુત હતો વળી જે વાંચે તેની નોંધ કરી, તેમાંથી નિબંધરૂપે બીજાને પણ આપવાની એમની Page #171 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ભાવના ઉત્કટ હતી. એમનું લખેલું કેટલુંય સાહિત્ય આવા સ્વાધ્યાયની પ્રસાદી રૂપે મળ્યું છે. એમનું મુખ્ય કાર્યક્ષેત્ર અમદાવાદ અને તેમાં પણ મુખ્ય તો તેની મ્યુનિસિપાલિટી હતું. ગાંધીજીની સાથે વિચારો અને યોજનાઓ કરીને એમણે ગર્દાબાદ' ગણાતા અમદાવાદની સ્વચ્છતામાં ઊંચું ધોરણ ઊભું કર્યું; નગરની પુસ્તકાલય પ્રવૃત્તિ, સંગીત- અને કલા- પ્રવૃત્તિને આગળ ધપાવી. આને માટે અમદાવાદ એમનું ઋણી છે. કોંગ્રેસની લડતો અને તેનાં કાર્યોથી દાક્તર આખા ગુજરાતમાં પણ જાણીતા હતા. જેલનિવાસના તેમના સાથીઓ તો એમના “ભસેના અને કાટેડા”ને ભૂલે એમ નથી. સાહિત્ય સભા, વિદ્યાસભા જેવી સંસ્થાઓએ એમનાં અપ્રસિદ્ધ લખાણે, ટાંચણ વગેરે પ્રસિદ્ધ કરવા જેવાં ગણાય. મરનારનો શોક તે થાય; પણ દાકતર તે ન કરવાનું કહેતા. પોતાને માટે કોઈ શોક ન કરે, એમ તે એમણે કહી જ રાખ્યું હતું. એમને માટેની શોકસભામાં તે જાતે હાજર હોય તે શું કહે, એ કોક સાહિત્યકારે કલ્પનાચિત્ર રૂપે લખવા જેવું નહિ? દેવલોકમાં ગયા છે ત્યાં પણ દાક્તર જૂના મિત્રો વગેરેને અહીંની કંઈ કંઈ નવાજૂની કહીને હસાવતા હશે, એવી જ કલપનાં જાય છે. અને જો શક્ય હોય તે આપણે અહીં શું કરીએ છીએ તેય નહિ જોતા હોય! એમને અદમ્ય વિનોદ અને સેવાશીલ દેશપ્રેમ તથા ધર્મનિષ્ઠાનો આપણે માટે મો વારસો એ મૂકતા ગયા છે. ૧૭-૪-૫૦, “નિવાપાંજલિ'માંથી) મગનભાઈ દેસાઈ Page #172 -------------------------------------------------------------------------- ________________ સ્વ. દેસાઈભાઈ નાથાભાઈ પટેલ [શ્રી. વિઠ્ઠલ કન્યા વિદ્યાલયના આચાર્ય અને કેળવણીકાર] ખેડા જિલ્લાના એક પીઢ અને જૂના કાર્યકર્તા શ્રી. દેસાઈભાઈ નાથાભાઈ પટેલના ઓચિંતા અવસાનની નોંધ લેતાં દુ:ખ થાય છે. સાઠ વર્ષની ઉંમરે, બે જ દિવસતી ટૂંકી માંદગી ભેગવી, તેમણે દેહ છોડ્યો. તે ઉત્તમ શિક્ષક અને રાષ્ટ્રપ્રેમી કેળવણીકાર હતા. આખી જિંદગી તેમણે રાષ્ટ્રીય શિક્ષણને અપ, તથા દેશની આઝાદીને માટે તેના સૈનિક તરીકે ઝઝુમ્યા. રાષ્ટ્રીય શિક્ષણમાં અસહકારના જમાનાથી તે જોડાયા હતા. કન્યા-કેળવણીનું ક્ષેત્ર એમને ખાસ પ્રિય હતું. ૧૯૩૬માં નડિયાદ મુકામે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય સ્થપાયું ત્યારથી તેમણે તેના આચાર્યપદે કામ શરૂ કર્યું, અને તેમાં લગભગ છેવટ સુધી રહ્યા. છેલલાં વરસમાં તેમનું કાર્યક્ષેત્ર ખેડા જિલ્લાનું સ્કૂલ-બોર્ડ પણ હતું; તે તેના વૉરબૅન હતા. તથા ગ્રેજ્યુએટો તરફથી મુંબઈની કાઉન્સિલમાં પણ ચૂંટાયા હતા. તેમના જવાથી ગુજરાતે એક પીઢ અને નિષ્ઠાવાન સેવક તથા સાચે દેશભક્ત અને અનેક સેવકોએ એક મમતાળુ મિત્ર અને સાથી ખેલે છે. તેમના પરિવારને પ્રભુ આ ફટકે સહન કરવાનું બળ આપે. ૨૦-૧૨-૫૪, “નિવાપાંજલિ'માંથી] મગનભાઈ દેસાઈ ૫૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ મુઠ મણિભાઈને શ્રદ્ધાંજલિ ગયે અઠવાડિયે શ્રી વિજયશંકરની વિદાયની વાત કર્યા પછી થોડા જ દિવસમાં એવા જ બીજા સન્મિત્રાની વિદાયની વાત કરવી પડે છે! ભાઈ વિજયશંકર ૧૫મીએ ગયા; ૧૯મી સાંજે આ બીજા મિત્ર, પટેલ મણિભાઈ વાઘજીભાઈ ગયા. તે ચિતા ગયા એમ નથી; કેન્સરની પીડા તેમને હતી અને છેલ્લા દોઢેક વર્ષથી તો તે પથારીવશ જ હતા. ૬૮ વર્ષ પૂરાં કરીને તે નિશ્ચિત મને આ લોકમાંથી ગયા. તેમના જવાથી એમના અનેક મિત્રોને એક બહાદુર દેશભક્ત અને દિલદાર સાથીની ખોટ પડી છે. ભાઈ મણિભાઈ કરમસદના વતની. એમના પિતા અને સરદાર વલભભાઈ કદાચ સહાધ્યાયી મિત્ર હતા. ૧૯૧૧માં હું, મારા મોટા ભાઈ ત્યાંની અંગ્રેજી શાળામાં શિક્ષક હતા એટલે ત્યાં થોડાક માસ ગયેલો. ત્યાં મણિભાઈને પહેલા જોયેલા, તે મારા કરતાં ત્રણેક વર્ષ આગળ ભણતા હતા. પછી તેમને ફરી મળવાનું થયું અમદાવાદમાં. ૧૯૨૩માં હું ગૂજરાત વિદ્યાપીઠના ભૂલાભાઈ કૉલની ના જુના મકાન પાસે રહેતા હતા; મણિભાઈ તે જ મકાનમાં પડોશી હતા. વરસે બાદ અમે પાછા મળ્યા. ત્યારથી આજ સુધી અમે અમદાવાદમાં સાથે થયા. મણિભાઈ ઘણું કરીને ૧૯૧૬-૭માં બી. એ. થઈ અમદાવાદ મ્યુમાં જોડાયા હતા. આ અરસામાં સ્વ૦ સરદારે એક નવી મૃ૦ સેવક જના કરી હતી. લાયક અને શક્તિશાળી ગ્રેજ્યુએટેની ભરતી કરી, તેમને મુ0 સેવક તરીકે કેળવીને પોતાનું ખાસ કાડર – સેવક મંડળ તૈયાર કરવું જોઈએ, એ એનો હેતુ હતો. સામાન્યપણે મ્યુચના હોદ્દા પર સરકારી કરે લેવાતા. સ્વતંત્ર રીતે જો યુએ પ્રજાનું કામ કરવું હોય, તે આવા સેવકોથી ન ફાવે, પિતાના તાલીમબદ્ધ સેવકો જોઈએ, – એવી આ યોજના પાછળની દષ્ટિ હતી. મણિભાઈ આ મુજબ શરૂના એક યુ સેવક બન્યા, અને આખી જિંદગી એ કામ કરીને દસેક વર્ષ ૫ર નિવૃત્ત થયા હતા. એમને યુનાં લગભગ બધાં ખાતાને અનુભવ હતો. સ્ટોરકીપર અને વેરા ખાતાના તે અધ્યક્ષ થયા હતા. આ ખાતાંમાં પ્રમાણિકતાથી કામ Page #174 -------------------------------------------------------------------------- ________________ સુ॰ મણિભાઈ ને શ્રદ્ધાંજલિ કરવું – એવી છાપ લોકો પર પડવી, એ અઘરું હોય છે કસેટીમાં પાર પડયા હતા. મ્યુ૦ નાણા-વહીવટને તેમને હતા. સ્વરાજની લડતમાં ~ ૧૯૩૦-૪માં કૉન્ગ્રેસ ગેરકાયદે થઈ. તે વખતે કામકાજ માટે નાણાંવ્યસ્થા સંભાળવાનું વિશ્વાસુ કામ મણિભાઈને સોંપવામાં આવ્યું હતું. આ જોખમ તેમણે ઉઠાવ્યું અને પ્રજાના સ્વરાજનાં નાણાં બરાબર સંભાળીને વાપર્યાં, જેને માટે એમની સ્તુતિ થઈ હતી. ૧૯૩૭માં હરિપુરા કૉંગ્રેસ થઈ. ગામડાંમાં પહેલી વાર આ બેઠક ભરાતી હતી. તેને યશસ્વી કરવાનું બીડું સરદારસાહેબે ઝડપ્યુ હતું. આવાં કામમાં નાણાં અને હિસાબી પકડ એક ખાસ વસ્તુ હોય છે. સરદારસાહેબે મણિભાઈને તે કામ માટે બાલાવ્યા, અને પોતે પછી એમાં સ્વસ્થ થઈ ગયા. મણિભાઈની શક્તિ અને પ્રમાણિકતા પર એમને ભારે વિશ્વાસ હતા. એ વિશ્વાસ એમણે મ્યુટનાં અનેક ખાર્તાના પેાતાના કામકાજ દ્વારા સંપાદન કર્યા હતા. ૧૫૭ મણિભાઈ એ અભ્યાસ સારો મુએ પેાતાની બસ-સર્વિસ ચલાવવાનું નક્કી કર્યું. આ એક નવું જ સાહસ હતું. સરકાર પાતે જ જે કરે અને કરી શકે એમ મનાતું, તે કામ અમદાવાદ મ્યુની આબરૂ જોતાં તેને સેકંપવામાં આવેલું. તેના ત્યારના પ્રમુખ સ્વ૦ મણિભાઈ ચતુરભાઈએ એના પ્રથમ વ્યવસ્થાપકની જવાબદારી મણિભાઈને સોંપી; તેમણે તે સફળ અદા કરી બતાવી પેાતાની સંગઠન અને વહીવટની શક્તિની પરખ આપી હતી. અમદાવાદની આ સેવાની સફળતાને પાયે મણિભાઈએ નાખ્યા કહેવાય. મણિભાઈ બળબળતા દેશભક્ત હતા. સ્વરાજ માટેની લડતમાં તેમણે ભાગ લીધા હતા. ૧૯૪૨માં મ્યુ૦એ સત્યાગ્રહ કર્યો, તે વખતે તેના સેવકમંડળના પ્રમુખ તરીકે તેમણે અગ્ર ભાગ ભજવ્યા હતા. સરકારે તેમને અને એમના બીજા પાંચ છ સાથીઓને એકદમ જેલ ભેગા કરેલા. મ્યુ૦ સેવકડળનું આ બહાદુરી ભરેલું કાર્ય તે વખતે દેશભરમાં પંકાયું હતું. એક બાજુ મજૂર મહાજને પાડેલી હડતાલ અને બીજી બાજુ મ્યુ॰ સેવકોની આ લડત – દેશભરમાં એની ઊંડી અસર થઈ હતી. ફ્યુના આ કાર્યમાં મણિભાઈ અગ્રેસર હતા. પેાતે રચેલી યુવના આ કાર્યથી સરદારને અપાર સંતેષ થયા હતા. નિવૃત્ત થયા પછી મણિભાઈએ કોઈ રચનાકાર્ય કરવાનું મળે તે તે સંભાળવા તત્પરતા બતાવી. ગુજરાત ખાદી કાર્યાલય, સાબરમતીમાં તે જોડાયા Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ એક ઝલક અને ત્યાંનું સરંજામ ખાતું સંભાળ્યું. તેમાંથી ફારેગ થયા પછી તેમણે પ્રકાશનપ્રવૃત્તિ તરફ ધ્યાન આપ્યું. તે વાચનના ભારે શોખીન હતા. એમના “વ્યસને” જ તે બે – ૧. વાચન, ૨. કાંતણ. નિવૃત્તિના કલાકે આ બે વડે તે ભરી કાઢતા. બાકી અમ જેવા મિત્રોને મળવું, એ એમને ત્રીજે નિવૃત્તિવ્યવસાય. ૧૯૬૦માં વિદ્યાપીઠના કામમાંથી હું છૂટે થયો. “સત્યાગ્રહ’ પત્ર શરૂ કર્યું. તેની સાથે મારા કેટલાક વિદ્યાર્થીઓ અને મિત્રોને મળીને પરિવાર પ્રકાશન નામે સહકારી પ્રવૃત્તિ ઉપાડી. તે અંગે પ્રેસ ઇ૦ માટે એક કલિની બાંધવાની યોજના કરવા સુધી એમણે હામ ભીડી, આ બધાની આગેવાની મણિભાઈએ લીધી. તે પરિવાર પ્રકાશન મંદિરના સ્થાપક અને ઉપ-પ્રમુખ થયા. એનું કામ બેત્રણ વરસમાં જે ઝપાટો મારી શકર્યું. એનું શ્રેય મણિભાઈ જેવા કુશળ વહીવટી અને કાબેલ નાણાશાસ્ત્રીને આભારી છે. આ કામમાં એમનો પ્રેમ સ્વરાજની સેવા દૃષ્ટિને લઈને હતે. હિંદ સ્વરાજ સરખું ચાલે, એમાં એ ઊંડો અને ઉગ્ર રસ ધરાવતા. તે જહાલ કોંગ્રેસી હતા. ગાંધીજી અને સરદારની નીતિરીતિમાં અજોડ શ્રદ્ધાવાન હતા. એમણે શીખવેલું રાજકારણ અને રચનાકાર્ય આજે ચૂંથાતાં જાય છે, એ એમની એક મોટી ફરિયાદ હતી. એમાં પિતાથી બને તેટલું કરી છૂટવું, એ એમને ઊંડું સાંત્વન આશ્વાસન દેનારું કારણ બનતું. આને માટે તે પોતાથી બનતી મદદ કરતા એ તો ઠીક; પરંતુ તે અર્થે સતત સમય અને શ્રમ આપતા, – જાણે એ પોતાનું જ કામ હોય એમ! આ કામ કરનારા સૌ સેવકો પર એમને આત્મીય ભાવ અને હેત ભારે હતાં. કૅન્સરથી પથારીવશ થયા, ત્યારથી એમને આ સેવકોને સમાગમ અવશે રોકાયો. એટલે અમે કેટલાક નિયમિત એમને મળવા જતા. કેન્સર જેવા વસમા અને જીવલેણ દરદને સહેતા જ નહિ, તેની સામે ઝૂઝતા અને તેની પીડાને ન ગાંઠતા મણિભાઈનું દશ્ય ભવ્ય હતું. એમના દાક્તરે પણ કહેતા, “આ માણસનું માનસિક બળ – મરણભય સામે થતા રહેવાની મનની વૃતિ અમારા ઇલાજમાં એવી મદદરૂપ થાય છે કે, એ આટલું લાંબું ટકે છે, એ તેથી જ સંભવે છે.” છેલ્લે છેલ્લે તે એવી અપાર અશક્ત આવી હતી કે, હાથ હલાવતાંય શ્રમ પડે. આમ છતાં, તે ખુશ રહેતા અને દેશ તથા ગુજરાતમાં બનતા છેલલામાં છેલ્લા બનાવે વિધેય જાગૃત ચર્ચા કરતા. પછી તો તેમને આશ્ચર્ય થતું કે, “હવે મારે કાંઈ કરવાની કે કશી ઇચ્છા નથી, શરીર પણ લાકડું થઈ ગયું છે, છતાં Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રી રમણ મહર્ષિ ૧૫૯ ભગવાન લઈ કેમ નથી લેત!” એમને જોઈને મને કવિની પેલી કડીઓ યાદ આવતી – તે ચરિતાર્થ થતી જોવા મળતી : મરણ ગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જેને ...” મણિભાઈ શૂર પુરુષ હતા; દેશભક્ત હતા; અને ઊંડે ઊંડે તે આ દ્વારા પ્રભુભક્તિને રસ માણતા હતા. તેથી જ તે જીવનભર કૂડકપટ અને કાયરતા સામે ઝૂઝતા રહ્યા. અને તેમાંથી જ રંગ અને મરણને પણ ન ગાંઠવા જેવું મનોબળ તેમને સાંપડયું. પ્રભુ તેમને શાંતિ અર્પે, અને એમના પરિવારને આ દુઃખ સહેવા દઈ આપે. ૨૫-૪-૬૪ (“સત્યાગ્રહમાંથી સાભાર) મગનભાઈ દેસાઈ શ્રી રમણ મહર્ષિ આજના નાસ્તિક અને વિજ્ઞાનના યુગમાં પણ હિંદની ધાર્મિક અને આધ્યાત્મિક વિશેષતાને આખા જગતને પરચો આપી શકે, એવી આજની ત્રણ વિભૂતિઓ એક પાશ્ચાત્ય જ ગણાવી હતી: ૧. શ્રી. અરવિંદ ઘોષ, ૨. શ્રી. રમણ મહર્ષિ, ને ૩. શ્રી. ગાંધીજી. તેમાંથી ગાંધીજી પછી હવે એક બીજી વિભૂતિ નિર્વાણ પામે છે. એવાના જવાને શોક કરવો શેભે નહિ. જોકે બુદ્ધના શિષ્યો પેઠે, શ્રી રમણ મહરિને પાર્થિવ દેહ જવાથી, તેમના શિષ્યો પણ દુ:ખ તે કરતા હશે. શ્રી રમણ મહર્ષિ એક સાદા માણસ હતા; આજની ભણતરની કલ્પનાને હિસાબે ભાગ્યે જ તેમને ભણેલા પણ કહેવાય. પરંતુ ધર્મ અને અધ્યાત્મ-જીવન ભણતરનો વિષય નથી. નાની વયે તે સાધના કેડે નીકળી પડયા હતા અને ઉત્કટ પ્રેમભક્તિથી તેમણે શાંતિ અને સ્વરૂપસ્થતા મેળવ્યાં હતા, એમ એમના અનેક દર્શનાર્થીઓ અને ભક્તો પર છાપ પડી છે. દક્ષિણમાં આશ્રમ સ્થાપી ત્યાં તે સ્થિર રૂપે રહેતા. તે બહુ પ્રવાસયાત્રા કરતા હોય એમ લાગ્યું નથી આશ્રમમાં જઈ હરકોઈ એમનાં દર્શન કરી શકતા હતા. સૌ સાથે તે વાત કરતા અને બધા જોડે એક પંગતે જમતા. ગો-સેવા એમને એક શોખ હતો એમ સાંભળ્યું છે. સાદુ નામ સમરણ અને પ્રભુભજન એ સંતોને લાધેલો સાદો આમ-માર્ગ તે ઉપદેશતા હતા. તેઓ ભજને, તે પણ રચતા. Page #177 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આવા પુરુ પાછળ રહેનારા લોકો તેમના આધારે સંપ્રદાય રચે એ એક આપણી જૂની ટેવ છે. આજનો જમાનો એ જાતની ભક્તિને પિષવા જેવો નથી. શ્રી મહર્ષિના શિષ્યોએ આ સંભાળવું જોઈએ. ૨૦-૪–૧૦ (દૈનિવાપાંજલિ”માંથી) પાંડીચેરીના ગીરાજ શ્રી અરવિંદ ઘોષ વિષે એક છાપાવાળાએ સાચું લખ્યું છે કે, એમના દેહાતની વાત માટે લોકની માનસિક તૈયારી નહતી. સામાન્ય કારણ તે ઉઘાડું છે: અગાઉથી એમના માંદાસાજાની કશી ખબર જ નહોતી. પરંતુ એક બીજું કારણ પણ લાગે છે. શ્રી અરવિંદનું જીવન અને તેને પ્રવાહ વરસોથી એવો ચાલતો હતે કે, આવી ખબરની મનમાં અપેક્ષા ન ઊગે. અવારનવાર દર્શનના ખબર છાપાંમાંથી મળે છેહલાં કેટલાંક વરસેથી તે ઉપરાંત કેઈ કોઈ વાર અમુક અમુક બાબતો પર એમને અભિપ્રાય આવી જતો. પરંતુ તેમાંથીય લોકને એવી આશા ન બંધાતી કે, શ્રી અરવિંદ પાસેથી મહત્ત્વની બાબત પર હવે કાંઈક તેમનું મન જાણવા મળી શકશે. મતલબ કે, તેઓ આ સૈકાની પહેલી વીશીમાં પાંડીચેરીમાં જઈ નિવૃત્તિમાં ડૂબી ગયા, ત્યાર પછી તેમને વિષે કાંઈક ગૂઢવાદી કે અગમનિગમની વાતોની અપેક્ષા ૨ખાતી; અને આવા અનુબંધમાં મરણ કરતાં ચમત્કાર તરફની આપણા લોકો વધારે આશા રાખે છે. છેલ્લે તેઓ ગુજરી ગયા ત્યારે, “દેહ પ્રકાશ મારે છે, હજી તેમાં વિકાર નથી થતો, વગેરે વાત આવી, તેથી કેટલાક તે એવીય ભ્રમણા સેવવા લાગ્યા કે, તે કદાચ સમાધિમાં તો ન હોય? બે દિવસ પછી ત્રીજે દિવસે દેહને ભૂમિદાહ કર્યો ત્યારે આ ગૂઢવાદ જન્ય વહેમ ટળો. શ્રી અરવિંદ હિંદની ૧૯મા સૈકાની મહાન વિભૂતિઓમાંના એક હતા. આ મહા-પેઢીના બુજર એકે એકે વિદાય લેવા લાગ્યા છે. ગયે મહિને તેવા બે બજરગો એક પછી એક ગયા – શ્રી અરવિંદ અને શ્રી. વલ્લભભાઈ પટેલ. સહેજે બંને વિષે ભેગે ખ્યાલ જાય છે. બેઉની મૂળ ઊર્મિ ઉત્કટ રાષ્ટ્રપ્રેમ અને તેને માટે મરી ફીટવાની તમન્ના ભરેલી હતી. પરંતુ એકે તેમાંથી યોગને એકાંત ને નિવૃત્તિ લીધાં; બીજાએ એકનિષ્ઠ પ્રવૃત્તિ લીધી. આ પ્રવૃત્તિ, ગાંધીજી જેવા પૂર્ણયોગીની આગેવાની તળે, એક આધ્યાત્મિક ચીજ બની; Page #178 -------------------------------------------------------------------------- ________________ પડીચેરીના ગીરાજ તે વૈયક્તિક અને સામાજિક આત્મશુદ્ધિના યજ્ઞરૂપ બની; જેની સિદ્ધિરૂપે વરાજ મળ્યું. શ્રી. વલભભાઈ આ યજ્ઞના મહાન અધ્વર્યુ બન્યા, શ્રી અરવિંદ શરૂમાં બંગભંગના જમાનાના હિંસાવાદના એક તત્વનિષ્ઠ નેતા બન્યા; જહાલ પક્ષને તેના કામ માટે તેમણે અધ્યાત્મ અને નીતિની ભૂમિકા આપી; અને તેને સફળ કરવા માટે શાંત અધ્યાપનકાર્ય છોડી તે કાળના સ્વાતંત્રયયુદ્ધમાં કુદી પડયા; અનેક નવજવાનોને પ્રેરે એવા ભાવમય કારણો હિંદના અધ્યાત્મ-શાસ્ત્રમાંથી યોજી આપ્યાં.. આમ એ યુગના રાષ્ટ્રકાર્યની ભાવનાસૃષ્ટિ પ્રેરનાર મહાતકોમાં એક શ્રી અરવિંદ હતા. તેની ભૂમિકા હિંદુ તત્વ-વિચાર અને પરંપરાથી વિશેષ રંગાયેલી હતી, એ સ્વાભાવિક હતું. આજે ગાંધીજીની આગેવાની તળે આવેલા અને પચાસેક ઉપરની ઉંમરના કેટલાય સેવકોએ શ્રી અરવિંદ ઘષની આ ભાવસૃષ્ટિ અ૫નાવી હતી, કે જેને કાંઈક પુનર્ભાવ ઈ. સ. ૧૯૪૨-૪૫ના યુગમાં કેટલાકની વિચારણામાંથી બહાર આવેલો જોવા મળે હતો. હિંદ આજે શ્રી અરવિંદને યાદ કરે છે તેના મૂળમાં, આ સદીના પ્રથમ દસકાનું તેમનું એક કાવ્યરૂપ બની ગયેલું આ કાર્ય છે. * શ્રી અરવિંદની પ્રતિભાની આ એક બાજુ થઈ. તેની બીજી બાજુ તેમનું આંતર જીવન, કે જે એમને યોગસાધના તરફ લઈ જતું હતું. આનાં બીજ પણ તેઓ વડોદરા કૉલેજમાં અધ્યાપક હતા ત્યારનાં વવાયેલાં હતાં. શ્રી. લેલે કરીને એક યોગાભ્યાસીનો સંસર્ગ એમને ત્યાં જ થયેલે; અને તેમાંથી એમના ચિત્તામાં યોગાભ્યાસમાં પડવાની વૃત્તિ પણ નિર્માણ થયેલી. પરંતુ હાલ રાષ્ટ્રવાદનું પહેલું કામ અને એકાંત તથા “અતિવંતઢિ ” ચાહતું આ બીજું કામ – એ બે વચ્ચે મેળ શોધવે કે તેમાં વિસંવાદ છે એમ માની બેમાંથી એકને વરવું, એ પ્રસંગ એમને માટે આવ્યું. ઈ. સ. ૧૦૮ની પ્રવૃત્તિઓને કારણે એમને રાજદ્રોહના આરોપથી પકડવામાં આવ્યા. સ્વ. શ્રી. ચિત્તરંજન દાસ જેવા સમર્થ દેશભક્ત વકીલે એમને બચાવવાનું બીડું ઝડપ્યું, અને તેમાં તે સફળ થયા. શ્રી અરવિંદના આ કાળનાં મનોમંથનેમાંથી એવું નીતર્યું કે, તેથી રાષ્ટ્રવાદના કાસની પ્રવૃત્તિા છોડીને તે રદ્રનગર ચાલ્યા ગયા અને ત્યાંથી પાંડીચેરી પહોંચ્યા, ને ત્યાં ગાભ્યાસમાં એકરત થઈ છેવટ સુધી રહ્યા. ૧૯૨૦૦૧ના યુગમાં અને ત્યાર બાદ વચ્ચે અમુક વખત, અને બાદ હમણાં સ્વરાજ આવવાનું થયુંઅરે, એવી વાત સંભળાતી કે, શ્રી અરવિંદ એ - ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પાછા કર્મભૂમિ પર ઊતરી આવે એમ બને. પરંતુ એ કેવળ લોકોની અપેક્ષા કે આશા જ બતાવનારી વાત કરી. તેઓ પાંડીચેરી જ રહ્યા, અને તેમણે ઈ. સ. ૧૯૨૬ પછી તે દર્શનના અમુક દિવસ બાદ કરતા કોઈને મળવાનું પણ બંધ કર્યું. આ મંથનકાળમાં એમનાં ધર્મપત્ની મૃણાલિની દેવીને લખેલા પત્રો જોતાં જણાય છે કે, ગીતાકાર જેને ધ્યાનયોગ કે જ્ઞાનની ઉપાસનાને યોગ* કહે છે, તે તરફ એ વળ્યા હતા. તે મહા વિદ્વાન અને સુરમવિચારક તત્વજ્ઞાનીનું વલણ એ બાજુનું થાય, એ સહેજે સમજી શકાય એવું છે. મહત્વની વસ્તુ એ છે કે, તે ક્ષેત્રને તેમણે શોભાવ્યું અને એમની પ્રતિભા તેમાં પણ સોળે કળાએ પ્રગટી. આ જ પ્રકારને પ્રશ્ન જીવનમાં ટિળક તથા ગાંધીજીને માટે પણ હતો. અને પુરુષની ઊમિ પણ મોક્ષ- અને ધર્મ-સાધનાની સાથે રાષ્ટ્રસેવા અને સ્વાતંત્રયની હતી. શ્રી. ટિળકે તે શ્રી અરવિંદના યુગમાં સાથે જ કામ કર્યું. ગાંધીજી તે વખતે આફ્રિકામાં કામ કરતા હતા. બંને સામે જેલયાત્રા અને પ્રવૃત્તિમય જીવનની કઠોર તપસ્યા આવ્યાં. તેમણે તેને પોતાની સાધનાના અંગમાં ગણી લઈ મેળ સાધ્યો. આ મેળાનું સ્પષ્ટ ચિત્ર આપણને ગાંધીજીની જીવનયાત્રામાં મળે છે. એમને વિવિક્તદેશ કે એકાંત – એમને “હિમાલય' લોકોમાં અને તેમની વચ્ચે રહી એકાગ્ર બની “કરવું કે મરવું’ એ રાહે ગોઠવાયો. પ્રવૃત્તિમાં નિવૃત્તિ એમણે જોઈ, અને એમ કરીને દેશમાં એક મહા મોટી વ્યાપક આત્મશુદ્ધિની સાધના આદરી. આવો કર્મવેગ શ્રી અરવિંદે છોડ્યો. તે નિવૃત્તિપરાયણ સાધનાને પંથે પળ્યા. તેમાં એમને અનેક અનુયાયી મળ્યા ને તેમાંથી એમની આશ્રમ-સંસ્થા ફૂલીફાલી. અને એની આસપાસ એક અમુક અધ્યાત્મદષ્ટિની ફિલસૂફી પણ ઊભી થઈ. આ ફિલસૂફી તેમણે ‘આ’ પત્ર દ્વારા જગતને આપી. તેમાં એમણે જે લેખમાળા લખી, તે પછીથી ગ્રંથ રૂપે બહાર પડી છે. એ એમની * જુઓ : विविक्तदेशसेवित्वम् अरतिर्जनसंसदि । अध्यात्मज्ञाननित्यत्वम्, तत्त्वज्ञानार्थदर्शनम् ॥ ગીતા , ૧૦-૧૧ વિવિજેવી શ્રધ્વારા ..... ध्यानयोगपरो नित्यं वैराग्यं समुपाश्रितः ॥ ગીતા, ૨૮, પર Page #180 -------------------------------------------------------------------------- ________________ પાંડીચેરીના યોગીરાજ મહામૂલી ભેટ માટે અધ્યાત્મ-જગત એમને હમેશ યાદ કરશે. આ ગ્રંથાએ અને એમાં પડેલો અધ્યાત્મ-અનુભવબિંદુઓએ જગતના અનેક સાધકનાં ધ્યાન ખેંચ્યાં. એમ હિંદની નામના જગતમાં થઈ. તેથી પણ જગતની નજરે હિંદ ઊંચું આવ્યું. આ શ્રી અરવિંદની સેવા નાનીસૂની ન ગણાય. એમનું અધ્યાત્મદર્શન યોગના વિજ્ઞાનવાદ તરફની વધુ ઝીણવટભર્યું હતું. ધ્યાનયોગી ચિત્ત-વિજ્ઞાનને સહેજે પામી જાય છે. ચિત્તનાં જુદાં જુદાં અંગો અને તેના સંશોધનની પાયરીનું એક શાસ્ત્ર જ જાણે એ નિર્માણ કરે છે. એ બધાથી પર રહેલા એવા આત્મતત્વની શક્તિ તેની નીચલી પાયરીઓમાં ઉતારવી, જેથી જગતમાં દિવ્ય જીવનને અપૂર્વ સંચાર થાય, એમ શ્રી અરવિંદની યોગસાધનાની નેમ હતી. એમ એ સંચાર થાય છે તે જગત એકદમ પલટો ખાય, એમ એની પાછળ કલ્પના હતી. આમાંથી કાંઈક ગૂઢ અધ્યાત્મશક્તિસંચારવાદને ચમત્કારી સિદ્ધાંત તેમના કેટલાક અનુયાયીઓમાં સમજાયેલ જોવા મળે છે. થિયોસૉફીમાં એક આવા ગૂઢ સંચારનું તત્વ જોવા મળે છે, તેવું કાંઈક શ્રી અરવિંદના તત્વજ્ઞાન અગે પણ જન્મેલું જણાય છે. આ શું હશે, એ તો તેમાં પડેલા જાણે. પરંતુ ગૂઢવાદના ઓઠા તળે અનેક આધ્યાત્મિક વહેમ તથા ભ્રમણામાં પડવાની ટેવવાળા આપણે લોકોએ એ સામે સાવધ રહેવું ઘટે. શ્રી અરવિંદ પાછળ અમુક ગુરૂવાદ ઊભો થયો છે, તેથી આ પ્રકારની સાવધાનીની ખાસ જરૂર ગણાય. અવતારી પુરૂષ જગતમાં આવે જ છે. દરેક પુરુષમાં અવતારતત્ત્વ આમ તો રહેલું જ છે. પણ જ્યાં કાંઈ વિશેષ વિભૂતિ, શ્રીમત્તા, ઊજિાતા (જઓ ગીતા ૧૦-૪૧) પ્રગટેલી જણાય છે, ત્યાં હિંદુ માનસ વિશેષ અવતારભાવ માને છે અને ત્યાં ઈશ્વરભાવ આપે છે. પરંતુ આ આત્મલક્ષી ભાવ છે, વસ્તુલક્ષી ભાવ નથી, એ જે યાદ ન રહે, તે અવતારવાદ અને પશે જાગી અદયાત્મને ઢાંકે છે, એ આપણા ધર્મના ઇતિહાસમાંથી જણાય છે. શ્રી અરવિંદ આથી પર ગણાય, પરંતુ એમના અનુયાયીઓએ આ નજરમાં રાખવાનું રહે છે. અસ્તુ, આજે હિંદ સ્વતંત્ર થયું છે. શ્રી અરવિંદની મૂળ ભાવના આજે અંશન: સિદ્ધ થઈ છે. કોઈ પણ ઉન્નતિના પહેલા પગથિયારૂપ જે સ્વતંત્રતા, તે હિંદે આજે હાંસલ કરી છે. તેમાં પોતાની પ્રતિભાથી પૂરો ફાળો આપીને નિર્વાણ પામેલા આપણા મહાન દેશવાસી અને પરમ સાધક શ્રી અરવિંદને Page #181 -------------------------------------------------------------------------- ________________ - - એક ઝલક આપણી ભાવભરી અંજલિ અપીએ. તેમનું તેજ, તેમને અક્ષર-દેહ હિંદની અધ્યાત્મ મૂડીને વધારવામાં મદદ કરો. એવા પુરૂનું તેજ હથ આપણા અંતરને અજવાળે. ૨૨-૧ર-૧૦, “નિવાંજલિ'માંથી] ' મગનભાઈ દેસાઈ - ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર ગુરુદેવે પોતાનાં ૮૦ વર્ષની પૂર્ણાહુતિનું નિવેદત “સંકટગ્રસ્ત સંસ્કૃતિ', એ નામે પ્રસિદ્ધ કર્યું, ત્યારે કલ્પના નહતી કે, આવતે મહિને જ તે આ જગત છોડી જશે. ગુરુદેવ જેવા મહાપુરુષ સમાધિ લે, તેને શોક ન હોય. આપણે તો ઈશ્વરને ધન્યવાદ ગાઈએ કે, તેણે આટલાં વર્ષ સુધી ગુરુદેવની પ્રસાદી આપણને આપી અને તેમની દ્વારા પિતાને પગામ પહોંચાડ્યો. જગત દરબારમાં ગુરુદેવ ગુલામ હિંદની મુખાકાંતિ હતા. એમની શોભાએ હિંદ દેશપરદેશમાં – કાવ્ય, કળા અને દર્શન તથા સંસ્કૃતિ અને સાહિત્યના જગત-દરબારમાં – દુરો પામ્યો. હિંદ-આકાશમાં ગુલામી, ગરીબાઈ અને . અપમાન, અવદશાનાં વાદળે આવે અને જાએ; એના અખંડ આત્માનું તેજ તો યથાવતુ. પૂર્વનું જેવું હતું તેવું ને તેવું જ ઝળહળે છે. પતિત પૂર્વ હજી ગુરુપદે જ છે, – આ પ્રતીતિ જગતને તેમણે કરાવી. એ રાજવી હતા. પણ હિંદના દુ:ખે દુ:ખી થયા; તેના અપમાનમાં પિતાનું અપમાન જોયું; અને આર્ષ દૃષ્ટિથી જગતને સંધ્યું કે, દુઃખ અને અપમાન આપનારની આંતર અધમતા વધારે ભયાનક છે, કેમ કે એમાં માણસાઈનો હ્રાસ છે, પ્રભુની પ્રસાદીરૂપ માનવ-જીવનનું અપમાન છે. ૧૯૧૯માં હિંદને અમૃતસરને ઘા કરનાર સરકારે કવિહૃદયને ઘા કર્યો તેનું એને ભાન નહોતું. તેથી જ “સર'ને બતાબ પાછો લેતા તેને શરમ આવી ! જગત આગળ સરકારને ઉઘાડી પાડવામાં એ કાર્યો મોટો ફાળો આપ્યો છે. ૧૮૫૭ના કાળ પછી હિંદ સ્વરાજની સાધના વ્યાપક બની છે. અગાઉ તે માત્ર લશ્કરી હતી, એ મટી તે સાંસ્કૃતિક અને ધાર્મિક બની. ફરજિયાત નિ:શસ્ત્ર બનેલા હિદે પોતાનાં સંસ્કૃતિ-બળ, પ્રજા-શક્તિ, અને શાંત સંગઠનબળે કરીને અંગ્રેજોના લશ્કરી કેબજાને હીન અને અશક્ય ઠરાવી રદ કરવો જોઈએ એવી સાધને સારુ ધર્મ, સાહિત્ય, સંગીત, કળા અને માનવતાનું તથા રામદેવ અખંડ દર્શન જોઈએ. રાજદ્વારી બળે એ બધાને જેરે જ Page #182 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુર ગતિ અને શક્તિ પામે. આ જે પ્રચંડ શાંતિ-વિજયની સાધના, તેના એક અપૂર્વ સેનાની રવીન્દ્રનાથ હતા. એમનું યુદ્ધક્ષેત્ર માનવહૃદય હતું; અને જગતભરનાં માનવહૃદયમાં એ ઝઝયા. આવા અંગેની સ્થવ દર્શન ન હોય; એમને હિંસ દારુણતા પણ ન હોય; એના વિશે અજ્ઞાત અને સર્વતોભદ્ર હેય. એમાંથી વેરઝેર કે હતાશાની અધીરતા ન પડઘાય; એમાં જીતનાર અને હારનાર સરખા જ વિજયમત્ત બને. આવા વિજયો સામાન્ય તવારીખમાં પણ નથી ચડી શકતા; દુગહૃદય પર તે અંકિત હોય છે. રવીન્દ્રનાથ એના આંકનાર હતા. હિંદનાં કેટકેટલાંય ક્ષેત્રમાં કામ કરી રહેલા કર્મવીરનાં હદયસિચન એમણે પિતાનાં ગાન, કવન, લેખન, ભાષણ અને નવલકથનથી કયી હશે, એનું વરતીપત્રક છે? આજે એ ગયા છે ત્યારે એ આપોઆપ દેખાય છે – હિંદમાં અને પરદેશમાં સૌને એમની ખોટ જણાય છે. પણ એ ખોટ કરતાં તે એમણે જે આપ્યું એની પૂર્ણતા ચડે છે. એને માટે પ્રભુને ધન્યવાદ આપીએ. અને નહિ કે એમની અપૂર ખોટ માટે રહીને આપણે પાજીપણું બતાવીએ. [સપ્ટેમ્બર ૧૫૧] દીનબંધુ એન્ડ્રુઝ દીનબંધુના સ્વર્ગવાસના ખબર સાંભળી એક મિત્રે કહ્યું તે સાવ સાચું છે કે “અંગેજ પ્રજા પર ક્રોધ આવે તો દીનબંધુનું સ્મરણ કરતાંવેંત તે ઓગળી જાય એવા ખાનદાન અને ઉદાર દિલના એ અંગ્રેજ માનવસેવક હતા. | દીનબંધુનું જીવન એટલે પવિત્રતા, સેવાપરાયતા, ભૂતદયા, અને વ્યાપક સહાનુભૂતિને એક અખૂટ કરો. એમના જીવનના પ્રારંભથી જ એમણે નક્કી કરી લીધુ હતું કે, મારે ઈશુ ખ્રિસ્તનું અનુસરણ કરવું છે. એ મહાન સંકલ્પને તે આમરણ વફાદાર રહ્યા. તેને ખાતર તે રંગ, રાગ અને જાતિ તથા દેશનાં માનવી બંધને સામે ઝૂઝયા અને જીત્યા. એક પાદરી અધ્યાપક તરીકે આપણા દેશમાં એમણે જીવનને પ્રારંભ આજથી ૩૫ વર્ષ પર કર્યો. પણ આવતાંવેત તે પામી ગયા કે, ખ્રિસ્તને નામે કામ કરનારા તેને ઇન્કારીને જ વર્તે છે કે શું? નાના મોટા અનેક Jail Education International Page #183 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પ્રસંગોમાંથી તે જોઈ ગયા કે, એ સંજોગોમાં પાદરી જીવન તો અશક્ય છે. અને તેની સાથે તેઓ પાદરી પણાના બંધનથી મુક્ત થયા, અને જે દેશની ખ્રિસ્તના નામ પર સેવા કરવાને માટે આવ્યા હતા, એની સાચી સેવા શરૂ કરી. ધર્મપરિવર્તન કરવાને મિષે આવેલા પિતે જ ધર્મની નવી દષ્ટિ અહીંથી લાભતા ગયા! કહેવાય છે કે, જીવનમાં સન્મિત્ર મળવા જેવું પરમ સદૂભાગ્ય ભાગ્યે જ બીજું છે. શ્રી. દીનબંધુ આ સદ્ભાગ્યના પરમ ભાગી હતા. એમના મિત્રોમાં આચાર્ય રુદ્ર, હકીમ અજમલખાન, સ્વામી શ્રદ્ધાનંદજી, અને એવાં બીજા અનેક ક્ષેત્રોમાં નામાંકિત નામો ગણાવાય એમ છે. કવિવર રવીન્દ્રનાથ અને ગાંધીજીની એમની દસ્તી તે સૌ કોઈ જાણે છે. અને આવા વિશાળ મિત્રમંડળની સુવાસને છાજે એવું કામ તેમણે પોતાનું કર્યું હતું. જયાં જયાં તેમણે દુ:ખ જોયું ત્યાં ત્યાં તે દોડી ગયા છે. તેમાં તેમણે ધર્મ, રાજકારણ કે વર્ણ યા જાતિની વાડ માની નથી. તેમાંય તેમનું જ કહેવાય એવું કામ તે પરદેશવાસી હિંદીઓનું દુ:ખનિવારણ છે. ઊંડે ઊંડે તેમને લાગતું કે, આ દુ:ખ હિંદીઓને ગેરાઓની અખ્રિસ્તી રંગદ્વેષની લાગણીથી જ ખમવું પડે છે. એ અણછાજતું ધર્મલાંછન ધવા આખા જગતને એ પિતાનું પરગણું સમજી ખૂંદતા રહ્યા. અને એ કાર્યથી એમને આપણી જનતાએ “દીનબંધુ'નું વહાલસોયું ઉપનામ આપ્યું. આવા પ્રેમાળ, દીનબંધુ આત્માનું પુણ્યશ્લોક સ્મરણ કરીએ અને એમણે જે દેશથી પર, જાતિથી પર તથા ધર્મથી પર એવી દષ્ટિથી માનવસેવા કરી, તેને પાઠ આપણે સંઘરીએ. [એપ્રિલ, ૧૯૪૦] Page #184 -------------------------------------------------------------------------- ________________ મૅડમ મોન્ટેસરી ૮૧ વરસની પાકી ઉમરે યુરોપનાં આ મહાન કેળવણીકારે થોડા દહાડા ઉપર દેહ છોડ્યો. છેવટ સુધી એ પોતાનું કામ કરતા રહ્યા. આટલી બધી કાર્યશક્તિ એમના અમર દેશમાંથી એમને મળતી હતી. જીવવું એટલે કેળવવું અને કેળવાવું, એ એમની ધગશ હતી. યુદ્ધ દરમ્યાન તે હિંદમાં નજરકેદ હતાં, કેમ કે હિંદ અને એમનું વતન ઇટાલી ગયા યુદ્ધમાં સામસામે હતાં. છતાં તેમને સરકારે બાળશિક્ષણના વર્ગો લેવા પૂરી છૂટ આપી હતી. તે એક વર્ગ તેમણે અમદાવાદમાં ગૂજરાત વિદ્યાપીઠમાં લીધે, તે અત્યારે યાદ આવે છે. ત્યારની બાળમાનસની એમની ચર્ચા સાંભળવી એ એક લહાવો જ હતે. યુરોપની કેળવણીના ઇતિહાસમાં વ્યક્તિ-સ્વાતંત્રયને યુગ પહેલા વિશ્વયુદ્ધ પછી બેઠો, એમ કહી શકાય. મેડમ તેનાં એક મહા ધુરંધર સમાં હતાં. તે જ યુગમાં હિંદમાં બે પુરુષો પણ પોતાની રીતે આ જ સંદેશો આપી રહ્યા હતા – ગાંધીજી અને ટાગોર, - ટાગોરે રાષ્ટ્રપૂજા સામે ચેતવ્યા, અને માનવતાને ધર્મ આગળ કર્યો. ગાંધ એ માનવતાની વિશાળ ભૂમિકામાં છતાં રાષ્ટ્રની સ્વતંત્રતા કેમ કરતાં માનવતાના જ બળે મેળવી શકાય, એ કેળવણી આદરી. મેડમ મોન્ટેસોરીએ પિતાના કેળવણીકાર્યને રાષ્ટ્ર કે રાજકારણી અલગ રીતે ભાળ્યું અને દેશદેશાવર જઈ, બાળક એ દેવ છે એમ પિછાને ને તેને સંભાળે, એ મંત્ર આપ્યું. આજે આપણે જોઈએ છીએ કે, બાળક એક માનવબાળ છે અને તેની સ્વતંત્રતા એક વસ્તુ છે; પણ તે ઉપરાંત આપણે અનુભવે સમજયા છીએ કે, તે સમાજ-બાળ પણ છે અને તેની સ્વતંત્રતા સાચા વિનિગનું અધિષ્ઠાન છેવટે જઈને સમાજ છે, એ પણ ખરું છે. અને જેટલે અંશે કેળવણી એ એક સામાજિક પ્રક્રિયા છે, તેટલે અંશે આ બીજો વિચાર વધુ ધ્યાનને પાત્ર બને છે. મૅડમ મૉન્ટેસોરીએ માનવ-બાળનાં સાવ શરૂનાં વરસો કેટલી બધી કેળવણીથી ભરપૂર છે, તે જોયું, જાણું અને જગતને જણાવ્યું. એ દર્શનમાં Page #185 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૧૩૯ રહેલું એમનું માતૃહૃદય જોઈએ તે એક જ ઉદ્ગાર નીકળે છે, ધન્ય છે એ માતાને કે જેણે બાળકો પર સાચો પ્રેમ કરવા એમાં જ એનું શિક્ષણ છે એમ બતાવ્યું; પણ એ પ્રેમ કરવાની રીત શાસ્ર-શુદ્ધ હાવી જેઈએ અને તે આ છે, કે જે મૅડમ મૉન્ટેસોરી લાકોને જીવનભર સમજાવવા માં. એમના કાર્યના સારભાગ જગતમાં અમર રહેશે. છેવટમાં એક વસ્તુ આપણે યાદ રાખવા જેવી તે એમને માતૃભાષાપ્રેમ. તે પોતાની ભાષા ઈટાલિયનમાં જ બાલતાં, જગતભરમાં કામ કરતાં છતાં એમાં એમણે ન વાંધા જોયા કે ન મુશ્કેલી માની, હિંદમાં આજે આ વસ્તુ આપણા સાંસ્કૃતિક અને લેાકશાહી વિકાસને માટે ખાસ વિચારવા જેવી છે. મૅડમ મૉન્ટેસોરી ભાષા વિષેનું આ સત્ય બાળ-માનસના એમના મોલિક અભ્યાસમાંથી પામ્યાં હશે, એમ માનું છું. મનુષ્યને માટે તેની ભાષા પણ એ એક માતા જ છે, કેમ કે તે દ્વારા એ શબ્દબ્રહ્મમાં જન્મે છે. મૅડમનો માતૃપ્રેમ આપણે માટે ભારે બોધપાઠરૂપ ગણાય. ૨૩-૫–’૫૨ પ્રેા. હેરલ્ડ લાકી ૫૬ વર્ષની નાની વયે આ નામાંકિત અંગ્રેજ અધ્યાપક ગયા મહિનાના અંત ભાગમાં ગુજરી ગયાની ખબર વાંચી દિલગીરી થાય છે. આ અધ્યાપક જબરા માનવતાભક્ત હતા. પછાત પીડિત દબાયેલી પ્રજાના એ ખેરખાં હતા; અચૂક એમની તરફેણમાં એ પાતાના અવાજ ઉઠાવતા. અને તેમના અવાજમાં નિષ્ઠા અને શ્રદ્ધાનું જોર હાઈ, જગત તેને સાંભળતું હતું. એ હિંદના મિત્ર હતા. હિંદને સ્વતંત્રતા મળે એ સારુ આ અધ્યાપકે વિલાયતમાં રહીને સારું પ્રચારકાર્ય કર્યું હતું. તે લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિકસમાં એક પેઢીથી કામ કરતા. તે અગાઉ તેમણે અમેરિકાની તથા બીજી યુનિવર્સિટીઓમાં કામ કર્યું હતું. તેમની પાસે અનેક હિંદી નવજુવાના ભણીને આ દેશમાં આવ્યા છે. તે બધાએ પેાતાના આ ગુરુજનના જવાના શેક ખરા દિલના શબ્દોથી બતાવ્યા છે. તેમના ખાસ વિષય રાજ્યશાસ્ત્ર હતા. એમાં એમણે મૌલિક કામ કરી બતાવ્યું છે. તે વિષય ઉપર એમણે અનેક ગ્રંથો લખ્યા છે. એમની Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ પ્રા. હેરાલ્ડ લાસ્ટી વિશેષતા એ છે કે, પ્રો. લાકીએ પોતાની રીતે ગાંધીજીના સત્યાગ્રહ જેવી વસ્તુને રાજકારણમાં પ્રમાણી છે. તે કહે છે કે, પ્રગતિને માટે કાનૂનભંગ પણ અમુક પ્રસંગે વિહિત છે; નહિ તો માનવસમાજ ગુલામ કે જડ બની જાય. પેાતાના ‘ડેન્જર્સ ઑફ બિડિયન્સ' ગ્રંથમાં તે કહે ઇં: .. “આપણે સમુદાયમાં રહીએ છીએ એટલે ખાસ પુરુષાર્થ વગર વૈયક્તિક મુક્તિની ખાતરી ન રાખી શકાય. આપણે ફરજ બજાવીએ તે કોઈ પણ વાતને તપાસીને, નહિ કે તેને વશ થઈને; તેના સત્યને માટે આગ્રહ રાખીને, નહિ કે સૌની એકરૂપતા સધાય એ ઉત્સાહથી. સામાન્ય જનતાના જીવનમાં પેાતાનું જીવન ભેળવી દઈ આપણું વ્યક્તિત્વ ગુમાવવું અને અંતરમાં પેાતાને કિંમત વિનાનાં નમાલાં લાગે એવાં પ્રમાણ સ્વીકારવાં, – એમ કરવાનેા હક, એક સ્વતંત્ર આધ્યાત્મિક વ્યક્તિ તરીકે, આપણને કદી ન મળી શકે. ... નીતિમય ગણાવાના હકવાળું આજ્ઞાપાલનમાત્ર એક વાત પર આધાર રાખે છે કે, જે હેતુ આપણી સામે હોય તેમાં આપણે જ્ઞાનપૂર્વક સંમત હોઈએ. તે સિવાયનું બીજું કઈ પણ આજ્ઞાપાલન આત્મવંચના જ છે; અને જ્યારે આપણને પ્રતીત થતું સત્ય જતું કરીએ છીએ, ત્યારે તે પંચનાથી આપણે સંસ્કૃતિના ભવિષ્યને પણ દગા દઈએ છેએ.... * "" આ એમને વિચાર તેમણે પેાતાના જીવનમાં અમલમાં પણ મૂકી બતાવ્યા હતા. જેમ કે, પેાતાની શરૂની કારકિર્દીમાં પ્રે. લાસ્કી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં હતા, ત્યાં અમુક તાત્ત્વિક વિચારભેદ થતાં તેમણે તે સંસ્થા છાડ, પણ પોતે જેને અસત્ય માર્યુ તેની આગળ માથું ન નમાવ્યું. વિચારમાં તે ઉદાર સમાજવાદી હતા. શરૂમાં તે લિબરલ મતના રાજકારણી હતા; પરંતુ ધીમે ધીમે તે સમાજવાદ તરફ ઢળ્યા અને વિલાયતના મજૂરપક્ષમાં જોડાયા. ઈ. સ. ૧૯૪૫માં મજૂરપક્ષ સત્તા પર આવેલા ત્યારે તે એ પક્ષના પ્રમુખ પણ ચૂંટાયા હતા. પક્ષના નેતાવર્ગમાં એમનું માન ભારે હતું. આમ, તે કેવળ પોથીપંડિત નહેાતા, પણ વિદ્યા દ્વારા સેવા કરનારા વિદ્વાન અને જાગ્રત નાગરિક હતા. રાજકારણની વિદ્યાને એમના જવાથી જબરી ખેાટ પડી; એ હવે તે એમને અક્ષરદેહ જ ભાંગી શકે. ૯-૪-૫૦ Page #187 -------------------------------------------------------------------------- ________________ જગતને મહાન વિદૂષક જ્યૉર્જ બર્નાડ શૉ]. અંગ્રેજીના મહાન સાહિત્યકાર શ્રી. જયોર્જ બર્નાડ શૉએ ૯૪ વર્ષની પાકી વયે ટૂંકી માંદગી પછી શાંતિથી દેહ છોડયો. જ્યાં જ્યાં અંગ્રેજી ભાષા ચાલે છે – અને દુનિયામાં કેટલા બધા પ્રદેશેમાં તે ચાલે છે ! – ત્યાં બધે આ મહાન વિચારક અને લેખકનું નામ જાણીતું છે. એ ધેિ સાહિત્યસેવક હતા. મોટે ભાગે એમણે નાટકો લખ્યાં છે. પરંતુ પ્રખર અને તલસ્પર્શી વિચારક હોઈને, તે એટલા જ મોટા નિબંધકાર હતા. દરેક નાટક જોડે તેની પ્રસ્તાવના રૂપે એમણે નિબંધ લખીને જેડયો છે. એમની કલમમાં જોમ હતું, વિચારમાં પ્રભાવ હતો, અને અસરમાં તે કલમ અસા જેમ અજ્ઞાન, દંભ, છળ કે માયાના ઘૂંઘટ-પટને મૂંડી નાખે એવી ધારદાર હતી. અંગ્રેજી વાચકોના વિચાર પર કોઈ કાંતિ એમણે નિર્માણ કરી એમ લાગતું નથી, પરંતુ એમના શબ્દો ઝીલવાને માટે અંગ્રેજી જગત એટલું તો આતુર રહેતું કે, સાંભળ્યું છે કે, પાછળના ભાગમાં તે પ્રકાશ શબ્દ ગિની આપીને તેમનાં લખાણો છાપવા માટે લેતા ને તેમાંય પડાપડી થતી. તે જન્મે આયરલૉન્ડના હતા. પણ આખે જન્મારે તેમણે ઇંગ્લેન્ડમાં જ કાઢયો. શરૂને અર્ધો ભાગ તેમણે ઠીક ઠીક પ્રવૃત્તિમાં યો ગણાય. તે ફેબિયન મંડળ (કે જેને વિલાયતમાં સમાજવાદ અને મજર૫ક્ષનું બળ જન્માવવાને યશ મળી શકે) તેના સંસ્થાપકોમાંના એક ગણાય. કવિ વિલિયમ મેરીસ, સમાજ-સેવક ચાર્લ્સ બૂથ, વેબ દંપતી, મેકડોનાલ્ડ લેન્સબરી, વગેરેના એ સહકાર્યકર્તા હતા. પછીના જીવનમાં એ આ બધી પ્રવૃત્તિમાંથી નિવૃત્ત થઈ શાંત સાહિત્યજીવનમાં ગોઠવાયા અને અંતકાળ સુધી એમાં લાગ્યાં રહ્યા. એમનું સાહિત્ય એટલે જીવનમાં અનુભવેલાં કેટલાંક મહા ઊંડા તરનું નાટકીય નિરૂપણ. વિનોદ, કટાક્ષ, કાંઈક આખાબોલાપણું, એમની શૈલીમાં ઓત-પ્રોત રહેતા. ઓછા શબ્દોમાં ઘારું કામ લેવું, એ એમને રમત હતી. વિચારોને ઘૂંટી ઘૂંટીને Page #188 -------------------------------------------------------------------------- ________________ જગતને મહાન વિદૂષક ૧૭૧ ચિતનથી પકવ્યે રાખતા પુરુષને થોડા શબ્દમાં વિશાળ અર્થ ભરવાની આવી વિભૂતિ મળી શકે. શૉ એવા પુરુષ હતા. આખા જગતના જીવનની નાડ પર એમને હાથ રહે. રોગચાળો જોયો ને લાગ મળ્યું કે પોતાનું નિદાન આપી દેતા. પણ તે વૈદ નહોતા. રોગના ઇલાજ માટે તે કહેવું હોય તે કહી છૂટે; એવા દર્શનવીર એ હતા; તે કર્મવીર નહતા. તેથી જ આખી જિંદગી તે વિલાયતમાં રહેવા છતાં બ્રિટિશ સામ્રાજયને એવા ન નડયા કે જેવા ગાંધીજી. શૉને હાથે કોઈ વ્યક્તિ ચડે અને એમના દર્શન-અઢાથી તેને મૂડી ન નાંખે એવી થોડી જ વ્યક્તિઓ હશે. પ્રાચીન વિદૂષકની કટીના તે હતા. રાજાઓને પણ મધુર, મજાકી અને ટચાક ભાષામાં જેવું હોય તેવું પરખાવવું, એ સાચા વિદૂષકનો ધર્મ છે. તે કળા બહુ અઘરી છે. અને રાજાને કોઈ પણ કહી કે પૂછી શકે તે તેને મિત્ર-સચિવ-અને-સ્નેહી એ વિદૂષક જ. શએ જગતની ભલભલી વ્યક્તિઓને રોકડું પરખાવ્યું છે; જગતની ભલભલી વાતને ભેદ ઉઘાડે કરી આપ્યો છે. આ એમની સેવાને માટે અંગ્રેજી સાહિત્ય એમનું સદાનું ઋણી રહેશે. આ લખતાં ખ્યાલ આવે છે તે પરથી કહું છું કે, શોએ ટૉલ્સ્ટૉય, ગાંધીજી અને લેનિન સ્ટાલીન વિષે અમુક માઝા હમેશ રાખી છે. ટૉલ્સ્ટૉય પર તે ખુશ હતા. શેકસપિયર જગત-સાહિત્યના દરબારમાં ત્રીજા દરજજાના સાહિત્યકાર ગણાય એમ ટૉલ્સ્ટૉયે કહ્યું. આ કેવી ભયંકર સાહિત્યિક નાસ્તિકતા ગણાય ? શૉએ એ મતમાં ટેકો આપ્યો. અને તે તે કહેતા કે, મારાં નાટક જ હવે વાંચે ને ! ગાંધીજી માટે તેમને આદર હતું. સ્ટાલીનની રશિયાની સેવાથી તે ખુશ લાગે છે. ગુજરાતીમાં શોને કોઈએ ઉતાર્યા હોય તે ખબર નથી. તેમનાં નાટકની વાતો – લેમ્બ શેકસપિયરની આપી એમ – ગુજરાતીમાં ઊતરે તે આ મહાન લેખકને પરિચય ગુજરાતને મળે. શૉ એક ઋષિને ઘટે તેવું શાંત એકાંત ચિતનપરાયણ જીવન ગાળતા. આજની ધમાલ ભરી યુરોપીય દુનિયામાં એ પણ એક શો જેવા જ કરી શકે એવો જીવન-જદુ છે. તે નિરામિષાહારી હતા. સાધુજીવનને જાણે વરેલા ન હોય, એવી એમની જીવનપ્રણાલી હતી. યુરેપને આજે આવી પ્રકૃતિના કર્મવીરની બહુ જરૂર છે. તે વિના જગતમાં શાંતિની આશા વ્યર્થ લાગે છે. Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૨ એક ઝલક શો માનવ-જગતમાં સુખ અને સુલેહશાંતિ ચાહતા અને તેની સેવામાં આજીવન પિતાની સાહિત્યશક્તિ ખરચીને ગુજર્યા. એવાના આત્માને શાંતિ જ હોય છે. ૨૨-૧૧-'૫૦ શ્રી. ઠક્કરબા મા કેટલાક વખતથી શ્રી. ઠક્કરબાપા માંદા હતા. તેમાંથી શુક્રવાર તા. ૧૯મીએ રાતે તેમને સ્વર્ગવાસ થયો. આપણે માટે શુક્રવાર છેલ્લાં ત્રણ વરસથી ભારે લાગે છે. એ જ વારે બાપુ ને સરદાર ગયા, અને હવે બાપા જાય છે. આપણી પેઢીના આ ત્રણ મહાપુરુષો હતા. એમના સમકાલીન તરીકે આપણે નિર્દોષ ગૌરવ લેવા જેવી એ વાત છે. ત્રણે સ્વભાવ અને સાધનામાં જુદા, છતાં જીવનભરના સાથી હતા અને પોતાની પ્રતિભા પોતપોતાની રીતે છતાં દેશના એક જ કામમાં તેઓએ અર્પ. એમાં બાપાનું કામ નેખું પડતું હતું; સરદારનું કામ નોખું પડતું હતું. બંનેને ત્રિવેણી સંગમ બાપુના કામમાં થતો હતો. - ઈ. સ. ૧૯૧૪માં બાપા ગોખલેજીની હિંદ સેવક સમાજમાં જોડાયા; અને અંત સુધી તેના સભ્ય રહ્યા. છતાં ગાંધીજીના ગુજરાતની જોડે તે બરોબર રહ્યા. એમનું કાર્યક્ષેત્ર દલિત, અપમાનિત કે ઉપેક્ષિત એવી કેમની સેવાનું હતું. એ ક્ષેત્ર એમણે અપનાવ્યું. એની કદર રાષ્ટ્ર સ્વર્વત્ર થયું ત્યારે બરોબર થઈ. બંધારણસભાને આદિવાસીનું ને હરિજનનું કામ થાળે પાડવામાં એમની અમૂલ્ય સેવા કામ આવી. આ કોમને આવા પવિત્ર, આવા દીક્ષિત, આવા અડગ અને નિષ્કામ સેવક બીજા નથી મળ્યા. એમને વારસો બાપાના પુત્રો જેવા પરીક્ષિતલાલ અને એમના જેવા સેવકેએ સંભાળવો જોઈએ. બાપાની અભ્યાસી વૃત્તિ વિદ્યાર્થીઓએ પાઠ લેવા જેવી હતી. એ રીતે બાપા રાષ્ટ્રના જીવનમાં અમર રહે. ૨૧-૧-'૫૧ Page #190 -------------------------------------------------------------------------- ________________ સાક્ષરશ્રી રમણલાલ દેસાઈ 4. સાક્ષરશ્રી રમણલાલ વસંતલાલ દેસાઈનું હૃદય બંધ પડી ઓચિતું અવસાન થયું, એ નેધતાં દુ:ખ થાય છે. તે આપણા જાણીતા નવલકથાકાર હતા. રાષ્ટ્રની આઝાદીની લડતના ભાવે અને ભાવનાઓ વણીને તે કથાઓ રચતા હતા; તેને અનુરૂપ પાત્રને જન્મ આપતા હતા. આથી એમની કથાઓ ખૂબ લોકપ્રિય થઈ. તેમની કલમ પણ ભારે વસી હતી. વડોદરા રાજ્યની વહીવટી નોકરીમાં છતાં તે ડઝનબંધ પુસ્તકો આપતા રહ્યા હતા, અને તેમાંથી નિવૃત્ત થયા પછી ગુજરાતના જાહેર જીવનમાં પણ રસ લેતા હતા. ' - ૬૨ વર્ષની ઉમરે તે ગયા, એ વહેલું કહેવાય. પ્રજાના સંસ્કારજીવનનું ચિંતન મનન કરી તેને નિચોડ આપતા રહેનારા લોકેની જરૂર સ્વરાજમાં વધારે છે. તેવી આશા આપણે આપણા લોકહિતૈષી સેવકો, વિચાર, લેખકો તથા સમર્થ કથાકારો અને કલાકાર પાસેથી રાખી શકીએ. - સ્વ૦ રમણલાલ એવા કથાકાર થવા મથનારા એક હતા. ગુજરાતને અક્ષરદેહ ઘડવામાં એમણે કરેલું કામ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં હમેશ માટે નોંધપાત્ર રહેશે. - - ૨૬-૯-૫૪ - - Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી. બ. ક. ઠા. ભ્યાસી વરસની પાકી ઉમરે ગુજરાતના વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ અધ્યાપક તથા સાક્ષર શ્રી. બ. ક. ઠાકર ઓચિંતા ગયા, તેથી ગુજરાતના સાહિત્યને ભારે ખેટ ગઈ. ગુજરાતી સાહિત્યના જના જોગીઓની પેઢીના છેલ્લા અઠંગ વીર એ ગણાય. આપણા આખા ચાલુ સાહિત્ય અને પ્રજા-જીવન ઉપર તે પિતાની વિદ્યા-પૂત દષ્ટિ રાખતા. એટલું જ નહિ, જ્યાં જેવું કહેવા કરવા કે ધ્યાન ખેંચવા જેવું લાગે ત્યાં તેવું તરત અને નીડરતાથી તે કરતા. મારે એમની સાથે કોઈ અંગત ઓળખ કે સંબંધ નહોતાં. પરંતુ પ્રેમાનંદનું મામેરું મેં સંપાદિત કરેલું તે એમના જોવામાં આવ્યું. તેની પ્રસ્તાવનામાં મેં એક વિધાન કરેલું. જેને અંગે એમણે મને પત્ર લખ્યો, તેથી મને સાનંદ આશ્ચર્ય થયું. મેં એમને તરત એ વિશે ખુલાસો લખ્યો અને મારા જેવાની પ્રસ્તાવનામાં પણ રસ લેતા આ વયોવૃદ્ધ વિદ્વાનને મેં મારાં પુસ્તકો મોકલ્યાં. જવાબમાં તેમણે મને પિતાનાં મોકલી આપ્યાં. જે આજે મારે માટે મીઠી સ્મૃતિરૂપ બન્યાં છે. - આ પ્રકારની દિલની કુમાશ અને સાહિત્યસેવાની તથા પ્રજાહિતની ધગશવાળા તે હતા. એ એમના આજીવન અધ્યાપકપણાને ગુણ હતો. તે ગદ્ય પદ્ય લેખક એ ગુણની પ્રેરણાથી બન્યા હતા. એમની અભ્યાસી વૃત્તિ આપણે માટે સૌથી મોટો વારસો ગણાય. પ્રજાહિતની બધી પ્રવૃત્તિઓ તથા પ્રશ્નો વિશે અભ્યાસ કરવો, તેનું મનન કરવું અને એમ પ્રજા-જીવન વિદ્યાભૂત હેય, એ એમની મોટામાં મોટી શીખ આપણા ભણેલા વર્ગને માટે હતી, એમ હું સમજ્યો છું. એ વસ્તુ આજે ખૂબ જ મહત્વની છે, એ સૌને દેખાય છે. બ. ક. ઠા. એ બાબતમાં ધડે લેવા જેવું જીવન ગાળીને ગયા. પ્રભુ એમને શાંતિ આપે, ૨૪-૧-'પર Page #192 -------------------------------------------------------------------------- ________________ બે સાક્ષર શ્રી મણિભાઈ ત્રિવેદી, શ્રી. બાળાશંકર] આપણા સદૂગત સાક્ષરેની જયંતી ઊજવવાનો ઉપક્રમ વરચે કેટલાંક વરસ નહોતો દેખાતો, તે હવે પાછો શરૂ થયો છે. આ વસ્તુ આપણી લોકકેળવણી માટે તથા ભણતા જુવાનિયાઓ માટે સારી વાત છે. સમર્થ પૂર્વની જે કોઈ અક્ષર વિભૂતિ હોય, તે પ્રયત્નભેર પેઢી-દર-પેઢી યાદ રહે એમ કરવું, એ તે સંસ્કારી અને સદા-વર્ધમાન રહેવા ચાહતા સમાજને માટેનું એક નિત્ય-નૈમિત્તિક કર્મ જ ગણાય. ડા દિવસ પર એવા બે સાક્ષરોની જન્મશતાબ્દી ઊજવાઈ – શ્રી. મણિભાઈ નભુભાઈ અને શ્રી બાલાશંકર ઉલ્લાસરામ. બંને નડિયાદના સાઠોદરા નાગર; ૧૮૫૮ના એક જ વરસે જન્મેલા અને ૪૦ વરસ જીવી બને ૧૮૯૮માં ચાલ્યા ગયા. બંને વિદ્વાન જ્ઞાનોપાસક સ્વ૦ મણિભાઈ યુનિવર્સિટીની કેળવણી પામેલા; અને અંગ્રેજીમાં પણ તેમણે પુસ્તકો લખ્યાં છે. મારી ભૂલ થતી ન હોય તે, બાળાશંકરે ભાગ્યે મેટ્રિક પાસ કરેલું. પરંતુ તે ફારસી, અરબી, અંગ્રેજી, સંસ્કૃત, હિંદી સારી રીતે જાણતા હતા. મણિભાઈ પણ ભાષાવિદ હતા. બને અદ્ર તવાદી – સૂફીવાદી હતા. બાળાશંકર તે એ વાદની મસતીમાં જાણે કે મહાપતા હતા! આ રીતે એમના કાળમાં એમણે લોકોને ઠીક ઠીક જ્ઞાનામૃતનું પાન કરાવ્યું હશે. પણ પછીનાં વરસોમાં ધીમે ધીમે તેમની એવી અસર મંદ થતી ગઈ. એમાં કદાચ યુગપલટાનું કારણ હોય. વીસમા સૈકામાં લેક સ્વરાજ તરફ વળ્યા અને જૂની સંસ્કૃતિના જ્ઞાનના જીવંત અંશે એ પૂરતા પાછળ પડયા. છતાં આ બે સાક્ષરોની અસર-સમૃદ્ધિ આપણા સાહિત્યને યાદગાર ભાગ છે. શતાબ્દી ઉત્સવ વડે એ તાબે થયો, એ લાભ ની વાત છે. ભાષાવાર યુનિવર્સિટીઓ કામ કરતી થતી જશે, તેમ આવું આવું કેટલુંય પુનરુત્થાન અને પુનધન થવા લાગશે. તેની સાથે બીજા પ્રદેશોનુંય સમકાલીન તુલનાત્મક અધ્યયન વધવું જોઈએ; કેમ કે સાર્વભૌમ જ્ઞાન અને સંસ્કારની વિશાળ ભૂમિકામાં સરસ્વતી સેવા થવી જોઈએ, એ યુનિવર્સિટીઓનું બિરુદ છે. ૩-૧૦-૫૮ Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી. સુભાષ બાબુ જાપાન રેડિયે જગતને ખબર આપે છે કે, આપણી મહાસભાના એક વખતના રાષ્ટ્રપતિ શ્રી. સુભાષચંદ્ર બોસ વિમાનના અકસ્માતથી ગુજરી ગયા છે. આ ખબરથી આખા દેશમાં સૌ કોઈને દુઃખ થયું છે. થાય જ. આઈ. સી. એસ.ના માન, આરામ અને આપખુદ રાજવીપણાના ભાગ છોડી દેશની સેવામાં તન મન ને ધનથી તે લાગ્યા હતા, ભલે તેમનો રસ્તો પ્રજામતથી નિરાળો થતો ગયો હતો. ' છેવટનાં કેટલાંક વર્ષોથી તે રાષ્ટ્રીય મહાસભાની નીતિ-રીતિથી જુદી રીતે તેઓ વિચાર કરતા થયા હતા. પણ એ બધું તેમના મરણથી અંત પામે છે. અને અમેરિકન દિલસૂફ પ્રો. વિલિયમ જેમ્સ કહ્યું છે તેમ, માણસમાં બીજી નબળાઈઓ ગમે તેવી હોય, તેને વાંધો નથી. પણ જે સેવાક્ષેત્રે પોતે પસંદ કર્યું, તેમાં જો જીવનું જોખમ ખેડવા પણ તે તૈયાર હોય, તો તે બીના તેને હમેશને માટે પુનિત કરે છે.” શ્રી. સુભાષબાબુ આ પુનિતતા કમાઈને ગયા છે. જે પુનર્જન્મ હેય – અને હિંદુઓ તે માટે જ છે, – તે સુભાષબાબુ નવે અવતારે પાછા હિંદની સેવા કરવા આવશે, એમાં શંકા નથી. મરણ આગળ માનવ રાગ ઓગળી જાય,– જવા જોઈએ. ચાલુ સરકારને પણ આ નિયમ લાગુ પડે છે, પ્રભુ સદૂગતને શાંતિ આપે. [ઑગસ્ટ ૧૯૪૫] નિવાપાંજલિ'માંથી) મગનભાઈ દેસાઈ Page #194 -------------------------------------------------------------------------- ________________ કાયદેઆઝમ ઝીણું સ્વરાજની પહેલી વરસગાંઠને દિવસે એક વિદ્યાર્થી-સભામાં મને બોલાવ્યો હતો. તે પર્વનું વિવેચન કરતાં એક એવી વાત મેં કહ્યું કે, એક રીતે જોતાં, પોતાની વાતમાં નિશ્ચય અને અડગતાની દષ્ટિએ જોઈએ તે ગાંધીજી, ચિલ, અને ઝીણા સરખા ઊતરે એવા દઢાગ્રહી ગણાય. સામ્રાજ્યસંગઠનમાં અંગ્રેજ જેવી કુશળ પ્રજા જગતમાં બીજી એકે નથી. તેની ચુંગલમાંથી હિદને છોડાવવો એ નાનુંસૂનું નિશ્ચયબળ નથી. એ બળ ગાંધીજીનું હતું, અને તે એટલું જબરું હતું કે, “ગાંધી એટલે આંધી' એમ એક પ્રાસયુક્ત શબ્દપ્રયોગ જ કોકે યોજી હતા. આવા પ્રચંડ વેગે જતા બળને બ્રેક મારવાને એવી જ જબરી શક્તિ જોઈએ. ચચલ અને ઝીણા ગાંધીજીના પ્રચંડ વેગયુક્ત કાર્યને બેકરૂપ હતા. તેમાં એ બે જણની કારકિર્દીનું મહત્વ આવી ગયું; તે તેની સાથે તેની ટીકા કે તારીફ પણ સમાય છે. એ વાતને મહિનો માસ પૂરો નથી થયા, ત્યાં તા. ૧૨મી સપ્ટેમ્બરે પાકિસ્તાનથી ખબર આવે છે કે, હિંદના મુસલમાનના કાયદે આઝમ મહમદઅલી ઝીણા ગુજરી ગયા છે. તેની સાથે હિંદના છેલ્લા દોઢેક દસકાના ઇતિહાસને એક મોટે અંક પૂરે થાય છે. આ અંકના છેવટ વિષે કાયદેઆઝમ પિતે શું ધારતા હશે, એ તે હવે કોયડે જ રહેવાને. એક એવું વિચાર આવે છે કે, ઝીણા સાહેબે અને શાંતિથી જીવ છેડથો હશે કે કેમ? આ પણ કહી શકાતું નથી. એમની તારીફ કરતાં કહેવામાં આવે છે કે, મોટામાં મોટા મુસ્લિમ રાજયને એમણે નિર્માણ કર્યું છે. કદ તથા વસ્તીમાં પાકિસ્તાન મોટામાં મોટું હશે. અને એ ઊભું થઈ શક્યું તેને માટે જે કંઈ એક વ્યક્તિની જવાબદારી જોવી હોય તો તે ઝીણા સાહેબ છે, એમાં પણ ભાગ્યે શંકા કરી શકાય. અને આવડું મોટું રાજ્ય-સંપાદન ઝીણા સાહેબે એવું ઝપાટામાં કર્યું અને તે છોડીને ગયા કે, મને એ ઉપરથી પ્રાચીન ઇતિહાસની એક વાત યાદ આવી. કહે છે કે, મહમદ ગઝનીએ (?) પિતાના પરાક્રમથી પારાવાર સમૃદ્ધિ અને રાજ્યશી સંપાદન કરી; અંતે મરવાનું આવ્યું ત્યારે તેણે એવી એ૦- ૧૨ Page #195 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સૂચના આપી હતી કે, મારા હાથ બહાર ખુલ્લા રાખીને મને દફન કરવા લઈ જ, જેથી જગત જાણે કે છેવટ હું ખાલી હાથે જ જાઉં છું. જો કાંઈ જોડે જતું હોય તે તેનું કર્યું-કારવ્યું પાપપુણ્ય જ ગયું. મહમદઅલી ઝીણાએ પાકિસ્તાન લીધુ. પણ ખાલી હાથે જ ગયા. જે કાંઈ રહ્યું તે એમના કાર્યનાં ફળ લણવાનું. આ કેવાં હશે તે હવે પછીને ઇતિહાસ કહેશે. - કહેવાય છે કે, મરનારનું માઠું ન બોલવું. વાત સાચી છે. પાકિસ્તાનને જન્મ એક રીતે જોતાં કાંઈ ઝીણાસાહેબનું વૈયક્તિક કાર્ય નથી. ઇતિહાસમાં મોટામોટા પુરુષો પણ અમુક ભાગ ભજવે છે. આ ભાગ ભવ્ય હોય છે; મહા પ્રભાવ પાડનારો હોય છે. છતાં તે આખા ઈતિહાસકાર્યને એક – ભવે મોટો માને, છતાં –– એક અંશ હોય છે. આનો ક્યાસ કરવો જોઈએ છે. જ0 ઝીણાને મેં ૧૯૧૭-૧૮ના જમાનામાં જોયા જાણ્યા છે. તેમની માનમાં ઊભો કરેલો ઝીણા-હૉલ આજેય એ દિવસોની યાદ આપે છે. એમની નીડર વકીલાત અને કુશાગ્ર બુદ્ધિ વિરલ છે. અને એમની રાજદ્વારી કુનેહ તથા આટાપાટા ખાવા તથા ખેલવાની બહાદુરી માન મુકાવે એવી વસ્તુઓ છે. તેથી શરૂમાં મેં કહેલી વિદ્યાર્થી સભામાં એમ કહેલું કે, ચીંચલ ઝીણા જેવા શક્તિસંપન્ન પુરુષે હિંદ સ્વરાજની સેવામાં પાકો, એવી હું તે મનથી પ્રાર્થના કરનાર માણસ છું. એમની ભાવના ભૂલભરેલી હશે, પરંતુ એમની શક્તિ અને પોતાને પ્રિય વસ્તુ માટૅની વફાદારી એ ભારે ગુણો છે. એ વાત ખરી કે, આવી શક્તિઓ બેધારી તલવાર જેવી છે. આમેય કામ દે અને તેમેય કામ દે. તેથી કરીને આ શક્તિની સાથે સાચા આદર્શની શુદ્ધ દષ્ટિ પણ જોઈએ. તે વગર જગતને હિટલર અને મુસોલિની જ મળે. આ વસ્તુને વિચાર કરીએ છીએ ત્યારે પાકિસ્તાન અને તેના નિર્માતાનું જીવન અને કાર્ય વ્યક્તિગત વસ્તુ મટ ઇતિહાસનું એક પ્રકરણ બને છે. - કયાંક વાંચ્યું છે કે, ઝીણા સાહેબના વડવા કાઠિયાવાડના લોહાણા હતા અને ત્રણેક પેઢી પરના એમના વડવા ખોજા મુસલમાન થયેલા. તેમના પિતા કરાંચીમાં વેપારી હતા અને ઠીક કમાતા હતા. ઝીણાને જન્મ ત્યાં ઈ. સ. ૧૮૭૬માં થયો હતો. કરાંચી માટેનો તેમને પ્રેમ આમાંથી હોય. તેમણે ત્યાં મદરેસામાં અભ્યાસ કર્યો અને પછી ત્યાંની મિશન સ્કૂલમાં ગયો. તે યુનિવર્સિટીમાં ગયા લાગતા નથી, પણ ૧૮૯૨ માં તે વિલાયત જઈ બૅરિરટર થયા હતા. Page #196 -------------------------------------------------------------------------- ________________ કાયદે-આઝમ ઝીણા ૧૭૪ આ જ સમયમાં ગાંધીજી પણ લગભગ આ જ રીતે ભણ્યા કહેવાય. માત્ર તે પાંચ છ વર્ષ મેાટા તેટલા વહેલા વિલાયતથી પસાર થઈ આવ્યા એટલું જ. વિલાયતમાં તે પણ દાદાભાઈ વગેરેને મળેલા, તેમ જ ઝીણા સાહેબે પણ ત્યાંથી દેશકામના પાઠ લીધેલા. દેશ પાછા આવી ઝીણાસાહેબ બારિસ્ટરીમાં પડયા. અને બીજી બાજુથી રાજકારણમાં પણ ભાગ લેતા, તે કૉંગ્રેસમાં જોડાયા. ગાખલેજી જોડે કાઉન્સિલ બહાર અને અંદર કામ કર્યું. ટિળક મહારાજના સંપર્કમાં પણ તે આવ્યા. કદાચ એમનું રાજકારણ ઝીણાને વધુ ગમતું હાય. કાયદાબાજીનું બંધારણવાદી રાજકારણ તે એમને ફાવે અને ગમે, એ ઉઘાડું છે. પરંતુ ૧૯૧૫ બાદ ગાંધીજી આવ્યા. તેમની નીતિરીતિ ઝીણાસાહેબને ાગ્યે જ Àાઠી, એમ લાગે છે. હેામરૂલ લીગમાં ગાંધીજી રસ લેવા લાગ્યા ત્યાંથી જ એ જણાઈ આવે છે. સવાલ એ છે કે, ઝીણાને ગાંધીજીનું કઠણ રાજકારણ શાથી ન ગમ્યું? શું એ મૉડરેટ જેવા ‘આર્મ-ચૅર રાજકારણી હતા તેથી? એમ નથી લાગતું અનુમાન તે। એવું જાય છે કે, તેમને એ પ્રકૃતિથી જ ન ગમ્યું. કદાચ એમના જેવા અતિમાની માણસને ગાંધીજીની દેારવણી સ્વીકારવાનું જ મૂળે ન રુચ્યું. કદાચ, કેટલાક કહે છે એમ, તેમને લાગ્યું કે, આમાં તે કેવળ હિંદુરાજ થઈ જશે. આ બાબતમાં કોઈ નિશ્ચય પર આવવું અઘરું છે, ક્રેમ કે એને માટે જોઈતી સામગ્રી નથી, ઝીણાસાહેબ પેાતે કે તેમને કોઈ બૉસ્વેલ જેવા અંતેવાસી આ તે કહી શકે. અસ્તુ. આ પછી ઝીણાસાહેબ કાઁગ્રેસથી અળગા થયા તે થયા. એ અંતર વધતું જ ગયું – વધારાતું જ ગયું. ગાંધીજી જેવા પણ એ ઓછું કરી ન શકયા. ૧૯૨૦-૩૦ સુધી જે ઝીણા રાષ્ટ્રીયતા અને કોમી એકતાના મેટા સ્તંભ મનાતા, તે આ વરસો બાદ હડહડતા અને કટ્ટર કોમવાદી બની ગયા ! આ મેટ માનસફેર ઘણાને માટે એક કોયડો જ છે. આમ થયા તા થયા, પણ તે પેાતાના ઇરાદેા પાર પાડવાને માટે અંગ્રેજ રાજનીતિને મદદગાર બનવા સુધી પણ ગયા. ચર્ચિલે મુસ્લિમ લીગની આ નીતિમાં પોતાની સામ્રાજ્ય-રક્ષા જોઈ. આથી એણે આ વિખવાદને ઢાલ આપી. આ આશ્રય નીચે મુસ્લિમ લીગે પણ પોતાની નીતિ ફેરવી, ઝીણાસાહેબે જાહેર કર્યું કે, હરે લીગ સક્રિય પગલાં લેવાની નીતિથી ચાલશે. આ સક્રિય પગલાં એટલે કોમી હુલ્લડો અને અશાંતિ, એમ જ થઈ રહ્યું. અંગ્રેજી Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ એક ઝલક રાજમાં હિંદના મુસલમાનોએ તેમના રાજકારણમાં હુદડને એક રાજદ્વારી શસ્ત્ર સાધનની અદાથી વાપ, એવો વાદ કરનારા પણ કેટલાક છે. આ બધા દુ:ખદ પલટાઓ અને પ્રસંગમાં પડવાની જરૂર નથી. એમાંથી અંતે પાકિસ્તાન નીપજયું. આથી મુસલમાને એક વાર તે રાજી થયા; પણ એમાંથી અત્યારે તો બધે દુ:ખ, ત્રાસ અને પીડા જ નીપજ્યાં છે. તે કોઈના ભલાને માટે નથી એમ જે કહેવાતું, તે હજી સુધી તે સાચું પડવું લાગે છે. પરંતુ આજે પાકિસ્તાન હકીકત છે. તે છે તેવું લઈને જ આગળ ચાલવું જોઈએ. આથી હિંદને કમી પ્રશ્ન ઉકલ્યો નથી; કે તેથી પાકિસ્તાનનો કમી પ્રશ્ન પણ ઊકલ્યો નથી. છતાં તેમાં મુસલમાનોને સમાધાન લેવું જોઈએ, કેમ કે તેમને જોઈતું મળ્યું છે. હિંદ પણ એમ માનીને ચાલે છે. ઝીણાસાહેબની દફનકિયા પ્રસંગે પાકિસ્તાનના વડા મૌલાના શબીર અહમદ ઉસ્માનીએ પાકિસ્તાનના આ કાર્યને ઉદ્દેશીને કહ્યું કે, “ઔરંગઝેબના જમાનાની ઇસ્લામની ઇજજત એમણે પાછી આણી; આ દેશના મુસલમાનોને માટે એમણે જે કર્યું છે તેને માટે તેઓ અહેસાનમંદ રહેશે.” ઝીણાસાહેબની કારકિર્દીની સરખામણી ઔરંગઝેબ જોડે કરવાનું મૌલાનાને સૂઝવું એ એક રીતે સૂચક છે. ઇતિહાસપટ પર નજર જતાં મને થયું કે, પાકિસ્તાનવાદનો નતુ ઇતિહાસમાં જો હોય, તો ઔરંગઝેબ, સર સૈયદ અહમદ, અને ઝીણા એ ત્રણ પરાક્રમી મુસલમાનેને સાથે વિચાર કરવા જેવો છે. ઔરંગઝેબે હિંદની કેમી એકતાની નીતિને ઊંધી વાળી અને શરિયતરાજય સ્થાપવા તાક્યું. પરિણામ એ આવ્યું કે, હિંદમાં વિખવાદ પેદા થયો, દેશ છિન્નભિન્ન થય; શીખે અને મરાઠાઓ તથા રહ્યાસહ્યા છૂટક નવા કે ઈ એક હકૂમતમાં રહ્યા નહિ; ન મરાઠાઓ તે સ્થાપી શક્યા. ૧૮૫૭માં ઔરંગઝેબને વંશજ છેવટે દિલ્હીની ગાદીએથી ગયો. અંગ્રેજો રાજા બન્યા. - અંગ્રેજોએ દેશના મુસલમાન પર કડક નજર રાખી. તેઓને દાબવા કડક હાથે કામ લેવાયું. આ નીતિને ફેરવવા માટે, મુસલમાને એને પાત્ર બેવફા નથી એમ બતાવવા સર સૌયદ અહમદે તનતોડ મહેનત કરી. બીજી બાજુથી નવી અંગ્રેજી કેળવણી મુસલમાનામાં દાખલ કરવા તે મધ્યા. પણ એમણે એક ભૂલ કરી : હિંદુ મુસલમાન એક છે એમ માનતા છતાં, તેમણે મુસલમાનોને કોંગ્રેસથી અલગ રાખવા પ્રયત્ન કર્યો. અને દલીલ એ કરી કે, મુસલમાનો પછાત છે તે હિંદુએ સરખા થાય ત્યારે કોંગ્રેસમાં જાય એ ઠીક છે. ઊલટું કરવું તે એમ જોઈતું હતું કે, પછાત લેવાથી સાથે રહે , કે Page #198 -------------------------------------------------------------------------- ________________ કાયદે આઝમ ઝીણા ૧૮૧ જેથી પછાત ને પછાત જ ન રહેવાય. પણ કદાચ એમને એમાં માનભંગ લાગ્યો. અથવા કદાચ આંબેડકરે હરિજને માટે અલગતા ચાહેલી, તે જ ન્યાયે સર સૈયદ પણ ચાલ્યા હશે. કાંઈક આવું જ ઝીણાસાહેબનેય ૧૯૨૦ બાદની કોંગ્રેસમાં જવામાં લાગ્યું. પિતાની રાજદ્વારી કુનેહની આબાદ શક્તિથી, અને અંગ્રેજોની ગરજને પૂરો લાગ જોઈ, તેમણે પોતાનું જુદું રાજકેન્દ્ર મુસ્લિમ લીગ ઊભું કર્યું. દેશમાં સાચી કોમી એકતાના અભાવથી આમાં તે ફાવ્યા. અને એમ તેમણે મુસલમાનોનું આગવું જ રાજ્ય મેળવી પેલી પછાત દશા દૂર થશે એમ માન્યું. એમાંથી શું થાય છે એ તો હવે ભાવી બતાવે તે ખરું. આમ આ ત્રણે પુરુષની ભૂલમાં એક અમુક જાતનું સરખાપણું લાગે છે. પણ લાંબી નજરે જોતાં, આ ત્રણે જણે મળીને હિંદની એકતા અને સ્વતંત્રતામાં પ્રતિગામી કામ જ કર્યું, એમ કહેવું પડે છે. હિંદના ઈતિહાસમાં ઈસ્લામનું આગમન એક બખેડાનું ઘર બન્યું હતું, તેને શમાવીને એક ઉમદા સંસ્કૃતિ જન્માવવાના પુણ્ય કામના ગણેશ બેઠા હતા. તેમાં આ પુરુષોનું કામ લોકોના મનમાં લઘુતા, દ્વેષ અને હિંસા પ્રેરનારું છેવટે બન્યું. તેથી હિંદની સંસ્કૃતિની આગેકૂચ અટકી પડી. ગાંધીજીના નેતૃત્વની જો સાચી કિંમતે હેય, તે એમાં છે કે, એ મહા-સંસ્કૃતિ-યાત્રાને જગજૂને તાર સાંધી આપ્યો. જ0 ઝીણાએ એમાં બ્રેક મારીને પણ આપણને જાગ્રત કરી સાવચેત કરવા દ્વારા સેવા જ કરી છે. એમણે આપણા સમાજશરીરની નબળાઈને જોરે નામના મેળવી, એ એમની વ્યક્તિગત કીર્તિનું કામ હમેશ યાદ રહેવાનું. પણ એ મારફતે આપણને આપણી ખરી દશા પણ બતાવી. પ્રગતિ કરવા માટે બ્રેક પણ કામ દેનારી કળ છે. ઝીણાસાહેબે મુસલમાનોને પાકિસ્તાન આપ્યું છે, તે રીતે કૃતકૃત્ય થયા. હવે મુસલમાને એમને વારસે શોભાવી શકે છે. તે વખતે કાયદે આઝમ તેમને દોરનાર નથી એ ખરું. પણ હવે તેમને છેલ્લા દોઢ દાયકાનું વિશેષ રાજકારણ નથી ચલાવવાનું. તેમણે નવું પાનું શરૂ કરવાનું છે. તે તેઓ શરૂ કરે એમાં કાયદે-આઝમના આત્માને પણ શાંતિ અને ખુશી હોઈ શકે છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે. [૨૩–૯–૪૮] નિવાપાંજલિ'માંથી] મગનભાઈ દેસાઈ Page #199 -------------------------------------------------------------------------- ________________ મૌલાના સાહેબ મૌલાના અબુલ કલામ આઝાદ દિલ્હીમાં હૃદયરોગની બીમારીથી ગયે મહિને (ફેબ્રુઆરી ૧૯૫૮) ગુજરી ગયા. અલ્લા એમને જિન્નતની શાંતિ આપે. આખા દેશે આને માટે ઊંડે શોક પાળે. પાકિસ્તાનમાં પણ સારી સહાનુભૂતિની ભાવના પ્રગટી. સૌને લાગ્યું કે, આઝાદીની લડતના યુગના ભે ધીમે ધીમે ખરતા જાય છે. આમ જોતાં, એ લડતના સ્તંભરૂપ અનેક ભડવીરો ૧૯૪૭ અગાઉ પણ ગયા છે. એમની વાત નથી કરતા. ૧૯૪૭નું આઝાદીના ઉદયનું શુભ ચોઘડિયું જોવાનું સદ્ભાગ્ય ધરાવતા અને સ્વરાજ-સ્થાપનામાં પણ અડીખમ ઊભા રહીને મધ્યે જ જનારા સ્તની વાત કરું છું. મૌલાના સાહેબ એવા એક સ્તંભ હતા. આ કેવળ સ્તુતિની પરિભાષા નથી; ખરેખર તે આઝાદીની લડતના એક અતિ વિરલ સ્તંભ હતા. હિંદમાં આઝાદીની લડતની ઇમારત ગાંધીજીએ ઊભી કરી. તેને માટે યોગ્ય સાથીઓ એમણે દેશમાંથી વીણ્યા, સંઘર્યા તથા કેળવ્યા અને એ ઇમારતને મજબૂત બનાવી. ઈ. સ. ૧૯૧૭થી એની શરૂઆત થઈ એમ માનીએ, તે આજે તેને પૂરાં ૪૦ વરસ થયાં. એ ઇતિહાસ પરથી કાંઈક કયાસ બાંધીને વાત કરવા માટે આ મુદન ઓછી ન કહેવાય. એ દૃષ્ટિએ ઉપર મેં કહ્યું કે, આ યુગમાંના એક સ્તંભરૂપ મૌલાના સાહેબ બન્યા હતા. અને એમાં એમની ભારે અને અનેખી તારીફ રહેલી છે. પહેલા ગયા સરદાર સાહેબ. તે પણ એવા જ અર્થમાં સ્તંભરૂપ હતા. હવે મૌલાનાને વારો આવ્યો. વિદાયને વારો તે હરેક માટે નક્કી આવશે જ. પરંતુ પ્રજાના મન પર તેને ઘસરકા પડયા વગર કેમ રહે બહુ વહેલેથી ગાંધીજીએ જોઈ લીધું હતું કે, આંતરિક ફટથી હિંદની પ્રજા, - છતી શક્તિએ ! – ગુલામ બની છે. માટે તેને ઉપાય એકતાની સાધના છે. તેમાં કોમી એકતા મોટી બાબત છે. તેથી તે મુસલમાન સાથીઓ Page #200 -------------------------------------------------------------------------- ________________ મોલાના સાહેબ જાણે કે શોધ્યા જ કરતા હતા. ૧૯૧૭માં મૌલાના મહમદઅલી અને થેંકતઅલી એ બે અલીભાઈઓ અને મૌલાના આઝાદ, દેશ અને કમને કારણે, અંગ્રેજની જેલ સેવતા હતા. તેમની આ બહાદુરીએ ગાંધીજીની નજર ખેંચી. ઘણું કરીને, દીનબંધુ એન્ડ્રૂઝના નિમિત્તકારણે, દિલહીના બે ખાનદાન દોસ્તની વારી ગાંધીજીને લાધી – હકીમ અજમલખાન અને ડૉ. અનસારી. આ મૈત્રીને રે હિંદની અસહકારની લડતને મજબૂત પાયે ગાંધીજીએ નાખ્યો. ખાનબંધુઓ આ દસકો પૂરો થયે, ૧૯૩૦ પછીના યુગમાં ગાંધીજીએ માયા, * અલીભાઈઓ થોડા વખત પછી એટલા સ્થિર ન નીવડ્યા. પણ મૌલાના આઝાદ ત્યારથી આજ સુધી અણનમ અડગ રહ્યા. એટલું જ નહીં, ૧૯૪૦થી ૧૯૪૭ના અતિ વસમા અને એવા જ નાજુક સમયમાં તે કોંગ્રેસના પ્રમુખ રહ્યા અને હિંદની આઝાદીની ભારેમાં ભારે મહત્ત્વપૂર્ણ વાટાઘાટો કરવાની એતિહાસિક જવાબદારી અડગતાપૂર્વક ઉઠાવી. તેમને આમાંથી ડગાવવાને માટે ઝીણાસાહેબ અને તેમની લીગે ઓછું નથી કર્યું. મૌલાના સાહેબ માટે મહેણાં અને ગાળે જાહેર રીતે વરસાવ્યું રાખ્યાં. આ કાળે ડૉ. અનસારી, હકીમ અજમલખાન જેવા સાથી તે યાતના સહવામાં ભાગ લે તેમ નહોતા. કાંઈક કરતાં જો મૌલાના ડગે તે, કોંગ્રેસ પાસે, કોમી એકતાને જપતે એક મુસલમાન ન રહે અને ગાંધીજીને હિંદસ્વરાજગઢ તૂટે નહીં તોય તેમાં ભારે ગાબડું પડે, - એ લીગની આખી ચાલબાજી હતી. મૌલાનાએ જન્મભર સેવેલે રાષ્ટ્રપ્રેમ પૂરતો મજબૂત નીવડ્યો. ખેલદિલી અને ઉદારતાથી તેમણે લીગનાં મહેણાટોણાં ઝીલ્યાં અને સામે જવાબ સરખો ન આપે. આ અડગતા મૌલાનાને માટે એક જીવનનિષ્ઠા હતી. બીજા અનેક મુસલમાને એકતાને રાજકીય નીતિ માત્ર સમજ્યા હશે, તો તેઓ કસોટીમાં પણ તે પૂરતા આઘાપાછા નીવડ્યા હશે. મૌલાનાને માટે કોમી એકતા અને રાષ્ટ્રની આઝાદી જીવનસૂત્રરૂપ હતો. તે મહાન વિદ્વાન હતા. ઇસ્લામ ધર્મના ઊંડા અભ્યાસી હતા. પણ એમના વ્યક્તિત્વની ખાસ ખૂબી એ હતી કે, તે અતિ ઝીણી નજરથી દરેક બાબતને તપાસી શકે એવી તીક્ષ્ણ બુદ્ધિવાળા અને તેને અનુરૂપ ભાષાશક્તિવાળા હતા. મૌલાના સાહેબ કઈ પ્રશ્નનું બયાન કરતા હોય, તે Page #201 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૧૪ સાંભળવું એ એક લહાવા કે લહેજત જ હતી, તમે એમની વાત માને કે ના માના, એ જુદી વસ્તુ છે; પણ જે કાંઈ એ રજૂ કરે, એને માટે તમારા દિલમાં આદર અને કદર તા પેદા કરે જ. એવી ભાષાશક્તિ અને એવું દલીલજોમ એમાં હેાય જ. સાચું અને સારૂં પકડવાની તમન્ના એમની વિદ્રત્તાનું લક્ષણ હતું. તે બધી શક્તિ એમણે દેશને ચરણે – અને ગાંધીજીની આગેવાની નીચે – બક્ષિસ ધરી. આમ કરીને તે ઓછા મુસલમાન ન ઠર્યા, પણ સાચા મુસલમાન બન્યા; એમ એમની દિલી માન્યતા હતી, તે ઇસ્લામના ઇમામ હતા. કુરાનેશરીફ પરનું એમનું ઉર્દૂ ભાષ્ય ઇસ્લામ-જગતમાં ખૂબ વખણાયું છે. અને હિંદુ બહાર પણ એમની ધાર્મિક વિદ્વત્તાની સારી પેઠે તારીફ થઈ છે. આમ મૌલાના સાહેબ રાષ્ટ્રપ્રેમથી જ નહીં, ધર્મદૃષ્ટિથી પણ લીગને એકલવીરને પડકાર આપતા હતા. આ બાબતમાં તે એકલા ચાલવાનું આવ્યું તેાય ચાલ્યા અને હિંદની આઝાદીની ઇમારતને ખરે વખતે તૂટવા કે ડોલવા ન દીધી. નહીં તે ૧૯૪૦-૭ના છેલ્લા તબક્કામાં કૉંગ્રેસની લડતનું શું થાત, તે કેવળ કલ્પવું જ રહ્યું. સ્વરાજ આવ્યા પછી તરત ગાંધીજી ગયા. મૌલાનાએ પં. જવાહરલાલને પોતાના વજા-સાથ આપવા શરૂ કર્યો, આમ તે તેમને કેળવણી ખાતું સોંપાયું; પરંતુ ખરેખર તે તે વડાપ્રધાનને માટે હરેક બાબતના સાથી, સલાહકાર અને મસલતદાર હતા. જવાહરલાલજીને એમની ભારે ઓથ હતી. અંગત રીતે જોઈએ તે।, મૌલાનાને માટે ૧૯૪૭ પહેલાં અને પછી બંને વખતે સેાસવાનું નસીબ હતું, એમ કહેવાય. ’૪૭ પૂર્વે તેમના ધર્મવાર દેશબંધુ – મુસ્લિમ લીગ તેમને ડંખતી રહી. '૪૭ બાદ તેમના કોમવાદી હિંદુ દેશબંધુ ગુપ્ત રીતે છતાં ડંખવા લાગ્યા હતા, એ દુ:ખદ બીના પણ નોંધવી જોઈએ. આ બીના, ગુલામીમાંથી આઝાદીમાં જવાના હિંદના આધુનિક પરિવર્તનની નિશાની છે. બિનકામવાર રાજ્ય સ્થાપવા માગીએ છીએ; પણ કોમી ભાવેશમાં રંગાયેલી પ્રજા છીએ. મધ્યયુગના ઇતિહાસમાંથી લાગેલા આ રંગ અને તેના આછાપાતળા પટ કે ડાઘાડપકા હવે સાફ થવા જ જોઇએ. નવા જીવનદર્શન વડે એ ભાવા શુદ્ધ ન કરીએ, તે હિંદ નબળું પડશે, એ દર્શન ગાંધીજી પેઠે જ મૌલાનાને લાધ્યું હતું. બંનેને આ એક સામાજિક અને સાંસ્કૃતિક ધર્મદર્શન સમાન હતું. માટે જ જીવનની છેલ્લી ઘડી સુધી તેણે તેમને ન ડયા. Page #202 -------------------------------------------------------------------------- ________________ ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી ૧૮૫ મૌલાનાના જવાની સાથે હિંદની આઝાદીના ઇતિહાસના આ એક મહાન પ્રકરણનું પ્રમુખ પાત્ર ભૂતકાળના ગર્ભમાં થાય છે. પણ આપણે માટે જીવતો આદેશ મૂકતું જાય છે કે, ધર્મ કે મજહબ ઝઘડો નથી પ્રેર; એખલાસ અને સબૂરી એનો મંત્ર છે. હિંદમાં બધી કેમે, બધા ધર્મો, બધી જાતિઓ – બધા, કોઈ પણ ભેદની પામરતાથી દૂર રહી, એક સબળ રાષ્ટ્ર બનશે અને જગતમાં શાંતિપાઠ સ્થાપશે. આ આદેશ મૌલાનાના જીવનને આપણે માટે સર્વોપરી બોધ છે અને આહવાન પણ છે. તેને આપણે ન ભૂલીએ. [૭-૩-૫૮] નિવાં પાંજલિ'માંથી] મગનભાઈ દેસાઈ ડે. શ્યામાપ્રસાદ કરજી બંગાળના પ્રખર દેશભક્ત ડૉ. શ્યામાપ્રસાદ મુકરજી ચિંતા અને દુ:ખદ સંજોગોમાં તા. ૨૩ જાને વહેલી સવારે સ્વર્ગવાસી થયા. કેટલાક માસથી તે અoભાવ જનસંઘના નેતા તરીકે કાશ્મીર અંગે સરકારી નીતિનો સખત વિરોધ કરતા હતા. તે અર્થે તેમણે દેશમાં થોડા જ વખત ઉપર પ્રવાસ પણ ખેડે, અને અમુક ઢબે સત્યાગ્રહ કરવા સુધી લોકો જાય એમ તેમણે સલાહ આપેલી. છેવટે પોતે જાતે તેમાં ઝંપલાવ્યું અને કાશ્મીર રાજયે પ્રવેશબધી કરેલી તેને ભંગ કરીને તે કાશમીર ગયા અને ત્યાં નજરકેદ થયા. નજરકેદમાં જ તે બીમાર પડયા અને ગણતર દિવસની માંદગી પછી હૉસ્પિટલમાં જ તેમણે ચિતી, બાવન જ વરસની ઉંમરે, દેહ છોડયો. પ્રતાપી પિતાના એક પ્રતાપી પુત્રના જવાથી બંગાળાને અને દેશને એક મોટા વિદ્વાન કેળવણીકાર અને દેશભક્તની ખોટ પડી છે. તેમનું રાજકારણ નિરાળું હતું, પણ તેમાં બહાદુર સ્વતંત્રતા જે છાંટ જોવા મળતી, તેથી શ્રી. શ્યામાબાબુ ભણેલા વર્ગમાં એક ખાસ આકર્ષણ પામ્યા હતા. ૧૯૪૭માં દેશ સ્વતંત્ર થતાં આ દેશભકતે તેની પહેલી સરકાર બનવાની જવાબદારીમાં જોડાવાનું બીડું ઝડપ્યું અને પોતાનું કામ શોભાવ્યું. તે વિરલ વક્તા હતા. છેલ્લે થોડા જ માસ પર મુંબઈની ચોપાટી પર હિંદીમાં તેમનું વ્યાખ્યાન સાંભળવાની તક મળી હતી. અખલિત અને સરળ હિંદીથી આ વિદ્વાન દેશભક્ત પોતાનું કામ લેતા હતા તે જોઈને તેમના દેશપ્રેમની અને હિંદીભાષાની શક્તિની સ્પષ્ટ પ્રતીતિ પડતી હતી. Page #203 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૧૯૪૭ પછી ધીમે ધીમે દેશનું રાજકારણ જેમ આગળ વધ્યું, તેમ શ્રી. શ્યામાબાબુની દૃષ્ટિ હિંદુવાદી લાગે એવી થતી ગઈ અને તેમણે સરકાર છોડી તથા તેના તે વિરોધપક્ષ બન્યા. કાશમીર અંગે ગમે તેટલે દષ્ટિભેદ તથા વિરોધ છતાં, જો ભારત પર ચડાઈ થશે તે તો પોતે બધા ભેદ ભૂલીને સરકાર જોડે એક બનીને માતૃભૂમિની રક્ષા માટે લડશે, એ એમની બુલંદ જાહેરાત શ્યામાબાબુની રાષ્ટ્રભક્તિની સાક્ષી તરીકે સદાકાળ હિંદના લોક યાદ કરશે. વિરોધ પ્રામાણિક નીતિભેદ પર હોય, તે કઈ રીતે રાષ્ટ્રદ્રોહ ને બની શકે. એ શ્રી. મુકરજીના રાજકારણનો ઉત્તમ બોધપાઠ એમની આપણને અમૂલ્ય ભેટ છે. શ્રી. શ્યામાપ્રસાદ હિંદની દેશભક્ત માળામાં અંકિત થઈને ગયા. એમના જીવનકાર્યની સુવાસ આપણામાં હમેશ શુભ પ્રેરતી રહો. [૨૮–૬–'પ૩] નિવાપાંજલિ'માંથી) મગનભાઈ દેસાઈ ઈસપ અને તેની વાતે [ઈસપની વાતમાં દુનિયાદારીને ડહાપણ અને વિનોદનો ભંડાર ભરેલો છે. તે વાતો જુઓ.] ખાટી દ્રાક્ષ એક શિયાળ હતું. તેને કકડીને ભૂખ લાગી. આમતેમ ફરતાં કાંઈ લાગ ખાય તો ચોરી ખાવા તાકતું હતું. નસીબ જોગે એક જણનો દ્રાક્ષના માંડવો તેને જડી ગયો. - માંડવા પર મજેદાર દ્રાક્ષની લૂમોની લૂમો લચી રહી હતી. મોંમાં પાણી આવે એવી સુંદર હતી. પણ એક વાતે વાંકું હતું – તે જરા ઊંચે હતી. તે લેવા માટે શિયાળે છલંગો મારવા માંડી. આમથી તેમથી કેટલીય વાર તેણે કૂદાકૂદ કરી. પણ કેમ કરીને દ્રાક્ષ પહોંચાયું જ નહીં. હવે શું કરવું? શિયાળ લુચ્ચું ગણાય છે. લાલચનું માથું દ્રાક્ષ ખાવા તો ગયું, પણ બરોબર બન્યું. તે એ કબૂલ કરે તો લુ શાનું? એટલે નિરાશ થઈને જતાં જતાં તે પતરાજીમાં કહે, Page #204 -------------------------------------------------------------------------- ________________ સિંહ અને ઉંદર ૧૮૭ કાચી નચ ને ખાટી રડ એ દ્રાક્ષને કોણ ખાય! સારું થયું મેં ન ખાધી, નહીં તો માંદુ પડાત.” પડીએ પણ તંગડી ઊંચી રાખવાનો સ્વભાવ આવો જ છીછરો હોય છે. “ઈસપ અને તેની વાતો ભાગ-૧" માંથી ] મગનભાઈ દેસાઈ સિંહ અને ઉંદર સિહ એક દહાડો વનમાં સૂતો હતો. પાસેના દરમાંથી એક ઉંદર નીકળ્યો. તે આમ તેમ કૂદવા ને ફરવા લાગ્યો. તેણે તો ધીમે રહીને સિહની ઉપર પણ ચડવા માંડયું ! આથી સિંહને રીસ ચડી. તેણે તેને પંજાથી પકડયો. ઉંદર કહે – વનરાજ, મને માફ કરો. જીવતદાન આપો, તો કેક દહાડે તેનો બદલો વાળીશ. નાનકડો ઉંદર વનરાજને કેક દહાડે ઉપકાર કરશે, એ વાત જ કેવી! સિંહને એ સાંભળી કૌતુક થયું. તેણે ઉંદરને જતો કર્યો. હવે એક દહાડો એવું બન્યું કે, એ સિહ પારધીઓની જાળમાં સપડાઈ ગયો. તેમાં તે એવો જકડાયો કે કેમે કરતાં નીકળાય નહીં. આથી તે ગર્જવા લાગ્યો. પણ તેથી કાંઈ જાળ તૂટે? પેલા ઉંદરે ગજના સાંભળી દરમાંથી બહાર ડોકિયું કર્યું તો તેને જીવતદાન આપનાર સિહ ફસાયેલો દેખાયો. ઝટ તેની પાસે જઈને પોતાના તીણા દાંત વડે જાળનું દોરડું તેણે કાપી કાઢયું. સિંહ જેવો સિંહ ખરેખર ઉંદર જેવાની મદદથી છૂટ્યો! - અભિમાનમાં આવી જઈ સિંહે ઉંદરને તુચ્છકારીને તે દહાડે મારી નાખ્યો હોત તો! મોટાએ પણ નાનાની કદર કરી તો કામ લાગી! ઈસપ અને તેની વાત ભાગ-૨”માંથી] મગનભાઈ દેસાઈ Page #205 -------------------------------------------------------------------------- ________________ ગંજીનો કૂતર બપોરનો વખત હતો. નિરાંતે સૂવા માટે સારી મજાની જગા ખોળતો એક કૂતરો ઘાસની ગંજી પાસે જઈ પહોંચ્યો. ગંજી પર મજાની પથારી થઈ ગઈ, તે પર એ સૂતો. હવે ચરતી ચરતી એક ગાય એ ગંજી પાસે આવી પહોંચી. જેવી કે ઘાસ ખાવા ગઈ તેવો જ કૂતરો તેને ભસવા લાગ્યો ને સામે ઘૂરક્યો. ગાયે મેં પાછું ખેંચી લીધું. થોડી વાર પછી ફરી માં નાખ્યું. કૂતરો તો એનો એ જ! ગાયને તે ખાવા જ ન દે. એને ઘાસ ખાવું તો નહોતું, પણ ગંજી પર નિરાંતે સૂવું હતું. પણ ગાયને તો ત્યાં ચરવાનું હતું અને ખાવાનું ઘાસ હતું તેથી પેટ ભરવું હતું. પણ કૂતરે તેને ઘાસ ખાવા જ દે નહીં! છેવટે ગાય થાકી અને તેણે એને કહ્યું, “અલ્યા ભૂંડા, તું તે કેવો છે ! તું ઘાસ ખાઈ ન શકે; અને મને ખાવા ન દે! આ તે તારી કેવી ખરાબ વાત છે! તારે સૂવું જ હોય તો તેને માટે હજાર જગાઓ બીજી છે, ત્યાં જા ને! મારે તો એક જ આ ગંજી છે, ત્યાં મારું ખાવાનું છે; અને તે તું મને ખાવા નથી દેતો!” છતાં કૂતરો ન ખસ્યો કે ન તેણે ગાયને ઘાસ ખાવા દીધું. ઘણી વાર માણસ પણ આમ જ અવિચાર અને ઈર્ષાથી ભરેલી રીતે વર્તે છે. આ વાત ઉપરથી તેને “ગંજીનો કૂતરો' કહેવાય છે. ઈસપ અને તેની વાત ભાગ-૨માંથી] મગનભાઈ દેસાઈ Page #206 -------------------------------------------------------------------------- ________________ વાઘ આવ્યો રે વાઘ ! ગમત ખેલને ખાતર જૂઠું બોલીએ અને પછી જૂઠાબોલામાં ખપીએ, તો કેવી હાનિ થાય, તે બતાવવા માટે “વાઘ આવ્યો રે વાઘ!'ની ઈસપની નીચેની વાત કહેવત બની ગઈ છે. એક ભરવાડનો છોકરો હતો. રાજ ઘેટાંઘકરાં ચારવા વગડામાં જતો. ઘેટાંબકરાં આમ તેમ ચરતાં હોય ત્યારે તે તેમના ઉપર નજર રાખે, એ એનું કામ. પણ એમાં ઝાઝું કરવાનું કાંઈ મળે નહીં, એટલે તે આમ તેમ ફરે, મનમાં આવે તો પાવો વગાડે, કોઈ વાર આમ તેમ બોર વીણતો ફરે. એને ખાસ સંભાળ રાખવાની એ કે, કોક દહાડે ઓચિંતો પાસેની ઝાડીમાંથી વાઘ કે વરુ ન નીકળી આવે. તે આવે તો બૂમો પાડવી, એટલે પાસેનાં ખેતરોમાં કે વગડામાં કોઈ હોય તે દોડી આવે,– આમ એના બાપે એને કહી રાખેલું. એક દહાડે બકરાંધેટાં લઈને તે ચરાવવા ગયો હતો. થોડો વખત આમ તેમ કરીને તેણે કાઢયો. પછી કાંઈ કરવાનું મળે નહિ, એટલે તેને કંટાળો આવ્યો, ને શું કરું કે મજા પડે, એ તરંગ ઉપર એનું મન ચડયું. કદી વાધ વરુ આવેલું નહિ, એટલે તે આવે તો શું થાય એની એને જાતમાહિતી નહોતી. એટલે એને તુક્કો સૂક્યો, “લાવને બૂમ પાડીએ; જોઈએ તો ખરા કે કણ કણ દોડી આવે છે! જરા મજા આવશે.” આમ વિચારી એ જોરથી ત્રાડ પાડવા લાગ્યો, “વાઘ આવ્યો રે વાઘ!” ત્રાડ સાંભળી પાસેના કેટલાક લોકો ડાંગ ને ધારિયાં લઈને દોડી આવ્યા. આવીને છોકરાને પૂછયું, “ક્યાં છે વાઘ?” વાઘ હોય તો છોકરો બતાવે ને! એ પૂછનારાઓ સામે જોઈને ખડખડ હસવા લાગ્યો ને તેણે કહ્યું, “એ તો Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ એક ઝલક મેં ખાલી મજાને સારુ બૂમ પાડી હતી. મને થયું કે, લાવને જોઈએ તો ખરા, કેવી ગમત થાય છે !” વહારે ધાયેલા લોકો છોકરા પર ચિડાઈને ચાલ્યા ગયા. હવે છોકરાને તો આ હાંસીએલની વાત થઈ ગઈ. એને એમાં મજા પડી. એક બે અઠવાડિયાં પછી આમ જ એણે તો ફરી કંટાળો કાઢવાની ઉપરની દવા કરી. પહેલાંની પેઠે લોકો દોડી આવ્યા, અને બનીને બિચારા પાછા ગયા. પણ હવે એમણે જોયું કે, “છોકરો ટીખળ કરી આપણને બનાવે છે. આ છોકરાની બૂમ સાચી ન માનવી.” એક વાર એવું બન્યું કે, ખરેખર ઝાડીમાંથી વાઘ આવ્યો. છોકરાઓ ને જોઈ કારમી ચીસ પાડી, “વાઘ આવ્યો રે વાઘ !” આસપાસ કામ કરવા આવતા લોકો હવે શાના દોડે? એમણે માન્યું કે, આ તો પેલા તોફાની નાદાન દીકરાનું ટીખળ છે; દોડી જવાની જરૂર નથી. અને કોઈ તેની પાસે ગયું નહીં. છોકરો ચીસો પાડતો રહ્યો. જીવ બચાવવા પોતે એક ઝાડ પર ચડી ગયો. વાઘે એનાં કેટલાંય ઘેટાંબકરાંને મારી નાખ્યાં. થોડી વાર પછી ખાવા માટે શિકાર લઈને વાઘ ચાલ્યો ગયો. એટલે છોકરો રડતો રડતો ઝાડ પરથી નીચે આવ્યો અને પાસેના ખેતરમાં જઈ તેણે ત્યાંના લોકોને વાત કરી. પણ હવે શું થાય? જેની માથાવટી જશૂાબોલાની પડી ગઈ, તેનો સાચો બોલ પણ પછી કોણ માને? આ ઉપરથી જ પેલો બોલ એક કવિએ કહ્યો છે કે, જે જન મશ્કરી કરવા જાય, આ મોડો વહેલો તે સપડાય; જૂઠાણું જલદી પકડાય, આખર જૂઠો જન પતાય.' ઈસપ અને તેની વાત ભાગ-૩”માંથી) મગનભાઈ દેસાઈ Page #208 -------------------------------------------------------------------------- ________________ એન્ડ્રોકિલઝ અને સિંહ ઍન્ડ્રોકિલઝ નામે એક હબસી ગુલામ હતો. ગુલામી કોને ગમે? એ તો એક દહાડો છાનોમાનો નાસી ગયો જંગલમાં. ભોગ જોગે ત્યાં એક સિહ એને મળ્યો. એને થયું, આ તો મૂઆ બાપલિયા ! પણ સિહ તો ન મારે કે ન પાછો જાય – તે તો તેની પાસે જ આવ્યા કરે! તે લંગડાતો હતો. કેમ કે તેના પગની પોચી ગાદીમાં કાંટો ભોંકાયો હતો. ઍન્ડ્રોલિઝ આ સમજ્યો. હિંમત કરીને એણે તે સિંહનો કાંટો કાઢ્યો. સિહ એને માર્યા વગર ચાલ્યો ગયો ! હવે ગામમાં એન્ડ્રોલિઝની શોધાશોધ ચાલી. શેઠ ગુલામ ખોળવા માણસો દોડાવ્યા. એન્ડોકિલક પકડાયો. રાજ્યનો કાયદો એવો હતો કે, ગુલામ જો નાસી જાય તો તેને મરણની સજા કરવી. એન્ડોકિલઝને સિંહ પાસે મરાવવાનું ઠર્યું. માણસ અને સિહની આ ક્રૂર સાઠમારી જોવા સૌ લોક ભેગું થયું. એન્ડોકિલઝ ઊભો હતો તેની સામે સિંહ છોડવામાં આવ્યો. ઘૂરકતો ને ગર્જતો સિંહ તેની પાસે તો આવ્યો. પણ આ શું? ઍન્ડ્રોકિલઝને જોઈને એ તો ધીમે ધીમે તેના પગ આગળ આવી, જાણે પાળેલો હોય, એમ, પ્રેમ કરતો બેસી ગયો! શાથી એમ હશે તે કહો જોઈએ? એ પેલો કાંટાવાળો સિહ હતો. ભલાઈ એવી ચીજ છે કે સિહ જેવાને પણ અસર કર્યા વગર રહે નહિ. ઈસપ અને તેની વાતે ભાગ-૪”માંથી] મગનભાઈ દેસાઈ Page #209 -------------------------------------------------------------------------- ________________ ગીતાનું પ્રસ્થાન સંપાદક : મગનભાઈ દેસાઈ [મહાભારતના યુદ્ધના મંડાણ પહેલાંની સિક કથાની એક ઝલક] વિદુરની ભાજી દુધને શ્રીકૃષ્ણનું સ્વાગત કર્યું અને પોતાને ત્યાં ભોજન માટે આમંત્રણ આપ્યું. પણ શ્રીકૃષ્ણ તેનો સ્પષ્ટ શબ્દોમાં અસ્વીકાર કર્યો. આમ પણ તેમણે રાજા તરફનો ઉતારો વગેરે આતિથ્ય નહોતાં સ્વીકાર્યા ને સીધા વિદુરજીને ત્યાં જ ગયા હતા; તેથી દુર્યોધનને ગુસ્સો તો હતો જ. તેમાં આથી વધારો થયો અને તેણે કહ્યું - “હે કૃષ્ણ, તમે કૌરવ પાંડવ બેઉ પક્ષના હિતેચ્છક છો; અમારા પણ પ્રિય સગા છો; ધર્મ-અર્થ-વિદ્ સુજ્ઞ પુરુષ છો. અત્યારે વળી તમે દૂતકમેં ખાસ આવ્યા છો. તો તમે અમારા રાજ્યના આતિથ્યનું ગ્રહણ કેમ નથી કરતા?” શ્રીકૃષ્ણ સાફ શબ્દોમાં તેનો જવાબ આપ્યો : “હે ભારત, દૂત કૃતાર્થ થાય એટલે કે, જે કામે તે આવ્યો હોય તે કામ થાય, તો જ તે સત્કાર ભોજનાદિ સ્વીકારી શકે.” દુર્યોધન – એ તો ઠીક વાત નથી. અમે તમારે સત્કાર કરવા આતુર છતાં તમે ના પાડે, એનું કારણ શું? નથી અમારે તમારે કઈ વેર, કે નથી આપણી વચ્ચે વિગ્રહભાવ. છતાં તમે આમ કેમ કહો! તમે ફરી વિચાર કરે. આ સાંભળી, હસતા હોય એમ શ્રીકૃષ્ણ સૌ ભણી જોઈને જવાબ વાળ્યો, “હે દુર્યોધન, કામ-ક્રોધ, લોભ, દ્વેષ, કે સ્વાર્થ યા કઈ હેતુવાદથી કે લોભથી તણાઈ જઈ હું કદી Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ વિદુરજીની ભાજી ધર્મ છોડતો નથી. જો ભાઈ, કાઈને ત્યાં જમવા માટે જવામાં સામાન્યપણે બે કારણ સંભવે : યા તો પ્રીતિ હોય તો, કે પછી આપત્તિમાં હોઈએ તો ગરજના માર્યા. હવે તમે આપણા દાખલામાં જુઓ કે, તમે મારા પર પ્રીતિ તો રાખતા નથી; અને મને અહીં એવી આપત્તિ નથી કે લાચારીથી તમારે ત્યાં મારે જમવું પડે. આ ઉપરાંત જો જોઈએ તો, ધર્મે સ્થિર એવા પાંડવો પર, કાંઈ કારણ વિના તમે ઈર્ષા રાખો છો. તેમના પરનો એ દ્રેષ મારે વિષે જ તમારો છે એમ જાણો : એવું એકાત્મ્ય તેમનું અને મારું છે. તથા ગુણી અને ધર્મી લોકો ઉપર જે માણસ કામક્રોધથી મોહવશ થઈને દાઝે બળે ને વેર બાંધે, તેને શાસ્ત્રામાં અધમ કહ્યો છે. તેવા મનુષ્યને આશરે લાંબો વખત શ્રી ટકતી કે ઊભી રહેતી નથી. અને તેથી ઊલટું એવું છે કે, મનથી ન ગમતો પણ ગુણિયલ માણસ જોઈ, તેનું ભલું કરી જીતી લઇએ, તો તેવું કરનાર માણસનો યશ લાંબો ટકે છે. “હે દુર્ગંધન, તમારું અન્ન હીન ભાવથી દૂષિત છે, તેથી હું તેનું ગ્રહણ કેમ કરી શકું? આ નગરમાં કેવળ વિદુરજીનું ઘર જ મને ખપે એવું પવિત્ર છે, અને તેથી હું ત્યાં જમીશ. "9 આમ કહીને શ્રીકૃષ્ણ દુર્યોધનને મહેલેથી નીકળીને સીધા વિદુરજીને ત્યાં પાછા ગયા. ત્યાં કૌરવો, ભીષ્મ-દ્રોણાદિ વિધિસર ફરી તેમને મળવા ગયા; તેમણે ભેટો ધરી. શ્રીકૃષ્ણે અદબભેર તે લેવાની ના પાડી અને કહ્યું, “આપ સૌએ મારું ઉચિત સન્માન કર્યું જ છે; હવે સૌ પોતપોતાને ઘેર પધારો.’ પછી શ્રીકૃષ્ણે બ્રાહ્મણોને ભોજન તથા દ્રવ્ય દક્ષિણાદિ આપી વિદુરજીનું ભાવભયું" અને પવિત્ર ભોજન સ્વીકાર્યુ. એ૦ - ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટિનું સંભાષણ આખી કૌરવ સભા શાંત બનીને બેસી ગઈ, એટલે શ્રીકૃષ્ણ, ગ્રીષ્મ ઋતુ પૂરી થઈને પહેલો મેઘ ગર્જે એમ, પોતાના દુદુભિનાદથી, ધૃતરાષ્ટ્રને ઉદ્દેશીને અને આખી સભા સાંભળે એમ, પોતાનું સંભાષણ શરૂ કર્યું. તે બોલ્યા, “હે કુરુરાજ, કૌરવો અને પાંડવો વચ્ચે શમ-શાંતિ થાય અને અનેક વીર ક્ષત્રિયો નાશ પામતા બચે, એવી યાચના કરવા હું આવ્યો છું. આ પ્રસંગ વિષે જે જાણવા જેવું છે તે બધું તમે જાણો છો; મારે એ યાચના કરવા ઉપરાંત કાંઈ વિશેષ કહેવાનું છે નહીં. “હે રાજન, આપનું આ કુરુકુલ કેવું અનુપમ છે ! તેવા કુલમાં તમારે નિમિત્તે કાંઈ અનુચિત ન થાઓ. હે કુરુપતિ, દુર્યોધન વગેરે તમારા પુત્રો ધર્મઅર્થને પાછળ કરી અત્યારે ખોટાઈ કરી રહ્યા છે. લોભથી તેમની બુદ્ધિ હણાઈ ગઈ છે, તેથી તેઓ પોતાના જ ભાંડુઓ જોડે મર્યાદા અને શિષ્ટતા ચૂકી બેઠા છે. આથી, હે રાજન, ગુરુકુલ માટે એવી આપત્તિ આવી લાગી છે કે, તેની જો ઉપેક્ષા થઈ તો પૃથ્વીનો નાશ થશે. આમ થતું રોકવું તમારા હાથમાં છે. “હે કુરુરાજ, કૌરવ પાંડવો વચ્ચે શમ-શાંતિ સ્થાપવાં અશક્ય નથી; જો તમે અને હું ધારીએ, તો એ કરી શકીએ એમ છીએ. એ આપણે અધીન વસ્તુ છે. તમે તમારા પુત્રોને વારે અને હું પાંડવોને વારું. “હે રાજા, તમે હજી એમ કેમ ન સમજો કે, પાંડવો જોડે ઝઘડવામાં કશો ફાયદો નથી? ઊલટું, જો તમે તેઓને શાંતિથી જીતી લો, તો તેઓ તમારા ભારેમાં ભારે સહાયક અને સંરક્ષક થશે. અને તેઓ કેવા બળવાન છે! તેઓના ૧૪ Page #212 -------------------------------------------------------------------------- ________________ વિષ્ટિનું સ’ભાષણ ૧૯૧ સાથથી તમને ઇન્દ્ર પણ કાંઈ કરી ન શકે, તો પૃથ્વીના રાજાઓનું તો ગજુ જ શું? ભીષ્મ, દ્રોણ, કૃપ, કર્ણ, આદિની આપની સેના અને પાંચ પાંડવ ભાઈઓ સાત્યકિ આદિની પાંડવ સેના – આ બે મળે, તો તેમની સામે કોણ • ટકે? આમ થાય તો તમે તમારા બીજા શત્રુઓને પણ હરાવી શકશો. સમજો તો, સીધી તમારા જ સ્વાર્થની આ સ્વાત છે. - - “હવે જો તેમ ન થયું, તો શું થાય તે વિચારો. એક જ કુલનાં આ બે પાંખિયાં લડે, તેમાં તમે કર્યો ધર્મ જુઓ છો વારુ? યુદ્ધમાં પાંડવો મરે અને આપના પુત્રો મરે, તેથી તમે શું સુખ શાંઠશો? એને બદલે એ બંને શૂરવીર । દળોને બચાવી લો. નહીં તો, યુદ્ધમાં તે બંને અને બધા રાજાઓ અંતે કપાઈ મરશે! હે રાજા, પૃથ્વીનો આવો નાશ થાય તેમાંથી તમે એને બચાવો. તો વેર અને અસૂયા દૂર કરીને, આ બધા રાજાઓ પણ સાથે મળીને ખાઈપી ખુશી થઈને પોતપોતાને ઘેર જઈ શકે. હું નૃપ, હું આ યાચના કરવા તમારી પાસે આવ્યો છું. “હે ધૃતરાષ્ટ્ર, તમારા નાના ભાઈના પુત્રોએ તમારું શું બગાડયું છે? તેમના પિતા એમને નાના મૂકીને મરી કે ગયા; વિધવા માતા કુંતી અને એમના પુત્રોને તમે સોડમાં લીધાં. તમે જ તેમને પાળી પોષીને મોટા કર્યાં. તો હવે ન્યાયપૂર્વક તેમનું પાલન તમે શું કામ ન કરો? તેઓ આજે દુ:ખમાં છે, ત્યારે તો ખાસ તમારે એમની ચિંતા કરવી જોઈએ. એમ ન કરો તો તમારે જ હાથે તમારા અર્થ અને તમારા ધર્મ બંને નાશ પામશે. હું આટલું યાદ કરાવી શમની યાચના કરું છું. “હે રાજન, તમારા પુત્ર સમા પાંચ પાંડવોએ પિતાતુલ્ય તમારે માટે સંદેશો મોકલ્યો છે, તે પણ કહું તે સાંભળો. Page #213 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આપને પ્રણામ કરીને તેમણે કહાવ્યું છે કે, “હે રાજન, તમારા રાજ્યમાં અમ પાંચ ભાઈઓનો પરિવાર શરૂથી બહુ દુ:ખી થયો. ઘતની તમારી શરત પ્રમાણે, અમે બાર વર્ષ વનવાસ બાદ એક વર્ષ એકાન્તવાસ પણ ભોગવ્યો. તમે અમારા પિતા-તુલ્ય છો. હવે તે શરતનો આગળનો ભાગ તમે કેમ ન પાળો? – ધર્મપૂર્વક અમને હવે અમારે રાજ્યભાગ કેમ પાછો ન આપો? હે પિતા, અમે ભૂલમાં હોઈએ તો જરૂર તમે અમને ઠપકો આપો. અમારી એટલી જ પ્રાર્થના છે કે, જે ધર્મ પંથ હોય તે અમને જણાવો અને તમે તેમ આચરો. સંસ્થાપક થક્વેક્ઝાન વિષ્ટ ધર્મે સુવાનિ !' “અને, હે ધૃતરાષ્ટ્ર, તમારા તે પાંચ પાંડવ પુત્રોએ અહીં તમારી સમક્ષ મળેલી પરિષદને માટે પણ બે શબ્દો કહાવ્યા છે, તે સૌ સભાજનો સાંભળો – “આપ સૌ ધર્મશ છો; તેવાની હાજરીમાં કશુંય અનુચિત ન થવું જોઈએ. જે સભાના સભ્યોના દેખાતાં, ધર્મ અધર્મ વડે કે સત્ય અમૃત વડે હણાય, તે સભ્યો, પણ તેની સાથે, જ હણાય છે. જે સભામાં અધર્મથી ઘાયલ થયેલો ધર્મ પ્રવેશે છે અને તેમાં બેઠેલા સભાસદો તેનું શલ્ય કાઢતા નથી, તેઓ પોતેય એ અધર્મ-શલ્યથી ઘાયલ થાય છે.' હે રાજા, પોતાનો ધર્મ સમજનાર અને શાંતિ ધ્યાનમાં રાખીને વનારા પાંડવોએ આમ સભાને જે કહાવ્યું છે, તે સત્ય છે; ન્યાયી અને ધર્મ પણ છે. એટલે પાંડવોને તેમનો રાજ્યભાગ આપો, એથી બીજું મારાથી કેમ કહી શકાય? આ સભામાં બેઠેલા આપ સૌ રાજાઓને હું પૂછું છું: “હે મહીંપાળો, ધર્મ તથા અર્થની દૃષ્ટિથી વિચારી જોઈને તમે સૌ કહો કે, આ હું ખરું કહું છું કે નહીં?' હે રાજન, ન્યાયપૂર્વક પાંડવોનું રાજ્ય દાન કરીને આ બધા ક્ષત્રિયોને મૃત્યુપાશમાંથી મુક્ત કરે; ક્રોધ છોડી શાંતિથી વર્તો; પાંડવોને Page #214 -------------------------------------------------------------------------- ________________ - - કાર, ધર્મ અને તે તે બદલ કરણે કહ્યું અને કરીને વિષ્ટિનું સંભાષણ તેમનું રાજ્ય સેપી પૂર્વ જેમ સોડમાં લો; અને એમના સહિત તમારા બધા જ પુત્રો મળીને આખું કુરુકુલ એક બની સુખ ભોગવો. હે રાજા, જાતશત્રુ યુધિષ્ઠિર કેવા ધર્મવીર છે, તે તમે જાણો છો. તમારી તથા તમારા પુત્રો પ્રત્યે આજ સુધી કેવી રીતે એ વર્યા છે, તે તમે જાણો છો. તમે તેમને ઈંદ્રપ્રસ્થ કાઢ્યા, તો તે ત્યાં ગયા. ત્યાંથી પરાક્રમ કરીને સામ્રાજ્ય મેળવ્યું, અને નેય તમારે ચરણે ધર્યું અને કદી તમારી આશા ન લોપી. તે બાદ દૂત-સભા થઈ, તેનાં ફળ તેમણે ધર્મ અને ધૃતિપૂર્વક ભોગવ્યાં; તેમની ધર્મપત્ની કૃણાનું ઘોર અપમાન પણ સાંખી લીધું; પણ તેઓ ધર્મ ચૂક્યા નહિ. હે ભારત, હું તેમનું અને તમારું બેઉનું ભલું ઇચ્છું છું. હે રાજા, તમે આજે અર્થનો અનર્થ તથા અનર્થને અર્થ માનીને, પ્રજાને ધર્મ, અર્થ અને સુખથી વેગળી ના લઈ જાઓ, તથા અતિલોભી થઈ ગયેલા દુધનાદિ તમારા 'પુત્રો પર કાબૂ રાખો." છેવટે, હે રાજન, પાંડવો તરફથી તેમને એ જણાવું કે, તેઓ શાંતિપૂર્વક તમારી સેવામાં હાજર થવા અને તેમ નહીં તો સામે યુદ્ધ કરવું પડે તો તેમ કરવા તૈયાર છે. તમને એ બેમાંથી જે વધુ પથ્ય લાગે, તેનો આશરો લો. સુવુ કિં વહુના ?” “ શ્રીકૃષ્ણનું આ ભવ્ય સંભાષણ સાંભળી બધા સભાજનો રોમહર્ષિત બની ગયા; હૃદયથી સૌએ એ ભાષણનો આદર કર્યો. આગળ પડીને કેઈ કાંઈ બોલવાની પહેલ પણ ન કરી શકહ્યું. “આમાં શ્રીકૃષ્ણને શું કહેવું !' એ વિચારમાં પડી ગયેલા સૌ સભાજનો શાંત બેઠા રહ્યા, કેઈ કશો ઉત્તર આપવા સાહસ ન કરી શક્યું. . Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણનું દુર્યોધનને સંબોધન કણ્વ મુનિ પછી દુર્યોધનને વ્યાસ ભીષ્માદિ વડીલએ કહ્યું. તે પછી નારદ મુનિએ પણ તેને મનાવવા લંબાણથી કહ્યું : “હે ભાઈ, તું તારાં આ બધાં વડીલ, સગાંસંબંધીનું માનતો નથી. તું ભારે હઠે અને અભિમાનને ઘોડે ચડ્યો છે. એમ ન કર; એ દારુણ વસ્તુ છે. અમે બ્રાહાણો તારા મિત્રો છીએ. હિતવાણી કહે એવા મિત્ર જગતમાં દુર્લભ છે. તેમની સલાહ તારે અવશ્ય સાંભળવી જોઈએ. આ વિષે ગાલવ ઋષિની હઠનું એક પ્રાચીન દષ્ટાંત છે, તે તું યાદ કર." એમ કહીને તે મુનિએ એ કથા સભામાં કહી સંભળાવી. તથા યયાતિ રાજાના અભિમાનની કથા પણ તેની જોડે કહી. અને છેવટે તે મુનિએ કહ્યું, “હે દુર્યોધન આમ હઠ અને અભિમાનથી ફાયદો નથી. તેને આ બધા તારા હિતેચ્છુઓ કહે છે તે માની જા.” આથી ધૃતરાષ્ટ્ર કહ્યું, “હે નારદ મુનિ, તમે સાચું કહો છો. પણ દુર્યોધન મને ગાંઠતો નથી.' ' આમ બોલી ધૃતરાષ્ટ્ર શ્રીકૃષ્ણને ઉદ્દેશીને કહ્યું, “હે કેશવ, અત્યારે જે બધું ચાલે છે, તે મને જરાય ગમતું નથી. પણ હું લાચાર છું. આ દુર્યોધન મારું કે તેની માતાનું કે વિદુરનું કે ભીષ્માદિ અનેક હિતૈષીઓમાંથી કેઈનું સાંભળતો નથી. એ ક્રૂર, પાપમતિ અને દુરાત્મા દુર્યોધનને હવે તમે કાંઈ કહો, જો માને તો. એમ કરે તો એ તમારું મોટું મિત્રકાર્ય થશે.” Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીકૃષ્ણનું દુર્યોધનને સાધન આથી શ્રીકૃષ્ણ દુર્યોધનને ઉદ્દેશીને કહેવા માંડ્યું, હે દુર્યોધન, તમારા અને સૌના ભલાને માટે આ કહું છું. તમે મહાપ્રાજ્ઞ કુલમાં જન્મ્યા છો; તમે જા તેમ ત અને વૃત્ત બંનેથી સંપન્ન છો: સાન સાથે અનેક ગુણો ધરાવો છો. આમ છતાં અત્યારે જે રઢે તમે ચડયા છો, એ તો દુરાત્મા, નિર્લજજ, અને નૃશંસ, તથા અકુલીન લોકને જ છાજે. તમારી વૃત્તિ લગાતાર આવી રહી છે, તે ઘોર હાનિ કરે એવી છે. પુરુષોને તે ન શોભે. અહીં બિરાજેલા તમારા આ સો વડીલો, આચાર્યો તથા મિત્રો અને કુટુંબીજનો પણ તમને ગુરુકુલના આજના વિષમ સમયે શમની જ સલાહ આપે છે. અરે, તમારાં માતાપિતા કહે છે તે તો સાંભળો! જે માણસ આવા લોકની હિતવાણી ન સાંભળે અને દુર્જનોના સંગે ચડી જાય, તેનું પતન જ થાય, એ નક્કી છે. “હે તાત, એક બાજુ પાંડવોનું વર્તન જુઓ. જન્મથી તમે તેમને પજવ્યા જ કર્યા, છતાં તેઓ ધર્માત્મા એ ભૂલી જઈને અને તમારી જોડે સારાસારી રાખીને જ વર્તે છે. તમારે પણ તેમની જોડે એમ ન વર્તવું જોઈએ? હે ભરનષભ, પ્રજ્ઞાવાન પુરુષો ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગને ધ્યાનમાં રાખીને પોતાનાં કાર્યો કરે છે. ત્રણેને સાથે સંભાળીને ન વર્તી શકાય, તો કામને છોડી દે છે અને ધર્મ અર્થને સાચવે છે. અને જો ત્રણમાંથી એક જ પસંદ કરવાનું હોય, તો ધીર પુરુષો ધર્મને, મધ્યમ શ્રેણીના પુરુષો અર્થને, અને નાદાન કે કનિષ્ઠ પુરુષો જ કામને પસંદ કરે છે. એમ લોભથી કામને વરનારો માણસ વિનાશ પામે છે. અરે, કામ અને અર્થની ઇચ્છા હોય, તોપણ પહેલો ધર્મ આચરવો; કેમ કે તે વગર કદી કામ કે અર્થ સધતાં જ નથી. હે કુરુરાજ, ધર્મ-અર્થ-કામ એ ત્રિવર્ગ સાધવાની ચાવી Page #217 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જ ધર્મ છે. સૂકા ઘાસમા પડેલી આગ જેમ વધે, તેમ ધર્મથી માણસની ઉન્નતિ વધવા લાગે છે. [, “બીજુ પણ અહીં કહેવા જેવું છે તે સાંભળો :તમે પારકું રાજ્ય અનુચિત ઉપાયથી છીનવી લેવા તાક છો, એ યાદ રાખવું કે, જે લોકો સામાન સારા વર્તન છતાં તેમની પ્રત્યે ખરાબ વર્તન રાખે છે તેઓ, જેમ કુહાડીથી વન છેદાય, તેમ પોતાને છેદી નાખે છે. છે “હે ભાઈ, તમે કર્ણ, દુ:શાસન વગેરેના બળની ગણતરી પર કૂદી રહ્યા હો, તો યાદ રાખજો કે, તે બધા, સહિત આ રાજાઓ અને ભીષ્મ-દ્રોણાદિ તમે કઈ પાંડવો સામે – ભીમ અર્જુન સામે ફાવી નહીં શકો. તમે અર્જુનનું બળ હજી ન જાણ્યું? અને હું એનો સારથિ થઈશ. તેવા અર્જુનને આ બધામાંથી કેઈ હરાવી શકે, એવો એક તો બતાવો! . . . . માટે હે દુર્યોધન, આ નરસંહાર થતો રોકો, કુલન ન બનો, અને પાંડવો સાથે સલાહ કરો. તેઓ તમારા. પિતાને જ ગાદી પર ચાલુ રાખશે; તમને જ યુવરાજ સ્થાપશે. માટે અધું રાજ્ય પાંડવોને સપો; અને આમ લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે, ત્યારે લડવાની વાતનું કપાળ કૂટવા ન બેસો.”, , આમ શ્રીકૃષ્ણ કહ્યા પછી ભીષ્મ, દ્રોણ, વિદુર તથા ધૃતરાષ્ટ્ર સૌએ ફરીને દુર્યોધનને કહ્યું, “ભાઈ, શ્રીકૃષ્ણનું કહ્યું માન અને વિનાશને આવતો ટાળ.” . . વિદુરે તો ક્રોધથી એમ પણ કહ્યું, “દુર્યોધન, તારે માટે : મને જરાય દિલગીરી નથી. હું તો આ તારાં વૃદ્ધ માતાપિતાનો વિચાર કરું છું. તું નહીં માને તો મરશે જ. પછી આ બે જણની શી દશા તું કરતો જઈશ, એ ચિંતા મને મોટી છે!” Page #218 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધના ધ २०. ધૃતરાષ્ટ્ર આંતે કહ્યું, “હે તાત, શ્રીકૃષ્ણ સાચું કહે છે; માની લે. નહીં તો તું જરૂર પરાભવ પામીશ.” આ સાંભળીને ભીષ્મ અને દ્રોણે ફરી પાછું તેને કહેવા માંડયું, “હે દુર્યોધન, લડવાની આ તારી ચરબી, યુદ્ધમાં પાંડવો શાસ્ત્ર લઈને નથી આવ્યા ત્યાં સુધી જ ટકવાની છે, એમ જાણ. બાકી, અમે તો શાંતિને અર્થે એવું જોવા ચાહીએ છીએ કે, યુધિષ્ઠિર આવે અને તને ભેટે; તારે ખભે હાથ મૂકીને સાથે થાય અને આ અધિરાજ્ય ચલાવે. એ જોઈને આ બધા રાજાઓની આંખો હર્ષાથી ભરાઈ જશે. માટે ભારતનાં બધાં રાષ્ટ્રોમાં ઢંઢેરે પિટાવ કે, અમે ભાઈઓ લડવાના નથી. એમ કરીશ તો તારી બધી ચિંતા દૂર થશે.” સુયુદ્ધના ધર્મો આમ વિચાર કર્યા પછી, બંને દળની સેનાઓને લઈ તેમના નાયક તપ:ક્ષેત્ર એવા કુરુક્ષેત્રના મેદાનમાં પહોંચ્યા. એ સમુદાય એવડો મોટો હતો કે, આખી પૃથ્વી જાણે ખાલી થઈ ગઈ હતી; કેવળ સ્ત્રીઓ, બાળકો ને વૃદ્ધો જ ઘેર બાકી રહ્યાં હતાં; હાથી, ઘોડા, રથ,"તથા નવયુવાનોથી રહિત તે થઈ ગઈ હતી ! .. દુર્યોધનને સામે જોઈને પંચાલો હર્ષથી રાજી થઈ ગયા. કેમ કે તેની જોડે લડવા તેઓ કયારના તલસતા હતા. પાંડવો પણ પોતાની સેના બરોબર ઉત્સાહમાં આવીને ખડી થયેલી જોઈને રાજી થયા. અર્જુન અને શ્રીકૃષ્ણ પણ પ્રસન્ન થયા; હર્ષમાં તેમણે પોતાના શંખ વગાડ્યા. એનો નાદ સાંભળી શત્રુસેનામાં યોદ્ધાઓ એવા તો ભડક્યા કે, શકુમ્ભ પ્રસુન્નુવુ:” (ભી), અ૦ ૧-૧૮) તેમને ઝાડો પેશાબ થઈ ગયાં! અને આ સમયે જોરથી એવું વાવાઝોડું થયું કે, કેટલાક તો તેનાથી જ અકળાઈ ગયા! Page #219 -------------------------------------------------------------------------- ________________ २०१ એક ઝલક પછી બંને પક્ષના આગેવાનો મળ્યા અને તેમણે યુદ્ધના નિયમો પ્રથમ નક્કી કર્યા : સાંજ પડયે યુદ્ધ બંધ થાય, ત્યારે કોઈ કેઇનું દુશ્મન હોય એમ નહીં, પણ પૂર્વવત્ પ્રેમથી વર્તવું. જે વાગ્યુદ્ધ કરે તેની જોડે તેવું જ યુદ્ધ લડવું; જે લડવામાંથી બહાર નીકળી જાય, તેને મારવા નહીં; રથી જોડે થી, ગજી જોડે ગજ, અશ્વી જોડે અશ્વી, અને પદાતિ કે પાયદળ જોડે પાયદળ, – જે જેવો યોદ્ધો તેવાએ તેની સાથે સામેથી યુદ્ધ લડવું. સામાવાળો વિહ્વળ થયો હોય, અથવા દુમનને એવે ભરોસે કે, તે ખોટો ઘા નહીં કરે કે લાગ સાધી નહીં લે, એવા વિશ્વાસપૂર્વક ગાફેલ રહ્યો હોય, તેનો ગેરલાભ ના લેવો. તેને હોશિયાર કરીને બંને યોદ્ધા સમભાવે સુસજજ હોય તેમ યુદ્ધ ખેલવું. કોઈની જોડે લડવામાં રોકાયો હોય તેને, કે શરણે આવેલાને, કે મોઢું ફેરવી લઈ યુદ્ધવિમુખ થાય તેને કે, જેનું શસ્ત્રાસ્ત્ર કે કવચ ઇ૦ તૂટી કે પડી ગયાં હોય તેને, – આવા કેઈના પર ઘા ન કરવો. સૂત કે સારથિઓ, કે બોજો ઉઠાવનારાઓ, કે શસ્ત્રાદિ પહોંચતાં કરનારા, કે શંખ ભેરી ઇ૦ વગાડનારા – એવા સેવકજનોને ન હણવા. આ પ્રકારના યુદ્ધધર્મો પાળવાનું નક્કી કરીને કોરવ પાંડવો છૂટા પડીને પોતપોતાને સ્થાને પહોંચ્યા. પોતાની આ પ્રકારની સ્થિતિ જોઈ છૂટા પડતાં તેમને આશ્ચર્ય થયું. પરંતુ સ્થાને પહોંચીને તેઓ ઉત્સાહ અને હર્ષથી લડવા માટે સજજ થઈ ગયા. એમ, યુદ્ધનો પ્રારંભ કરવા બંને દળ તૈયાર થઈને હુકમની વાટ જોતાં ઊભાં. બાવા. Page #220 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધનું મૂળ કારણું વ્યાસજી ધૃતરાષ્ટ્રને છેવટે એમ કહીને ગયા કે : “મોટી સેના હોય તો નકકી જીત થાય જ એમ નહીં જીત વસ્તુ જ અધૂવ છે. એમાં દેવ આખરે કરે એ જ ખરું!” આ સાંભળીને ધૃતરાષ્ટ્ર વિચારમાં પડી જઈ થોડી વાર થંભી ગયો. પછી વારંવાર ઊંડો શ્વાસ લઈને તેણે સંજયને કહ્યું, સંજય, આ બધા રાજાઓ અને તેમની સેના માથું હાથમાં લઈને શાને સારુ નીકળી પડયાં હશે વારુ? સામસામે શસ્ત્રોથી ઝૂઝશે; કોઈ પાછો નહીં પડે ને નહીં શાંત થાય. એ બધું ભૂમિ પર ઐશ્વર્ય મેળવવાની ઇચ્છાથી જ ને? મને એ કહે કે, ભૂમિમાં એવા કેવાક ગુણો છે કે, તેને ખાતર જીવને પણ છોડવા રાજાઓ તૈયાર થઈ આવ્યા છે?” - સંજય – હે રાજા, ભૂમિના ગુણી, મારી સમજ પ્રમાણે, તમને કહું તે સાંભળો. હે રાજા, આ પૃથ્વી પર બે પ્રકારનાં ભૂત કે પ્રાણીઓ વસે છે – એક સ્થાવર, બીજા જગમ. જંગમ પ્રાણીની ત્રણ બોનિઓ કે જાતો છે:-- અંડજ, સ્વેદક, અને જરાયુજ, તેઓમાં જરાયુજ શ્રેષ્ઠ છે. પશુ અને માનવો જરાયુજમાં આવે છે, તેઓ જરાયુજોમાં શ્રેષ્ઠ છે. જરાયુજ ભૂતો અનેક રૂપવાળાં હોય છે. વેદોમાં તેમના ૧૪ પ્રકાર બતાવ્યા છે. તે ૧૪ પ્રકાર તે આમ :અરણ્યવાસી એવાં સાત છે: સિંહ, વાઘ, વરાહ, પાડે, Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ એક ઝલક હાથી, રીંછ અને વાનર. અને બાકીનાં બીજાં સાત તે ગ્રામવાસી : ગાય, બકરી, ઘેટું, મનુષ્ય, ઘોડો, ગધેડો અને ખચ્ચર. એમ કુલ ૧૪ પ્રકારનાં જરાયુજ પશુઓ કહેવાય છે. હે રાજા, આ જગતને ધારણ કરનારા યશોની પ્રતિષ્ઠા તેઓમાં થયેલી છે. - “બીજાં સ્થાવર ભૂત ઉદુભિજજ કહેવાય છે. તેમાં કુલ તૃણવર્ગ કે વનસ્પતિ આવે છે. તેની પાંચ જાતિઓ ગણાવી છે – ૧. વૃક્ષ, ૨. ઝાડીનું વન, ૩. ઘાસલતા. ૪. વેલો અને ૫. વાંસ જેવાં “ત્વફસાર.” આમ ૧૪+૫ મળીને કુલ ૧૯ થાય, તેમાં પંચ મહાભૂત ઉમેરો, એટલે કુલ ૨૪ સંખ્યા થઈ. ૨૪ અક્ષરના ગાયત્રી મંત્ર પરથી આ ચોવીસ ભૂતોને પણ લોકમાં ગાયત્રી” કહે છે. એવી જે લોક-ગાયત્રી રૂપી ભૂમિ, તેમાંથી જ બધું જન્મે છે અને એમાં જ અંતે બધું મરે છે; ભૂમિ જ ભૂતમાત્રની પ્રતિષ્ઠા છે; ભૂમિ જ તેમનો પરમ આધાર છે. એટલે હવે તમે સમજી શકશો કે, જેની આ ભૂમિ, તેનું આ ચરાચર જગત થાય છે. રાજાઓ તેની અતિ ગૃધ્યા રાખે છે; તેથી એકબીજાને મારવા માટે તડે છે.” ગીતાનું પ્રસ્થાન'માંથી) મગનભાઈ દેસાઈ Page #222 -------------------------------------------------------------------------- ________________ સત્યાગ્રહની મીમાંસા સંપાદક મગનભાઈ પ્રભુદાસ દેસાઈ ૧૯૩૫માં બહાર પડેલે આ ગ્રંથ સત્યાગ્રહનું સામાજિક દર્શન, રાજ્ય અને સમાજ-વિદ્યાની દષ્ટિએ સમજાવવા પ્રયત્ન કરે છે. સત્યાગ્રહના મૂળ સિદ્ધાંતની સમજ, સમાજવાદ, સામ્યવાદ વગેરે બીજા સામાજિક સિદ્ધાંતોની દષ્ટિએ તેનું પરીક્ષણ, તેની પાછળ રહેલી સામાજિક ફિલસૂફી, વગેરે બાબતોની શાસ્ત્રીય રીતે ચર્ચા કરતું પ્રથમ પુસ્તક આને કહી શકાય. આ પુસ્તકને માટે લેખકને “પારંગત'ની પદવી પૂજ્ય ગાંધીજીને હાથે એનાયત કરવામાં આવી હતી. આ પુસ્તકનું હિંદી પણ કરવામાં આવ્યું છે. તથા અંગ્રેજી પણ તૈયાર થઈ રહ્યું છે. આ ગ્રંથમાં “નેતા કોણ બની શકે?' તે પ્રકરણ જુઓ. નેતા કેણ બની શકે ? સત્યાગ્રહની ચળવળિયાએ ઊભું કરેલું તૂત નથી. એ તો સમુદાયની ઊંડી ઉત્કટતામાંથી ઊપજે ત્યારે શરૂ કરવામાં આવતું ધર્મયુદ્ધ છે. તેથી તો ગાંધીજી ઘણી વાર કહે છે કે, સત્યાગ્રહીને લડત સહેજે સાંપડે છે, ને આમ ચેતવણી આપે છે કે, “જ્યાં જ્યાં અનીતિ અન્યાય જુઓ, ત્યાં ત્યાં ચડાઈ કરવા બંધાયા છો, એમ ન માનતા. પણ મૂંગે મોઢે રચનામક કામ કરી યોગ્યતા મેળવો. ચડાઈ વહોરવા ન નીકળો. તમારે આંગણે આવે ત્યારે વધાવજો.” તો જ તે લોકપ્રિય બને છે ને સફળ પણ થાય છે. ૨૦૫ Page #223 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આથી જ સશસ્ત્ર સૈનિકની જેમ સત્યાગ્રહ કરનારા ગમે ત્યાંથી ભાડૂતી નથી લાવી શકાતા. અંતે તો જે સમુદાયને સીધો અન્યાય વસેલો છે, તેણે જ વિરોધી પક્ષને ટક્કર ઝીલવાની છે. બીજા તો તેને, બહુ બહુ તો, મદદ જ કરી શકે. એટલે, જો તે સમુદાયની જ મૂળ શક્તિ ન હોય, તો તેને ઊછીની આપી ન લડાવી શકાય. સમુદાયને થયેલી અન્યાય તપાસવો, સમુદાયની શક્તિનો અંદાજ કાઢવો, * તેને જરૂરી સલાહ આપવી, વગેરે કામો ને ના કરી શકે. અને તે તેણે જ કરવાનાં કામો છે. પરંતુ પોતાની મૂળ તાકાત જો સમુદાયમાં ન હોય, તો તાત્કાલિક તે નહિ આપી શકાય. એવે સ્થાને નેતાએ “મૂગે મોઢે રચનાત્મક કામ કરીને ધીરજથી તે ઉપજાવવી જોઈશે. આ મૂળ તાકાત છે કે નથી તે નિર્ણય કરવા માટે નેતામાં સમતોલપણું, . ધીરજ અને અન્યાય જોઈને આવી જતા આવેગ પર કાબૂ રાખવાની શક્તિ જોઈએ. તે ન હોય, તો સમુદાયને. તે ખાડામાં જ નાખે. *- , , , સત્યાગ્રહની મીમાંસા” મગનભાઈ પ્રભુદાસ દેસાઈ પૃ૦ ૧૭૩] Page #224 -------------------------------------------------------------------------- ________________ વિવેકાંજલિ [પુસ્તકનાં વિવેચન] શ્રી. મગનભાઈ દેસાઈ તેમનાં છાપાંમાં એ અરસામાં પ્રસિદ્ધ થવા લાગેલાં નવાં પુસ્તકો – માસિકો વગેરેના અવલોકને આપતા હતા. તે સામગ્રી હવે વાચક જુએ. - ' ' “વસુંધરાનાં વહાલાં દવલાં” ૦િ શ્રી. ઝવેરચંદ મેઘાણી કિં૦ ૧-૮-૦; “ફૂલછાબ'નું ૧૯૩૭નું ભેટપુસ્તક; પૃ૦ ૨૫૦ . ' સૌરાષ્ટ્રના મધ્યમ તેમ જ નીચલા થરો વચ્ચેના પડમાંથી” રસ ખેંચીને તૈયાર કરેલી આ વાત, આપણા લેખકને સુલભ એવી, એક સામાજિક નવલ બની રહી છે. મધ્યમ થરના સડા અને દંભી મોભાનાં ભાગ બનતાં. નીચલા થરનાં સ્ત્રી-પુરુષની દશા વર્ણવવાને એમાં આછો પ્રયત્ન લાગે છે. આવી વાર્તા ગૂંથવાનું વસ્તુ લેખકને વિકટર હ્યુગોના નવલરત્ન "The Laughing Man'માંથી મળ્યું લાગે છે. તે પહેલાં શ્રી. મેઘાણીએ એક નાનકડી લઘુકથા રૂપે હ્યોની એ કથાને ઉમરાવ-સભાને પ્રસંગ ઉતાર્યો હતાઆ લાંબી કથા એ વાર્તાનું વસ્તુ સેરઠી વેશે ઉતારવાનો પ્રયત્ન છે. વાર્તા સૌરાષ્ટ્રમાં મૂકવાને માટે તેમાં જરૂરી ફેરફાર કર્યા છે; મૂળનાં બેત્રણ કથાનકોને બદલે સ્થાનિક નવાં પ્રયોજીને વહયાં છે. હૃગેની વાતમાંથી મદારી, હઠકટ ને રીંછ એ ત્રણ પાત્રો ઉપરાંત કુરૂપમી વિધવા રાણીનું પાત્ર હૃગોની “એશિયાના” પરથી જ ઘડેલું ગણાય. હૃગોની વાર્તા અમીરો અને ઇંગ્લેન્ડના અમીરી રાજકારભાર પર સચોટ પ્રહાર છે. શ્રી. મેઘાણીએ તે જગાએ કાઠી દરબાર આયા છે; પણ એ એમની વાતનું મુખ્ય પ્રહાર-સ્થાન નથી. એમણે મધ્યમ વર્ગના જઠા મોભા અને પાપી દંભ પર શરસંધાન કર્યું છે. આ પ્રહારોમાં અસ્વાભાવિક અતિરેકની પછી લાગવા છતાં, વાર્તાપ્રવાહ સહ્ય બનવાનું કારણ એ છે કે, વાર્તાની २०७ Page #225 -------------------------------------------------------------------------- ________________ મંગળમૂર્તિ સમાન મદારી અને તેજ તથા સ્ત્રી-બજારમાંથી તેને પરણી લાવનાર લાલકાકે ખાનદાન છે, ટેકીલા છે; તેથી કરીને બીજી રીતે દારૂણ બનેલું વાર્તાચિત્ર નરમ પડે છે. લોહીના વેપારના કથાનકને ઉમેરે સારો ચિતાર આપે છે. સરવાળે જોતા, વાર્તાને વણાટ – વસ્તુગૂંથણી અદેષ નથી. તેમાં પાંખાપણું અને વખલાના દેષ જણાય છે. અંગ્રેજી પરથી વસ્તુ લીધા પછી તેને અનુવાદ કર જ વધારે સારે, અનુવેશ કર સારો નહીં, એમ આ ચોપડી વાંચ્યા પછી મૂળ વાંચી જોતાં લાગ્યું. (અહીં એટલું કહી દઉં કે હૃગેના એ પુસ્તકની જાણ આ ચેપડી પરથી જ થઈ ને તે મેં પછીથી વાંચમું છે.) ક્યાં મૂળની સવાંગસુંદરતા અને કયાં અનુવેશને ગાંકાગળફાવાળ વણાટ? મૂળ વાત ધ્રુગેએ ઇંગ્લેન્ડના સૈકાના ઈતિહાસમાંથી વણી છે. કદાચ તેને અનુસરીને શ્રી. મેઘાણીએ પિતાના ટૂકડા નિવેદનમાં એક વાક્ય મૂકી દીધું કે, “વાર્તાકાળ ૨૫-૩૦ વર્ષો પરના સૌરાષ્ટ્રનો છે.” એટલે કે એક પેઢી અગાઉનો. તો પછી વાર્તામાં આંકહરક, ગાંધીયુગના જેલમહેલ, નવી પેઢીમાં નીપજે પેલો જાહેરાતી નવજુવાન, વગેરે કઈ રીતે આવ્યાં? વેશાંતર કરવામાં કાલકમદેષની ભીતિ રહે છે, અને આ વાત તેની સાક્ષી પૂરે છે. બીજી ભીતિ રહે છે તે વાતના નાના નાના તાંતણા સુવ્યવસ્થિત જોડાયા વગર રહી જાય ને તેથી થતા રસભંગની. આ વાર્તામાં એ દેષ પણ લાગે છે. કૂતરીને ધાવવા લાગી જતા બાળકનું અસ્વાભાવિક કથાનક, હોઠને કાપી જ નાખી વધારે કામગીરી વહોરતે સરજન (કેમ કે સહેલું તો મલમપટ્ટો જ હત; પણ તે કરાવે તે છોક હેડક ન બને!); બાળકને ભૂલી પ્રતાપ શેઠ પૂરતું જ ત્રણ ચૂકવી અલોપ થતી તેજું; અનાથ આશ્રમમાં કામ કરતાં નિષ્ફરતા દાખવતે ને છેઠકટા પ્રત્યે કોઈ ખાસ ભાવ વગરને સંચાલક પાછળથી સ્વપ્રમાં શી રીતે થારવા લાગ્યો એ અણસાબુ અધ્ધર આલેખન; ડોસા મદારીને હોઠટાનું કયું ગુહ્ય સંભાળવાનું હતું કે તે તેને રિબાવ્યો અને તે વચનભંગને પસ્તાવો કરવા લાગ્યો? અને હોક છોકરો પ્રતાપની મિલકતને વારસ થયો તે કયાંના કાયદાથી? આ બધી વિગતે અણસમજી વણાઈ ગઈ છે. મૂળ જતાં તેનું કારણ કળાય છે. પણ એ બધામાં લાંબાણથી પડવાનું આ ટૂંકી નોંધમાં સ્થાન નથી. એટલું કહેવું જોઈએ કે, આ અનુવેશમાં Page #226 -------------------------------------------------------------------------- ________________ વસુંધરાનાં વહાલાં દવલાં’ ૨૦: લેખકે બેધ્યાનીથી ઉતાવળ કરી હોય એવું લાગે છે; અને અનુવેશને બદલે જો મૂળને સંક્ષેપમાં અનુવાદ કર્યો હોત તા વધારે સારું થાત. તે હ્યુગેાના એક નવલરત્નને જ નહીં, આપણી રાજકર્તા પ્રજાના અમીર સમાજના એક આબાદ ચિતાર આપણે મેળવી શકત. અને એ આપણી પ્રજાએ જાણવા જોઈએ એમાં શંકા નથી. પરભાષામાંની કોઈ ચીજ આપણને આકર્ષે તે તેને સળંગ કે સંક્ષિપ્ત અનુવાદ એ જ સહજ અને સુયોગ્ય ગણાય. તેને બદલે, તેની વસ્તુ લઈ વેશાંતર કરવું (જેવું કે, શ્રી. કિશેારલાલ મશરૂવાળાએ ટૉલ્સ્ટૉયના નાટકનું ‘તિમિરમાં પ્રભા’ કર્યું છે,) એ એછું સહજ અને અનુવેશ તેા ત્રીજે નંબરે ગણાય. અનુવેશમાં લેખક કાંઈક પાતાપણું સમજી સ્વતંત્ર આલેખનનું ગૌરવ માણી શકે એમ? તે, મને લાગે છે કે, એ ઇષ્ટ મનેવૃત્તિ નથી. છતાં, અનુવેશ કરવા જ હોય તે મૂળને ખૂબ પચાવીને, સહજ રૂપે તેનું તળપદું વસ્તુ મનમાંથી સ્ફુરવું જોઈએ; તાંતણા મેળવવાની સ્થિતિ ન હાવી ઘટે. વાર્તા તા કોને વાંચવી ન ગમે ? એ પૂરતી આ વાત સૌને ગમશે. તેમાંય આ વાતનું વસ્તુ તે ઉપલા થરોને ફિટકાર અને નીચલા થરનાં ગરીબની હાય છે, અને એ આજની ફૅશનેબલ ભાવના છે, પરંતુ અનુવેશ તરીકેના એક સાહિત્ય-પ્રકાર તરીકે તથા પાત્રાલેખન અને વસ્તુવિધાનની દૃષ્ટિએ, આ કથા સફળ ન કહેવાય, [ફેબ્રુ૦ ૧૯૪૦] *વિવેકાંજલિ'માંથી ૨૦ – ૧૪ - મગનભાઈ દેસાઈ Page #227 -------------------------------------------------------------------------- ________________ “ગુજરાતની અસ્મિતા [કનૈયાલાલ મુનશી; પ્રકા ૦ ગુજરાતી સાહિત્ય પરિષદના મંત્રીઓ; કિં. ચાર આના; પૃ. ૧૮૪+૬.] ગુજરાતની અસ્મિતાનું આ એક શબ્દાંકિત ચલચિત્ર વાંચી કોઈ. પણ ગુજરાતી કે ગુજરાતણને ઉત્સાહ, વિજય, અને અભિમાનનો પાનો ચડયા. વગર નહિ રહે. શ્રી. મુનશીએ જે વિજય-મૂર્તિ ગુજરાત આ પાનામાં ચીતરી છે એ, ખરેખર, આપણ સૌ એ માતાનાં બાળકોની અસ્મિતા અને મમતાને પાત્ર છે જ. સાહિત્ય પરિષદના સંચાલકોને શ્રી. મુનશીના અભિનંદન માટે આ પુસ્તક બહાર પાડવાનું સૂઝયું એ સારું થયું. શ્રી. મુનશીએ ગુજરાતને પિતાના સાક્ષર-જીવનથી જે કાંઈ કહેવા અર્પવા ઈચ્છર્યું હશે, એને નિચોડ આટલાં સુવાચ્ય પાનાંમાં આવી જાય છે એમ કહ્યું, તો એમની નવલકથા પર આફરીન વર્ગ તકરાર તે નહિ જ કરે એવી આશા છે. “આ “અસ્મિતા' શબ્દ ૧૯૧૩–૧૪માં હું યોગસૂત્રમાંથી આપણા ઉપયોગમાં ખેંચી લાવ્યો” એટલું જ નહીં, એ શબ્દની વસ્તુ પર ત્યારથી “હું વિચાર કરું છું, અને એને પશે એવી સામગ્રી એકઠી કરું છું” – આ શ્રી મુનશીને જ એકરાર છે. એમણે પોતાની નવલોમાં જે ગુજરાતીગુજરાતની કલ્પનામૂતિઓ સર્જી છે, તે આ અસ્મિતા સેવતાં અને શ્રી. મુનશીના વિજયશીલ અને ધાકધમાકવાળા જીવનદર્શને દાખવતાં માનવીઓ છે: એમાં પણ કી. મુનશીની અસ્મિતા-પારમિતાનું જ આરાધન જોવું ઘટે. આ અસ્મિતા એટલે પ્રાંતીયતા? શ્રી. મુનશી ઠોકી ઠોકીને કહે છે કે, ના. “અમે જન્મે ગુજરાતી છીએ, અમે ગુજરાતી બેડલીએ છીએ, અમારા સંસ્કાર ગુજરાતી છે, એમ આપણામાં ગુજરાતી અસ્મિતા આવતી નથી. અસ્મિતા જે મનોદશા સૂચવે છે તેનાં બે અંગ છે : “હું છું.” અને “હું જ રહેવા માગું છું.’ એમાં એક વ્યક્તિત્વની સુરેખ કલ્પના અને એ વ્યક્તિત્વને હસ્તીમાં રાખવાને સંકલ્પ બંને રહ્યાં છે.........” “મેં ફરી ફરી કહ્યું છે તેમ, ગુજરાત પ્રાંત નથી, માત્ર જનસમુદાય નથી, માત્ર સાંસ્કારિક વ્યક્તિ નથી; એ તો પેઢીધર ગુજરાતીઓએ સંક૯૫પૂર્વક સેવેલી, પેઢીએ પેઢીએ ૨૧૦ Page #228 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતની અસ્મિતા” ૨૧૧ નવી સિદ્ધિ પામતીસામુદાયિક ઇચ્છાશક્તિએ સબળ બનેલી જીવન-ભાવના છે. એ ભાવનાનું તીવ્ર ભાન એ ગુજરાતની અસ્મિતા.” આ ભાવના – પેઢીધરન આપણા વડવાઓની પુરુષાર્થ પરંપરાઓની આ જીવંત મૂર્તિનું દર્શન, આકલન અને ઉજાળણ – તે કઈ, એનો ચિતાર આ ચોપડીમાં આપવામાં આવ્યો છે. એ સંગ્રહ છે; મુનશી જનાં લખાણમાંથી કરેલું સંકલન છે. કહેવું જોઈએ કે સંકલનકાર તેમાં ઉમદા ફાવ્યા છે, કેમ કે આખું પુસ્તક જાણે સળંગ લખેલું હોય એવી છાપ પાડે છે. આ ભાવનાના અનુશીલનને પ્રારંભ મુનશીજી જેને “નવ-આર્યાવર્તની સ્થાપના કહે છે ત્યાંથી શરૂ થાય છે. આ પુરાણકાળનું ખરું ઇતિહાસ-ચિત્ર કદાચ અન્ય હોય એની એમને પરવા નથી; કેમ કે, એમને પિતાનું ક૯૫નાચિત્ર ગમે છે, તે રચવા માટે આ છો ઇતિહાસનો આધાર હોય તે એમને બસ છે. એટલે તે કબૂલ જ કરી લે છે, “આ સિદ્ધાંતે જેટલા ક૯પવા સરસ છે તેટલા જ પુરવાર કરવા મુશ્કેલ છે.” મુનશીજી છેવટે તે ઇતિહાસનવલકાર અને ખાસ તે વકીલ રહ્યા ને! ગુજરાતના ગૌરવની આ એમણે તૈયાર કરેલી “બ્રીફ’ – વકીલાત છે. તેમાંથી તેમને આર્ય સંસ્કૃતિ માટેનો પ્રેમ ચેખે તરી આવે છે. આ નવ-આર્યાવર્તનું કાઠું આ રીતે રચાયું એમ મુનશીજી કહે છે : “(તેમાં) કુશેનાં સાહસ અને વ્યવહારકુશળતા હતાં; “ગુનાં શૌર્ય અને વ્યવસ્થાશક્તિ હતાં; હેયોની વિજયાકાંક્ષા ને પ્રગતિ સાધક ધર્મબંધનને તિરસ્કાર (?) હતો; ને તેમાં શુદ્ધ આર્યોના સંસ્કાર ને ભાવનાતા ભળ્યાં; અને આર્યોના બુદ્ધિપ્રભાવે ને સાંસ્કારિક અસ્મિતાએ બધાનું એકીકરણ કરી પ્રબલ વ્યક્તિત્વ પ્રગટાવ્યું. આર્ય દેશના સીમાડા પર પર-સંસ્કાર બાળવાની ને સર્વસંસ્કાર શુદ્ધ કરવાની વેદી રચાઈ.” પછી આ વેદીમાં એ આહુતિ કેમ ને કેવી કેવી આવી ને બળી કે વિશુદ્ધ થઈ, તેનું વર્ણન કરતાં મુનશીજીની કલમ મધ્યયુગમાં આવતાં જરા ખચકી લાગે છે. અહીં એમની કલ્પના એક સુરેખ ચિત્ર નથી આપતી, જેવું કે નવ-આયાવર્તની રચનામાં આપી શકે છે. મુસ્લિમોના આક્રમણના પ્રત્યાઘાત'માં તે એટલું જ કહે છે, “આખું આર્યાવર્ત સંસ્કારના સંરક્ષણ માટે તત્પર થયું ... સંરક્ષણવૃત્તિ એ જ જીવનને મંત્ર થઈ રહ્યો.” એક ધમભેર ચાલતી પ્રજાને આમ અચાનક પલટો શાથી થયો? વેદીની આગ ઓલવાઈ એમ જ ને? મુનશીજી આ સ્પષ્ટ નથી કરતા, તેમનું ચલચિત્ર અહીં ફેકું પડે છે. Page #229 -------------------------------------------------------------------------- ________________ . . એક ઝલક 2. મને લાગે છે, પ્રારંભ યુગમાં આર્યોનો હાથ ઉપર જ હેવાથી, એમને ઉચ્ચભાવ ને વિજયવૃત્તિ જ વધારે કેળવાયાં; તેમણે અલગ વાડાબંધી કેળવી; અલગ ધર્મપ્રથાઓ સંઘરી; એક પ્રકારનો મોટપ-ભાવ સંધરી જડ થતા ગયા. એ સ્થિતિમાં, મુસ્લિમના એકેશ્વરવાદ અને તેમના સ્વતંત્ર મિજજ આગળ આર્યો મૂંઝાઈ પડયા. તેમને હારતી જતી પ્રજાને જ અનુભવ હતો; તે પરથી તેમણે કદાચ આવનારાને એ જ ફેજ કલ્પી જડ આરામ ને ઊંઘ સેવવા માંડ્યાં હતાં. આર્યો પર મુસ્લિમ વિજય તેનું જ પરિણામ ન હતું? શ્રી. મુનશીએ આ આપણા ઇતિહાસનું ચિત્રા અધૂરું મૂક્યું છે. , આ યુગમાં સાંસ્કારિક અસહકાર' શરૂ થયો એમ એ બતાવે છે. જીવંત પરસંસ્કારને જીવનકમમાંથી જાણે બાતલ કર્યા હોય એવું માનસિક વાતાવરણ” જા; અને ભાષા ને સાહિત્ય સંસ્કૃતિ છાયામાં જ રહ્યું, એમ? ફારસી શબ્દો ત્યારે કઈ વેળા ઘુસ્યા? અને મુસ્લિમ સંગીતની અસર? તથા મુસ્લિમો પણ આપણી નાની ઊંચનીચતામાં રહેલી પ્રતિષ્ઠામાં તણાયા તે? અને એકેશ્વરવાદી સંતપરંપરા જાગી તે? સાવ અસહકાર જ ન કહી શકાય. મેં ઉપર કહ્યો તે મોટાભાવ કલ્પવો કદાચ વધારે સુરેખ અને સુસંગત નથી? - અર્વાચીન કાળમાં આવતાં અંગ્રેજી કેળવણીની નવશક્તિને પ્રાધાન્ય આપી મુનશીજી નવગુજરાતને આલેખે છે. નવગુજરાતનો ઉદય અહીં પણ ચિતે બતાવે છે : એના ઉદયનાં કારણોમાં તે નથી પડતા. આર્યોની મૂળ પ્રેરણામાં જે જોમ અને આનંદનો ઉછાળો એ રેડી બતાવે છે, એ પછીના બે યુગમાં નથી ટક્યાં. ત્યાર બાદ તદ્દન ચાલુ જમાનાના વર્ણને આવતાં, એ બેઉ પાછાં મુનશીજીની કલમમાં આવી જાય છે, એ તો સ્વાભાવિક જ હતું. આ સંગ્રહના સંપાદકોએ એના પ્રારંભમાં મુનશીજી, ઉપર એક નિબંધ ‘જોડ્યો છે. એ નિબંધની શૈલી જરા વિચિત્ર લાગી. એક પછી એક આક્ષેપક જેવું કાંઈક કલ્પીને તેને બચાવ કરતાં કરતાં પાટાને ચીતરવું એ સારું નથી લાગતું. એના કરતાં એમણે મુનશીજીની ટૂંકી જીવનકથા જ કહી હોત તો સારું થાત. તે મુનશીજીના પુસ્તકને મુખ્ય સ્થાન રહેતા અને પ્રારંબને નિબંધ તેને પૂરક બનત. છતાં, એ નિબંધ વાંચવા જેવો અને શ્રી. મુનશીને સમજવામાં મદદરૂપ થશે. - પુસ્તકની છાપ સુંદર છે; સાદા કાગળ પર પણ રૂપાળી લાગતી આ આવૃત્તિની કિંમત માત્ર ૪ આના રાખી છે. એક ફરિયાદ કરવાની છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૩ “લક્ષમાં રાખવા જેવી પાંચ બાબતે” અને તે આપણી સાહિત્ય પરિષદ સામે જ છે, તેથી તે વધારે જબરો બને છે. જોડણીનું કાંઈ ધારણ જ નથી. એક જ શબ્દની ખરી ને બેટી બેઉ જોડણી જયારે હોય ત્યારે, તે ધારણને જ અભાવ બતાવે છે એમ ઠરે. આ પુસ્તકમાં ઘણું એવું જોવા મળે છે. વ્યાકરણની પણ ભૂલ નથી મળતી એવું નથી. આ દેય આવા પ્રકાશનને માટે અને આવા પ્રકાશકોને માટે તો અક્ષમ્ય જ છે. (૨–૧૦-'૩૯] વિવેકાંજલિ'માંથી]. મગનભાઈ દેસાઈ લક્ષમાં રાખવા જેવી પાંચ બાબતો લેસ્વર માંતીભાઈ અમીન; લેક સાહિત્ય પ્રકાશન મંડળ, પુષ્ય ૧લું; કિં એક આનો.) સ્વ, મોતીભાઈ અમીનની, એમના જિંદગીભરના સેવ્ય એવા વિદ્યાર્થીવર્ગને છેલ્લી શીખ કે પિતાનું એમને માટેનું વસિયતનામું ગણાય, એવી આ લક્ષમાં રાખવા જેવી પાંચ બાબત છે. જે વર્ગમાં અને જે સંજોગોમાં સ્વર્ગસ્થ ઊછરીને કેળવણી લીધી, તેને પચાવી, તેમાંથી જનસેવાને પાક લણી દેખાડ્યો, તે બધાની સ્વર્ગસ્થ એક ફિલસૂફી જ બનાવી કાઢી હતી, એમ કહીએ તે ખોટું ન કહેવાય. આ પુસ્તિકા એ ફિલસૂફીનાં પાંચ મોતીરૂપ લેખાય. આ ફિલસૂફી આપણા મધ્યમ વર્ગના જવાનના ઘડતરની અને સુખશાંતિ તથા યથાશક્ય સેવાજીવનની હતી. નીતિમત્તા અને જવાબદારીનું ભાન એનાં પ્રેરક બળ છે. કોઈ પણ રીતની ઉછાંછળી વૃત્તિ કે કાતિવૃત્તિ એ ફિલસૂફીને પસંદ નથી. અને મધ્યમવર્ગનું પણ એ જ એક મુખ્ય ગણાય એવું લક્ષણ નથી? સ્વ૦ મોતીભાઈએ એ વર્ગના જવાનોને માટે જીવનભર ચિંતન, વિચારો અને તનતોડ મહેનત કર્યા છે. કુટુંબની જંજાળમાં પડેલા – અને મોટે ભાગે બધા એમાં પડેલા હોય, – એવા ઉત્સાહી યુવાને પોતાનાથી બનતી સેવા કરે, સામાજિક વૃત્તિ ખીલવે, અને તે પ્રમાણે સદાચાર ગોઠવીને ચાલે, એ સ્વ૦ શ્રી. મોતીભાઈની અમૂલ્ય શીખ સદાકાળ કામની રહેવાની. સેવાને સારુ ભેખ લેનારા તે વિરલ જ રહેશે. એમને ઉત્તેજન આપવાનું ઓછું જ હોય છે. એવાને દેરવાની કે શીખ આપવાની વાતને Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ' એક ઝલક એ પિતાને માટે ધૃષ્ટતા જ માનતા હતા, એમ કહી શકાય. તેઓ નમ્રતાની મૂર્તિ જેવા હતા. જીવનમાં તેમણે પોતાની મર્યાદા અકી એટલું જ નહીં, જીવનભર એને નજર આગળ રાખી, મગજનું સમતોલપણું અને દૃષ્ટિની સફાઈ કદી આવરાવી દીધી નથી. જાહેરાતખારીને તેઓ એક દેશ જ માનતા. એનાથી તે જાણે એ ભાગતા જ હતા એમ કહેવું જોઈએ. જે કાંઈ નામના તેમણે મેળવી – અને એ ઓછી નહોતી – તે પોતાની સેવાથી અને સેવા પ્રત્યેની અનન્ય નિષ્ઠાથી જ હતી. એવા જીવનના પાકરૂપે આ “પાંચ બાબતે’ છે: (૧) જીવનનું ધ્યેય નક્કી કરવું, (૨) ચારિત્રય ખીલવવું, (૩) આરોગ્ય સંભાળવું, (૪) ઉપજીવિકાને માટે મહેનત કરવી, અને (૫) લગ્ન કરવામાં શો ખ્યાલ રાખવો – એ બાબતે સદાકાળ યુવાનને વિચારવાની રહેશે. અને તેથી, અનુભવની કસોટી પર ઊતરેલી આ શિખામણ પણ યુવાનોને સદાકાળ પ્રેરક બની શકે છે. પુસ્તિકાના પ્રારંભમાં કાકા કાલેલકરના બે બોલ પણ મનનીય છે, આ પુસ્તિકાને મજકૂર યુવાન સુધી પહોંચવો જોઈએ. [મે, ૧૯૪૦]. વિવેકાંજલિ'માંથી] મગનભાઈ દેસાઈ મોતીભાઈ અમીન – જીવન અને કાય? [લે. પુરુષોત્તમ છગનલાલ શાહ; પ્રકા મંત્રીઓ, મેંતીભાઈ અમીન સ્મારક સમિતિ, આણંદ, પૃ. ૩૦ + ૬૬૪; કિં૦ ૨-૮-૦.]. ગુજરાતની (ખાસ કરીને વડોદરા રાજ્યની) આજની ભણેલી પ્રઢ પેઢીને ઘડનારાં અનેકમાં મૂંગામાં મંગુ છતાં સચોટ એક બળ તે સ્વ૦ મોતીભાઈ અમીન. એમનું એ કામ આ જીવનચરિતથી એને છાજે એવી કદર પામ્યું છે. એ જોઈ સૌ તેમની સ્મારક સમિતિને ધન્યવાદ આપશે ને તેનો આભાર માનશે. જીવનચરિતસાહિત્ય ઇતિહાસ રચવા માટે સધ્ધર સાધન હોય છે. ગુજરાતના અર્વાચીન સૈકાને (૧૮૩૭ પછીન) ઇતિહાસ ઘડનાર ફરિયાદ કરી શકે કે, આપણે લોકોએ આપણા નાના મોટા સેવકોની હકીકત સંઘરવા સારુ પૂરતી કાળજી કે ચીવટ રાખી નથી. એ દષ્ટિએ આ ગ્રંથ કે કીમતી ગણાય? મોતીભાઈ “સાહેબ” ૧૮૭૩ માં જન્મ્યા. ત્યારના કાળનો અમુક ખ્યાલ આ સેવામય વ્યક્તિના જીવનમાંથી ઇતિહાસકાર પામી શકે, Page #232 -------------------------------------------------------------------------- ________________ મોતીભાઈ અમીન – જીવન અને કાય? ગ્રંથના પાત્ર વિશે કહેવાનું બાકી નથી : “ગુજરાતના મોતી'ની કદર સૌએ ભરી ભરીને કરી છે. આ ગ્રંથ વિશે બે શબ્દ કહેવા જોઈએ. મોટો ગ્રંથ જોઈ કઈ વાચક ભડકે નહિ, કેમ કે બૉર્વેલની ઢબે કામ કરતાં ઢગબંધ સાહિત્ય એકઠું કરી, તેમાંથી જોઈતું વીણી લઈ, લેખકે અતિ પ્રવાહી શૈલીએ આ ગ્રંથ લખ્યો છે. તેનું હકીકત અને ભાવથી ભરેલું વર્ણન વાંચતાં પાનાં ઝટ ઝટ ઊકલતાં જશે, અને એમાંથી સ્વ 'સાહેબ'ની મૂર્તિ સહેજે મન પર આલેખાતી જશે. આ દષ્ટિએ લેખકનો આ પહેલો પ્રયાસ ભારે સફળ ને સ્તુત્ય છે; તેનું છૂપું કારણ તે એ છે કે, લેખક પિતાના ગ્રંથના પાત્રના ભક્ત-શિષ્ય છે. તેથી ગ્રંથમાં વાચક તેના પાત્રની સ્વતંત્ર મુલવણી કે ચર્ચાત્મક વિવેચન નહિ જોવા પામે. તેમાં શરૂમાં મેં કહી તે પ્રકારની વ્યાપક ઇતિહાસદૃષ્ટિ પણ જોવા મળતી નથી. પરંતુ તે આ ગ્રંથની ટીકા નથી, કારણ કે આ ગ્રંથને તૈયાર કરવા પાછળ તે ઉદ્દેશ્ય નહોતે. સ્મારક સમિતિએ, માફક જ નહિ, પડતર કરતાંય કદાચ ઓછી કિંમતે, આવડો મોટો ને સુંદર ગ્રંથ, સરસ છપાઈ અને ઉત્તમ સજાવટ સાથે આપ્યો, તે માટે તે અને લેખક બેઉ ધન્યવાદને પાત્ર છે. ગુજરાતમાં દરેક પુસ્તકાલયે પુસ્તકોએ જ ઘડેલી ને તેના જ આશક સમી આ સેવામૂર્તિને જીવનગ્રંથ સંઘરવો જોઈએ. જુવાનિયા તે વાંચી તેમાંથી ખંત, ચારિત્ર્યની નિખાલસ નિર્મળતા અને સેવાને મંત્ર પામે. સેવકે તેમાંથી સેવા માટે જરૂરી એવી સૂક્ષ્મ કાર્યદક્ષતા, ચીવટ, ખંત, અથાક શ્રમ, પારદર્શક પ્રમાણિકતા અને હેતુમા, તથા અજાતશત્રુ મૃદુતા નિહાળે. શિક્ષકે તેમાંથી પોતાના ધંધાને શેભાવનાર એક સામાન્ય જ ગણાય એવા માણસની પણ પ્રતિભા કેમ શોભી, તે જોઈ ધર્મ ધરે ને પિતાના કામમાં ગૌરવ ભાળે. સરકારી નોકરો, ખુશામત કે લાગવગ નહિ પણ નિર્મળ કામ ને નેકરીથી, કેટલે ઊંચે સુધી ચડી શકાય છે તે જોઈ, આજે નોકરીમાં જે અધમ વસ્તુઓ ઘૂસી ગઈ છે તે કાઢે, ને છતાં પોતાને ઊંચામાં ઊંચે લાભ સાધી શકાય એ રીતે. [જુલાઈ, ૧૯૪૨] વિવેકાંજલિમાંથી) મગનભાઈ દેસાઈ Page #233 -------------------------------------------------------------------------- ________________ “ભૂમિપુત્ર ગુજરાત ભૂદાન સમિતિએ થોડા વખત પર જાહેર કર્યું હતું કે, ભૂમિપુત્ર નામથી તેના મુખપત્ર તરીકે એક પાક્ષિક શરૂ કરવામાં આવશે અને તેના તંત્રી તરીકે શ્રી. નારાયણ દેસાઈ અને શ્રી. પ્રબોધ ચોકસી કામ કરશે. તે જાહેરાત મુજબ આ નવું પત્ર તા. ૧૧–૯–'પ૩ને ભૂમિજયંતીને દિવસે બહાર પડયું છે અને હવે દર માસની ૧લી અને ૧૫મીએ બહાર પડશે, એમ જણાવવામાં આવ્યું છે. તેનું વાર્ષિક લવાજમ રૂ. ૨ અને છૂટક નકલની કિંમત દોઢ આનો છે. (પ્રકાશન સ્થાન, યજ્ઞ પ્રકાશન સમિતિ, ૨૭૩, ગાંધીમાર્ગ, અમદાવાદ.) આ નવા પત્રને આવકાર આપું છું. ભૂમિદાન પ્રવૃત્તિમાં એક મહાશકિતશાળી મંત્ર રહેલો છે. તેની આરાધના કરી એ શક્તિને પ્રગટ કરવાનું કામ આ પત્રા કરશે એવી આશા છે. અને શ્રી. વિનોબા તેમના સંદેશમાં કહે છે એમ, આ યજ્ઞનો સંદેશ આ પત્ર ગામેગામ અને ઘેરઘેર પહોંચાડશે અને ગુજરાતની કુલ ભૂમિને છઠ્ઠો ભાગ દરિદ્રનારાયણને સમર્પણ કરાવીને કૃતાર્થ થશે. પત્રને ધ્યાનમંત્ર વેદનું નીચેનું સૂકત છે – માતા મૂનિ પુત્રોડથું પૃથિગ્યા: – હું પૃથ્વીનો પુત્ર છું અને મારી માતા ભૂમિ છે; અને પિતા પર્જન્ય છે. ધરતી પર અવતરેલા આપણે સૌ ધરતીનાં બાળ છીએ; એક જ માતાપિતાનાં ફરજંદ છીએ. ચાહે તે ધંધો રોજગાર કરીએ, પરંતુ છેવટે તેને આધાર તો ધરતી અને તેમાંથી મળતું ધન જ છે. એ ધન સી સરખી રીતે વહેંચીને ખાઈએ અને એકમેકમાં ખેંચાખેંચી કે દ્રોહ દળે ન કરીએ, તે ધરતીનું ધન તેનાં બાળકોને માટે અખૂટ જ છે. એ પૃથ્વીને તેના પુત્રોને કેલ છે. ભૂમિદાન-પ્રવૃત્તિ એ અચળ અભયવચન પર ઊભેલી છે. નવું પાક્ષિક આ આર્ષ વાણીને સારી પેઠે સમજાવે એવી પ્રભુ તેને શક્તિ આપે. [૧૩-૯-૫૩] વિવેકાંજલિ'માંથી) મગનભાઈ દેસાઈ Page #234 -------------------------------------------------------------------------- ________________ કેડિયાને આવકાર શ્રી. નાનાભાઈ ભટ્ટના તંત્રીપદે, ગ્રામદક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર તરફથી, કોડિયું' માસિક ઑગસ્ટની પહેલી તારીખે બહાર પડયું છે, એને અમે હૃદયપૂર્વક આવકાર આપીએ છીએ. શરૂમાં શ્રી. સ્વામી આનંદ ગુરુદેવ ટાગોરના “કોડિયાની ભાવના બતાવતા એક શ્લોકનો અનુવાદ મોકલેલો તે ટાંકયો છે. આ રહ્યો તે શ્લોક : આથમતે રવિ પૂછે, “મારું કાર્ય હવે આ કરશે કોણ? સુણી સૃષ્ટિ સૌ રહી સ્તબ્ધ ત્યાં ચિત્ર સમાન બનીને મૌન. હતું કોડિયું ખૂણે, સળવળ્યું, કહે વિનયથી જોડી હાથ – સુખે સિધાવે, કાર્ય બાવીશ યથાશક્તિ હું, હે દિન-નાથ!” ખરું હિંદ એટલે ગામડાં; ત્યાં જ્ઞાનસૂર્ય આજે તે આથમે જ કહેવાય; અને શહેરોમાં જ્યાં ઊગ્યો મનાય છે, ત્યાં તે તેને માત્ર આભાસ જ છે. તે પ્રસંગે કેળવણીનું જ મુખ્ય કામ લઈને શ્રી. નાનાભાઈ “કોડિયું' શરૂ કરે છે. એમાં કેટલું ઔચિત્ય છે, તે બતાવવાની જરૂર નથી. રાષ્ટ્રની શિક્ષણપ્રથા વિષે બોલતાં, પેલે દિવસે અમદાવાદમાં, વડોદરા બી.ટી. કોલેજના શ્રી. મેનને અફસેસ કર્યો કે, “ગયાં ૧૫૦ વર્ષો, રાષ્ટ્રીય શિક્ષણપ્રથા ને પદ્ધતિ નિર્માણ કરવાની દષ્ટિએ, પરાગતિનાં નકામાં જેવાં ગયાં છે; હવે આપણે શિક્ષકોએ વેળાસર કામે લાગીને આપણી પ્રજાના માનસને ફાવે એવી પદ્ધતિ, પ્રયોગ કરીને મેળવી લેવી જોઈએ, નહીં તો “મૉન્ટેસોરી'; “ડૉલ્ટન” અને “પ્રોજેકટ' ઇ૦ પશ્ચિમી પદ્ધતિઓ – ફાવે ન ફાવે તોય – આપણા લોકને ગળે વળગાડમાં આવશે; આપણે તે બધા પરથી આપણને ગોઠે તેવું રૂપ શોધી લેવું જોઈએ.” અમે આ નવા સહયોગીને પૂરી સફળતા ઇચ્છીએ છીએ. [ઑગસ્ટ, ૧૯૪૫] વિવેકાંજલિ'માંથી) મગનભાઈ દેસાઈ ૨૧૭ Page #235 -------------------------------------------------------------------------- ________________ મનસ્વી લોક જેવી મારી ગતિ છે “એક વખતે (આશરે ૩૪-૩૫ની સાલમાં) હું અને કાકાસાહેબ સેવાગ્રામ જતા હતા. રસ્તામાં કાકાસાહેબે મને પૂછ્યું કે, મગનભાઈ તમારી મહત્વાકાંક્ષા જીવનમાં શી છે? ત્યારે મેં કહ્યું કે, મહત્ત્વાકાંક્ષા નહીં હેવી જોઈએ, એ એક નાહકની જીવનની અંદર પંચાત છે, નાહકની મગજમારી ઊભી કરનારી એક ચીજ છે, એવું હું નાનપણથી જોઈ ગયા હતા. પછી કહ્યું કે, “જુએ કાકાસાહેબ, આ મહત્વાકાંક્ષા તમે કહે છે ત્યારે તમને કહું છું કે, પેલા મનસ્વી લોક જેવી મારી ગતિ છે. આ હિંદુસ્તાન સ્વતંત્ર થાય, રિપબ્લિક થાય, અને પહેલી જ વખતે અને એના પ્રમુખનું જ કામ મને સંભાળવાનું જે દેશ સેપશે, તે એ હું લેવા તૈયાર છું; અને બીજી બાજુએ સાવ નિર્જન વનમાં કુલની માફક રવડી ખાવાને વાતે પણ તું તૈયાર છું. બેની વચ્ચેથી જે આવી જાય, એ નિયત મારે મંજૂર છે.” “ષષ્ઠિપૂત સમારંભ”માંથી) મગનભાઈ દેસાઈ તા. ૧૧-૧૦–૧૯૫૯ ૨૧૮ Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની વાહમય સેવાની એક ઝલક [ સુવર્ણ જયંતી મહેસવથ] [તા. ૧-૨–૨૦૦૪) ખંડ ૨ શ્રી. ગોપાળદાસ પટેલની વાડ્મય સેવા શ્રી. મગનભાઈ દેસાઈ અને ગેપાળદાસ પટેલ ગાંધીજીના બરકંદાજે આશ્રમી જીવન જીવવાવાળા સાધક જીવનના સહપંથી મા સરસ્વતીના ઉપાસકો બોલવા-લખવામાં પષ્ટ અનુવાદકમાં એક્કા માનવીઓમાં રાજા ... જાલીમના દુશ્મન અને બાળકના આશક ! fઆ બીજ ખડમાં શ્રી ગોપાળદાસ પટેલની વાડમય સેવા અને કેટલાંક સમરણાત્મક લખાણેની પ્રસાદી આપી છે. આ પ્રસાદી આરોગવાથી શ્રી. બાપાળદાસ પટેલની નિમળ સેવા અને પ્રતિભાને ખ્યાલ આજના ગુજરાતી વાચકને આવશે. ગુજરાતી ભાષા અને તેના વાચકની અનુપમ સેવા માટે બંને પુરુષને કેટી કેટી વંદન! ધન્ય મગનભાઈ દેસાઈ! ધન્ય બાપાળદાસ પટેલ! ધન્ય ગુજરાતી વાચક! અને ધન્ય ગુજરાતી ભાષા!] Page #237 -------------------------------------------------------------------------- ________________ “લે મિઝેરાખ્શ ઉર્ફે દરિદ્રનારાયણુ’ [વિકટર હ્યુગા કૃત શકવર્તી નવલકથા : પૃષ્ઠ ૫૦૪ ડેમી; કિં૦ ૧૭૫ રૂપિયા ] આ પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ અને “અજ્ઞાન અને દારિદ્ર આ પૃથ્વી ઉપર ‘જ્યાં લગી’ કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયેગી નહિ બને.” -વિકટર ઘો ઇતિહાસે પેાતાના ચુકાદો આપી દીધા છે’ k " “ ઇતિહાસે પેાતાના ચુકાદા આપી દીધા છે અને આખું જગત સ્વીકારે છે કે, લે મિઝેરાબ્લુ' એ માનવ કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિઓમાંની એક છે.” “ આખુ* પૅરિસ તલ્લીન થઈ ગયું છે' “છેલ્લા છ દિવસથી આખું પૅરિસ · લે મિઝેરા' વાંચવામાં તલ્લીન – તરબાળ થઈ ગયું છે. પ્રત્યેક વ્યક્તિ મસ્ત બની આનંદગાર કાઢે છે. સર્વ કોઈ એની મેાહિનીમાં ખેંચાયું છે. ભવ્યતા, ન્યાયમા, અને આત્યંતિક કરુણાનું અદમ્ય વહેણ ચેામેર ઊભરાઈ રહ્યું છે — ફૈલાઈ રહ્યું છે.” - - - પૉલ જ્યુરિસ અંધે શૃગા વ્યાપી ગયા છે.” ફ્રાંસમાં જ્યાં જુઓ ત્યાં બધે હ્યુગે વ્યાપી ગયા છે. આખું ફ઼્રાંસ હ્યુગાને વાંચવા મંડી ગયું છે. હ્યુગાની કૃતિ ( ‘લે મિઝેરાલ્’)ની સવારે આઠ વાગ્યે આવૃત્તિ બહાર પડે છે અને બપાર થતાં સુધીમાં બધી નકલે ખલાસ થઈ જાય છે.” (તે વખતે હ્યુગાને ફ઼્રાંસમાંથી દેશશ્િનકાલ કરવામાં આવ્યા હતા!) 65 -આંદ્રે મારવાં ૨૦ - સેત ખત્ર Page #238 -------------------------------------------------------------------------- ________________ હૃગોની અમર કૃતિ– “લે મિરાન્ત , “વિકટર હ્યુગોની આ કથા – મિરાબ્લ”નું ખરું ઉદ્દઘાટન તે આજથી સો વર્ષ ઉપર થઈ ચૂક્યું છે. તે વખતે આખા યુરોપમાં જ્યાં જુઓ ત્યાં બધે ઇંગે વ્યાપી ગયો હતો. મિરાબ્લ’ એ માનવ કલ્પનામાંથી ઉદ્ભવેલી સર્વોત્કૃષ્ટ કૃતિઓમાંની એક ગણાય છે. અપૂર્વ પ્રેમધર્મની સાક્ષાત્ વફાદારીની મહાકથાને કદમાં કાંઈક મોટો એ આ વિસ્તૃત સંક્ષેપ પરિવાર સંસ્થાએ બહાર પાડયો, તે માટે તેના સંપાદક અને પ્રકાશકને ધન્યવાદ ઘટે છે. દારિદ્રનું મહાભારત કહેવાય એવી આ પાવકતમ કૃતિ વાંચવાથી આપણા હૃદયમાં દુઃખીને માટે સદૂભાવભરી સક્રિય સહાનુભૂતિ જન્મે છે. ખરું સાહિત્ય તે મનુષ્યના હૃદય અને મગજ સુધી પહોંચી જઈને ઘમસાણ મચાવે છે. તે તે સીધું માનવહૃદયને ચેટિી જાય છે. સાહિત્યની સાચી શક્તિ પારખીને નહિ ચાલનાર ગમે તેવો કેળવણીકાર કે રાજકારણી હશે, તે પણ તેના ટાંગા ભાગી જશે. સામાન્ય શ્રમજીવીઓને સાહિત્યને ચટકો લગાડવો હોય તે તેમના કામકાજમાં અને જીવનમાં ચેતન અને બરકત આવે તે રીતનું સાહિત્ય પેદા કરવું જોઈએ. “રાજ્ય અને રાષ્ટ્ર સામુદાયિક રીતે કાર્ય ન કરે, તે સમાજ છિન્નભિન્ન થઈ જાય. વ્યક્તિ અમુક ચાહે છે અને રાજય અમુક ચાહે છે, એ જ મોટી આંટી આપણા દેશમાં આજે છે અને વ્યક્તિની શક્તિ અને રાજ્યની શક્તિ વચ્ચે સંઘર્ષ ચાલે છે. આપણો એક અંગ્રેજીનો ધૂળ જેવો પ્રશ્ન હજી ઉકેલી શક્યા નથી. પંદર વર્ષ થયાં ભાષાને, ખાવાને, પહેરવાને અને રહેઠાણને પ્રશ્ન ઉકેલી શકતા નથી. આપણી આ કેવી નેતાગીરી છે? કેવી પામરતા આવી ગઈ છે? ભાડૂતી વિચાર લઈને ચાલવાનું આ પ રણામ છે. આપણી પાસે જમીન હોય, પાણી હોય, માણસ હોય છતાં અનાજ ન થાય એવું તે આપણું અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર છે. ભારતનું બંધારણ ચૌદ વરસ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ તથા દરેક નાગરિકને રોજી આપવાનું ફરમાન કરે છે. સ્વરાજ સરકારોના ખ્યાલમાં આ ૨૨૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ રર એક ઝલક વિચાર બરાબર કાયમ થાય તે માટે સૌએ વાતાવરણ તૈયાર કરવું જોઈએ. આજના યુગમાં આવી કૃતિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. રશિયા જેવા દેશોમાં પણ ટૉલ્સ્ટૉય ઇ૦ જેવા સાહિત્યસ્વામી રસપૂર્વક પાછા ફરી ફરીને વંચાય છે. એ બતાવે છે કે, ગરીબી ઇ૦ ગુના નથી; પરંતુ આવા માનવપ્રેમ કે હ્રદયધર્મના દ્રોહ એ ખરા અને મૂળ ગુના છે, પરિવાર સંસ્થાએ આ ઉદ્ઘાટન વિધિ દ્વારા આ મહાન લેખકને કૃતાંજલિ આપવાની મને તક આપી, તે માટે સંસ્થાના સંચાલકોને આભારી છું.' .. તા. ૨૨-૩-૧૯૬૪ - મગનભાઇ દેસાઈ શ્રી. ગેાપાળદાસને અભિનદન નાનપણથી ‘લે મિઝેરાબ્ન થી હું આકર્ષાયો છું. ફ્રેન્ચ ક્રાંતિ પેદા કરનાર અને ગરીબાની વકીલાત કરનારું જૅરદાર સાહિત્ય પેદા કરનાર વિકટર હ્યુગા હતા. હ્યુગેાની આ કથા એવી છે કે સૌને તેમાં રસ પડે – બલ્કે ફરી ફરી વાંચવાનું મન થાય. રાજકારણમાં હું વગર સમયે અમસ્તા નથી પડયો. પરંતુ આ મહાકથામાં આવે છે તેમ ગરીબગુરબાંનું રાજકારણ પેદા થાય તે માટે હું તેમાં પડયો છું. કેટલાક લોકો એમ કહે છે કે સાહિત્યના ક્ષેત્રમાં રાજકારણીય પુરુષો અને કેળવણીકારોનું શું કામ? આ દેશમાં દરેક ક્ષેત્રમાં, કેળવણી અને રાજકારણમાં સુધ્ધાં – મહાત્મા ગાંધીજીએ જે પરંપરા અને પ્રવાહ ચાલુ કર્યાં છે, તેમને કેટલાક હિતવાદીએ પેાતાના અંગત હિત માટે વાળવા પ્રયત્ન કરે છે. તેમને અમારા જેવા જે કેટલાક નડતર રૂપે હોય છે, તેમને રાજકારણી કહીને વગેાવવામાં આવે છે. ગરીબ-ગુરબાંનું ભલું થાય તે તેમને પસંદ નથી. અનુભવ એવો છે કે છેવટે રાજ્ય ગરીબ-ગુરબાંનું બેલી થઈ શકતું નથી. આ પુસ્તકમાંથી સાર ગ્રહણ કરીએ કે, જેનું કોઈ બેલી નથી, કદાચ ઈશ્વર પણ જેના બેલી નથી, તેવાં ‘વસુંધરાનાં વહાલાં દવલાં ' — દરિદ્રનારાયણના બેલી થવા હંમેશાં આપણે પ્રયત્નશીલ રહીએ. જે અંગ્રેજી ભણેલા છે, જેમની પાસે સત્તા છે, જે ફાવેલા છે તેમને કશાની જરૂર નથી. પરંતુ ગરીબના બેલી થવામાં ઘણા ગાદા ખાવા પડે છે. જેએ! પાપી દેખાતા હોય, દીનદરિદ્ર હોય, છતા સંપૂર્ણ સહાનુભૂતિને પાત્ર હોય, તેમનું જેટલા પ્રમાણમાં ભલું કરીશું, તેટલા પ્રમાણમાં જ માનવતાનાં મૂલ્ય સચવાશે. હિંદુસ્તાનમાં ગાંધીજીએ દરિદ્રનારાયણની સેવા કરવાના જે ઉપાય, શક્તિ અને વૃત્તિ બતાવ્યાં છે, તે શક્તિ અને વૃત્તિ આપણે સૌ ES Page #240 -------------------------------------------------------------------------- ________________ પાવનકારી વિશ્વમાન્ય નવલકથાઓ ૨૨૩ આવા વિશ્વસાહિત્યના પરિશીલન દ્વારા કેળવીશું, તેટલું પરિવર્તન સારું અને ઝડપી થવાનું છે, બીજી કોઈ રીતે થવાનું નથી. આજના જમાનામાં આપણા જુવાનના હાથમાં આવું સાહિત્ય વધુ ને વધુ મુકાવું જોઈએ. આ ઉદ્ઘાટન સમારંભ નિમિત્તે આ કથાનું ફરીથી ચિતનમનન કરવાની જે તક ભાઈ ૫૦ ૦ પટેલે ઊભી કરી આપી, તે માટે તેને આભાર માનું છું. તથા આવી સુંદર વાર્તા ખૂબીભેર અને સિફતથી ઉત્તમ રીતે ગુજરાતીમાં ઉતારનાર તેના સંપાદક શ્રી. ગોપાળદાસ પટેલને અભિનંદન આપું છું. તથા એ મહાન માનવકથાકાર વિકટર હ્યુગોને ભક્તિભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી છું.” તા. ૨૨-૩-૧૯૬૪ -ઠાકોરભાઈ મણિભાઈ દેસાઈ પાવનકારી વિશ્વમાન્ય નવલકથાઓ “હદયને પાવન કરે એવી વિશ્વમાન્ય અમર નવલકથાઓ અને બીજા સુંદર અને ઉપયોગી પુસ્તકો ભેટ આપીને શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી ભાષાની અને તેના વાચકોની કીમતી સેવા બજાવી છે” “આજનો ગુજરાતી વાચક કઈ ન વાંચે અને માત્ર “ગાંધીજીને જીવન માર્ગ', “ગીતાનું પ્રસ્થાન', “ શ્રીમદ્ ભાગવત”, “યોગવસિષ્ઠ', “લે મિરાબ્લ' અને શ્રી. મગનભાઈ દેસાઈનાં ગીતા અને ઉપનિષદનાં પુસ્તકો વાંચે, તે પણ જીવન ધન્ય થઈ જાય.” - ઉમાશંકર જોશી ગુજરાતી ભાષાની સાચી ખુમારી મશહુર ફ્રેંચ લેખક હૃગની પાંચ સુંદર વાર્તાઓના વિસ્તૃત સંક્ષેપ અને બીજી પાવનકારી વિશ્વમાન્ય અમર નવલકથાઓના સુંદર સંક્ષેપ એ શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. પુ છો૦ પટેલની સુંદર પ્રસાદી છે. ગુજરાતી ભાષાની સાચી ખુમારી આ અનુવાદમાં પ્રગટ થઈ છે. ગુજરાતી વાચકોએ આ સંક્ષેપે માટે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને તેમના સાથીઓને આભાર માનવો જોઈએ.” - ઝીણાભાઈ દેસાઈ Page #241 -------------------------------------------------------------------------- ________________ પુણ્યનો વેપાર [પ્રેમશૌર્ય રિતું સાહિત્ય સુલભ કરો] શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ મોટા ગજાના રાષ્ટ્રીય કેળવણીકારો અને મા સરસ્વતી દેવીના અનન્ય ઉપાસક હતા. તેઓએ પિતાના જીવન અને કલમ દ્વારા ગુજરાત અને દેશની ભારે મોટી સેવા કરી છે. ગાંધીજી, સરદારસાહેબ, કાકાસાહેબ કાલેલકર અને ગુજરાતી વાચકો પણ તેમની બુદ્ધિ અને લેખન શક્તિને પ્રમાણતા. શ્રી. ગોપાળદાસના વિશ્વસાહિત્યના અનુવાદો પર તો ગુજરાતી વાચક આજે પણ મંત્રમુગ્ધ છે. આ બંને પુરુષોની આજીવન ચાલતી આવેલી જોરદાર લેખનપ્રવૃત્તિને લીધે તેમનાં લખાણોને વિપુલ સંગ્રહ ઊભો થયો છે. ને બધાં લખાણોની ગુજરાતમાં અને દેશનાં વિવિધ ક્ષેત્રે ઉપર એક ઊંડી અને કાયમી અસર પડી છે. | મા ગુર્જરીના આ બંને સપૂતોનાં ઘણાં બધાં પુસ્તકો હાલ અપ્રાપ્ય છે. આ બધાં સુંદર અને ઉપયોગી પુસ્તકો આજના વાચકને ફરીથી સુલભ થવાં જોઈએ તથા ખાસ પસંદ કરીને કેટલાંક પુસ્તકોનું હિંદીમાં અને અંગ્રેજીમાં તેમના વિદ્યાર્થી મિત્રો ચાહકો અને યુનિવર્સિટીઓએ અનુવાદ કરાવવા જોઈએ. હજી આપણું રાષ્ટ્ર-ઘડતરનું કામ વિશેષ પુરુષાર્થ માગી રહ્યું છે, ત્યારે શ્રી. દેપાળદાસના દીકરા ડૉ. વિ. જી. પટેલ અને તેમના પરિવારે આ બધું ઉત્તમ સાહિત્ય આજે ફરીથી ગુજરાતી વાચકને ઘેર ઘેર પહોંચાડવાનું સુંદર આયોજન કર્યું છે, તે માટે તેમના સંસ્કારી પરિવારને ધન્યવાદ ઘટે છે. દરેક સંસ્કારી પરિવારે આવા પુણ્યના વેપારમાં ઉત્સાહથી જોડાઈ ગૌરવ અને ધન્યતા અનુભવવી જોઈએ. આ બંને પુરુષોને અને તેમના ચાહકોને મારી નમ્ર અંજલિ અર્પણ કરી વંદન કરું છું. અને આ પવિત્ર જ્ઞાનચક્ષમાં જોડાયેલા સૌ મિત્રો અને કાર્યકરોને ધન્યવાદ! - જસ્ટીસ એમ. પી. ઠક્કર ૨૨૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ સત્ય માટે તલસાટ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલને જીવન વિશે અપાર શ્રદ્ધા, પ્રેમ અને જિજ્ઞાસા હતી. તેને કારણે સુંદર પુસ્તકોની પ્રસાદી તેઓ ગુજરાતને ભેટ આપતા ગયા છે, નિર્મળ જીવન, સન્ય માટે તેમને તલસાટ અને દેશપ્રેમ ભારે હતો. આવા નિડર પણ નય અને પુરુષાર્થી વિદ્વાન ગાંધી-ભક્તોને ભક્તિભર્યા નમસ્કાર !” -ફિરેજ કા. દાવર સવ દેશકાળ માટે ઉપયોગી “મારા સ્નેહી મિત્ર ભાઈ પુત્ર છે. પટેલે કોચરબ આશ્રમની ગીતાજયંતી વ્યાખ્યાનમાળામાં મને પ્રેમપૂર્વક ખેંચ્યો. શ્રી. મગનભાઈ દેસાઈ તથા શ્રી ગોપાળદાસ પટેલનાં ગીતા-ઉપનિષદ અને ભાગવત જેવાં સુંદર પુસ્તકો મને ભેટ આપ્યાં. તે તરફ હું ખેંચાયો. આ બધા પ્રમાણભૂત અને સ્વચ્છ સાહિત્ય મારા અને મારા પરિવાર ઉપર ભારે મોટી કાયમી અસર કરી છે. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસનું સાહિત્ય સર્વ દેશકાળ માટે ઉપયોગી છે. તેમનું આ બધું સાહિત્ય આપણાં બાળકોના કલ્યાણ અર્થે છે. તેને આપણે સૌએ ભરપટ્ટે સ્વાધ્યાય કરવો જોઈએ.” - ન્યાયમૂર્તિ એસ. ટી. દેસાઈ લેકશાહીના અગ્રણી ઉપાસકે શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને વિજયશંકર ભટ્ટ લોકશાહીના અગ્રણી ઉપાસક હતા. નાનપણથી આ બધા ખંતીલા, ઉદ્યમી અને ભારે અભ્યાસી હતા. પુસ્તકને સાર અથવા તેને મુખ્ય સિદ્ધાંત પકડવાની હતી તેમની આગવી હતી. આ ત્રિપુટીએ સુંદર પુસ્તકો પ્રસિદ્ધ કરીને પ્રશસ્ય કામગીરી અદા કરી છે. ગુજરાત સદા તેમનું ઋણી રહેશે.” તા. ૨૭-૪-૧૯૬૪ - ન્યાયમૂર્તિ શેલત ૨૨૫ એ૦ – ૧૫ Page #243 -------------------------------------------------------------------------- ________________ રાષ્ટ્રને નિળ રાખવાનું કાય “ગુજ. યુનિ.ના શિક્ષણનું માધ્યમ માતૃભાષા હોવું જોઈએ, તે વિચારને પચાવી આખું ગુજરાત ધમધમી ઊઠે તે રીતે રજૂ કરનાર તે મગનભાઈ દેસાઈ જ હતા. ગુજરાતના લાકો જાણી લે કે, મગનભાઈ દેસાઈ અને ગાપાળદાસ પટેલ અંગેજી અને બીજી વિદેશી ભાષાઓના પ્રેમી હતા, અને માતૃભાષા ગુજરાતીના ચાહક હતા. શ્રી. ગેાપાળદાસ પટેલે તા સંત-સાહિત્ય અને વિશ્વ-સાહિત્યના ગુજરાતીમાં ધોધ વહેવડાવ્યો છે. આ બે ગાંધી-ભક્તોએ આવું પથ્ય સાહિત્ય આપણા માટે ઊભું કરી રાષ્ટ્રને નિર્મળ રાખવાનું કામ સાત્ત્વિક ધગશથી કર્યું છે. તે માટે ધન્યવાદ ! – વાસુદેવ મહેતા રાષ્ટ્રને માદન “રાષ્ટ્રીય કેળવણી, યુનિ. શિક્ષણ, લેાક શિક્ષણ, અધ્યાત્મ અને વિશ્વ સાહિત્ય જેવા કટોકટીના કહી શકાય તેવા પ્રશ્નો વિષે શ્રી, મગનભાઈ દેસાઈ અને શ્રી, ગાપાળદાસ પટેલે પેાતાની આર્ષદૃષ્ટિથી ગુજરાત યુનિવ અને ગૂજરાત વિદ્યાપીઠ અને રાષ્ટ્રને માર્ગદર્શન આપતા ગયા છે.” ડૉ એમ. એન. દેસાઈ . વિશ્વના સાહિત્ય-સમ્રાટની ગુજરાતમાં પધરામણી 66 “ શ્રી. મગનભાઈ દેસાઈ તથા શ્રી. ગેાપાળદાસ પટેલે ધર્મ, કેળવણી અને ગાંધિયન તત્ત્વજ્ઞાન ઉપર સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે. ઉપરાંત ગોપાળદાસે સ્કૉટ, ડૂમા, ડિકન્સ હ્યુગેા અને ટૌલ્સ્ટૉય જેવા વિશ્વના સાહિત્યસમ્રાટોની ગુજરાતમાં પધરામણી કરાવીને અદ્દભુત કાર્ય કર્યું છે. એસ. આર. ભટ્ટ ૧૩ Page #244 -------------------------------------------------------------------------- ________________ બોધભાષા તે માતૃભાષા જ રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી. મગનભાઈ દેસાઈ અને તેમના સહથી શ્રી. ગોપાળદાસ પટેલના પિતા અને પ્રતિભા અનેક રીતે ન્યારા અને અને ખાં હતાં. સ્વાધીન ભારતના લોક-શિક્ષણના ઇતિહાસમાં રાષ્ટ્રઘડતરના સાહિત્યસર્જન અને પત્રકારિત્વમાં તેમણે પહેલાં પગલાં કદાપિ ભૂંસી શકાશે નહિ. આઝાદી મળ્યા પછી આપણા દેશમાં શિક્ષણના સુધારાની બાબતમાં હવાતિયાં મારતી આપણી યુનિવર્સિટીઓની બેધપાષા તે માતૃભાષા જ હોઈ શકે એવો વિદ્યામંત્ર આપીને તેનું પ્રતિકર પ્રદર્શન સૌપ્રથમ ગુજરાત યુનિવમાં કરાવવાનું માન શ્રી. મગનભાઈ દેસાઈને ફાળે જાય છે. એક પણ ગુજરાતી પોતાની માતૃભાષા ભૂલે, તેની અવગણના કરે, કે તેનાથી શરમાય, એમ મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ ઇચ્છતા ન હતા.” - બિહારીલાલ પોપટલાલ શાહ સાચા બોલા અને આખા બોલા મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલની રાષ્ટ્રીય શિક્ષણની અને સાહિત્ય-સર્જનની ગૂજરાત વિદ્યાપીઠની કામગીરી ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આ બંને પુરુષ સત્તા અને સંપત્તિથી સે જોજન દૂર રહ્યા હતા. તેઓ રાષ્ટ્રીય શિક્ષણના ફકીર હતા. તેઓ બંને સાચા બેલા અને આખા બોલા હતા.” -દિનશા પટેલ મારા મોટા ભાઈ "શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ મારા મોટા ભાઈ હતા. ખાવાધાતી શારીરિક તકલીફમાં પણ તેમના અમર લખાણમાં આપણા આત્માને ઉનન અને સુવિશાળ કરવાની પ્રચંડ શક્તિ હતી.” - ડૉ. ઠાકોરભાઈ પટેલ ૨૭ Page #245 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીના સિપાઈઓ “શ્રી. મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ ગાંધીજીના સાચા સિપાઈએ, ઉત્તમ સાહિત્યસેવકો, લોકશિક્ષણના આજીવન ભેખધારીઓ અને નિડર પત્રકારો હતા. ગોપાળદાસ મગનભાઈ દેસાઈના અનન્ય ભક્ત પણ હતા. ભાવિ પેઢીઓ માટે તેમણે વિશ્વ-સાહિત્ય અને ધર્મ-સાહિત્યનો જે ધોધ વહેવડાવ્યો છે, તેને ગુજરાતી વાચકે પૂરો લાભ ઉઠાવવો જોઈએ. મારા તેમને અંતરનાં કોટી કોટી વંદન!” - ડૉ. વિહારી ગેપાળદાસ પટેલ અમારા શિરછત્ર “અતિ લાંબી માંદગીમાં પણ મારા સસરા ‘કાકા’એ (શ્રી. ગેપાળદાસ પટેલ) ભારે હિમત, પૈય, વાત્સલ્ય અને પ્રેમશૌર્યથી માનવજાતને મૂલ્યવાન વારસો રાષ્ટ્રને ભેટ આપ્યો છે, તેને આનંદ અને ગૌરવ અમારું કુટુંબ અનુભવે છે. આવા બહાદુર અને સેવાભાવી વડીલ પ્રાપ્ત થવા એ અમારું અહોભાગ્ય છે. ‘કાકા’ અમારા આખા પરિવારના શિરછત્ર હતા. ‘કાકા’ જેની હિમાયત કરતા હતા તેવી લોકશિક્ષણની રચનાત્મક પ્રવૃત્તિઓ – ખાસ કરીને તેમનું મૃતિ ગ્રંથાલય અને સાહિત્ય સર્જન વધુમાં વધુ લોકપ્રિય થાય એ જ શુભેચ્છા.” - યોગીનીબહેન પટેલ ઉમદા સાહિત્ય સેવા શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી ૫૦ ૦. પટેલની સાહિત્ય-સેવાની સુંદર અને ઉમદા કામગીરી ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નેધાશે. ગુજરાત સદાકાળ તેમનું ઋણી રહેશે. આ ત્રિપુટીને મારા હૃદયનાં વંદન. તેમને અને તેમની પ્રકાશક સંસ્થાને અભિનંદન. પ્રકાશનની આ ઉમદા પ્રવૃત્તિ સતત ચાલવી જોઈએ.” - ડૉ. એમ. એમ, ભમગરા, ૨૨૮ Page #246 -------------------------------------------------------------------------- ________________ ધજા ફરકયા કરશે . શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી, ગોપાળદાસ પટેલની ઉજજવળ કીતિ તા ‘સત્યાગ્રહની મીમાંસા', ‘ગીતા' ‘ઉપનિષદ', ‘શ્રીમદ્ ભાગવત', ‘યોગવાષિષ્ઠ’, ‘શ્રી-મસ્કેટિયર્સ' અને ‘લે-મિઝેરાબ્લ’ ઉપર જ ધજાની માફક ફરકયા કરશે. આ બે પુરુષોની છત્રછાયા હેઠળ કામ કરવા મન મળ્યું તેને મારું અહાભાગ્ય સમજું છું. 39 -કુલભાઈ કલાર્થી સાચા સન્યાસીઆ "C ‘શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલનાં પુસ્તકો આપણા – અંતરનેા મેલ ધેાઈ કાઢવા માટે સાબુરૂપ છે. તે બંને ખાદીના પેશાકમાં સાચા ગાંધીવાદી સંન્યાસીઓ અને ઉત્તમ લેાકસેવકો છે.” -વિઠ્ઠલદાસ મગનલાલ કાઠારી વિદ્યાર્થીઓ અને પુસ્તકામાં ઝરી ગયા છે “ જેમ વૃક્ષ પેાતાનાં ફૂલેામાં ઝરી જાય છે, તેમ શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ પાતાના વિદ્યાર્થી, પોતાનાં છાપાં અને પુસ્તકોમાં ઝરી ગયા છે.” – ગાવિંદભાઈ રાવલ હર હે કહાં જાના કિસી દૂસરેક ખુથ કરનેકી નિસબત મગનભાઈ દેસાઈ ઔર ગોપાલદાસજી અપને અંદરકે રામકો ખુશ કરના જ્યાદા પસંદ કરતે થે. અકસર મેં કહા કરતે થે, “રાજા રુઠે રખે નગરી અપની – હર રુઠે કહાં જાના?” -ગિરિરાજ (કોર - મારા બીજા પિતા "s શ્રી ગેાપાળદાસ મારા માર્ગદર્શક હતા. અને શ્રી મગનભાઈ દેસાઈ મારા બીજા પિતા હતા. " જિતેન્દ્ર ઠાકરભાઈ દેસાઈ ૨૨૯ Page #247 -------------------------------------------------------------------------- ________________ નૈતિક ભવ્યતા “બહારની કોઈ સત્તા કે અધિકાર ધરાવ્યા વિના શ્રી. ગેપાળદાસ પટેલ અને શ્રી. મગનભાઈ દેસાઈ ગુજરાતી વાચકોના ચાહક બની રહ્યા હતા. શિક્ષણ અને સાહિત્યના ક્ષેત્રમાં પણ તેમણે પેાતાની સફળતા કોઈ ચાલાકી કે કરામતને બદલે માત્ર પેાતાના અંતરની નૈતિક ભવ્યતાથી જ હાંસલ કરી હતી.” -ધીરુભાઈ મણિભાઈ દેસાઈ અધૂરાં કામા આપણે તે। મગનભાઈ દેસાઈ અને શ્રી, ગાપાળદાસ પટેલે જે કામ ઉપાડયાં છે કે અધૂરાં મૂકયાં છે તે અંગે તેમના ચાહકો તરીકે કંઈ કરવાનું પ્રમ્પ થાય છે કે નહિ તે જ વિચારવાનું હોય. ” - ઉષાબહેન દેશપાંડે 66 સુંદર કામગીરી “ પરિવાર પ્રકાશમ મંદિ૨ે વિશ્વસાહિત્યના પ્રકાશનની સુંદર પ્રશંસનીય કામગીરી કરી છે, તેના લાભ સમસ્ત પ્રજાને કરી આપવા રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે ' મંગલ-પ્રારંભ કર્યો છે તે ધન્યવાદને પાત્ર છે. ob • જયતીભાઈ ભીખાભાઈ શાહ જ્ઞાન યજ્ઞને આશીર્વાદ " એમ. જી. ગ્રંથાલય – મગનભાઈ દેસાઈ અને ગેાપાળદાસ પટેલ સ્મૃતિ ગ્રંથાલય સેટેલાઈટ વિસ્તારમાં સંતા અને વિશ્વના સાહિત્ય-સમ્રાટોની ઉમદા અને પવિત્ર પ્રસાદી પીરસશે એ સાહિત્યના રસિયાઓ અને પ્રેમી માટે મનનીય છે. “રાતરાણી સંસ્કૃતિ ટ્રસ્ટ”ના આ જ્ઞાન-યજ્ઞને મારી શુભેચ્છા છે.” - જસ્ટીસ ડી. વી. પટેલ માટી ઉપકાર || “ શ્રી. મગનભાઈ દેસાઈ તથા ગાપાળદાસ પટેલે ગીતા, ઉપનિષદ, વિવિધ ધર્મગ્રંથા, સંતાની વાણી, ગાંધીજી, સરદાર, રાધાકૃષ્ણન ઉપરાંત વિશ્વસાહિત્યનાં ઉત્તમ પુસ્તકોના અનુવાદોને ઢગલા વાળી દઈને આપણા ઉપર મેટો ઉપકાર કર્યો છે.” -શકરલાલ બૅન્કર 66 २३० Page #248 -------------------------------------------------------------------------- ________________ અણમોલ રતને “શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ એ રાષ્ટ્રનાં અણમોલ રત્નો છે. તેઓ રગે રગે ક્રાન્તિકારી અને લોકસાહિત્યના ઉત્તમ સેવકો અને માતૃભાષાના ભારે મોટા હિમાયતી અને મોટા વિદ્વાન હતા. સેટેલાઈટ વિસ્તારમાં તેમની પવિત્ર સ્મૃતિમાં ગ્રંથાલયને મંગલ-પ્રારંભ થાય છે તેને મારા આશીર્વાદ છે.” – કે. કા. શાસ્ત્રી વિશ્વના સાહિત્ય-સમ્રાટેની પ્રસાદી વિશ્વના મહાન સાહિત્ય-સમ્રાટેની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ માતૃભાષા – ગુજરાતીમાં સુંદર છપાઈ, સચિત્ર અને ઉઠાવ સાથે આપીને ગુજરાતી વાચક પર શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. પુત્ર છે. પટેલે માટે જાદુ કર્યો છે. તે સૌને હૃદયના અભિનંદન ઘટે છે.” -નવલભાઈ શાહ ગાંધીવાદી રાષ્ટ્રીય કેળવણીકાર "શ્રી. મગનભાઈ દેસાઈ ઉચ્ચ પંક્તિના સાધક, મુમુક્ષુ અને ગાંધીવાદી કેળવણીકાર હતા. સત્યાગ્રહ પર એક અભ્યાસપૂર્ણ મહાનિબંધ [“સત્યાગ્રહની મર્યાદ”] તૈયાર કરીને ગુજરાત વિદ્યાપીઠ અને સત્યાગ્રહના જન્મદાતા પૂ૦ બાપુના હાથે એ વિદ્યાપીઠની સર્વોચ્ચ એવી પારંગત'ની પદવી મેળવનાર એ પહેલા વિદ્યાર્થી અને પક્કા ગાંધીવાદી હતા. જેમ જેમ રાષ્ટ્રીય કેળવણી વિષે હું વિચાર કરું છું, તેમ તેમ મને ૨૫ષ્ટ થતું જાય છે કે, વિદ્યાપીઠોને પજવી રહેલી ધાતો સુધારવા માટે શ્રી. મગનભાઈ દેસાઈ જેવા જ ઉપયોગી નીવડી શકે તેમ છે. - ડૉ. સુશીલા નય્યર ૨૫ Page #249 -------------------------------------------------------------------------- ________________ અલેકઝાન્ડર ડૂમા કૃત “શ્રી મસ્કેટિયર્સ' સંપાદકઃ ગેuળદાસ જીવાભાઈ પટેલ વિશ્વના સાહિત્ય-સમ્રાટની કૃતિઓ વાંચીને પરિપુષ્ટ થાવ " [સાચા પ્રેમ-શૌર્યના પ્રસંગેની રત્નજડિત આભૂષણથી આપતી અલેકઝાન્ડર ડૂમાની પાંચ નવલકથાઓનું જુથ સ્વ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ ત્રણ દાયકા પહેલાં ગુજરાતી વાચકને ભેટ ધર્યું હતું. વર્ષોથી આ નવલકથાઓ અપ્રાપ્ય છે. ગોપાળદાસ પટેલની શતાબ્દી પર્વમાં તેમની અપ્રાપ્ય કૃતિએ ફરીથી છપાવવાની યોજના વિચારવામાં આવી છે. એ પુસ્તકની પ્રથમ આવૃત્તિના આવકારના “બે બોલ’ સ્વ. કલ્યાણજી વિ. મહેતાએ લખેલા તેને ટૂંકાવીને સાભાર અહીં ઉતાર્યા છે.] - ડૂમાની વિશ્વ- વિખ્યાત નવલકથાઓ શ્રી મસ્કેટિયર્સ –– ૧ યાને પ્રેમશૌર્યના રાહે! ૧૫૦.૦૦ શ્રી મસ્કેટિયર્સ – ૨ યાને વીસ વર્ષ બાદ! (પ્રેસમાં) શ્રી મસ્કેટિયર્સ – ૩ યાને કામિની અને કાંચન (પ્રેસમાં) શ્રી મસ્કેટિયર્સ-૪ યાને એમ-એક ૧૫૦૦૦ શ્રી મસ્કેટિયર્સ – ૫ યાને દગા કિસીકા સગા નહિ! ૧૫૦૦૦ કાઉન્ટ ઑફ મૉન્ટેક્રિસ્ટો' યાને આશા અને ધીરજ, ૩૦.૦૦ ગુજરાતમાં કઈ ડૂમા નહિ કે? [બે બેલી. " પ્રેમ-શર્યના રાહે માથાં મૂકીને વિચારનારા ફ્રાંસના રાજા ૧૩મા લૂઈને ત્રણ શૂરવીર તલવારિયાઓની જશગાથા તે “શ્રી મસ્કેટિયર્સ.” જગતના સાહિત્ય-સમ્રાટોમાં અલેકઝાન્ડર ડૂમાનું નામ જાણીતું છે. એમણે ફ્રેન્ચ ભાષામાં લખેલી અદ્દભુત નવલકથાઓએ લાખો માણસને આકર્યા છે. ૨૩૨ Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી મસ્કેદ્રિયસ ૧૩ અને અનેક ભાષાઓમાં તેમનાં રૂપાંતર થયાં છે. આ અને એવા બીજા નામી સાહિત્ય-સમ્રાટોનાં કેટલાંક પુસ્તકો અત્યાર પહેલાં ગુજરાતીમાં પણ ઊતર્યાં છે પરંતુ બધાંની અથવા એમાંનાં મુખ્ય મુખ્યની પ્રસાદી સીલસીલાબંધ શિષ્ટ, સરળ અને શુદ્ધ ગુજરાતીમાં સુંદર છપાઈ અને ઉઠાવ સાથે આપવાનું બીડું તા પરિવાર પ્રકાશન સહકારી મંદિરે જ ઝડપ્યું છે. તે માટે એના સંસ્થાપક – ઉપપ્રમુખ સ્વર મણિભાઈ વાઘજીભાઈ પટેલ, મંત્રી ભાઈ પુ॰ છે।૦ પટેલ અને એનું ગુજરાતી રૂપાંતર કરનાર ભાઈશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલને અભિનંદન ઘટે છે. .. કથાપ્રવાહ એવા સરસ વહે છે કે, જાણે આપણે કઈ રૂપાંતર કે અનુવાદ નથી વાંચતા પણ મૌલિક કથા જ વાંચીએ છીએ, એમ લાગે છે. કોઈ ઠેકાણે કશે! ખાડા ટેકરો નડતા નથી. ૫૦૦' કરતાં વધુ પાનામાં સમાવાયેલા આ સંક્ષેપ પણ એવી ખૂબીથી કરવામાં આવ્યા છે કે, કશી છુટી અનુભવાતી નથી કે રસની ક્ષતિ પણ થતી નથી. આવી સરસ અને સુરેખ અનુવાદની હથેાટીને માટે ભાઈ ગોપાળદાસ વિશેષ અભિનંદનના અધિકાય છે. આપણા દેશમાં સ્વામી-ભક્ત શૂરવીરો, શુદ્ધ પ્રેમના ઉપાસકો તથા ચિર સાટે ક્ષાત્રાવટ સાચવનારાઓની તેમ જ તેમનાં પરાક્રમે। અને સ્વાર્પણના દૃષ્ટાંતાની અછત નથી અને તેમને બિરદાવનારા પણ નથી મળ્યા એમ નથી. પરંતુ તેમને વિશેષ ઝળકાવવા માટે કોઈ “મા”ની કલમની અપેક્ષા તે રહે છે જ. 68 * થ્રી મસ્કેટિયર્સ ”માંના ત્રણ બરકંદાજો — પરાક્રમી તલવારિયા ઑથેાસ, પૉથેસ, ઍરેમીસ તથા ચેાથેા બરકંદાજ થવાની મહત્ત્વાકાંક્ષા ધરાવનાર (અને પાછળથી એ પાર પાડનાર) ફ઼્રાંસના ગ્રામપ્રદેશ ગાસ્કનીના દાતે નેાં, – આપણને તેમનાં અભૂતપૂર્વ પરાક્રમા, હૈયા-ઉકલત અને છાતીથી દંગ કરી નાખે છે. એ પુસ્તકમાં ફ્રાંસ, ઈંગ્લૅન્ડ તથા પાડોશી દેશેાના સત્તરમી સદીમા રાજકારણની અને રાજમહેલની તથા સત્તાવાંછુઓની ખટપટોની હૂબહૂ છબી ઉપસાવવામાં આવી છે. આ પુસ્તકના બે બાલ” લખવાનું મારું ગજું નથી. કારણ કે હું નથી નવલકથાકાર, નથી વિવેચક કે નથી તે। નવલકથાઓને ખાસ રિસયા, છતાં ગાંધીયુગની લડતાના એક સૈનિક તરીકે મારે બે બાલ” લખવા એવી ભાઈ પુ॰ છે પટેલની ઇચ્છાને અવગણી નહિ શકવાથી જ છેવટે બે શબ્દ લખવાનું મેં સ્વીકાર્યું છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ર૪ એક ઝલક આ પુસ્તકોનું હાર્દ છે પ્રેમશૌર્ય. એ શબ્દને આપણે ત્યાં ચલણી સિક્કાનું રૂપ આપ્યું આપણા વીર નર્મદે: “ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમશૌર્ય અંકિત, તું ભણવ ભણવ નિજ સંતતિ સહુને પ્રેમ-ભક્તિની રીત. ઊંચી તુજ સુંદર જત, જય જય ગરવી ગુજરાત.” કવિઓને દષ્ટા પણ કહ્યા છે. નર્મદે ઉપરની પંક્તિઓ રચી તે પછી થોડા જ દાયકામાં ગુજરાતની સંતતિને, અરે ગુજરાતની જ નહિ, સારા ભારતની સંતતિને અને આગળ વધીને કહીએ તો દુનિયાના સંસ્કૃત મનાતા ખંડે તથા અંધારા પ્રદેશની સંતતિને પણ પ્રેમ અને શૌર્યના અનેખા પાઠ અનોખી રીતે પઢાવનાર અને એ અનેખી રીત બતાવનાર ગાંધી ગુજરાતમાંથી જ પાકશે અને ભારતમાતાની શૃંખલા એ જ તેડાવશે, એવું કોણે કહ્યું હતું? “પૈસા ઘડુ”નું અળખામણું નામ પામેલા ગુજરાતમાંથી ત્રણ ગાંધીજીના થોકબંધ બરકંદાજે જિલ્લે જિલે પાકશે અને તેઓ આ કથાના પેલા બરકંદાજોની પેઠે યુદ્ધના આહ્વાનને ઝીલી લેશે કે માથે લીધેલી જવાબદારી અદા કરતાં મતના મોઢામાં પણ લેશમાત્ર થડકાટ વિના ઝુકાવી દેશે અને પિતાના સેનાપતિના અણસારા માત્રથી લાઠી કે ગોળીબાર, કારમાં જેલવાસનાં આમંત્રણો અને મિલકતની ફનાગીરી રૂંવાડું પણ ફરકવા દીધા વિના સહર્ષ ઝીલી લેશે, એવું કોણે કપેલું? નાનાં નાનાં દૂધમલ બાળકે, અબળા મનાતી સલૂણીઓ, વરણાગિયા યુવાને, રીઢા આધેડે, અને નિવૃત્તિ ઝંખતા વાનપ્રસ્થીઓની પણ વણઝારો બલિદાન માટે વણથંભી ચાલી નીકળશે, એનું ભવિષ્ય કયા નજમીએ ભાખેલું? ગુજરાતના બે નામચીન બહારવટિયા– વિઠ્ઠલભાઈ અને વલભભાઈ. વિઠ્ઠલભાઈની હિંમત અને રાજકારણ-પટુતા; વલભભાઈને વજસંકલ્પ અને ગાંધીજી તથા દેશ પ્રતિની અનન્ય ભક્તિ અને આદર્શ માટે સર્વસ્વને ઉલાળિયો કરવાની વીર વૃત્તિ, જેને પરિણામે અશોકના કાળમાંયે ન હતું એવું એકત્રિત ભારત લોહીનું એક ટીપુંય પાડ્યા વિના અને ચપટી વગાડીએ એટલા સમયમાં સરજી દેવાયું! જગતભરના ઇતિહાસમાંથી આવી સિદ્ધિને જો કોઈ શોધી આપશે? વૈત ભય માટે માજણ્યાંનાં ગળાં કાપવા તૈયાર થનાર અને હાઈકોર્ટ સુધી લડીને મમતમાં ખુવાર થનારા સમાજના કળણમાંથી બહાર નીકળી આવી, Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ શ્રી મરિયસ હસતે મેએ પિતાનું નાનકડું રાજપાટ ભારતમાતાને ચરણે છાવર કરી દેવાર દરબાર દંપતી (ગોપાળદાસ અને ભક્તિબા); કાંતિના ભેખધારી નરસિહકાકા ને “ડુંગળીચેર”નું બિરુદ પામેલા હનલાલ પંડયા, ચાલવાનું રમત માનનારા, ધારાળાના ગેર રવિશંકર મહારાજ ગુજરાતના છોટા સરદાર, આજીવન લડવૈયા ડૉ. ચંદુભાઈ અને પુરાણી બંધુઓ; ખેડાના કળદાસ બાપુ અને ફુલચંદભાઈ શાહ, સૌરાષ્ટ્રના સમર્થો બલુભાઈ મહેતા, મણિલાલ કોઠારી અને અમૃતલાલ શેઠ, – સત્યાગ્રહ આશ્રમના રનો ઇમામ સાહેબ અને મગનલાલ ગાંધી; સમર્થ વિધાન કાકા કાલેલકર અને વિનોબા ભાવે; મહાદેવભાઈ અને મશરૂવાલા; નરહરિભાઈ અને નારાયણ ખરે; નારણદાસ ગાંધી અને પ્યારેલાલ; મામા ફડકે અને છોટેલાલજી; સ્વામી આનંદ અને સૌમ્યમૂર્તિ સુરેન્દ્ર; રમણિકભાઈ મોદી અને છગનલાલ જોષી, હઠયોગી ભણસાળી અને લક્ષ્મીદાસ આસર; - એ સિવાય સૌરાષ્ટ્રના રાષ્ટ્રીય શાયર, મેઘાણી અને દુલા કાગ; શિવજીબાઈ અને રાયચુરા, ફૂલચંદભાઈ અને શિવાનંદજી; કેળવણીકાર નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા, હરભાઈ ત્રિવેદી અને મનુભાઈ પંચોળી; શામળદાસ ગાંધી અને રતુભાઈ અદાણી; ઢેબરભાઈ અને વજુભાઈ, રસિકભાઈ પરીખ અને જાદવજી મોદી; પાન અને કથાકાર રામનારાયણ પાઠક; કચ્છના પ્રેમજી પટેલ અને પ્રેમજી ઠક્કર અને અંતાણી; – સાબરકાંઠાના વયોવૃદ્ધ મથુરદાસ ગાંધી અને તેમને પરિવાર, – અમદાવાદના મજૂર મહાજનનાં અગ્રણીઓ અનસૂયાબહેન અને શંકરલાલ બેંકર; ગુલઝારીલાલ નંદા અને ખંડુભાઈ દેસાઈ; સેમિનાથ દવે ને શયામપ્રસાદ વસાવડા; અને મિહનભાઈ વ્યાસ; માવલંકર દાદા અને લાલા કાકા, હરિપ્રસાદ ડૉકટર અને હરિપ્રસાદ મહેતા; ઇન્દુલાલ યાજ્ઞિક અને નંદલાલ શાહ, ડૉ. મોતીભાઈ; મૂળદાસ વૈશ્ય; – વિદ્યાપીઠના આચાર્યો ગિદવાણીજી અને કૃપલાણીજી; રામનારાયણ પાઠક અને મગનભાઈ દેસાઈ; મુનિ જિનવિજયજી અને પંડિત બહેચરદાસજી; પંડિત સુખલાલજી અને ગોકુળભાઈ ભટ્ટ; વિઠ્ઠલદાસ જેઠારી અને જેઠાલાલ ગાંધી; – વિદ્યાપીઠનું ધાવણ પામેલા રંગ અવધૂત અને મંગળભાઈ મહેતા: ચુનીલાલ મોટા અને ભક્ત કવિ સુંદરમૂ; અમૃતલાલ નાણાવટી અને ચંદ્રશંકર શુકલ; Page #253 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક – કવિ ઉમાશંકર જોષી અને ઝીણાભાઈ સ્નેહરશ્મિ; અછૂતા અને પદદિલતાના સેવકો પરીક્ષિતભાઈ અને ડાહ્યાભાઈ નાયક; વીર-પુત્રીઓ મણિબહેન પટેલ, સંસ્કારમૂર્તિ ઈન્દુમતી શેઠ અને પઠાણી મિલેજનાં મૃદુલા સારાભાઈ; વિવિધ ક્ષેત્રે નામ કાઢનારા ઠાકેારભાઈ દેસાઈ અને ગારધનદાસ ચેાખાવાલા, રામલાલ બક્ષી અને ગેાપાળદાસ પટેલ; ચાંપાનેરિયા અને દિનકર મહેતા; કરીમભાઈ વારા; પ્રભુદાસ ધાળકિયા; – મર્દ માસ્તરા બલ્લુભાઈ ઠાકોર ને જીવણલાલ દિવાન; ઠાકોરભાઈ ઠાકોર અને દામુભાઈ શુકલ; તેજીલા તે ખારો અર્જુનલાલા અને રમણલાલ જાની; રામપ્રસાદ કોન્ટ્રાકટર અને ડાહ્યાભાઈ મહેતા; કે. ટી. અને કાશ્મ પારેખ; સેવાદળના ઇનામદાર ને મનુભાઈ પટેલ; — પટેલા મગનભાઈ ૨૦ અને મગનભાઈ ભી, વીર વણિકો શેાધન અને વાડીલાલ મહેતા; વક્રોક્તિવિશારદ જયંતી દલાલ અને ચેઈનસ્મેકર '; ભવાનીશંકર મહેતા અને છેાટાભાઈ ડૉકટર મેયર મણિભાઈ ચતુરભાઈ; નવજીવન'ના જીવણજી દેસાઈ અને ધીરુભાઈ નાયક; ધાળકાધંધુકાના સેવક ડાહ્યાભાઈ પટેલ, માણેકલાલ શાહ અને આણંદજીવાળા; આશ્રમના કુરેશી અને માણેકલાલ વખારિયા રાધનપુરી; – પાલનપુરના ડાહ્યાભાઈ મહેતા અને જી. જી.; મહેસાણાના વિજયકુમાર ત્રિવેદી ને રામચંદ્ર અમીન; સાંકળચંદ અને પુરુષાત્તમ પટેલ; મેાહનભાઈ અને માનસિંહ પૃથ્વીરાજ; આણંદના ભાઈકાકા અને ભીખાભાઈ; ઈશ્વરભાઈ પટેલ અને રાવજીભાઈ અખાડિયન; RE — પંચમહાલના વીર વામનરાવ; ડૉકટર માણેકલાલ અને માણેકલાલ ગાંધી; ભીલાના ઉદ્ધારક ઠક્કરબાપા; શ્રીકાંતભાઈ; સુખદેવ ત્રિવેદી; વડોદરાના બુઝર્ગ યુવાન અબ્બાસ સાહેબ અને ડૉ. સુમંત મહેતા; સૂતરિયા; નીકતે અને ચૂનીભાઈ શાહ; મુનશી અને લલિત દિવાનજી; મગનભાઈ પટેલ અને ચિમનભાઈ અમીન; - ભરૂચના હિરભાઈ અમીન અને દિનકરરાવ દેસાઈ; મેાતીલાલ વીણ અને શિવશંકરભાઈ; ચંદ્રશંકર ભટ્ટ અને લજપતરાય; છેટુભાઈ પટેલ; અંબાશંકર અને વિનેાદચંદ્ર શાહ; - - ચરોતરના ડૉ. ભાસ્કરભાઈ પટેલ અને રાવજીભાઈ નાથાભાઈ; શિવભાઈ આશાભાઈ અને શિવાભાઈ ગા; દેસાઈભાઈ પટેલ અને બબલભાઈ મહેતા; માધવલાલ શાહ અને બાબુભાઈ પટેલ; રાસના આશાભાઈ પટેલ અને શૂરા શામળભાઈ; બદલારના અંબાલાલ પટેલ અને Page #254 -------------------------------------------------------------------------- ________________ ઉ૭ શ્રી મહેરિયસ બેરસદના ભેગીલાલ ચોકસી, ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથી રાવજીભાઈ મણિભાઈ, કપડવણજના હરિલાલ દેસાઈ અને શંકરલાલ શાહ – કોમી એકતાના પ્રતીક સમા શહીદે વસંત અને રજબ, ગુજરાત કૉલેજના ખમીરવંતા વિનોદ કિનારીવાલા અને અડાસમાં છાતીમાં ગોળીઓ ઝીલનાર કૉલેજિયને; કળાગુરુ રવિશંકર રાવળ અને બચુભાઈ; – સુરત જિલ્લાના દલુ અને કલુ, કુંવરજીભાઈ અને પરાગજીભાઈ; ખુશાલભાઈ અને કેશવભાઈ; ભડવીર મોરાર પટેલ અને મકનજી સેલા, શિકરના ડાહ્યાભાઈ અને કલ્યાણજી વહાલજી; જુગતરામભાઈ અને ચુનીભાઈ મહેતા, ચિમનભાઈ ભટ્ટ અને ગોરધનબાબા તથા મકનજીબાબા; સાંકળીના વલ્લભભાઈ અને જીવણજીભાઈની તળપદી જોડી;. - બારડોલા વાડના કપિલરામ વ્યાસ અને રમણીકલાલ વ્યાસ; વરાડના ટેકીલા છીતાદાદા અને એક કાળે સરકારના થાંભલા મનાતા પણ નાકરના અગ્રણી બની વન વન ભટકેલા નારણજી કુંવરજી પૂણીના ભીમભાઈ, છોટુભાઈ અને વિદી છગનભાઈની ત્રિપુટી; એ બધુની જોડીઓ એલપાડના પ્રમોદભાઈ અને હિતુભાઈ, કતારગામના લલ્લુભાઈ અને ભીખુભાઈ; પાટીદાર આશ્રમની કાંઠાની પાણીદાર પ્રભુ ત્રિપુટી (પી. એસ. પી. સી. અને પી. એમ.); ઝીણાભાઈ સેંન્ડો અને છગન પટેલ; કરાડીના અડીખમ પાંચા પટેલ અને કાંઠાના નવલોહિયા ગોસાંઈભાઈ; સિસેદરાના કેશવરામ ત્રિવેદી અને મણિભાઈ પટેલ, હિજરતી વખતે જેનું ઘર છાવણી બનેલું તે ગુલાબભાઈ ઝવેરી અને કાશીભાઈ પટેલ; ચાંદરીકરે અને તામણકરની મહારાષ્ટ્રિયન જોઠી; લાલભાઈ નાયક અને લલુભાઈ મ૦ પટેલ; છોટુભાઈ વકીલ અને ડો. ખંડુભાઈ; વસંત દેસાઈ અને રામાભાઈ પટેલ, વલસાડના બરજોરજી વિકાજી અને નાથુભાઈ દેસાઈ; વકીલ મનુભાઈ અને નેપાળજીભાઈ; દાક્તરે મદનજીત અને મટલી; નાગરદાસ ગોળવાળા અને નિછાભાઈ ગોવિદજી; પારડીના ડૉ. ઉત્તમલાલ નેહેતા અને દીપાવાલા; મહાદેવથીયે મોટા છોટુભાઈ દેસાઈ અને સુશીલચંદ્ર જોષી; અંબાલાલ અને ડાહ્યાભાઈ પટેલ; માંડવી મહુવાના પ્રેમશંકર ભટ્ટ અને નવનીત શુકલ, વ્યારાના પંડિત ગોવિંદરાય અને કાલિદાસ ભક્ત; – ચીખલીના છોટુભાઈ દેસાઈ અને બાલુભાઈ ધીરુભાઈ મણિભાઈ અને મણિભાઈ ભગવાનજી; નૂરમિયાં અને વસનજીભાઈ; વાંઝણાના દુર્લભભાઈ અને ભૂલાભાઈ; ડૉ. ગુલાબભાઈ અને ધીરુભાઈ દેસાઈ, સુરતના ડૉ. ધિયા અને ચિનાઈ; નરમાવાળા અને કાળાબાવા) મારફતિયા અને લોખંડવાલા; ત્રિમૂર્તિ ઇશ્વરલાલ, વીમાવાલા અને વેરાગીવાલા, ખાંડવાલા અને સરૈયા; Page #255 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જરીવાલા અને તમાકુવાળા તથા અનાવિલ આશ્રમના દલપતભાઈ દેસાઈ અને પાટીદાર આશ્રમના ભાઈલાલભાઈ – નરોત્તમભાઈ અને એ સૌના શિરમોર કાનજીભાઈ અને મારારજીભાઈ, રઘનાથજી નાયક, ઉત્તમચંદ શાહ, સન્મુખલાલ શાહ, ભજનિક ઉમેદરામ; - મુંબઈના ગુજરાતી સમાજના અગ્રણીઓ ધારાશાસ્ત્રી ભુલાભાઈ દેસાઈ અને કનૈયાલાલ મુનશી; નગીનદાસ માસ્તર અને મંગળદાસ પકવાસા: અભ્યાસીઓ અશોક મહેતા અને યુસુફ મહેરઅલી; સેવકો ભાનુભાઈ અને ગણપતિશંકર; ભવાનભાઈ અને ડૉ. જીવરાજભાઈ મહેતા; જેલવાસીઓના યજમાન જે. પી. ત્રિવેદી સાહેબ અને પર્ણકુટિવાળા પ્રેમીલાબહેન ઠાકરશી; સૌજન્યમૂર્તિ તૈકુંઠભાઈ મહેતા અને સંસ્કારી ગગનવિહારી મહેતા; કે. કે. શાહ અને ડૉકટર ગિલ્ડર, કાકુભાઈ અને જેરાજાણી; ઝા ને કાપડિયા; રતિભાઈ અને દિલખુશભાઈ; – પારસી અગ્રણી નરીમાન અને બરોરજી ભરૂચા; સાલી બાટલીવાલા અને બહેરામ મહેતા; મુસ્લિમ રાષ્ટ્રવાદીઓ ઝાબીરઅલી અને આબીદઅલી; સ્ત્રીરત્નો હંસાબહેન અને જયશ્રીબહેન; પેરીનાબહેન અને નરગીસબહેન; લીલાવતીબહેન અને કપિલાબહેન; મણિબહેન નાણાવટી અને મણિબહેન દેસાઈ; – તે જ રીતે ગુજરાતની સ્ત્રીશક્તિમાંથી પણ કસ્તુરબાને પગલે મીઠુંબહેન પીટીટ અને સરલાબહેન સારાભાઈ; જ્યાસ્નાબહેન અને વસુમતીબહેન; રોહિણી અને હમીદા વડોદરાનાં કુસુમબહેન અને ભરૂચના હેમલતા; ખેડાનાં ડાહીબહેન અને પુષ્પાબહેન; અમદાવાદનાં નંદુબહેન કાનૂગા અને પુષ્પાબહેન મહેતા, વિજયાબહેન દેસાઈ અને ગંગાબહેન ઝવેરી; આશ્રમનાં દુર્ગાબહેન અને મણિબહેન પરીખ; રમાબહેન જોષી અને ગંગાબહેન વૈદ્ય; સુરતના પાટીદાર આશ્રમમાંથી ચીંથરાભેર નાના બાળકો સાથે બહાર કાઢેલાં ગંગા પટલણ અને સુરતના સિંહ દયાળજીભાઈનાં માતુશ્રી અનાવિલ આશ્રમવાળા ગંગાબહેન દેસાઈ; – આ બધાં અને એવાં બીજાં અનેકાનેક : ગાંધીજીના બરકંદાજે ફાલ (જે તે નહિ અને નાન સૂનો પણ નહિ) : એમાંના કેટલાંયના જીવન તે સમૂળી ક્રાંતિથી પલટાયા. આ સૌનાં દેશપ્રેમ, શૌર્ય અને દિલેરીને ગૂંથી દેનાર કોઈ ડૂમા ગુજરાતમાં નહિ નીકળે? કસ્તુરબા સેવાશ્રમ, મરોલી, કલ્યાણ વિ. મહેતા જવાહર અસ્થિ વિસર્જન દિન, તા. ૮-૬-૧૯૬૪ Page #256 -------------------------------------------------------------------------- ________________ “શ્રી મસ્કેટિયર્સ'ને યાદ રાખો પરિવાર પ્રકાશન સંસ્થાની આ પ્રવૃત્તિ એ એક સાહસ છે. સામાન્ય રીતે સાહિત્યની દુનિયામાં સાહસ બહુ ઓછું હોય છે. પણ જગતમાં સાહસ વગર કશું આગળ ચાલતું નથી. બીજાએ શું કહેશે, તેને વિચાર કર્યા કરે, એ માણસે કદી સાહસનું કામ કરી શકતા નથી, જે માણસ પોતાની જાત ઉપર વિશ્વાસ રાખે, તથા પિતાની પ્રવૃત્તિ સામાન્ય કાના હિતમાં ચલાવે છે, તેઓ જ સાહસ કરી શકે છે. પરિવાર સંસ્થાના સંસ્થાપક, ઉપપ્રમુખ અને વ્યવસ્થાપક સ્વ૦ શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલને તે સ્વભાવ જ જખમ સામે ધસી જવાને હતો. અને તેમના મંત્રી શ્રી. ૫૦ ૦ પટેલ ઉત્સાહી અને ઈલમી' કાર્યકર છે. લખવાનું કાર્ય મુશ્કેલ હોય છે, છપાવવાનું છે તેથીય મુશ્કેલ હોય છે અને વેચવાનું તે અત્યંત મુશ્કેલ હોય છે. હું તે આવા સંક્ષેપ ગુજરાતીમાં બહાર પાડવાના અતિમુશ્કેલ કાર્યમાં કદી પડ જ નહિ. લેક ચાહે તો “પાંચમાથી' કે આઠમાશી' જ્યાંથી ભણવું હોય ત્યાંથી અંગ્રેજી ભણીને મૂળ પુસ્તક વાંચવું હોય તો વાંચે. પરંતુ પરિવાર સંસ્થાના સંચાલકોને ગુજરાતી જનતાની સેવામાં આવા સંક્ષેપે રજૂ કરવાનો શોખ અને ઉત્સાહ છે.” “આજે જે ગંદા સાહિત્યને મોટો ધોધ વહી રહ્યો છે, તેની સામે નિર્દોષ મનોરંજનનું સાહિત્ય સ્વચ્છ રીતે પીરસવું જોઈએ. પચાસ વર્ષ બાદ ગુજરાતમાં સારું અંગ્રેજી જાણનારા માણસે ગણતર જ હશે. એટલે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનાં ભાષાંતર અધિકારી લેખકોને હાથે જેટલાં જલદી અને વધારે કરી લેવાય તેટલું સારું. પરિવાર સંસ્થાના અનુવાદો અત્યંત સ્વચ્છ અને સુંદર રીતે બહાર પડે છે. તેના પ્રમુખ શ્રી. ગોપાળદાસ પટેલને આ કામની મોટી હથોટી હાથ લાગી ગઈ છે. આવી ભારે સિદ્ધિ માટે હું તેમને જાહેર શતે મુબારકબાદી આપું છું. અને આશા રાખું છું કે ડૂમાના આ જુથની પાંચેય વાર્તાએ તેઓ ગુજરાતી વાચકને બનતી ત્વરાએ સુલભ કરી આપશે. - પરિવાર પ્રકાશનના શ્રી મસ્કેટિયર્સ' શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. પુત્ર છે. પટેલને ગુજરાતે યાદ રાખવા પડશે. તા. ૨૩-૫-૧૯૬૪ - ઠાકરભાઈ મણિભાઈ દેસાઈ ૨૩૯ Page #257 -------------------------------------------------------------------------- ________________ માની વાર્તાઓ ચટકે કેમ લગાડી જાય છે? ૧૯૩૦ની અસહકારની લડતમાં જેલમાં મને ડમાસાહેબને ભેટ થઈ ગયો હતે ડૂમાની “શ્રી મસ્કેટિયર્સ’ જૂથની વાર્તાઓ આપણને ચટક કેમ લગાડી જાય છે? આ નવલકથાઓમાં એવું શું છે કે તે પ્રસિદ્ધ થયા બાદ આજે એકવીસ વર્ષ બાદ પણ આપણે તેને સમારંભ ઊજવવા એકઠા થયા છીએ? ડૂમાની આ ઐતિહાસિક નવલકથા ૧૮૪૪માં બહાર પડી હતી. આ મહાથાથી, ડૂમાની કીર્તિ, ફ્રાંસની સરહદો ઓળંગીને યુરોપ અને દુનિયાના બીજા દેશોમાં પ્રસરી હતી. જગતની ઉત્તમ વાર્તાઓમાં તેની ગણના થાય છે. આ વાર્તાના જથમાં ફ્રાંસને ત્રણ સદીઓને ઇતિહાસ આવરી લેવામાં આવ્યું છે. ડૂમાની કલમ ઘોડા કરતાં પણ વધારે વેગથી દોડે છે. આ વાત મૈત્રીનું મહાકાવ્ય છે. અને તેના અનુવાદની શૈલી પણ સફળ છે. તે આપણા મગજ ઉપર ચટક બેસાડી દે છે. આ અનુવાદ વાંચતાં વાંચતાં વિદ્યાપીઠના જોડણીકોશની નવી આવૃત્તિ માટે મને ઢગલાબંધ શબ્દો નવા મળ્યા છે. આવા સફળ અનુવાદથી ભાષા અને સાહિત્યને પણ મોટો લાભ જ થાય છે વળી આવું વિશ્વસાહિત્ય માતૃભાષામાં વાંચવાથી, વાચકની સહૃદયતા અને રસજ્ઞતા ઉપર પણ સારી અસર પડે છે. પરિવાર સંસ્થાએ વાર્તાઓની સાથે સાથે બાલસાહિત્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પિતાને કડછો ચલાવવો જોઈએ. આવાં કામ કરનાર હરકોઈને માટે આપણા દેશનાં સેવાક્ષેત્રનાં બધાં મેદાન ખુલ્લાં છે. “શ્રી મસ્કેટિયર્સ' જેવી જાણીતી વાર્તા વિસ્તૃતરૂપે ગુજરાતીમાં સચિત્ર રજૂ કરવા માટે પરિવાર સંસ્થાને ધન્યવાદ આપું છું.” તા. ૨૩-૫-૧૯૬૪ - મગનભાઈ દેસાઈ ૪૦ Page #258 -------------------------------------------------------------------------- ________________ ગરીબીનું રામાયણ લે મિઝરાન્ડ વિકટર હ્યુગો (૧૮૦૨–૧૮૮૫) યુરોપના ૧૯મા સૌકાને એક અગ્રેસર સાહિત્ય-સ્વામી ગણાય છે. એના જીવનકાળ દરમ્યાન ફ્રાંસની એ યુગની રોમાંચક અને ઊર્ધ્વગામી સાહિત્ય-પ્રવૃત્તિને તે આગેવાન હતા. અને જગતને મંત્રમુગ્ધ કરે એવી કેટલીક અમર કૃતિઓ તેણે આપી છે. તેમાં લે મિરાબ્લ”ના જોટાની વાર્તા હજ સર્જાવી બાકી છે. આ પુસ્તકે લાખે લોકોને પોતાના પાવકતમ ભાવમાં તરબોળ કર્યા છે, હજુ પણ કરે છે, અને ભવિષ્યમાં કરશે. ૩૮ વરસની ભરજુવાનીમાં. એટલે ઇ. સ. ૧૮૪૦માં આ નવલકથાની પ્રથમ રૂપરેખા તેણે કાગળ ઉપર ઉતારેલી. ત્યાર પછી પૂરાં બાવીસ વરસે, એટલે ઇ. સ. ૧૮૬૨માં તે પુસ્તક રૂપે પ્રસિદ્ધ થઈ. આ અનુવાદ પ્રથમ તે, મૂળની કંઈક વિશેષ છાયા આવે એટલા વિસ્તારથી, પરંતુ સંક્ષેપમાં “શિક્ષણ અને સાહિત્ય” માસિકમાં “દરિદ્રનારાયણ” એ નામે ૧૯૫૧માં હપ્તાવાર ઉતારવા માંડ્યો હતે. પછી સ્થળસંકોચને કારણે એ વાર્તા એ માસિકમાં આપવી બંધ કરી હતી. ત્યાર પછી આજે બરાબર બાર વરસે આ અનુવાદ પુસ્તક-આકારે પ્રસિદ્ધ થાય છે. આ ગરીબીનું રામાયણ કહેવાય એવી આ મહાકથા હ્યુગોએ પિતાના જમાનાના લોકજીવનને ક્રાંતિદષ્ટિથી જોઈ કાઢીને આલેખી છે. તથા તે આપણને જીવનભર ઉન્નત બનાવવાની તાકાત ધરાવે છે. મહાભારત-રામાયણ જેવી આપણી પ્રાચીન મહાકથા જેમ યુગયુગાંતર સુધી આપણી પ્રજામાં અનેરો પાવનતમ સંસ્કારરસ સીંચતી આવી છે, તેમ આવા ગ્રંથ પણ કરી શકે. વિક્ટર હ્યુગોએ પોતે આ નવલકથાને આ શબ્દોમાં બિરદાવી છે – “જ્યાં સુધી ગરીબાઈને કારણે પુરુષને અવનતિમાં સપડાવું પડે છે, જ્યાં સુધી સ્ત્રીને ભૂખને કારણે ભ્રષ્ટ થવું પડે છે, અને જ્યાં સુધી બાળકોને એ૦- ૧૬ Page #259 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૨૪૨ – જ્ઞાનપ્રકાશને અભાવે ઠીંગળાઈ જવું પડે છે, – ત્યાં સુધી આવી ચેપડી નિરુપયોગી થવાની નથી, ’ યુરોપમાં જન્મેલ યંત્ર-યુગે જગતભરમાં જે કારમી કંગાલિયત અને સામાજિક છિન્નભિન્નતા સરજ્યાં, તેનું સાહિત્ય-કળા મારફતે જો સંપૂર્ણ મહાકાવ્ય રજૂ થયું હોય, તો તે આ મહાગ્રંથમાં છે. જગતના મહાન લેખકો અને વિચારકો — ટૉલ્સ્ટૉય, માકર્સ, ઝોલા, રસ્કિન, ડિકન્સ વગેરેએ આ અંગે ઘણું ખેડાણ કર્યું છે. પરંતુ સમગ્ર ચિત્રની કાવ્યકથા રૂપે રજૂઆત આ ગ્રંથમાં વાચકને અજોડપણે જોવા મળે છે. આ મહાકથામાં સમાજે 'ગુનેગાર' ગણેલા અને સજા કરીને વધુ કારમા ગુનેગાર બનાવેલા જીન વાલજીનનું એક અનેરું પાત્ર હ્યુગોએ સર્જ્ય છે. અને સામે જ મંગલમૂર્તિ બિશપની પણ રચના કરી છે, જે પાપીપુણ્યશાળી સર્વ જીવો પ્રત્યે પેાતાનેા મૈત્રી કરુણાના ભાવ ઢાળતા આવ્યા છે. એ મંગલમૂર્તિ બિશપ પ્રારંભમાં આવીને ગાયબ થઈ જાય છે, પણ એની કાયમી અસર નાયક ઉપર અદ્દભુત રીતે પડે છે. અને એ ભયંકર ગુનેગાર ગણાય તેવો માણસ દયાળુ ઉદ્યોગપતિ, પરદુ:ખભંજન નાગરિક, સેવાભાવી મેયર, વાત્સલ્યમૂર્તિપાલક-પિતા, ક્ષમાવાન વીર, ગરીબ દાનેશ્વરી, અને કર્મયોગી સાધુપુરુષ બની જાય છે. રાજ્યશક્તિના પ્રતીકરૂપે બીજું પાત્ર પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટનું છે. નાયકની સવ્રુત્તિ આગળ આ પાત્ર. આખરે હારે છે. અને એકડે એકથી શરૂ કરીને નવું જીવન જીવવાને બદલે એ આત્મહત્યાને રસ્તે પડે છે. એનું ફ્રજપાલન અને એની જીવન-શ્રદ્ધાની નાકામિયાબી બંને વાચકના હૃદય ઉપર અંકાઈ જાય છે. અને એમાંથી વાચકને રાજ્યતંત્રની શિક્ષાત્મક સત્તાની શક્તિમા અને અશક્તિ બંને તાદશ થાય છે. વાર્તાનું વસ્તુ, તેનાં વહેણ અને વેગ, વમળ વળાંકો, પ્રસંગનું વૈવિધ્ય અને વૈપુલ્ય, આપણને મંત્રમુગ્ધ, સ્તબ્ધ અને સ્થગિત કરી દે છે. જેલ, મઠ, કફન, ક્રાંતિ અને ગટરમાં ખેંચાઈ મૃત્યુમુખમાંથી પાછાં ફ્રેલાં પાત્રા – આ બધું બીબાં ગોઠવનાર કારીગરોના મનને પણ જકડી લે એવું છે! હ્યુગોની કવિષ્ટિનું સચેટ નિરૂપણ કરતા કાકાસાહેબના આશીર્વાદના આ અનુવાદને લાભ મળ્યો છે, તે એની ઉપયોગિતામાં ઉમેરા કરે છે. તથા કાકાસાહેબના સૂચનને વધાવી લઈને પ્રકાશક સંસ્થાએ પુસ્તકના ઉદ્ઘાટન નિમિત્તે ગુજરાતમાં સેાએક વર્ષે હ્યુગોનું જાહેર સંકીર્તન ગુજરાતના પાટનગરમાં કર્યું, તે પ્રશસ્ય છે. બાપુએ તે ૧૯૩૬ની સાહિત્ય પરિષદમાં જ સાફ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ગરીબીનું રામાયણ શબ્દોમાં કહ્યું હતું, “પોતાની ભાષા છોડીને પરભાષા દ્વારા બધે વ્યવહાર ચલાવે એ કોઈ કંગાળ મુલક છે કે? એટલે જ આપણો મુલક કંગાળ રહ્યો અને આપણી ભાષા રાંડી ડ રહી. અંગ્રેજીમાં તે, એક પુસ્તક ફ્રેન્ચ જર્મન ભાષામાં એવું ન હોય કે જે બહાર પડવું કે થોડી જ વારમાં એનું અંગ્રેજી ભાષાંતર ન થયું હોય. એટલું જ નહિ, ત્યાં તે બાળકોને માટે પણ ઉત્તમ પુસ્તકોના અઢળક સંક્ષેપ તૈયાર થાય છે. ડિકન્સને બચ્ચાંઓ વાંચી શકે? છતાં ત્યાં તો બચ્ચાંઓને માટે પણ ડિકન્સના ગ્રંથમાંથી સરળ ભાષામાં સાહિત્ય આપવામાં આવે, જેથી બાળપણથી ભાષાની રસિકતાને ખ્યાલ તેને આવવા માંડે. મને બતાવે, આવું ગુજરાતીમાં શું છે? જો હોય તે હું તેના ઓવરણાં લઉં.” આવી પાવનકારી કથાનો સંક્ષેપ કરી અનુવાદકે અને પ્રકાશક સંસ્થાએ ગુજરાતી ભાષાની અને તેના વાચકોની અનન્ય સેવા બજાવી છે. અનુવાદની શૈલી સરળ અને ભાવવાહી છે. સંક્ષેપ એવી કુશળતાથી થયો છે કે, કયાંય ભંગાણ માલૂમ પડતું નથી. ગુજરાતી વાચકને જાણે મૂળ કથા જ વાંચતા હોય એમ લાગ્યા કરે છે. - શ્રી. મગનભાઈ દેસાઈએ પોતાની પ્રસ્તાવનામાં આ કથાને આધુનિક પ્રેમધર્મની કથા કહી છે. તથા તેને તે રીતે જ મૂલવવા ભલામણ કરી છે. તેઓ આગળ ચાલતાં પ્રસ્તાવનામાં જણાવે છે, “હૃગોની આ કથા આજના યુગમાં પણ ખૂબ રસથી અને લાભપૂર્વક વંચાય છે. ગરીબાઈ ઇ૦ ગુને નથી; પરંતુ આવા માનવપ્રેમ કે હૃદયધર્મને દ્રોહ એ મૂળ ગુનો છે. આવા પ્રેમધર્મની સાક્ષાત્ વફાદારીનું આ કથાચિત્ર વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે.” પુસ્તકના પૂંઠા ઉપર મૂકેલ બે અતિ મહત્ત્વના પ્રસંગેનાં ત્રિરંગી ચિત્રો અને અંદર આપેલાં દસ સુરમ્ય ચિત્રો, તેની ઉપયોગિતા, ઔચિત્ય અને ભાવમાં ઉમેરો કરે છે. આશા છે કે, વિશ્વસાહિત્યને બીજો પ્રતિભાપ્રવાહ પરિવાર સંસ્થા ગુજરાતી વાચકને ભેટ આપશે. આ પુસ્તકથી ગુજરાતી સાહિત્યમાં એક કીમતી ઉમેરો થયો છે; અને એકસાથે અનેક વાર વાંચી વાંચીને ન ધરાયેલું મન, સમગ્ર ગુજરાતી વાચકવર્ગને એ પુસ્તક વાંચી, અમને થયેલા આનંદમાં સહભાગી થવા આગ્રહ કરવાની ધૃષ્ટતા કરાવે છે. આ પુસ્તકના બાળકો માટે વિક્રમ સંક્ષેપ પણ કરવામાં આવ્યો છે. સત્યાગ્રહમાંથી) કમુબહેન પુત્ર છે. પટેલ Page #261 -------------------------------------------------------------------------- ________________ બે નિર્મળ સાહિત્ય સેવકો છે તે જ્ઞિાન-યજ્ઞના સેવકોને વંદન] મારા શાળાના દિવસોમાં વેકેશન દરમ્યાન સૌ પ્રથમ ભાવનગરની ગાંધીસ્મૃતિ” સંસ્થાના પુસ્તકાલયમાં “શ્રી મસ્કેટિયર્સ અને અનુવાદ વાંચવાનો મોકો મળ્યો. સ્કૂલના દિવસોમાં માનસિક વિકાસ તે ઉંમર પ્રમાણે હોય, પણ શ્રી મસ્કેટિયર્સનું પુસ્તક વાંચતાં જ જાણે આખા જીવનમાં સુખદ પ્રસંગ મળ્યું હોય તેવી લાગણી થઈ. પૂજ્યશ્રી ગોપાળદાસ પટેલે એવો સરસ – વાચકભાગ્ય અને સરળ અનુવાદ કર્યો છે કે તેમને માટે અપાર માનની લાગણી થઈ. ત્યાર બાદ જ્યાં સુધી “ગાંધીસ્મૃતિ પુસ્તકાલયમાંથી આ પુસ્તક અપ્રાપ્ય થયું ત્યાં સુધી વાંચ્યા જ કર્યું. લગભગ ૩૦ વખત પુસ્તકના પ્રથમ ત્રણ ભાગ વાંચ્યા – કૉલેજમાં નોકરી પછી બાકીના બે ભાગ પણ વાંચવા મળ્યા. * * * * ! ' ' ખુદ અલેકઝાંડર ડૂમાએ પૂ. શ્રી. ગોપાળદાસ પટેલના શરીરમાં પ્રવેશ કર્યો હોય તેવું ભાષાંતર, જે ડૂમા ગુજરાતી વાંચી શકતા હોત તો તે જરૂર કહે કે, “શ્રી. ગોપાળદાસ પટેલના ભાષાંતરમાં મારી original વાર્તા કરતાં પણ વધારે જદુ છે.” - - - - જીવનભર યાદ રહે તેવા પાત્રોની લેખનની સરળશૈલી, દાર્લેના, એથેંસ, પૉર્થોસ, એરેમીસ, કાર્ડિનલ, રિશલ્યુ. રાણી એન, કાર્ડિનલ માઝારે યૂક-દબેફર્ન, રાજ લૂઈ; સદૂગત મોડે, લૉર્ડ બકિંગહામે, રાઓલ, લૂઈઝા-દવાલિયેર, પૂરણપાઈમાં શું હોય?” “સાપના ઘેર સાપ પરોણો” આવા કેટલા શબ્દ મગજમાં Hard Disk ઉપર શ્રી ગોપાળદાસ પટેલે કંડાળ્યા છે. કોને ભૂલીએ? - - હવે નવલકથા વાંચવાની જરૂર નથી પડતી માત્ર પ્રસંગે કે પ્રકરણ યાદ કરતાં માનસપટ ઉપર વાર્તા જીવંત થાય તેવું લખાણ. મા સરસ્વતીની પૂર્ણ કૃપા શ્રી. ગોપાળદાસ પટેલ ઉપર ઉતરી હતી એ સિવાય આવું અદ્ભુત સર્જન શક્ય ન હોય. - - - માણસનું શરીર નાશવંત હોય છે પણ કેટલાક સદૂભાગી છૂળ શરીરે હાજર ન હોવા છતાં તેમનાં કાર્યોથી આપણી સાથે હમેશાં રહે છે. એવા - ૩ - - - ૨૪૪ Page #262 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ૨૪૫ જ શ્રી. ગોપાળદાસ પટેલ તેમનાં આ પુસ્તકનાં લખાણથી “અમર” બની ગયા છે. આપણા જીવનકાળમાં તેમને સંગાથ હમેશાં રહે છે એ તેમને સાથ મેળવો સહેલો બને કે જ્યારે તેમનું પુસ્તક “શ્રી મસ્કેટિયર્સ” કોઈ પણ પાંચ ભાગ રૂપે હાજર હેય. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલે શરૂ કરેલ વિશ્વસાહિત્યના પવિત્ર જ્ઞાનયજ્ઞમાં જોડાયેલા સૌ બરકંદાજો અને શ્રી. ગોપાળદાસના ઉત્સાહી અને પ્રેમાળ પરિવારને – ડૉ૦ વિહારીદાસ ગોપાળદાસ પટેલ અને શ્રદ્ધયશ્રી ગીનીબહેનને કોટી કોટી ધન્યવાદ! આ ઉમદા પ્રવૃતિએ અમારા જેવા અભાગિયાઓને નવજીવન મળ્યું છે. ઉત્સાહી મિત્રોએ અમદાવાદમાં શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની પવિત્ર સ્મૃતિમાં સુંદર ગ્રંથાલયની સ્થાપના કરી છે તે ભવિષ્યની પેઢી માટે સુંદર આયોજન છે. શ્રી મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ તેમની નિર્મળ સાહિત્યસેવા દ્વારા જીવંત છે. આવા પુરુષોને મૃત્યુ ન હોય. ભાવનગર યુનિવર્સિટી | ડૉ. પ્રદીપ બી. ત્રિવેદી તા. ૨૮-૪-૨૦૦૩ આશા અને ધીરજ [અલેકઝાન્ડર ડૂમા કૃતઃ “કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટ”] અનુ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ મહાન ફ્રેન્ચ લેખક અલેકઝાન્ડર ડૂમાની મશહૂર કૃતિ “કાઉન્ટ ઓફ મેન્ટેક્રિસ્ટ”ને આ “આશા અને ધીરજ' નામે ગુજરાતી સંક્ષેપ છે. સને ૧૭૮૯ના યુગ૫રિવર્તક ફ્રેન્ચ વિપ્લવના વિષમ કાળની આ કથા છે. સને ૧૮૧૫ના ફેબ્રુઆરીની ૨૪ તારીખે નવજુવાન, કોડભર્યો, નાવિક એડમન્ડ ડાન્ટ કમાનની હેસિયતથી માર્સેલસ બંદરે ઊતરી સીધો વૃદ્ધ પિતા અને પ્રેયસી મર્સિડીઝને મળવા દોડી જાય છે. બીજે દિવસે લગ્નની મિજબાની ગોઠવે છે. ડાન્ટને આ ઉત્કર્ષ જોઈ કેપ અને અસૂયાથી બળ્યો ઝળ્યો ભંડારી ડેશ્વર્સ મસડીઝના પ્રેમ માટે વલખાં મારતા ફર્નાન્ડને વિશ્વાસમાં લઈ ડાન્ટેના વિનાશ માટેનું ભયંકર કૌભાંડ રચે છે. નિર્દોષ ડાન્ટ લગ્નની મહેફિલમાં આમંત્રિતો સાથે કિલ્લોલ કરતો હોય છે, તે જ ઘડીએ અચાનક Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ એક ઝલક શસ્ત્રસજજ પોલીસ આવે છે. વૃદ્ધ પિતા અને મર્સિડીઝ આક્રંદ કરતાં રહે છે અને પોલીસ ડાન્ટને ન્યાયાસન પાસે ઉઠાવી જાય છે. ક્રાંતિના યુગમાં રાજભક્તિ દાખવીને પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા ઝંખતા, ન્યાયખાતાના ઑફિસર વિલેફેર્ટ પાસે ડાન્ટને રજૂ કરવામાં આવે છે. રજુ થયેલ કાગળો ઉપરથી વિલેફોર્ટને માલુમ પડે છે કે, પોતાના પિતા પણ નેપોલિયનને પાછો સત્તા પર લાવવાના કાવતરામાં સંડોવાયેલા હતા! એટલે તે એ કાગળનો નાશ કરે છે. અને બીજી બાજુએ “તને છોડી મૂકવાને હુકમ કર્યો છે એવું ડાન્ટેને ભરમાવી, તેને કેદીઓના નરક સમા, ભૂમધ્યના કાળા પાણીના ટાપુ આંદામાન જેવા શેટો દઇફના કારાગારમાં આજીવન કેદી તરીકે ધકેલી દે છે. કોટડીના અંધકાર અને એકલતામાં ડાન્ટનું જીગર અને જોમ ઓસરી જાય છે. જીવનના આલંબન સમે આશાવંતુ તૂટે છે, અને ધીરજ સુકાય છે. મરવાને વાંકે તે જીવે છે. ત્યાં જેલખાનાના નીરવ અંધકારમાં એકાએક ભૂગર્ભમાંથી – પાષાણી પેટાળમાંથી તેને કોકને ધ્વનિ સંભળાય છે, અને કેદી નં. ૨૭ વૃદ્ધ પાદરી ફેરિયાને ભેટો તેને થાય છે. ફેરિયા તેને ગુરુ બને છે. એને હવે અનુમાનથી જ્ઞાન થાય છે કે, ડાન્ટેના વિનાશનું મૂળ ડેવ્લર્સ, ફર્નાન્ડ અને વિલેફેર્ટ છે. અને ડાન્ટ વેરની વસૂલાતના ભીષણ શપથ લે છે. ભૂમધ્ય સમુદ્રમાં એકલો અટૂલો નિર્જન મોન્ટેક્રિસ્ટો નામે ટાપુ છે. તેની કૂખમાં અખૂટ ખજાન ભંડારેલો હોય છે. ફેરિયા તેને હકદાર છે. પુત્ર સમા ડાન્ટેને ખજાનાનું જ્ઞાન અને દાન તે કરે છે, અને મૃત્યુ પામે છે. જેલર ખાતરી કરી, તેના શબનું પોટલું બંધાવી, રાત્રે તેને વગે કરવાને હુકમ કરી ચાલ્યો જાય છે. ડારે પિોટલામાં બાંધેલી લાશને છોડી, પિતાની કોટડીમાં સંતાડી, પિતે તે પિટલામાં પ્રવેશે છે. મધરાતે પહેરેગીરો આવી પિટલું ઉઠાવી, ટેકરી ઉપરથી સમુદ્રમાં ફેંકી દે છે. આ રીતે એડમન્ડ ડાન્ટ જેલમુકત થઈ મેન્ટેક્રિસ્ટો ટાપુ ઉપર પહોંચે છે. ધન કબજે કરી, તેના જોરે નવ વર્ષ સુધી અનેક વેશ ધારણ કરી, વેર લેવાની સંપૂર્ણ તૈયારી તે કરી લે છે. દુશમને તે વખતે અમીર ઉમરાવના પદે પહોંચી પૈરીસમાં રહેતા હોય છે. ડાન્ટ હવે કાઉન્ટ ઓફ મેન્ટેક્રિસ્ટો નામ ધારણ કરી પેરીસમાં આવે છે અને શત્રુઓને જેર કરે છે. વાર્તા-વહેણને વેગ, વમળ વળાંકો, પ્રસંગનું વૈવિધ્ય અને વૈપુલ્ય, કલપના કુંઠિત કરી દે અને ક્ષણભર વિચારશક્તિ સ્તબ્ધ અને સ્થગિત કરી Page #264 -------------------------------------------------------------------------- ________________ આશા અને ધીરજ ૨૪૭, દે તેવા બનાવે, કબર અને કફનમાં દફનાઈ મૃત્યુમુખમાંથી પાછાં ફરેલાં પા, આ બધું વાચકના મનને એવું તો જકડી લે છે કે, પુસ્તક પૂરું કર્યા સિવાય તે તેને છોડી શકતા નથી. વાર્તાને અંતે લેખક એ સિદ્ધ કરવા કોશિશ કરે છે કે, વેરની વસૂલાત કે દુષ્ટોનું દમન એ માનવનું કામ નથી, એ તે ઈશ્વરનું કાર્ય છે. અને તે તેના ઉપર છોડવામાં જ માનવસમાજનું કલ્યાણ છે, અને કાર્યની સિદ્ધિ, – ભલે પછી તે વેરની વસૂલાત છે, આત્મન્નિતિ છે. દુઃખમુક્તિ છે કે સુખપ્રાપ્તિ ગમે તે હો, – પણ તે એકાએક મળતી નથી. સિદ્ધિ માટે આશા અને ધીરજ રાખવી એમાં જ માનવનું શાણપણ છે. આવી રોમાંચકારી કથાને સંક્ષેપ કરી અનુવાદકે ગુજરાતી ભાષાની અને તેના વાચકોની અનન્ય સેવા બજાવી છે. ડૂમા જેવાને પ્રતિભાપ્રવાહ પિતાના મસ્તકમાં ઝીલી, તેને સ્વભાષામાં ફેલાવવાનું ભગીરથ કામ તેમણે કરી બતાવ્યું છે. અનુવાદની શૈલી સરલ અને ભાવવાહી છે. સંક્ષેપ એવી કુશળતાથી કર્યો છે કે ક્યાંય ગાબડું કે સાંધા માલૂમ પડતા નથી. પ્રત્યેક પ્રકરણનું ઉચિત નામાભિધાન અનુવાદની વિશિષ્ટતા છે. મૂળ લેખકે પોતાની નવલકથાનું નામ “કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટા' આપ્યું છે. અનુવાદકે એના નાયકના અંતિમ શબ્દો (કે જે શબ્દોથી વ્યક્ત થત ભાવ આખી કથામા અંત:સ્ત્રોત તરીકે વહ્યા કરે છે તે) “આશા અને ધીરજ” ઉપરથી આ અનુવાદનું નામ આપ્યું છે તે સાર્થક અને રસિક છે. “સત્યાગ્રહમાંથી) નલિનકાન્ત પટેલ Page #265 -------------------------------------------------------------------------- ________________ કાઉન્ટ ઑફ મોન્ટેક્રિસ્ટ (બાળકો માટે) [સંપા મેપાળદાસ જીવાભાઈ પટેલ (એલેકઝાન્ડર ડૂમા)] ફ્રાન્સના જોશીલા અને કલ્પનાશીલ લેખક ડૂમાની જગમશહુર નવલકથા “કાઉન્ટ ઑફ મેન્ટેક્રિસ્ટોને, આ કિશોરભોગ્ય અનુવાદ પ્રસિદ્ધ કરી સંપાદકે અને પ્રકાશકે મેટ્રિક કક્ષાના કિશોરોની અનન્ય સેવા કરી છે. ખૂબી એ થઈ છે કે, અબાલવૃદ્ધ અને બુધઅબુધ સર્વેને રૂચિકર થાય એવો આ અનુવાદ બન્યો છે. વાચકની કુતૂહલ વૃત્તિને તથા અદૂભુત રસ પ્રત્યેની તેની અભિરૂચિને પોષે, તેની કલ્પનાને જગાડે, તેની વાચનભૂખ સતેજ કરે, અને સાથોસાથ તેને નિર્દોષ અને સંસ્કારી વાચનવસ્તુ પૂરું પાડે, તેવું આ પુસ્તક છે. મૂળ રોમાંચક કથાનું સત્વ અને મૂળ લેખકની પ્રતિભા આબેહુબ આ અનુવાદમાં ઊતર્યા છે. માનવજીવનને સ્પર્શતા અનેક ભાવોનું આમાં હુબહુ નિરૂપણ આવે છે. વેરની વસૂલાત, તૃષ્ણાની આગ, મહત્ત્વાકાંક્ષાનો વળગાડ, ધન અને કામની લોલુપતા, ભલાઈ, નેકદિલી, સ્વાર્પણ, શુદ્ધ પ્રેમ, એમ અનેક ગુણો અને દુર્ગુણે, જુદાં જુદાં પાત્રોમાં ભારેભાર જોવા મળે છે. પ્રારંભમાં ફાવી ગયેલા દુષ્ટોનો વિનાશ અને દુ:ખમાં તવાયેલ પર સરળ ઋજુ વ્યક્તિનો વિજય, એ આ કથાની ફલશ્રુતિ છે. લેખક, કથાનાયકને અંતે એ ભાન કરાવે છે કે, દુષ્ટોનું દમન કરવું એ માનવીનો નહિ ઈશ્વરનો હક છે. સત્યાગ્રહમાંથી] નલિનકાંત પુલ પટેલ ૨૪૦ Page #266 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ-શૌર્યના રાહે યાને થ્રી મસ્કેટિયર્સ–૧ [સંપાગોપાળદાસ જીવાભાઈ પટેલ (એલેકઝાન્ડર ડૂમા)] અલેકઝાન્ડર ડૂમા (૧૮૦૨–૧૮૭૦) યુરોપના ૧૯મા સૈકાનો, અદ્ભુત રસની કથાઓ અને સફળ નાટકો લખનાર એક્કો મશહૂર સાહિત્યસ્વામી ગણાય છે. એ લેખકે રાજદરબારી ભૂમિકામાં પ્રેમશૌર્યની અનાખી નવલકથાનું એક જૂથ લખેલું છે. આ “શ્રી મસ્કેટિયર્સ યાને પ્રેમ શૌર્યના રહે' તેમાંની પહેલી છે. લગભગ બે હજાર પાનની મૂળ વાર્તાને ટૂંકાવીને કરેલ આ સુંદર, સફળ ગુજરાતી સંક્ષેપ છે. આ કથાનો મુખ્ય સૂર પ્રેમશૌર્ય છે. એ બંને બાબતોનું નિરૂપણ આ કથામાં એવી સુંદર રીતે કરવામાં આવ્યું છે, જેથી આ વાર્તા માત્ર વેવલા પ્રેમની કે ભીના શુંગારની કે ઐતિહાસિક અવશેની સૂકી મુડદાલ કથા બનવાને બદલે સ્વાભાવિક માનવ-સુલભ લાગણીથી ધબકતી જીવંત કથા બની છે. ઉંમર કે સ્થળ-કાળની કશી મર્યાદાના નડતર વિના આ કથા સૌ કેઈને રસતરબોળ કરી શકવાની તાકાત ધરાવે છે. ચાર બરકંદાજો ઍસ-પૉસ-ઑરેમીસ- દાન તાજુબ કરી નાખે તેવાં રોમાંચક પરાક્રમો કરે છે. હજુ તો આ પુસ્તકમાં તેમનાં પરાક્રમની પાશેરામાં પહેલી જ પૂણી છે. આ ચાર પરાક્રમી મિત્રે તે હવે પછીનાં અનુસંધાનમાં જ વિશેષપણે ઝળકવાના છે, એમ દેખાઈ આવે છે. બકિંગહામ અને રાણી એન, તથા દાતેં અને મૅડમ બેનાસિયની પ્રેમ-કથા સાચે જ રોમાંચકારી છે. બકિંગહામની કુરબાની પણ અદૂભુત છે. પ્રતિકૂળ સંજોગોમાં પણ તેણે પોતાની પ્રેમ-જત બુઝાવા દીધી નથી. તે જ રીતે મૅડમ બોનાસિયન એકનિષ્ઠ પ્રેમ હૃદયને સ્પર્યા સિવાય રહેતો નથી. રાણી એને પોતાના પ્રેમી બકિંગહામને આપેલો જાકાર, તથા લેડીસાહેબાને કેદખાનામાં રહ્યાં રહ્યાં ફેલ્ટનને જે રીતે ફસાવ્યો એ બે પ્રસંગો વાચકનું વિશેષ ધ્યાન ખેંચે છે. જોકે લેડીસાહેબાને કરુણ અંજામ વાચકને પૂજાવી દે છે. ૪૦ Page #267 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આજે જ્યારે પ્રતિક્રાંતિ જેર કરી રહી છે, ત્યારે શૂરાતન ગુણનું આવું સંકીર્તન ખાસ જરૂરી બને છે. અનુવાદની શૈલી તેજીલી સરળ અને ભાવવાહી છે. સંક્ષેપ એવી કુશળતાથી કરાયા છે કે સ્વતંત્ર કથા વાંચતાં હોઈએ એમ જ લાગે છે. કાંય તોડફોડ કે ખાડા ટેકરા નજરે પડતાં નથી, ૫૦ વીસ વર્ષ બાદ! યાને થ્રી મસ્કેટિયસર • થ્રી મસ્કેટિયર્સ’—૧ના ઉદ્ઘાટન-સમારંભમાં શ્રી. ઠાકોરભાઈ દેસાઈએ કેટલીક મનનીય વાતા કરેલી તે અત્યારે યાદ આવે છે. તેમણે જણાવ્યું હતું કે, “આજે જે ગંદા સાહિત્યને મોટો ધોધ વહી રહ્યો છે, તેની સામે નિર્દોષ મને રંજનનું સાહિત્ય પીરસવું જોઈએ. પચાસ વર્ષ બાદ ગુજરાતમાં સારું અંગ્રેજી જાણનારા માણસા ગણતર જ હશે. એટલે વિશ્વસાહિત્યની ઉત્તમ કૃતિઓનાં ભાષાંતર અધિકારી લેખકોને હાથે જેટલાં જલદી અને વધારે કરી લેવાય તેટલું સારું. પરિવાર સંસ્થાના આ સાહસમાં સૌએ ઉત્સાહથી સાથ અને સહકાર આપવા જોઈએ. અનુવાદો પ્રમાણભૂત, સરળ અને રસાળ છે.” વાચકોને આ વાર્તા પહેલા ભાગ કરતાં પણ રસની દૃષ્ટિએ વધુ સમૃદ્ધ અને ચડિયાતી લાગશે. પહેલા ભાગમાં તે ચાર બરકંદાજોના જાણે વાચકને આછા પરિચય જ થાય છે; પણ આ બીજા ભાગમાં બરકંદાજેની બધી શક્તિઓને જેબ મળે એવી ભૂમિકા ફ્રાંસમાં તથા ઈંગ્લૅન્ડમાં બરાબર સરજાઈ હેાય છે. એ નિરૂપવામાં મૂળ લેખકે બતાવેલી કમલ-કુશળતા અદ્ભુત છે. આવી વાર્તાઓ ખરેખર આપણાં મન માટે, સ્વ૦ પંડિત નહેરુના શબ્દોમાં કહીએ તે, “જ્ઞાનની બારી"ન ગરજ સારે છે. વિવિધ ભાષાઓમાં રજૂ થયેલ વસ્તુ આપણી માતૃભાષા દ્વારા જ આપણને હૃદયંગમ થઈ શકે. અંગ્રેજી ભણેલાઓએ તે ભાષાના પરિશીલનમાં જ રહ્યા કરવાને બદલે પેાતાના વાચનના લાભ સ્વભાષાના વાચકોને સુલભ કરવે જોઈએ. પરંતુ આપણા દેશમાં કોઈ વિચિત્ર કારણે એ પ્રક્રિયા શરૂ થતી જ નથી. પરિણામે એમાં મળતાં જ્ઞાન-વિજ્ઞાન જનતા-જનાર્દન સુધી પહોંચતાં થતાં નથી. એ જ સમારંભમાં પ્રમુખસ્થાનેથી શ્રી, મગનભાઈ દેસાઈએ જણાવેલું “આ અનુવાદ વાંચતાં વિદ્યાપીઠના જોડણી-કોશની નવી આવૃત્તિ માટે કે, Page #268 -------------------------------------------------------------------------- ________________ ઑલિવર ટ્વિસ્ટ ૨૫૧ મને ઢગલાબંધ શબ્દો નવા મળ્યા છે.” અર્થાત્ આવા સફળ અનુવાદોથી ભાષા અને સાહિત્યને પણ લાભ જ થાય છે. વળી આવા વિશ્વ-સાહિત્યના વાચનથી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની ભાષામાં કહીએ તો, વાચકની ‘સહ્રદયતા કે ભાવુકતા કે રસજ્ઞતા ઉપર પણ સારી અસર પડે છે. આ વાર્તાને આવકાર રૂપે ગુજરાતના બુઝર્ગ આગેવાન કાર્યકર શ્રી. કલ્યાણજી વિ૦ મહેતાએ ‘બે બેલ’ લખી આપ્યા છે. તેમાં તેમણે પેાતાની આગવી તળપદી રીતે આ વાર્તાનું પૃથક્કરણ કર્યું છે. તથા સાથે સાથે આપણા દેશના આઝાદી જંગના અણનમ અને શૂરા ત્રણસો ચોવીસ ગાંધીજીના બરકંદાજે'ને ભક્તિભાવે યાદ કર્યા છે. સત્યાગ્રહ ‘માંથી] સુબહેન પુ॰ છે॰ પટેલ 4 < ઑલિવર ટ્વિસ્ટ [ડિકન્સ કૃત નવલકથા : “ એક અનાથ બાળકની કહાણી”] સંપા॰ ગેાપાળદાસ પટેલ મરહૂમ ટૉલ્સ્ટૉયે જેને શેકસપિયરની પણ ઉપર અને પ્રથમ પંક્તિના વિશ્વસાહિત્યકાર તરીકે બિરદાવ્યા છે, તથા ગાંધીજીએ પણ ૧૯૩૬ના ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં, જેના નામનેા ઉલ્લેખ કરીને, જેની નવલકથાના સરળ સંક્ષેપાની માગણી કરેલી, એવા નામી લેખક ડિકન્સની (ઈ. સ. ૧૮૧૨-૧૮૭૦) મશહૂર નવલકથા ગુજરાતી ભાષા બાલતી પ્રજા સમક્ષ સરસ, સુઘડ અને સચિત્ર રીતે રજૂ કરીને પરિવાર સંસ્થાએ ઉમદા કામગીરી બજાવી છે. ક્રાઉન લગભગ બારસે પાન થાય તેવડી મૂળ વાર્તાને ત્રણસેાએક પાન જેટલી ટૂંકાવીને કરેલા આ સુંદર, સફળ અને લહેજતદાર ગુજરાતી સંક્ષેપ છે. ડિકન્સે વિકટોરિયન યુગની ભૂમિકામાં અનેક જાણીતી ચેટદાર નવલકથાએ લખી છે. આ ‘ઑલિવર ટ્વિસ્ટ’ (‘પિકવિક પેપર્સ ’ને નવલકથા ન ગણીએ તે) તેની નવલકથામાં પ્રથમ અને પ્રથમ કક્ષાની છે. આ વાર્તા ૧૮૩૭માં પ્રસિદ્ધ થઈ હતી. ત્યાર બાદ ડિકન્સની જેરદાર કલમમાંથી, ત્રણ દાયકા સુધી, મેાટી મેાટી દોઢેક ડઝન જેટલી નવલકથાઓના એકધારા ધાધ વહ્યા કર્યા છે. આ કથાના મુખ્ય સૂર સામાજિક ભંગારનું કારુણ્ય છે. ૧૯મા સૈકાના યુરેપિયન સમાજના ભંગારનું નિરૂપણ આ કથામાં અસરકાર ખૂબીભેર Page #269 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક સ્પર કરવામાં આવ્યું છે. રસની દૃષ્ટિએ તથા પ્રવાહિતાની દૃષ્ટિએ આ સંક્ષેપ વેગીલા, રોચક અને લહેજતદાર થયા છે. સંક્ષેપમાં મૂળ લેખકની શૈલી તથા મજેદાર પાત્રનિરૂપણ બરાબર જળવાઈ રહે છે. અનુવાદની શૈલી સરળ આહ્લાદક અને ભાવવાહી છે. - ****** શ્રી. મગનભાઈ દેસાઈની “સામાજિક ભંગારની કથા" નામક પ્રસ્તાવનામાં ડિકન્સની કથાનું, તેની પાર્શ્વ અને પશ્ચાદ્ ભૂમિકાનું, પાàાનું, પ્રસંગોનું, મૂળ લેખકના હૃદયના ભાવા વગેરેનું પૃથક્કરણ, સમીકરણ, નિરૂપણ અને આગવું તારણ આપેલું છે. તે જણાવે છે કે, “એક ગૃહસ્થના જીવનની મૂળ ઘટના જે પ્રશ્નો પેદા કરે છે, તે આ નવલકથાનું સ્થાનક છે . દરેક સમાજમાં, — તેની જેવી રૂઢિ, રીતિ, ને રિવાજ હોય તે મુજબ, તેના ઘસારા કે ભંગાર પેઠે પડયા કરતાં, રોઝ – ઑલિવર-એડવર્ડ ઇ૦ જેવાં દયાજનક અનાથ પાત્રા પેદા થાય જ ...... દરેક નાગરિકે પેાતાના દુ:ખી સમાજબંધુને બનતી મદદ કરવી, એ તે સાચા માનવસમાજને પાયા છે, એની ઊણપ કે કચાશમાંથી જ સમાજના પેલા ભંગાર પડે છે... ગુનાની સામાજિક ગટરમાં આપણને લેખક લઈ જાય છે; પણ તેથી એની કથા ગટર-કથા નથી બનવા દેતા, એ પણ ઉત્તમ કલાકારનું લક્ષણ આ લેખક ધરાવે છે. વાસ્તવિકતાના ખાટા નામે,ગટર અને ગંદકીના કીડા ચીતરી ખાતી અત્યારની કથાઓ કેવળ અશ્લીલ અકલા છે, એમ આ કથા પરથી લાગ્યા વિના નથી રહેતું.” આજે જ્યારે આપણે રાષ્ટ્રનું નવનિર્માણ કરવા બહાર પડયા છીએ, ત્યારે આવી વિશ્વકથાઓના અનુવાદો ખાસ જરૂરી બને છે. પુસ્તકનું છાપકામ સુઘડ અને સુંદર છે. પુસ્તકનું ‘વધારે આપે।'નું ઑલિવરનું મશહૂર ચિત્રમય રંગીન પૂંઠું તથા અંદર આપેલાં નવ સુરમ્ય ચિત્ર કથા સમજવામાં ઉપયોગી છે. તથા રાષ્ટ્રપિતાના સ્વભાષાની પ્રતિષ્ઠા, સ્વમાન અને સન્માનને દીવાદાંડી જેવા ગુજરાતી સાહિત્ય પરિષદના વ્યાખ્યાનના ફકરા પૂંઠા ઉપર સુંદર રીતે મૂકયો છે, તેથી સ્વભાષાને આખા કેસ કેટલા અગત્યને અને મજબૂત છે, તે વાચકને સ્પષ્ટ સમજાય છે. રાષ્ટ્રપિતાએ ડિકન્સ જેવાઓની આવી કૃતિઓ ગુજરાતી ભાષામાં ઉતારવા માટે સૌને આગ્રહ કર્યો છે તથા સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, “આપણે સાહિત્ય કોને માટે રચીશું? કસ્તુરભાઈ ઍન્ડ કંપની માટે, કે અંબાલાલભાઈ માટે કે સર ચિનુભાઈ માટે? એમની પાસે તા પૈસા છે; એટલે ગમે તેટલા સાહિત્યકારો રાખી શકે છે, ગમે તેટલાં પુસ્તકાલયા વસાવી શકે છે. પણ પેલા કોશિયાનું શું?. સાચી ..... Page #270 -------------------------------------------------------------------------- ________________ નાઈન્ટી શ્રી ૨૫૩ વાત તે એ છે કે, આપણે ગામડાંની દરકાર જ કરી નથી. આપણાં અન્નવસ્ત્રને માટે આપણે ગામડાં પર આધાર રાખીએ છીએ, છતાં તેના શેઠ હોઈએ એમ વર્તીએ છીએ.... આપણે તે આશ્રિત છીએ, છતાં આજે ગામડાં આશ્રિત બન્યાં છે. આપણે તેમની જરૂરિયાતને વિચાર જ નથી કર્યો. તમે શહેરી પ્રજા માટે લખશે, તે પણ એ તો એવા નગુણા છે કે અંગ્રેજી જ વાંચશે !” | ડિકન્સે આ બધી કથાઓ, આજના આપણા નવલકથાકારની માફક લોકોને કેવળ મનોરંજન પૂરું પાડી કમાવા માટે નથી લખી. પરંતુ પોતાના સમાજની એક એક ઊણપ ખુલ્લી કરી બતાવી, તેની સામે લોકમત કેળવવા લખી હતી. અને સાચા કળાકારની કથા સર્વ દેશ-કાળ માટે ઉપયોગી હોય છે, એ ન્યાયે, આપણે પણ તે વાંચી શકીએ છીએ અને રસના ઘૂંટડા ભરી શકીએ છીએ. આજે જ્યારે ઇધિદારી લેખકો ચીતરી ચડે તેવા બીભત્સ અને હીન રસની નવલકથાઓનો ધોધ વહાવી રહ્યા છે, તે પ્રસંગે નિર્દોષ કારુણ્ય અને સહજ અભિજાત્યની આ વિશ્વકથાને મંગલ સંક્ષેપ વાંચતાં અપૂર્વ સંતોષ અને આત્મતૃપ્તિ થાય છે. સત્યાગ્રહ”માંથી) - કશુબહેન પુલ છો. પટેલ નાઈન્ટી શ્રી કતિ કે ઉત્ક્રાંતિ (વિકટર હ્યુગો કૃત “નાઈન્ટી શ્રી”) અનુગોપાળદાસ પટેલ. . ૧૭૮૯માં સર્જાયેલ ફ્રેન્ચ ક્રાંતિના પાશવી પ્રત્યાઘાતો આ નવલકથાની પાદુ ભૂમિકા પૂરી પાડે છે. સને ૧૭૯૩માં ફ્રાંસમાં કતલ, વૈર અને ત્રાસનું તાંડવ તેની પરાકાષ્ઠાએ પહોંચેલું. લોકશાહી અને રાજાશાહી વચ્ચે સામસામા ઉચ્છેદ અને ઉમૂલન કરઘાના ભીષણ સંગ્રામો ચાલી રહેલા. પ્રસ્તુત કથામાં એક કુટુંબમાં જન્મેલા કાકી ભત્રીજો – લાતેનાક અને ગોર્વે સામસામી પક્ષનું નેતૃત્વ સ્વીકારી મેદાને પડેલ છે. કાકો ગમે તે ભેગે ફ્રાંસમાં રાજાશાહી પુન: સ્થાપિત કરવા કટીબદ્ધ બન્યો છે; જ્યારે પ્રજાપક્ષે લડતો ભત્રીજો કાકા અને તેની રાજાશાહીને હંમેશને માટે દફનાવી દેવા તલપાપડ થઈ રહ્યો છે. Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ એક ઝલક વા તર્ગના દુર્ગમાં, ગેર્વેના સાણસામાં સપડાયેલ લાતેનાક ભેદી ભેાંયરા વાટે નાસી છૂટે છે. ત્યારે તેને બહાદુર પણ વિકરાળ નાયક ઈમેનસ, પ્રજપક્ષની સેનાએ દત્તક લીધેલાં ત્રણ બાળકો, જેમને લાતેનાકે બાન તરીકે બંદીવાન રાખેલાં, તેમને દુર્ગમાં પૂરી આગ ચાંપે છે. નાસી છૂટેલ લાતેનાક, દૂરથી આગની જવાળાઓ એ નિર્દોષ બાળકોને ભરખી જવા લાંબાતી જુએ છે. આ ક્ષણે ખડક સમા રૂક્ષ અને નિષ્ઠુર લાતેનાકના દિલમાં માનવદયાનું ઝરણું વહેવા માંડે છે. આગ અને ગિરફતારીની પરવા કર્યા સિવાય ભોંયરામાર્ગે કિલામાં પાછો ફરી ત્રણે બાળકોને તે બચાવે છે. પરંતુ બંદીવાન બને છે. બીજે દિવસે તેને વધ કરવાનો હોય છે. પરંતુ લાતેનાકમાં સ્કુલ માનવતાનું ઝરણું ગોવે ને ભીંજવે છે અને તેને વરાગ્નિ બુઝાય છે. રાતના શૂનકારમાં ગોર્વે, લાતેનાકને ભગાડી પોતે ત્યાં પુરાય છે. આ દુકૃત્ય માટે, સિમુદું જે પૂર્વાશ્રમમાં પાદરી અને ગોવેને શિક્ષક હતા, પણ અત્યારે કોર્ટમાર્શલને પ્રમુખ છે, તે ગોવૈની ડેક ઉપર ગિલોનીનનું પાસિવું પડે છે, તે જ ક્ષણે સિમુર્દે ગોળીથી પોતાની જાતને વધી ગો સાથે પરલોકગમન કરે છે. આદિથી અંત સુધી, કથાવસ્તુ, ક્રમશ: પણ કડીબદ્ધ અને સચોટપણે વણાતું અને વિકસતું જાય છે અને વાર્તાના છેલ્લે પાને તેની પરિપૂર્ણતાએ પહેચી વિરમી જાય છે. કથાનાં નાનાં પણ જીવન્ત અને જોરદાર પાત્રો – હામાલ, ભિખારી તેલમાર્શ, ત્રણ બાળકો અને તેમની માતા ફલેશાર્દ – વાર્તાની ગૂંથણીમાં અતિ અગત્યનો ભાગ ભજવે છે. માનવતા, સમાનતા અને સ્વાતંત્રયના ઉચ્ચ આદર્શમાંથી ઉદ્દભવેલી ફ્રેન્ચ ક્રાંતિ, વૈર અને હિંસાના કુત્સિત પંકિલ માર્ગે ખૂપી પડેલી. લેખક અહીં ક્રાંતિના ઊર્વીકરણને તેની દૂષણમુકિતનો નિર્દેશ કરે છે. અનુવાદક, તેમની યોગ્ય શબ્દપસંદગી અને સરળ ભાવનાશીલ શૈલીને લઈ, લેખકની પ્રતિમાને આબેહૂબ રીતે ગુજરાતી ભાષામાં ઉતારી શક્યા છે. સત્યાગ્રહમાંથી] નલિનકાંત પુ. પટેલ Page #272 -------------------------------------------------------------------------- ________________ દૈવી શક્તિના ઉપાસકા “ મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ – એ નામ સાંભળતાં જ મારી હૃદય-વીણાના બધા તાર ઝણઝણી ઊઠે છે. જાણે વસંત ઋતુ બેસી ગઈ અને હજારી ફૂલાને વરસાદ વરસ્યો. આ બંને સાધકો અને તેમની સાહિત્ય-સેવાથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું. શ્રી. ગોપાળદાસનાં પુસ્તકોની તા મને મસ્તી જ ચડી છે. તેમાંય • લાફિંગ-મૅન ની તા મૈં ભાઈ પુ છે પટેલ પાસે વારંવાર માગણી કરેલી. આ અનુવાદ ગોપાળદાસ પાસે તરતાતરત કરાવી પુસ્તક મારા હાથમાં શ્રી. પુરુ છે પટેલે મૂકયું. મારી ખુશીને પાર ન રહ્યો. જેને અનુવાદ કરતાં મને બે વરસ લાગત. તે ગોપાલદાસે એક મહિનાર્મા ફટોફટ કરી દીધા. આવી દૈવી શક્તિ મગનભાઈ અને ગોપાળદાસ સિવાય તમને બીજે કર્યાય નહિ મળે. જે તરસ્યા છે, તથા જેને પેાતાની તરસ બુઝાવવાની આતુરતા છે, તેમને માટે અમૃત-પાન તે કરાવવા સદા તત્પર રહેતા.” હ્યુગોની મશહૂર નવલકથાઓમાં આ નવલકથા પેાતાની આગવી ભાત પાડે છે. એને વાર્તાપ્રવાહ જેવા જોશીલે છે, તેવું જ તેનું નિરૂપણ વેધક છે. મગનભાઈ અને ગોપાળદાસની નિર્મળ સાહિત્ય-સેવા આગળ તે મારું મસ્તક જ નમી પડે છે. આ બંને પુરુષનું મારા પર અને ગુજરાતી ભાષા પર મેટું ઋણ છે. 39 68 દરિદ્રનારાયણમાં શક્તિ પ્રગટાવવાનું કા 66 શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. પુ છે પટેલનું સૌથી મોટું કાર્ય ગુજરાતના દરિદ્રનારાયણમાં પ્રેમ-શૌર્ય અને શક્તિ પ્રગટાવવાનું છે. સમાનતા, બંધુતા અને માનવપ્રેમના પાયા પર નવા સમાજ રચાય, તે માટે એ તૈયાર થાય, એવી શક્તિ તેનામાં પૂરવા માટે આ સાહિત્યસેવકા વિશ્વ સાહિત્યની સુંદર કૃતિ માતૃભાષામાં ઉતારે છે. વિશ્વ-સાહિત્યની કેટલીક ઉત્તમામ કૃતિ ગુજરાતીમાં ઉતારવાનું કામ ઉપાડીને શ્રી. ગોપાળદાસ પટેલે એક ઉપયેગી સાહસ હાથ ધર્યું છે. તેમને અને તેમની સંસ્થાને મારાં કોટી કોટી અભિનંદન,’ તા. ૬-૧૨-૧૯૬૬ – વજુભાઈ શાહ - મણિભાઈ ભગવાનજી દેસાઈ ૨૫૫ Page #273 -------------------------------------------------------------------------- ________________ ચરાતરના ધરતીપુત્રો “ ચરોતરના ધરતીપુત્રો શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ અને શ્રી. પુ॰ છે॰ પટેલ ગાંધીજીની હાકલને માન આપી ગૂજરાત વિદ્યાપીઠમાં બેઠા. કુશાગ્ર બુદ્ધિશક્તિ, અપ્રતિમ નિર્ભયતા, પ્રખર દેશભક્તિ જેવા દુર્લભ ગુણાથી વિભૂષિત હોવા છતાં આજીવન સેવાવ્રતધારી અનુપમ સાહિત્ય-સેવા બજાવી છે. ગુજરાતના આ પનેતા પુત્રો માટે ગુજરાતી વાચકો ગૌરવ અનુભવે છે. - ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ ’– ગુને અને સજા પુસ્તકને ઉપેદ્ઘાત લખવાને નિમિત્તે ડસ્ટયેસ્કીની આ ઉમદા — વિરંજીવ કથાનું ચિંતન-મનન કરવાની જે અમૂલ્ય તક શ્રી. ખુ૦ છે૦ પટેલે પૂરી પાડી, તે માટે તેમને, શ્રી. ગોપાળદાસ પટેલને તથા પરિવાર સંસ્થાના આભાર માનું છું. તથા આ અમર કથા સર્જીને આપણને કાયમના ઋણી બનાવનાર મૂળ લેખક ડસ્ટયેસ્કીને અદબ-પૂર્વક મારા પ્રણામ પાઠવી નમ્ર અંજલિ આપું છું.” -નિરજન વામનરાવ ધાળક્રિયા તા. ૧૦-૩-૧૯૭૫ ‘શ્રી યોગવાસિષ્ઠ’ (અદ્વૈતને લાયથ ) ['શ્રી યોગવસિષ્ઠ': સંપા૦ ગોપાળદાસ જીવાભાઈ પટેલ યોગવાસિષ્ઠ ગ્રંથ એક લેાકગ્રંથ છે; પંડિતાની તાર્કિક ઢબે નહીં, પણ લોકપ્રિય કળાકીય ઢબે તે પેાતાનું કામ કરે છે. અને એમાં એની ખાસિયત હોય તે એ છે કે, તે હિંદુ દર્શનના પરમ તત્ત્વના નિરૂપણ-ગ્રંથ છે. તેથી, જે જ્ઞાન માત્ર તાર્કિકો કે ફિલસૂફે તેમનાં ખાસ મંડળેાની ગુફામાં બેઠા બેઠા • ઘટપટ’કર્યા કરે એમ મનાય, તેને આ ગ્રંથ લેકામાં એક સામાન્ય સંસ્કાર રૂપે ફેલાવી દેવાને પ્રયત્ન કરે છે. અને લાકકેળવણીની આ અઘરી કામગીરીમાં તે ગ્રંથ નથી ફાવ્યા, એમ કહી શકાય ખરું? શ્રી. ગોપાળદાસે એમના ઉપાઘાતમાં યોગવાસિષ્ઠની સૌકાંજૂની લોકપ્રિયતા અને લોકમાનસ ઉપર પડેલા તેના પ્રભાવ બાબત કહ્યું જ છે, એ તરફ જોવાથી બસ થશે. મને લાગે છે કે, આપણા આધુનિક યુગ લોક-કેળવણી સાધવાની આ આપણી પ્રાચીન હથેાટી ખાઈ બેટી છે, એ નિર્ભેળ સારું થયું છે એમ નથી. અસ્તુ,” ૨૫૬ 65 Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ શ્રી યોગવાસિષ્ઠ ગીતા કૃષ્ણ-અર્જુનને સંવાદ છે. કૃષ્ણ અવતારી પુરુષ છે, તે ગુરુસ્થાને છે; અને તેમને સખા અને શિષ્ય છે. યોગવાસિષ્ઠ પણ રામ અને વસિષ્ઠનો સંવાદ છે. રામ અવતારી પુરુષ છે. પણ તે શિષ્યભાવે પોતાના કુળગુરુ વસિષ્ઠજી પાસે જાય છે. ગીતાના પ્રચલિત નામમાં “ગ” શબ્દ ભલે નથી આવતો, પરંતુ તે યોગશાસ્ત્ર વિષે જ કાવ્ય દ્વારા નિરૂપણ કરે છે, એમ તેની દરેક અધ્યાયને અને આવતી પ્રતિજ્ઞા પરથી સ્પષ્ટ કહે છે કે, તે વસિષ્ઠ ષિએ નિરૂપેલો કે સંબોધેલો યોગ છે.” “ગવાસિષ્ઠકાર રામચંદ્રની દ્રજિજ્ઞાસાને બીજરૂપે લે છે રામચંદ્ર બુદ્ધ પેઠે પરમ વૈરાગ્યને પામ્યા છે. આ અસાર સંસારમાં કશું પ્રયોજન કે હેતુમરા તેમને જણાતી નથી. તેથી બુદ્ધ પેઠે તે સંકલ્પ કરે છે કે, યા તે હું આ અસારતામાંથી વિશ્રાંતિ કે મુક્તિ મેળવવાની યુક્તિ બાળીશ. નહીં તો અન્નજળ તજી દેહ છે ડીશ.” અજન અને રામની આ દશામાં વિષાદનું તત્વ લગભગ એકસરખું હોવા છતાં, બેઉના અધિકાર પરત્વે, તેમાં જરા ભેદ આવી રહે છે; તે ધ્યાન પર લેવાથી ગીતા - યોગવસિષ્ઠના વસ્તુમાં જે એક નજરે તરી આવે એ ભેદ છે તે જણાશે. અર્જુન સ્વધર્મભ્રષ્ટ થઈ સાવ અ-કર્મ થવા તત્પર થયો છે; પ્રત્યક્ષ જીવનમાંથી ભાગવામાં જાણે શાંતિ હેય, એવી. નકારાવાચક સ્થિતિને તે ભાગ બને છે. રામચંદ્રની દશા આવી નથી. જગતનાં દુ:ખે અને માનવદશાના વિચારમાંથી તે અન પેઠે તમરાજસિક નહીં, પણ બુદ્ધ પેઠે સાત્વિક વૈરાગ્યને પામે છે. તેથી જ એકને મુખ્યત્વે કર્મ-અકર્મને પ્રશ્ન ઊઠે છે; બીજાને તત્વજિજ્ઞાને પ્રશ્ન ઊઠે છે.” આ ભેદ એક ઉપમા આપીને બતાવી શકાય. ગાડીને ઘોડે પૂરપાટ દેડ દોડતે અચાનક અટકે અને આગળ જવા આખું શરીર તરવરતાં છતાં જઈ ન શકે, ને ઊભા ઊભો વિહવળતાથી કંપ્યા કરે ને સંતાપે, તેવી દશા અર્જુનની છે. રામને ઘોડે એમ પુરપાટ દોડતો થંભ્યો નથી. તે તે ચાલતા ચાલતા જાણે ટાઢો પડતો ગયો ને આપોઆપ અમુક વખતે જઈને સહેજે થોભી ગયો. તેને આગળ ચાલવાનું પ્રયોજન દેખાતું નથી, ને તેથી જાણે તે વિચારવા ઘડીભર થોભે છે. પરંતુ અર્જુનની આગળ તે સંમેહની ભત આવતાં તેના ઘોડા ભડકીને થંભે છે, શ્રી કૃષ્ણ એ ભીંતને તોડી આપી, પાછા ઘોડા દોડતા કરે છે. વિચારવા માટે થોભી ગયેલા રામ ચંદ્રને તેમના વિચારવામાં મદદ રૂપે વસિષ્ઠજી આવે છે અને કહે છે કે, “નિષ્ણજન એ૦–૧૭. Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ * એક ઝલક ચાલતી આ જગયાત્રામાં, હે રામ, તમે પ્રોજન ખાળવાને મિથ્યા ને ભ્રામક પ્રયત્ન ન કરે; કારણ કે એવા પ્રયત્નનો તમારો મને વ્યાપાર જ પોતે પ્રયોજનરૂપ તમને ભાસશે; બાકી કોઈ જગત જેવો જુદો પદાર્થ છે નહીં; તમને થતી એની પ્રતીતિ કે સંવેદન એ જ તેનું કારણ છે; અને એ પ્રતીતિ પોતે પણ એ જ ભાસમાન જગત-પદાર્થને એક ભાગ છે. એટલે, એની પ્રતીતિ કે સંવેદન વગરની દશા, કે જે છે, ને જયાં સ્વાનુભવે જ પહોંચી શકાય છે, ત્યાં જઈને જોશે ત્યારે, સ્વપ્રને તેમાંથી જાગ્રત થઈ જોવાથી જ જેમ તેનું યથાર્થ દર્શન મળે છે તેમ, – આ જગ-સ્વપ્રનું યથાર્થ દર્શન તમને મળશે. એ દર્શન મળ્યા પછી તમે શાંત બનશે ને પછી તમને કશું ગ્રાહ્ય કે ત્યાજ્ય, પ્રાપ્ય કે હેય, કે અશેય નહીં રહે; આ સમગ્ર બધું એકરૂપ તમને જણાશે; એટલે પછી તમે જીવન્મુક્ત થઈ, આ જગતનાં યાચિત સહજ કર્મોમાં અપ્રયોજન પણ વિચરશે.” “યોગવાસિષ્ઠ ગ્રંથ, આ દૃષ્ટિએ વિચારતાં કદષ્ટિએ પણ જરૂરી છે. તેનું આ ગુજરાતી છાયારૂપ આજના જમાનાના વાચકને ફાવશે એમ માનું છું. સંસ્કૃતિ-નિર્માણમાં કામ દેતા આવા ગ્રંથનું વાચન અને મનન પોતપિતાના જમાનાની જરૂર પ્રમાણે થાય એ ઇષ્ટ છે. અદ્વૈત તત્ત્વ નિર્મળ અને બળવાન વાણીમાં આ ગ્રંથમાં વાંચવા મળે છે; એની ભાષામાં બુદ્ધિપૂત આગ્રહ છે અને અનુભવનું બળ છે. એક જ વસ્તુને વસિષ્ઠજી વારંવાર આખા સંવાદમાં કહે કહે કરે છે; પણ ભક્ત જેમ પ્રભુની સ્તુતિથી રાચ્યા કરે છે ને તૃપ્ત જ નથી થતું, તેમ અદ્દેતના આવા ફરી ફરી કથનથી તેના અધિકારીને મોઢે એક જ વાક્ય નીકળશે – દુથાર ૨ મુહુઃ ' આ સંવાદ વાંચતાં થાક ચડતો નથી. એ પ્રસાદ અને બળ આ અનુવાદમાં કેટલાં આવ્યાં છે તે વાચક જોઈ લે. જો અનુવાદકને પ્રેમ અને ભક્તિભાવ તેમને ઉતારવામાં કાંઈક કારણ હોય, તે કહ્યું કે, આ પુસ્તકના અનુવાદક આ ગ્રંથના પ્રેમી છે અને સાધક તેને ચાહે છે. એમનું આ પુસ્તક ગુજરાતી જનતાને આવકારપાત્ર થાઓ. એ જ.” ૨૧–૧–૪૫ પ્રવેશિકા માંથી) મગનભાઈ દેસાઈ Page #276 -------------------------------------------------------------------------- ________________ હિંદુસ્તાનની ગરીબાઈ [૩૦ દાદાભાઈ નવરેજીકૃત; સંપા. ગેપાળદાસ જીવાભાઈ પટેલ.] આ ગ્રંથને આખો ને આખો ગુજરાતીમાં ઉતારવાનું બરોબર ન થાય : એમ કરવાની જરૂર પણ નથી. એટલે તેના રસબીજને સાચવીને સાર કાઢી આપ એ જ આવશ્યક અને ઉપયોગી છે. એ કામને માટે ભાઈ ગોપાળદાસ કસાયેલા હાથવાળા ગણાય. તેમણે મૂળ મોટા કદનાં ને ઝીણા અક્ષરનાં લગભગ ૬૭૫ પાનને સારી માત્ર ૨૦૦ અને તેય નાના કદનાં પાનાંમાં આપી દીધું છે, એ વાચકને માટે ઉમદા સવડ કહેવાય. સાંગ વાંચીએ તે પણ મજા પડે એવી એની પ્રવાહિતા છે. લૂખા આંકડા આપ્યા છે, પણ તે એક દુ:ખકથા કહેતા હોઈ કરુણપ્રચુર બની જાય છે ને તેથી વાચકને કઠતા નથી. પુસ્તકને અંતે, શ્રી. નગીનદાસ પારેખે તૈયાર કરેલું સ્વ૦ દાદાભાઈનું ટૂંકું જીવનચરિત જોડીને ગ્રંથની ઉપયોગિતા વધારવામાં આવી છે, એ પણ આવકારપાત્ર છે. ડિગ્બીનું અને આ, એ બે અર્થશાસ્ત્રના પુસ્તકો ગુજરાતીમાં ઉતારવાથી વાચક એ પણ જોઈ શકશે કે, તેમની અંગ્રેજી પરિભાષાને અનુવાદક સાદા લાગતા શબ્દો દ્વારા, કશી વિષ્ટતા વગર, કેવી સહજતાથી પહોંચી વળી શક્યા છે. આશા છે કે, આ પુસ્તક પણ ડિબીના ગ્રંથ પેઠે આવકાર પામશે.” ૧૯-૧૧-૧૩૮ પ્રવેશિકા'માંથી] મગનભાઈ દેસાઈ Page #277 -------------------------------------------------------------------------- ________________ • સર્વોદયની જીવનકળા [કમ યાગનું સામાજિક ભાષ્ય] ['સર્વોદયની જીવનકળા': (પ્રિ0 એલ, પી. જૅકસ કૃત ‘Constructive Citizenship') અનુ૦ ગોપાળદાસ જીવાભાઈ પટેલ.] જૅકસનું આ પુસ્તક વાંચતાં મને લાગ્યું કે, એ એક મહાન ગ્રંથ છે, અને એનું આપણી ભાષામાં વર્ણન કરવું હાય તો તેને ‘કર્મયોગનું સામાજિક ભાષ્ય' કહેવું જોઈએ. ત્યાર પછી તે ચેાપડી ફરી આ અનુવાદ રૂપે વાંચી; મારે તે વખતને અને વિષેના ખ્યાલ વધારે દૃઢ થયા. વાચક જોશે કે, પુસ્તકના કેટલાય વિચારોના સમર્થનમાં કે સરખામણીમાં તે ગીતાના શ્લોકો ટાંકી શકે છે. મારી ભલામણ છે કે, વાચક ગીતાના કર્મયોગ સાથે આ વ્યાખ્યાનાનું મંતવ્ય સરખાવે, તે તેને મારી જેમ લાગ્યા વગર નહીં રહે કે, પ્રિ૦ જૅકસ કર્મયોગનું જાણે સામાજિક ભાષ્ય જ ન કરતા હોય ! અનેક દૃષ્ટિએ ગીતાના ભિન્ન ભિન્ન અર્થે કરી બતાવવામાં આવ્યા છે. પરંતુ તે બધામાં એક સમાનતા રહેલી છે. તે એ કે, તે અર્થો જીવની સર્વતામુખી ઉન્નતિના અર્થ મુખ્ય સમજીને ચાલ્યા છે. તેમાં સમાજ કે લેાકસંગ્રહને ખ્યાલ છે. પરંતુ પ્રધાનપદે સમાજને વિચાર કરીએ ત। તેને માટે કર્મયોગ કે ભક્તિયોગ યા જ્ઞાનયેાગ શા હાય, એ પ્રશ્ન કોઈ ભાષ્યકારે યા ટીકાકારે વિચાર્યો હોય, તા મારી જાણમાં નથી. કર્યાંક કયાંક કેટલાક શ્લોકો દ્વારા સામાજિક દૃષ્ટિ કે વાદોનું સમર્થન શેાધાયું મળે; પરંતુ એક સળંગ દૃષ્ટિએ સામાજિક સાધના કે યોગ એટલે શું, તે પ્રકારના અર્થ ભાગ્યે જ ગીતાના કોઈ ટીકાકારે ચર્ચ્યા હોય. પ્રિ૦ જૅકસનાં આ વ્યાખ્યાનામાં એની મીમાંસા સાંપડે છે, એમ હું માનું છું. વ્યક્તિ જો સાધક બને તે તેને સમાજ પણ સુધરે, સુવ્યવસ્થિત થાય, કૃતકૃત્ય થાય. એમ ગીતામાંથી ફલિત થતું બતાવી શકાય. પરંતુ સમાજને પ્રધાનત: લક્ષમાં લઈ તેને માટે મેગ વિચારવા, અને તે વિચારમાં વ્યક્તિનું પણ આત્યંતિક કલ્યાણ અનુસ્મૃત સમજી લઈને, – એ આ પુસ્તકની અદ્વિતીયતા છે. અને એથી હું એને ‘કર્મયોગનું સાનાનિષ્ઠ ભાષ્ય ' અથવા ટૂંકમાં કહેવું હોય તે ‘સમાજ-યોગ’ કહ્યું, - * પ્રવેશિકા 'માંથી મગનભાઈ દેસાઈ ર૦ Page #278 -------------------------------------------------------------------------- ________________ ગૌતમ બુદ્ધ [ રાધાકૃષ્ણનનું વ્યાખ્યાન : “Gautam the Buddha', અનુરા ગોપાળદાસ જીવાભાઈ પટેલ.] ડો. રાધાકૃષ્ણનનું આ બીજું નામાંકિત વ્યાખ્યાન ગૂજરાત વિદ્યાપીઠ " તરફથી પ્રસિદ્ધ થાય છે; (પહેલું – “ધિ વર્લ્ડઝ અનબૉર્ન સેલ’ – જગતને આવતી કાલનો પુરુષ', એ નામે થઈ ગયું છે.) આ વ્યાખ્યાન તેઓશ્રીએ ૨૯-૬-૧૯૩૮ના રોજ, હાંડનની બ્રિટિશ ઍકેડેમીમાં આપ્યું હતું, અને ૧૯૩૯ના અંત ભાગમાં તે પુસ્તકાકારે બહાર પડયું હતું. ૧૯૪૦માં તે જોવામાં આવતાં મને થયું કે, તેને પણ ગુજરાતીમાં ઉતારવું જોઈએ. પ્રવેશિકામાંથી] મગનભાઈ દેસાઈ યોગશાસ્ત્ર સમાજને વ્યા૫ક યોગ] [‘ગશાસ્ત્ર’ : શ્રી હેમચંદ્રાચાર્ય કૃત; સંપાઇ ગોપાળદાસ જીવાભાઈ પટેલ.]. મનુષ્યસમાજને ઇતિહાસ જોઈએ તે એમ લાગે છે કે, ગીતાકારનું નીચેનું વાકય માત્ર અધ્યાત્મ-ક્ષેત્રમાં જ નહીં પણ ઉપયોગી એવી બધી વાતેમાં સાયું છે: “હજારો મનુષ્યોમાં કેક જ્ઞાનપૂર્વક સિદ્ધિ પાછળ પડે છે; અને એમા મંડનારામાં કેક ફાવે છે; અને એવા ફાવનારામાં પણ સો ટકા સત્ય પાછળ પડનાર તે વળી કેક જ હોય છે.' સારાંશ અને સચ્ચાઈની પાછળ મંડવાનું એવું અઘરું કામ છે. એમ કરવા જતાં રસ્તામાં એવાં એવાં ને એટએટલાં પ્રલોભને આકણો, વિદને, પ્રમોહન વગેરે આવે છે કે, શરતમાં પાર જનાર તો કરોડોમાં કોક બને છે. પરંતુ આ ઉપરથી એવો અર્થ નથી નીકળતું કે, માટે કોઈએ તે રસ્તે જવાની જરૂર નથી. ઊલટું, એમાં એ વસ્તુ બતાવી છે કે, આવું અઘરું ને અટપટું કાર્ય પણ અસાધ્ય નથી; મનુષ્ય ધારે તે તેમાં પણ ફાવી Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૨ એક ઝલક શકે છે. અને એમ ફાવવા માટે એક જિંદગી શું, અનેક જિદગી પણ લાગે, છતાં ફાવી શકાય છે. એવી જિદગીઓ જગતની રચના કરનાર આપે છે; એટલે કે, પુનર્જન્મ છે જ, એ પણ કદાચ ઉપરની આ અટલ શ્રદ્ધામાંથી જ ફલિતવાદ છે, જેને આપણે સત્ય સિદ્ધાંત માનીએ છીએ. આથી કરીને જગતના નાયકોનું કાર્ય એ હોય છે કે, તેઓ લોકકેળવણી દ્રારા આખા જનસમાજનું વહેણ આ એક મુખ્ય વસ્તુ ઉપર કેન્દ્રિત કરે છે, કે જેથી સચ્ચાઈ અને સારાશનું જોર વ્યક્તિ અને વ્યષ્ટિત: વધતું રહે. લોભ, મોહ, સ્વાર્થ, સંકુચિતતા વગેરે સર્વ અસામાજિક વૃત્તિ પર સમાજ, ધર્મ, શિક્ષણ, સંગતિ સર્વ થઈને સમાજષક ને પ્રાગતિક સંયમો યોજે છે. આવી બધી સંયમ કે ધારણની શક્તિ જ “ધર્મ' કહેવાય છે. અને એને જ ગ” પણ કહેવામાં આવે છે. જે દ્વારા વ્યક્તિ પોતાની વૃત્તિઓ તથા વાસનાઓ નિયમિત કરી એક-પ્રવાહ વહેવડાવે ને એમ કરીને પ્રગતિ કે વિકાસ સાધે, તે સાધનાનું નામ “ગ” છે. “યોગને શબ્દાર્થ પણ “સાધન થાય છે. (જુઓ તિલક મહારાજનું “ગીતા-રહસ્ય' – મરાઠી, પા. ૫૫મું.) આ પ્રમાણે વ્યક્તિજીવનનું નિયમન કરવું એટલે મેગ, એમ હેવાથી જ ગીતાકારે પણ “યોગઃ ર્મજૈૌરાસ્ટમ્' એવી વ્યાખ્યા કરી છે: કર્મો કરવાનું એવું કૌશલ્ય કે જેથી જીવનસિદ્ધિ મળે. અને એવા કૌશલ્યની ગુરકિલી સમતા છે. જે માણસ રાગદ્વેષાદિ વાટપાડુઓથી ઠગાઈ જાય છે, તે ક્ષેમકુશળ શી રીતે જઈ શકે? તેને કોઈ પણ વસ્તુનું અનાસક્ત એટલે કે સાચું, યોગ્ય. ન્યાય અને શુદ્ધ આકલન પણ શી રીતે થવાનું હતું? જેમ બાહ્યદ્રિય વિકલ બને તો તે ઇંદ્રિયનું કાર્ય અપ્રમાણિત થાય, આંખ પર પટલ આવી જાય તે દર્શનશક્તિ ઘેરાય, તેમ જ જે અંતરિન્દ્રિય – અંત:કરણ પર રાગદ્વેષાદિ કષાયોને પટલ હોય તો થાય. એટલે તેને શુદ્ધ કર્યો જ છુટકો. તે વિના મુખ્ય જ્ઞાનેન્દ્રિય જે ચિત્ત તે આવૃત્ત બને. માટે સમતા તે જોઈએ જ, કેમ કે, ચિત્તનું આરોગ્ય સમતા છે. નીરોગી ચિત્તનું તે લક્ષણ છે. આથી કરીને જ, ગીતાકારે પગની બીજી વ્યાખ્યા જે કરી છે તે એ છે કે, “જનરર્વ રોજ ફરતે I’ કર્મોનું કૌશલ યોગ છે; અને એ કૌશલ એટલે, ટૂંકમાં કહીએ ત, સમત્વ. પ્રવેશિકા માંથી) મગનભાઈ દેસાઈ Page #280 -------------------------------------------------------------------------- ________________ સર્વોદયની કેળવણી” (લે. આચાર્ય કૃપલાની; અનુ. ગોપાળદાસ જીવાભાઈ પટેલ.] વધયોજના ઈ. સ. ૧૯૩૭-૮માં જન્મ પામી. તે જ અરસામાં પ્રસિદ્ધ થયેલું આચાર્યશ્રી કૃપલાનીજીનું આ પુસ્તક ગુજરાતીમાં ઉતાર્યું છે. રાષ્ટ્રની શિક્ષણપ્રથા રચવાનું કામ પારકી મા પાસે કાન વીંધવાનું કામ નથી. રાષ્ટ્રના સાચા ધાવણ વડે જ ઘડાય એવું ખુદ શરીર જ એ તો છે. રાષ્ટ્રનું શિક્ષણ એ બાહ્ય કઈ શણગાર નથી; એ તો રાષ્ટ્રને આત્મા ઘડતી તાકાત છે. એ સમજથી ઉપરનું વિધાન કરવામાં આવ્યું છે. પરંતુ આ વાત અહીં લગાવવાનું છોડવું જોઈએ. ૧૯૪રના વચગાળામાં વર્ધા-યોજના પણ રાજકારણમાં ખપી અને ખોરવાઈ ગઈ. એટલું કબૂલ કરવું જોઈએ કે, સારજંટ જનાએ, તેને સદંતર ત્યાગ થઈ જાત. તેમાંથી તેને નામથી પણ બચાવી રાખી. આજે પાછો એના અમલને વિચાર બીજે ભવે ઉપર આવે છે. તે વખતે, તે યોજનાના હાર્દને પામી ગયેલા આ૦ કૃપલાનીજી જેવા પરમ દેશભક્ત અને વિદ્વાનની લખેલી આ ચોપડી સુયોગસર બહાર પડે છે. ગુજરાતી અધ્યાપન મંદિરોમાં આ યોજના પ્રમાણે શિક્ષણ અપાશે. તેમને આ ચોપડી મદદગાર થઈ પડશે. અનુવાદકે અંતે ટિપણે ઉમેરવા દ્વારા ચાપડીની લાયકાતમાં સંગીન ઉમેશ કર્યો છે. તેમાં વાચકને યુરોપના કેટલાક મહાન કેળવણીકારેનો આછો પણ મુદ્દાસર પરિચય મળશે, જે ગાંધીજીની યોજનાના સિદ્ધાંત સમજવામાં સરળતા કરી શકે. ગાંધીજીની આ નવીન યોજના કેવળ શિક્ષણ-પદ્ધતિ જ નથી; તે કેવળ અમુક કે તમુક અભ્યાસક્રમ પણ નથી; તે તે સમાજના શિશિક્ષુ વર્ગને માટે, સર્વોદયી દષ્ટિએ કામ કરવા માગતા સમાજે, અને તેના સર્વાગીણ વિકાસને અર્થો, શું કરવું એને વિચાર છે. એમાં ગાંધીજીની સામાજિક “યુટેપિયાની ભૂમિકા રહેલી છે; અને એ ભૂમિકામાં સમાજે તેના શિશિક્ષુ વર્ગને કેમ તાલીમ આપવી જાઈએ, એને એ સિદ્ધાંત છે. તેથી જ આચાર્યજી ગાંધીજીની જીવન-દષ્ટિ અને ફિલસૂફી આ પુસ્તકમાં લાંબાણથી ચર્ચે છે. નવી શિક્ષણ ૨૬૩ Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૪ એક ઝલક દૃષ્ટિએ જગતમાં જન્મે છે તે આવા પ્રકારના નવસમાજદર્શનમાંથી કરનારી વસ્તુઓ હેય છે. પ્રાચીન ઋષિઓ શું. કે અર્વાચીન રૂસે, ક્રોબેલ, પટેલૉજી, મોન્ટેસરી ઇ૦ શું, – સૌ કાંઈક નવદર્શનના જોરના માર્યા છે કહે છે તે કહેતાં હોય છે. ગાંધીજી શિક્ષણમાં કહે છે તે આ હકથી કહે છે. કેવળ શિક્ષણ-૫દ્ધતિકારો આથી જ તેને નથી સમજી શકતા કે ગેરસમજે છે. જીવન એ રમત નથી; છતાં એ પણ ખેલથી અને લીલારૂપે – તેવી હળવા-દિલીની સાથે, છતાં એક જવાબદારીભરી સાધના તરીકે, જીવવાનું છે. નાને કે મોટો, કોઈ એમાંથી બહાર નથી. નાને નાનાની રીતે અને મોટા મોટાની રીતે ભલે એમાં હોય;- પણ જીવન બહાર કોઈ નથી.” પ્રવેશિકામાંથી] મહાવીર કથા સંપા, ગોપાળદાસ જીવાભાઈ પટેલ પ્રમાણભૂત મહાવીરચરિત રચવાના પ્રયત્નમાંથી આ “મહાવીર-કથાનો જન્મ થયો છે. પ્રાચીન પુરુષનું જીવનચરિત રચવાનું કામ આમ અઘરું જ હોય છે. તેને માટે જોઈતી સામગ્રી બહુ જ ઓછી, છૂટક અને તૂટક હોય છે. જે કાંઈ હોય છે તેમાં પ્રમાણભૂત કેટલું એ ચાળવાનું કામ તે પાછું ઊભું રહે જ છે. તેમાંય જ્યારે કથાનું પાત્ર મહાવીર જેવા મહાપુરુષ અને સંપ્રદાયકાર હોય છે, ત્યારે વળી વિશેષ પ્રકારની મુશ્કેલીઓ ઉમેરાય છે. ગતાનગતિક કેટલીક માન્યતાઓ, આખ્યાયિકાઓ અને જેને પૌરાણિક કહેવાય તેવી જાતજાતની સામગ્રી તે પાત્રની આસપાસ ઉત્પન્ન થઈ હોય છે. અને એ બધાની ઉપર સાંપ્રદાયિકતાના આદરની નાજુક ભાવનાનું કવચ જડાયું હોય છે. આને લીધે તે સામગ્રીને નાજુકતાથી અડકવાનું અને અડકીને તારવવાનું રહે છે. આવી મુશ્કેલીમાંથી માર્ગ કાઢવો હોય, તે તેવા પુરુષ અંગે પ્રાચીન સાહિત્ય તથા શિલાલેખ વગેરે પ્રમાણભૂત ગણાય તેવી સામગ્રીમાં શું છે, તે પહેલાં જેવું જોઈએ. મહાવીરચરિતને અંગે મુખ્યત્વે જૈન, અને તત્કાલીન બૌદ્ધ તથા બ્રાહ્મણ ધર્મનાં પુસ્તકો જોતાં, મહાવીરને અંગે જે કાંઈ મળ્યું તે વણી લઈને તેને સળંગ કથારૂપે સાંકળી આપવાનો આમાં પ્રયત્ન છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ વેર અને અવિષાર' ૨૬૫ આથી આ માળાના “બુદ્ધચરિત'નું પુરોગામી પુસ્તક 'બુદ્ધલીલા જેમ બુદ્ધ, ધર્મ અને સંઘ બાબત રોચક શૈલીમાં પ્રમાણભૂત ગણાય એવી માહિતી આપે છે, તેમ આ પુસ્તક મહાવીર અને તેમના ઉપદેશ બાબત એવી માહિતી એને મળતી શૈલીમાં આપશે, એવી આશા બાંધી છે.” પ્રવેશિકા માંથી] મગનભાઈ દેસાઈ વેર અને અવિચાર ? [ સંપાવઃ ગોપાળદાસ જીવાભાઈ પટેલ ) વગર વિચાર્યું વર્તવાથી પોતાને પગે જાતે કુહાડો મારવા જેવું થાય છે, એ તો જાણીતી વાત છે. પણ પિતાને થયેલા કે માની લીધેલા નુકસાનનો બદલો લેવા સામાને નુકસાન કરવા જવામાં પણ પિતાને પગે જ કુહાડો મારવા જેવું થાય છે – “બદલો લેવામાં સાથે બદલો નથી !' – એ વાત એટલી જાણીતી નથી. અથવા ઝટ ગળે ઊતરતી નથી. તેથી જ “આણે મને માર્યો, આણે મને નુકસાન કર્યું; હું પણ તેને મારીશ, ‘હું પણ તેનું નુકસાન કરીશ – એમ મનમાં ઘૂંટી ઘટીને ૯ષ અને વેરની આગ વ્યક્તિએ વરશે કે રાષ્ટ્રો વચ્ચે પ્રગટે છે.” આ બધામાંથી બચવાને રસ્તે સમજી-વિચારીને અવેરભાવે વર્તવામાં રહેલો છે – એ જાતના અમુહ ઉપદેશને જુદા જુદા પ્રસંગોની કથાઓ દ્વારા મૂર્તિમંત કરતી આ સીધી સાદી નાની પ્રાચીન વાર્તા છે.” પ્રવેશિકા ”માંથી] મગનભાઈ દેસાઈ Page #283 -------------------------------------------------------------------------- ________________ . • • ગોપાળકાકાને જેવા મેં જોયા-જાણ્યા પરિવાર પ્રકાશનના કામકાજ અંગે શ્રી. ૫૦ છો૦ પટેલ સાથે અવારનવાર શ્રી ગોપાળકાકાને મળવા જવાનું થતું. આમ કામને કારણે શ્રી. ગોપાળકાકાને પરિચય ગાઢ બનતો ગયો અને મને શ્રી. ગોપાળકાકામાં જે કંઈ લેવા-જાણવા મળ્યું તે મેં “ગપાળકાકાને જેવા મેં જોયાજાણ્યા” તે શીર્ષક હેઠળ કાકાના જીવનકાર્યને રજૂ કરવા કોશિશ કરી છે. હવેથી આગળના લખાણમાં ગેપાળકાકાને બદલે ફક્ત કાકના નામનો ઉલ્લેખ કરીશ. દશ્ય - ૧ : કાકાને પિતાને અલાયદો રૂમ, પલંગમાં બગલાની પાંખ જેવી સફેદ ચાદર પાથરેલી અને તેવી જ સફેદ ચાદર ઓઢીને સૂતેલા કાકા. કાકા બે દાયકાથી વધારે સમયથી બિલકુલ શારીરિક રીતે અસહાય, પિતાની જાને કશું જ ન કરી શકાય. ન પડખું ફેરવાય કે લઘુ, ગુરુ શંકા જાતે કરી શકાય તેવી તેમની શરીરની ક્ષમતા પણ ન હતી. એવા કાકાને પહેલી નજરે પલાંગમાં સૂતેલા જોઈને કદિય જરાસરખી કલ્પના પણ ન આવે કે માની પણ ન શકાય કે કાકા આટલા બધા લાંબા વરસેથી પથારીવશ સ્થિતિમાં હોય અને ખરેખર શારીરિક રીતે ભલે કાકા પરવશ હશે પણ માં પર કોઈ લાચારી કે મજબૂરી જરા સરખી પણ નહિ. પિતાને કશી વેદના કે પીડા થાય છે તેને એક પણ શબ્દ કાકાએ કદિયે કોઈ દિવસ અમારી સમક્ષ કે બીજા કેઈની પણ સમક્ષ ઉચ્ચાર્યો નથી. તેમણે શારીરિક અશક્તિ, પરવશતા કે લાચારી અનુભવી નથી તેમ જ તેની સામે જરાયે ઝૂક્યા નથી કે હાર સ્વીકારી નથી. કાકાએ તો એ શારીરિક પરવશતાને ભારોભાર આત્મિક શક્તિમાં પરિવર્તિત કરી અને પરિણામે કાકાને હાથે ગુજરાતી સાહિત્યની અદ્ભુત સેવા થઈ શકી. જે સદાને માટે સાહિત્યને જગતમાં તેમના પ્રદાન માટે અમર રહેશે. કાકાની આવી શારીરિક પરવશતા અને પંગુતા ને આમિક શકિતમાં રૂપાંતરણ કરવામાં તેમના પુત્ર ડૉ. વિહારી, તેમની પુત્રવધુ યોગિનીબહેન, ૨૬૬ Page #284 -------------------------------------------------------------------------- ________________ નેપાળમકાને જેવા મે જોયા-જાણ્યા પૌત્રો ઉદય અને હર્ષ તથા પૌત્રી મૌલીને બહુ મોટો ફાળો છે. કુટુંબના આ બધા જ સભ્ય કાકાની સેવામાં હસતે મોંઢે સદા ખડે પગે તૈયાર, રાત કે દિવસ જોયા વિના પ્રેમપૂર્વક સેવા કરી છે. - ઘરનાં બધાંની કાકા પ્રત્યેની સેવા જોઈને શ્રવણની કથા વાંચેલી તે મને યાદ આવી ગઈ. શ્રવણે તો કાવડમાં બેસાડીને પોતાનાં અંધ માતાપિતાને ધર્મસ્થાનોની યાત્રા કરાવી પણ પુત્ર ડૉ. વી. જી. પટેલ જે ભારત સરકારની (E. D. I.) ઈ. ડી. આઈ. સંસ્થાના વડા હતા અને જવાબદારી બહુ મોટી હતી. એ સંસ્થાની જવાબદારી સંભાળવાની સાથે સાથે પોતાના પિતા પ્રત્યેની ફરજ અને જવાબદારીમાં કયારેય ગાફેલ કે બેદરકાર રહ્યા નથી. સંસ્થામાંથી જેવા ઘેર આવે કે તરત જ પહેલાં કાકાની ખબર લે. તેમની સેવા-ચાકરીમાં કઈ ભૂલચૂક તો નથી થઈ કે કોઈ ખામી રહેવા પામતી તે નથી તેનું તે સતત ધ્યાન રાખતા. તે જ પ્રમાણે કાકાની પુત્રવધુ શ્રી. યોગિનીબહેન પણ લો સાસાયટીની હાઈસ્કૂલમાં આચાર્યા હતા અને તેની જવાબદારી સારી રીતે અદા કરતાં હતાં પણ તેની સાથે સાથે કાકા પ્રત્યેની જવાબદારી અને ફરજ પ્રત્યે પણ સદા જાગ્રત હતાં. સ્કુલેથી ઘેર આવે કે તરત જ પહેલાં કાકાની ખબર અંતર પૂછતાં અને સેવામાં કોઈ કચાશ ત રહેવા પામતી નથી તેની ચીવટ અને કાળજી પણ રાખતાં. તે પ્રમાણે બને પૌત્રો અને પૌત્રી અભ્યાસ કરતાં કરતાં પણ કાકાની અંત:કરણપૂર્વક અને પ્રેમપૂર્વક સેવા કરી છે. તે સેવા જોઈને મેં તે ક્યાંય શ્રવણને શિયા નથી પણ વાંરયા છે. જ્યારે મને તો પ્રત્યક્ષ શ્રાવણના દર્શન ડૉ. વિહારી, યોગિનીબહેન, ઉદય, હર્ષ અને મૌલીમાં જોવા મળ્યાં. ધન્ય છે કાકાનાં સૌ સંતાનને! કાકાની સેવા જે રીતે સમગ્ર કુટુંબે કરી તેના પરિણામે કાકા નિશ્ચિત થઈ ગયા અને પિતાની શારીરિક પરવશતાને આત્મિક શક્તિમાં રૂપાંતરિત કરી શક્યા અને લાંબું જીવીને સાહિત્યની સાધના કરી શકયા અને વિશ્વસાહિત્યનું ગુજરાતી ભાષામાં આગમન તેમની સાધનાને કારણે જ યશસ્વી રીતે થઈ શક્યું. દશ્ય – ૨ : કાકાને અલાયદે રૂમ, પગમાં ચાદર ઓઢીને સૂતેલા કાકા, આપણે મહાભારતના ભીષ્મ પિતામહની કથા વાંચેલી. મહાભારતનું યુદ્ધ ૧૮ દિવસ ચાલ્યું. તે ૧૮ દિવસે કૌરવ-પાંડવ કુળના વડા ભીષ્મપિતામહે બાણશય્યા પર રહીને મૃત્યુને પિતાને આધિન કરીને જીવિત રહ્યા. Page #285 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક આ બધું વાંચેલું અને સાંભળેલું ત્યારે મગજમાં બહુ ઉતરતું નહિ છતાં માની લેતા. પણ પરિવાર પ્રકાશનના કુળના વડા કાકાએ બે દાયકાથી પણ વધારે વરસ સુધી મૃત્યુને પડકારી, મૃત્યુને પિતાને આધિન કરીને પોતાની મુઠ્ઠીમાં આબદ્ધ કરી પરિવાર પ્રકાશનને સાહિત્યની દુનિયામાં કાયમી આગવું વિશિષ્ટ સ્થાન અપાવ્યું એ જોઈને મહાભારતના ભીષ્મ પિતામહના દર્શન અમને કાકામાં થયાં. દશ્ય – ૩ : કાકાનો રૂમ, પલંગ પર સૂતેલા કાકા, તેમની પડખે લેખન-સામગ્રીન ટેબલ. હું અને શ્રી. ૫૦ છો૦ પટેલ અમે બને કેટલાય વરસથી નિયમિત સ્વાધ્યાય દરરોજ સવારમાં કરીએ છીએ. તેમાં મુખ્યત્વે ઓશો રજનીશનાં ગીતા – મહાગીતા, ઉપનિષદો – સંતવાણી હતાં. અમને વિચાર આવ્યો કે કાકાને ઓશોના સાહિત્યની વાત કરીએ. પણ અમને ડર હતો કે કાકા રહ્યા ગાંધી-વિચારક, બીજા ગાંધીવાદીઓની જેમ તેમના મનમાં પણ ઓશો અંગે ચીડ કે સૂગ હોય, ઓશોનું નામ સાંભળતાં જ ગુસ્સે થઈ જાય, તે પણ ડરતાં ડરતાં થોડી હિંમત રાખીને અમે શેનાં સંતાની વાણી અંગેના પુસ્તકો કાકા આગળ મૂકડ્યો અને કહ્યું કે આ પુસ્તકો જોઈ જજો અને એમાંથી કંઈ કરવા જેવું લાગે તો અમને જણાવશો તે અમે અમારી રીતે પ્રયતને કરીશું. એમ કહીને અમે તે પુસ્તક મૂકીને આવતા રહ્યા. પછી બે-ચાર દિવસે કાકાને મળવા ગયા ત્યારે અમે કાકાને પૂછીએ તે પહેલાં જ તેમણે અમને કહ્યું કે આવું ઉત્તમ સાહિત્ય મળવું મુશ્કેલ છે. આ તો નર્યા હીરા છે, હીરા! બહુ મૂલ્યવાન છે. દેવું કરીને પણ એનાં પુસ્તકો વસાવી લેવાં જોઈએ. એટલું કહીને કાકા ન અટકયા પણ અમે સંતોની વાણીનાં પુસ્તકો હિંદીમાં આપેલાં તેમાંથી તેમણે પોતે જ ગુજરાતીમાં ઉતારીને તેમની કલમનો લાભ નાનકની વાણી, કબીરની વાણી, મલૂકની વાણી, દાદુની વાણી, પલટુની વાણી, અને દરિયાની વાણીના નામથી સંતશ્રેણી પ્રકાશિત કરવાનું બહુ મોટું કામ તેમના હાથે થયું. તે ઉપરાંત ઓશોનું પુસ્તક ગુજરાતીમાં “પુસ્તકો – મને જે ગમ્યાં છે.” તે નામે ગુજરાતની પ્રજાને ચરણે સમર્પિત કર્યું. આમ કાકા ચખલિયા કે કહેવાતા ગાંધીવાદી ન હતા. પણ સાચા અર્થમાં ગાંધીવાદી વિચારક – પ્રસારક અને પ્રચારક હતા. કઈ પૂર્વગ્રહથી પીડિત ન હતા કે કોઈ ગ્રંથી તેમના મગજમાં ન હતી. તેમની નીરક્ષીર વિવેક બુદ્ધિ તીવ્ર હતી. તેને કારણે જ અમે શેનું સાહિત્ય ગુજરાતીમાં ગુજરાતની જનતા સમક્ષ મૂકવાને ભાગ્યશાળી થયા છીએ તેનું અમને ગૌરવ છે. Page #286 -------------------------------------------------------------------------- ________________ નેપાળકાકાને જેવા મેં જોયા-જાણ્યા દશ્ય – ૪ : કાકાનો ખાલીખમ રડ, કાકાને મૃતદેહ અને કાકાના મિત્રો- શુભેચ્છકો સ્નેહીઓ તથા સગાસંબંધીઓને વિશાળ સમુદાય. કાકાના મૃત્યુના સમાચાર અમને મળ્યા કે તરત જ અમે કાકાના ઘેર પહોંચી ગયા અને સીધા જ કાકાના ઓરડામાં ગયા. ત્યાં અમને સફેદ ચાદરમાં લપેટેલા અને ફૂલોથી આચ્છાદિત કાકાના મૃતદેહનાં અંતિમ દર્શન થયાં. આમેય કાકાએ ૨૦-૨૨ વરસની લાંબી જીવન-સાધના પથારીમાં પડયા પડયા જ કરી હતી અને આત્માની શક્તિને એટલી જાગ્રત કરી દીધેલી કે શારીરિક પરવશતા તેમની સાધનામાં કદિયે આડી આવી નથી. પોતાની સાહિત્યની સાધના અવિરતપણે ચાલુ રાખી અને પરિવાર પ્રકાશનને સાહિત્ય-જગતમાં ઉચ્ચ શિખરે પહોંચાડી અદૂભુત કાર્ય કરી ગયા. કાકાના પિતાજીનું નામ “જીવાભાઈ હતું. કાકા એવું જીવન જીવી ગયા કે તેમને જીવાત્મા પરમાત્મામાં એકરૂપ થઈ ગયો અને પિતાનું નામ તથા સાથે સાથે પિતાનું નામ “જીવા”ભાઈ હતું એ નામને પણ સાર્થક કરતા ગયા એવા કાકા હતા. મારા જીવનમાં કાકાનાં ચાર દશ્ય જોવા મળ્યાં, તેને મેં મારી રીતે મારી ભાષામાં અભિવ્યક્ત કરી કાકાને જેવા જયા-જાણ્યા તેવા રજુ કર્યા છે. કાકાને કોટિ કોટિ વંદન! ભેગીભાઈ પટેલ Page #287 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દાદાજીની મીઠી યાદો પૂજ્ય શ્રી. ગોપાળદાસ પટેલ મારા દાદા થાય. આવા દાદા કેટલાંય પુણ્યકાર્યો બાદ મેળવી શકાય. તેમના અનેક મીઠાં સ્મરણો મને યાદ આવે છે. નાનપણથી જ એમણે અમારી સાથે બહુ જ સમય પ્રેમથી ગાળ્યું છે. દાદાજી અમારી યાદોમાં હમેશાં રહેશે અને મને જરૂર ખબર છે કે એ અમારી ઉપર નજર રાખી રહ્યા છે અને અમને સાચો માર્ગ બતાવી રહ્યા છે. દાદાજીએ અમને એટલું બધું પાયાનું સાચું શિક્ષણ આપ્યું છે કે અમે હમેશાં સાચા માર્ગે જ ચાલીશું અને અમારાં બાળકોને પણ સાચો માર્ગ દેખાડીશું. દાદાજી પાસે મેં ઘણા પાઠ લીધા છે.: ખાસ કરીને Family Values, Discipline, Organization, Motivation 24 Doing the right thing at any cost. Ha visie eíl 24913914/ દાદાજીએ ચાલુ કરેલું. મને એમના ખોળામાં બેસાડીને જુદા જુદા શબ્દો અંગ્રેજીમાં લખાવતા. અમે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ વધારે સમય તેમની સાથે વીતાવતા ગયા. ઓશો રજનીશજીની ટેરે, ગુરબાનીની કેપે વગેરે સાંભળતા અને સંભળાવતા. હું ખાસ કરીને એમના માથા પાછળ માથું રાખીને સૂઈ જતું. જ્યારે એમને એ ખબર પડે કે હું સૂતેલ છું ત્યારે માથાને રૂમાલ કાઢી જોરથી મને ઉઠાડતા. સંસ્કૃત પણ બરાબર શીખવાડતા. હર્ષ એમને વધારે વહાલો હતે. પણ જ્યારે એ મને મારતો ત્યારે હું જાણી જઈને દાદાજી પાસે દોડી જતો અને દાદાજી હર્ષને ઘણું વઢતા. પણ પછી હું જયારે એમના ઓરડામાંથી બહાર આવતે, ત્યારે મને વધારે માર પડ. દાદાજી ગાંધીજીની ખૂબ વાત કરતા. જુદા જુદા વખતે એમણે જે સ્વરાજની લડતમાં સમય ગાળેલો તેની વાતો કરતા. હજુ પણ હું “ગાંધી” ફિલમ ખૂબ જેતે રહું છું અને દાદાજીને ખૂબ યાદ કરું છું... નાનપણથી જ મેં પપ્પાજી અને મમ્મીને દાદાજીની સેવા કરતા જોયા હતા. મમ્મી માથે ઓઢીને દાદાજીના ઓરડામાં આવતાં અને આખા દિવસના થાકેલા પપ્પાજી ઑફિસેથી ઘેર આવીને પહેલાં દાદાજીની ખબર પૂછતા અને આખા દિવસની વાત કરતા. દિવસ અને રાત એમની સેવા કરતા. મને ખાસ યાદ છે કે એક રાતે પપ્પાજી અઢાર વાર સેવા કરવા ઊઠયા હતા. આ જોઈને મેં સંકલ્પ કર્યો કે દાદાજીની હું પણ એટલી જ સેવા કરું. ર૭૦ Page #288 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય દાદાજીની મીઠી યાદો ૨૭૧ અમે જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ વધારે અને વધારે તેમની સેવા કરવાને કે મળ ગયો. પપ્પા પાસેથી બધી જ જવાબદારી હર્ષ પાસે ગઈ અને હર્ષ પાસેથી બધી મારી પાસે આવી. હું એ વખતે સ્કૂલમાં હતા અને દાદાજીની સેવા કરવાની ખૂબ મજા આવતી. રમવાના સમયે પડખું ફેરવવું પડે પતંગ ઉડાવવાના સમયે એમને એનીમા આપવું પડે વગેરે. દાદાજીને દરેક રાતના પાંચ કે છ વાર પડખું બદલાવવું પડતું. મારે ખાટલે દાદાજીની રૂમમાં જ રહેતે. શરૂ શરૂમાં આખા દિવસને થાકેલે હું દાદાજીનો અવાજ સાંભળતો પણ ઊઠતો નહીં. છેવટે દાદાજી પપ્પાજીને ઉઠાડતા. થોડા દિવસ પછી અમે નક્કી કર્યું કે દાદાજીને ખાટલે એક દોરી બાંધવી અને બીજો છેડે મારા હાથને બાંધવા. એટલે રોજ રાતના જયારે તેમને મારી જરૂર પડતી, ત્યારે એ દેરી ખેંચતા અને હું ઊઠતે. ઘણી વખત એટલું જોરથી ખેંચતા કે હું ખાટલા પરથી પડી જતો. આવું ઘણા મહિના ચાલ્યું. દાદાજીને રોજ ૧૧ અને ૧ ની વચ્ચે એનીમાં અપાતે. એમને સેવક રાજુ રોજ આવતો પણ મને એ ગમતું નહિ. એ બરાબર કામ કરતે નહિ. એટલે જ્યારે મને મોકે મળ ત્યારે હું જ દાદાજીને એનીમા આપતે. ઘણી વખતે ચાલુ કૉલેજે મને બોલાવવામાં આવતો જો રાજ ન આવ્યો હોય તો. ઘણી વખત ચાલુ ક્રિકેટ મેચે હું ઘેર. આવી, એનીમા આપને અને પાછો જઈને મેચ રમતો. ઘણા દોસ્ત મને આ વિષે પૂછતા પણ એમને કયારેય ખબર પડતી નહીં કારણકે આ કામ કરવાની મને ઘણી ખુશી હતી. ઘણી વખત મને આવી રીતે આવતાં ગુસ્સો આવતે કારણ હર્ષ ઘેર હોવા છતાં દાદાજી મને જ બોલાવતા હતા. કારણકે આવા કામમાં હર્ષને હાથ ન બગાડાય. He was special. મને સૌથી વધારે ગુસ્સે ત્યારે આવતે જયારે હર્ષ ઘેરથી મને ક્રિકેટના મેદાન પર બોલાવવા આવતો. મને કારણ કહેતે નહિ પણ મોટરસાઈકલ લઈને મને લેવા આવતો અને કંઈ પણ કારણ આપીને લઈ જતો –- ઘેર જઈને ખબર પડતી કે દાદાજીને એની મા આપવાનો છે. હકીકતમાં હર્ષ અને મેં ક્યારેય દાદાજીની સેવામાં કચાસ નહોતી રાખી. અમારા બેમાંથી એક જણ જરૂર તેમની પાસે રહેતું. એવી જ રીતે રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે દાદાજીને સુવાડવાનું. હું કૉલેજમાં આવ્યા પછી મારે રોજ રાતના બહાર જવું પડતું. પપ્પામમ્મીને આ ખબર નથી). પણ હમેશાં કાંતો હું મોડો જતે કાંતે બધા દોસ્ત મારે ઘેર ભેગા થતા અને હું દાદાજીને સુવાડીને બહાર આવું ત્યારે Page #289 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જ બહાર જતા. મને યાદ છે કે મેં એક દિવસ પપ્પાજીને રેકોર્ડ તોડે. ૨૩ વાર એક રાત્રે ઊભે થયેલે કારણકે દાદાજીને ઘણી તકલીફ પડેલી. મારા પછી મારી બહેન મૌલીએ પણ તેમની ઘણી સેવા કરેલી. મારે અને દાદાજી વચ્ચે એક સમજતી હતી. ક્રિકેટની રમતમાં મારે ૨૦ રનથી વધારે કરવા. (પેપરમાં નામ આવે) અને ત્રણ વિકેટ લેવી વીકેટકીપર તરીકે. દરેક રમત પછી હું પહેલાં એમને મળવા જઉં. પપ્પાજીએ તે મેચ જોયેલી જ છે કારણકે જ્યાં પણ હું રમું, પીળી ફીયાટ ગાડી તે આવી જ જાય. એમની સૌથી વધારે મને બીક લાગે અને પછી દાદાજીની. હું મેચ હારું કે જીતું પણ જે ૨૦ રન અને ૩ વિકેટ લીધી હોય તો દાદાજી ખુશ. મને એ રેજ સવારે ઉઠાડીને પેપર કટીંગ બતાવતા અને મારું નામ પણ ખાસ બતાવતા. અહિયાં અમેરિકા આવ્યા પછી પણ મને ઘણા પેપરના કટીંગે તેઓ મોકલતા. ઉત્તરાયણ અમે ખૂબ મઝાથી ઉજવતા. ખાસ કારણકે પપ્પાજી અને દાદાજીને એ તહેવાર ખાસ ગમતો. એક મહિના પહેલાં અમે રોજ રાતના બેસીને કન્યાઓ બાંધતા. દાદાજી પણ રોજ મદદ કરતા એ મારા માટે ખાસ પાંચ હજાર વાર દેરી છૂપી રીતે મગાવતા. મને પતંગ ઉડાવવાનો ખૂબ જ શોખ અને ગુમાવવાને પણ એટલો જ. ઉત્તરાયણની રાતે આવીને એમને આખા દિવસની વાત કહેવાની મઝા આવતી. બે વસ્તુ જે હું એમની જોડે શીખે હોઉં તો તે છે વધુ ચોટાડવી અને ફિલ્મ શરૂથી જ જોવાની વચ્ચેથી નહીં કારણકે પ્લેટ ખબર ના પડે જો વચ્ચેથી જોઈએ તે. એટલે જ્યારે પણ અમે બધા ફિલ્મ જોવા બેસીએ અને જે કોઈ પણ ઊભું થાય તે દાદાજીને ખૂબ ગુસ્સો આવતે. દાદાજી માટે જેટલું લખું એટલું ઓછું છે. મારી પાસે એમની એટલી બધી યાદ છે કે જો બધુ લખવા બેસું તે આખો દિવસ નીકળી જાય. “હદય” એમના વગર સૂનું છે. અમે બધા એટલું બધું શીખ્યા છીએ કે એમની પાસેથી વાતવાતમાં એમની યાદ આવે છે. દાદાજીની મેં ઘણી સેવા કરી પણ મને વધારે સેવા કરવાનો જે મોકો મળ્યો હોત તો વધારે સારું થયું હોત. દાદાજી અમારી સામે નથી પણ હમેશાં અમારી પાસે છે. હમેશાં અમારા ઉપર એમના આશીર્વાદ રહેશે. મારી એવી ઇચ્છા હતી કે મારાં બે બાળકો દાદાજીને જુએ અને એમની પાસે રમે. દાદાજીને મારા લાખો પ્રણામ. ઉદય વિહારીદાસ પટેલ Page #290 -------------------------------------------------------------------------- ________________ બધા જ કહે છે કે મેં કાકાજીની ૨૨ વર્ષ બહુ સેવા કરી, પણ ખરેખર તો એનું કારણ કાકાજીના સ્વભાવ હતા. એમને અમારાં બધાંની સેવા લેતાં આવડયું. બાએ ઘણા પ્રેમ અને આદરથી સેવા કરી. આ જમાનામાં આ બહુ અશકય છે. કાકાજી – સસરા – વડીલ – મિત્ર - મારા વિવાહ થયા અને તરત જ એમણે મને બાલાવીને હ્યું કે, “એ પોતે ઘણા જ સાધારણ માણસ છે. મહેન્દ્ર મિલના ચેરમેન છે પણ એ ફક્ત પેપર પર જ છે.” એમણે એમની બધી જ પરિસ્થિતિના ખ્યાલ આપ્યો. હું કોઈ ભ્રમણામાં ન રહ્યું તે સ્પષ્ટ કરવા માગતા હતા. પણ હું તે। આ કુટુંબની પ્રામાણિકતા અને સાદાઈથી આકર્ષાઈ હતી. શરૂઆતમાં તો કાકાજી ને મગનકાકા ઘરમાં વાતા કરે મને તેમાં કાંઈ જ સમજ પડે નહીં. અને જ્યારે મને બાલાવીને કંઈ પૂછે તો મને કાંઈ જ ખબર ના પડે. એ બન્નેનું ગુજરાતી એટલું બધું ઉચ્ચ હાય કે મારા તા માથા ઉપરથી જાય. હું કોઈ દિવસ ગુજરાતી ભણી ન હતી. ઘરમાં બાલાય એ જ. પણ ધીમે ધીમે થાડી ઘેાડી સમજ પડવા માંડી. એમનાં પત્ની (મારાં સાસુજી) કમળાબહેન, એક સીાં સાદાં મહિલા હતાં. એમના પતિ એ જ એમને માટે પરમેશ્વર. તે માંદાં ઘણાં રહેતાં. કાકાજીએ એમની ઘણી સેવા કરી. પટેલની નાતમાં આવું બધું કોઈક જ કરે. આખી જિંદગી ખાદી પહેરી. જેલમાં ગયાં, મિલ માલિકને પરણ્યાં હતાં પણ કોઈ દિવસ એન્ડ્રુ અભિમાન નહિ, ભગવાને જેમ રાખ્યાં તેમ રહ્યાં. કાકાજીએ એમના એકના એક દીકરા વિહારીદાસમાં બાળપણથી જ ખરી શિક્ષા સીંચી. ભાષાના પાયે મજબૂત કરી, સારામાં સારું શિક્ષણ એમને આપ્યું. અમેરિકા પીએચ. ડી. થવા માકલ્યા. છેવટ સુધી એમની પેનમાં સાહી છે કે નહીં, પાકીટમાં પૈસા છે કે નહીં, આવી નાની નાની બાબતોનું પણ એ જ ધ્યાન આપતા. પથારીવશ થયા પછી પણ ઘરના બધા જ વહીવટ એ જ કરતા. પગાર આવે એટલે સીધા બધા પૈસા એમને જ ૨૫૩ એ૦ - ૧૮ - Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ એક ઝલક આપવાના. જે કોઈ વાર વિમા કંપનીનું પ્રિમિયમ ભરવાનું રહી જાય અને દંડ ભરવો પડે તે બહુ જ ચીડાતા. છેવટ સુધી વિહારીદાસનું બધું જ લેખનનું સંપાદન પણ એ જ કરતા. નાનપણથી જ જ્યારે જ્યારે સ્કૂલમાં નિબંધ લખવા આપે તે એ કાકાજી સાથે રહી લખતા. એ ટેવ છેવટ સુધી રહી. એ પોતે એમના દીકરાના જીવનથી એટલા પ્રભાવિત હતા કે એમને કંઈ ઠપકો આપવો હોય તે એ એમને ઑફિસમાં કાગળ લખતા કે પછી મને બોલાવીને કહેતા. મોઢે તો કશું જ કડકાઈથી કહેતા નહીં. એમના ત્રણ પત્રિોનું પણ એટલું જ ધ્યાન રાખતા. બન્ને પાત્રો – હર્ષ અને ઉદયને ભાષાએ એ જ શીખવતા. મને તો એમણે કહી દીધેલું કે ભણતરની વાતમાં મને કોઈએ દખલ કરવી નહીં. મારી ઇચ્છા અંગ્રેજી માધ્યમમાં મુકવાની હતી. પણ જ્યારે મૌલીને વારો આવ્યો ત્યારે એમણે મને છૂટ આપી અને મૌલીને મેં મારી જ સ્કૂલ – માઉન્ટ કારમેલમાં મૂકી. હઈ જયારે જ્યારે ખૂબ પજવતો ત્યારે એ ચીડાઈને કહેતા કે, “હું તે પ્રીત કરીને પછતાયો છું.” મારે સંબંધ કાકાજી જોડે ઘણા જ જુદા પ્રકારને હતે. પહેલા પહેલાં તે એમનો મને ખૂબ ડર લાગતો. એમનો ગુસ્સો ખૂબ હતે. જ્યારે ગુસ્સામાં હોય ત્યારે એ કોઈનું ન સાંભળે. પણ એ ગુસ્સે કોઈ કોઈ વાર જ થતા. હું પહેલેથી જ માથે ઓઢતી. જ્યારે એ પથારીવશ થયા ત્યારે એમના માટે વૉર્ડબૉય કે નર્સ સવાર સવાર આવતી. પણ જે દિવસે ન આવે ત્યારે હું કરતી. મને યાદ છે કે પહેલી વાર મારે એમને અડવું પડયું, અને મારું માથું ખુલ્લું થઈ ગયું ત્યારે એમની આંખમાંથી આંસુ આવી ગયાં ને મને કહેવા લાગ્યા કે મારે આ કામ કરતી વખતે માથે નહીં ઓઢે તો ચાલશે. પણ એ પહેલી વાર એમને ઘણું જ દુ:ખ થયું હતું કે, આ કામ એમની વહુ પાસે કરાવવું પડે છે. દર રવિવારે એમને વહીલચેરમાં બેસાડીને બાથરૂમમાં નહાવા લઈ જતા. જ્યારે એમને હું નવડાવતી ત્યારે એ કહેતા કે મારી આખી જિંદગીમાં આટલું બધું ઘસી ઘસીને કદી નાહ્યો નથી. શરૂઆતના ૧૦ વરસ તો અમે બને એ જ બધું કર્યું. પણ જ્યારે છોકરાઓ મોટા થયા એટલે કાકાજીની બધી જવાબદારી એમણે ઉપાડી લીધી. રંગીન ટી.વી આવી ગયા પછી એમને ટાઈમ સારે જતા. છતાં દર બુધ કે ગુરુવારે એમને અમે ડ્રાઈવ ઈન સિનેમા લઈ જતા. એ દિવસે સવારથી જ તે સાંજનું મેનું તૈયાર કરતા અને મને કહી દેતા. એમને જીવનમાં દરેક વસ્તુમાં ઘણો જ રસ. એ એમ જ કહેતા કે હું Page #292 -------------------------------------------------------------------------- ________________ કાકછ - સસરા -વડીલ મિત્ર ૨૭૫ ચાલી શકતો હતો ત્યારે પણ કયાં આટલો બહાર જતો? ઉપરથી એ એવું માની આનંદ કરતા કે હવે તો મારે કેટલું સારું. બધુ જ ખાટલામાં થાય છે, મારે ઊભા પણ થવું પડતું નથી. બાવીસ વરસ પથારીમાં રહ્યા પણ બહુ જ સ્વમાનથી અને વટથી. જરા પણ એ પરવશ છે, કે ભગવાને મને આ શું કર્યું? એવું એમને લાગ્યું નથી. કોઈ મળવા આવે અને કંઈ અજુગતુ કહે તો ઉપરથી ઘણા જ ગુસ્સે થતા ને સિંહની જેમ ગરજતા. ૫૦ છો૦ પટેલ તો કાયમ કહેતા કે, “જે આ વરાળ બહાર ના આવે તો આ ઍન્જિન ફાટી જાય.” એમને બે-ત્રણ વસ્તુઓની ભારે ચીડ હતી : એક તે નહેરુ કુટુંબ કોઈ પણ ટી.વી. પર આવે તો એ તરત જ ટી વી. બંધ કરી દેતા. કોઈ કોઈ વાર તે એવું પણ કહેતા કે, “જો ભગવાન મને બે જ દિવસ માટે પગ આપે તે હું એક-બેને ખલાસ કરી નાખું.” જ્યારે સોનિયા ગાંધી વિષે બહુ આવે ત્યારે એ ગુસ્સામાં આવી, આખી થાળી ફેંકી દેતા. પછી જ્યારે ખાવાનું દીવાલ પર અને પથારીમાં ઢોળાતું ત્યારે મને પણ ગુસ્સો આવતો. પણ મારા કરતાં એમને પોતાને ઘણું દુઃખ થતું. ઘણી વાર તો એમના હાથમાં જે કોઈ ચોપડી હોય તેને સીધો ઘા ટી વી પર કરતા. મને યાદ છે કે એમની મુલાકાત લેવા એક વાર ટી.વી.વાળા કેમેરા લઈ ઘેર આવેલા. કાકાજીએ તે ના જ પાડી દીધી અને કહ્યું કે આ બધું હું ફેંકી દઈશ. એમને તો એ જ કહ્યું, કે સ્વતંત્રતાની લડાઈમાં મેં જે કરેલું તે મને ઠીક લાગ્યું એટલે કર્યું નહિ કે તમારી બધાની વાહ વાહ સાંભળવા. હારીને ટી.વી.વાળા વિહારીદાસની ઑફિસમાં જઈને એમને સમજાવવા માંડ્યા કે તમે તમારા પિતાજીને સમજાવ, તે એમણે પણ એવો જ જવાબ આપ્યો. એમને એક વાતનું એ પણ દુ:ખ થતું કે, આટલું બધું સહન કરીને દેશને સ્વતંત્ર તે કર્યો પણ છેવટે કેવા લોકોના હાથમાં સોંપ્યું. વિહારીદાસની સંસ્થા (EDI) વિષે બધા જ બહુ વાતો કરતા. એમને આર્કિટેકમાં આગાખાન એવોર્ડ પણ મળ્યો. એટલે કાકાજીએ હર્ષને બોલાવીને કહ્યું કે, “તું મને ઈ. ડી. આઈ. લઈ જા.' હર્ષ રવિવારે કાકાજીને ગાડીમાં બેસાડી, એમની વહીલર લઈને ઈ. ડી. આઈ. લઈ ગયો. હર્ષે ત્યાં એમને વહીલચેરમાં બેસાડી આખું ઇ. ડી. આઈ. બતાવ્યું. પછી કહ્યું કે વિહારીદાસની ઑફિસમાં લઈ જા. ઑફિસમાં જઈને પોતાના દીકરાનું બધું સારું જોઈ એટલા બધા ગૌરવાન્તિક થયા કે પોતાના દીકરા માટે બોર્ડ પર સંદેશો Page #293 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક s મૂકો, બીજે દિવસે જ્યારે વિહારીદાસ - ઑફિસે ગયા અને સંદેશા વાંચ્યા ત્યારે અમને ખબર પડી કે કાકાજી ઈ. ટી. આઈ. ગયા હતા. હર્ષ કોઈ કોઈ વાર એમ્બ્યુલન્સ બાલાવી, એમને સુવાડીને અમદાવાદ જોવા પણ લઈ જતા. પછી આવીને એટલું વિગતવાર વર્ણન કરતા કે એ વિકાસની અમને ખબર પણ ન હોય. હું જ્યારે આચાર્યા થઈ ત્યારે ઘણી વહીવટી સમસ્યા અંગે પણ જેવી ઘેર આવું એટલે તરત જ બધું પૂછતા અને મારા જીવનમાં એટલેા રસ બતાવતા કે મારા એ સસરા કરતાં વધારે મિત્ર હતા. જયારે એમને લાગતું કે હું બહુ ટેન્શનમાં છું તે મને તે રજનીશની ટેંપા સાંભળવા આપતા. એમનાં ઘણાં બધાં વાકયો બહુ જ યાદ આવે છે * ઘરની ગૃહિણી તે। એવી હોવી જોઈએ કે ખુશીથી ઘરનું છાપરું પણ ઉડી જાય. ’’ 46 પેાતાનાને તે બધાં જ પ્રેમ કરે પણ જ્યારે પારકી ઘરમાં આવે ૧ એને તમે પેાતાની કરો તા ખરા કહેવાવ." - એ પોતે બહુ જ સ્પષ્ટ મનના હતા. જ્યારે એમને એમની મિલકત (એટલે કે મહેન્દ્ર મિલના શેરા) બે પૌત્રોના નામ પર કર્યા ત્યારે વિહારીદાસે કહ્યું કે, મૌલીના નામ પર કેમ નહીં? તે એમણે કહ્યું કે આ શેરોની કિંમત કાલે ઊઠીને કંઈ નહીં હેાય ત્યારે દીકરીને કંઈ લાભ નહિ થાય. એના કરતાં એટલા શેર વેચીને એના ભાગના રૂપિયા એના નામ પર કરો. જ્યારે ઘરનું નામ પાડવાનું આવ્યું ત્યારે એમને “હર્ષોંદય” નામ પાડયું. મૌલીએ જીદ કરી કે દાદા મારું નામ કેમ નહીં, તે એ તરત જ બાલ્યા કે દીકરીનું નામ ન હેાય. કાલે ઊઠીને જમાઈ કેવા આવે એ કાને ખબર છે? અમારે ત્યાં બધાંનાં નામ કાકાજી પાડે. જ્યારે હર્ષને ત્યાં પહેલી દીકરી જન્મી ત્યારે એમણે એનું નામ ‘આરતી’ પાડયું. એમણે કહ્યું કે હું ભગવાનની આરતી ઉતારું છું અને આટલું બધું થયા પછી આજે મને આ દિવસ આપ્યો. હું હર્ષનું બાળક જેઈ શકયો. તા. ૧-૧૨-૨૦૦૩ યાગીનીબહેન વિહારીદાસ પટેલ Page #294 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક – આધ્યાત્મિક સાહિત્યક્ષેત્રે ગોપાળદાસનું પ્રદાન બસે વર્ષના બ્રિટિશ શાસન અને અંગ્રેજી શિક્ષણને પ્રતાપે દેશનો શિક્ષિત વર્ગ ભારતના પ્રાચીન ધાર્મિક – આધ્યાત્મિક – સાંસ્કૃતિક વારસાને વીસરી ગયો હતો એટલું જ નહીં, એની નફરત કરતો થઈ ગયો હતો. ભૂતકાળના એ ભવ્ય વારસાને પુનર્જીવિત કરવા ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી થોડા જ વખતમાં ગૂજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરવામાં આવી. હિંદુ જેન બૌદ્ધદર્શનનું અધ્યયન, અધ્યાપન, સંશોધન, સંપાદન અને લેખન, એ એને મુખ્ય ઉદ્દેશ્ય હતો. એ ઉદ્દેશને ચરિતાર્થ કરવા ગાંધીજી પુરાતત્ત્વ મંદિરના આચાર્ય તરીકે પૂનાના ભાંડારકર પુરાતત્ત્વ મંદિરમાં કાર્યરત સંશોધન પ્રવીણ મુનિશ્રી જિનવિજયજીને, અને અધ્યાપક તરીકે પંડિત સુખલાલજી, પંડિત બેચરદાસજી. ધર્માનંદ કોસાંબી અને રસિકલાલ પરીખ જેવા મનીષી વિદ્વાનોને વિદ્યાપીઠમાં લઈ આવ્યા. આ પુરાતત્ત્વ-મંદિરમાં પ્રાચીન ઇતિહાસ અને દર્શનશાસ્ત્રો તેમ જ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ આદિ ભાષાઓનું શાસ્ત્રીય તથા તુલનાત્મક દૃષ્ટિએ શિક્ષણ આપવા આર્યવિદ્યામંદિર નામને એક શિક્ષણ વિભાગ પણ શરૂ કરવામાં આવ્યો. શ્રી. ગેપાળદાસ પટેલ આ આર્યવિદ્યામંદિરમાં વિદ્યાર્થી તરીકે જોડાયા અને ઈસ ૧૯૨૫માં ધર્મ અને તત્ત્વજ્ઞાનના વિષયમાં પ્રથમ વર્ગ સાથે આર્યવિદ્યા વિશારદની પદવી મેળવી. એ પછી વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. ૧૯૨૭માં તેઓ શ્રી મગનભાઈ દેસાઈના સંપર્કમાં આવ્યા. એ સંપર્ક ઉત્તરોત્તર ગાઢ બનતો ગયો અને અંતે ગુરુશિષ્ય સંબંધમાં પરિણમ્યો. ૧૩૪માં મગનભાઈ વિદ્યાપીઠના મહામાત્ર તરીકે નિમાયા ત્યારે પુરાતત્તવમંદિર તે બંધ થઈ ગયું હતું. પરંતુ આઠ વર્ષના એના કાર્યકાળ દરમ્યાન એના વિદ્વાન અધ્યાપકો દ્વારા ૨૫ જેટલા વિદ્વત્તાપૂર્ણ ગ્રંથે પ્રગટ થઈ ચૂક્યા હતા. મગનભાઈ પુરાતત્તવ મંદિરની સંશાધન, સંપાદન અને અનુવાદની એ પરંપરા પુનઃ ચાલુ થાય એમ ઇચ્છતા હતા. ગોપાળદાસના ૨૭૭ Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ એક ઝલક અંગ્રેજી, સંસ્કૃત, પાકૃત અને પાલિ ભાષાનાં ઊંડાં જ્ઞાન તથા સંપાદન – અનુવાદની એમની વિશિષ્ટ શક્તિથી મુગ્ધ હતા. એમણે પાળદાસને પુરાતવ મંદિરના કાર્યને પુન: શરૂ કરવા સૂચવ્યું. મગનભાઈના સૂચનને ગુરુઆજ્ઞા માની ગોપાળદાસે એ કામ ઉમંગ ને ઉત્સાહપૂર્વક હાથ ધર્યું અને દસ વર્ષમાં – શ્રીમદુની જીવનયાત્રા, શ્રીમદનાં વિચારરત્નો, મહાવીર સ્વામીને સંયમધ, મહાવીર સ્વામીને આચારધર્મ, મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ, કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ન, હેમચંદ્રાચાર્ય કૃત યોગશાસ્ત્ર, શ્રી ભગવતીસાર, સમીસાંજને ઉપદેશ, પાપ, પુણ્ય અને સંયમ, શ્રી મહાવીર કથા વગેરે જેને ધર્મગ્રંથના અનુવાદ આપ્યા. ગવાસિષ્ઠ અને શ્રીમદ્ ભાગવત જેવા હિંદુ ધર્મના બે બૃહદ અને તાવિક ગ્રંથના એમણે આપેલા સંક્ષિપ્ત અનુવાદ ગોપાળદાસની ઊંડી દાર્શનિક દષ્ટિ અને સંપાદન – અનુવાદકળાના દ્યોતક છે. ગોપાળદાસ એમના જીવનના છેલ્લાં પચીસ વર્ષ પથારીવશ રહ્યા. પરંતુ એ હાલતમાં પણ એમને સંપાદન - અનુવાદયજ્ઞ અટક્યો નહીં. ૧૯૩૭માં પિતાના શીખગુરુ હજુરાનંદ પાસેથી ગોપાળદાસને ગુરુગ્રંથસાહેબ ગ્રંથ પ્રસાદીરૂપે મળ્યો હતો અને તે દિવસથી તેઓ નિત્ય નિયમિત તેને પાઠ કરતા હતા. ગુરુગ્રંથસાહેબ એ ભિન્ન ભિન્ન સંપ્રદાયના સંતોની વાણી છે. કાકાસાહેબ કાલેલકરના શબ્દોમાં કહીએ તો એ સંતનું સંમેલન છે. એના રોજના રટન-પઠનમાં આત્મશુદ્ધિની ને જીવનપરિવર્તનની કેવી ગર્ભિત તાકાત પડેલી છે એને ગોપાળદાસને જાતઅનુભવ હતો. દરમિયાન ઓશો રજનીશજીએ ૩૫-૪૦ જેટલા પરદેશી સંતને સૂફીઓનાં પદો ઉપર આપેલાં વ્યાખ્યાને એમના વાંચવામાં આવ્યાં. એમાંથી ભારતના સંતની વાણીના અનુવાદ આપવાની એમને પ્રેરણા થઈ. એના ફળ સ્વરૂપે ગુરુ નાનકનાં ભક્તિપદો, ગુરુ નાનકની વાણી, સંત કબીરની વાણી, દાદૂ ભગતની વાણી. દરિયા ભગતની વાણી, સંત લૂકદાસની વાણી તથા સંત પલટુદાસની વાણી વગેરે પુસ્તકો આપણને મળ્યાં. વિશ્વ-સાહિત્ય અકાદમીએ સંતમાળાના સંક્ષિપ્ત અનુવાદોના પ્રકાશનનું કાર્ય હાથ ધર્યું છે તે સર્વથા સરાહનીય છે. ગુરુગ્રંથસાહેબ એટલે સંતનાં સૂક્તો, પદો, ભજન કીર્તનેને મહાસાગર! પિતાના જીવનની સંધ્યાએ પથારીમાં પડયાં પડ્યાં ગોપાળદાસે એમાંથી ગુરુ નાનકની ‘જપુજી', “આસા-દી-વાર” અને “સિંધ-ગોસટિ' એ ત્રણ કૃતિઓ, ત્રીજા ગુરુ અમરદાસની મનને મુગ્ધ કરનારી કૃતિ “અનં” અને પાંચમા ગુરુ અર્જુનદેવની સુખના મણિરૂપ કૃતિ 'સુખમની’ એ પાંચ Page #296 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસેવાની એક ઝલક કૃતિઓને મૂળ, અનુવાદ, વિવરણ, ટિપ્પણ તથા ખાસ મોટા ઉદ્દઘાન સાથે પંજJથી' નામે પ્રસિદ્ધ કરીને જિજ્ઞાસુઓની બહુ મોટી સેવા કરી છે. કોઈ પણ પ્રકારની પ્રસિદ્ધિની ખેવના કે મેહ વગર અનાસક્તભાવે, વારતઃ સુવા, ગોપાળદાસે ધાર્મિક – આધ્યાત્મિક શાસ્ત્રોના આપેલા અનુવાદ દીર્ઘકાળ સુધી પ્રેરણા આપતા રહેશે, વિશ્વ સાહિત્યના સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે શ્રી, મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની ઉમદા સાહિત્યસેવાને શત શત વંદના તા. ૧-૧૨-૦૭ મગનભાઈ જે. પટેલ શ્રી. ગોપાળદાસ પટેલની સાહિત્ય-સેવાની એક ઝલક - શ્રી. ગોપાળદાસ એટલે ગોપાળદાસ. એમની સાથે ગાઢ પરિચય થયા બાદ મને લાગ્યું કે આ પુરુષ તો સાહિત્યના ઊંડા મર્મજ્ઞ અને ભાષાવિદુ છે; અંગ્રેજી, સંસ્કૃત અને ગુજરાતી ભાષા પર તે ગજબને કાબૂ ધરાવે છે. આટલી ઊંચી સજજતા હોવા છતાં એ અંગેનું લેશ પણ અભિમાન એમનામાં મને જણાયું નહિ. ન પહેરવેશને ઠઠારો; ન સાહિત્યવિષયક જાણકારીને દેખાડે; ન વ્યક્તિવિશેષ તરીકે આગળ પડવાની પડાપડી. આવા સાદા અને નિરાભિમાની, વિદ્વાન, સજજનની ઓળખાણ અને હૂંફ મને મળ્યા. આ ઘટનાને હું મારું સૌભાગ્ય સમજું છું. જેમ જેમ હું એમના નિકટના સંબંધમાં આવતો ગયો તેમ તેમ મને અનુભવ થયો કે શ્રી ગોપાળદાસ – ૦ ખૂબ સારા, સંન્નિષ્ઠ તથા મદદરૂપ વાલી છે. એમનો દીકરો ગૂ૦ વિદ્યાપીઠના વિનયમંદિરમાં ભણત હતે.] ૦ સારા સાહિત્યકાર છે. ૦ ઘણીબધી ભાષાઓના જાણકાર છે. ૦ શિક્ષણશાસ્ત્રના સિદ્ધાતિના જ્ઞાતા છે. ૦ મર્મજ્ઞ ભાષાવિદ્દ, વ્યાકરણવિદ્દ અને ઉચ્ચ કોટીના અનુવાદક છે. ૦ ધર્મશાસ્ત્રો અને ધર્મગ્રંથેના જ્ઞાતા છે. હિંદુધર્મ ઉપરાંત, અન્ય ધની કથા અને સિદ્ધાંતના ઊંડા અભ્યાસી છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૦ એક ઝલક ૦ ગાંધીજીની ફિલસૂફીમાં અપાર જીવંત શ્રદ્ધા ધરાવનાર છે. અને જીવનને આધ્યાત્મિક વિચારસરણીયુક્ત બનાવવાનો પુરુષાર્થ કરનાર, સાધુચરિત છે. એમની લેખનશક્તિ અને અનુવાદક તરીકેની સમજે તો મારા પર ગજબની અસર કરી. એમની સાહિત્ય-સેવાની કૃતિઓને ફલક જોતાં મને થયું કે આ વિદ્વાનની નજર તે પિંડથી માંડીને ગગનમંડળની ગતિ પર્યંત, વ્યાપક અને ઊંડી છે. એમના વિચારો, એક બાજુએ “કામ”-સે રામ” એવા સૂત્રની ઊંડી અને તલસ્પર્શી ચર્ચામાં જણાય, તો બીજી બાજુએ અસંગની કુહાડીથી લોભ, કામ અને ક્રોધને છેદવાની અનાસક્તિમાં એટલી જ ઊંડી ચર્ચામાં પણ જણાય. ગજબનું સમતેલન એમાં અનુભવાય! પિતે યોગમાર્ગના ઉપાસક હોવાથી જીવનના કેટલાક આગ્રહમાં બાંધછોડ કરવાનું અમને નાપસંદ હતું, એ જુદી વાત. એમને વાચનને અને સાહિત્યસેવનને આત્યંતિક શોખ. (લખવું. અનુવાદ કરવો, વગેરેને). જીવનના છેલ્લા બે દસકા દરમિયાન એ માંદગીને કારણે સાવ પરાવલંબી થઈ ગયા હતા. એમનાથી ન તે ઉઠાય, ન બેસાય કે ન રાત્રે ઊંઘાય. થોડી થોડી વારે અન્ય સહાયકની એમણે મદદ લેવી પડતી. પરિચારિક અને સગાંસ્નેહીઓની મદદ, સતત સુલભ હોવા છતાં, બધી ક્રિયાઓમાં અવલંબન રાખવાનું એમના સ્વભાવથી વિરુદ્ધ હતું. આમ છતાં, પથારીમાં પડ્યા પડ્યા, અખબાર વાંચવાનું, અનુવાદ કરવાનું લેખ લખવાનું, વગેરે એમણે સતત ચાલુ રાખ્યું. એ દરમિયાન અને એ અગાઉથી પણ, એમણે પોતાની સાહિત્યસાધના ચાલુ રાખી હતી. ગુજરાતના ઉત્તમ અનુવાદકોમાંના એક તરીકે એમણે નામના મેળવી હતી. વિશ્વસાહિત્યની અણમેલ કૃતિઓને ગુજરાતી ભાષામાં કુશળતાપૂર્વક ઉતારીને એમણે ગુજરાતી ભાષાની અનન્ય સેવા કરી છે. નાનાં બાળકોથી માંડીને વૃદ્ધો પર્યત સૌ એમના ઋણી રહેશે. એમની શિષ્ટ અભિરુચિ, ભાષાકુશળતા વિશદ્ અને વેધક દષ્ટિ એમનાં ભાષાંતરોને ઊંચો ઉઠાવ આપે છે. એમની સાહિત્યસેવાનાં થોડાં દષ્ટાંતે હવે જોઈએ – ૦ ગૂજરાત વિદ્યાપીઠમાં શ્રી મગનભાઈ દેસાઈ “શિક્ષણ અને સાહિત્ય” માસિકનું સંપાદન કરતા હતા. તેમાં પુસ્તકની સમીક્ષા તથા પ્રાસંગિક અને સ્વતંત્ર લેખો લખવાનું કામ શ્રી. ગોપાળદાસ કરતા. 0 શ્રી. મગનભાઈ દેસાઈની સૂચનાથી કુમાર વિનય મંદિરના આચાર્યશ્રીએ આચાર્યના અનુભવો” નામની પુસ્તિકા લખવાનું શરૂ કર્યું. એમાં Page #298 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય-સેવાની એક ઝલક સાચા અનુભવોને આધારે લખવાનો આગ્રહ રાખવામાં આવ્યો. પુસ્તિકામાં રહેલી ઘટનાઓને મઠારવાનું તથા એમાંથી શૈક્ષણિક સિદ્ધાંતનું નવનીત તારવવાનું કામ શ્રી. ગોપાળદાસ કરતા. એ વાંચીને આપણને શિક્ષણશાસ્ત્રી ગોપાળદાસ પ્રત્યે માન થયા વિના રહે નહિ. ૦ વિશ્વ-સાહિત્યના દરબારમાં જેને માનવનું સ્થાન મળેલું છે એવી ગુજરાતી ભાષાની મહાનવલ “સરસ્વતીચંદ્ર' ચાર ભાગના વિશાળ ફલકમાં લખાયેલી છે. એમાં અનેક પાત્રો છે. સમાંતર વહેતી ત્રણ કુટુંબકથાઓ છે અને અનેક ઉપકથાઓ છે. અનેક ઘટનાઓથી ગુંથાયેલી આ નવલકથાના કથાતંતુને એવી સરળતાથી, સબળતાથી અને કુશળતાથી ગૂંથવામાં આવ્યા છે કે આખી નવલકથા સપ્તરંગી મેઘધનુષની પેઠે એપી ઊઠે પણ શ્રી. ગોપાળદાસે એ મહાનવલને ૧૩૦ પાનાંમાં સંક્ષિપ્ત કરીને પોતાની શકિતનો કમાલ બતાવ્યા છે. મૂળ વાર્તાપ્રવાહને યથાતથ રાખીને, અનેક વર્ણનનાં જાળાં અને કાવાદાવાની ગૂંચવાડાભરેલી નકામી ચર્ચાને તથા લાંબીલચક વાકયરચનાનો સંપૂર્ણ છેદ ઉડાડીને. આ ગ્રંથને એ હૃદયંગમ બનાવી દીધો છે કે કુમાર, કિશોર તથા યુવાવર્ગના સાહિત્ય રસિકો એને સારી રીતે વાંચી શકે, હિમાલયમાંથી નીકળતી, ધસમસતી, ભાગીરથીના પ્રચંડ પ્રવાહને નાની નહેરમાંથી વહેતે કરવા જેવું આ જટિલ તથા કુશળતા માગી લે તેવું કામ છે, સાહિત્યના સંક્ષિપ્તકરણની ઇજનેરી કુશળતા શ્રી. ગોપાળદાસમાં સહજ હતી. સરસ્વતીચંદ્ર'ના સંક્ષિપ્તકરણના સંપાદકીય લખાણમાં શ્રી ગોપાળદાસે એ લખેલાં કેટલાંક વિધાન આપણી વાતને પુષ્ટિ આપે છે, “આ પ્રવાસમાં નવલકથાના માત્ર વાર્તાતંતુને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. મૂળ સમર્થ લેખકની સુંદર, સુઘડ, શુદ્ધ ગુજરાતી ભાષાની છાપ, અનુભવસંચય, ચિંતન, ફિલસૂફી સંસારમીમાંસા તથા રસદષ્ટિની ખૂબીની ઝલક, તેમાં ભારોભાર ઊતરે, એને પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે.” આ સંક્ષિપ્ત લખાણ વાંચતાં, આપણને નથી વાર્તા વાર્તાના પ્રવાહને ભંગ નથી વર્તાનું પુનરાવર્તન કે નથી વર્તાતી ભાષાની ગરિમાની ઓછપ. એકી બેઠકે આ લખાણ વાંચીને પૂરું કરવાનું આપણને મન થાય એવું ખેંચાણ એમાં રહેલું છે. ૦ એક અચ્છા સાહિત્યપ્રેમી અને સારા શિક્ષણ પ્રેમી શ્રી ગોપાળદાસે બે પુસ્તકો ગુજરાતી ભાષામાં અનુદિત કર્યા છે. એક પુસ્તકના મૂળ લેખક Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ એક ઝલક છે, આચાર્ય કૃપલાણીજી. ગૂજરાત વિદ્યાપીઠના એક વખતના આચાર્ય તરીકે એમણે કામ કર્યું હતું. એમનું પુસ્તક અંગ્રેજીમાં છે, જેનું શીર્ષક છે ધ લેટેસ્ટ ફૂડ' નામે એ પુસ્તકનું શ્રી. ગોપાળદાસે “સર્વોદયની કેળવણી'ને નામે ગુજરાતીમાં ભાષાંતર કર્યું છે. એ ભાષાંતર ગુજરાતને સમપિત કરીને એમણે બુનિયાદી શિક્ષણ વિષે સ્પષ્ટ અને વિગતપૂર્ણ સૈદ્ધાંતિક સમજ આપી છે. આમેય બુનિયાદી શિક્ષણની વાત ૧૯૪૭માં તે નવીસવી હતી. એને ટીકાકારે ઘણા હતા. અંગ્રેજીમાં મૂળ પુસ્તકમાં કૃપાલાણીજીએ, બહુ તેજાબી શબ્દમાં બુનિયાદી શિક્ષણને વિષે સમજ આપી છે. શ્રી. ગોપાળદાસે એ પુસ્તકનું એવી અદ્દભુત રીતે ભાષાંતર કર્યું છે કે વાંચનારને મૂળ કૃતિ જેવો જ રસાસ્વાદ આવે. શ્રી. ગોપાળદાસે ૧૧૮ પાનામાં વિષયવસ્તુની સરસ ચર્ચા કરી છે. અને છેલ્લાં ૩૦ પાનાંમાં વિગતપૂર્ણ ટિપ્પણ આપ્યું છે. એમાં વ્યક્તિવિશેષ, સંસ્થા, પારિભાષિક શબ્દો, વિશે ખૂબ કીમતી માહિતી આપી છે. શ્રી. ગોપાળદાસે આ પુસ્તક થકી બુનિયાદી શિક્ષણના પ્રસરણની અમૂલ્ય સેવા કરી છે, અને એક સાચા શિક્ષણકારની પ્રતીતિ કરાવી છે. ૦ એવું જ બીજું પુસ્તક આચાર્ય એલ. પી. જેકસનું અંગ્રેજીમાં લખાયેલું છે. એનું મથાળું છે “એજ્યુકેશન ઑફ ધ હેલ મેન' આ પુસ્તકને મનુષ્યની “સર્વાગીણ કેળવણી' નામે ગોપાળદાસે ગુજરાતીમાં ઉતાર્યું છે. એ પુસ્તકમાં કેળવણીની અગત્ય ફુરસદવાદ વગેરે વિશે ચર્ચા કરવામાં આવી છે. ભાષાની પ્રૌઢિ, વિષયવસ્તુને અનુરૂપ જણાય છે. આ પુસ્તક પણ કેળવણીને લગતું છે. આ બંને પુસ્તક સાહિત્યસેવી ગોપાલદાસને કેળવણીકાર તરીકે પ્રતિષ્ઠિત કરે છે. ૦ શ્રી. ગોપાળદાસે ગુજરાતી સંપ સિવાય અન્ય ભાષાના ગ્રંથેના સંક્ષેપ કરનાર અને અનુવાદક તરીકે અથાક પ્રયત્ન કર્યા છે. ૦ શ્રી. ગોપાળદાસે વિકટર હ્યુગોની અદ્ભુત નવલકથા “હંચ બેક ઑફ નેત્રદામ’ને “ધર્માધ્યક્ષ' મથાળા હેઠળ સુંદર સંક્ષિપ્ત અનુવાદ ગુજરાતી પ્રજને અર્પણ કર્યો છે. હ્યુગો પિતે રોમાંચ-રસના પુરસ્કર્તા છે. પ્રસ્તુત નવલકથામાં આપણે એ રસ માણતાં, તરબતર થઈ જઈએ છીએ. અલબત્ત આમાં થોડી ધીરજ રાખવી પડે. કેમ કે શરૂઆતનાં ડાં પાનાંની વિગતોને, અકળાયા વિના, ધીરજથી વાંચ્યા બાદ, રસામૃતના મહાસાગરને માણવાની મઝા પડે છે. Page #300 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યસેવાની એક ઝલક નવલકથાનું મુખ્ય પાત્ર “ધર્માધ્યક્ષ' છે. એ સ્ત્રી માટે આત્મસમર્પણની ભાવના ન બતાવી શક્યો. બરબાદ થયો. કસીમાં દો' નામને એક કુરૂપ, દૂધ, જણ છે. તે શરીપાત્ર તરફ કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કરે છે, બલિદાન આપે છે. એસમરાદા' નામનું મુખ્ય સ્ત્રી પાત્ર છે. એ મુગ્ધા પિતાના પ્રેમને ખાતર ફાંસીના માંચડે ચડી ગઈ. સંસારની મહાનવલકથાઓમાં જેની ગણતરી થાય છે એવી “લા મિઝરેબ્લ’ને સંક્ષેપમાં અનુવાદ કરવામાં તે શ્રી. ગોપાળદાસની ભાષાંતરકળાએ કમાલ કરી છે. કરુણાના અવતાર સમા પાદરી, દંડશક્તિના પ્રતીક જેવો અમલદાર વર્ટ, માનવતાના ચરમ શિખર સમા જીન વાલજીન અને સ્વાથધ, કઠોર અને ધૂર્ત થેરાડિયર દંપતી, આપણા મનમાંથી ખસતાં નથી. ઝગમગતે તારો જેમ નમંડળમાં ચમકે, તેમ જીન વાલજીન નામધારી એ મહામાનવ આપણા મન:પટ પર ચમક્યા કરે છે. હજારો પાનાંની આ મહાનવલના અનુવાદમાં ગોપાળદાસે દાખવેલી કાબેલિયત દાદ માગી લે એવી છે. એક કુશળ સંક્ષેપકાર અને અનુવાદક તરીકે શ્રી. ગોપાળદાસના કામ પર એક ઊડતી નજર આપણે નાખી. એ એમણે કરેલી અન્ય સાહિત્યસેવા તરફ હવે આપણે જોઈએ – પાઠયપુસ્તકોનું રાષ્ટ્રીયકરણ થયું તે પહેલાં આખા ગુજરાતમાં ગુજરાત વિદ્યાપીઠ રચિત “વિદ્યાપીઠ વાચનમાળા' તથા “વિનયવાચનમાળા' ધારણ ૧ થી ૧૦માં ચાલતી હતી. એ બંને વાચનમાળા તૈયાર કરવામાં ગોપાળદાસે મુ. શ્રી, મગનભાઈ દેસાઈની સૂચનાને ધ્યાનમાં રાખી, અપાર મહેનત કરી. બાળકમાં કેળવવાનાં વલણ, એમને શિખવાડવાના વિષયમુદ્દાઓ, વ્યાકરણશિક્ષણ અને સ્વાદયાય તથા પ્રશ્નો માટે શિક્ષકોએ કરવાની પૂર્વતૈયારી, વગેરેને ધ્યાનમાં રાખીને શ્રી. ગોપાળદાસે પાઠો તૈયાર કર્યા. એ પાઠના કાચા મુસદ્દાને વર્ગખંડમાં ચકાસાડાવ્યો. પછી અંતિમ રૂપ આપ્યું, એ તૈયાર કરવામાં શ્રી. ગોપાળદાસમાં રહેલા એક ઉત્તમ શિક્ષણકાર, વ્યાકરણવિદ અને ભાષાનિષ્ણાતનાં દર્શન થયાં. આ ઉપરાંત જૈન, બુદ્ધ અને હિંદુધર્મના ધર્મગ્રંથોને પણ એમણે ઝીણવટથી અભ્યાસ કર્યો. ભાગવત પર તયાર કરેલો ગ્રંથ સાચે જ અનન્ય છે. ગુજરાતી ભાષામાં આ ગ્રંથ મળવો આજે દુપ્રાપ્ય છે. દર્શનશાસ્ત્ર, ગશાસ્ત્ર પર એમણે ચિંતનાત્મક લેખો લખ્યા. શ્રી. ગોપાળદાસ અને Page #301 -------------------------------------------------------------------------- ________________ ૯૪ એક ઝલક શ્રી. મગનભાઈનાં બધાં પુસ્તકો ગુજરાતી વાચક માટે “રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ” અને તેમના ચાહકોએ સુલભ કરાવવાં જોઈએ. છેલ્લે, એમના જીવન પર કબીરસાહેબની અને વિશેષત: નાનકદેવજીની પ્રબળ અસર જણાતી હતી. “સંત કબીરજીની વાણી” અને “ગુરુ નાનકની વાણી” નામની બે પુસ્તિકાઓનું એમણે સંપાદન કર્યું. પહેલી પુસ્તિકામાં ૨૦ ભજનો છે; બીજીમાં ૨૨ પદો અને ૧૧ સદુક્તિ છે. શ્રી કબીરજીની વાણી વિષે શ્રી. ગોપાળદાસ લખે છે કે – “ કબીર તે આગ છે. એક ઘૂંટડે પણ પી જાઓ તે તમારી અંદર પણ આગ ભભૂકી ઊઠે. જન્મોજન્મથી સૂતેલી સુઈ રહેતી આગ, તમે પણ દીપક બની જાઓ. તમારી અંદર પણ સૂરજ ઊગે. અને એવું થાય તો જ જાણવું કે કબીરને સમજ્યા.” શ્રી નાનકદેવની વાણી વિષે લખે છે કે – ગુરુ નાનક લોકગમ્ય શૈલીમાં અને લોકભાષામાં બોધ આપતા. તે ઉપરાંત તેમણે સંગીતમય ઉપાસનાની શક્તિ ખૂબ ખીલવી એક ઈશ્વર અને તેના પ્રતીક તરીકે મૂર્તિ નહિ પણ તેનું નામ – આ વસ્તુ એમણે સ્વીકારી. સત્સંગ અને સંઘની પરસ્પર ભાવનાને પણ એમણે સ્વીકારી, સત્સંગ અને સંઘની પરસ્પરભાવનાને પણ એમણે મહત્વ આપ્યું હતું.” આ ઉપરાંત એમણે શીખ ધર્મના “પંજથી” નામના પુસ્તકમાં ગુરુ નાનકદેવ, અમરદાસ અને અનદેવનાં પાંચ સ્તોત્રો અનુવાદ તથા ટિ૫ણ સાથે ઉતાર્યા છે. વળી “ જપમાળામાં ઈશ્વરના નામસ્મરણને, પોતાની સાદી-સહજ વાણીમાં પ્રગટ કર્યું છે. અંતમાં જણાવવાનું કે શ્રી. ગોપાળદાસ ફરમાસુ સાહિત્યસેવી નથી. એ ઉરામ ભાષાવિદ છે; વ્યાકરણ નિષ્ણાત છે; સાહિત્યના સિદ્ધાંતોના મીમાંસક છે, કેળવણીકાર – ભાષા શિક્ષણકાર – છે. વળી યોગમાર્ગના જ્ઞાતા પણ છે. ભાષાનાં અગત્યનાં અંગે જેવાં કે વ્યાકરણ, વિચારસાતત્ય, વાકયરચના, ભારે ગદ્ય તથા હળવી નિબંધિકા લખવાની હથોટી, શબ્દ પસંદગી, રૂઢિ મહાવરાને ઉપયોગ, અકારની ઉપયુક્તતા વગેરેના તે જાણકાર છે. ગુજરાતી સાહિત્યમાં રસ લેનારાં સૌ કોઈ એમને આદરથી યાદ કરે છે. આવા સમર્થ રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી. મગનભાઈ અને શ્રી. ગોપાળદાસને મારાં વંદન. તા. ૧૫-૯-૨૦૦૩ ચંદ્રકાન્ત ઉપાધ્યાય WWW.jainelibrary.org Page #302 -------------------------------------------------------------------------- ________________ બે જ્ઞાની ભક્તોની પ્રતિભા ૧૯૬૦માં ગુજરાતના નવા રાજયની સ્થાપના થઈ. અમદાવાદમાં વસતા રચનાત્મક કાર્યકર્તાઓને [ગૂ. વિ, નવજીવન, સાબરમતી આશ્રમ, ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગુજરાત યુનિ. વગેરે વસવાટને સવાલ ઉગ્ર બન્યો. આના ઉકેલ માટે શ્રી. મગનભાઈ દેસાઈએ વસવાટની સહકારી મંડળી સ્થાપવાની પ્રેરણા આપી. સત્યાગ્રહ છાવણીની આ યોજનાને સંત વિનેગા, ગાંધીજીના રહસ્ય મંત્રી પ્યારેલાલજી, અશોક મહેતા, વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા, બળવંતરાય મહેતા, ઠાકોરભાઈ દેસાઈ, વજુભાઈ શાહ, ધીરુભાઈ મ. દેસાઈ, મણિભાઈ વાઘજીભાઈ પટેલના આશીર્વાદ મળ્યા. શ્રી. પુત્ર છે. પટેલે લશ્કરી છાવણી જેવી “સત્યાગ્રહ છાવણી” નામની યોજના રચનાત્મક કાર્યકરો માટે બનાવી. તેમાં દરેક સભ્યને ચારસો વારનો સ્વતંત્ર હોટ રૂપિયા એક હજારમાં આપો અને ચાર હજારમાં બાંધકામ કરી આપવું. આમ કુલ રૂપિયા પાંચ હજારમાં રચનાત્મક કાર્યકર્તા પિતાનું ઘરનું ઘર બનાવી શકે એવી આ યોજના હતી. આ છાવણી માટે શ્રી. ગોપાળદાસ પટેલ, શ્રી. મણિભાઈ વાઘજીભાઈ પટેલ અને શ્રી. ૫૦ છો૦ પટેલે જોધપુરનો ટેકરો પસંદ કર્યો. જોતજોતામાં વગર જાહેરાતે આ સત્યાગ્રહ છાવણીના પાંચ સભાસદો થઈ ગયા. પછી તે આ વિસ્તારમાં શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટ, કૃપલાની ટ્રસ્ટ, વિશ્વ-સાહિત્ય અકાદમી, રામનામ કુદરતી ઉપચાર કેન્દ્ર, રાતરાણી ઊજાણી ઘર, પરિવાર પ્રકાશન, પર્યાવરણ મંડળ, ૫૦ ૦ પટેલને જાહેર પત્ર, ‘ટંકારવ', “પારસમણિ', “જ્ઞાન-જ્યોતિ', સેટેલાઈટ, ભાવનિર્ઝર, શિવાનંદ આશ્રમ, સદુ-વિચાર, ચિન્મય મિશન, નારાયણ વિદ્યામંદિર, સુંદરવન, હાઈવે, રાજપથ કલબ, સરદારબ્રિગેડ હૉલ, એશે કિતાબ ઘર, સત્યદીપ ધ્યાન કેન્દ્ર ઇસ્કોન મંદિર, સરદાર ઇન્સ્ટીટયુટ, રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ, જાગૃતિ મંડળ, હેલ્થ ફૂડ સ્ટોર, સિનેમા, કલબ અને હૉટેલની હારમાળા ઊભી થઈ છે. ૧૯૬૨માં આ વિસ્તારમાં બહારવટિયાનાં ખંજર પણ ધ્રૂજતાં હતાં તે વખતે શ્રી. મગનભાઈ અને શ્રી. ગોપાળદાસની પ્રેરણાથી શ્રી. પુત્ર છો, ૨૮૫ Page #303 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક પટેલ ચીનની કટોકટીની સમજ આપવા આજુબાજુના ગામમાં – થલતેજ, બોડકદેવ, વસ્ત્રાપુર, જોધપુર વગેરે ગામોમાં પરિવાર સંસ્થાએ મેયરશ્રી. સોમાભાઈ પટેલ, દિનકર મહેતા, શ્રી. હિતેન્દ્રભાઈ દેસાઈ, શ્રી. વજુભાઈ શાહ, શ્રી. ઠાકોરભાઈ દેસાઈ, શ્રી. દિલખુશભાઈ દિવાનજીનાં જોરદાર વ્યાખ્યાનોની રમઝટ મચાવી લોકોમાં ખુમારી ઊભી કરી. ગ્રામજને માટે ઊંધિયા પાર્ટી અને લાલ લીલી” જેવાં નાટકે અને ગીતા-ઉપનિષદોની શિબિરે કરી. ચીનની ભારત પર ચડાઈની સમજ આપવા માટે પરિવાર પ્રકાશને “ભારત પર ચડાઈ – સંપા૦ મગનભાઈ દેસાઈ, કિં૦ ૦-૭૫ નામની પુસ્તિકા બહાર પાડી. તેમાંથી ખર્ચ બાદ જતાં વધેલી રકમ વડાપ્રધાનના સંરક્ષણ ફંડમાં પરિવાર સંસ્થાએ મોકલી આપી. પછી તે લે-મિઝરાષ્પ, થ્રી મસ્કેટિયર્સ, ક્રાઈમ એન્ડ પનિશમેન્ટ વગેરે પુસ્તક બહાર પાડયાં. આ બધાં પુસ્તકોના વિમોચન સમારંભે જોધપુરના ટેકરા ઉપર થવા માંડ્યા. મને વાંચવાને ભારે શોખ છે. મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલનાં મોટા ભાગનાં પુસ્તકો રસપૂર્વક મેં વાંચ્યાં છે. આવા સંત પુરુષોના અંગત સમાગમમાં આવવાનું થયું. આ સમાગમને કારણે સત્યાગ્રહમાં મારું ઘર બન્યું અને મારો વાંચવાનો શોખ સંતોષાય. પછી તો મગનવાડીમાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ થઈ. ગ્રામોદ્યોગ અને ઇલેકટ્રોનિકસના વર્ગો, પુસ્તક પ્રદર્શને, ગીતા અને ઉપનિષદોની શિબિરો, ગ્રંથાલય, યોગના વર્ગો, વિવિધ ભાષાઓના વર્ગો, ધ્યાનની શિબિર, પુસ્તક પ્રકાશન, બાગ અને બાલવાડી, પ્રાર્થના ઉત્સવ સમારંભો, રામનામ કુદરતી ઉપચાર કેન્દ્ર, વ્યાખ્યાન માળા, ટંકારવ” અને “જ્ઞાન-જયોતિ’ અને વ્યાયામની રમઝટ ચાલી. સેટેલાઇટ વિસ્તારમાં “ફ્રીડમ ફાઇટર” હૉસ્ટેલ કમ લાયબ્રેરી” અને “ધ્યાન કેન્દ્ર” સ્થાપવાની શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની ખાસ ઇચ્છા હતી. તેમની આ ઈચ્છા પુરી કરવાનું શ્રી. ગુણવંતભાઈ. ફુલાભાઈ દેસાઈ અને ડૉ. વી. જી. પટેલના પરિવારે તથા રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટે બીડું ઝડપ્યું. આ માટે રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ ગ્રંથાલય', “હૉસ્ટેલ' અને “ધ્યાન માટે “ઓશો હૉલની સુવિધા તાત્કાલિક ઊભી કરી ગ્રંથાલયને મંગલ પ્રારંભ કરી “શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ સ્મૃતિ ગ્રંથાલય” નામ આપ્યું છે. આ સુંદર કાર્ય કરવા માટે સંસ્થા અને તેમનાં પરિવારે ખાસ અભિનંદનને પાત્ર છે. ગુજરાતના સુખી સંપન્ન લોકોએ આ જ્ઞાનયજ્ઞમાં ઉત્સાહથી ભાગ લે જોઇએ. સૌને ધન્યવાદ. Page #304 -------------------------------------------------------------------------- ________________ બે જ્ઞાની બક્તોની પ્રતિભા સેટેલાઈટ વિસ્તારમાં આ બે અધ્યાત્મને સાધકોએ છેલ્લી પળોમાં પણ સુંદર કામગીરી બજાવી છે. પરંતુ ક્યાં આ ગાંધીવાદીઓની સાદાઈ અને “સત્યાગ્રહ છાવણીના અને આપણ સૌના આજના મેગલાઈ રંગઢંગ! સત્યાગ્રહ છાવણીની સ્થાપના વખતે શ્રી. મગનભાઈ દેસાઈ અને ગાંધીજીના રહસ્ય મંત્રી શ્રી. પ્યારેલાલજીએ આપેલી કીમતી સલાહ મને યાદ આવે છે. તે સલાહ પ્રમાણે ચાલવાની ભગવાન સૌને શક્તિ અને હિંમત બક્ષી શ્રી. ગોપાળદાસ પટેલ પિતાનાં પુસ્તકો શ્રી. મગનભાઈ દેસાઈને અર્પણ કરતા. અને તેમાં નીચે મુજબ અર્પણ નેધ મૂકતા. અપણ પરમ પિતાગુરુ શ્રી મગનભાઈ પ્રભુદાસ દેસાઈ -ને ચરણે જેમના સં૫શે મારા બધા દોષે ગળાઈ ગયા, અને હું માટીમાંથી માનવ બળે. નેપાળદાસ જીવાભાઈ પટેલ જીવન-જંગ લડવાને ગૃહરૂપી છાવણી ["સત્યાગ્રહ” અને “છાવણુ”] વિ. ભાઈ શ્રી. મહના, તમે અગાઉ વાત કરેલી, તે મુજબ તમારો પત્ર (તા. ૬-૧નો) મળ્યો. તેની સાથે જોડેલી માહિતી ઇ૦ જોઈ ગયો. તમારું કામ સરસ રીતે ને પુરતા વેગથી આગળ ચાલે છે, એમ તેમાંથી જોઈ શકયો. એને માટે તમને સૌને ધન્યવાદ અને મુબારકબાદી. તમારી મંડળીના છાપેલા નેટ-પેપર પર અંકિત કરેલી વિચારકલિકા જોતાં મને તેમાં અનુયોગ્ય રીતે “ગૃહ’ શબ્દ “ભૂમિ'ની જગાએ મુકીને મહાભારતનું એ ભૂમિકાવ્ય વિચારવાનું મન થઈ આવ્યું : Page #305 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક गृहे वै जायते सर्वम् गृहे सर्वम् च वर्धते । गृहं प्रतिष्ठा लोकानाम् गृहमेव परायणम् ॥ यस्य गृहं तस्य सर्वम् इहधर्मार्थ साधनम् ॥ न गृहं गृहमित्याहुः गृहिणी गृहमुच्यते ॥ આવા ભાવને સતત પિષતી રહે એવી તમારી ગૃહમંડળી બને – એવું તમારું ધ્યેય હશે, એવી શુભેચ્છા! આને અર્થ એ કે, તમે ઇંટચૂકે ને સિમેન્ટ, ખડ ને લાકડું ઇ૦. સરસામાનથી સ્થળ મકાન તે બાંધશો જ, પરંતુ એને આત્મા એ ધ્યેય હશે. તમારા બાંધકામમાં કરકસર, કુનેહ, તેમ જ ઈમાનદારીની સેવાભરી સુવાસ પ્રગટે તે જ એ આત્માની પ્રતિષ્ઠા સંભવે. એમ થાય છે, જેમ બધાં મકાને સાથે સાથે હશે, તેમ જ તેના નિવાસી વ્યાપક પડોશધર્મથી સંકળાઈને એક પરિવારવતું સહેજે બની રહે. વળી, તમે ગુહમંડળીનું નામ “સત્યાગ્રહ” અને “છાવણી” જેવા સ્વરાજ્યુગીન શબ્દોથી પાડયું છે. “સત્યાગ્રહ’ બાપુએ રચેલો શબ્દ છે; તેમાં અર્થ પણ તેમણે જીવન દ્વારા રેડ્યો. જીવન-જંગ લડવાને ગૃહ રૂપી છાવણીમાં જ સૌ કોઈ આપણે રહીએ છીએ ને? આ જંગની આખી યુદ્ધકળા “સત્યાગ્રહ’ દ્વારા બાપુએ વ્યાખ્યાત કરી આપી છે, એ તમે જાણો છો આ તમારો નો વાસ એ નામને ચરિતાર્થ કરે એવો થાઓ, એવી પ્રાર્થના પ્રભુને કરું છું. અંતે એક કહું :- મંડળીનું સહકારી કામકાજ ઈમાનથી અને વરાભેર આટોપવા કાળજી રાખજે. એનો અર્થ મંડળીના ધનની પાઈ પાઈને સદુપયોગ ટ્રસ્ટ-બુદ્ધિથી થાય; એટલે કે, હિસાબકિતાબ દીવા જેવાં રહેશે, અને ન્યાયપૂર્વક કામકાજ ચાલશે. આ તમારા કામમાં પ્રભુ તમને થશભરી સફળતા આપે. એ જ. તા. ૧૪-૧-૧૯૬૫ લિ. શુભેચ્છક મગનભાઈ દેસાઈના વંદે માતરમ Page #306 -------------------------------------------------------------------------- ________________ ગાંધીજીને જીવન માગ [પ્યારેલાલની શુભેરછા] બાપુજીએ આપણને માત્ર એક ફિલસૂફી તથા સિદ્ધાંતનું માળખું જ નહિ, પણ એક જીવનમાર્ગ પણ આપે છે. બાપુજી જે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા, તેમાં જોડાયેલા કાર્યકર્તાઓ એ જીવનમાર્ગ પોતપોતાના જીવનમાં ઉતારવા પ્રયત્ન કરી રહ્યા છે, તે ભારે સતિષની વાત છે. “કલ્યાણરાજય'નો આજને લેભામણો નાદ લેકમાં પુરુષાર્થહીન થઈ નિયતિને વશ થવાની વૃત્તિ, અથવા તે “માબાપ સરકાર’ કયારે આપણને જોઈતું બધું કરી આપે તે તરફ નજર કરી બેસી રહેવાની વૃત્તિ પેરી રહ્યો છે, – અને એ વસ્તુ આપણે માટે એક અનિષ્ટરૂપ બની ગઈ છે. તેથી કરીને આ મંડળ પોતાના સભ્યોમાં સવાશ્રય અને પરસ્પર સહાયથી માત્ર રહેઠાણો જ નહિ, પણ માનસિક, આધ્યાત્મિક અને શારીરિક એમ સવગીણ વિકાસનાં સાધને પૂરાં પાડશે તેટલાથી નહિ, પણ પિતાના સભ્યોને સહકારી પ્રયાસેથી તેમની લૌકિક ફિકર-ચિંતામાંથી મુક્ત કરી, તેમને બીજાઓની સેવા માટે કેટલા સમર્થ બનાવે છે, તથા જગતની સર્વોત્તમ વિચારસૃષ્ટિ તેમને સુલભ કરી આપી તેમાં સાચાં વલણો ઊભાં કરવામાં કેટલી મદદ કરે છે, તે ઉપરથી નિર્ધારિત થશે. તા. ૭-૨-૧૯૬૫ પ્યારેલાલ ભારતમાં પાર વગરની સમસ્યાઓ છે. તેમાં જ્ઞાનપ્રચાર અને લોકશિક્ષણ તથા વસવાટની મેટી સમસ્યા છે. “સત્યાગ્રહ છાવણી”, “પરિવાર સંસ્થા” એક સુંદર નમૂને બની છે. તે આ બે જ્ઞાની લોકસેવકોને આભારી છે. ગુજરાતી પ્રજા તેમની કાયમની ઋણી રહેશે. આ જ્ઞાની પુરુષોને વિશ્વસાહિત્ય સુવર્ણ-જયંતી મહોત્સવ પ્રસંગે દંડવત પ્રણામ. સેટેલાઈટ વિસ્તારમાં તેમણે શેપલ જ્ઞાન-વૃક્ષ-લાયબ્રેરી અમર રહો! તા. ૧૦-૧૨-૨૦૦૩ - બી. કે. સોના ૨ એ૦ – ૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકારે અને નીડર પત્રકારો ગાંધીયુગના રાષ્ટ્રીય કેળવણીકારો અને સંનિષ્ઠ સાહિત્યસેવકો તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલનાં નામે ગુજરાતમાં ખૂબ જાણીતાં છે. ગૂજરાત વિદ્યાપીઠની તેમની પ્રાણવાન અને યશસ્વી કામગીરી, તેમના પ્રેરક અને પિતાની ટોળીના સ્નાતક-સેવકે ડાંગથી સાબરકાંઠા સુધી રોપી દઈને જનતાની અમૂલ્ય સેવા કરી છે. અને તેમાંય શ્રી. ગોપાળદાસ પટેલે તો ધર્મ-સાહિત્ય અને વિશ્વ-સાહિત્યનો ધોધ વહેવડાવી ગુજરાતી વાચકની ઉમદા સેવા કરી છે. શ્રી. મગનભાઈ દેસાઈ ગાંધીજીનાં હરિજન”પત્રોના છેલલા તંત્રી, અને શ્રી. ગોપાળદાસ પટેલ પોતાની તેજાબી કલમ દ્વારા “સત્યાગ્રહ', “જ્ઞાનતિ ', “પુત્ર છo પટેલને જાહેર પત્ર' અને ' ટંકારવ” દ્વારા ગાંધી મૂલ્યોનું આખરી દમ તક બહાદુરીથી જતન કર્યું તે બદલ તેમને વંદન કરું છું. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલના કટાર લેખે, સાહિત્યપ્રવૃત્તિઓ અને અન્ય રચનાઓ વાંચનારને ગાંધીયુગના નીડર અને મર્દ પત્રકારની પ્રતિતી થયા વિના રહેશે નહીં. વિશ્વના અમર સાહિત્યકારોની અમરકૃતિએ – રચનાઓને ગુજરાતી અનુવાદ, ભાવાનુવાદ અને સંક્ષિપ્તિકરણ મૂળ લખાણમાં રસભંગ ન થાય તેવી રોચકશૈલીમાં તેમણે કરેલી રજૂઆત જોઈને તેમના ઊંડા અભ્યાસ, જ્ઞાન, અનુભવ અને ભાષા પરના પ્રભુત્વને પરિચય આપણને સહેજે થયા વગર રહેતો નથી. એટલું જ નહીં તેમણે હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મની પાયાની મહત્વની બાબતે લોકભોગ્ય ભાષામાં સરળ રજુઆત કરીને તેમના વિવિધ ધર્મ અંગેના ઊંડા અધ્યયન અને અભ્યાસને લાભ ગુજરાતી વાચકોને ભરપેટ આપ્યો છે. મેં મારા જીવનમાં આવા ભેખધારી બહુ જ ઓછા જોયા છે. તેઓ સ્વસ્થ હતા ત્યારે તે ઠીક પણ પાછલાં વર્ષોમાં – છેલ્લા અઢી દાયકા દરમ્યાન જયારે શારીરિક વ્યાધીના લીધે તેમનું હલન-ચલન, ઊઠવું-બેસવું, હરવું-ફરવું બંધ થયા પછી પણ પથારીમાં સૂતાં સૂતાં લખી શકાય તેવી વિશિષ્ઠ ગોઠવણ Page #308 -------------------------------------------------------------------------- ________________ નેપાળદાસ પટેલની સાહિત્યસાધના કરીને પણ તેમણે પોતાની આ સાહિત્ય સર્જન-પ્રવૃત્તિ ચાલુ જ રાખી. તેઓ જીવ્યા ત્યાં સુધી શરીરના બાકીના અંગે – તેમના દિલ, દિમાગ અને હાથને ઉપયોગ કરતા રહી તેમણે પોતાનો કર્મયોગ આખર સુધી ચાલુ રાખ્યો. ગાંધીયુગના આવા મદં માનવીને નમસ્કાર કર્યા વગર રહી શકાનું નથી, વિશ્વ સાહિત્ય પ્રકાશન સંસ્થાને સુવર્ણ જયંતી ઉજવવા સુધીની મંઝીલે પહોંચાડવામાં તેમનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર છે. વિશ્વ સાહિત્ય સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ગુજરાતના આ બે સપૂતોને મારી નમ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. “રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ"ની આ ઉમદા પ્રવૃત્તિને અને તેના ઉત્સાહી કાર્યકર્તાઓને બિરદાવતાં મને આનંદ થાય છે. તા. ૧૦-૧૧-૨૦૦૩ વરધીભાઈ ઠક્કર ગોપાળદાસ પટેલની સાહિત્ય-સાધના ખેડા જિલ્લાના કરમસદ ગામના વતની વીર વિઠ્ઠલભાઈ અને સરદાર વલભભાઈ પટેલ ગાંધીજીની આઝાદીની લડતમાં સેવક તરીકે જોડાયા. શ્રી. ગોપાળદાસ પટેલ પણ સરદારશ્રીના નજીકના કુંટુંબી હતા. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ પણ ગાંધીજીની હાકલને માન આપી આઝાઈના સંગ્રામમાં જોડાયા અને આજીવન મહાત્મા ગાંધીની સૂચના પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણનું, સાહિત્ય સેવાનું માતૃભાષાની સેવા અને સન્માનનું કાર્ય કર્યું છે. સુખી કુટુંબમાં જન્મેલા હોવા છતાં ગેપાળદાસ વિદ્યાપીઠની સ્થાપના થતાં વિદ્યાપીઠમાં જોડાઈ સ્નાતક થયા. વિદ્યાપીઠમાં આજીવન સેવા આપી. મગનભાઈ અને ગોપાળદાસ સહકાર્યકરે અને મિત્રો હતા. ગોપાળદાસ અને મગનભાઈ વચ્ચે ઉમરનો ઝા ફેર ન હોવા છતાં ગેપાળદાસ મગનભાઈને પિતાના ગુરુ ગણતા અને વિદ્યાપીઠના કામમાં તેમ જ તેમની સાહિત્ય પ્રવૃત્તિમાં મગનભાઈ પ્રેરણાના સ્ત્રોત્ર હતા એ રીતે મગનભાઈને સન્માનતા. વિદ્યાપીઠમાં વિદ્યાપ્રદાન કરવાના કામ સાથે મગનભાઈએ અને ગોપાળદાસે ભારતમાં પ્રચલીત ધમેને ઊંડે તુલનાત્મક અભ્યાસ કરવાનું શરૂ કરેલું. આ અભ્યાસનાં મુળ તેમની વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન નંખાયાં હોવાં જોઈએ. એમ માનવાને કારણ મળે છે. કારણ વિદ્યાપીઠની કામગીરી દરમ્યાન જ તેમણે હિંદુધર્મના વિવિધ સંપ્રદાયો ઉપર લખવાનું શરૂ કરેલું એમ જણાય છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તેમના દ્વારા સર્જન પામેલાં આ વિષય અંગેનાં પુસ્તકામાં શ્રીમદ્ભાગવત, બુદ્ધ, યોગવાસિષ્ઠ, શ્રી રાજચંદ્ર, શ્રી મહાવીર કથા વિગેરે પુસ્તકા તેમનાબહુઆયામી ધર્માભિગમના નિર્દેશ કરે છે. તેમનાં આ ધર્માભિમુખ પુસ્તકોએ જે તે ધર્મના અનુયાયી અને પ્રવકતાઓમાં આધારભૂત ગ્રંથા તરીકે સારા એવા રસ ઉત્પન્ન કર્યો છે. અને ગેાપાળદાસ માટે સારે। આદર પ્રાપ્ત કર્યો છે. રા સાહિત્યના ક્ષેત્રમાં ગેાપાળદાસે કાઈ મૌલિક કૃતિઓનું સર્જન કર્યાનું જાણમાં નથી, પરંતુ વિશ્વ-સાહિત્યમાં શિષ્ટ અને ગૌરવાન્વિત અને અવિસ્મરણિય કૃતિઓ તરીકે આદર પામેલી અનેક કૃતિઓથી તેમણે ગુજરાતની પ્રજાને આવી કૃતિઓનું સંપાદન કરી અભિજ્ઞ કરી છે. વિવિધ ધર્મોના તલસ્પર્શી અભ્યાસીને વિશ્વસાહિત્યની અમર કૃતિઓને ગુજરાતીમાં સંપાદિત કરવાની પ્રેરણા તેમને પેાતાના ગુરુ ગણેલા મગનભાઈ દેસાઈ તરફથી મળી હોય તેમ જણાય છે. ગાંધીજી પેાતે પણ વિશ્વસાહિત્યની આવી કૃતિઓથી અત્યંત પ્રભાવિત થયેલા. અને ચાર્લ્સ ડિકન્સ, ટૉલ્સ્ટૉય વિગેરે લેખકોની સાહિત્યકૃતિઓને તેમણે બિરદાવેલી, એટલું જ નિહ પણ આવી કૃતિ ભારતની વિવિધ ભાષામાં અનુવાદિત થા સંપાદિત થાય તેવી ઇચ્છા પણ તેમણે પ્રગટ કરેલી. ગાપાળદાસને આવી સાહિત્ય કૃતિઓનું સંપાદન કરવા માટે મગનભાઈ દેસાઈ તરફથી પ્રેરણા મળેલી તે હકીકતનું સમર્થન મગનભાઈ અને ગેપાળદાસના અત્યંત નિકટના અંતેવાસી શ્રી, પુ છે૦ પટેલ પણ કરે છે. આઝાદીની ચળવળ માટે ચારિત્ર્યશીલ, પ્રમાણિક અને સાહસિક કાર્યકરો પેદા કરવા માટે ગુજરાતની પ્રજાને આવી કૃતિઓ પ્રેરણારૂપ થઈ પડે એમ છે. એવી પ્રતીતિ સ્વરાજના લડવૈયાઓને પણ થયેલી. માનવતા, પ્રેમ, સાહસ, શૂરાતન, વફાદારી વિગેરે ગુણ ધરાવતાં પાત્રાથી પશ્ચિમના લેખકોની અનેક કૃતિ ભરપૂર છે. અને તેથી જ મગનભાઈ દેસાઈના અનુરોધથી ગોપાળદાસ આવી કૃતિઓનું સંપાદન કરવા પ્રેરાયેલા પાટણની પ્રભુતા, રાજાધિરાજ અને ગુજરાતના નાથ જેવી ઐતિહાસિક તથ્યોને સમાવિષ્ટ કરતી અને અત્યંત લેાકપ્રિય નિવડેલી નવલકથાઓની રચના કરવાની પ્રેરણા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ મુનશીને અલેકઝાન્ડર ડૂમાની ‘થ્રી મસ્કેટિયર્સ ’ની મહાનવલ કથામાંથી પ્રાપ્ત થયેલી. આ મહાનવલમાં તે સમયનાં ઇંગ્લૅન્ડ અને ફ઼્રાંસનાં રાજકુટુંબેાના વૈભવ, રાજખટપટનું ચિત્રણ તે તે। આવે જ છે. Page #310 -------------------------------------------------------------------------- ________________ નેપાળદાસ પટેલની સાહિત્યસાધના પણ આ નવલનાં કેટલાંક પાત્ર, અમર્યાદ સાહસવીરતા, વફાદારી પ્રેમ અને સ્વામીભક્તિના ઉચ્ચતમ આદર્શોના દ્યોતક છે, અને તેને કારણે જ આ મહાનવલે વિશ્વના ઉત્તમ નવલ સાહિત્યની શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે. ' લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ પાનામાં વિસ્તાર પામેલી અને ૧૦૦ થી ૧૫૦ જેટલાં પાત્રોનું ચિત્રણ કરતી આ નવલ આજે પણ નવલિકાઓના વાચનમાં રસ ધરાવતા વિશ્વભરના રસિકોને આકર્ષે છે. આવી મહાનવલનું ગુજરાતી ભાષામાં સંપાદન કરવું એ સામાન્ય લેખક માટે તો દુ:સાહજ ગણાય પરંતુ ગોપાળદાસે પ્રેમશૌર્યના પાત્રનું ચિત્રણ કરતી આ નવલને ગુજરાતીમાં સંપાદન કરવાનું સાહસ કર્યું, અને તેને પ્રતાપે લગભગ ૨૫૦૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ મહાનવલ માણવાનો ગુજરાતની જનતાને લાભ મળ્યો છે. આજે પણ સાહિત્ય રસિકો તરફથી આ અપ્રાપ્ય નવલકથાની માગણી સતત થયા કરે છે. પણ નવી આવૃત્તિના પ્રકાશન માટે ખ એટલે મોટો છે કે સતત માગણી હોવા છતાં તેનું પ્રકાશન થઈ શકતું નથી. આ “શ્રી મસ્કેટિયર્સ'ની લોકપ્રિયતા અંગેનો એક પ્રસંગ જાણવા જેવો છે. નવલકથાના પ્રથમ ભાગનું પ્રકાશન થયા પછી પ્રકાશકે તેના ખર્ચને કારણે બીજો ભાગ પ્રસિદ્ધ ન કરી શકથા. એક મહારાષ્ટ્રિયન વાચકે પુછે છો૦ પટેલ જે પ્રકાશનની જવાબદારી સંભાળતા હતા તેમની પાસે બીજા ભાગનું પ્રકાશન કયારે થશે તેની પૃચ્છા કરી પુર છો૦ પટેલે આર્થિક સગવડ ન હોવાથી બીજા ભાગનું પ્રકાશન હાથ ઉપર લઈ શકાયું નથી તેની માહિતી આપતાં આ વાચકે અફસ વ્યક્ત કરતાં કહ્યું, “શું હું નવલ પૂરી વા સિવાય જ આ દુનિયામાંથી વિદાય થઈશ?” બીજા ભાગનું પ્રકાશન જલદી થાય તેવી ઉત્કંઠાથી આ ભાઈ થોડા વખતમાં ત્રણ હજાર રૂપિયાની રકમ પુર છો) પટેલને આપી ગયા, અને બીજા ભાગનું પ્રકાશન બને એટલું જલદી કરવા અનુરોધ કર્યો કે જેથી તેમના જીવનના અંત પહેલાં તે પુસ્તક વાંચી શકે. આ દાખલો ગોપાળદાસે ગુજરાતીમાં સંપાદન કરેલ અલેકઝાંડર ડૂમાની થ્રી મસ્કેટિયર્સ કેટલી કપ્રિય હતી તે દર્શાવવા આપ્યો છે. અલેકઝાંડર ડૂમાની કૃતિઓ માનવીને – માનવી તરીકે રજૂ કરે છે. તેમની કૃતિઓમાં માનવીમાં રહેલી શુભાશુભ લાગણીઓનું વાસ્તવિક ચિત્ર ૨જ થાય છે અને તેથી તે અત્યંત લોકપ્રિય બની છે. તેમની આવી જ Page #311 -------------------------------------------------------------------------- ________________ એક હક ૧૯૪ લઘુ નવલ 'મોન્ટેક્રિસ્ટો' ગોપાળદાસે આશા અને ધીરજ' એ શિર્ષક અત્યંત લેાકપ્રિય નીવડયું છે, અને તેની બે હેઠળ કરેલું સંપાદન પણ આવૃત્તિ થઈ છે. સામાજિક બંધનેાના સિમાડા તોડી સ્રી-પુરુષ વચ્ચે વહેતા પ્રેમનું નિરૂપણ ગોપાળદાસે વૉલ્ટર સ્કોટ કૃત લઘુનવલ કેલીનવર્શને ગુજરાતીમાં પ્રીત કિયે દુ:ખ હોય' એ શિર્ષક હેઠળ સંપાદિત કરી છે. એ સ્કોટની બીજી નવલિકા ‘આઈવન હ। તે પણ ગુજરાતી ભાષામાં સંપાદિત કરી, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના અગિયાર-બારમી સદીના રાજકારણના આટાપાટાના અને ખટપટોને ખ્યાલ આપે છે. આ નવલને ગુજરાતીમાં સંપાદિત કરવાની ગોપાળદાસના મનમાં ઉદ્દભવેલી પ્રેરણા તેમના અત્યારના સંદર્ભમાં પૂરાતન કહી શકાય તેવા સમયના ઇતિહાસ અંગેના સંપાદકના રોચક અભ્યાસની શાખ પૂરે છે. ગોપાળદાસ દ્વારા સંપાદિત અને ગુજરાતમાં સૌથી વધારે લેાકપ્રિય નીવડેલી વિકટર હ્યુગોની રચના ‘લે-મિઝેરાબ્લ' છે. ગોપાળદાસભાઈને આ વિશ્વપ્રસિદ્ધ નવલને ગુજરાતીમાં સંપાદિત કરવા માટે ઈઝાબેલ હેપમુડ' મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી નવલકથાના અંગ્રેજી અનુવાદના આશરો લીધા હાય એમ જણાય છે. અંગ્રેજી અનુવાદ અત્યંત ઝીણા ટાઈપાં લગભગ ૧૪૦૦ પાનાંમાં વિસ્તરેલા છે, અને તેમાં અનેક પાત્રાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ આટલા મેટો વિસ્તાર ધરાવતી નવલકથાનું ગોપાળદાસે અત્યંત કુશળતાપૂર્વક ચારસો પચાસ પૃષ્ઠોમાં સમાવિષ્ટ થાય એ રીતે સંક્ષેપ કરીને સંપાદન કર્યું છે. આ સંક્ષિપ્ત સંપાદનની ખૂબી એ છે કે, મૂળ પુસ્તકના લગભગ પાંચમા ભાગમાં જ સમગ્ર કથાને સંગ્રહિત કરવામાં આવેલી હાવા છતાં, એક પણ મહત્ત્વના પાત્રનું ચરિત્રલેખન તે ચૂકયા નથી કે કાંય રસક્ષતિ થતી હોય તેમ લાગતું નથી. વાર્તાને તંતુ પણ કયાંય તૂટતા હોય તેમ જણાતું નથી અને જે હેતુથી સંપાદક આ વિશ્વવિખ્યાત નવલનું સંપાદન કરવા પ્રેરાયા હતા, તે હેતુ બરાબર સંપૂર્ણ રીતે જળવાયેા છે, એની છાપ આ સંક્ષેષના વાચનથી વાચકના મન ઉપર પડયા વિના રહેતી નથી. સંક્ષિપ્ત કૃતિ અનુવાદિત હોવા છતાં મૌલિક હાય તેવી લાગણી વાચકના મન ઉપર ઉત્પન્ન કરે છે. સંપાદિત કૃતિ અત્યંત ઉત્સાહિત થઈને અને કેટલાક લેાકપ્રિય નીવડી કદાચ આ લાકપ્રિયતાથી સાહિ ય રસિકોના આગ્રહને વશ થઈ સામાન્ય Page #312 -------------------------------------------------------------------------- ________________ ૯૫ ગોપાળદાસ પટેલની જીવનસાધના શિક્ષિત વર્ગ, અને વિદ્યાર્થીઓ પણ આ નવલની કથાવસ્તુથી અતિરેક થઈ શકે તે હેતુથી ગોપાળદાસે આ પુસ્તકનો વિક્રમ સંક્ષેપ લગભગ ૧૮૦ પાનામાં અને જરાક મોટા ટાઈપમાં પ્રસિદ્ધ કરાવ્યો છે. આ વિક્રમ સંક્ષેપ પણ સારી એવી લોકચાહના પ્રાપ્ત કરી શક્યો છે. પુસ્તક વાંચનારના મન ઉપર તેનાં મુખ્ય પાત્રો ડી-પરગણાના બિશપ ચાર્લ્સ મિરેલ, પુસ્તકની શરૂઆતથી અંત સુધી જેનું બૃહદ પાત્રાલેખન થયું છે તે નવલને મુખ્ય નાયક જીન વાલજીન, અને માનવીય મૂલ્યો કરતાં પણ સરકારી હેદાની ફરજનું મૂલ્ય વધારે છે તેવી માન્યતા ધરાવતા અને તેને અમલમાં મૂકતા પોલીસ અફસર “જાવટે વાચકના મન ઉપર અમીટ અને અવિરમરણિય છાપ મૂકી જાય છે. વિક્ટર હ્યુગોની બીજી એક નવલકથા “ટેઈલર્સ ઑફ ધી સી'ને પણ ગોપાળદાસે અત્યંત સરળ અને રેચક ભાષામાં સંપાદિત કરી છે. પ્રેમ અને બલિદાન'ના માનવીય ગુણોનું ચિત્રલેખન કરતી આ નવલકથાનો સંપાદિત અનુવાદ પણ અJત લોકપ્રિય નીવડ્યો છે. હૃગોની વિશ્વાદર પામેલી અન્ય કૃતિઓ “લાફિંગમેન', “હેચબેક ઑફ નેત્રદામ', અને ‘નાઇન્ટી શ્રી’ પણ ગોપાળદાસે ગુજરાતીમાં સંપાદિત કરી છે. અહીં ચાર્લ્સ ડિકન્સની બે નવલો જે ગુજરાતીમાં ગોપાળદાસે સંપાદિત કરી છે તે પિકવિક કલબ' અને “ધી ઓડ ક્યુરિયસીટી શૉપ'ને ઉલ્લેખ કરી સંતોષ માનીશું. નેપાળદાસને સાહિત્યની અભિરુચિ અને અભ્યાસનો વ્યાપ માત્ર ઇંગ્લેન્ડ અને ફ્રાન્સના સાહિત્ય-સ્વામીઓની કૃતિઓ પૂરતું મર્યાદિત નહતો. રશિયાની સાહિત્ય સૃષ્ટિમાં જેમણે ગણનાપાત્ર પ્રદાન કર્યું. તેના શ્રેષ્ઠ સાહિત્ય-સ્વામીની કૃતિઓને ઊંડો અભ્યાસ કરેલો. અને આ પૈકીની કેટલીક કૃતિઓ તેમણે અથાગ પરિશ્રમથી સંપાદિત કરી ગુજરાતની સાહિત્યપ્રેમી જનતાને લિયો ટોલ્સ્ટૉય અને દસ્તાવસ્કી જેવા સાહિત્ય-સમ્રાટોની કૃતિઓને પરિચય કરાવ્યો છે. લિયો ટોલસ્ટૉય કૃત “રિઝરેકશન'ને ગુજરાતીમાં સંપાદિત પુનરુત્થાનના ડસ્ટસ્કી કૃત કાઈમ એન્ડ પનિશમેન્ટ' ઉપરથી સંપાદિત “ગુનો અને સજ ને ઉલ્લેખ કરવો રહ્યો. માનવસ્વભાવ અને રાજકારણ ઉપર આધારિત પુસ્તકો ઉપરાંત બંગાત્મક, હાસ્યરસિક, સાહિત્યના ક્ષેત્રમાં ગેપાળદાસનો રસ અને અભ્યાસની અનુસૂચિ Page #313 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૧૯૬ દર્શાવતા સ્પેનિશ લેખક સર્વાંતની કૃતિ ‘ડૉન કિવકસોટ'નું ગુજરાતીમાં ગાપાળદાસ દ્વારા થયેલું સંપાદન તેમની સાહિત્યરુચિની સર્વદેશિયતાને નિર્દેશ કરે છે. વિશ્વની ઉપર ઉલ્લેખિત સાહિત્ય કૃતિ અને ધર્મકથા ગેાપાળદાસના માનવજીવનનાં તમામ અંગેા અને આયામેામાં જીવંત રસ હોવાની સાક્ષી પૂરે છે. તેમની દરેક અનુવાતિ યા સંપાદિત કૃતિ વાચકના મન ઉપર તે મૌલિક કૃતિ હાવાની છાપ ઉપસ્થિત કરે છે. તેમની કૃતિએ ગુજરાતી, ભાષાને સમૃદ્ધ કરી છે. ગોપાળદાસ તેમના નિધન પહેલાં લગભગ ૨૦-૨૫ વર્ષથી લકવાના રોગથી પીડાતા હતા અને પયારીવશ રહ્યા. આ નૈસગિક ઉત્સર્ગની ઝાડાપેશાબ જેવી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે તેવી તેમની શારીરિક સ્થિતિ હતી. લખવા માટે તેમને પયારીમાં જ ફુટીક વાળેલી સ્થિતિમાં લેખનકાર્ય કરવું પડતું. એમના કુટુંબીજનાના સાથ અને સહકાર – તેમને ન મળ્યો હોત તો કદાચ શારીરિક અશક્તિ છતાં મનની કાર્યક્ષમતાએ તેમને ગુજરાતી જનતાને યુરોપના સાહિત્ય સમ્રાટોની અવિસ્મરણિય કૃતિઓની નવાજેશ્ કરી છે. તે તેમના સાહિત્યપ્રેમ અને ગુજરાતની જનતા માટેની તેમની ફરજ પરસ્તીની ઘોતક છે. ગોપાળદાસે ગુજરાતે જે સાહિત્યની નવાજેશ કરી છે, તે ગુજરાતી સાહિત્યના એક અવિચ્છનીય ભાગ બની ગઈ છે અને તે ગુજરાતી ભાષા જ્યાં સુધી જાંત રહેશે ત્યાં સુધી જીવંત રહેવા સર્જાયેલી છે. - શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની પાંચ અસ્કામતે બુદ્ધિવાદી, નિર્ભયતા, દેશદાઝ, ગાંધી-ભક્તિ અને સત્યના ઉપાસક — ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. આ ગુણ્ણાએ તેમનું સાહિત્ય અને કેળવણી જગતમાં ગાંધીજી અને કાકાસાહેબ કાલેલકર પછી તરતનું સ્થાન સ્થાપિત કરી આપ્યું. વિશ્વસાહિત્યના ધોધ વહેવડાવામાં મગનભાઈ, ગોપાળદાસ અને પુરુ છે॰ પટેલની ત્રિપુટી ઊભી થઈ. મગનભાઈ દેસાઈની ૩૦મી પુણ્યતિથિએ વિશ્વ-સાહિત્યની સુવર્ણ જયંતીને મહાત્સવ આવે છે. આ પ્રસંગે બહાર પડનાર તેમની વાડમય સેવાના ગ્રંથમાં મારી ભાવભરી અંજલિ આ ત્રિપુટીને અર્પણ કરું છું. આસમાની-સુલતાનીના ખપ્પરમાં પણ આ શુભ કાર્યને જીવતું રાખનાર સૌને વંદન. આ અનેાખા જ્ઞાનયજ્ઞમાં ભાગ લેનાર સોને ધન્યવાદ ! તા. ૧-૧૨-૨૦૦૩ અંડવાકેટ જવલ્લાલ ગીરધરલાલ શાહ Page #314 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ગોપાળદાસ પટેલની ગ્રંથાલય-સેવા ૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ગૂજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી. કોઈ પણ વિદ્યાપીઠને પિતાનું ગ્રંથાલય હોવું જોઈએ, એ દષ્ટિએ ૧૯૨૦થી જ વિદ્યાપીઠ ગ્રંથાલયને પ્રારંભ થયો. સાથે સાથે પુરાતત્તવ મંદિરનું ગ્રંથાલય “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર'ના નામથી ઓળખાયું. ૧૯૨૮માં વિદ્યાપીઠનાં ધ્યેયની રચના સાથે વિદ્યાપીઠનું ગ્રંથાલય પણ એક બન્યું અને ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના નામથી શરૂ થયું. વિદ્યાપીઠની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે જુદી જુદી સમિતિઓ રચાતી એમ ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે ૧૯૪૯-૫૦થી શ્રી. ગોપાળદાસ પટેલ ની માયા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક તે હતા જ અને જુદા જુદા ધર્મોનાં સુંદર પુસ્તકોનું નિર્માણ પણ કર્યું હતું. તે વખતે વિદ્યાપીઠને સમય સવારે ૮ થી ૧૦ ને બપોરે ૧૨-૩૦ થી ૫-૩૦ હતા. ૧૯૫૨ માં સ્નાતક થઈને આ ગ્રંથાલયના કૉપીરાઈટ વિભાગમાં મારી નિમણૂક થઈ. ગોપાળદાસના હાથ નીચે લગભગ ૧૦ વર્ષ કામ કરવાની તક મળી. આ સમય દરમ્યાન આચાર્ય વિનોબાજીને ગ્રંથાલય બતાવવાનું કામ મંત્રીશ્રીએ મને સેપ્યું હતું – ઠંડીના દિવસેમાં વહેલી સવારે તેઓ આવ્યા હતા. અમારા ગ્રંથપાલ શ્રી. ચુનીનાલ ૫૦ બારોટને સાંભળવાની અને બોલવાની તકલીફને કારણે મને આ લાભ મળ્યો હતો. વિનોબાજીએ બહુ રસપૂર્વક ગ્રંથાલય નિહાળ્યું હતું. - શ્રી. ગોપાળદાસભાઈ રોજ સવારે અને સાંજે ગ્રંથાલયમાં આવતા. બધી ટપાલે બરાબર જોતા અને જરૂરી સૂચનાઓ આપના. ૧૯૩૨ ની ગેરકાયદે કોંગ્રેસના અધિવેશનમાં તેઓ ગુજરાત કોંગ્રેસ તરફથી દિલ્હી ગયેલા ને ત્યાં. અંગ્રેજ સરકારે લેાકો ઉપર ઘોડા દોડાવ્યા હતા, તેમાં ગોપાળદાસને પગે ભારે ઈજા થવાથી તેઓ નીચે બેસી શકતા નહિ, તેથી વિદ્યાપીઠમાં સૌથી પહેલાં ખુરશી-ટેબલ એમને માટે ગ્રંથાલયમાં આવ્યાં. આજે પણ વિદ્યાપીઠમાં મોટા ભાગની બેઠકો નીચે ગાદી-તક્વિાની જ છે. આ જ ભારતીય પરંપરા છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ગોપાળદાસભાઈ આશ્રમ રોડ પર વાડજ પાસે ચાંપાનેર સોસાયટીમાં ભાડાના ઘરમાં રહેતા. કાયમ બસમાં આવે ને બસમાં જય. એક વાર પૈસા ભૂલી જવાથી મારી પાસે બે-ચાર આના માગ્યા, મેં આપ્યા કે તરત જ બીજે દિવસે મને પરત કર્યા. એટલી જ સાદાઈ ને એટલી જ ચોકસાઈ એમના જીવનમાં હતી, જેને લાભ ગ્રંથાલયને પણ મળ્યો હતે. ગ્રંથાલયમાં પુસ્તક ખુલ્લા ઘેડા પર રાખવામાં આવે છે. આને કારણે ચારીને ભય રહે, પણ વાચકોની સગવડ ખાતર આ વ્યવસ્થા ગોપાળદાસભાઈએ પણ ચાલુ રાખી અને એમના સમયમાં ગ્રંથાલયનાં તમામ પુસ્તકનું વર્ગીકરણ કરવાનું કામ ઉપાડ્યું હતું. અમારા ગ્રંથપાલ શ્રી. ચુનીલાલ બારોટજી રંગનાથી વર્ગીકરણના નિષ્ણાત અને મોટે ભાગે તેમણે જ તે સમય સુધીનાં પુસ્તકોનું વર્ગીકરણ કર્યું હતું. કૉપીરાઈટ વિભાગનાં ગુજરાતી પુસ્તકોનું વગીકરણ મને સેપવામાં આવતાં રોજ નિયમિત કરતો અને ગ્રંથપાલશ્રી રોજ આવીને તે જોઈ જતા. આ અંગે ગ્રંથપાલ તાલીમ વર્ગ દર વર્ષે ગુજરાતી પુસ્તકાલય મંડળ તરકથી ચાલતો. એમાં મને ગોપાળદાસભાઈએ જ મોકલ્યું અને એને કારણે લગભગ ૧૫ વર્ષ મેં ગ્રંથાલયમાં કામ કર્યું. ગ્રંથાલયની સાથે સાથે તેનું વાચનાલય પણ અતિ સમૃદ્ધ હતું. દેશ-પરદેશનાં વિવિધ ભાષાઓનાં સેંકડો સામાયિકો આવતાં હતાં. અમેરિકાથી નીકળતું અંગ્રેજી સાપ્તાહિક “મનસ' તેઓ અવશ્ય જોતા અને તેની વાત કરતા. અને ગુજરાતી વાચકને કેટલીક સામગ્રી તેમાંથી પીરસતા. અસેલા ગ્રંથાલય વિદ્યાપીઠના મૂળ મકાનમાં મેડા પર ડાબી બાજુના ઓરડામાં ગોઠવવામાં આવ્યું હતું. આઝાદી પછી ગાંધી સ્મારક નિધિમાંથી આર્થિક મદદને કારણે સૌ પ્રથમ ગ્રંથાલયનું મકાન “ગાંધીભવન’ ૧૯૫૨માં બાંધવાનું શરૂ થયું અને ૧૯૫૫માં નવા મકાનમાં ગ્રંથાલય ખસેડાયું, જના મકાનમાં ગ્રંથાલયના કામ બાબતે એક વાર મને બોલાવીને મારી ભૂલ જણાવી. હકીકતમાં એ ભૂલ મારી નહોતી, પણ મેં સાંભળી લીધું. બીજે દિવસે ગોપાળદાસભાઈને ખ્યાલ આવતા તરત મને બોલાવીને કહ્યું, “દશરથલાલ, કાલે મેં તમને કહ્યું હતું, પણ એ ભૂલ તમારી નહતી, એ મને ખબર પડી.” આવી હતી તેમના મનની મોટાઈ. અમારા મહામાત્ર ને આચાર્યશ્રી મગનભાઈ દેસાઈ માટે એમને ખૂબ માન. એક દિવસ મને કહે, “ગાંધીજી પછી એક માત્ર ગાંધીવિચારવાળા Page #316 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી ગાપાળાસ પટેલ ૨૯ મગનભાઈ દેસાઈ છે, ” આટલી બધી એમના પ્રત્યે ભક્તિ હતી. ૧૯૬૧માં જ્યારે મુ. મગનભાઈએ મહામાત્ર ને આચાર્ય-પદેથી રાજીનામું આપ્યું, ત્યારે ઘડીનેાયે વિચાર કર્યા વગર તરત જ વિદ્યાપીઠમાંથી રાજીનામું આપનાર ગેાપાળદાસ પટેલ હતા. એમની વિદ્યાપીઠ પ્રત્યેની ભક્તિ અપાર હતી અને ગ્રંથાલય મારફતે એમણે પોતાની સેવા સંસ્થાને આપી હતી, સેટેલાઈટ વિસ્તારમાં સુંદર ગ્રંથાલય સ્થપાય તેવી શ્રી. મગનભાઈ અને શ્રી, ગાપાળદાસની જબરી ઈચ્છા હતી. આને માટે શ્રી. પુ॰ છે પટેલને આ બંને વિદ્રાનોએ “ગ્રંથાલય” ની રૂપરેખા અને પુસ્તકો પણ ભેટ આપ્યાં હતાં. આ ગ્રંથાલય તેમની પવિત્ર સ્મૃતિમાં શરૂ પણ થયું છે. બંને વડીલેાને વંદન! તા. ૨૩-૧૦-૨૦૦૭ આત્માર્થી ગેાપાળદાસ પટેલ (૧) જીવન ઝરમર : કોઈ પણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને એક ભાવે કે એક શબ્દથી વર્ણવવું મુશ્કેલ ભર્યું છે. શ્રી. ગેાપાળદાસ પટેલ ગાંધીવિચારથી રંગાઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સેવા કરી, ગૃહસ્થ ધર્મ બજાવી, સ્વામી હજુરાનંદજીની નિશ્રામાં પેાતાના જીવનને સમર્પિત કરી એક આત્માર્થી કે મુમુક્ષુ — સાધકની જેમ જીવી ગયા. આત્માર્થી એ છે જેનું જીવનલક્ષ્ય આત્મખાજ છે. જીવનનાં સર્વ કાર્યો તે આત્મખાજ માટે અર્પણ કરે છે. અધ્યાત્મ વસ્તુ એક એવી ગૂઢ, અને સૂક્ષ્મ તથા અતિ ઊંચી આંતર અવસ્થા છે; તેને લાયક બનવા માટે વ્યક્તિના મન, બુદ્ધિ-ચિત્તમાં પ્રથમ ખેડાણ, નીંદામણ વગેરે થાય તે પછી જ યાગ્ય અવસરે કોઈ સમર્થ ગુરુ-મુખ દ્વારા સાધનાનું યોગ્ય બીજનું આરોપણ થવું જોઈએ. ગુરુમુખ એટલે પૂર્ણ ગુરુ – સદ્ગુરુ જે પરમાત્મા તત્ત્વરૂપ હોય છે. સૌ સંતાએ જેની અધ્યાત્મ માર્ગમાં સૌથી વધુ અનિવાર્યતા દર્શાવેલી છે. દશરથલાલ શ્રી. ગાપાળદાસ પટેલના જીવનના વિવિધ પ્રસંગે, વાંચન, લેખન, સંપાદન, પત્રકારત્વ વગેરે તથા વિવિધ વ્યક્તિઓના સમાગમ વગેરેને તેમના વ્યક્તિત્વ પર વિશિષ્ટ પ્રભાવ પડયો છે. અને તેમને આત્માર્થ તરફ પ્રેર્યા તે તેમના જીવનચરિત્રને જોતાં સ્પષ્ટ પ્રતિતી થયા વિના રહેતી નથી. Page #317 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને જાણવું હોય તે તેના પૂર્વજવન વિષે જાણવું આવશ્યક બને છે. શ્રી. ગોપાળદાસ પટેલ ખાદીનાં સફેદ ધોતી-ઝભ્ભા અને ઊંચી દીવાલવાળી ટોપી પહેરનારા એક સદ્ગૃહસ્થ હતા. ધીર-ગંભીર, એછા બાલા, બાહ્ય રીતે નાળિયેરના કોચલા જેવા કઠણ-કડક, આગ્રહી; પરંતુ અંદરથી અત્યંત જુ, સૌમ્ય પરદુ:ખે દ્રવી જનારા, ગુપ્ત રીતે મદદ કરનારા, સ્વપ્રશસ્તિના વિરોધી, અત્યંત ચાકસાઈ અને ઝીણવટવાળા, ગાંધીવિચારના સમર્થક અને નહેરુનીતિના ભારે આલેાચક, દેશદાઝ અને તે માટે ભારે આક્રોશ વ્યક્ત કરનારા તથા વેધક કલમ ચલાવનારા, નીડર પત્રકાર, ચિંતનશીલ, સ્વતંત્ર વિચારક, ગુજરાતી સાહિત્યમાં ‘વાચક’ના નામથી લખનાર, ગ્રંથસમાલેાચક, જૈન, હિંદુધર્મ, યાગ વગેરે તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને સંસ્કૃત, અંગ્રેજી ગ્રંથેાના સિદ્ધહસ્ત અગ્રગણ્ય અનુવાદકોની હરાળના સમર્થ સંપાદક વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપનારા હાવા છતાં ઓછા જાણીતા હતા. તેમણે પેાતાનાં જીવનનાં અમૂલ્ય વર્ષા ગૂજરાન વિદ્યાપીઠ માટે અષ્ટ અને એક ભક્ત તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ સાથે તેમના પડછાયાની જેમ મન દઈને, પ્રાણ દઈને, સંપૂર્ણ સેવાભાવનાથી વિના વેતને, અનાસક્તભાવે, એક આત્માર્થી સાધકની અદાથી જીવન સંપન્ન કર્યું. ... તેમને જન્મ ખેડા જિલ્લાના સરદારસાહેબના ગામ કરમસદમાં ૨૮ એપ્રિલ ૧૯૦૫ના દિવસે એક મધ્યમ વર્ગના વૈષ્ણવ પાટીદાર કુટુંબમાં થયા હતા. તેમના પિતાજીનું નામ જીવાભાઈ રેવાભાઈ પટેલ અને માતૃશીનું નામ હીરાબા હતું. તથા નાનાભાઈનું નામ અંબાલાલ હતું. તે સરદારસાહેબના નજીકના કુટુંબી થતા હતા. પિતા શિક્ષિત અને પ્રતિષ્ઠિત આગેવાન હતા. શ્રી. ગેાપાળદાસ પટેલનું પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠમાં થયું હતું. તેઓ ૧૯૨૦ની આજુબાજુમાં ગાંધીજીના સ્વરાજ્યના આંદોલનથી શાળાના શિક્ષણકાળથી જ આકર્ષાયા હતા, અને દેશ-સેવાની ભાવનાથી ગાંધીવિચારે પ્રેરાઈ લડતમાં જોડાવાની ભાવનાથી ગાંધીજીએ સ્થાપેલી ‘ વિદ્યાપીઠ'માં કૉલેજ શિક્ષણમાં જોડાયા. તે સમયે વિદ્યાપીઠ એલિસબ્રિજ પાસે આગાખાન મહેલમાં ચાલતું હતું. ત્યાં ગુજરાત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી તા. ૨૬-૧૦-૧૯૨૪માં પ્રથમ વર્ગમાં ધર્મ અને તત્ત્વજ્ઞાત * વિષયમાં સ્નાતક થયા અને ગાંધીજીના હસ્તે ૪થા પદવીદાન સમારંભ તા. ૫-૧૨-૧૯૨૫માં “આર્યવિદ્યા વિષારદ”ની પદવી પ્રાપ્ત કરી હતી. Page #318 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી ગોપાળદાસ પટેલ ૩૦૧ ત્યારે તેમની ઉંમર ૨૦ વર્ષની હશે. તેમનાં લગ્ન ૧૯ વર્ષની વયે ૧૯૨૪ માં સેજીત્રાના ભાઈલાલભાઇ પટેલ કે જે તે વખતના ગાયકવાડ સરકારના પ્રાંત સુબા હતા – તેમની દીકરી કમળાબહેન પટેલ સાથે થયાં હતાં. સ્નાતક થયા પછી શ્રી. ગોપાળદાસ પટેલની ગુજરાત વિદ્યાપીઠમાં એક અધ્યાપક તરીકે ૧૯૨૭-૨૮ માં નિમણુક થઈ. તથા સાથે શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) વગેરે એમ કુલ ચાર સ્નાતકોને પસંદ કરવામાં આવ્યા. શ્રી. ગોપાળદાસ પટેલ એક ધમાં દર્શાવે છે કે, હું વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે વિદ્યાપીઠ' પાસે આગાખાનના બંગલામાં સ્થપાયેલું હતું. તે બંગલો અસલાલીના ભુલાભાઈ પટેલે ખરીદી લીધો હતો. અને તેના પાછલા ભાગમાં એક ચાલી પણ બાંધેલી હતી. શ્રી. મગનભાઈ દેસાઈ એ ચાલીમાં રહેતા હતા. તેઓ ગાંધીજીના સાબરમતી સત્યાગ્રહાશ્રમમાં જોડાઈ ગયા ત્યારે તેઓ રહેતા હતા તે ઓરડી ભાડે રાખીને હું તેમાં રહેવા લાગ્યો.” શ્રી. ઝીણાભાઈ દેસાઈ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે શ્રી ગોપાળદાસ સાથે જોડાયા હતા તેનો ઉલ્લેખ પોતાની આત્મકથામાં કરતાં નેધે છે, “ ભુલાભાઈની ચાલીમાં હું રહેતું હતું. ત્યાં પડોશમાં ગોપાળદાસ પટેલ પડોશમાં રહેતા હતા. તથા બહેન (ઝીણાભાઈની) પાર્વતી અને કમળાબહેન (ગોપાળદાસના પની) સવારમાં સાથે સ્નાન કરવા સાબરમતી નદીમાં જતાં.” આ સમયે મહાવિદ્યાલયમાં વર્ગો લેવા ઉપરાંત વિનયમંદિરના વર્ષો પણ લેવાનું થતું હતું. આ સમયે વિદ્યાપીઠનું મુખપત્ર – સામાયિક “પુરાતત્વ' નામે પ્રગટ થતું હતું. તેની પ્રબંધક સમિતિમાં મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસ દોશી, મૌલવી અબુ-ઝફરનદવી, અધ્યાપક હરિનારાયણ, અધ્યાપક રામનારાયણ પાઠક, રસિકલાલ છો. પરીખની સાથે અધ્યાપક ગોપાળદાસ પટેલને પણ ૧૯૨૭થી તેમાં સાંકળવામાં આવ્યા હતા. આઝાદીની લડતને કારણે ગૂજરાત વિદ્યાપીઠ અવારનવાર જપ્ત થતી. એ સ્થિતિમાં મહાવિદ્યાલયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ સત્યાગ્રહમાં અનુકુળતા અનુસાર જોડાતા અને વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેતા. શ્રી. ગોપાળદાસ પટેલ ૧૯૩૨ માં વ્યક્તિગત સત્યાગ્રહમાં અમદાવાદની સાબરમતી જેલમાં ગયેલા. આ સમય દરમ્યાન તેઓ અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં પિતાજી સાથે રહેતા હતા. પિતાજીએ મિલોમાં ઉપયોગી સામાન – રાચ અને ફણી બનાવવાનું કારખાનું શરૂ કરેલું હતું. આ સમયમાં એક વખત સાબરમતી નદીમાં ભારે પુર આવ્યું. આથી કારખાનાને અને ઘરને ભારે નુકસાન થયું Page #319 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક હતું. આ પછી અમદાવાદમાં ઉસ્માનપુરાની બાજુમાં ચાંપાનેર સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેવાનું ગોઠવ્યું દેખાય છે. આગળ જોયું કે શ્રી ગોપાળદાસ પટેલ ૧૯૨૭થી વિદ્યાપીઠમાં જોડાયા ત્યારથી શ્રી. મગનભાઈ દેસાઈના સંપર્કમાં આવે છે. તે સમયે તેઓ સાબરમતી આશ્રમમાં સાયમ્ પ્રાર્થનામાં જતા અને મગનભાઈ સાથે વાતેચીત કરવાનો સંબંધ શરૂ થાય છે. આ સંબંધથી શ્રી. ગોપાળદાસ અને મગનભાઈ વચ્ચે પ્રેમને, સ્નેહનો તંતુ મજબૂતપણે બંધાય છે. ત્યારથી જ મગનભાઈ વિષે તેમના મનમાં એક વિશિષ્ટ વકીલ તરીકે આદરભાવ વિકસે છે. મગનભાઈના સંપર્કથી ગોપાળદાસના જીવનમાં સ્વામી હજુરાનંદજી સાથે સંપર્ક થાય છે. આ સમય ૧૯૩૦ની આજુબાજુનો હશે. એ પ્રસંગથી ગોપાળદાસજીના સાધક જીવન પર ભારે અસર થઈ તથા મગનભાઈ દેસાઈ સાથેનો એક ગુરુભાઈ તરીકેનો વધુ ઘનિષ્ઠ સંબંધ બંધાયો જે જીવન પર્યંત વધુને વધુ ઘેરો બનતે ગયો. મધ્ય પ્રદેશના ખાચરોદના સ્વામી ગુરુ હજુરાનંદજી શીખધર્મી હતા. અનન્ય પ્રેમને કારણે સ્વામીજી પાળદાસ પટેલના ઘેર પધાર્યા હતા. જે આ અંગેનું કોઈ સ્પષ્ટ વર્ષ નક્કી કરાતું નથી. પરંતુ ગોપાળદાસ પટેલ નોંધે છે તેમ “ખાચરોદવાળા સ્વામીજી વૈશાખ સુદ ૧૧ને સંવત ૧૯૯૬ શનિવારના દિવસે બ્રહ્મલીન થયા. એટલે આ સમય ઈ. સ. ૧૯૪૦નો થાય. શ્રી. ગેપાળદાસ પટેલ દર્શાવે છે કે તેમણે “ગ્રંથ સાહેબને ૧૯૩૩માં પધરાવ્યા છે. આ સમયે તેમનું ચાંપાનેરનું જ ઘર હતું. એટલે ૧૯૪૦ પહેલાં સ્વામીજી આ પ્રસંગે તેમના ઘરમાં ચરણ રાખ્યા હશે. જે ગ્રંથસાહેબની પધરામણીને નિમિત્તને હવા વધુ સંભવ છે. પિતાના સદુગરના જે ઘરમાં ચરણ પડ્યા તે ચાંપાનેરના ઘર વિશે તેમનું મમત્વ રહ્યું હતું. જેથી નવું ઘર સ્ટેડિયમ પાસે થતાં છોડીને રહેવા જવા માટે મન કોચવાયેલું. જૂનું ઘર ઘણા સમય સુધી કાઢયું નહીં. પાછલી જિંદગી ત્યાં રહી એકલા સાધનામાં ગાળવાની તેમની ઇચ્છા રહી હતી. ઘરમાં ગુરુની ચરણરજ પડવી તે એક ગુરુ ભક્ત માટે આજીવન સંભારણું જ નહિ પરંતુ ગૃહસ્થ જીવનમાં તેમના આશીર્વાદ અને પ્રભાવની નિરંતરતા તેમણે જે અનુભવી છે તે આત્માર્થી માટે અતિ મહત્ત્વની ઘટના છે. શ્રી. ગોપાળદાસ પટેલનું ગૃહસ્થજીવન પત્ની કમળાબહેનના સાથમાં ચાંપાનેરમાં સ્થપાઈ ગયું. તેમને જન્મ ૧૯૧૦માં સોજીત્રામાં થયો હતો. અને ગોપાળદાસ પટેલ સાથે ૧૪ વર્ષની વયે લગ્ન થયેલાં. ૧૯૨૭માં પતિ સાથે વિદ્યાપીઠમાં કૉલોનીમાં સાથે રહેવા લાગ્યાં. સ્વરાજ્યની લડતના Page #320 -------------------------------------------------------------------------- ________________ આત્માથી ગોપાળદાસ પટેલ ૨૦૭ સંજોગોએ શ્રીમતી કમળાબહેનને પણ પતિની સાથે રંગ લાગ્યો. “કિવટ ઇન્ડિયા”ની લડત વખતે મારી પત્ની કમળાબહેન આશ્રમ (સાબરમતી) માં ઊભી થયેલી પાંચકૂવા દરવાજા પાસેની પરદેશી કાપડની મોટી દુકાને પિકેટિંગ કરવા માટેની ટુકડીમાં જોડાયાં હતાં તે પકડાઈને થાણા જેલમાં ગયાં. મારી પત્નીનું શરીર થાણા જેલમાં છેક ભાંગી પડ્યું.” ગાંધીવિચારથી રંગાયેલા પતિની સાથે ખાદી, સાદગી અને જેલમાં જવા સુધી સાથ આપ્યો. આમ એક આદર્શ સહધર્મચારિણી તરીકે પતિની નિશ્રામાં – પતિને માર્ગે ચાલવાને – એક પતિપરાયણ સ્ત્રી તેમનું ગૃહજીવન સુંદર રીતે સંભાળ્યું. જેલમાં જવાથી ભાંગી પડેલું શરીર જોઈએ એવું સારું થયું નહિ, ૧૯૩૯માં એક પુત્રને જન્મ આપ્યો. તેઓ એક અત્યંત વૈભવશાળી વૈષ્ણવ સંસ્કારવાળા પિતૃકુટુંબમાંથી આવ્યાં હતાં. પરંતુ અનેક અગવડો, તકલીફો વચ્ચે પતિની નિશ્રામાં પતિના રંગે રંગાઈ સાથ સહકાર આપી હમેશાં ભક્તિ-પૂજામાં રત રહેતા. એક નાની માંદગીનું નિમિત્ત લઈ નવા મકાનમાં એક વર્ષ રહી તા. ૨૮-૮-૭૫ના દિવસે ૬૫ વર્ષની વયે પોતાના એક પુત્ર-પુત્રવધુ અને તેમનાં ત્રણ સંતાનોના ભર્યાભાદર્યા કુટુંબ-સંસારમાં જીવી પતિના ચરણોમાં જીવન પૂરું કર્યું. શ્રી. ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠમાં ૧૯૨૭માં જોડાયા પછી અધ્યાપન ઉપરાંત પુરાતત્વમંદિરના કાર્યની જવાબદારી સંભાળી. ૧૯૩૫ થી ૧૯૩૯ સુધી જૈન ગ્રંથમાળામાં મંત્રી તરીકે રહ્યા અને નવજીવન પ્રેસ દ્વારા વિવિધ જૈન ગ્રંથોનો ગુજરાતીમાં અનુવાદો આપ્યા. આ બધા સમય દરમ્યાન શ્રી. મગનભાઈ દેસાઈને ગાંધીજીએ વધુમાં મહિલા આશ્રમની કામગીરી માટે બોલાવી લીધા. તા. ૩-૮-૧૯૩૭ તેમને ગુજરાત વિદ્યાપીઠના મહામાત્રની કામગીરી માટે નિયુક્ત કર્યા. આથી શ્રી, ગેપાળદાસ પટેલને પુન: તેમને સાથ સાંપડયો. જે તેમના જીવનના અંત સુધી અવિભાજ્યપણે રહ્યો. ૧૯૩૯માં વિદ્યાપીઠનું નવું સામાયિક “શિક્ષણ અને સાહિત્ય” શરૂ થયું તેમાં શ્રી. મગનભાઈએ ગોપાળદાસને સંપાદક મંડળમાં અન્ય સાથીઓ – જુગતરામ દવે, નરહરીભાઈ પરીખ, મણિભાઈ દેસાઈ, જીવણજી દેસાઈની સાથે લીધા. આઝાદી પછી ૧૯૪૭થી મહાદેવભાઈ દેસાઈના નામે મહાવિદ્યાલયને પુન: ન ઘાટ આપવા માટે ગાંધીજીના આશીર્વાદ મળતાં નવા આજીવન ટ્રસ્ટીમંડળમાં શ્રી ગોપાળદાસ પટેલની પસંદગી થઈ. તેમને સંસ્થાના ખજાનચી અને ગ્રંથાલય સમિતિમાં મંત્રી ઉપરાંત બીજી પાંચ સમિતિમાં સભ્ય તરીકેની જવાબદારી સોંપાઈ. આમ શ્રી ગોપાળદાસ પટેલ ૧૯૨૭થી ૧૯૬૩ Page #321 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૩૦૪ સુધી સળંગ સૂત્રે ગૂજરાત વિદ્યાપીઠના ૩૬ વર્ષ સુધી અંગ રહ્યા. અને વિના વેતને સેવા કરી. વિદ્યાપીઠ આ સમયે લેાકભંડોળથી જ ચાલતી હતી. પ્રકાશન કાર્ય માટે પણ અનુદાન જરૂરી બનતું. આ સંદર્ભમાં વિવિધ વ્યક્તિ દ્વારા ગ્રંથપ્રકાશન શ્રેણી માટે અનુદાન મળતું હતું. શ્રી. ગેાપાળદાસના પિતા જીવાભાઈ પટેલે પેાતાના પિતા રેવાભાઈના સ્મરણાર્થે ધર્મગ્રંથમાળા ચલાવવા રૂ।. ૬૦૦૧નું દાન ૧૯૪૨માં આપ્યું હતું. આ માળામાં મુખ્યત્વે હિંદુ ધર્મગ્રંથા ગુજરાતીમાં ઉતારવાના ઉદ્દેશ્ય છે. સર્વ ધર્મ સમભાવની દૃષ્ટિએ અન્ય ધર્મો, વિદ્યા તથા દર્શનના પણ સમાવેશ થાય છે. આ રીતે શ્રી. ગેાપાળદાસે તન, મન ધન વિદ્યાપીઠને અર્પણ કર્યું હતું. આ બધા સમય દરમ્યાન તેમણે શ્રી. મગનભાઈ સાથે સિપાઈની જેમ રહી શિક્ષણ અનેસાહિત્યમાં લેખનકાર્ય, સાર્થ જોડણી કોશ, સંસ્કૃત કોશ, રાજય વહિવટી પારિભાષિક કોશ, ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળા તૈયાર કરવામાં તથા વિવિધ ગ્રંથેાના અનુવાદ કરી ગૂજરાત વિદ્યાપીઠના સાહિત્ય સર્જનમાં અંદાજે ૫૦ પુસ્તકો જેવા અભૂતપૂર્વ ફાળા આપ્યા છે. . 19 સત્યાગ્રહ શ્રી. મગનભાઈ દેસાઈ જેવી સમર્પિત વ્યક્તિને વિદ્યાપીઠમાંથી છૂટા થવું પડયું, તથા ગાંધી શતાબ્દી વર્ષમાં કોચરબ આશ્રમ પર પોલીસ કારવાઈ વિદ્યાપીઠના નવા સંચાલકોએ કરી તેથી તેઓ ભારે વ્યથિત થયા. અને · સત્યાગ્રહ' પત્રમાં ખૂબ આક્રોશપૂર્વક લેખા લખ્યા. પછીથી ૧૯૬૯ માં શ્રી. મગનભાઈનું હાર્ટ ઍટેકથી અવસાન થયું તેમને મન ભારે વજ્રઘાત લાગ્યું. તેમણે આ સમયે શ્રી. મગનભાઈ વિષેની વિગતો પત્રમાં તા. ૮-૨-૧૯૬૯માં રજૂ કરી ભારે આક્રોશ વ્યક્ત કર્યો. પેાતાની મરણાત્તર નોંધમાં નોંધે છે કે, “મારે વિદ્યાપીઠ સાથે માત્ર બે જણ સાથે જ સંબંધ છે. . . . .. શ્રી. દેશપાંડેજી અને શ્રી. પુરુ છે॰ પટેલના કુટુંબ સિવાય બીજા કોઈ મારા મિત્ર કે સંબંધી વિદ્યાપીઠમાં રહ્યા નથી. શ્રી. પુરુ છે૦ પટેલ સામે વિદ્યાપીઠવાળાઓએ થાય એટલા કેસે કર્યા છે. જમીન, મકાને, કૂવા, પૈસા એ સૌ બાબતે પણ કશામાં ફાવ્યા નથી." શ્રી. ગેાપાળદાસ પટેલનું હાડ પહેલેથી નબળું હતું. તેથી વારંવાર તબિયત બગડી જતી. આવી સ્થિતિમાં શ્રી. મગનભાઈ દેસાઈ આદર્શ ગુરુ રૂપ વડીલની છત્રાછાયા જવાથી તેમને એ ઘા ઘણા ભારે થઈ પડયો. તેમના જીવનમાં જાણે શૂન્યાવકાશ પેદા થયા. પછીથી શ્રી. મગનભાઈએ અંગ્રેજી નવલકથાઓમાંથી કેટલાકના સારાનુવાદ કરવા તેમને સૂચવેલું તે યાદ કરી પુન: પેાતાની કલમ ચાલુ કરી. ભાઈ પુ છે૦ પટેલ દ્વારા · પરિવાર પ્રકાશન ****** Page #322 -------------------------------------------------------------------------- ________________ સાગોપાળદાસ પટેલ 10Y/; * . C સંસ્થા’ ૧૯૬૨માં શરૂ કરી. આ ત્રણ મગનભાઈ દેસાઈનાં લખાણ ઉપરાંત પ્રખ્યાત વિદેશી નવલકથાને રસાનુવાદ, તેમણે રજૂ કરવાનું ચાલુ કર્યું ૧૯૬૪માં ચાંપાનેર સેમાયટી-નું મકાન છેાડી સ્ટેડ્ડિયમ પાસેના નવા મકાનમાં રહેવા આવ્યા. એક વર્ષના સમયમાં તેમનાં ધર્મપત્ની ટૂંકી માંદગીમાં ૧૯૭૫માં અવસાન પામ્યાં. તેમના જીવનમાં આ બીજો મોટો આઘાત આવ્યા. થોડા સમય પછી પગના દુ:ખાવાને કારણે ઢીંચણનું ઑપરેશન’ થયું. પછી એકાએક ટી,બી.ની તકલીફ થઈ અને બે વર્ષ લાંબી માંદગીમાં રહ્યા. આ બધી ભારે દવાના ડોઝનું રિએકશન આવતાં તેઓ ધીરેધીરે પક્ષઘાતની અસરમાં સરી પડયા. ૧૯૭૬-૭૭માં કમરથી નીચેના બંને પગને સમગ્ર ભાંગ પક્ષાઘાતનો ભેગ બની ગયા. આથી તેઓ સંપૂર્ણ પણ પથારીવશ જેવા થઈ ગયા. સમગ્ર શરીર ભાંગી પડયું. આમ શરીરની ભારે મજબૂરી' તેમને આવી પડી, પરંતુ આંતર "મન ધૈણું મજબૂત હતું. શરીરની આવી હાલતમાં પણ તેમણે સૂતાં સૂતાં પાનું લેખનકાર્ય ચાલુ રાખ્યું. અંગ્રેજી નવલકથાઓનો ઉત્તમ અનુવાદ આપ્યા, બીજી બાજુ તેએ અતર સાધનામાં ઊંડાને ઊંડા ઊતરતા ગયા. બેઠા બેઠા ગ્રંથસાહેબના પાઠ થતા ને હાઈ સૂર્યાં સૂતાં કરવાનું ગોઠવ્યું. પેાતાના સ્વામી ગુરુ હજુરાનંદજીની કાયમી સ્મૃતિ તરીકે મગનભાઈ દેસાઈ દ્વારા અગાડું” “ સુખમની” (૧૯૩૬) અને જપુજી ” (૧૯૩૮) ગુજરાતમાં અનુવાદો થયા હતા. તે ક્રમમાં “ગુરુ નાનકની વાણી' ભેગી કરી જા” નામનું એક સુંદર સુતક તૈયાર કર્યું. જે તેમના સદ્ગુરુનું તર્પણરૂપ કા" ગણાવી શકાય. તે તે મરણાત્તર બેંક નોંધ તા: ૨૭-૨-૧૯૮૪ : ૫ પાનમાં પેાતાના સુપુત્રને ઉદ્દેશીને નોંધે ૧૯૩૦-૩૨ના અરસામાં હું રેલગાડીમાં બેસી, ખાચરાદ (સ્વામીજી મહારાજ પાસે) જતા હતા. ત્યારે સામે જ બેઠેલા દિલ્હી કૃત એક ગૃહસ્થે વગર પૂછયે મારું આયુષ્ય ૮૦ વર્ષનું જણાવ્યું હતું. તથા, તમારાં બા (વિહારીદાસનાં માતુશ્રી કમળાબહેન) સધવા અવસ્થામાં પરલેાક સિધાવશે એમ પણ જણાવેલું. તે અરસામાં મારી તબિયતુ લાંબા વખતથી એટલી બધી બગડેલી રહેતી કે હું જ પહેલા જઈશ, એમ મને લાગતું હતું. પરંતુ તમારાં બા(કમળાબહેન)ની બાબતમાં તે ગૃહસ્થે કહેલી વાત સાચી પડવાથી, મારું ૮૦મું વર્ષ આવવાનું થતાં મેં અમુક તૈયારી કરવા માંડી છે. તેમાં ખાસ કરીને મારું “ ાંજગ્રંથી ” પુસ્તક મૈં ગ્રંથસાહેબમાંથી શ્રદ્ધાપૂર્વક તૈયાર કરેલું હાઈ તેને છપાયેલું જૉવાની મારી ઇચ્છા હતી, તેમ જ મેં અનુવાદ ૨૦ - ૨૦ "C 66 છે. 2 '' ** Page #323 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક 33 કરેલું “ તે મિઝરેબ્લુ ” (વિકટર હ્યુગા કૃત નવલકથા) પણ અલભ્ય થયું હાઈ તેની પણ બીજી આવૃત્તિ સુધારીને છપાવી જવાની ઇચ્છા હતી, તે બે પુસ્તકો પર મારી ખાસ મમતા હતી. આ નોંધમાં “મૈં અમુક તૈયારી કરવા માંડી છે” તે માત્ર પુસ્તકો છપાવવા પૂરતી એકલી ન હતી. ૮૦ વર્ષની ઉંમર પછી જીવન સંકેલવાની પૂર્વ તૈયારી ભાખેલા ભાવિના સંદર્ભમાં તેમણે શ્રદ્ધાપૂર્વક શરૂ કરી દેખાય છે. પેાતાના સુપુત્રને મરણાત્તર નોંધ દ્વારા પેાતાના જીવનની કેટલીક ઘટનાઓ જે આજ દિન સુધી કશી જ જણાવી જ નથી જેવી કે પોતે શીખધર્મ સ્વીકાર્યો છે, સ્વામી ગુરુ હજુરાનંદજીને ગુરુ તરીકે સ્થાપ્યા છે, ખાચરીદ ગુરુધામમાંના ગુરુદ્વારાના તે ટ્રસ્ટી છે, દર વર્ષે નિયમિત આર્થિક સેવા તે માકલે છે, વગેરે ઉપરાંત પેાતાના મરણ પછી મૃત્યુનોંધમાં શું આપવું, અગ્નિદાહ કયા પ્રકારે કરવા, મૃત્યુ પછીની કરાતી શ્રાદ્ધ ક્રિયામાં શું શું કરવું, શું શું ન કરવું તથા તેને માટેના તેમના ખુલાસા વગેરે અંગેની નોંધા તેમણે કરવાનું ચાલુ કરેલું. તથા દર વર્ષે તે નેધમાં તારીખ નાખી જોઈ સુધારી ખરું કર્યાની નેોંધ પણ કરેલી તેમાં જોવા મળે છે. એક આત્માર્થી જીવે પેાતાના મનની કેટલી બધી સ્પષ્ટતા કેટલી હદ સુધીની કરી છે તે નવાઈ પમાડે તેવી સ્થિતિ છે. જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં તેમણે શ્રી. પુ૦ છે॰ પટેલને કહ્યું કે, “મેં શ્રી, મગનભાઈ દેસાઈના કહેવાથી કેટલીક અંગ્રેજી નવલકથાને ગુજરાતીમાં અનુવાદ કરીને આપવાના પ્રયત્ન કર્યો. પરંતુ તેથી હવે થાકયો છું. હવે અંતકાળે આ ભાગી સમાજની કથાઓ અને તેમના રાજકીય કાવાદાવાઓની દુનિયાથી મારું મન વ્યગ્રતા અનુભવે છે. તેથી તે બંધ કરવું ઘટે." અને પુન: ધર્મ અને આધ્યાત્મિક સાહિત્યના સર્જન તરફ પોતાને કેન્દ્રિત કરવાના પ્રયત્ન કર્યો. જેના પરિપાકરૂપે તેમણે ગ્રંથસાહેબના આધારે ‘ પંજગ્રંથી ’ અને પેાતાના નિત્ય જપ માટે “ જપમાળા” તૈયાર કરી. આ પ્રમાણે તેમણે બીજા સંતામાં પલટુ, નાનક, વગેરે સંતાની શ્રેણી તૈયાર કરવાનું શરૂ કર્યું અને તે સમયમાં ૧૯૯૬માં તેમણે ૨જી જુલાઈએ પેાતાના પાર્થીવ દેહને ત્યાગ કરી ગુરુના ચરણામાં કાયમ માટે ચાલ્યા ગયા. શ્રી. ગોપાળદાસ પટેલે આ રીતે સમગ્ર જીવન ગાંધી-વિચારને રાહે ચાલી દેશ માટે, વિદ્યાપીઠ માટે, મગનભાઈ જેવા સાધક વડીલના પડછાયા રૂપે રહી પેાતાના સ્વામી ગુરુ હજુરાનંદના શરણમાં સમગ્ર જીવન એક Page #324 -------------------------------------------------------------------------- ________________ સાભાર્થી ગેાપાળદાસ પટેલ સાધક તરીકે આત્માર્થી જીવનચર્યા જીવી ઉત્તમ ધાર્મિક અને તાત્ત્વિક સાહિત્યનું સંપાદન, લેખનકાર્ય કરી “ જયાં કી ત્યાં ધરી દીની ચદરિયા. "3 ર (૨) જીવન પર પ્રભાવ: શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં પ્રત્યક્ષપણે કેટલીક વ્યક્તિઓને અને પરોક્ષપણે જે સાહિત્ય સર્જન કર્યું છે તે માટે જે સ્વાધ્યાય તેમણે કર્યા છે જેણે તેમના આંતર કલેવરને ઘડયાં છે તેમ સ્પષ્ટ જોઈ શકાય છે. વ્યક્તિના પ્રભાવમાં (૧) ગાંધીજી અને સરદાર સાહેબ (૨) ખાચરોદવાળા શીખગુરુ હજુરાનંદજી (૩) શ્રી. મગનભાઈ દેસાઈ મુખ્ય છે. ' (૧) ગાંધીજીના રાષ્ટ્રીય ચળવળના વિચારોથી આકર્ષાઈને કૉલેજ શિક્ષણ માટે અન્ય યુનિવર્સિટીમાં ન જવાને બદલે ગૂજરાત વિદ્યાપીઠના શિક્ષણમાં દાખલ થયા અને ખાદી, દેશદાઝ, જેલમાં જવું, વિદ્યાપીઠમાં સેવા માટે જોડાવું વગેરેએ તેમના જીવન પર ભારે પ્રભાવ મૂકયો છે. અને જીવનભર તેને વરેલા રહ્યા, તે સરદાર વલ્લભભાઈ પટેલના નજીકના કુટુંબી હોઈ નિકટતાના ભાવ, તેમની તાર્કિક અને વ્યવહારલક્ષી સૂઝ, બારડોલીની ખેડૂતોની લડત અને દેશના નવનિર્માણમાં તેમને ફાળા વગેરે તેમને મન પ્રેરણારૂપ હતાં. ૩.૭ (૨) સ્વામી – ગુરુ હજુરાન`દજી ઃ મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન વિસ્તારમાં રતલામથી દિલ્હી રેલ્વે લાઈન પર ત્રીજું સ્ટેશન ખાચરોદ” ગામે શીખધર્મના યોગી સ્વામી હજુરાનંદજીના ઈ.સ. ૧૯૩૦માં તેમને પરિચય થયા લાગે છે. પરંપરાગત રીતે પેાતાના પૈતૃક વૈષ્ણવ ધર્મના જીવન સંસ્કાર તો તેમને મળ્યા હતા. પરંતુ પુષ્ટીમાર્ગી વૈષ્ણવ ધર્મ કર્મકાંડીય સ્થિતિમાંથી યોગ અને ગીતા પરની શ્રદ્ધાએ રાજયાગની પ્રક્રિયામાંથી શીખગુરુ પરત્વે તેમની શ્રદ્ધા દૃઢ થાય છે. શ્રી. ગેાપાળદાસ તા. ૪-૧૦-૧૯૯૨ની એક નોંધમાં નોંધે છે કે, “૩૦ વર્ષ પહેલાં (વાસ્તવમાં ૧૯૩૦ જોઈએ) શીખધર્મ સ્વીકાર્યો છે. પંથની રીતે નહીં પરંતુ શીખ ગુરુએ બતાવેલા માર્ગ મને માફક આવ્યો હાવાથી મેં તે દીક્ષા લીધી છે. દીક્ષા પણ મારી પેાતાની પાસેથી જ. કોઈ શીખ આચાર્ય પાસેથી નહિ.” તે શીખધર્મ વિષેની સ્પષ્ટતા કરતાં ૪-૧૦-૯૨ ની નોંધમાં દર્શાવે છે કે, “ધર્મપંથની વાત આવે એટલે ગેરસમજ થવાનો સંભવ અને મેં ઉપર જણાવ્યું તેમ પંથની રીતે દીક્ષા લીધી નથી." ઉપરાંત તેમની એક નોંધ તા. ૨-૪-૧૯૮૯માં 66 Page #325 -------------------------------------------------------------------------- ________________ * એક લક ફે દર્શાવે કે, 'શીખધર્મ હિંદુધર્મના જ સુધારા માંથી ફાંટો છે. ભગવાનના ગ્રંથસાહેબમાં” રામ, ‘કૃષ્ણ,શ્વાસુદેવ, દામે દર,· ધુસૂદન, ધનમાળી '‘એવાં નામેાએ તથા અલ્લા, કરીમ, રહીમ, ખુદા એવાં નામેાએ પણ ઉલ્લેખ કરેલા છે. બ્રાહ્મણા તેમ જ મુલ્લાં દ્વારા કરાતા સ્થૂળ ક્રિયાકાંડનું તેમાં ખંન કરેલું છે. મૂર્તિપૂજાનું પણ ખંડન છે. તથા અવતારવાદનુંપણ. ભગવાનને જગતનું સંચાલન કરવા માટે અવતાર લેવાનો કે જન્મ લેવાની જરૂર પડતી નથી. સંતા-ભક્તો દ્વારા તે જગતમાં કલ્યાણનો માર્ગ પ્રવર્તમાન રાખ્યા 41 કરે છે.” TR । 4,1 ww આ બધી વિગતો. એટલું, સ્પષ્ટ કરે છે કે શ્રી. ગોપાળદાસ પટેલે સ્વામી હજુરાનંદજીને ગુરુ તરીકે મનામન માની સ્વૈચ્છિક રીતે શીખધર્મ ' સ્વીકાર્યા છે. પરંતુ તેનું વર્ષ કર્યું તે પૂરતું સ્પષ્ટ થઈ શંકતું નથી, જો તેમની ।૩૦ વર્ષની ઉંમરે તે હોય તે જેમ્મવર્ષ ૧૯૦૫ હેવાથી તે ૧૯૩૫નું વર્ષ થાય. પરંતુ શ્રી ગોપાળદાસ પટેલના ૧૬-૧૦-૧૯૩૨ને લખેલા ` પેોસ્ટકાર્ડમાં તે કુટુંબીજૅનોને પૈ!તાના માનેલા ગુરુ સ્વામીજી હજુરાનંદને પ્રણોમ લખી જણાવતાં લખે છે કે, ' “પૂજ્યું 'સ્વીમીને નીચેનું લખી` મૈાકલશે. હરિ ૐ શ્રી સાક્ષાત્ રવરવા અહમવાચાય બેસ્ટસે` છો. 'વાત્તાનુંવાસ गोपालदासका प्रभु चरनोंमें 'मैथा टेकना' । 'वि.' आपश्री की कृपासे मेरी तबियत बहुत अच्छी हुई है । और इधर आनेके पहले आपका नाम मांग लिया था वह मिला हैं"। " और वह नामका स्मरण मेरेंको ं पसंद करता हूँ । .: (ભુસાઈ ગયેલું છે.) । । ', . G :: 19 - માત્ર આકાંક્ષા હૈ । બારાજા, बक्षुलाल, कर्नैयालाल, 'श्री 'कस्तुरचंद शेठ ई. सबको चरने में प्रणाम । प्रभुके વરનામેં મથા ટેના ।' આ પત્રનોંધથી સ્પષ્ટ થાય છે કે તેઓ ૧૯૩૨માં જેલમાં ગયા તે પહેલાં તેમણે “ નામ કે દીક્ષા લીધેલી છે જેના સંદર્ભમાં પત્રમાં ઉલ્લેખ આવે છે. ઉપરાંત તા. ૭-૮-૧૯૮૬ની એક નોંધમાં (પાન ૬) નોંધે છે .......“ ખાચરોદના ગુરુદ્વારામાં પધરાવેલા 'ગ્રંથસાહેબ મારા ઈષ્ટદેવ ........ઈ.સ. ૧૯૩૩માં મેં શીખધર્મ સ્વીકારી ગ્રંથસાહેબને ઘરમાં પધરાવ્યા છે...... આમ આ નોંધ પણ ૩૦ વર્ષની ઉંમર એટલે ૧૯૩૫ થાય તે સાથે સાંમંત થવાતું નથી. વધુમાંં ૧૯૮૭ની મરણાત્તર નોંધમાં તેએ નોંધે છે કે, મારી લાંબી માંદગી દરમ્યાંનમારી ડાયરી કે નેધાનું ઠેકાણું ન રહ્યું હોવાથી શીખધર્મ સ્વીકારવાની તારીખ હું બરાબર બતાવી શકતા નથી. પરંતુ વિહારીદાસ(સુપુત્ર)ના જન્મ પહેલાં છ વર્ષ અગાઉ તે ‘મે' ઘરમાં ગ્રંથસાહેબ પધરાવ્યા હતાં, તેની મને ખાતરી છે. એટલે ૧૯૩૩માં .. 66 Page #326 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી નેપાળદાસ પટેલ મેં તે ધર્મ સ્વીકાર્યો કે ૩૦ વર્ષની ઉંમરે સ્વીકાર્યો એ બન્ને બાબતે કલ્પિત જ છે.” આ તેમણે પોતે જ પોતાની ગડમથલની સ્થિતિ દર્શાવી છે. પરંતુ આ બધી નધિ પરથી સ્પષ્ટ તારવી શકાય છે કે સ્વામી હજુરાનંદજીનો સંપર્ક ૧૯૩૦૩૧ના વર્ષ દરમ્યાન થયો હોવો જોઈએ અને પછી સ્વૈચ્છિક રીતે સાધનાને તે માર્ગ તેમણે મનોમન સ્વામીજીને ગુરુ માની સ્વીકારેલ દેખાય છે. ગુરુગ્રંથ સાહેબને પોતાના ઘરમાં પધરાવવાનું તેઓ તે પછીથી એટલે વચ્ચે જેલયાત્રા પછીથી જ એટલે ૧૯૩૩ના વર્ષની નોંધ વધુ યોગ્ય લાગે છે. આમ શ્રી. ગોપાળદાસ પટેલનું જીવન ૧૯૩૦-૩૧નું વર્ષ સ્વામી હજરાનંદજીના સંગને કારણે ઘણું બધું પ્રભાવિત થાય છે અને પરિવર્તન પામે છે. કૌટુંબિક વૈષ્ણવ પુષ્ટિ માર્ગના કર્મકાંડી સંસ્કારમાંથી નીકળી ગીતા અને ઉપનિષદના યોગમાર્ગને તથા ગુરુપરંપરાને – સંત માર્ગને સ્વીકાર કરી ભક્તિમાર્ગ પ્રમાણે પોતાના જીવનને ધાર્મિક આચાર ગોઠવેલો જણાય છે. પોતાના ગુરુ સ્વામી હજાનંદની એક તેજોમય તસવીર તેમના ચાંપાનેરના ઘરમાં અધમયેન્દ્ર યોગાસનમાં નિર્વસ્ત્ર સ્થિતિમાં દિવાનખંડમાં વર્ષોથી લગાવેલી રહેતી હતી. તેઓ પોતાના આ ગુરુ વિષે એક વખત તા. ૮-૧૧-૧૯૯૩ના દિવસે અનાયાસે દર્શાવેલી વિગતોને પાછળથી નેધ કરી લીધેલી તે ઉપયોગી થશે. આ સાધુ મૂળ પંજાબના શીખ હતા. તેઓ નાની ઉંમરથી જ સંસારથી વિરક્ત સ્થિતિવાળા હતા. ઘરમાં તેમને સૌ પાગલ જેવા ગણતા. ખાવા-પીવાનું પણ તેમને ભાન રહેતું નહિ. ભણવામાં પણ મન ચોંટતું નહીં. તેમ જ કામ ધંધામાં પણ ચિત્ત લાગતું નહિ. વારંવાર ધ્યાન લાગી જતું. કલાક સુધી શરીર જડ થઈ જતું. એક વાર એક સાંકડા નેળિયામાંથી જતા હશે, ધ્યાન લાગતા રસ્તા વચ્ચે જ બેસી ગયા. એક ગાડાવાળો આવ્યો. બહુ બૂમો પાડી ઊઠે જ નહિ. તેણે ચાબુક માર્યા તોયે કઈ ભાન આવ્યું નહિ એક બીજા ખેડૂતે ઓળખી બાજુમાં ખસેડ્યા.” એક વખત ખાચરોદ ખાતે કોઈ વ્યવસ્થિત સાધના સ્થાન ન હતું ત્યારે મોટા ઘટાદાર વૃક્ષની ડાળી પર બેસીને દયાન કરવાનું કરેલું. ઘટાદાર ઝાડ એટલે કોઈને ખબર પડે નહીં અને ધ્યાનભંગ ન થાય. થોડા દિવસ પછી ત્યાં એક રબારી ખોવાયેલું ઢેર શોધતે ત્યાં આવ્યો. ઝાડ નીચે જોડા પડેલા જોઈને વહેમાયો. આડીઅવળી નજર કરી પણ કોઈ દેખાવું નહિ. ઝાડ ઉપર નજર કરી તે ઝાડની ઘટામાં આ સાધુ ધ્યાનમાં બેઠેલા દેખાયા. Page #327 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૩૧૦ 404 40 તેણે ઘણી બૂમે મારી પણ ઘણા સમય પછી સમાધિ છૂટી રબારીએ કહ્યું, ભાઈ નીચે ઉતર! કયાંક પડી જવાશે. છેવટે નીચે ઉતર્યા, નજીક ઘર હતું. દૂધ લાવીને પીવડાવ્યું. “ કહેવાય છે કે સાધકનું શરીર સાધના અવસ્થામાં આહાર વિના કેવી રીતે ટકે છે? ગીતા દર્શાવે છે કે પ્રકૃતિ અને પુરુષ બે પરિબળા – સંસારમાં મુખ્ય છે. જ્યારે સાધક સાધનામાં દેહ – પ્રકૃતિ-માંથી ઉપરની અવસ્થામાં જાય છે ત્યારે પ્રકૃતિ આપે।આપ તેની સંભાળ કરે છે. તે એક નિયમ છે. જ્યાં સુધી તે સાધક) પ્રકૃતિમય હતો ત્યાં સુધી તેને બાંધી રાખે છે. બંધનમાં રાખે છે. પરંતુ જ્યારે તેનાથી બહાર – મુક્ત – ઉપર ચઢે છે ત્યારે તે તેની રક્ષક બને છે. રખેવાળ બને છે. અને તેના આહારપાષણની જવાબદારી લે છે. તેથી સાધકને સાધના દરમ્યાન શરીર ટકાવી રાખવા માટે તે આહાર પાણની વ્યવસ્થા કરે છે. આમ પ્રકૃતિ શરીરનું પોષણ કરે છે” “ તેમણે આગળ દર્શાવ્યું કે આ ગુરુ રાજયોગની સાધનાના માર્ગ દર્શાવતા. કાશીકાકા (મગનભાઈ દેસાઈના વકીલકાકા)ની સાધના પૂરી થઈ એટલે તેમણે ત્યાં જવાનું બંધ કર્યું પ્રશ્ન એ થાય છે કે સાધકની સાધના પૂરી થાય તે પછી આ શરીર કેમ રહેતું હશે? શરીર સાધના પૂરી થાય ત છૂટી જવું જોઈએ. ત્યારે કહેવામાં આવે છે કે જ્યાં સુધી દેહ ધર્મનું કર્મફળ – પૂરું ન થાય ત્યાં સુધી દેહ છૂટકે નથી, એ પણ કર્મફળ જ છે. સાધકની સાધના પૂરી થઈ જાય તો પણ જો દેહકર્મ પૂરું ન થાય ત્યાં સુધી સંતા – સાધકો પણ પેાતે શરીર છેાડીને જતા નથી, જઈ શકતા નથી.” શ્રી. ગોપાળદાસ પટેલના ઉપરના વિવિધ પ્રસંગા અને વિચારો તથા જેલમાંથી લખેલા પત્રમાં દર્શાવેલા સ્વામી ગુરુ હજુરાનંદને તેમના જીવનમાં થયેલા પ્રવેશ એ તેમના જીવનની ઘણી મેાટી ઘટના બને છે. જેલમાંથી લખેલા પત્રમાં પેાતાના માનેલા ગુરુ પરત્વે કેટલી બધી શ્રદ્ધા – ટેકના ”. આદર અને ભાવ સ્થિતિ દર્શાવે છે – તેની કલ્પના જ કરવી રહી. તે સ્થિતિ કેઈ માત્ર યુવાની અવસ્થાની ઘેલછા ન હતી, પરંતુ સમગ્ર જીવનકાળ દરમ્યાન તે ભાવ, સમર્પણ, આદર, શ્રદ્ધાભાવ તેમના જીવનમાં વહ્યા કર્યાં છે. ઘરમાં ગ્રંયસાહેબને પધરાવવું, નિયમિત પાઠ બે કલાક બેઠા બેઠા સ્મરણ કે પાઠ કરવા વગેરે નિયમ જીવનમાં કાયમ કરવા વગેરે સ્થિતિ ગુરુ ભક્તિનાં દર્શન કરાવે છે. વધુમાં તા. ૮-૧૧-૧૯૯૩ની મૌખિક રજૂઆત ગુરુ પરત્વેની અતૂટ શ્રદ્ધા કેવી છે તેની તેમની મન:સ્થિતિનાં દર્શન કરાવે છે. ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી, યોગ અને દર્શનશાસ્ત્રો .. મથા - Page #328 -------------------------------------------------------------------------- ________________ આત્મા નેપાળદાસ પટેલ ૩૧૧ વિષેના તવદર્શી લેખક “ગુરુ પરંપરામાં પોતાને કેવા અને કેટલી માત્રા સુધીની શરણ ભાવની સ્થિતિનાં દર્શન થાય છે. ભક્તિ-સાધના ગુરુ વિના શક્ય નથી તે ગ્રંથસાહેબને પ્રથમ સિદ્ધાંત તેમનામાં સુંદર રીતે દઢિભૂત થયેલે દેખાય છે. તે માટે તેઓ પિતે જ નેધે છે કે, “સદગુરુ વિના ઈશ્વર ન મળે, પરંતુ સદ્ગુરુમય ઈશ્વરની કૃપા હોય તો જ પ્રાપ્ત થાય! અર્થાતુ સદ્દગુરુને ઓળખવા – પામવા માટેની લાયકાત જન્મોજન્મની તૈયારીરૂપે લોભી થવી જોઈએ. અને માટે કોઈ “ઇન્સ્ટન્ટ” ઉપાય હેત નથી.” અને તે માટે ગુરુ માટેની તડપ, ગુરુ શરણાગતિ, ગુરુ ચરણમાં દઢતા – પ્રેમ પરતીત, ગુરુ ઈશ્વરરૂપ છે તેવી આંતર ભાવના વિકસવી એ બીજો મુખ્ય સિદ્ધાંત છે. શ્રી. ગોપાળદાસ પટેલે જેલમાંથી લખેલા ૧૫-૧૦-૧૯૩૨ના પોસ્ટકાર્ડમાં સ્વામી હજુરાનંદજીને કરેલા સંબોધનમાં “ઈશ્વર સ્વરૂપ” શબ્દ પ્રયોગ કર્યો છે તે ગ્રંથસાહેબની ભાવનાને યથાયોગ્ય – અનુરૂપ છે. અને “ચરણોમાં મથા ટેકના" – ગુરુ ચરણમાં શરણભાવ એટલો જ મહત્ત્વનો ભક્તિ સિદ્ધાંતને મર્મ તત્ત્વ છે. એક તત્ત્વચિંતક, ગાંધી-વિચારના અનુયાયી શ્રી. ગોપાળદાસ પટેલના આંતર મન પર છેક યુવાન વયથી આ ભાવને રંગ લાગે છે જે પાછલી અવસ્થાએ ઘેરો બનતો રહ્યો છે તેની પ્રતીતિ કરાવે છે. આ માર્થી જનનું આ મહત્વનું જીવન લક્ષણ છે. વધુમાં તા. ૮-૧૧-૧૯૯૩ માં કરેલી મૌખિક રજૂઆત દ્વારા સાધકની ધ્યાનમગ્ન સ્થિતિ અને દેહ પિષણ તથા શરીર છૂટવા વિષેનું પોતાનું ચિંતન તેમની પોતાની જીવન સાધનાને પરિણામે વિકસેલા ચિતનની કેવી સુંદર અનુભૂતિ છે. કર્મબંધન છે ત્યાં સુધી દેવબંધન છે, જીવ પ્રકૃતિનો અંશ છે. સાધક દશામાં પ્રકૃતિ તેનું કેવું રક્ષણપષણ કરે છે તે પ્રશ્ન અને તેને ઉત્તર તેમને મળ્યો છે તે તેમની અધ્યાત્મ સાધનાનું અમૃતતત્ત્વ જ કહી શકાય. શ્રી. ગોપાળદાસ પટેલે સ્વામીજીના સંપર્કથી પોતે સ્વૈચ્છિક રીતે શીખધર્મ સ્વીકારે છે તે વિષે આગળ જોઈ ગયા. આ સંદર્ભમાં તેમની શ્રછા કેટલી બધી અતૂટ અને પાકી થયેલી હતી તે વિશે તેમની મરણોત્તર નોંધ (જેને તા. ૨૦-૮-૧૯૮૪ અને તા. ૬-૭-૧૯૯૩ તથા ૩૦-૭૧૯૯૫ એ ખરી કરેલી છે) પાન નં. ૪ – છે કે, “ખાચરોદ સ્વામીજી રહેતા હતા તે બગીચામાં ગુરુદ્વારા છે. ત્યાંના ગ્રંથસાહેબને હું મારા ઈષ્ટદેવ માનીને શીખધર્મમાં દીક્ષિત થયો છું. મારા જીવનમાં અમુક કટોકટીના પ્રસંગો આવેલા, ત્યારે તે ગ્રંથસાહેબ આગળ નિવેદન કરી કરીને મેં આશ્વાસન મેળવેલું ” Page #329 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ત્યાંના ગ્રંથસાહેબને પૂર્ણિમાને દિવસે ૫૦) રૂપિયાના ભાગ ધરાવતા જવાના સ્વામીજીના નિર્વાણ પછી મેં સંકલ્પ કરેલા તે પ્રમાણે દર છ મહિાને હું ૩૦૦ રૂપિયા તે સરનામે મેાકલતા રહ્યો છું.... તે પ્રમાણે (મરણ પછી) મેકલતા રહેવા વિનંતી છે, ” ગુરુના શરણમાં પ્રેમ-પ્રતિતી પ્રાપ્ત થયા પછી તેમની શ્રદ્ધા કેટલી અતૂટ અને ભાવવાહી છે તેની પ્રતિતી આ નેધ કરાવે છે. બાહ્ય દૃષ્ટિએ દેખાત આ “કર્મકાંડ જેવું સ્વરૂપ હાવા છતાં પેાતાના મનથી માનેલા ગુરુ પરત્વેના શ્રદ્ધાબળ અને તેથી થયેલી પ્રતિતી – કેટલી અને કેવા સ્વરૂપની છે તેને માટે લેખક પોતે જ સબળ પુરાવે! દર્શાવે છે. અને મૃત્યુ પછી પણ શ્રદ્ધાભાવના પ્રતીક સ્વરૂપે ગુરુ ચરણામાં અમુક રકમ પેાતાના ફંડમાંથી મેકલતા રહેવું તેમ સુપુત્રને વિનંતીરૂપે દર્શાવે છે. કોઈને આ સ્થૂળ બાહ્યાચાર દેખાય પણ સાધકને જ્યારે કોઈ અનુભૂતિ થાય છે ત્યારે શ્રદ્ધાનું દઢિકરણ થાય છે તે સ્થિતિ તત્ત્વજ્ઞાની શ્રી. ગોપાળદાસ પટેલના બુદ્ધિતત્ત્વ પર પણ કેવા વિજય પ્રાપ્ત કર્યા છે તેનું પ્રગટીકરણ છે, જે તેમના ઋજુ આંતરમન, શ્રદ્ધાબળને અને ભક્તિભાવના પરિપાક છે. વધુમાં તે આગળ પાન ૬-૭ પર તે નેધે છે, “ ખાચરોદના ગુરુદ્વારામાં પધરાવેલા ગ્રંથસાહેબ મારા ઈષ્ટદેવ છે. તેની જમીને જમીનદારના વંશજો વેચી ખાવા માગે છે. ત્યાંના ગ્રંથસાહેબ મેં આપણા ઘેર પહોંચે તેવી વ્યવસ્થા વિચારેલી છે....... સામે બચુભાઈ જેમ તેમના દાદાના જૈન અપાસરો જોડે સાચવે છે તેમ મારા ગ્રંથસાહેબને સાચવજો, અથવા સરદાર ગુરુ ચરણસિંહ જે કાંઈ વ્યવસ્થા સૂચવે તે વિચારો, સરદાર ગુરુચરણસિંહને ગુરુભાઈ માન્યા છે. મારી ચરણ તિથિએ ગ્રંથસાહેબને પ્રસાદ કરી સૌ સંબંધીઓને વહેંચવો.” (પાન ૯). આ બધી નોંધા મૃત્યુ પછી પણ જેને પવિત્ર, આદરણિય અને જીવનમાં તેના વિશેષ પ્રભાવ પડયો છે તે ધર્મ પુસ્તકને પેાતાના ગુરુની સ્મૃતિનું પુસ્તક સમજીને ભક્તિભાવનું જ કરાયેલું નિરૂપણ થતું દેખાય છે. અને પેાતાના મનને ગુરુચરણમાં રાખવાના પ્રતીકરૂપે “ગ્રંથસાહેબ” પરત્વેની અનન્ય વ્યક્તિભાવની અભિવ્યક્તિનું ઉત્તમ સ્વરૂપનું પ્રગટીકરણ દેખાય છે. સ્વામી હજુરાનંદજીના સત્સંગ અને પ્રભાવથી સ્વયં માનેલા અને સ્વેચ્છાએ અંગીકાર કરેલા શીખધર્મ દ્વારા આંતર સાધના તેમના સમગ્ર જીવન દરમ્યાન ચાલુ રહી છે. રોજ ૨ થી ૨-૩૦ કલાક ગ્રંથસાહેબનાં પદાનું સ્મરણજપ કરવાને તેમના નિયમ હતા. અને પૂર્ણ આસ્થાથી ગ્રંથસાહેબને પેાતાના સદ્ગુરુનું પ્રતીક સમજી, પવિત્ર માની તેની આગળ અગરબત્તી રૂપી પૂજા ૩૧ર Page #330 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી નેપાળદાસ પટેલ ૩૧૩ કરવાનું ગોઠવેલું હતું. આ બધાને કારણે ગુરુકૃપાથી તેમના જીવનમાં એક જબરદસ્ત પરિવર્તન આવે છે. જે તેમના પરંપરાગત રીતે વૈષ્ણવ ધર્મને પૈતૃકવાર મળ્યું હશે તે અંગેના ચિંતનમાં આવ્યો છે. તેઓ પોતાના સુપુત્રને વિનંતીરૂપે મરણોત્તર નધિના લખેલા પત્રમાં દર્શાવે છે, “મને બાળપણમાં “વૈષ્ણવ બ્રહ્મસંબંધ’ લેવરાવેલો. પણ મેટપણે મારા ઉપનિષદગીતાના અભ્યાસ પછી મને લાગે કે પુષ્ટિમાર્ગને સિદ્ધાંત ગીતા અને ઉપનિષદના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. એટલે મેં તેને ત્યાગ કર્યો છે.” આમ સદૂગુરુ, ગ્રંથસાહેબનાં પદોને અભ્યાસ તથા ગીતા-ભાગવત, ઉપનિષદ વગેરે વિષે ચિંતનપૂર્વક કરેલું ઉખાણ અને નિયમિત ભક્તિ ભાવની સાધનાને લીધે થતી આંતર અનુભૂતિને પિતાના ગુરુવાણીના અભ્યાસ અને જપ સાધનામાંથી નીપજેલા “પંજjથી” પુસ્તકમાં તેઓ નોંધે છે કે, “શીખધર્મ એ સંતધર્મની મુખ્ય અને તેજસ્વી શાખા છે. શીખગુરુઓએ – સંતાએ, ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં કિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના, ભગવાનના નામ સ્મરણ ઉપર જ સીધા સાધા ગૃહસ્થજીવનને જ પોતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિર, પૂજારીઓ અને આચાર્યો – મહંતના ભારણને છેદ ઉડી ગયો, અને બીજી બાજુ સન્યાસ-દીક્ષા, મઠ-આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાને પણ!”.... સંતોએ ધર્મને નામે રૂઢ થયેલે મિથ્યા આચારોનું જાળું તોડી આવ્યું અને ધર્મપ્રવાહને ખાટી રૂંધામણામાંથી મુક્ત કર્યો.” પિતાના અંતિમ દિવસોમાં છેક ૧૯૮૪થી માંડીને ૧૯૯૫ સુધી લખેલી મરણોત્તર નધિને વારંવાર સુધારી તારીખો નાખીને ખરી કરીને સ્પષ્ટ નોંધ કરી છે જેમાં પિતાના મૃત્યુ પછી છાપાંમાં મરણનેધમાં લખવું, અગ્નિ સંસ્કાર અંગે શું શું કરવું, અને કેવી રીતે કરવું, મૃત્યુ બાદ કરાતી વિધિઓ, પિંડદાન, સરવણી, શ્રાદ્ધ, સજજાદાન, સગાંવહાલાંને મૃત્યુ પ્રસંગે આપવામાં આવતી વાસણ પૈસા જેવી બાબતેના વ્યવહારમાં શું કરવું, શું ન કરવું અને શા માટે ન કરવું અને નવું જે કાંઈ કરવું તે કેમ કરવું, કેટલું કરવું વગેરે વિશે પૂરી સ્પષ્ટતા ઉપર જણાવ્યું તે વર્ષો દરમ્યાન દરેક વર્ષે નેધ જોઈ જરૂરી સુધારાવધારા કરી અંતિમ રૂપ આપ્યું છે. પિતાની મરણોત્તર નેધમાં વિવિધ બાબતે વિશે તેઓ જે દર્શાવે છે તેને કમમાં દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી તેમની સમગ્ર વૈચારિક ભૂમિકામાં કેવું પરિવર્તન એક આત્માથી તરીકે આવ્યું છે તે સ્પષ્ટ થાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક (૧) મારું શબ મ્યુનિસિપલ શબવાહિની મોટરમાં લઈ જવું. તથા ઇલેકિટ્રક ચિતા ચાલુ હોય તે લાકડાંની ચિતા ન વાપરવી.” (૨) “મારા મૃત્યુ બાદ બેસણાની જાહેરખબર છાપામાં નીચે પ્રમાણે આપવી.” બેસણું અમારા પિતાશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલનું તા............અને રોજ અવસાન થયેલું છે. ત્રીસ વર્ષની ઉંમરે તેમણે શીખધર્મ સ્વીકાર્યો હોઈ પિતાની પાછળ હિન્દુ વિધિ પ્રમાણે મરણોત્તર કરાતી શ્રાદ્ધ, સરવણી વગેરે ક્રિયા ન કરવાની ઈચ્છા દર્શાવી હોવાથી તે બંધ છે. પોતાની પાછળ પોતાનાં ચક્ષુદાન કરવાની ઇચ્છા તેમણે દર્શાવી છે.”.... (૩) ચક્ષુદાન વિશે તેમણે પોતે જ કરેલી વ્યવસ્થા દર્શાવીને લખે છે કે, “મારાં ચક્ષુ ડૉ. રમેશભાઈ દેસાઈને આપી દઉં છું. તે કોઈ પણ બે અંધને તે વડે દેખતા કરી શકશે.” રૂબરૂમાં (તા. ૨૬-૨–૧૯૯૦), મારાં ચક્ષુ દાન કરી દીધાં છે. એટલે મારા મૃત્યુ બાદ તરત તેમને ખબર આપવી. (૪) “મારાં અસ્થિ પણ બીજા કોઇ તીર્થમાં કે નદીમાં પધરાવતા જવાનું ન રાખવું. આમેય બધી નદી ગટરો જ બની ગઈ છે. તેને બદલે તમને (સુપુત્રને). કશો વહેમ ન રહેતો હોય તો તે અસ્થિ આપણા મકાનના કંપાઉંડમાં જ માટીના પાત્રામાં ભરીને જમીનમાં દાટી દેજે. ચીન દેશમાં તો પિતાના પૂર્વજોનાં અસ્થિ પિતાના ખેતરમાં જ દાટતા જવાને રિવાજ છે. તેથી ચીનને ખેડૂત પોતાના ખેતરને પોતાના પૂર્વજોનું જ સંભારણું માને છે.” (૫) “હિન્દુ ધર્મનાં શ્રાદ્ધ-સરવણી – અસ્થિ વિસર્જન વગેરે કરવાં નહિ. પાછળ ગીતાપાઠ કે ભજન-કિર્તન પણ કરાવવાં નહિ. કારણ કે મેં જે કંઈ પાઠ-પૂજા કર્યા હશે તે જ મને કામમાં આવવાની છે, બીજા પૈસા લઈને ભાડૂતી પાઠ-પૂજા કરે તે મને કશા કામમાં આવવાના નથી.” (૬) “.. મારી પાછળ પુષ્ટિમાર્ગને લગતું કાંઈ જ ન કરવું. તે માર્ગને ગીતા-ઉપનિષદને વિરોધી માની મેં તેને ત્યાગ કર્યો છે.” (૭) “શીખધર્મ મેં વ્યક્તિગત જીવન-સાધનાની રીતે સ્વીકાર્યો છે. ધર્મપંથની રીતે નહિ. એટલે તે ધર્મની પણ મરણોત્તર કરાતી કોઈ ક્રિયાવિધિ હોય છે તે મારી પાછળ કરવાની નથી.” Page #332 -------------------------------------------------------------------------- ________________ આત્માથી ગેપાળદાસ પટેલ ૩૧૫ (૮) “મારા મરણના દિવસથી ગ્રંથસાહેબની સવાર-સાંજ આરતી તથા અગરબત્તીને ધૂપ કરાવવો. બાર દિવસ સુધી. “તેરમા દિવસે ગ્રંથસાહેબ ઉપરના રેશમી રૂમાલ બદલી નાખી ન ધરાવો.” આ તેર દિવસ સુધી રોજ બપોરે ગ્રંથસાહેબને પ્રસાદ ધરાવી ઘરમાં હાજર હોય તે બધાને વહેંચી દેવો. છેડે પ્રસાદ વાટકીમાં અગાસી ઉપર મૂકો, વાસ ન નાખવી.” - “મારે બહેન નહોતી તથા દીકરી પણ નથી. એટલે મારી પાછળ બારશો વહેંચવાનું ન રાખવું. એ રિવાજ આમેય તેડવા જેવો છે.” બારશને બદલે મેં તૈયાર કરાવવા માંડેલું “જપમાળા પુસ્તક બહેનદીકરીઓને વહેચવ્યું......... એ પુસ્તકમાં નીચે પ્રમાણેનું એક પાન “અર્પણ” રૂપે મૂકવું, જેમાં નીચે પ્રમાણે નોંધવું.” “અમારા સદૂગત પિતાશ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલે ૫૦ વર્ષ પહેલાં હિન્દુધર્મનો ત્યાગ કરી શીખધર્મ સ્વીકાર્યો હતે. પંથ-સંપ્રદાયની રીતે નહિ, પણ ભગવાનની ભક્તિ કરવાના સાધન રૂપે. તેથી તેમની હિન્દુધર્મ પ્રમાણેની શ્રાદ્ધ, પિંડદાન, અસ્થિ વિસર્જન, સરવણી, બારશ વગેરે વિધિ કરવાની તે મના કરતા ગયા છે. ઉપરાંત તેમની પાછળ બહેન-દીકરીઓને વાસણ કે રૂપિયા વહેંચવાની પણ તેમણે ના પાડી છે. પરંતુ... તેને બદલે શીખગુરુઓનાં ભજનાનો જે રાંગ્રહ બહાર પાડ્યો છે, તેની એક એક નકલ પંજથી”) બહેન-દીકરીઓને પહોંચાડવી એમ ઇચ્છા દર્શાવી છે. ....... આશા છે કે, આ પુસ્તકને યથોચિત ઉપયોગ આપ કરશે.” છેવટની સૂચના મેં જે કાંઈ - લખ્યું છે (મરણોત્તર નોંધમાં), તેને અમલ કરવો તમને વિચાર કરતાં કુટુંબના હિતમાં ઠીક ન લાગે તે તમને ઠીક લાગે તેમ કરવાની છૂટ છે.” “પણ મારી પાછળ, પુષ્ટિમાર્ગને લગતું કાંઈ જ ન કરવું. તે માર્ગને ગીતા-ઉપનિષદનો વિરોધી માની મેં તેને ત્યાગ કર્યો છે.” પિતાના કુટુંબીજનો – પુત્ર, પુત્રવધૂ અને પૌત્રો-પૌત્રીને લખેલી વિનંતી નોંધમાં તેઓ નીચે પ્રમાણે લખે છે. ૧૯૩૩માં મેં શીખધર્મ સ્વીકારી ગ્રંથસાહેબને ઘરમાં પધરાવ્યા છે. ......... મારા મૃત્યુ બાદ ઘરમાં આપણાં ત્રણ સંતાનમાંથી જે એ ગ્રંથસાહેબને પોતાના ઘરમાં ચાલુ રાખવા ઇછે, તેને સોંપી દેવા. કેઈને તે Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ એક ઝલક રાખવાનું મન ન થાય તેા શ્રી. પુ૦ છે૦ પટેલ પાસે શ્રી. મગનભાઈ દેસાઈ સન્માન ટ્રસ્ટની લાયબ્રેરી છે તેમાં મૂકી દેવા. ” આ બધી નોંધા તેમની *કૌટુંબિક અને અંગત લાગણીને પાનાની આટલાં વર્ષો પછીની જીવન સાધનાને પરંપરાગત વૈષ્ણવ-પુષ્ટિમાર્ગ તથા હિન્દુધર્મ અને તેના ક્રિયાકાંડમાંથી નીકળી ગુરુએ પ્રબેાધેલા સાધનાથના પ્રભાવ હેઠળ અને પેાતાના તત્ત્વજ્ઞાનના પરિપાકરૂપ જે આત્મચરિત સંભવે છે તેનું કેવું સુંદર સંભારણું પોતાના અનુજોને દર્શાવી જાય છે. કુટુંબીઓને કર્યાંય કોઈ પ્રકારનું દબાણ કરતા નથી. અને તેમને ઠીક લાગે તેમ વિચાર કરવાની સ્વતંત્રતા પણ દર્શાવે છે. આમ એક સાધક જ્યારે આંતરદર્શનની કોઈક સ્થિતિએ પહોંચે છે ત્યારે તેની મનેવૃત્તિમાં આવતા સહજ પરિવર્તનની સ્થિતિનું આમાંથી દર્શન થાય છે. આત્માર્થી શ્રી. ગેાપાળદાસ પટેલ ખૂબ જ ઝીણવટપૂર્વક એક એક બાબત વિષે લેખિત નોંધ દ્વારા પોતાના અનુજોને પેાતાના મનની વાત – ઇચ્છાને પેાતાના સંદર્ભમાં શું કરવું અને શું શું ન કરવું, શું મિથ્યા છે તે દર્શાવી તેમને મુક્તતાપૂર્વક વર્તવાની મેાકળાશ પણ આપે છે. કયાંયે તેમાં દબાણ કર્યું નથી. આમ પેાતાના ઋણાનુબંધને પૂરું કરવાના નમ્ર, સંનિષ્ઠ અને ચેકસાઇ ભર્યો કેવા અનુકરણીય પ્રયત્ન છે તેમ લાગ્યા વિના રહેતું નથી. (૩) શ્રી. મગનભાઈ દેસાઈ : શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં શ્રી. મગનભાઈ દેસાઈના સંગ જાણે પૂર્વજન્મને કોઈ સંબંધ હોય તેમ તેમના સમગ્ર જીવન અને કવનમાં પ્રતિબિંબિત થતા જણાય છે. તેમને ગાંધી-વિચારમાં જોડાઈ રહેવા, વિદ્યાપીઠમાં સેવા કરવા; ધર્મ. તત્ત્વજ્ઞાન, અધ્યાત્મ, યાગ તથા અંગ્રેજી નવલકથા સાહિત્યને ગુજરાતીમાં અનુવાદરૂપે રજૂ કરવા, ગૂજરાત વિદ્યાપીઠમાં સહકાર્યકર તરીકે રહેવા વગેરે બાબતાના પ્રેરણા સ્રોત એક આદર્શ પ્રેરણા મૂર્તિ – 'ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ' રૂપ હતા. બન્ને એક આધ્યાત્મ ગુરુ સ્વામી હજુરાનંદજીના સમર્પિત ગુરુભાઈએ હતા- બંને જાણે આત્માર્થી પંથના તાણા અને વાણાની જેમ સહિયારું પાત હતા. બંને ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને વિદ્વત્તા ધરાવનારા અધ્યાત્મના અધિકારી હતા. બંને એકબીજાના વિચારોને સમજનારા હતા. શ્રી. ગોપાળદાસ પટેલ શ્રી. મગનભાઈને એક વડીલ-ગુરુની જેમ આદરમાન આપનારા અને લઘુ બંધુ – એક સિપાઈ તરીકે તેમને પગલે પગલે ચાલનારા હતા. શ્રી. મગનભાઈ દેસાઈને પ્રવેશ શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં કયારે થયો તે વિષે બહુ ચોક્કસ વિગત મળતી નથી. પરંતુ તેમની એક Page #334 -------------------------------------------------------------------------- ________________ અત્મા ગેપાળદાસ પટેલ •૩૬૭ મધ દર્શાવે છે કે, "મારો અને તેમા (શ્રી. મગનભાઈ દેસાઈને નિકટને *સંબંધ ગૂજરાત વિદ્યાપીઠના મારા જીવનકાળથી જ આરબયે કહેવાય.” એટલે આ સંબંધ શ્રી. ગોપાળદાસ પટેલ વિદ્યાપીમાં ૪ થી ટુકડીના સ્નાતક થયા પછી વહ૬-૨૭માં શ્રી. ઝીણાભાઈ દેસાઈ, શ્રી. નગીનદાસ પારેખ જોડાયા ત્યારે વાપક તરીકે જોડાયા તે વર્ષથી ગણાવી શકાય. મગનભાઈ દેસાઇ તૈમનાથી મોટી ઉંમરના હતા. તેઓ વિદ્યાર્થીની પ્રથમ સ્નાતક "ટુકડીમાં વિધાથી હતા. તેઓ શ્રી ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે સાબરમતી આશ્રમમાં ૧૯૨૪ થી ગાંધીજીની નિશ્રામાં છાત્રાલય અને અન્ય કામગીરી સંભાળતા હતા. શ્રી ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા ક્યારે શ્રી. મગનભાઈ દેસાઈ ‘ પહેલાં ગાખાન મહેલની * પાછળ ભૂલાભાઈની ચલીના એક ઓરડીમાં રહેતા હતા. જે શ્રી. ગોપાળદાસે - તેમની પાસેથી પોતાને માટે રહેવા ભાડે લીધી હતી. મગનભાઈ દેસાઈ સાથેનાં આ રીતે પ્રથમ પરિચય શરૂ થયો લાગે છે. તેઓ આ નોંધમાં આગળ દવા છે કે, "..... હું રોજ ત્યાંથી સત્યાગ્રહાશ્રમમાં ચાલતા જતે અને ગાંધીજીની સંયભૂ પ્રાર્થનામાં જોડાતો .... પ્રાર્થના પૂરી થયે આશ્રમવાસીઓ જુદી જુદી ટેળીઓમાં ફરવા જવ ભણી નીકળી પડતા હું મગનભાઈ સાથે ૬ જાતિ .... મગનભાઈ મારી સાથે ઉસ્માનપુરા સુધી આવતા અને ત્યાંના -ગરન ઈના પુલ ઉપર મોડી રાત સુધી વાત કરતા બેસતા. પછી મગનભાઈ આશ્રમે પાછા ફરતા અને હું એલિસબ્રિજ તરફ પાછો ફરતો.” આમ તેમના સંબંધોમાં આ સમયથી ધીરે ધીરે ઘનિષ્ઠતા સ્થપાવા માંડે છે. જે ક્રમે ક્રમે વડિલ-મિત્ર, સહકાર્યકર તરીકે વિકસે છે. આ સમયમાં એટલે અંદાજે -૩૦ની આજુબાજુના સમયમાં શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં એક 2 અજબ ઘટના શ્રી. મગનભાઈને આ સાનિધ્યમાંથી વિકસે છે તે અધ્યાત્મ - ગુરુને સંપર્ક. આ વિષે શ્રી. ગોપાળદાસ પટેલે એક મૌખિક વાત દ્વારા જે રજૂઆત કરી હતી. જેને પાછળથી મૃતિને આધારે નધેિલી તે ઉપયોગી થશે. * “સ્વ૦ મગનભાઈ દેસાઈના કાકા શ્રી. કાશીભાઈ પટેલ નડિયાદમાં વકીલાત કરતા હતા. તેમને ધ્યાન કરવાની લગની લાગેલી. કોઈ મહાત્માએ તેમને ચિત્ત નિરોધ કરવાની રીત બતાવેલી તે પ્રમાણે તેઓ અભ્યાસ કર્યા ‘કરતા. પણ અંદર કશું થતું નહિ, દેખાતું નહિ, ઉપર ચડાઈ થતી નહિ. તેમણે તે મહાત્માને પોતાની મૂઝવણ દર્શાવી. મહાત્માએ કહ્યું. હું જેટલું જાણતા હતા તેટલું તને બતાવ્યું છે, વધારે મારી પાસે નથી. તેમની આ અભ્યાસ પદ્ધતિ રાજયોગને મળતી હતી. મહા-માએ કહ્યું અજમેરમાં કુંભ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૧૮ એક ઝલક મેળો ભરાય છે, ત્યાં જજે. ત્યાં હજુરાનંદજી – એક શીખ સાધુ આવશે. તેને મળજે, કાશીભાઈ ત્યાં ગયા પણ તેઓ ત્યાં આવ્યા ન હતા. ત્યાંથી ખબર મળી કે મધ્ય પ્રદેશમાં રતલામથી બુંદીકોટા જતાં ત્રીજું સ્ટેશન આવે છે તેનું નામ “ખાચરોદ” છે. તેઓ ત્યાં રહે છે. કાશીકાકાને કેટલું વેકેશન પડે એટલે સાધનાને વખત કાઢી ખાચરોદ શેધમાં ગયા. ખાચરોદમાં સ્વામી હજુરાનંદજીને બે જમીનદારોએ સાધના માટે થોડી જમીન આપી એક નાનું મકાન જેવું બાંધી આપેલું. નીચે ભોંયતતિયે એક રૂમ અને તેની ઉપર એમ રૂમ રસોડું, વરંડે જે ચારે બાજુથી અકબંધ અને એક ઝાડ પર જતી એક લાંબી પરસાળ હતી. જ્યાં સાધુ કુદરતી હાજત માટે જતા. સાધુ આ દિવસ બંધ બારણે સાધના કરતા. કદી કોઈને બહાર નજરે પડતા નહિ. સામાન્યતઃ કોઈને મળતા પણ નહિ. ભોજન માટે સ્થાનિક જમીનદાર તરફથી એક ટંકની વ્યવસ્થા ગોઠવાઈ હતી. નચેના રૂમમાંથી એક સીડી ઉપરના રસોડામાં આવતી. ભેજન રસોડામાં મૂકવામાં આવતું. સાધુ ઇચ્છા અનુસાર – સમય અનુસાર બારણું ખોલી ભેજન લઈ લેતા. કેઈને રૂબરૂ મળતા નહિ. આમ શરૂઆતમાં દેઢ વર્ષ તેમણે સાધના કરેલી. કાશીભાઈ પટેલ શોધતા શોધતા ત્યાં ગયા ત્યારે એક માણસ ત્યાં મળ્યો. તેને વાત કરી જણાવ્યું કે દૂરથી આવું છું. અને સ્વામીજીને રૂબરૂ મળવું છે. માણસે જણાવ્યું કે તેઓ કોઈને મળતા નથી. ઘણી વિનંતી પછી પેલા માણસે કહ્યું તમારી વિગતો પ્લેટમાં લખી અંદર મોકલાવું છું. અંદરથી જે લેખિત જવાબ મળશે તે કહીશ. આ ઝાડ નીચે તમે સૂવાનું રાખે. ત્રીજ દિવસે જવાબ મળ્યો. સાધુએ નીચે આવી મુલાકાત આપી. પછી તેમને સાંભળ્યા અને ઉપરના ઓરડામાં લઈ ગયા. પછી રાજયોગની આગળની પ્રક્રિયા તેમને શીખવવામાં આવી. સતત બંધ બારણે સાધના કરવાને કારણે સાધુ નીચેની ખુલ્લી હવા વધુ સહન કરી શકતા ન હતા. આ પછી કાશીભાઈ પટેલ જયારે જયારે સ્વામીજી પાસે આવતા ત્યારે નીચેની રૂમમાં રહેવાનું ગોઠવતા. સ્વ. શ્રી. મગનભાઈ દેસાઈના તેઓ કાકા થતા હતા. તેઓ જ્યારે જ્યારે સ્વામીજી પાસે સાધના માટે આવતા ત્યારે મગનભાઈ દેસાઈને પિતાની ખાવા-પીવાની સંભાળ માટે સાથે લઈને આવતા. ત્યારે મગનભાઈ નાના, શાળામાં અભ્યાસ કરતા છોકરા હતા. આમ તેઓ સ્વામીજીને ત્યાં કાકાની સુશ્રુષા માટે આવતા. કાકા ધ્યાન પૂરું કરીને નીચે આવે ત્યારે તેમને બાજરીને રોટલો અને કૉફીના દાણાને ઉકાળો બનાવી આપવાનું તેઓ કામ કરતા. જયાં સુધી કાકા નીચે જમવા ન આવે ત્યાં Page #336 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી નેપાળદાસ પટેલ ૩૧૯ સુધી તેઓ નીચે બેસી રહેતા. આમાંથી તેમને આ સાધુ સ્વામીજી હજુરાનંદજીના સમાગમ થયા. તેમણે તેમને પેાતાના ગુરુસ્થાને બેસાડયા અને ગ્રંથસાહેબનાં પદો તથા સંતાની વાણીનેા પાઠ કરતા તથા યોગાસને અને રાજ્યોગની બતાવેલી સાધના તે કરતા થયેલા. મગનભાઈના ગૂજરાત વિદ્યાપીઠના નિવાસ સ્થાન-ઘરમાં સ્વામી હજુરાનંદની અર્ધમત્સ્યાસનના . યોગાસનવાળી તેજસ્વી તસવીર ગુરુસ્મૃતિ તરીકે દિવાનખંડમાં રહેતી હતી. જેની કોપી શ્રી. ગોપાળદાસના ઘરમાં પણ હતી. શ્રી. ગોપાળદાસ પટેલે જણાવેલું કે, “મારી તબિયત પહેલેથી નાજુક અને કંઈક માંદગીવાળી રહેતી હતી. શ્રી. મગનભાઈ આ સમય પહેલાં સ્વામીજી પાસેથી સાધનાના રસ્તો લઈ ચૂકયા હતા. મારી નાદુરસ્ત તબિયત સારી થાય તેવા ખ્યાલે મને મગનભાઈ આ સ્વામીજી પાસે લઈ ગયેલા. અને ત્યારથી મેં પણ એમને મનામન ગુરુ તરીકે સ્વીકારી ગ્રંથસાહેબ પરત્વેના આદર દર્શાવી તેના પાઠ કરવાનું નિયમિત ચાલુ કરેલું. આજે પણ તે ચાલુ જ છે, પહેલાં બેઠા બેઠા બે કલાક રોજ પાઠ કરતા હતા. હમણાં કેટલાય સમયથી શરીર નબળું થઈ જવાથી સૂતાં સૂતાં જે પાઠ થાય તે કરું છું.” શ્રી. મગનભાઈ દેસાઈ દ્વારા સ્વામી ગુરુ હજુરાનંદના થયેલા સંગથી પરંપરાગત વૈષ્ણવ પુષ્ટિમાર્ગી પરંપરા પામેલા, હિન્દુધર્મી અને ગીતા-ઉપનિષદ, જૈનધર્મના અભ્યાસી, ધર્મ-તત્ત્વજ્ઞાનના ચિંતક ગેાપાળદાસ પટેલના મને વ્યાપારમાં, આત્મચિંતનમાં ભારે પરિવર્તન શરૂ થાય છે, જે વિષે અગાઉ સ્વામીજી ગુરુ હજુરાનંદજીના પ્રભાવ વિષેની ચર્ચામાં આપણે આગળ જોઈ ગયા છીએ. પરંતુ મગનભાઈ સાથેના તેમના અંગત સંબંધમાં ગુરુભાઈના જે નવા નાતા બંધાયો તેણે તેમના અંગત જીવનમાં પણ ભારે પ્રભાવ મૂકેલા જોઈ શકાય છે. મગનભાઈ પહેલાં ગાંધીવિચારના સમર્થક, વિચારક હતા. તેમાં સાધક” તરીકેના આદરભાવે નવા વ્યક્તિત્વના ઉમેરો કર્યો. મગનભાઈ દેસાઈનું વચન તેમને માટે સત્યની પ્રતિતી પામેલું બની રહેતું. તેઓ તેમના વિચારોને સમજનારા અને ઝીલનારા બને છે. તેથી તેમનું આંતર બાહ્ય વ્યક્તિત્વ મગનભાઈ દેસાઈના વ્યક્તિત્વની સમાન એક દિશામાં રેલગાડીના પાટાની જેમ વહેતુ દેખાય છે, બન્નેના લખાણના વિષયો ધર્મ અને તત્ત્વજ્ઞાન, દેશના પ્રશ્નો, શિક્ષણ, ગરીબી, અતિ વસતી, અને તેના ઉકેલ માટે ગાંધીવિચારથી પૂર્ણ નિશ્રાની સ્થિતિવાળી રહી છે. તથા ગ્રંથસાહેબના અભ્યાસમાંથી ગુરુવાણીના આસ્વાદ આપવાના પ્રયત્ન રહ્યો છે, અરે બંનેના લખાણની " Page #337 -------------------------------------------------------------------------- ________________ " પરિપાલ શૈલી, રજૂઆત પણ સમાન પ્રવાહ વહે છે. તેમનાં બનેનાં લખાણમાં નીચે લેખક, સંપાદક કે વિવેચકનું નામ ન વળીએ તે કોનું, કહ્યું-લખાણ છે તે સ્પષ્ટ કરવું પણ કયારેક મુશ્કેલ બને. * * * * * . . : * "430 પછી શ્રી મગનભાઈ ગાંધીજીની સૂચનાથી વધી ગયો. તે પછી ૧૯૩૭માં ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ મહામત્ર તરીકે પાછા આવ્યા. એ વર્ષો દરમ્યાન મગનભાઈએ શીખગુરું અનદેવજીની “સુખમની” ૧૯૩ માં શ્રી નાનકદેવજીની આદિવાણી “જપુજી"ના અનુવાદ આપ્યાં. ગોપાળે દાસ પટેલે ”અરસામાં શ્રીમદની જીવનયાત્રો (૧૯૩૫), રાજચંદ્રનાં વિચારરત્ન (૧૯૩૬), મહાવીર સ્વામીને સંયમધર્મ, શ્રી સૂત્રાકંગગને છાયાનુવાદ (૧૯૩૬), મહાવીર સ્વામીને આચારધર્મ (શ્રી આચારાંગને છે યાનુવાદ - ૧૯૩૬) શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રન (૧૯૩૮), યોગશાસ્ત્ર (હેમચંદ્રાચાર્ય કૃત – ૧૯૩૮) વગેરે જૈનધર્મ, પોંગશાસ્ત્ર અને શ્રીમદ રાજચંદ્ર સંબંધી પુસ્તકો ગુજરાતીમાં આપ્યાં. આ બધાં પુસ્તકોમાં ઘણેભાગે પ્રસ્તાવના કે ઉપદૂધાત મગનભાઈ દેસાઈએ લખેલી છે. આ અધ્યાત્મ, દેશને પ્રશ્નો, ધાર્મિક-તંત્વજ્ઞાનનાં પુસ્તકો તેમના સહયોગમાં રહીને પ્રગટ થતાં રહ્યાં છે. આ વૈચારિક સામ્યતા, સમાનતા અને આંતર એકત્વની ગોપાળદાસની મગનભાઈ દેસાઈ પરત્વેની 'ભાવનાનું જ નિરૂપણ છે. તથા લેખન “નિશ્રા દેખાય છે. આ સ્થિતિ તેઓ બન્ને વચ્ચે જીવંત પર્યંત રહેલી જોવાં મંળે છે. જે દ્વારા તેમણે જાણે પોતાને મગનભાઈ દેસાઈના વ્યક્તિત્વમાં ભેળવી દેવાને અનન્ય'પ્રાસ કર્યો હોય તેમ દેખાય છે. * કર્યો હોય તેમ દેખાય છે. . * * * . . . . . ૧૯૩૭ માં મગનભાઈ દેસાઈ મહામાત્રા તરીકે ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા ત્યારે ગોપાળદાસ પટેલને પુરાતત્વ મંદિરના કાર્યની જવાબદારી સેંપી, ૧૯૪૭માં મગનભાઈને મહામાત્ર ઉપરાંત મહાદેવ દેસાઈ મહાવિદ્યાલયના આચાર્યની જવાબદારી Íધીજીએ આશીર્વાદ આwી સેમી. ત્યારે ગોપાળદાસ પટેલને ગૂજરાત વિદ્યાપીઠ સંસ્થાના આજીવન ટ્રસ્ટી, ખજાનચી, ગ્રંથાલય : સમિતિના મંત્રી અને બીજી પાંચ સમિતિમાં તેમને સભ્ય તરીકે સાથે લીધા. ગોપાળદાસ પટેલે વહીવટ, લેખન, અનુવાદ, પત્રકારત્વ, સંપાદન કાર્ય વગેરેમાં મગનભાઈ દેસાઈ સાથે અંગ બનીને રહ્યા છે. ૧૯૫૯ માં મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથ “કેળવણીકારનું પિત અને પ્રતિભા” નમુનારૂપ સંપાદનકાર્ય કર્યું. તે પછી મગનભાઈનાં અન્ય લખાણોને સંગ્રહ વિવેકાંજલી” (૧૯) “પ્રવેશિકા”(૧૯૬૩) અને “ નિવાપાંજલી” (૧૯૫૯). Page #338 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી ગેપાળદાસ પટેલ ૩૨૧ અનન્ય નિષ્ઠા અને ભક્તિભાવથી સંપાદિત કરી ઋણ અદા કરવાનો પ્રયત્ન દેખાય છે. શ્રી. મગનભાઈ દેસાઈએ સ્વામી ગુરુ હજુરાનંદના સંગમાં આવ્યા પછી “ગ્રંથસાહેબ” પરત્વેના અનન્ય ભાવે “સુખમની” (૧૯૩૬) અને “જપુજી” (૧૯૩૮)ને ગુજરાતીમાં અનુવાદ કરીને આપ્યાં. જેને ગાંધીજીના આશીર્વાદ પણ મળ્યા હતા. મગનભાઈની ગ્રંથસાહેબ પરત્વેની સદૂભાવનાને ઝીલી ગોપાળદાસ પટેલે બીજી ત્રણ વાણી “આસા-દી-વાર”, અને “આનંદ”. નો ગુજરાતીમાં અનુવાદ “સિધ-ગોસટિ” “ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ પદો” (૧૯૮૫) આપ્યાં અને પછી મગનભાઈના “સુખમની” અને “જપજી” અંગેના અનુવાદોને સાથે સાંકળી “પંજjથી” પુસ્તક (૧૯૮૫) આપ્યું. આ કાર્ય જાણે મગનભાઈ દેસાઈના આંતર આદેશ અને ગુરુભકિત – શ્રદ્ધાનું પ્રતીક છે. પ્રસ્તાવનામાં તેઓ નધેિ છે, “ મગનભાઈ દેસાઈએ જે પદ્ધતિ અનુવાદની રાખેલી તે અપનાવી ત્રણ ગુરુવાણી વિષે લેખનકાર્ય કર્યું છે.” આ પાંચે વાણી વાંચીએ તો તેની રજૂઆતમાં ક્યાંયે જુદાપણાને અણસાર પણ લાગતો નથી જાણે એક જણે જ સળંગસૂત્ર કાર્ય કર્યું હોય તેમ લાગે છે. આમ ગોપાળદાસની લેખન સાધના પણ મગનભાઈ દેસાઈની આંતર સાધના સાથે એકરૂપ બની ગયેલી વ્યક્તિત્વની એકતાને જ દર્શાવે છે. મગનભાઈ દેસાઈના વ્યક્તિત્વને નિરૂપતાં ગોપાળદાસ પટેલ તેમને “બુદ્ધિયોગી” તરીકે નવાજે છે. “મગનભાઈ ગીતાના સાચા અર્થમાં એક બુદ્ધિયોગી હતા. બુદ્ધિયોગી એટલે તર્ક-વિતર્કની શક્તિવાળા આજના અર્થના બુદ્ધિવાદી – “ઇન્ટૉકમ્યુઅલિસ્ટ’ નહિ... ગીતાપ્રથિત (૨–૬૬) બુદ્ધિયોગ એટલે તે ઇંદ્રિયનિગ્રહ, યજ્ઞાર્થ કર્મ અને ઇશપ્રપતિ દ્વારા થતી પ્રજ્ઞા – ત્રસ્તંભરા પ્રજ્ઞાની સિદ્ધિ. એ પ્રજ્ઞા આસપાસનું “હિરણમય પાત્ર' ભેદીને સત્યને યથાતથા જોઈ શકે છે અને બુદ્ધિયોગીને બ્રહ્મકર્મ - સમાધિ પ્રાપ્ત કરાવે છે.” પંજૉંથી પુસ્તક ગોપાળદાસ પટેલના પાછલી અવસ્થાનું એક મહત્વનું સંપાદિત પુસ્તક હતું. આ પુસ્તક વિષે મરણોત્તર નધિ તા. ૨૭-૧૨-૧૯૮૪માં નોંધે છે કે, "...પંજગ્રંથી પુસ્તક મેં ગ્રંથસાહેબમાંથી શ્રદ્ધાપૂર્વક તૈયાર કરેલું હોઈ, તેને છપાયેલું જોવાની મારી ઇચ્છા હતી....” આ પુસ્તક ૧૯૮૫માં છપાયું. તેને અર્પણ કરતાં સ્વતંત્ર આગવા પાનામાં તેઓ નધિ એ૦ – ૨૧ Page #339 -------------------------------------------------------------------------- ________________ એક એલફ ર છે કે, “પિતા-ગુરુ મગનભાઈ પ્રભુદાસ દેસાઈને જેમણે મારાં તન અને મન નવેસરથી ઘડી આપીને મને જીવનદાન બક્યું.” આ કેવા અને કેટલેા બધા અંતરંગ અનુભૂતિના શ્રાદ્ધા, ભક્તિ અને આદરભાવ છે! તથા તેમના સમગ્ર જીવનમાં કેટલેા બધા ઊંડો પ્રભાવ મૂકયો છે તેના તાગ મેળવવા મુશ્કેલ છે. - મગનભાઈને ગૂજરાત વિદ્યાપીઠમાં વહીવટી બાબતમાં મતભેદ – અન્યાય થતાં મુક્ત થવાનું થયું તથા કોચરબ આશ્રામ પરત્વેની પેાલીસ કારવાઈ, જોડણી કોશના કાર્યના રોયલ્ટીને પ્રશ્ન વગેરે પરત્વે તે વખતે સંસ્થાના વહીવટે જે રીત અપનાવી તેને તેમને ભારે વાઘાત થયા. આ પ્રસંગ ગોપાળદાસ પટેલે મગનભાઈ દેસાઈના પડખે રહી, સાથ આપી સંસ્થાના ટ્રસ્ટીમંડળમાંથી ૧૯૬૨-૬૩માં રાજીનામું આપ્યું હતું. મગનભાઈને હાર્ટએટેક આવ્યો, અને બીજા દિવસે તા. ૧–૨–૧૯૬૯ તેમનું શરીર છૂટી ગયું. આથી ગોપાળદાસ પટેલને ભારે આઘાત લાગ્યો. તેમના આક્રોશ ભભૂકી ઊઠયો – “સત્યાગ્રહ” પત્રમાં ભારે નિડરતાથી એક પત્રકાર તરીકે મગનભાઈ પરત્વેની વિગતાના પર્દાફાસ કર્યો. તા. ૮–૨–૧૯૬૯ના પત્રમાં લખ્યું, “મગનભાઈ ગૂજરાત વિદ્યાપીઠ સંસ્થાને વરેલા હતા. બન્ને વચ્ચે અભેદ્ય એકતા સ્થપાઈ ચૂકી હતી, વિદ્યાપીઠથી મગનભાઈને અલગ થવાનું મૃત્યુ 8 જેવા કારમા ઘાથી થાય છે. મગનભાઈના શબ્દોને ટાંકીને દર્શાવે છે “ દાક્તરો ગમે તે કહે પણ વિદ્યાપીઠમાંથી મારે છૂટા પડવાનું થાય છે તે વસ્તુની વેદના આ છે જ્યારે પડકાર આવ્યા છે તેને રાજીનામા જેવી નેગેટીવ રીતે ઝીલવા પડે છે; તેના આ ઘા છે.” (૧૯૬૯: ૮૪) આ સ્થિતિએ તેમણે મનથી ભારે કારમા આઘાત સહન કર્યો. જાણે પેાતાનું સર્વસ્વ છૂટી ગયું. જેવી સ્થિતિ તેમની થઈ ગઈ. સંસ્થા પરત્વે ભારે કડવાશ પેદા થઈ. મગનભાઈ દેસાઈના સ'પર્કમાં તે જ્યારથી આવ્યા ત્યારથી તેઓ જીવ્યા ત્યાં સુધી તેમને અભિન્નપણે સંસ્થાના સંચાલન કાર્યોમાં, અનુવાદ, પત્રકારત્વ, જાડણીકોશ, ગૂજરાત વિદ્યાપીઠ વાચનમાળા વગેરે પ્રવૃત્તિઓમાં સાથ આપ્યા છે. મગનભાઈને આવેલા બીજો એટેક ઘણા ભારે હતા જેમાં તેમના પ્રાણ છૂટી ગયા. ગોપાળદાસ આ સ્થિતિને “ ટંકારવ” પત્રમાં ૧૯૯૧ જુલાઈમાં નોંધે છે કે, “દાક્તરની ભાષામાં ભલે એ હાર્ટએટેક કહેવાય, પરંતુ વિદ્યાપીઠની અવદશા થતી જેઈ એમને હૃદયમાં કેટલા કારમા ઘા લાગ્યા હતા, એવું જ એ પ્રત્યક્ષ પ્રતીક હતું. ગાંધીજીએ કહ્યું હતું કે જે એક સંસ્થા માટે હું જીવવાનું કે ‘મરવાનું પસંદ કરું. તે આ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ આત્માર્થી ગોપાળદાસ પટેલ વિદ્યાપીઠ છે. સત્યના પ્રયોગવીર ગાંધીજી જો એ સાચું જ બોલ્યા હોય, તો મગનભાઈના પ્રાણ પણ વિદ્યાપીઠ માટે જ ગયા હતા, એમ જ કહેવું જોઈએ.” - શ્રી. ગોપાળદાસ પટેલ તેમની શ્રદ્ધાંજલીરૂપે આ પત્રમાં નેધ છે, તે મારા પિતા-ગુરુ હતા. અને પિતાના નાદાન પુત્રની જેમ તેમણે મને છેક છેવટ સુધી સંભાળે છે.” આ બન્ને વચ્ચેનું કેવું ઉમદા તાદાભ્ય! શ્રી. મગનભાઈ દેસાઈ નેપાળદાસ પટેલ માટે એક આદર્શ હતા. ગીતાના કૃષ્ણ અને અર્જુનની બેલડીની જેમ એક સખા તરીકે પરસ્પર તાણાવાણાની જેમ જીવી ગયા. (૩) સાહિત્ય સર્જનની અસર : વ્યક્તિ કે લેખકનું કોઈ પણ બાબતનું લખાણ કે સાહિત્ય સર્જન તેના વ્યક્તિત્વ – સંસ્કાર, વાચન, અભ્યાસ, રસ-રુચિ, વિચાર, મનોમંથન - જીવનઘડતર વગેરેની નીપજ હોય છે. તેનું પ્રતિબિંબ, તેની છાયા તેમાં જોઈ શકાય છે; તે તેને પરિપાકરૂપ હોય છે. શ્રી. ગોપાળદાસ પટેલ “પ્રાચીન સાહિત્ય અને ધર્મગ્રંથોના ઊંડા અભ્યાસના પરિપાકરૂપ કેટલાક અવિસ્મરણીય ગ્રંથો આપનારા હતા.” ગોપાળદાસ પટેલ પોતાના લેખનકાર્ય વિષે દર્શાવે છે કે “મારું સ્વતંત્ર કહેવાય તેવું સાહિત્ય-સર્જન નથી. હું તો અંગ્રેજીમાંથી જે કાંઈ ગુજરાતી વાચકને ધરવા જેવું લાગે તે જ સાદી ગુજરાતીમાં અનુવાદ કરીને ઊતારું છું. એ રીતની સેવાની પણ દરેક ભાષાને જરૂર હોઈ શકે. ભાષાંતરની પણ એક કળા છે જ.” આમ અનુવાદ કે સંપાદન એ એક વિશિષ્ટ કળા છે. નવું ન કહેવાય છતાં અભ્યાસી મૂળ વિષયને પોતે આત્મસાતુ કરીને સરળ રીતે તેને મર્મ, રસાસ્વાદ લોકભોગ્ય રીતે કરાવે તે જ તેનો આશય હોય છે. આમ અનુવાદની પ્રક્રિયામાં પ્રથમ પામવું પછી જગતને સરળ કરી રસાસ્વાદ કરાવવાનું કાર્ય હોય છે. દેખાવમાં સરળ છતાં ઘણું કઠણ કાર્ય છે. તે એક માતાના ધાવણ જેવું છે. | હેમચંદ્રાચાર્યે રચેલા “યોગશાસ્ત્ર”માં કશું નવું કહ્યું નથી તેવી ટીકાના જવાબમાં હેમચંદ્રાચાર્ય જણાવે છે, “.. પાણિની, પિગલ, કણાદ, અક્ષપાદ વગેરે આચાર્યોએ પિતાનાં સૂત્રો લખ્યાં, ત્યાર પહેલાં તે વિષયનાં બીજાં સુત્રો હતાં જ, તો પછી તેમને પણ તમે શા માટે તે તે ગ્રંથના કર્તા કહે છે? વસ્તુસ્થિતિ જ એવી છે કે, આ બધી વિદ્યાઓ અનાદિ છે. પરંતુ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ એક ઝલક તેમને સંક્ષેપ કરવામાં આવે કે વિસ્તાર કરવામાં આવે, એની અપેક્ષાએ તે નવી નવી થાય છે, અને તે તે લોકોને તેમના કર્તા કહેવામાં આવે છે.” આ સંદર્ભમાં શ્રી ગોપાળદાસ પટેલ પોતે જ આગળ દર્શાવે છે કે, જગતમાં વાસ્તવિક કહી શકાય એવું નવું કેટલું અને શું હોય છે? જે હોય તેને વિસ્તાર કરવો, કે તેને વિશિષ્ટ દષ્ટિ બિંદુથી ગઠવવું કે ચર્ચવું, એમાં જ લેખકની નવીનતા કે મૌલિકતા રહેલી હોય છે. તેમાં નવીન જ શોધવા જઈએ તો કશું નથી. જે કાંઈ છે, તે જુદે જુદે ઠેકાણેથી એકત્રિત કરેલું છે. પરંતુ જુદી જુદી સામગ્રીને વિશિષ્ટ દૃષ્ટિબિંદુથી રજૂ કરવામાં કે એકત્રિત કરવામાં જ લેખકની પ્રતિભા રહેલી છે.” આમ સાહિત્યની દષ્ટિએ પ્રથમ નજરે ગોપાળદાસ પટેલનું લેખન કાર્ય નથી એવી ટીકા થાય છે ત્યારે મલિકતા શું છે? કેટલી છે? કોઈ પણ પ્રકારના લેખનકાર્યમાં કોઈ પિતાપણું છુપાવવાનો પ્રયત્ન કરે તે પણ તે નિરર્થક છે. કોઈ પણ વિષયને રજૂઆત કરવામાં ભલે તે અનુવાદ, છાયાનુવાદ હોય પરંતુ લખનારના આંતર મન, બુદ્ધિ, ચારિત્રય, વિચાર વગેરેને કોઈને કોઈ પટ તેને લાગ્યા વિના રહેતું નથી. અને તે જ તેની નવીનતા છે, મૌલિકતા છે, સર્જનનું સ્વરૂપ છે, વિશિષ્ટતા છે, તે જ તેના વ્યક્તિત્વને સ્પર્શ છે આ સંદર્ભમાં ગોપાળદાસ પટેલના લેખન – અનુવાદ કાર્યને આધારે તેમના “આધ્યાત્મ' વ્યક્તિત્વ પર શું પ્રભાવ છે તેને સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રી. ગોપાળદાસ પટેલનું લેખનકાર્યને વ્યાપ અને પ્રમાણ ઘણું મેટું છે. છતાં તેમના લેખનકાર્યને ત્રણ મોટા ભાગમાં વહેંચી શકાય. (૧) આત્મભક્ષી કે ધર્મ અને તત્ત્વજ્ઞાનલક્ષી સાહિત્ય (૨) દેશ-સમાજોપયોગી (૩) નવલકથા સાહિત્યલક્ષી. (૧) આધ્યાત્મલક્ષી કે ધર્મ-તત્ત્વજ્ઞાનલક્ષી સાહિત્ય અનુવાદોમાં જૈન ધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર વિશે, યોગશાસ્ત્ર, શીલકથાઓ, શીખ ગુરુઓની વાણી અને સંત સાહિત્યનો મુખ્યત્વે સમાવેશ થાય છે. (૨) દેશ – સમાજોપયોગી સાહિત્યમાં ભાષા, કેળવણી, દેશની સમસ્યાઓ વિષયક, જોડણીકોશ, વાચનમાળાઓ, પર્યાવરણ, આરોગ્ય, દેશભક્તિ, વગેરેના સાહિત્યને સમાવેશ થાય છે. (૩) નવલકથા સાહિત્યમાં પ્રખ્યાત અંગ્રેજી નવલકથાઓના અનુવાદ દ્વારા તેને રસાસ્વાદ તથા ગુજરાતી નવલકથાઓને સંક્ષેપ વગેરે સર્જનને સમાવેશ થાય છે. Page #342 -------------------------------------------------------------------------- ________________ આત્મા નેપાળદાસ પટેલ ૨૫ - અહીં તેમના આધ્યાત્મ વ્યકિતત્વની બાબત પ્રસ્તુત હોઈ મારા અધ્યાત્મ લક્ષી કે ધર્મ - તત્ત્વજ્ઞાન વિષયક સર્જન અને તેની અસરને જોવાનો પ્રયત્ન કરીશું શ્રી. ગોપાળદાસ પટેલના સ્વભાવમાં આત્મલક્ષી તત્વ પ્રાધાન્ય વૈષ્ણવ સંસ્કારને કારણે નાની વયથી જ પ્રાપ્ત થયેલું કે તેનું પ્રાધાન્ય હોવાથી તેમણે મુખ્યત્વે ધર્મ અને તત્ત્વજ્ઞાન વિષેના સાહિત્ય વાચન-લેખનમાં મહદુઅંશે રસ લીધેલું દેખાય છે. તેમના જીવન પર હિન્દુધર્મ, વૈષ્ણવ સંપ્રદાય, જૈનધર્મ, શ્રીમદ્ રાજચંદ્ર, શીખગુરુઓની વાણી તથા સંતની વાણીની વિચાર, ચિંતન અને લેખનકાર્ય – સાહિત્ય સર્જનમાં અસર પડી છે. તેમનાં લખાણ ભિન્ન ભિન્ન વિષયનાં રહ્યાં હોવા છતાં આત્મિક સ્વરૂપમાં ભિન્નતા પેદા થઈ નથી. તેમની આધ્યાત્મિકતાનું પિષણ તેવા ગ્રંથના સહવાસમાંથી જ નિરૂપાયેલું દેખાય છે. જેણે તેમની આધ્યાત્મ વૃત્તિને ઉજાગર કરીને તેને પરિભાજિત કરવામાં ભાગ ભજવ્યો છે તેમ કહી શકાય. તેમને અક્ષરદેહ મહદ્અંશે અનુવાદિત સાહિત્યરૂપે થયેલો દેખાય છે. શ્રીમદ્ રાજચંદ્રની સાધના ભારે વેધક હતી અને લખાણ પણ ઘણાં અસરકારક છે. ગોપાળદાસ પટેલના યુવા માનસપટ પર તે સાહિત્યનો પરિચય થતાં જનહિતાર્થે તેમાંથી બે મહત્વનાં પુસ્તકે સંપાદિત કરીને આપે છે. (૧) શ્રમદુની જીવનયાત્રા (૧૯૩૫) (૨) શ્રી રાજચંદ્રના વિચાર રત્ન (૧૯૩૬), જૈનધર્મ સંબંધી (૩) મહાવીર સ્વામીને આચાર ધર્મ (શ્રી આચારાંગ સૂકા - ૧૯૩૬) (૪) મહાવીર સ્વામીને સંયમ ધર્મ (શ્રી સુત્ર કૃતાંગ - ૧૯૩૭), (૫) સમીસાંજને ઉપદેશ (શ્રી દશ વૈકાલિક સૂત્ર– ૧૯૩૯), (૬) મહાવીર કથા (૧૯૪૧), (૭) શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ન (૧૯૩૮), (૮) મહાવીરના ૧૦ ઉપાસકો, ૯) ભગવાન મહાવીરની ધર્મકથાઓ, (૧૦) મહાવીર સ્વામીને અંતિમ ઉપદેશ, હિંદુધર્મમાં ધોગશાસ્ત્ર (શ્રી હેમચંદ્રાચાર્ય કૃત – ૧૯૩૨), (૧૧) શ્રીમદ્ ભાગવત (૧૯૩૯), (૧૨) પ્રાચીન શીલ કથાઓ(૧૩) નીતિ અને ધર્મ, શીખધર્મ સંબંધી ગુરુ ગ્રંથસાહેબની વાણીના આધારે, (૧૪) ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદો (૧૯૮૫), (૧૫) પંજગ્રંથી (શીખ ગુરુને પાંચ ભક્તિ-પદો - ૧૯૮૫), (૧૬) જપમાળા (ગુરુ નાનકની વાણીમાંથી – ૧૯૯૩) વગેરે સાહિત્યનું સર્જન કર્યું છે. આમ ગોપાળદાસ પટેલના વિચાર, ચિતન આધ્યાત્મ વિષયરૂપ એવું જૈન, હિન્દુ અને શીખધર્મનું તત્ત્વજ્ઞાન જ સંક્રમે છે. કૌટુંબિક રીતે મળેલા વૈષ્ણવ તત્વજ્ઞાનના સંસ્કાર ક્રમે ક્રમે શ્રી રાજચંદ્ર વિષયક, મહાવીર સ્વામીના Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ એક ઝલક જીવન અને ઉપદેશ વિષયક, યોગશાસ્ત્ર વિષયક અને શીખ ધર્મની ગુરુગ્રંથસાહેબની ગુરુ ભક્તિથી ઓતપ્રોત થયેલી રચનાઓ સુધીનું સર્જન તેમનામાં થયેલા એક ભારે મોટા સંક્રમણને દર્શાવે છે. આ બધા ગ્રંથે મૂળે સામાન્ય વાચકને માટે અઘરા, ઊંડા તત્વજ્ઞાનભર્યા છે. જેને સમજીને સરળતાથી ઉતારનાર સંપાદક ભાગ્યે જ તેના સંસ્પર્શથી પિતાને બાકાત રાખી શકે! શ્રી. ગોપાળદાસ પટેલે જે વાંચ્યું, વિચાર્યું. મનન કર્યું અને જેનાથી પિતે પ્રભાવિત થયા, જેને પોતાના જીવનમાં આત્મસાત કરવાની મથામણ કરી તેને લોકભોગ્ય રીતે શબ્દરૂપ આપ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રને જીવનોગ સડસડાટ આધ્યાત્મની પ્રાપ્તિ કરનારો હતો. તેમનું મૂળ લક્ષ્ય આત્મચિંતન અને આત્મદર્શન હોવાથી તેમનાં લખાણમાં આધ્યાત્મ માર્ગને જ બોધ જોવા મળે છે. તેમનું “આત્મસિદ્ધિશાસ્ત્ર, મેલમાળા, ગૃહસ્થધર્મ અંગેની રજૂઆત, શ્રી દેવકરણ મુનિને યોગવાશિષ્ટ ગ્રંથનું સૂચન અને જૈન મુનિને આપેલો બેધ વગેરે એક ગૃહસ્થને આત્મસ્વરૂપને નિશ્ચય કરવામાં, આંતર પિપાસાને તૃપ્ત કરવા અને તે માર્ગે ચાલવામાં માર્ગદર્શક રૂપ છે. જૈન મુનિ લલ્લુજીને એક પત્રમાં શ્રીમદ્દ લખે છે, “શરીર કૃશ કરી, માંહેનું તત્તવ ધી, કલેવરને ફેંકી ચાલ્યા જાએ. વિષય કષાયરૂપી રને અંદરથી બહાર કાઢી, બાળી જાળી, કૂકી મૂકી શાંત થાઓ, છૂટી જાએ, અમાઈ જાઓ - વહેલા વહેલા તાકીદ કરે. આંતર વૈરાગ્ય માટેની સજજતા અને કેવો પ્રબળ પુરુષાર્થ જરૂરી છે તેની તેમણે તાકીદ કરી છે. શ્રી. ગોપાળદાસ આ બાબત યથાતથા ધે છે. પોતાના ગુરુની આજ્ઞા પ્રમાણે ગૃહસ્થધર્મની યાત્રાને સારુ શ્રીમદૂનાં લખાણોમાંથી આંતર અમૃત પામવાનો અને સાધનાનું માર્ગદર્શન મેળવવામાં તેમણે ઉપયોગ કર્યો તેમ બને. જૈન ધર્મગ્રંથે દ્વારા વૈયક્તિક જીવનને એક સાધકે સાધના માટે કેમ તૈયાર કરવું તેનું વિવિધ “ઉપદેશ" માર્ગદર્શન આપનારા છે. જે પોતાના સદ્ગુરુના ઉપદેશ પ્રમાણે ચાલવા માટે આ ધર્મગ્રંથીને સહારો એક આત્માને ભારે આંતર પ્રેરણારૂપ છે. આમ જૈન ધર્મ ગ્રંથ દ્વારા મહાવીર સ્વામીનું તમમય, સંયમી જીવન. પ્રકાંડ પુરુષાર્થ, અને દઢ મનોબળની પ્રતીતિ થાય છે. આમ તેમનું ધર્મો અને તત્વજ્ઞાનનું ખેડાણ પોતાની આત્મજિજ્ઞાસાને સંતોષવા, મનને ઘાટ આપવા, તેનાં ગૂઢ તવોને પામવાના અમેઘ પુરુષાર્થનું જ નિતાંત દર્શન જ કહી શકાય. શ્રી. ગોપાળદાસ પટેલ હિન્દુધર્મનાં યોગ, ગીતા, ઉપનિષદના અભ્યાસી હતા. જેની તેમના ચિંતન, મનન અને લેખનકાર્ય પર અસર થઈ છે. Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૭ આત્માર્થી નેપાળદાસ પટેલ કૌટુંબિક રીતે વૈષ્ણવ સંપ્રદાયનું સાહચર્ય પાછળથી ચૂક્યું છે. “મારી પાછળ પુષ્ટિમાર્ગને લગતું કાંઈ જ ન કરવું. તે માર્ગને ગીતા-ઉપનિષદનો વિરોધ માની, મેં તેને ત્યાગ કર્યો છે.” તેમણે હેમચંદ્રાચાર્યના “યોગશાસ” અને વશિષ્ઠ ઋષિના “યોગવસિષ્ઠ” ગુજરાતીમાં આપ્યાં છે. તેઓ નેધે છે કે, “યોગશાસ્ત્ર' ગ્રંથની ખરી ઉપાદેયતા તો એ વસ્તુમાં રહેલી છે કે, એ ગ્રંથ હેમાચાર્યે પિતાના જમાનાના એક પ્રભાવશાળી ગુજરાતી ગૃહસ્થ માટે તેમ જ તેને જ નજર સામે રાખીને વખ્યો છે. આજના ગમે તેટલી વધુ પ્રવૃત્તિવાળા જમાનાને ગૃહસ્થ પણ મહાસામ્રાજ્યના અધિપતિ કુમારપાળ જે વ્યવસાયી તે નહિ જ હોય. એટલે “યોગશાસ્ત્ર' ગ્રંથ આજે પણ ગૃહસ્થવર્ગને યોગગ્રંથ છે એમ કહેવું જોઈએ. એ ખ્યાલથી અને એ ઉદ્દેશ્યથી જ તેને આ અનુવાદ તૈયાર કરવામાં આવ્યો છે. આ ગ્રંથની શરૂઆતમાં શ્રી. મગનભાઈએ “સમાજને વ્યાપક યોગ’ નધિને અંતે નેધે છે, “એક સમર્થ ગુજરાતી યોગીનું આ પુસ્તક તેમની જ આજની ભાષામાં અને સંક્ષેપમાં તથા સળંગ પ્રવાહબદ્ધતાથી આપવા માટે, ખરેખર આપણે ભાઈ ગોપાળદાસનો ઉપકાર માનવ ઘટે છે. આખા ગ્રંથનો સાર પ્રથમ ૧૪૪ પાનમાં આવી જાય છે. ગ્રંથના મુખ્ય પ્રવાહમાં ખટકતા ને બિનજરૂરી ભાગોને ટિપ્પણમાં કાઢી લેવાનું તેમનું ડહાપણ પ્રશસ્ય છે, એમની ભાષા પૂરતું તો કહી શકાય કે, “આ ગૂઢ યોગે પનિષદ” પોતાની ગૂઢતા જે છે. બાકીની ગૂઢતા તે ચારિત્ર્યની સાધનાથી જ ટળે. કેમ કે અંતે યોગ સાધનાગમ્ય જ છે, અનુભવે પિતાનું રૂપ પ્રગટ કરે છે. શ્રી. ગોપાળદાસ પટેલે હિન્દુધર્મના સંદર્ભમાં વશિષ્ઠ ઋષિએ નિરૂપેલા પોગગ્રંથ “યોગવાસિષ'નું સંપાદન પણ આપ્યું છે. આ ગ્રંથ શ્રીરામચંદ્રજીએ પોતાના આચાર્ય વશિષ્ઠ ઋષિને કરેલા પ્રશ્નોના ઉત્તરમાં ગૃહસ્થ અને ધર્મજીવન વિષેની રજૂઆત છે. શ્રી. મગનભાઈ દેસાઈ દર્શાવે છે કે, “. ગવાસિષ્ઠ ગ્રંથ એક લોક ગ્રંથ છે. પંડિતેની તાર્કિક ઢબે નહીં, પણ લોકપ્રિય, કળાકીય ઢબે પોતાનું કામ કરે છે. તે હિન્દુ દર્શનના પરમ તવને નિરૂપણ ગ્રંથ છે.” (૧૯૬૫:૪) શ્રી. મગનભાઈએ તેને બ્રહ્મસૂત્ર અને ગીતા સાથે તુલના કરવા પ્રયત્ન કર્યો છે. આમ આ બનને યોગશાસ્ત્ર વિષેનાં સંપાદનોની અસર શ્રી. ગોપાળદાસ પટેલના વિચાર, ચિંતન અને મનન પર તથા જીવન પર પણ પડેલી છે. Page #345 -------------------------------------------------------------------------- ________________ એક એલફ Re જેણે તેમના ગૃહસ્થજીવનમાં અપનાવીને પોતાના સમગ્ર ચિંતન દ્વારા લેખનકાર્યોમાં ઉપયોગ કર્યો છે તેમ દેખાય છે. તેમની ચિત્તવૃત્તિ પરંપરાગત હિન્દુધર્મ (કર્મકાંડી રૂપ)માં ન રહેતાં એક આત્માર્થી – મુમુક્ષુ સાધક જેવી વિકસે છે. મરણેાત્તર નોંધમાં તે નોંધે છે કે, “હિંદુધર્મ નાં શ્રાદ્ધ-સરવણીઅસ્થિ-વિસર્જન વગેરે કરવાં નહિ, પાછળ ગીતા-પાઠ કે ભજન-કીર્તન પણ કરાવવાં નહિ. કારણ કે મેં જે કંઈ પૂજા-પાઠ કર્યા હશે તે જ મને કામમાં આવવાનાં છે, બીજા પૈસા લઈને ભાડૂતી પાઠ-પૂજા કરે તે મને કાં કામમાં આવવાનાં નથી." - * શ્રી. ગેાપાળદાસ પટેલ શ્રી. મગનભાઈ દેસાઈ દ્વારા સ્વામી ગુરુ હજુરાનંદજીના સંપર્કમાં આવ્યા પછી શીખગુરુની “શ્રી ગ્રંથસાહેબને વાણી પરત્વેનું તેમનું આકર્ષણ વધે છે. ઘરમાં ગ્રંથસાહેબને પધરાવે છે, એ વાણીનું પઠન-સ્મરણ નિયમિત રીતે વૈયક્તિક રીતે કરે છે. પરંતુ તેનું રહસ્ય - ચમત્કાર પેાતાને સમજાતાં અન્યને આપવાની ઇચ્છામાંથી ત્રણ ગ્ર ંથો — (૧) ગુરુ નાનકનાં ત્રણ ભક્તિપદો (૨) પંજગ્રંથી અને (૩) જપમાળા જેવા ગ્રંથેાનું માતૃભાષામાં સંપાદન કાર્ય કર્યું છે. શ્રી. મગનભાઈ દેસાઈ તેમના ગુરુભાઈ હતા. તેમણે “ સુખમની” (૧૯૩૬) અને “ જપુજી ” (૧૯૩૮)માં ગ્રંથસાહેબની વાણીમાંથી ગુજરાતી કરીને સંપાદિત કરી આપ્યાં હતાં. શ્રી. ગાપાળદાસે તે જ પદ્ધતિ અપનાવીને પ્રથમ “ગુરુ નાનકનાં ત્રણ ભક્તિપદા ” જેમાં ‘ જપુજી’, · આસા-દી-વાર ' અને ‘ સિધ-ગેસટિ ’ પુસ્તકોનું સંપાદન આપ્યું છે, અને બીજું પુસ્તક આ ત્રણ ગુરુવાણી સાથે બીજી બે વાણી ‘સુખમની ’ અને ‘આનંદુ ' ઉમેરીને ‘પંજગ્રંથી ’ આપ્યું. આ પંચ ગુરુવાણીમાં ૧. ‘ જપુજી ’, ૨. ‘ આસા-દી-વાર ', ૩. · સિધ-ગેાસટિ ’, પહેલા ગુરુ નાનકદેવજીની વાણી છે. ૪. 'આનંદુ' એ ત્રીજા ગુરુ અમરદાસજીની વાણી છે, અને ૫. ‘સુખમની ’ એ પાંચમા ગુરુ અર્જુનદેવની વાણી છે. પરમાત્મામાં લવલીન એવા સંતાની આ ‘સાચી ’ વાણી છે. જેનેા સ્પર્શ થતાં અંતરના મેલ ધાવાઈ જાય છે – આત્માનું અજ્ઞાનપણું — ભ્રમ – કોટલું ફૂટી જાય છે. આ શીખ ગુરુવાણી વિષે શ્રી. ગેાપાળદાસ પટેલ નેોંધે છે કે, “ એવી વેદમય વાણીનું સંપૂર્ણ રહસ્ય તા પૂર્ણ થયેલા જ પૂરેપૂરું પામે, છાંય મારાં ગુજરાતી બંધુઓ અને બહેને એ તેજસ્વી વાણીથી જેટલી જલદી પરિચિત થાય તેટલું સારું, એવી કાંઈક અધીરાઈને જ મારા જેવાને આ પ્રવૃત્તિ ઉપાડવામાં નિમિત્તા બનેલી ગણવી જોઈએ. આ ગ્રંથ ઝટ છપાઈ તૈયાર થઈ જાય તેવી તેમની આસ્થા હતી, જેને પેાતાના મૃત્યુ બાદ . . 99 Page #346 -------------------------------------------------------------------------- ________________ આત્માર્થી નેપાળદાસ પટેલ ૩૨૯ પોતાનાં સગાંઓને સમૃતિરૂપે આપવાનું પણ ગોઠવી ગયા. જે તેમના જીવનની સાચી સ્મૃતિ મુકતા ગયા છે. આમ શ્રી. ગોપાળદાસ પટેલની મનસા ગુરુવાણીના રટણ-પઠણ પર અનન્યભાવે દઢ થયેલી રહી છે. આ કંઇ પોપટની જેમ રટવાની વાત નથી. શીખધર્મ અપનાવ્યા પછી ગુરુવાણીને પાઠ-૨ટણ કરવું તે તેમની સાધનાને એક ભાગ – નિત્યક્રમ બન્યો હતે. શરીરે માંદગી અને લકવાને કારણે ક્ષીણ અને પંગુ થયું તે સૂતાં સૂતાં પાઠ ચાલુ રાખ્યો. આ રીતે ગુરુએ – સંતોએ પ્રબોધેલા “નામ”ને પામવાને તેમને સતત પ્રયત્ન રહ્યો છે. આ પ્રયત્નમાંથી તેમણે પોતાને માટે ગુરુવાણી (ગ્રંથસાહેબ)માંથી “જપમાળા” નામનું પુસ્તક ૧૯૯૩માં આવ્યું. જે તેમના નિત્ય પાઠના પદનું સંકલન હતું. શીખ ધર્મમાં તે દર્શાવે છે તેમ “નામ-સ્મરણ'નો અનન્ય મહિમા છે. પરંતુ આ “નામ’ પૂરા ગુરુ પાસેથી મળવું જોઈએ. પૂરા ગુરુ એટલે ઈશ્વરનો સાક્ષાત્કાર કરી ઈશ્વરરૂપ બનેલા ગુરુ. આવા ગુરુને જીવનમાં મેળાપ થયો તે ઈશ્વર કૃપાથી જ શકય બને છે. જીવ જેમ જેમ નામસ્મરણમાં લીન થયે જાય છે તેમ તેમ તેની ઉપરનાં સ્થાનમાં – શરીરમાં ચડાઈ થાય છે. અને ગુરુકૃપાથી અનાહત નાદ સંભળાવા માંડે છે. આ અનાહત નાદ પરમાત્માનું સ્વરૂપ છે, જે સાધકના અંતરમાં પ્રગટતા હોય છે. અને તેથી એ નાદ સંભળાવા લાગતાં જીવ એમાં લીન જ થવા માંડે છે. એ નાદમાં લીન થવું એને જ ઈશ્વર-સાક્ષાત્કાર કહો, મુક્તિ કહે કે મિક્ષ કહે ... એને જ ગુરુઓ * જીવતાં મરવું” પણ કહે છે.” શ્રી. ગોપાળદાસે આને કેટલે, શો અનુભવ કર્યો ખબર નથી. પરંતુ તેમને જે લાધ્યું તે તેમણે વર્ણવ્યું છે અને તેને પામવા માટે તેઓ મધ્યા છે. તેઓ પોતે નામ-સ્મરણના એક પોતાના અનુભવ વિશે તેઓ નેધ છે, અલબત્ત ગુરુવાણીને એક ચમત્કાર મારા અનુભવમાં આવ્યો છે, તે જણાવવો જોઈએ. જેમ જેમ તેનું રટણ પઠન વધતું જાય છે, તેમ તેમ અંતર વધુને વધુ શુદ્ધ થતું જઈ ગુરુવાણીનું રહસ્ય વધુને વધુ અવગત થતું જાય છે.” તેમણે પિતાના સ્વામી ગુરુ શ્રી હજુરાનંદજીની નિશ્રામાં પિતાની જાતને સમર્પણ કરી ભક્તિ કાયમ કરી તેને આ પરિપાક છે. તેમણે શીખ ગુરુવાણીના ભક્તામૃતમાં પોતાના જીવનને તરબોળ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેમાંથી તેમને ભારે આંતર પોષણ મળ્યું છે, આંતર કલેવરને સાગપાંગ ઘડવામાં મળી છે જે તેમના જીવનયોગમાં અભિભૂત થયેલું દેખાય છે. જે Page #347 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક અંદર વિકસ્યું છે, ખીલ્યું છે તે પુસ્તક આકારે શબ્દ બની પ્રગટીકરણ પામ્યું છે. લખાણ આંતર અવસ્થાને અરીસે . શ્રી. ગોપાળદાસ પટેલના જીવનમાં પાછલી વયે ટી.બી., ઢીંચણનું ઑપરેશન, પત્નીનું ટૂંકી માંદગીમાં અવસાન, પિતા-ગુરુ-સખા શ્રી, મગનભાઈ દેસાઈનું એકાએક અવસાન વગેરે ઉપરાઉપરી આઘાતથી શરીર નબળું પડતું ગયું અને કોઈ દવાના રિએકશનથી એકાએક પક્ષાઘાતના હુમલાને ભોગ બની ગયા. અને વાનપ્રસ્થાશ્રમમાં સહરાનું રણ સાંપ્રત થવા જેવી અતિ વિકટ જીવનયાત્રાની સ્થિતિ થઈ ગઈ. પંગુ અને ક્ષીણ દેહને સાથે લઈને પથારીવશ સૂતાં સૂતાં તેમણે ખ્યાતનામ અંગ્રેજી નવલકથાઓને માતૃભાષામાં અનુવાદ કરી રસાસ્વાદ કરાવ્યો, ‘સરસ્વતીચંદ્રને સંક્ષેપ, શીખ ગુરુઓની વાણીમાંથી ત્રણ ગ્રંથો દ્વારા ભક્તિરૂપી નામામૃત જ લોકભાગ્ય કરાવવાનું ભગીરથ કાર્ય અતર આત્મિક બળ, દઢ મનોબળ, ભગીરથ પુરુષાર્થ અને સતગુરુની દયા વિના ભાગ્યે જ સંભવે – કોઈ સમર્થ સાહિત્યકારને પણ દુર્લભ છે. આથી વિશેષ તેઓ વાસનાક્ષય, કર્મક્ષય, આંતર વિતરાગ દશા અને હવે ભક્તિભાવ - નામ-સ્મરણનું પ્રાધાન્ય એવા સાધનાયગમાં તેઓ જીવ્યા હતા. તેમણે “જીવતાં જીવ મરવાન” યોગ કર્યો. પોતાના ગુરુના ચરણમાં કૃશ, પંગુ પિંડ સાથે સંઘર્ષ કરીને પોતાના જીવન ધ્યેયને સાર્થક કરી વિપુલ અક્ષરદેહ મૂકી વિદાય થઈ ગયા. આત્માર્થી પૂ૦ કાકાને વંદન! તા. ૨૫-૧૨-૨૦૦૩ ડૉ. અરવિંદ જે. ભટ્ટ Page #348 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ - ૧ શ્રી. ગોપાળદાસ પટેલનો ઘટના ક્રમ ૧૯૦૫ : જન્મ કરમસદ, જિ. ખેડા તા. ૨૮–૪–૧૯૦૫. પિતા : જીવાભાઈ રેવાભાઈ, માતા: હિરાબહેન પટેલ. ભાઈ અંબાલાલ જીવાભાઈ પટેલ, ૧૯૨૪ : સ્નાતક : ગૂજરાત વિદ્યાપીઠ, ગુજરાત મહાવિદ્યાલય. પ્રથમ વર્ગમાં ઉત્તીર્ણ; તા. ૨૬-૧૦-૧૯૨૪ (સંવત ૧૯૮૦ ભાદ્રપદ). ૧૯૨૫ : સ્નાતકની પદવી; ૪ પદવીદાન સમારંભ. તા. ૫–૧૨–૧૯૨૫ (સંવત ૧૯૮૨) ગાંધીજીના હસ્તે, વિષય : ધર્મ અને તત્ત્વજ્ઞાન, પદવી નામ : “આય વિદ્યા વિશારદ'. ૧૯૨૭ : ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે નિમણૂક; ભુલાભાઈની ચાલીમાં પત્ની કમળાબહેન સાથે શ્રી. મગનભાઈ દેસાઈ રહેતા હતા તે એરડી ભાડે રાખી રહેવું. ૧૯ર૭ : શ્રી. મગનભાઈ દેસાઈને સાબરમતી આશ્રમમાં ગૃહપતિ અને શિક્ષક તરીકે – સાથે પ્રાર્થનામાં જવાથી નિકટને પરિચય થ. ૧૯૨૭ : ગૂજરાત વિદ્યાપીઠમાં ચાલતા “પુરાતત્વ મંદિરની પ્રવૃત્તિમાં સંકળાવું. ૧૯૨૮-૩૦ : શ્રી. મગનભાઈ દેસાઈ દ્વારા મધ્ય પ્રદેશના “ખાચરોદના સ્વામી ગુરુ હજુરાનંદને સંગ થશે અને ગુરુ શરણને સ્વીકાર. ૧૯૩૨ : અમદાવાદ સાબરમતી જેલમાં વૈયક્તિક સત્યાગ્રહી તરીકે જવું. ૩૩૧ Page #349 -------------------------------------------------------------------------- ________________ ર એક ઝલક ૧૯૩૨ ૩ સાબરમતી નદીના ભારે પૂરથી દૂધેશ્વરના કારખાના અને મકાનને ભારે નુકસાન. ૧૯૩૨-૩૩ : ઉસ્માનપુરા પાસે ચાંપાનેર સોસાયટીમાં મકાન ભાડે રાખી રહેવા જવું. (૧૯૭૪ સુધી ત્યાં રહેવું) ૧૯૩૩ : સ્વામી ગુરુ હજુરાનંદજી પાસે મનેમન દીક્ષા લીધા પછી ચાંપાનેરના ઘરમાં “ ગ્રંથસાહેબ”ની પધરામણી કરવી. આ પ્રસંગે સ્વામી ગુરુ હજુરાનંદની ઘેર પધરામણી થવી. ૧૯૩૫ : જૈન સાહિત્ય પ્રકાશનના મંડળના મંત્રી (૧૯૩૯ સુધી). પત્ની કમળાબહેન પટેલનું “કિવટ ઇંડિયા ” ચળવળમાં પકડાઈ થાણે જેલમાં જવું. ગંગાબહેન ઝવેરીને સંગ થવો. ૧૯૩૭ ! શ્રી. મગનભાઈ દેસાઈનું ગૂજરાત વિદ્યાપીઠમાં મહામાત્ર તરીકે વહીવટમાં આવવું અને સાથી સેવક તરીકેની શરૂઆત. ૧૯૩૯ : પુત્ર વિહારીદાસને જન્મ તા. ૬-૯-૧૯૩૯. ૧૯૩૯ : વિદ્યાપીઠના મુખપત્ર – “શિક્ષણ અને સાહિત્યમાં શ્રી. મગનભાઈ સાથે સંપાદક મંડળમાં જોડાવું. ૧૯૪૨ : પિતાશ્રી જીવાભાઈ રેવાભાઈ દ્વારા દાદા “શ્રી રેવાભાઈ ધર્મગ્રંથમાળા” માટે રૂ. ૬૦૦૧)નું પ્રકાશન માટે દાન. ૧૯૪૭ : મગનભાઈ દેસાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં આઝાદી પછી ગાંધીજીના આશીર્વાદથી આચાર્ય બન્યા. તે વખતે નીમાયેલા નવા ટ્રસ્ટી મંડળમાં શ્રી ગોપાળદાસ પટેલની આજીવન ટ્રસ્ટી, ગ્રંથાલય મંત્રી અને ખજાનચી તરીકે પસંદગી. ૧૯૫૯ : મગનભાઈ દેસાઈ અભિનંદન ગ્રંથનું સંપાદન કાર્ય. ૧૯૬૨-૬૩ - ગુજરાત વિદ્યાપીઠમાં શ્રી. મગન ભાઈ દેસાઈને વહીવટી અન્યાય થતાં તેમના સમર્થનમાં રાજીનામું આપ્યું. ૧૯૬૨-૬૩ : પરિવાર પ્રકાશન સંસ્થાનું સંચાલન. લેખન કાર્ય ચાલુ કર્યું. સત્યાગ્રહ’ પત્રાના વ્યવસ્થાપક. ૧૯૬૯ : શ્રી. મગનભાઈ દેસાઈના અવસાન નિમિત્તે આક્રોશભર્યો ૮-૨–૧૯૯૯નો ટંકારવમાં લેખ લખી વિદ્યાપીઠ સ્થિતિને પર્દાફાશ કર્યો. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩) પરિશિષ્ટ - ૧ ૧૯૭૪ : ચાંપાનેર સોસાયટીના ભાડાના ઘરમાંથી સ્ટેડિયમ પાસેના નવા મકાનમાં પ્રવેશ. ૧૯૭૫ : પત્ની કમળાબહેન પટેલનું ટૂંકી માંદગીમાં તા. ૨૮-૮ ૧૯૭૫ માં અવસાન. ૧૯૭૫-૭૬ : ઢીંચણનું ઓપરેશન. ૧૯૭૬ ટી.બી. રોગમાં સપડાવું. ૧૯૭૭ : પક્ષાઘાતને ભારે– કાયમી હુમલો. કમરથી નીચેનું શરીર લકવાગ્રસ્ત બન્યું. પથારીવશ થઈ જવું. ૧૯૬૩ અંગ્રેજી નવલકથાઓને ગુજરાતીમાં અનુવાદ, “ટંકારવ' થી ૫ત્ર અને જ્ઞાનજયોતિ માસિકનું સંચાલન અને છેલ્લે ૧૯૯૬ છેલ્લે સંત-સાહિત્યનું સંપાદન પથારીમાં સૂતાં સૂતાં અદૂભૂત રીતે કર્યું. ૧૯૯૬ : દેહ વિલય તા. ૨-૭-૧૯૯૬ અમદાવાદ ખાતે. સાથે સુપુત્ર, પુત્રવધૂ અને પ્રપત્રો-પૌત્રી માટે પિતાની પાછળ શું શું ન કરવું વગેરે વિશે વિગતે ઝીણવટપૂર્વક મરણોત્તર લેખિત નોંધ મૂકતા ગયા. Page #351 -------------------------------------------------------------------------- ________________ જેઠાભાઈ પરિશિષ્ટ-૨ વિહારીદાસ ગેાપાળદાસનું વંશવૃક્ષ આજ પટેલ (૧૨૦૦ ઈ.સ.) કૃપાભાઈ પટેલ લુપાભાઈ પટેલ અરભાઈ પટેલ સાજનભાઈ પટેલ ઘેઈદાસ પટેલ દેવીદાસ પટેલ જીભાઈ પટેલ મહિજીભાઈ પટેલ મહિજીભાઈ પટેલ જીવાભાઈ પટેલ વીમજીભાઈ પટેલ વેણીદાસ પટેલ રાયજીભાઈ પટેલ કાશીભાઈ પટેલ રાવજીભાઈ I હિરાબેન – જીવાભાઈ પટેલ ' કમળાબેન — ગેાપાળદાસ પટેલ (૧૯૧૦-’૭૫) (૧૯૦૫-’૯૬) T હર્ષ - ૦ I યોગીનીબેન – વિહારીદાસ પટેલ (૬-૯-૧૯૩૯) T ઉદય ~ - કર મૌલી — ૦ નરસિહભાઈ અંબાલાલ પટેલ Page #352 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ સૂચિ ૧૯૩૨ : બાપાળદાસ પટેલ; જેલમાંથી તા. ૧૫-૧૦-૧૯૩૨ના પેસ્ટિકાર્ડ, સંપાદક શ્રીમદની જીવનયાત્રા. ૧૯૩૫ ૩ ૧૯૩૬ ૩ ૧૯૩૬ : ૧૯૩૮ : ૧૯૩૬ : ૧૯૩૮ : : કુંદકુંદાચાર્યનાં ત્રણ રત્ના. ૧૯૩૮ : ! યોગશાસ્ત્ર (હેમચંદ્રાચાર્યે કૃત) ૧૯૩૯ : 1 સમીસાંજને ઉપદેશ. ૧૯૪૧ ૩ • શ્રીમહાવીર કથા. ૧૯૪૫ ૩ : યાગવાસિષ્ઠ. ૧૯૩૯ : શ્રીમદ્ ભાગવત. 99 99 19 ૧૯૫૦ ૩ વિઠ્ઠલદાસ કોઠારી; લેખક : કેળવણી વડે ક્રાંતિ. ૧૯૫૯ : ગોપાળદાસ પટેલ; સંપાદક : કેળવણીકારનું પાત અને પ્રતિભા. મુકુલભાઈ કલાવૈં ૧૯૬૩ ૩ ગોપાળદાસ પટેલ; સંપાદક ૩ પ્રવેશિકા, મુકુલભાઈ કલાર્થી ૧૯૬૯ ૩ ગોપાળદાસ પટેલ; લેખ. ‘સત્યાગ્રહ'પત્ર અંક : ૨૫, ૮-૨-'૧૯ સંપાદક : ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદો. ૧૯૮૫ ૩ ૧૯૮૫ : અંગ્રંથી. . ૧૯૨૪ : ૧૯૯૦ : લેખનનોંધ – મરણાદાર નોંધ. ૧૯૮૪થી ’૯૩. લેખ : ‘ટંકારવ” પુત્ર; ૧લી ફેબ્રુ. પાન ૩. સંપાદક : જપમાળા, ૧૯૯૩ : ૧૯૯૨ : પત્ર : અનિલભાઈ ઝવેરીને, તા. ૪-૧૦–’૯૨. 99 39 ૧૯૮૭ : ઝીણાભાઈ દેસાઈ; લેખક : સાફલ્યટાણું (૧૯૨૦ થી ૧૯૩૦). ૨૦૦૩ પુ૦ છે પટેલ; સંપાદક : ગુજરાતમાં વિશ્વ-સાહિત્ય ભલે પધારા ! ૩૩૫ 99 99 "9 "9 "" 99 99 99 99 "" 19 .. 99 99 99 99 18 99 39 38 19 " " 39 " 39 99 99 99 99 19 99 99 39 39 .. 99 3 ! શ્રીરાજચંદ્રનાં જીવન રત્નો, : મહાવીર સ્વામીના આચાર માર્ગ. : મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ. ! મહાવીર સ્વામીના સંયમ ધર્મ. Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રી. ગોપાળદાસ પટેલની વિવિધ સાહિત્ય સેવા ગાંધીવાદી સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલે વિશ્વ-સાહિત્યની કહી શકાય એવી વિશ્વના મોટા સાહિત્ય સમ્રાટોની જાણીતી મોટી નવલકથાઓની પોતે વિચારી કાઢેલી એક ખાસ શૈલીમાં, વિસ્તૃત” અને “સચિકા' સંક્ષેપો ઢગલાબંધ બહાર પાડ્યા છે. તેમાં ચાર્લ્સ ડિકન્સની હાસ્ય કથા 'પિકવિક કલબ” (સૌ સારું જેનું છેવટ સારું), ઑલિવર વિસ્ટ એક અનાથ બાળકની કહાણી, નિકોલસ નિકબી કરણી તેવી ભરણી, ડોમ્બી એન્ડ સન – તવંગરનું સંતાન, ટૉલ્સ્ટૉય કૃત પરીકથા “ગમાર’ અને રિઝરેકશન. એચ. જી. વેલ્સ કૃત એક લઘુકથા, “આંધળાઓના દેશમાં” વગેરે મુખ્ય છે. ખેતી અંગે સર આલ્બર્ટ હાવર્ડના પુસ્તક (Soil and Health)ને આધારે “ધરતી માતા’ પુસ્તિકાનું સંપાદન કર્યું છે. વિકટર હ્યુગોએ કહ્યું છે કે, “અજ્ઞાન અને દારિદ્ર આ પૃથ્વી પર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને.” - ૧૯૬૮માં લે-મિઝરાની કૃતાંજલિમાં શ્રી. મગનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે – ભાઈ ગોપાળદાસે ગુજરાતી ભાષામાં વિશ્વ-સાહિત્યનો જે અભુત ધોધ વહેવડાવ્યો છે તે માટે તેમને અને તેમની પ્રકાશક સંસ્થાને ધન્યવાદ આપું છું.” - શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી માતૃભાષા ગુજરાતીમાં શ્રી. ગોપાળદાસે વિશ્વ સાહિત્યને અદૂભુત ધોધ વહેવડાવ્યો છે. શિષ્ટ, સરળ, શુદ્ધ, માતૃભાષા ગુજરાતીમાં સુંદર છપાઈ અને સુરમ્ય ઉઠાવ (સચિત્ર) સાથે ગુજરાતની ભાવિ પેઢીને તેમણે એકલે હાથે, વિદેશી સાહિત્ય સમ્રાટોનાં ઢગલાબંધ પુસ્તક ભેટ આપ્યાં છે. લે-મિઝેરાલ્ફ (દરિદ્રનારાયણ) પહેલાં શ્રી. ગોપાળદાસે વિકટર હ્યુગેની જગ પ્રસિદ્ધ ચાર સુંદર વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકની કીમતી સેવા બજાવી છે. Page #354 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી. નેપાળદાસ પટેલની વિવિધ સાહિત્યસેવા (૧) “નાઈન્ટી શ્રી' યાને કાંતિ કે ઉત્ક્રાંતિ. (૨) “લાફિંગ મેન' યાને ઉમરાવશાહીનું પતિ અને પ્રતિભા. (૩) “ટોઈલર્સ ઓફ ધી સી' યાને પ્રેમ-બલિદાન. (૪) “હેચબેક ઑફ નેત્રદામ” યાને ધર્માધ્યક્ષ. ચાર્લ્સ ડિકન્સનની “પિકવિક કલબમાં ૫૬ પાત્રો હેવા છતાં શ્રી. ગોપાળદાસને કારણે આ પુસ્તક નિરસ બન્યું નથી. આપણી યુવાન પેઢીને સમૃદ્ધ કરવી હશે તે આવું સુંદર સાહિત્ય ઢગલાબંધ તેમને પીરસવું પડશે. ગુજરાતી સાહિત્યની અણમોલ કૃતિ શ્રી સરસ્વતીચંદ્રની ટૂંકી સરળ વાર્તા રૂપે સર્જન, સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ઈ.સ. ૧૮૫૫–૧૯૦૭) કુત, ચાર મોટા ભાગોમાં પ્રસિદ્ધ થયેલી, વિશ્વ-સાહિત્યમાં સ્થાન પામે તેવી મનાતી નવલકથા “સરસ્વતીચંદ્ર'ને શ્રી. ગોપાળદાસે ટૂંકી સરળ વાર્તા બનાવીને પ્રસિદ્ધ કરી – એ પ્રદાન માટે ગુજરાતી સાહિત્ય તેમનું સદા ઋણી રહેશે. અંગ્રેજી શિક્ષણ હિંદના નવજુવાનને કેળવણી વડે કે ઘડે એનું ચિત્રા પણ અજાયે આ વાર્તા આપણને આપે છે. જીવન અને પુરુષાર્થ પરત્વે અમુક રીતનું પાંડિત્યપૂર્ણ શૈથલ્ય અને ડામાડોળ વેવલાપણું સરસ્વતીચંદ્રના પાત્રામાં જોવા મળે છે, તે તેના આ લેખકે જ્ઞાનપૂર્વક બતાવ્યું હશે કે સહેજે ઊતરી ગયું હશે, એ કહેવું અઘરું છે, પરંતુ અંગ્રેજી શિક્ષણે પેદા કરેલી આ મનોદશા એક હકીકત છે. સ્વતંત્ર હિંદમાં આ વાર્તા એટલા પૂરતી ગયા યુગની જૂની બને છે ખરી પરંતુ તેથી તેની ઉપયોગીતા કે તેનું સાહિત્ય-મૂલ્ય મટતાં નથી. એટલે વાર્તારૂપે આ ચોપડીને રસ નાનામોટા સૌને આજેય રોચક અને બોધક નીવડે છે. શીખ ધર્મના પુસ્તકને અનુવાદ અને સંતવાણુનું સંપાદનકાર્ય પુરાતનકાળમાં પારસમણિના સ્પર્શ-સંપર્કથી લોટું પણ સોનું બનતું એમ કહેવાય છે પારસમણિ તે આજના યુગમાં કોઈએ જોયો નથી પરંતુ ગાંધીજીના સંપર્કમાં શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ આવ્યા અને પારસમણિ બન્યા. ગાંધીજીની પ્રેરણાથી શ્રી. મગનભાઈએ “જપજી’ને અનુવાદ ૧૯૩૭ માં કર્યો અને ૧૯૩૮ માં એ૦ ૨૨ Page #355 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક નવજીવન પ્રકાશન મંદિર દ્વારા તે પ્રસિદ્ધ થયો. શ્રી. મગનભાઈએ ૧૯૩૬ માં સુખમની 'નો પણ ગુજરાતી ભાષામાં અનુવાદ કર્યો હતો. શ્રી. મગનભાઈએ મૂળપાઠ સાથે “જપજી'ના ગદ્ય અનુવાદનું કામ શ્રી ગોપાળદાસ પટેલને સોપ્યું. કરમસદના વતની અને સરદારશ્રીના નજીકના કુટુંબી શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલે ૧૯૩૫ના વર્ષથી શીખ ધર્મ સ્વીકાર્યો હતો તેથી શ્રી. મગનભાઈ દેસાઈને લાગ્યું કે નેપાળદાસ યોગ્ય પાત્ર છે તેથી આ અનુવાદનું અને સંપાદનનું કાર્ય ગોપાળદાસને તેમણે સોંપ્યું. શીખોના દસમા ગુરુ ગેવિંદસિંઘે શીખોને પોતાના પછી ગુરુ તરીકે ગુરુ ગ્રંથસાહેબને સ્વીકારવાનો આદેશ આપ્યો હતો. ગુરુ ગ્રંથસાહેબ માટે એવી ભૂલભરેલી માન્યતા પ્રવર્તે છે, તેમાં શીખ સંપ્રદાયના ગુરુઓની વાણી છે, પરંતુ આ સાચું નથી. ગુરુ ગ્રંથ સાહેબમાં શીખેના ગુરુઓ સિવાય દેશભરના જુદા જુદા પ્રદેશોના અને જુદી જુદી જાતિઓના સંત-કવિઓની વાણીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. શીખાના પાંચમાં ગુરુ અનદેવજી ગુરુ ગ્રંથસાહેબ તૈયાર કરવા માટે ગુરુ અને સંતોના સ્તોત્રો એકરા કરીને તેને આજનું સ્વરૂપ આપ્યું હતું. ગુરુ ગ્રંથ સાહેબ સંપૂર્ણપણે પદ્યમાં લખાયેલ ગ્રંથ છે. ગુરુ ગ્રંથસાહેબમાં કુલ ૫૮૯૪ સ્તોત્રો જુદા જુદા રાગોમાં મૂકવામાં આવ્યા છે, જેમાંથી ૪૯૫૬ સ્તોત્ર ગુરુઓની રચનાઓ છે અને બાકીના ૯૩૮ સ્તોત્રો દેશના ૧૮ સંતે અને ૧૭ ભટ્ટોના છે. ગુરુ ગ્રંથસાહેબમાં સ્થાન પામેલા સંતની નામાવલી લઈએ તે તેમાં કબીરજી, નામદેવજી, રવિદાસજી, ત્રિલોચનજી, ધનાજી, ફરીદજી, શૈણીજી, જયદેવજી, ભીખનજી, સુરદાસજી, પરમાનંદજી, સૈણજી, પીપાજી, સધનાજી, રામાનંદજી, સુંદરજી, સત્તા અને બલવંદજી અને મરદાનાની વાણીને સમાવેશ થયો છે. આ સંતોમાં ધંધે કઈ વણકર હતા તે કઈ ધોબી, કોઈ ચમાર હતા તો કોઈ નાઈ, કોઈ કસાઈ હતા તે કોઈ વાદક મુસ્લિમ સંત શેખ ફરીદજીની રચનાઓને પણ ગુરુ ગ્રંથસાહેબમાં સ્થાન આપવામાં આવ્યું છે. આમ હિંદુ કે મુસલમાન, ઊંચા કે નીચના ભેદ રાખ્યા વગર તમામ રચનાઓને સરખી ગણી ગુરુ ગ્રંથસાહેબમાં સરખું સ્થાન આપવામાં આવ્યું છે. આમ ગુરુ ગ્રંથસાહેબ દુનિયાના એવો પહેલો ધર્મગ્રંથ છે, જેમાં અન્ય ધર્મોના લોકોની અને અન્ય સંતોની રચનાઓને પણ સમાવેશ કરવામાં આવ્યો છે. Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૩૯ શ્રી. ગેપાળદાસ પટેલની વિવિધ સાહિત્યસેવા ગુરુ ગ્રંથસાહેબ વિચારરૂપી મોતીઓથી ભરેલ એક મહાસાગર છે, ગુરબાણીરૂપી મહાસાગરમાં ચિંતન અને તત્વજ્ઞાનને અખૂટ ખજાને પડ્યો છે. મરજીવો જેમ હેશિયાર અને અનુભવી તેમાં સમુદ્રના પેટાળનું તે વધુ સાચું મૂલ્યાંકન કરી શકે. તે જ રીતે જેમ જેમ ગુરુ ગ્રંથસાહેબનું અધ્યયન કરવામાં આવે તેમ તેમ જિજ્ઞાસુને તેમાંથી નવાં નવાં સત્ય મળે છે. ગુરુ ગ્રંથસાહેબમાં કુલ ૧૪૦૨૫ વાર પરમાત્માનો ઉલલેખ કશ્યામાં આવ્યો છે, જેમાં હરિ તરીકે ૮૩૪૪ વખત, રામ તરીકે ૨૫૩૩ વખત, પ્રભુ તરીકે ૧૩૭૧ વખત, ગોપાલ તરીકે ૧૩૭૧ વખત અને ગોવિંદ તરીકે ૪૭૫ વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ શીખ ગુરુની વાણી અને ફિલસૂફીથી આકર્ષાયા અને પંજગ્રંથીના અનુવાદમાં પાના નંબર ૧૬ ઉપર નોંધ્યું કે – “આ (ગ્રંથસાહેબરૂપી) થાળમાં ત્રણ વાનગીઓ પીરસી છે : સત્ય, સંતોષ અને વિચાર સર્વના આધારરૂપ એવું ઈશ્વરનું જે અમૃતનામ છે તે પણ તેમાં છે, જે કોઈ એને આરોગશે ને તેમાં રાચશે તેને ઉદ્ધાર થશે. આ વસ્તુ કદી ન તજતા. રોજ ઉરમાં રાખીને રહેજો. આ અંધાર સંસારસાગરમાંથી પ્રભુચરણે પડવાથી જ તરાશે. નાનક કહે છે કે વિશ્વ બધું પરબ્રહ્મ પ્રભુને જ પસારો છે.” - શ્રી. ગોપાળદાસ પટેલ પજગ્રંથીમાં ઉપોદ્દઘાતમાં જણાવે છે કે “શીખ ગુરુઓએ – સંતાએ ઈશ્વરની ભક્તિ કરવાની બાબતમાં ક્રિયાકાંડના કે સાધનાકાંડના બીજા કશા ખટાટોપ વિના ભગવાનના નામ-સ્મરણ ઉપર જ સીધો ભાર મૂક્યો, તથા તપ-સંન્યાસ-યોગે અપનાવેલી કર્મ-ત્યાગની વાતને ટાળી, સીધા સાદા ગૃહસ્થજીવનને જ પિતાના ભક્તિમાર્ગના કેન્દ્રમાં – પાયા તરીકે – સ્થાપ્યું. એમ કરવાથી એક બાજુ મૂર્તિપૂજા, મંદિર, પૂજારીઓ અને આચાર્ય – મહેતેના ભારણને છેદ ઊડી ગયો અને બીજી બાજુ સંન્યાસદીક્ષા મઠ-આશ્રમ, ભીખ તથા અકર્મણ્યતાને પણ! એ રીતે ગૃહસ્થજીવન ઉપર ત્યાગી-વૈરાગી-શ્રામણ વગેરેએ જે નિદાન ઢગલો ઠાલવ્યો હતો તે દૂર કરી કર્મય, ધર્મ અને તેજસ્વી ગૃહસ્થ જીવનને શીખ ગુરુઓએ સાધનામાર્ગમાં અનેરી પ્રતિષ્ઠા આપી... મહેનતુ, સ્વાશ્રયી, ઈશ્વર-પરાયણ, દાનધમ, સ્વાશ્રયી, ઈશ્વર-પરાયણ, દાનધર્મી, ગૃહસ્થજીવનને જ આધ્યાત્મિક સાધનામાં મુખ્ય સ્થાન આપવાથી, સાચા કર્મશીલ, તેજસ્વી Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦, એક ઝલક ગૃહસ્થ ઊભા થયા. એવા તેજસ્વી ગૃહસ્થ વર્ગમાં જ ધર્મની ગતિરીતિ અને સાચી ખેવના સંભવે.” આ સીધા સાદા સાધના માર્ગને જોરે શીખ ગુરુઓએ નિર્માલ્ય, મુડદાલ બની ગયેલી પ્રજામાંથી એક એવી સમર્થ, સુગઠિત, મહેનતુ, વફાદાર અને મરજીવાઓની પ્રજા ઊભી કરી,.... મરવા – કતલ થવા કરતાં આતતાયી જેમ કરવાનું કહે તેમ નીચે મોંએ કરવું, એ જાણે તે જમાનામાં સ્વીકૃત ધર્મ બની ગયો હતો. પ્રજાના ઉપલા બ્રાહ્મણ – ક્ષત્રિય વર્ગો, મુસલમાન માલિકોને ઘેર, તેઓ ખુશ થાય તેવો આચાર-વિચાર દર્શાવી આવી, ઘેર પિતાને ચાકધર્મ પાળવા બેસતા – એવી દીનતા અને દંભમાંથી તેમને મુક્ત કરી, પોતાને ફાવતું ધર્મજીવન જીવવાના હકનો બચાવ કરવા ખાતર આતતાયીઓના હુમલા સામે હસતે મેએ પ્રાણ બાપવા માટે તે જ લોકોને શીખ ગુરુઓએ તૈયાર કર્યા. સિંહ જેમ કદી પોતે એકલો છે અને સામે મોટું ટોળું છે એવું જોવા થોભતો નથી તેમ શીખ લોકોએ પણ પોતાની અને દુશ્મનની સંખ્યા સામું જોયા વિના પોતાના ધર્માચરણ તરફ જ નજર સ્થિર રાખી, જાલિમોના આક્રમણને – અન્યાય અત્યાચારને – સામે એ જડબાતોડ જવાબ આપ્યો.” તે વખતની હિંદુ-મુસલમાન જેવી ભ્રષ્ટ બની ગયેલી, નિર્માલ્ય બની ગયેલી પ્રજામાંથી આવું તેજ ઊભું કરવું, એ જેવું તેવું કાર્ય ન કહેવાય, કહેવું હોય તો તેને અવતાર-કાર્ય જ કહેવાય !” શીખ ગુરુની વાણીનું અનુવાદ કાર્ય કરતા કરતા તેઓ ગુરુઓની વાણી અને કાર્યથી એટલા બધા પ્રભાવિત થયા હતા કે ૧૯૩૫ના વર્ષથી તેમણે શીખ ધર્મ સ્વીકાર્યો હતે. ૨, જુલાઈ ૧૯૯૬ના રોજ શ્રી ગોપાળદાસ જીવાભાઈ પટેલનું અવસાન થયું પરંતુ છેવટના દિવસોમાં પથારીવશ સ્થિતિમાં રોજ પાઠ કરી જવા માટે તેમણે ગ્રંથસાહેબમાંથી તારવેલા અમુક સ્તોત્રની “જપ-માળા” તૈયાર કરી હતી. પોતાની પાછળ સ્મરણાર્થે તે ચે પડી સગાં-સંબંધી, મિત્રવર્ગને તથા અમુક પુસ્તકાલયોમાં વહેંચવામાં આવે એવી એમણે ઇચ્છા દર્શાવી હતી. આ પુસ્તક તેમ જ સંત કબીરની વાણી, દાદૂ ભગતની વાણી, બાબા મલૂકદાસની વાણીના અનુવાદનાં કેટલાંક ઉદાહરણ જોઈએ તે પહેલાં શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલની – આ મહાન આત્માની મહાનતાનો ખ્યાલ આપણને તેમની નમ્રતામાંથી મળે છે. “સંત પલટૂદાસની વાણી' નામનું પુસ્તક શ્રી. મગનભાઈ દેસાઈને અર્પણ કરતાં તેઓ જણાવે છે – Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ શ્રી ગોપાળદાસ પટેલની વિવિધ સાહિત્યસેવા જેમણે મારાં તન અને મન નવેસર ઘડી આપીને મને જીવન-દાન બન્યું.” હવે આપણે કેટલાક અનુવાદ કરેલ તેત્રો અને કેટલાક ભક્તોની વાણીના ઉદાહરણ જોઈશું : ૧. એક કાર સાચું છે, નામ જેમનું જે આ સૃષ્ટિના કર્તા-પુરુષ છે, (જેમના સિવાય બીજું કોઈ ન હોવાથી) જે નિર્ભય છે, નિર્વેર છે, (કાલાતીત ઈ) અકાલ જેમનું સ્વરૂપ છે, (બીજા કશામાંથી જેમની ઉત્પત્તિ થઈ ન હોવાથી) જે અયોનિ છે, તથા જે સ્વપ્રકાશ છે – ગુરુની કૃપાથી એમના નામનો જાપ કરે એ પરમાત્મા આદિથી સત્ય છે, યુગના પ્રારંભે પણ સત્ય હતા, અત્યારે પણ સત્ય છે, અને તે નાનક, ભવિષ્યમાં પણ સત્ય રહેવાના છે. જપજી' – આદિમંત્ર ૨. ભ્રમનું કેટલું ફૂટી ગયું, અને મનમાં પ્રકાશ થયો. ગુરુએ પગમાંથી બેડી કાપી નાખી અને મને – બંદીને મુક્ત કર્યો. [રાગ મારૂ મહિલા ૩. સદૂગર પાસે બીજો જન્મ લીધે એટલે સંસારમાં આવવા-જવાનું ટળી ગયું. ગુરુ પાસેથી પામેલા નામના જ૫ વડે આશાઓ અને ઇચ્છાઓ જળી ગઈ, ગુરુનું શરણ લેવાથી કદી ન ઓલવાતી જયોત હૃદયમાં પ્રગટી,– અને તારણહાર પરમાત્માએ તારી લીધા. [સિધગોષ્ટિ-૨} ૪. હવે મને બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થયું! બ્રહ્મજ્ઞાન! સહજ સમાધિમાં જાતે સુખરૂપ બનીને સ્થિર થયો તથા અનંત દુ:ખે ઊભાં કરનાર કરોડ કલ્પનાઓ કાયમ ઘેરી વળી હતી, તે બધી વિશ્રામ પામી ગઈ – હિંમેશને માટે દૂર થઈ! કૃપાળુ ગુરુએ કૃપા કરી, એટલે મારું હૃદય કમળ ખીલી ઊઠયું, ભ્રમ ભાંગી ગયો. દશે દિશાએ ખુલી થઈ ગઈ અને અંતરમાં પરમ જ્યોતિરૂપ પરમાત્મા પ્રગટ થયા. (સંત કબીર ] ૫. દાદુને તેના પ્રીતમ ન મળે તો તે હરગિજ સુખ ન પામે, પછી તેને જીવતા રહેવાનું જ શું પ્રયોજન? Page #359 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જેણે મને વિયોગ –વિરહને કારમા ઘા કર્યા છે તેની દવા પણ તે પાતે કરે, તેા જ કારગત નિવડે. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલે પાતાની તેજસ્વી કલમ વડે ગુજરાતની પ્રજાની જે સેવા કરી છે તે કોઈ જ્ઞાનપીઠ એવાર્ડની અપેક્ષાથી નહીં પરંતુ ગુજરાતની વર્તમાન તેમ જ ભાવિ પેઢી વિશ્વ-સાહિત્ય, ગુજરાતનું અમર સાહિત્ય અને દેશના સંતાની અમરવાણીના ખજાનાથી વંચિત ન રહે. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદાસ પટેલના જીવન અને કાર્યને કોટિ કોટિ વંદન! તા. ૨૫-૧૨-૨૦૦૩ -આચાય દશનસિંગ શીખ સર બે પુણ્યાત્માઓને વંદન ! મહાત્મા ગાંધીએ ગુજરાતી સાહિત્ય અને વિશ્વસાહિત્ય અને પત્રકારિત્વમાં નવી પ્રાણવાન પરંપરાને જન્મ આપીને શ્રી. મહાદેવભાઈ, શ્રી. પ્યારેલાલ, સ્વામી આનંદ, શ્રી. ચંદ્રશંકર શુકલ, શ્રી. કિશારલાલ મશરૂવાળા, શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગેાપાળદાસ પટેલને આપણા જાહેર જીવનમાં આ એમણે એક કાયમી ઉમેરા કર્યો છે, એ પરંપરા દૃઢ કરવામાં પરિવાર સંસ્થાએ પણ સુંદર કાર્ય કર્યું છે. ગાંધીજીના આ બધા સાથી સુંદર અને યશસ્વી કામગીરી બજાવી ગયા છે. તેમાંય શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદા પટેલે તે કમાલ કરી છે. પેાતાની તેજાબી કલમ દ્વારા ચાર દાયકા સુધી રાષ્ટ્રને સતત દેારવણી આપી ગયા છે. ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ખેતી, ગે।સેવા અને ગ્રામસેવાનાં અનેક રચનાત્મક કામાગેાઠવ્યાં છે. તેમના વિદ્યાર્થીઓ, સાથી અને ચાહકોએ આ પરંપરાને દૃઢ કરીને તેને જીવંત રાખવી જોઈએ. શ્રી. મગનકાકાની જી. ટી. બેડિંગ – જેવી સંસ્થા વિદ્યાર્થીઓ અને દેશસેવકો માટે કરવાની ખાસ ઈચ્છા હતી. તેના મંગલ પ્રારંભ થઈ શકયો છે. તે સંતાષની વાત છે. આ જ્ઞાન-યજ્ઞમાં જોડાયેલા સૌ સાથીઓને ધન્યવાદ! શ્રી મગનકાકા તે અમારા કુટુંબના પ્રેમાળ શિરછત્ર” હતા. તથા શ્રી. ગેાપાળકાકા અમારા વડીલ સલાહકાર હતા. આ બંને વડીલેાને વિશ્વ-સાહિત્ય સુવર્ણ જયંતી મહાત્સવ” પ્રસંગે અમારા પરિવારના કોટી ટોટી વંદન પાઠવીએ છીએ. સૌને અભિનંદન ! નમસ્કાર ! તા. ૧૧-૧૦-૨૦૦૩ ગુણવ ́ત ફુલાભાઈ દેસાઈ Page #360 -------------------------------------------------------------------------- ________________ સંતોની વાણીનું સરોવર સંત કબીરની વાણી [સંપાઃ ગોપાળદાસ પટેલ, કિં. રૂ. ૬૦-૦૦, પાન ૨૩+૧૨૮=૧૩૧.] ભાગ-૧ “કહે કબીર દીવાના” આ ભાગ-૧ માં ૯ પદ લીધાં છે. કબીર પોતે જ એકરાર કરે છે. ભાઈ અમે તો દીવાના છીએ, પાગલ છીએ. દીવાનાને જે દેખાય છે તે કહેવાતા શાણાઓને કદી દેખાય છે? નરસૈયો કહે છે કે, “એવા રે અમે એવા, વળી તમે કહો છો તેવા.” કોઈ શું કહે અમને પાગલ અમે મોભારે ચઢીને કહીએ છીએ કે ભાઈ અમે પાગલ છીએ, પૂરા પાગલ. દીવાનકી મસ્તી કોઈ અજબ-ગજબકી હોતી હૈ. પરમ સત્ય બીજો કોણ કહે? પછી તો માયા મોહે અર્થ દેખિ કરિ, કાહે કૂ ગરવાના છે નિર્ભય ભયા કછુ નહીં વ્યા, કહે કબીર દીવાના છે કહે કૂ ગરવાના, તમારી પાસે ગર્વ કરવા જેવું શું છે? ગર્વથી ફૂલાતા ફરો છો એ કંઈ શાણા માણસની રીત નથી. નિર્ભય ભાયા કછુ નહીં વ્યાપે, કઈ નિર્ભય બને? જેનું બળ એક પરમાત્મા છે તે જ નિર્ભય થાય છે. મોહ માયા વ્યાપે નહીં જેને એના જન્મ-મરણના ફેરા ટળી જાય. એકત્વમ્ અનુપશ્યત: ભાઈ અમે તો એકત્વના ઉપાસક છીએ. એકે પવન, એક હી પાની, એક જ્યોતિ સંસારા ! • • • • એક હી સિરજનહારા , ૩૪૩ Page #361 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક હું” અને “તું” એવો દૈતભાવ છે જ નહિ એવી અમને ગળા સુધીની ખાતરી થઈ ગઈ છે ગર્વ કરનારા અને ભેદભરમની વાતો કરનાર ડાહ્યા અમે નથી. અબિગત અકલ અનૂપમ દેખ્યા, કહેતા કહ્યા ન જાઈ સૈન કરે મન હી મન રહસો ગૂંગે જાન મિઠાઈ છે ગૂંગાએ મીઠાઈ ખાધી, ખૂબ ખાધી, ખૂબ સ્વાદ આવ્યો, ઘણા ચાળા-ઇશારા કરીને કહેવા ગયો, પણ સ્વાદનું વર્ણન કેવી રીતે કરી શકે? એ રસનો સ્વાદ તો શંકર જાણે કે જાણે શુક જોગી રે.. કંઈ એક જાણે વ્રજની ગોપી કહે નરસૈયો ભોગી રે..” આવા કોઈ દીવાના અને પાગલો જ કંઈક જાણે છે અને ડાહ્યા ફાંફાં ખાંડે છે. વાહ ભાઈ, “સગરી દુનિયા ભઈ સયાની, મેં હી એક બીરાના.” ભાગ-૨ “કહૈ કબીર મેં પૂરા પાયા” આ ભાગમાં ૧૧ પદ લીધાં છે. દીવાના કબીરની હવે દશા છે પૂર્ણની. આવો આપણે પણ પૂર્ણત્વની આરાધના કરીએ. કહે કબીર મેં પૂરા પાયા, સબ ઘટિ સાહબ દીઠા કબીરે ગજબ કર્યો છે. મેં પૂરા પાયા એવું કહેવાની હિમત કોણ કરે? એ કબીર જેવા દીવાના જ કરે ! શતબદ્ધિ અને સહસ્ત્રબુદ્ધિ લીલાલહેર કરે. ડાહ્યાએ ડહાપણ ડહોળ્યાં અને હવામાં બાચકા ભર્યા. તીરે ઊભા જુએ તમાશો તે કોડી નવ પામે જોને! હરિનો મારગ છે ગાંડાનો નહીં ડહાયણનું કામ જોને.... કબીર આવા દીવાના છે, ગાંડા છે અને કબીરને સમજવા, પામવા ગાંડા બનવું પડે. Page #362 -------------------------------------------------------------------------- ________________ સંત કબીરની વાણું ૩૪૫ કહે કબીર મેં પૂરા પાયા - પૂર્ણનું દર્શન - પૂરું દર્શન. આંધળાઓને હાથીના દર્શન જેવું અધૂરું દર્શન કરીને ગાજી ગાજીને સૂપડા જેવો અને ભીંત જેવો અને થાંભલા જેવો એવાં એવાં સમર્થના કરી કરીને ગળા ફાડવાનું કામ કરનારા આમાં કાંઈ ન સમજે. કબીર! એ સંસારકે, સમજાવું કઈ વાર, પૂંછ જ પકડે ભેંસકા, ઉતરા ચાહે પાર. ભેંસનાં પૂંછડાં પકડીને સામે પાર ના જવાય એ તો ડૂબી જ જવાય. વૈતરણી પાર ઉતરવા તો ગાયનાં પૂંછડાં પકડવા પડે. અલા એકે નૂર ઉપાય તાકી કૈસી નિન્દા; તા નૂરે યે સબ જગ કીયા, કન ભલા કૌન મંદા. અલ્લા હો અકબર' ઈશ્વર એક જ છે. એકો અહમ્.... એક નૂરમાંથી – તેજમાંથી બધી સૃષ્ટિ રચાણી છે. કૌન અપના, કૌન પરાયા. મનુષ્યત્ત્વમ્ પહેલું અને છેલ્લું સઘળે મનુષ્યમૂ. જેથી નિદા એટલે પરમાત્માની જ નિંદા. સબ ઘટિ સાહબ દીઠા બસ બધે તારાં જ દર્શન. સમદર્શી હૈ નામ તિહારો.... કહે કબીર મેં પૂરા પાયા”. ઘટ ઘટમાં વસનાર, અણુ અણુમાં રહેલો સર્વવ્યાપી પરમાત્મા. એને પામવાનું રહસ્ય કબીર બતાવે છે. માસ્ટર કી – બધાં તાળાં ખુલી જાય એવી એક જાદુઈ ચાવી કબીર પાસે છે. સંતો પાસે છે. બસ એ ચાવી મેળવી લો. જડી કૂચીને ઉઘડયું તાળું, થયું ભોમંડળમાં અજવાળું | દિલમાં દીવો કરો.” Page #363 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ એક ઝલક અંધારાનો ઉપાય અજવાળું કરવાનો, તાળાં ખોલવાનો ઉપાય ચાવી શોધી કાઢવાનો. “ તાલા કૂચી કુલકે લાગે ઉધડત બાર ન કોઈ.” કૂંચી મળી અને તાળાં ઉઘડતાં કોઈ વાર લાગે જ તહીં. હજારો સાલનાં અંધારાં પ્રકાશના એક ઝબકારે, વીજળીના એક ચમકારે ગાયબ થઈ જાય છે. કબીરની વાણીમાં તણખા ઝરે છે, ચિનગારી પ્રગટે છે. કબીર પાસે આવો અને “એક જ દે ચિનગારી મહાનલ ! એક જ દે ચિનગારી ..” અને પછી તો “દીવો અણભે પ્રગટે એવો તારે તિમિરના જેવો.” કહે કબીર સંસા સબ છૂટા રામ રતન ધન પાયા...” પરમાત્માનો સાક્ષાત્કાર થતાં જ જન્મમરણના ફેરા ટળી જાય છે, સુખ-દુ:ખની ભ્રમજાળ મટી જાય છે. સઘળા સંશય ટળી જાય છે. “પાયોજી મૈંને રામ રતન ધન પાયો ..” “કહૈ કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલૈ સબૂરીમેં...” પરમાત્મા ઉપર પ્રેમ કરે, સબૂરી રાખો, તો સાહેબ તમને અવશ્ય મળશે. સદ્દબુદ્ધિ આપજો, કુબુદ્ધિ કાપજો. મથુરા જાર્વે દ્વારિકા, ભાવૈ જાવૈ જગનાથ; સાધુ સંગતિ હરિભજન બિન, કછુ ન આવૈ હાથ.” “તીરથ ફરી ફરી થાક્યાં ચરણ તોય ન પહોંચ્યા હરિને શરણ.” આ અખાની વાણી છે. અને ઉપર છે કબીરની વાણી. અખાને અને કબીરને જબરો મેળ જામે છે. અખો Page #364 -------------------------------------------------------------------------- ________________ સંત કબીરની વાણું ૩૪૭ આખી ભાષા વાપરે છે, કબીર પણ સીધી અને સચોટ વાત કરે છે. સાચાને સાચો અને જૂઠાને જૂઠો કહેવાની બંનેમાં હિમત છે – તાકાત છે. ચેતતા રહેજો, – પંડિતોથી પંડિત વાદ વદને ઝૂઠા; રામ કહે દુનિયા ગતિ પાવે, ખાંડ કહ્યા મુખ મીઠા.” માત્ર પોપટિયું રટણ કર્યું કાંઈ વળે નહીં. આમ જ વૈકુંઠ જવાતું હોય તો આ પૃથ્વીલોકમાં વસતી રહે જ નહીં. બધાને માસ પ્રમોશન મળી જાય. કોઈ નાપાસ જ નહીં. રામ રામ જાપ કર્યાથી જ બધાની ગતિ થઈ જાય કે ભગવાન મળી જતા હોય તો પછી જોઈએ શું? સબ પત્તે રોટીયાં થઈ જાય ઔર સારા તાલાબ ઘી સે ભર જાય તો બસ – ઝબોળી ઝબોળીને ખાવાનું. “ખાંડ ખાંડનું ભજન કરવાથી કાંઈ મોટું ગળ્યું થવાનું છે? ક્યાં કોઈ પંડિત થયો છે? પોથાં અને થોથાં ફડકે અને ટીપણાં ફાડયે કઈ પંડિત કે જોશી થયો છે? પોથી પઢ પઢ જગ મૂવો અને પંડિત ભયો ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમકા પઢે સો પંડિત હોઈ.” રજનીશજી બીરદાવે છે કબીરને, “સંત તો હજારો થઈ ગયા, પરંતુ કબીર જેવી ગગનમંડળમાં પૂનમને ચન્દ્ર જેવો વિરાજતો અનુપમ, અદ્વિતીય એવો કોઈ નહીં કબીરને તો ચુકી ભરતાં ભરતાં શરાબની પેઠે પીવાની હોય અને પછી ડૂબી જવાનું, પોતાની જાતને ભૂલી જવાનું, અર્થાત્ મદમસ્ત બની રહેવાનું. કબીર તો અમૃત છે. એક ઘૂંટડો પણ પી જુઓ તો તમારી અંદર પણ આગ ભભૂકી ઊઠે. કબીરે પોતે કહ્યું છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૩૪૮ મારી વાતો “લિખાલિખી કી હૈ નહીં, દેખાદેખી બાત હૈ.” આંખો દેખા હાલ – લાઈવ પિકચર – લાઈવ કોમેન્ટરી. કબીર ભગવાન પાછળ પાછળ ફરતા નથી પણ ભગવાન કબીરની પાછળ પાછળ ફરે છે. આ જ મહત્ત્વની વાત છે. “મન ઐસો નિર્મલ ભયો જૈસો ગંગાનીર, પીછે પીછે હરિ ફિરે કહત કબીર કબીર.” આપણે શ્રી. ગોપાળદાસભાઈએ સંપાદિત કરેલ ‘સંત કબીરની વાણી'નું આચમન કર્યું. આ તો અમે થોડામાંથી થોડું આપ્યું છે. ગોપાળદાસભાઈ અને રજનીશજીની ભાખેલી વાત સંક્ષેપમાં ભાખી છે. અને અમારી થોડી વિશેષ વાત પણ અંદર ભેળવી છે. હવે તો તૃપ્તિ ત્યારે જ થાય જ્યારે કબીરનું આકર્ડ પાન કરીએ, ધરાઈ ધરાઈને કબીરને જાણીએ, માણીએ. આઈએ દીવાનાંકી દુનિયામેં શામિલ હો જાઈએ. બાબા મલૂકદા ની વાણી [સ'પા॰ ગેાપાળદાસ પટેલ ક. ૨૫-૦૦ પાન ૮+૬૦=t] આ પુસ્તકમાં ૮ રચનાઓ લીધી છે. રજનીશજીના ભાવદુગાર મલૂકદાસ અંગે, “નાનપણથી હું સારી પેઠે પ્રભાવિત થયો છું, કબીરથી હું ચકિત થયો છું, પણ બાબા મલૂકદાસની તો મને મસ્તી જ ચડી છે.” ****** “મલૂકમાં ધર્મની મસ્તી છે, ધર્મનું પરમહ*સ રૂપ, ધર્મને જેણે પીધો હોય તે કેવો હોય? Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૪૯ બાબા મકદાસની વાણી મલ્ક કરતાં વધુ સુંદર સરોવર તમને બીજે ક્યાંય નહિ મળે. મલૂકદાસ એવું સરોવર છે કે તમે નીચા ઝૂકીને ખોબો ભરશો તો તૃપ્ત થઈને જ ઊઠશો.” ‘અજગર કરે ન ચાકરી, પંખી કરે ન કામ; દાસ મહૂકા કહિ ગયા, સબ કા દાતા રામ.” આ દોહામાં અર્થધટનમાં બે પ્રકારનું અર્થઘટન જોવા મળે છે. મલુક કહેવા માગે છે તે આવું છે. પરમાત્મા જ સૃષ્ટિનું તંત્ર ચલાવે છે અને તેના ભસે તું તારું વહાણ હંકાર્યો જા. ગીતાનું વાક્ય યાદ આવે છે. યોગક્ષેમમૂ વહામ્યહમ્' મારા ભરોંસે રહીને કર્મ કર્યું જા તારી ચિતા મારે માથે. ભોજનાચ્છાહને ચિતા વૃથા કુર્વત્તિ વૈષ્ણવા:” આળસુ અને ચાલાક લોકો તેમને અનુકૂળ અર્થ કાઢે છે. ભગવાન બધું કરી આપશે આપણે કશી મહેનત કરવાની જરૂર નથી. એવો આધાર શોધે છે. અજગર અને પંખીઓના દષ્ટાંતોથી ઉપરનો દોહો બહુ પ્રસિદ્ધ થયેલો છે. સાધ મંડલી બેઠિકે, મૂઢ જાતિ બખાની હમ બડ હમ બડ કરિ મુએ, બૂડે બિન પાની. સત્સંગ કરવા સંતોની મંડળીમાં જાય છે. ત્યાં પણ મૂઢ લોકો ઊંચનીચને ખ્યાલો લઈને જ બેઠા છે. હું મોટો હું મોટો કર્યા કરે છે. સત્સંગમાં ભીંજાયા વિના કોરા-ધાકોર જ પાછા આવે છે. એ શાલીગ્રામ પાણીમાંથી મબલખ પાણીમાંથી પણ કોરાને કેરા જ બહાર આવે છે. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરનારાને શું કહેવું? પાણી વિના ડૂબી મરે એવા અભાગિયોઓને ડૂબતા અને મરતાને કેણ ઉગારે? Page #367 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ એક ઝલક કહે મલૂક દિવાના – ના વહ રીઝે જપ તપ કીન્હ, ના આતમ કો જારે; ના વહ રીઝે ધોતી ટાંગે, ના કાયા કે પખારે. માત્ર જપ, તપથી પરમેશ્વર રીઝતો નથી. આત્માને અથવા શરીરને બાળવાથી, તપાવવાથી કે અનેક પ્રકારનાં કષ્ટ વેઠવાથી પણ તે રીઝતો નથી. અભડાઈ જવાશે અને સ્પર્શાસ્પર્શના નિયમો પાળવાથી ધોતી સંકોરીને કે લુગડાં સંકોરીને ચાલવાથી કે પછી ઘડીએ ઘડીએ સ્નાન કર્યા કરવાથી પણ તે પરમાત્મા રીઝવાનો નથી. આ બધી બાહ્યાચાર કે બાહ્યાડંબરનો કોઈ અર્થ નથી. બાબા મલૂકદાસ તો અવધૂત છે. અવધૂતી મસ્તીમાં મસ્ત રહેનાર ને કોઈ બંધનોમાં કે નિયમોમાં જકડાઈ જવાનું નથી. રામ રામ કે નામ કે, જહાં નહી લવલેસ, પાની તહાં ન પીજીએ, પરિહરિયે સો દેસ. રામનામના ણાનુવાદ ન હોય, જ્યાં નામસ્મરણ થતું નથી. ભગવાનનું વિસ્મરણ છે. તેવી જગાએ ક્ષણ પણ ના રોકાવું. એવી જગાનું પાણી પણ ન પીવાય. તેવી જગાએ પાણી પીવું પણ પાપ છે. તેવી જગાને, તેવા દેશને ત્યજી દઈએ એમાં જ કલ્યાણ છે. મણૂક કરે છે કમાલ – કેવી વાણીમાં, માલા જપ ન કર જપો જિલ્યા કહો ન રામ, સુમિરન મેરા હરિ કરે સૈ પાયા બિસરામ; Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ બાબા મસૂકદાસની વાણી જે તો દેખે આતમા તે તો સાલિગરામ, બોલનહારા પૂજિયે પથ્થર સે ક્યા કામ. હું હાથમાં માળા પણ પકડતો નથી કે માળા ફેરવીને – ભગવાનના નામનો જપ પણ કરતો નથી. મારી જીભ પણ રામનું નામ રટતી નથી. હવે તો ભગવાન જ મારું સ્મરણ કરે છે; હું તો વિશ્રામ – આરામ કરું છું.” જ્યાં દેખું ત્યાં – જીવમાત્ર ઉપર નજર નાખું ત્યાં બસ પરમાત્માનાં જ દર્શન થાય છે. જીવમાત્રમાં પરમાત્માનાં જ દર્શન થાય છે. બોલનારા એવા સદ્ગુરુ જે ઈશ્વરરૂપ બની ગયા છે તેમને જ પૂજવા. પથ્થરની મૂર્તિ (શાલીગ્રામ) આપણને શો માર્ગ બતાવવાની છે? હદ કરી નાંખી આ પદમાં તો મલૂકદાસે. પરમાત્મા સાથે એકરૂપ થયેલા મુક્ત પુરુષની સ્થિતિનું આ વર્ણન છે. શિવોSહમ્ કે – સોહમ્ કહેનારની મન: સ્થિતિ કેવી હોય? બસ તુહી. તુહી તુહી. મલૂક એક મહાકવિ છે. માત્ર કવિ નહીં. પરંતુ એક દષ્ટા, એક ત્રાષિ પણ છે. મહાકવિ એ અર્થમાં કે એનું દર્શન સાક્ષાત્કાર વેળા ગાજતા અનાહત નાદનું છે. મલૂકદાસમાં તાજા પાણીના ઝરણાની ગતિ છે. ઝરણાં કાંઈ રેલવેના પાટા ઉપર જતી ગાડીના નિશ્ચિત માર્ગે જ થોડાં જતાં હોય છે? કબીર કહે છે. “પીછે પીછે હરિ ફિર” મારી પાછળ પાછળ હરિ ભમે છે. મલ્ક કહે છે, “સુમિરન મેરા હરિ કરે મેં પાયા બિસરામ.” આવું કોણ કહી શકે? કબીર દિવાના કે મલૂક જેવા પાગલ કે મીરા જેવી બાવરી કે મનસૂર મતાના જેવી Page #369 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ૩૫ કહી શકે! કહે, “મનસૂર મસ્તાના મસ્ત વ્યક્તિઓ જ અનલહક તૂ કહાતા જા. >> બ્રહ્મજ્ઞાનીની વાત હવે કરે છે. “દેવલ પૂજે કિ દેવતા, કિ પૂજે પહાડ; પૂજન કા જાતા ભલા, જો પીસ ખાય સંસાર.” મંદિરને પૂજો કે અંદર સ્થાપેલા દેવને પૂજો. અરે પથ્થરની નાની સરખી મૂર્તિને શા માટે પૂજો? હિમાલય જેવા પહાડને જ પૂજો ને! આ બધું નકામું છે. તેના કરતાં પથ્થરની કાંટીને પૂજે તે વધારે સારું નહિ ? કારણ કે, આખી દુનિયા ાંટી વડે અનાજ દળીને – પીસીને રોટલા પામે છે. - પથ્થરના પૂજનારા પોતે પણ પથ્થર બની જાય છે. સંગદિલ - પથ્થરના જેવા – પથરા જેવા. તેથી તો મૂર્તિપૂજક હિન્દુ મુસલમાનને કે અન્ય ધર્મીને મારી શકે છે અને મુસલમાન કાબાના પથ્થરને પૂજનારા કે પથ્થરની મસ્જીદોના પૂજકો હિન્દુને કે અન્ય ધર્મીને કે ખ્રિસ્તીઓ ઈસુના મૂર્તિપૂજક કે ક્રોસના પૂજકો અન્યધર્મીને મારી શકે છે. કહે છે કે, ધાર્મિક કહેવાતા લોકોએ જેટલાં યુદ્ધ કર્યાં છે કે જેટલા સંહાર કર્યાં છે. તેવું કશું નાસ્તિકોએ નથી કર્યું. છેલ્લે એક સનાતન સત્ય કહે છે, મલૂકદાસ પ્રભુતાઈ કા સબ મરું, પ્રભુ કો મરે ન કોઈ, જો કોઈ પ્રભુ કે મરું, તો પ્રભુતાદાસી હોઈ. બધા લોકો ચાહે છે કે પ્રભુતા મળે – સત્તા મળે, પદ મળે, એટલા માટે મરવા અને મારવા તૈયાર છે. પ્રભુતા બધાને જોઈએ છે. પણ પ્રભુ પોતે કોઈને જોઈતા નથી. પરંતુ વસ્તુસ્થિતિ એ છે કે જે કોઈ પ્રભુને માટે મરવા તૈયાર છે. પ્રભુતા તેની દાસી બની રહે છે. કહ્યું છે ને કે, ‘મુક્તિ છે એમની દાસી રે.... Page #370 -------------------------------------------------------------------------- ________________ ૫૩ દાદૂ ભગતની વાણું “તાને જે હરિ ભગત સયાને, મુકુતિ નિરાહરી ભગતિ લુભાને.” તુલસીદાસજી કહે છે, “જે શાણા ભક્તો છે તે તો મુક્તિની ઝંખના છોડીને ભક્તિ તરફ વળ્યા છે. “હરિના જન નો મુક્તિ ના માગે માગે જનમો જનમ અવતાર રે...” ના હું ઇચ્છું સ્વર્ગ વા ઈહરિદ્ધિ, ના હું ઇચ્છું જન્મ મૃત્યુથી મુકિત. હું તો ઇચ્છું નમ્ર ભાવે દયાળો! સૌ પ્રાણીનાં દુ:ખનો નાશ થાઓ. બાબા મલૂકદાસની વાણી બળપ્રદ પ્રેરક અને મરેલા મડદાને બેઠી કરે એવી ક્રાંતિકારી અને જગતને માટે શાંતિપ્રદ છે. એમાં નરી અવધૂની મસ્તી ભરેલી છે. એનો વધારે અને વધારે આસ્વાદ મેળવવા માટે તપર થઈએ. દાદૂ ભગતની વાણી સંપાવેપાળદાસ પટેલ, કિં. ૫૦ રૂપિયા. પાન ૮ + ૮ = ૯૬] આ પુસ્તિકામાં ૧૦ રચનાઓ – પદો દાદૂ દયાળનાં લેવામાં આવ્યાં છે. - દાદૂ દયાળ નામથી ખ્યાત આ સંત – ઈ.સ. ૧૫૪૪૧૬૦૩માં થઈ ગયા. તેમના વિષે નાત-જાત બાબત જદાં જુદાં મંતવ્યો છે. બનારસના ચમાર કુટુંબના તે ચામડાની પખાલો બનાવી જીવન-નિર્વાહ ચલાવતા હતા. અમદાવાદના કોઈ બ્રાહ્મણને ત્યાં તે નદીમાંથી મળેલા બાળક તરીકે મોટા થયા. એ૦ – ૨૩ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ એક ઝલક કોઈ તેમને જન્મ મુસલમાન હતા તેમ કહે છે. જે હોય તે સંતો-ઓલિયાઓને નાત-જાત કે ધર્મના વાડાનાં બંધન હોતાં નથી. બધા સંતો પ્રભુ પ્રત્યે દોરી જતા પંથ – રસ્તા કે માર્ગના અલગારી યાત્રીઓ જ હોય છે. ૨જનીશજી ભાવવિભોર થઈને બોલી ઊઠે છે, “દાદૂની વાણી ઉપનિષદથી પણ કયાંક આગળ પહોંચી જાય છે. વેદવચનોને પણ ટાંપી જાય છે.” ગૈબ માંહિ ગુરુદેવ મિલ્યા, પાયા હમ પરસાદ, મસ્તક મેરે કર ધર્યા, દેખા અગમ અગાધ. ગુરુ મિલે તો પાઈએ ભક્તિ-મુક્તિ ભંડાર, દાદૂ સહેજે દેખિયે સાહિબ કા દીદાર. રસ્તે ચાલતાં અનાયાસે સદ્ગુરુનો ભેટો થયો; તેમણે મારા ઉપર કૃપાનો વરસાદ વરસાવી દીધો; “પાયા હમ પરસાદ. તેમણે મારા મસ્તક ઉપર હાથ મૂકતાં જ મને અગમ્ય – અગાધ પરમાત્માનાં દર્શન થયાં. સતગુરુ યૂ સહજૈ મિલા લિયા કંઠિ લગાઈ, દયા ભઈ દયાલ કી, તબ દીપક દિયા જગાઈ. દાદૂને સદ્ગુરુ સહેજે મલી ગયા અને દાદૂને કંઠે લગાવી દીધો. તે દયાળુએ દયા લાવીને તેના – અંતરમાં જ્ઞાનનો ઝળહળતો દીવો પ્રગટાવ્યો. બસ પછી તો બધે જ અજવાળું અજવાળું થઈ ગયું. પછી શું? સદ્ગુરુ, મલ્યા તો મલી ગયા. ભક્તિ-મુક્તિનો ભંડાર, ખજાનો મલી ગયો. અને પછી તો સહેજમાં જ સાહેબનાં એટલે પરમાત્માના દર્શન થયાં – સાક્ષાત્કાર થયો. પાયા હમ પરસાદ’ કૃપા મલી ગઈ. Page #372 -------------------------------------------------------------------------- ________________ દાદૂ હગતની વાણી ‘રામ કૃપા બિનુ સુલભ ન સોઈ' તુલસી. દાદૂની વાણીમાં બધું નવનીત જ છે. ધીના ગાડવા ભરેલા છે. નરી અમીવર્ષા છે. કૌન પટંતર દીજિયે દૂજા નાહીં કોઈ; રામ સરીખા રામ હૈ, સુમરિયાં હી સુખ હોઈ; નાવલિયા તબ જાનિયે, જે તન-મન રહે સધાઈ, આદિ અંત મધ, એક રસ કબહૂ ભૂલિ ન જાઈ. રામ સરીખા રામ હૈ' એના જેવો બીજો કોણ છે? ન ત્વત્ સમોઽસ્ત્યમધિક કુતોઽન્યો' ગીતા અ. – ૧૧ તારા સમાન કોઈ નથી. તો તારાથી વિશેષ તો હોય જ કયાંથી? તું જ એક અને અદ્રિતીય છે. “મેરા કુછ નહીં સબ કુછ તેરા.” નાનકે કહ્યું છે ને બસ ગ્યારા-બારા ઔર અબ બસ તેરા — તેરા — તેરા. તુહી — તુહી – તુહી રામ સરિસ કોઉ નાહીં.' ૧૫૫ નામ-સ્મરણ. ---- નામ-સ્મરણ એ જ એક ઉપાય છે તેને પામવાનો. તનમાં-મનમાં-રોમેરોમમાં વ્યાપી ૨હે – ગુંજી રહે એવું આદિમાં-અંતમાં-મધ્યમાં એક સરખો કાયમ રહેનારા, (ભૂત, વર્તી અને ભવિષ્યમાં બીજું કંઈ નહીં ! એક જ રામ) જબ એબ તબ અવ્વલ ઔર આખિર, તુઝસે હૈ સબ કોઈ તુઝસા નહીં કોઈ ' એકમેવ – અદ્વિતીય. આવા એ પરમાનંદને પરમાત્માને હું કદી ના ભૂલું. દુનિયાનાં પાર્થિવ સુખો અવિનાશી નથી — કાયમી નથી. આદિ, મધ્ય અને અંત ત્રણેમાં એકરસ ફક્ત પરમાત્મા છે, તેથી અખંડ એનું જ સ્મરણ. Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫ એક ઝલક સબદ સરોવર સુભર ભર્યા, હરિજલ નિર્મલ નીર; દાદૂ પીવૈ પ્રતિ સે, તિનકે અખિલ સરીર. પરમાત્માના નામરૂપી એ સરોવર હરિ-પરમાત્મારૂપી નિર્મળ જળથી છલોછલ ભરેલું છે. દાદૂ કહે છે કે કોઈ પ્રેમ ભાવપૂર્વક તેનું પાન કરશે તે – પરમાત્મા સાથે એકરૂપ થઈ પૂર્ણતાને પામશે. અખિલાઈની અનુભૂતિ કરશે. “તિનકે અખિલ સરીર.” “લાગી લગની એક શ્યામની એક રામની.” “લહે લાગીરે લહે લાગી રામ સીતાપતિ તારી લહે લાગી ....' લ્યો લાગી તબ જાણિયે જે કબહૂ છૂટિ ન જાઈ; જીવત યોં લાગી રહે, મૂવા મંઝિ સમાઈ. પરમાત્મામાં લહે લાગી કે લગન લાગી ત્યારે કહેવાય જ્યારે દુ:ખમાં કે સંકટમાં કયારે પણ તે છૂટે નહીં. ભકત જીવે ત્યાં લગી તો લગન કાયમ રહે છે અને રહે જ. પણ અવસાન પછી પણ એની લગન દુનિયાભરમાં વ્યાપી જાય. નાશ પામે નહીં. વાતાવરણમાં – વાયુમંડળમાં ભરપૂર ભરાઈ જાય. જે બીજા સાધકોને પરમાત્માને પામવામાં મદદરૂપ બની જાય. ચાતકની પ્યાસનું દષ્ટાંત સ્વાતિ નક્ષત્રમાં વરસતા વરસાદનાં જળબિંદુ અધ્ધર જ પીનારું ચાતક (માદા) પંખી જેમ પછી આખું વરસ “હે પિયુ – હે પિયુ” તરસ લાગી છે, તરસ લાગી છે એમ રટયા કરે છે. તેમ દાદૂનું મન તથા ચિત્ત હે પ્રભુ, તમારા દર્શન માટેની મારી તરસ – આશા પૂરી કરો, પૂરી કરો એમ રટણ કર્યા જ કરે છે. ના વહુ મિલૈ ન મેં સુખી, કહું કર્યું જીવન હોઈ; જિન મુઝકો ઘાયલ કિયા મેરી દારૂ સોઈ, Page #374 -------------------------------------------------------------------------- ________________ દ ભગતની વાણી દાદૂને તેનો પ્રીતમ ન મળે તો હરગિજ સુખ ન મળે. પછી તેને જીવતા રહેવાનું શું પ્રયોજન? તેના જીવવાનો એક જ હેતુ છે પરમાત્માનું મિલન. તે ન સધાય તો જીવવું નિરર્થક છે. જેણે મને વિયોગ-વિરહનો કારમો ઘા કર્યો છે તેની દવા પણ (મિલન કરાવીને) તે જ કરે, તો જ કારગત નીવડે. જેણે ઘા કર્યો છે તે જ મારા તે ઘાની અકસીર દવા કરે. મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે...” હું અપરાધી તું ક્ષમાવાન. પ્રભુ મોરે અવગુન ચિત્ત ન ધરે.' હીં પ્રસિદ્ધપાતકી, તૂ પાપ પુંજ હારી? આ બધા ભાવને ભરી દેતી દાદૂની વાણી – તિલતિલકા અપરાધી તેરા, રતી રતીકા ચોર; પલપલકા મેં ગુનહી તેરા, બકસી ઔગુન મોર. હે પ્રભુ જે કંઈ છે આ સંસારમાં તે બધું તારું જ છે છતાં તલ જેટલી નાની તુચ્છ વસ્તુને પણ મારી કહીને હું ભોગવતો આવ્યો છું. મેં તારો ઘોર અપરાધ કર્યો છે. વળી રતીભાર જે કંઈ થોડું કે ઘણું મેં “મારું” કહીને કબજે રાખ્યું છે, તે પણ તારા અખૂટ ભંડારમાંથી મેં કરેલી ચોરી જ છે. આવા ગુના જીવનમાં મેં પળે પળે કર્યા છે. જેટલો મોટો હું પાપી છું તેટલો કે તેથીયે મોટો તું ક્ષમાવાન છે. કરુણાનિધાન છે, મને માફ કર્યો છે. જન અવગુન પ્રભુ માન ન કાઉં, દીનબંધુ અતિ મૂદુલ સુભાઉ.” Page #375 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક - આ આશાસ્પદ સંદેશો આપે છે – તુલસીદાસજી હે પ્રભુ અગણિત પાપ તું અગણિત વાર માફ કર્યા કરે બસ એ જ પ્રાર્થના. બસ એક જ મારી વિનંતી છે – આરઝુ છે, દાદૂ દયાળ કહે છે – દિન-દિન નૌતન ભગતિ દે, દિન-દિન નૌતન નાંવ; સાઈ સત સંતોષ દે, માંગે દાદૂ દાસ. હે પ્રભુ, રોજ રોજ નવી નવી અને વધતી જતી તારી ભકિત આપ. મને રોજ તારું નવલું નામ જપવા મળે, હે પ્રભુ, રોજ રોજ વધતો જતો તારા પ્રત્યેનો સ્નેહ-પ્રેમ મને આપ જેથી હું સમગ્રપણે તને ન્યોછાવર થઈ જાઉં. (તારી ઉપર ઓળઘોળ થઈ જાઉં.) હે સાંઈ, મને સાચો સંતોષ આપ. ભાવ-ભકિત આપ, આસ્થા – વિશ્વાસ – ભરોંસો આપ; તારા ઉપર વારી જવાની હિંમત આપ. રાહ જોવાની સબૂરી આપ. જેથી અધીરાઈમાં આડું અવળું ના કરી બેસું. દાદુ તારી પાસે આટલું જ માગે છે. ‘હરિનો મારગ છે શૂરાનો નહીં કાયરનું કામ જોને, પરથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ તો ખાંડાના ખેલ છે. માથાનાં સાટાં છે. લોહીનું પાણી કરો ત્યારે એને સમજાય, પમાય. (દાદૂ) સાંઈ કારણ માંસ કા, લોહી પાની હોઈ; સૂકે આટા અસ્થિ કા, દાદૂ પાડૌ કોઈ. દા, સાંઈ-સ્વામી-માલિક એવા પરમાત્માને પ્રાપ્ત કરવા માટે લોહીનું પાણી કરવું પડે તથા હાડકાંનો આટો – ભૂકો બનાવી દેવો પડે, એટલું બરાબર સમજી રાખજે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ દાદૂ ભગતની વાણું મહાકષ્ટ પામ્યા વિના કૃષ્ણ કોને મલ્યા?” રે શિર સાટે નટવરને વરીએ .... “માથા સાટે મોંઘી વસ્તુ સાંપડવી નહીં સહેલ જોને.” ભકિન શીશ તણું સારું રે... આગળ વસમી છે વાટ.” આમાં કશું ઈન્સ્ટન્ટ ના ચાલે. આ કાંઈ ખાવાનો ખેલ નથી. એ પરમતત્વની પ્રાપ્તિ ઇઝી ચેરમાં ન થાય. વહાલો પ્રેમને તે વશ થયા રાજી રે ....” “બિના પ્રેમ રીઝત નહીં, તુલસી નંદ કિશોર.” “ પ્રેમ પ્રેમ કયા કરે, જા જમના કે તીર; એક એક ગોપી કે પ્રેમમેં બહ ગયે લાખ કબીર.” પ્રેમની દુનિયા નિરાળી છે. “ઢાઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય, ઇશ્ક અલહ કી જાતિ છે, ઇશ્ક અલહ કા અંગ.” ઇશ્ક અથવા પ્રેમ એ જ અલ્લા-પરમાત્માની જ્ઞાતિ કે જાતિ છે. ઇશ્ક અથવા પ્રેમ એ જ અલ્લાહ-પરમાત્માનો રંગ છે તથા ઇશ્ક જ અલ્લાની હયાતી કે અસ્તિત્વ છે. ૨જનીશજી કહે છે, “પરમાત્માની પૂરી પરિભાષા દાદૂએ જે ઢંગથી કહી છે તેનો જોટો તમને બીજે ક્યાંય જોવા નહિ મળે.' “પ્રેમથી મોટો બીજો શબ્દ મનુષ્યની ભાષામાં નથી.” જે પહુંચે તે કહિ ગયે, તિનકી એકે જાતિ; સર્બ સયાને એક મતિ, ઉનકી એકે જાતિ. બધા શાણા પુરુષોનો – જાગેલાઓનો એક જ મત છે, Page #377 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક તે બધા એક જ જાતિના જમાતના લોકો છે. જાગેલાઓની જાતિના. કાજીસાહેબ સાંભરમાં દાદૂ પાસે આવ્યા અને દાદૂને ધમકાવવા લાગ્યા. તું ખુદાને “રામ” કહીને ધર્મને ભ્રષ્ટ કરે છે? રામને પૂજનારો કાફર કહેવાય. દાદૂએ કહ્યું, કાજી કજા ન જાનહી, કાગદ હાથિ કતેબ, પઢતે પઢતે દિન ગયે, ભીતર નાહી ભેદ. અલ્યા કાજી તું સાચું તો જાણતો નથી; માત્ર કાગળની કિતાબ હાથમાં રાખી પઢયા કરે છે. પોથી પઢયા કરવાથી કેટલાય દિવસ વીતી ગયા પણ રહસ્ય તો પામ્યો નહિ. કાજી આથી તો વીફર્યો અને દાદૂને ગાલ ઉપર તમાચો ઠોકી દીધો – દાદૂએ બીજો ગાલ ધર્યો. કાજી શરમાઈને ચાલતો થયો. સાંભરમાં મુકામ કરી રહેલા દાદૂને અકબરે ફતેપુરસીક્રી પધારવાનું નિમંત્રણ મોકલ્યું, શો જવાબ આપ્યો છે દાદૂએ, એક સમ્રાટ એક ગરીબ માણસ પાસે શાની આશા રાખી શકે? પણ કોઈ ભકત સાંભર આવવા માગતા હોય તો જરૂર પધારે. અકબર જવાબનો મર્મ સમજી ગયો. ઈ.સ. ૧૫૮૬માં બેઉ વચ્ચે ચાલીસ દિવસ સત્સંગ ચાવ્યો. આ મુલાકાતથી અકબર વધુ બિનસાંપ્રદાયિક બન્યો. દાદૂ દયાળ જેવા સંતોએ હિંદુસ્તાનનું નામ રોશન કર્યું છે. દાદૂની વાણીનો લહાવો લઈએ અને આપણે સૌ એના રંગે રંગાઈ જઈએ. Page #378 -------------------------------------------------------------------------- ________________ દરિયા ભગતની વાણી [સંપા॰ ગેાપાળદાસ પટેલ, ક્રિ. ૧૦-૭૦ આ પુસ્તિકામાં ૬ પદનો સંગ્રહ છે. દરિયા ભગત એટલે બ્રહ્મજ્ઞાની, અને યોગેશ્વર એવા સંત, ભક્ત અને કવિ. રજનીશજીના શબ્દોમાં જોઈએ શું કહે છે! “દરિયા ભગતનો જ હાથ પકડો. તે તમને એ સરોવર પાસે લઈ જશે, જેના પાણીનો એક ઘૂંટડો પણ તમને સદાને માટે તૃપ્ત કરી દેશે.” ૨જી સાસ્તર ગ્યાન કી, અંગ રહી લીપટાય; સતગુરુ એકહિ સબ્દ સે, દીન્હો તુરંત ઉડાય. શાસ્ત્રજ્ઞાનની સાંભળેલી, જાણેલી, ઉધાર પાન – ૪૦ ] તથા વાસી વાતોની ધૂળ મારા શરીર પર ચાંટેલી હતી; સદ્ગુરુએ એક શબ્દથી ફૂંક મારીને તે બધી તરત દરાડી દીધી. શાસ્ત્રજ્ઞાનની ધૂળ : શાસ્ત્રજ્ઞાન એટલે અહીં બીજા પાસેથી સાંભળેલી, શીખેલી, ઉધાર, વાસી વાતો માત્ર બકવાસ. સતગુરુ તે કહેવાય જે તમે માથામાં ભરી રાખેલી શાસ્ત્રની કહેવાતી વાતો ઝાપટી કાઢે. જે તમને શાસ્ત્રજ્ઞાન આપે તે સતગુરુ નથી. સતગુરુ તો તમારું શાસ્ત્રજ્ઞાન છીનવી લે. - પંડિત જ્ઞાની બહુ મિલે વેદ ગ્યાન પરવીન; દરિયા ઐસા ન મિલા રામનામ લવલીન. પંડિત, ાની, વેદશાસ્ત્રના જ્ઞાતાઓ તો બહુ મલ્યા પણ સર્વત્ર રહેલા — વ્યાપી રહેલા ‘રામ’– પરમાત્માના નામમાં જ લવલીન એવા તો કોઈ ના મલ્યા. ૩૬) Page #379 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક દરિયા સો સૂરા નહીં જિન દેહ કરી ચકચૂર; મન કે જીત ખડા રહે મેં બલિહારી સૂર. દરિયા ભગત કહે છે કે, જે રણમેદાનમાં શરીરના ટુકડે ટુકડા થઈ જવા દે તેને હું ખરે શૂર નથી કહેતો. મનને જીતીને જે ખડે રહે તે ખરો શૂર. ગમે તેવી વિપરીત પરિસ્થિતિમાં પણ ના ડગે અને અડગ રહે, હારે તો રડે નહિ કે જીતે તો હસે નહિ એ સાચા શૂરવીરને હું ઓવારી જાઉં છું. જે મારે જોઈએ છે તેવા શૂરા અને પૂરાની હું તો શોધમાં છું. જાત હમારી બ્રા હૈ માતા-પિતા હૈ રામ; ગિરહ હમારા સુન્ન મેં અનહદ મેં બિસરામ. બ્રહ્મમાંથી આવ્યા છીએ એટલે બ્રહ્મ જ આપણી જાતિજ્ઞાતિ છે. બ્રહ્મમાંથી ઊપજ્યાં છીએ એટલે બ્રહ્મા જ આપણી માતા છે અને બ્રહ્મ જ આપણા પિતા છે. શૂન્યમાં એટલે કે એક જ હોવા રૂપી નિરંજન-નિરાકાર સ્થિતિમાં જ આપણા કાયમી નિવાસ છે. એ અનહદ – અનંત સ્થિતિમાં જ વિશ્રામ એટલે ખરો આરામ છે. બાકી તો “લખ-ચોરાશીના ફેરા નહીં મટે રે” લખચોરાશીમાં ભટક્યા જ કરવાનું દરિયા લચ્છન સાધ કા કયા ગિરહી કક્ષા ભેખ; નિહકપટી નિસંક રહિ બાહર ભીતર એક સંતપુરુષ ગૃહસ્થી હોય કે સંન્યાસી ભેખધારી હોય તેનું મુખ્ય લક્ષણ તે કપટ-રહિત તથા શંકા-રહિત હોવાને લીધે બહારભીતર એક જ હોય. હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા હોય એવો, બેવડાં ધોરણ રાખનારો ના હોય. મન-વચન-કર્મથી એકરૂપ હોય. Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ દરિયા ભગતની વાણી કાનો સૂની સો ઝૂઠ સબ આંખો દેખી સાંચ; દરિયા દેખે જાનિયે યહ કાંચન યહ કાંચ. કાનોકાન સાંભળેલી બધી વાતો જૂઠી જ જાણવી; પોતાની સગી આંખે જોયું તે જ સાચું. બીજાઓએ જે સંભળાવ્યું તે જૂઠું; જાતે સ્વાનુભવથી જે જાયું તે સાચું. તે પરમાણ. દરિયા ભગત કહે છે કે, આપણી આંખોએ જ જોઈને જાણી શકીએ કે આ સોનું છે કે આ કાચ છે. બીજાના કહ્યાથી કાચને સોનું ન માની લેવાય કે સોનાને કાચ ના માની લેવાય. રજનીશજી ભાષ્ય કરે છે કે, સાગરના પેટાળમાં ખરાં મોતી છે. તે પ્રાપ્ત કરવા સાગર ઉપરની લહેરો ગણ્યા કરવાથી કશું ન વળે તેને માટે તો મરજીવા થઈ સાગરના પેટાળમાં ડૂબકી મારવી પડે. “તીરે ઊભા જુએ તમાશો તે કોડી નવ પામે જોને, સિંધુ મધ્યે મોતી લેવા માંહી પડ્યા મરજીવા જોને.” આપ મુવા વિના સ્વર્ગે ના જવાય. “તું તારા દિલનો દીવો થાને.” બુદ્ધ ભગવાન કહે છે, “આત્મ દીપો ભવ.” પારસ પરસા જાનિયે, જો લપટે અંગ અંગ; અંગ અંગ પલટે નહીં, તો હૈ ઝુઠા સંગ. આપણને મલ્યો છે. તે પારસમણિ છે તેની ખાતરી ત્યારે જ થાય જ્યારે લોખંડનું સોનું બની જાય. આમ ના થાય તો જાણવું કે પારસમણિ મલ્યો નથી. કોઈ પથ્થર જ હાથ આવ્યો છે. રમૂજી દાખલો આપી દરિયા ભગત કહે છે – કાળી બિલાડીએ ધોળા બગલાને – ધ્યાનસ્થ બગલાને ગુરુ બનાવી દીધો. પરંતુ એ તો “જૈસે કો મિલા નૈસા” જેવું થયું. બગલાનો અને બિલાડીનો ધંધો એક જ છે. બિલાડી માટે ના સર Page #381 -------------------------------------------------------------------------- ________________ ૧૪ એક ઝલક ઉંદરે પકડવા છાનીમાની બેસી રહે છે. બગલો માછલાં પકડવા સ્થિર થઈને ઊભો રહે છે. બિલાડીએ બગલાને ગુરુ કર્યો. દરિયા બિલ્લી ગુરુ કિયા ઉજજવલ બગુ કે દેખ; જૈસે કો તૈસા મિલા ઐસા ભક્ત અરૂ ભેખ. ઉપર અર્થછાયામાં આપણે જોયું કે બિલ્લી ચેલા ઔર બગલા-ગુરુની કેવી જોડી જામી છે, “લોભી ગુરુ ઔર લાલચી ચેલા દોનું નરકમે ઠેલઠેલા.” “માયા માયા સબ કહે ચીન્હ નાહીં કોય; જન દરિયા નિજ નામ બિન સબ હી માયા હોય.” માયા માયા સૌ કરે માયા શું એ કોઈ જાણતું નથી. (ધન, પદ, ઈર્ષા, લોભ, મોહ એ બધાં માયા છે.) દરિયા ભગત તો જાણે છે એટલું કે, રામનામ વિના બધું જ માયા છે. સુરત સાહબ સે લાગી – હૈ કે સંત રામ – અનુરાગી, જા કી સુરત સાહબ સે લાગી. કોણ છે એવો રામ-અનુરાગી. સંત જેની સુરતા સાહેબમાં જ લાગી ગઈ છે. આદિ-મધ્યઅંત સઘળે અને સર્વત્ર એક રામનામમાં જ રમમાણ છે. સુરતા લાગી છે એટલે હરિસ્મરણમાંથી ક્યારેય અને કદીય જેનું મન બીજે જાય જ નહીં. “બ્રહ્મા લટકાં કરે બ્રહ્મ પાસે” પરબ્રહ્મના ચિતન સિવાય બીજું કાંઈ જ નહીં. રોમ રોમમાં એક જ બ્રહ્મનાદનું ગુંજન છે. “મીરાં હો ગઈ મગન” “પ્રીતમ છબી નયન બસી, ર છબી કહાં સમાય” જન દરિયા એક રામભજન કર, ભરમ-વાસના ખોઈ; પારસ-પરસ ભયા લોહ કંચન, બહુર ન લોહા હોઈ. દરિયો ભગત કહે છે, રામ-ભજનમાં ડૂબવાથી ભ્રમ અને વાસના દૂર થઈ ગયાં. (ધ્યાનમાં રાખો કે પહેલાં Page #382 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ સંત પલદાસની વાણી રામ-ભજનમાં ડૂબવાનું સિદ્ધ થાય ત્યારે જ ભ્રમ અને વાસના દૂર થાય.) પારસ-મણિનો સ્પર્શ થાય તો લોઢું કંચન બને; એક વાર કંચન બનેલું લોઢું ફરી લોઢું ન બને. સતત કીમંતો મામું સતત મારું જ સ્મરણ. બીજો મારી નજરે ન આવે રે. સુરત સાહબ સે લાગી. દરિયા ભગતનો જ હાથ પકડો. બેડો પાર થઈ જશે. વાણી જાણે ગંગાનું પાણી. દાસ કબીરા ભર ભર પિયા, ઔર પીવન કી આશ ......... અમૃતનો ધરાવો હોય કદી? સંત પલદાસની વાણી (સંપા. ગેપાળદાસ પટેલ, કિં. ૬૦-૦૦ પાન ૮ + ૧૫૦ = ૧૫૮ ] આ પુસ્તકમાં ૩૮ પદનું સંકલન છે. દાદૂ ભગત “ઇસક' (ઇશ્ક) ના ક્રાંતદર્શી છે. પલટૂદાસ “આશિકી' (આશિકી) ના. ઇશ્ક અને આશિકી બંનેનો અર્થ પોતાના પ્રેમપારા સાથે એકરૂપ થઈ જવાની ઉત્કટ ઝંખના છે. આ માથા સાટે મેંધી વસ્તુ મેળવવાની વાત છે. પલટૂ કહે છે, આ રસ્તો સહેલો નથી – સોદો સસ્તો નથી, પાગલ હો, મસ્તાના હો તો આવો.... જરૂર આવો. વહ સર નહિ જિસમેં કિ હો ન સૌદા કિસીકા, વહ દિલ નહિ જો ન હો દિવાના કિસીકા. એ મસ્તક શાનું? જેમાં કોઈ મહા મોંઘી વસ્તુનાં સાટાં ન હોય જેમાં સામો કોઈ સોદો ન નક્કી થયો હોય. Page #383 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક અને એ દિલ નથી જે કોઈ અમૂલ્ય લાભ માટે પાગલદીવાનું ના થયું હોય. પલટૂ બડે બેવકૂફ વે, આસિક હોને જાહિ; સીસ ઉતારે હાથ સે, સહજ આશિકી નહિ. પ્રભુ-પ્રેમમાં મસ્ત બનવા – આશક બનવા – જેઓ નીકળી પડે છે (કફન માથે બાંધીને) એવા બેવકૂફ કેણ હશે? પોતાને હાથે જ માથુ ઉતારવા નીકળ્યા છે. તેવા આશિકી કાંઈ સહેલી કે સસ્તી વસ્તુ નથી. નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર?” નાવ તો મલી છે, પણ કેવટ નથી. કેમ કરીને નદીની પાર ઉતરાશે? રામને પણ કેવટે જ પાર ઉતાર્યા હતા. ભવસાગર પાર ઉતારવા માટે નાવ અને નાવિક બંનેની જરૂર છે. કેવટ એટલે સદ્ગુરુ. પલટૂ સતગુરુ સબ્દ કા તનિક ન કરે વિચાર; નાવ મિલી કેવટ નહીં, કૈસે ઉતરે પાર. સદ્ગુરુના કાન ઉપર વિચાર કરો. ખોટી અકડાઈ છોડીને સદ્ગુરુનું શરણ લો. તેમના બનાવેલા માર્ગે ચાલવામાં જ ભલાઈ છે. નાવ મલી છે પણ હોંશિયાર નાવિક વિના આ નદી - ભવસાગર – પાર ના જવાય. કપાસનું દષ્ટાંત : કપાસમાંથી વસ્ત્ર બને ત્યાં સુધીની આખી પ્રક્રિયામાં કપાસને કેટકેટલી કઠણ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે. પરમાર્થને કારણે કપાસ આ બધું સહન કરે છે. બીજાને ખપમાં આવવું છે. એ માટે બધું આનંદથી સહન કરે છે. - સંતોને પણ પાર વગરનાં કષ્ટ વેઠવાં પડે છે. અરે, મરવું પણ પડે છે. મુલ્લા-મૌલવીઓ અને ધર્માચાર્યો, મઠપતિઓ જેમણે ધર્મનો કે લીધો છે, ધર્મનો ઈજારો લઈને Page #384 -------------------------------------------------------------------------- ________________ સત પલદાસની વાણી બેસી ગયા છે. તેઓ સાચા સંતો-ફકીરો-ઓલિયાના કટ્ટર વિરોધીઓ થઈને અનેક પ્રકારે એમની રીબામણી કરતા હોય છે. આવા ઠેકેદારો – ઇજારદારોના ચેલા-એલીઓ પણ સંતોની પજવણી માટે તૈયાર હોય છે. પલટુ ! પરમાર્થ માટે સંતો આ બધું વેઠે છે. સંતો કપાસની પેઠે તેમના ઉપર ગુજારવામાં આવતા અત્યાચારો સહન કરી લે છે. પરહિત માટે પ્રયત્નશીલ રહે છે. અને ધન્ય થઈ જાય છે. તુલસીદાસજીએ પણ કપાસનું દષ્ટાંત આપ્યું છે : સાધુ ચરિત સુભ સરિસ કપાસૂ, નિરસ - બિસદ ગુનમય ફલ જાસૂ; જો સહી દુ:ખ પરછિદ્ર દુરાવા, વંદનીય જે હિ જગ જસુ પાવા. સાધુ-સજજનોનું ચરિત્ર કપાસ જેવું છે. જે પરહિત માટે બધું સહન કરી લે છે. પલટૂદાસ કહે છે – પરમારથ કે કારને દુ:ખ સહ પલટૂદાસ; સંત સાસના સહત હૈ જૈસે સહત કપાસ. તુલસી અને પલટૂએ કપાસનું આ સચોટ દષ્ટાંત આપ્યું છે : કયા સૌશૈ તૂ બાવરી, ચલા જાત વસંત; પલટૂ ઋતુ ભરિ ખેલિ હૈ, ફિર પછના અંત. આખા વર્ષમાં – આખા આયખામાં – વસંતત્રતુ રૂપીમનુષ્ય – જન્મરૂપી જે અમૂલ અવસર મલ્યો છે, તે પરમાત્મા સાથે ખેલી લેવામાં – તેના સ્મરણમાં ગાળી લે. વસંતઋતુ ચાલી જશે, આવરદા આવી રહેશે, મરણશરણ થઈ જઈશ, પછી પેટ ભરીને પસ્તાઈશ. “અબ પછતાયે હોત ક્યા જબ ચિડિયન યુગ ગઈ ખેત.” Page #385 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક વસંત જેવી વસંત – જવાની ચાલી જાય છે. સોના જેવી તક જાય છે. પછી શું? પછી તો તારા વતી નનામી પાછળ લોકો રામ બોલો ભાઈ રામ કરશે. પલટુ શૈક ઉપર શેક આપે છે વીજળીના. હવે તો જાગો ....... હવે તો ચેતો ...... પલટુ બરસ ર માસ દિન, પહર ઘડી પલ છીન; જ્ય જ્યોં સૂખે તાલ છે, ત્યાં ત્યાં મીન મલીન. પલટ્ર કહે છે, પ્રત્યેક વર્ષ, પ્રત્યેક માસ, પ્રત્યેક દિવસ, પ્રત્યેક પ્રહર, પ્રત્યેક ઘડી, પ્રત્યેક પળ અને પ્રત્યેક ક્ષણ તળાવ સૂકાતું જાય છે. તારું આયુષ્ય ઘટતું જાય છે, મોત નજીક આવતું જાય છે. તળાવ સૂકાતું જાય તેમ તેમ માછલાંના દહાડા ભરાઈ જાય છે. મોત નજીક આવતું જાય તેમ તેમ ગભરામણ વધતી જાય છે. હે મૂર્ખ! શરીર સ્વસ્થ છે ત્યાં લગીમાં ભજનનો મર્મ જાણી લે – પરમાત્માને યાદ કરી લે. હજી તો ચેત – તુઝે પરાઈ કયા પરી, અપની આપ નિબેર; અપની આપ નિબેર, છોડિ ગુડ બિસ કો પાવૈ; કૂવાં મેં તૂ પરે, ર કો રાહ બતાવૈ. તું બીજાના કલ્યાણની ફિકર શા માટે કરે છે? પહેલાં તું તારું પતવ! તારું પોતાનું સાંભળતો નથી; (અને બીજાનો ઉદ્ધાર કરવા નીકળી પડયો છે.) તને તારો રસ્તો જડતો નથી એટલે કૂવામાં પડયો છે, અને બીજોઓનો રાહબર થવા નીકળ્યો છે? તારે આ જન્મમાં તારું કલ્યાણ સાધવારૂપી ગોળ ખાઈ લેવાનો છે, તેને બદલે બીજાઓને રાહ બતાવવા નીકળ્યો છે. બીજાઓને ઉપદેશ આપવા જેવું ઝેર ખાવાનું કામ શા માટે કરે છે? – પૂજો આતમદેવને – Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૬૯ સત પલટૂદાસની વાણી જલ પખાન કો છોડિકે, પૂજો આતમદેવ. પલટૂ દોઉ કર જોરિકે, ગુરુ સંતન કી સેવ. પલટૂ કહે છે કે, બે હાથ જોડીને – પગે લાગીને – નમસ્કાર કરીને સાચા ગુરુ–સંતની જ સેવા કરવા માંડે. અને પથ્થરને સેવવાથી કશું નહિ વળે. આત્મસાક્ષાત્કાર કર્યો હોય તેવા ગુરુ-સંતનાં સેવા-સંગથી જ ભગવાન પ્રત્યે સાચાં પ્રેમ-ભક્તિ જાગે. કોઈ નહીં હૈ ગૈર બાબા કેઈ નહીં હૈ ગૈર ... હિંદુ-મુસલમાન સહેજ પણ જુદા નથી. આ સંતઓલિયાની વાત માનો. સ્વાર્થી અને કજિયાખોર જમાતની વાતોમાં ના ફસાવ. જુઓ પલટૂ શું કહે છે? “પૂરબ મેં રામ હૈ પછિમ ખુદાય હૈ, ઉત્તર ઔર દકિખન કહો કૌન રહતા. સાહિબ વહ કહાં હૈ, કહાં ફિર નહીં હૈ, હિન્દુ રા તુરક તોફાન કરતા.” હિન્દુઓ કહે છે કે, રામ પૂર્વમાં જ છે. (અયોધ્યા પૂર્વમાં છે) મુસલમાનો કહે છે કે, ના ખુદા તો પશ્ચિમમાં (મકકા પશ્ચિમમાં છે) છે. હવે જો ભગવાન કે ખુદા માત્ર પૂર્વ અને પશ્ચિમમાં જ હોય તો ઉત્તર અને દક્ષિણ દિશામાં કોણ છે? એ બે દિશાઓ ભગવાને નથી બનાવી? હિંદુમુસ્લિમ બંને પાછા એમ તો કહે જ છે કે ભગવાન – ખુદા એક જ છે. સર્વત્ર વસેલો છે. તો પછી ભગવાન કયાં નથી? પૂર્વની અને પશ્ચિમની વાતો કરીને માત્ર તોફાન માંડ્યું છે. પોતાનાં ટોળાં વધારવાની અને પોતાના રોટલા શેકી ખાવા માટેની ચાલબાજી સિવાય બીંજું કાંઈ નથી. એ૦ – ૨૪ Page #387 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક “પાંચો સમય નમાજકા, તો ઔર સમય કયા ચોરોંકા?” ત્રિકાળ સંધ્યાનો સમય હિંદુઓનો કે ભગવાનનો. પાંચ વખતની નમાજનો સમય મુસલમાનો કે ખુદાનો તો બાકીનો સમય કોનો? આ બધું શું લઈ પડયા છો? અક્કલ કે બુદ્ધિ પાછળ લઠ્ઠ લઈને શું કામ પડ્યા છો? આ ધંધા બેવકૂફના છે. એમ સંતો-ઓલિયા અનેક રીતે સમજાવી રહ્યા છે. “મોકો કહાં ઢંઢે બંદે મેં તો તેરે પાસ મેં ના મેં અંદર ના મેં મજીદ ના મેં કાબે કૈલાસ મેં ...” કઈ સંતે કહ્યું છે કે હે બંધુ! તું મને ક્યાં શોધવા નીકળ્યો છે? હું ક્યાંય ખોવાઈ નથી ગયો. હું તો તારી પાસે જ છું. તારી જોડે જ છું. હું નથી મંદિરમાં કે નથી મજીદમાં, નથી હું કાબામાં – મક્કામાં કે નથી હું હિમાલય કલાસમાં. “બંદે મેં તો તેરે પાસ મે” પાની મેં મીન પિયાસી... આતમજ્ઞાન વિના નર ભટકે, કોઈ મથુરા કેઈ કાશી ... આ હડિયાડોટો કશો અર્થ વગરની છે. કેઈ સંતનું શરણ લઈ લે અને ભગવાનનું સ્મરણ કરી લે. આત્મજ્ઞાન મેળવી લે, આ સિવાય બધું ખોટું છે. સંતો પોકારી પોકારીને આ જ કહે છે. ઓ બેવકૂફો થોડી તો બુદ્ધિ દોડાવો“તુરક હૈ મુદ કો કબમેં ગાડને, હિન્દુ તૌ આગ કે બીચ જારે; પૂરવ વૈ ગયે હૈં વે પરધું કે, દોઉ બેકૂફ હવે ખાક ઠારે.” તુર્કો-મુસલમાનો મડદાંને કબરમાં દાટે છે, હિન્દુ મડદાંને સ્મશાનમાં લઈ જઈ અગ્નિમાં બાળે છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ સંત પદ્નદાસની વાણી હિન્દુઓ પૂર્વમાં (સૂર્યને) નમસ્કાર કરે છે; મુસલમાનો પશ્ચિમમાં (કાબાને) નમસ્કાર કરે છે. બંને બેવકૂફ છે અને ખાલી રાખ જ ચાળ્યા કરે છે. આ બધું વ્યર્થ છે. ફોગટની પ્રવૃત્તિ છે. છેલ્લે છેલ્લે ખુદા કે બંદે – ભગવાનના ભક્તો ! આટલું જ કરો તો બસ બેડો પાર થઈ જશે. 46 હાટ બાટ મજિત મેં સોય રહો, દિન રાતે સતસંગ કા રસ પી; પલટૂ ઉદાસ રહૌ જકત સે તો, પહિલે બૈરાગ યહિ ભાંતિ કીજૈ.” કરે ? રાતે મસ્જીદમાં સૂઈ જાવ, હાટ-વાટમાં કે જયાં ફાવે ત્યાં સૂઈ જાવ, જે મળે તે રામનો દીધો ટુકડો ખાઈ લો. પણ સત્સંગનો રસ પીવાનું કદી ના છોડો, દિનરાત સત્સંગ કરો. પરમાત્માના ચિંતનમાં એના ગુણાનુવાદમાં મસ્ત રહો. “ગૂગેને ગુડ ખાઈ લિયા, ,, જબાન વિના કયા સિકત આ’ મુંગાએ ગોળ ખાધો. હવે જીભ નથી એ વર્ણન શું “પલટૂ ભગવાન કી ગતિ ન્યારી, ભગવાન કી ગતિ ભગવાન જાનૈ ૩૯૧૨ 99 ' ભગવાનની ગતિ ન્યારી છે. કોઈની સમજમાં આવે એવી નથી. અકથનીય છે. ‘અભિગત, અકથ, અપાર.' ભગવાનની ગતિ એક ભગવાન જ જાણે. બીજો શું જાણે? નેતિ – નેતિ નિત નિગમ કહ.’ શાસ્ત્રો, પુરાણો, વેદ, ધર્મગ્રંથો, પંડિતો, ધર્મશો કે કોઈ મોટા પીર-ફકિર કાઈના ગજાની આ વાત નથી. એની ગતિ તો એક એ જ જાણે. સંતોના સત્સંગમાં ચોવીસ કલાક ડૂબેલા રહો. પરષદરાય દિ. શાસ્રી Page #389 -------------------------------------------------------------------------- ________________ ગુરુ નાનકની વાણી [સંપા. ગોપાળદાસ પટેલ કિં. ૧૦-૦૦ પાન ૧૫+૭૬=૧] આ પુસ્તિકામાં નીચે મુજબનો સંગ્રહ છે: ભાગ : ૧ – પદ ૨૨ ભાગ : ૨– પદમાં ૧૧ સુભાષિત – સદુક્તિ – ચોટદાર વિચાર-વાકયો – પર ગુરુ નાનક મહાન સંત છે. શીખ ધર્મના સ્થાપક છે. પંદરમી સદીમાં થઈ ગયા. શીખધર્મે નિર્માલ્ય, મુડદાલ બની ગયેલી પ્રજામાંથી સમર્થ, સુગઠિત, મહેનતુ, વફાદાર અને મરજીવાઓની પ્રજા ઊભી કરી. સિહ જેમ કદી પોતે એકલો છે અને સામે મોટું ટોળું છે, એવું જોવા થોભતો નથી. તેમ જાલીમોની સામે થનાર મદ પ્રજા તૈયાર કરી શીખધર્મે. આને અવતાર-કાર્ય જ કહેવાય. મુડદાલ પ્રજામાં પ્રાણનો સંચાર કરી નવચેતના જગવી. મૂર્તિપૂજા કરતાં વિશેષ નામનો મહિમા અને સદ્વિચાર અને સદાચારનો મહિમા પ્રસ્થાપિત કર્યો. પુરાણોનો સંન્યાસમાર્ગ અને મૂર્તિપૂજાનો વૈષ્ણવી ક્રિયાયોગ આજે નિરર્થક બની ગયેલ છે. જેથી સંયમી પ્રસન્ન ગૃહસ્થજીવનનો મહિમા વધાર્યો. ગુરુપરંપરામાં આગળ ઉપર વધતી જતી શિથિલતાના ઉપાય તરીકે ગ્રંથસાહેબને માનવાની એટલે કે વિચારને સમજવાની અને તે પ્રમાણે જીવન જીવવાની વાતને મહત્ત્વ આપ્યું. ३७२ Page #390 -------------------------------------------------------------------------- ________________ ગુરુ નાનકની વાણી હિંદુ-મુસ્લિમ બંનેની ધાર્મિક કટ્ટરતા અને જડતા સામે ગુરુ નાનકે જોરદાર પ્રહારો કર્યા છે. “કોઈ (સાચો) હિંદુ નથી કે મુસલમાન નથી.” આ વિચારથી જ નાનકે બધી ધાર્મિક માયાજાળ તોડી નાંખી. સંતવાણીમાં ગુરુ નાનક, કબીર, પલટુ, મલૂક, દાદુ દયાળ અને દરિયા ભગત બધાએ માનવતાનો મહિમા ગાયો છે. માનવને કેન્દ્રમાં રાખીને ચાલો, માનવનાથી વધારે મહિમા કોઈ નથી. બધા ધર્મોનો અભ્યાસ કરી, વિચાર કરી, મંથન કરીને જો નવનીત કાઢશો તો તેમાં માત્ર માનવતા, માણસાઈ, મનુષ્યત્વ વિકાસ એ જ ધર્મસાર ઉપલબ્ધ થશે. એની વિરુદ્ધ જતી બધી વાતોનો ધર્મમાંથી છેદ ઉડાડી દેશો તો કોઈ કશું નુકસાન નથી. ફાયદો જ ફાયદો છે. આ વાત સંતોએ હિંમતપૂર્વક કહી છે. ધર્મ ધર્મ કરીને જેને વળગી રહ્યા છો તે તો આત્માને છોડી શબને વળગી રહેવાની વાત છે. સંતોએ તમામ ધર્મવિચારોમાંથી અર્ક કાઢીને પ્રજા સમક્ષ રસાયણ – અમૃત – ધરી દીધું છે. ગુરુ નાનકની વાણીનો પ્રસાદ લઈએ. “એક કાર સતનામ કરતા – પરખુ નિરભઉ નિરવૈરુ અકાલ – મૂરની અજૂની સૈભે ગુરુ પ્રસાદિ જપુ. આદિ સચ જુગાદિ સચ હૈ ભી સચ નાનક હોસી ભી સચ.” એ પરમાત્મા “એક” છે. કાર રૂપી એ સત્ય અને સનાતન છે. સકળ વિશ્વનો સર્જનહાર અને એકમાત્ર કર્તા છે. કોઈના ભય વિનાના તથા કોઈ પ્રત્યે વેર વિનાના છે ને “અકાલ' છે. “અયોનિ” છે. અર્થાત્ તે “સ્વયંભૂ’ છે, તથા ચૈતન્યરૂપી સ્વપ્રકાશવાળા હોવાથી (સ્વ-ભા) સ્વપ્રકાશ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૭૪ એક ઝલક છે. આત્મપ્રકાશ છે. ગુરુકૃપાથી તે પરમાત્માના નામનો જપ કરો. આદિ-અનાદિ પરમાત્મા સત્ય છે. સૃષ્ટિના આરંભ પહેલાં પણ તે સત્ય હતા. આજે પણ સત્ય છે. અને તે નાનક, ભવિષ્યમાં પણ તે સત્ય છે. તે ભૂતકાળમાં, વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં ત્રણે કાળમાં સત્ય છે. થાપિયા ન ભઈ કીતા ન હોઈ, આપે આપ નિરંજન સોઈ, જિનિ સેવઆ તિનિ પાઈએ માનુ, નાનક ગાવી ગુણનિધાનુ.” સાહેબ-પરમાત્મા કોઈથી સ્થાપ્યા સ્થપાય નહીં, કેઈથી ઘડયા ઘડાય નહિ. નવાં નવાં મંદિર બંધાવાથી, નવાં નવાં નામવાળા ભગવાનની મૂર્તિઓ ઘડાવવાથી કશું નીપજતું નથી. કારણ કે, નિરંજન-નિરાકાર પરમાત્મા આપોઆપ પરિપૂર્ણ હોવાથી તેનામાં કોઈ જાતનો નવો વધારો કે ઘટાડો સંભવિત નથી. શાસ્ત્રાર્થ કે તર્ક-વિતર્ક દ્વારા પણ તેને સ્થાપિત કે વિસ્થાપિત કરી શકાતો નથી. પરમાત્માની મરજીથી જ બધું ચાલે છે. સંપૂર્ણ સ્વાર્પણની ભાવના અને સાચી સેવા કરનારને ભગવાનના દરબારમાં સાચું સન્માન મળે છે. માટે હે નાનક, સર્વ શુભ ગુણોના નિધિ-ભંડાર ભગવાનની સ્તુતિ કરો. નરસિહ મહેતા કહે છે, “અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ.” ઈસ્લામ કહે છે, -- “અલા હો અકબર” વેદાંત કહે છે – એકેડહં બહુ સ્યામ.” સીધી સાદી વાત પરમાત્માની, પરમાત્માને પામવાની વાત પડી મૂકીને પાણી વલોવવાનો વ્યર્થ વ્યાયામ કરવાથી શો ફાયદો? અખો કહે છે, “ઝગડો ભાગી કોઈ ના મૂઓ.” Page #392 -------------------------------------------------------------------------- ________________ ગુરુ નાનકની વાણી ૩૭૫ આતમ ચીન્યા વિના રે, ભ્રમણા ભાગ્યા વિના રે લખ-ચોરાશી નહીં મટે રે.' જિતુ સેવિએ સુખ પાઈઐ, સો સાહિબુ સદા સમાલીએ. જિંતુ કીતા પાઈએ આપણા, સા બલ બુરી કિઉ ઘાલીઐ. જે સ્વામીને સેવવાથી સુખ મળે છે, તે સ્વામીને સદા યાદ કરો. આપણે કરેલાંનું ફળ આપણે જ ભોગવવાનું હોય, નો પછી બૂરાં કામ શા માટે કરવાં? બિલકુલ સાચો રાહ બતાવ્યો છે. સરળ અને સ્પષ્ટ વાણી. ‘વાવો તેવું લણો.’ કરો તેવું પામો. દરસન ભેખ કરહુ જોગિંદા, મુંદ્રા ઝોલી કથા; બારહ અંતિર એકુ સરેવહુ, ખટ દરસન ઇંક પથા. ઈન વિધિ મનુ સમઝાઈએ પુરખા, બડ ચોટ ન ખાઈએ; નાનક બોૌ ગુરુમુખિ બૂઝૈ જોગ-જુતિ ઈવ પાઈએ. માત્ર ભગવો વેશ ધારણ કરવો, કાનમાં મોટી કડી નંખાવવી, ભિક્ષા માગી ખાવા ઝોળી, અને કથા-ગોદડી રાખ્યાં એટલે ભગવાનનાં દર્શન કરવા નીકળી પડયા એમ ન માનવું. તે માટેનો સાચો માર્ગ જાણવો. અને તે પ્રમાણે આચરણ કરવું એ સાચો માર્ગ છે. અંદર અને બહાર એક પરમાત્માનું ધ્યાન ધરવું, એટલામાં બારેય યોગપંથોનું રહસ્ય અને છએ દર્શનશાસ્ત્રોનો સાર આવી ગયો. (બાર પંથ અને છ શાસ્ત્ર સમજયા વગરનાને માટે મતમતાંતર અને વાદ-વિવાદનાં અને ઝગડા ઊભાં કરતારાં જ બની રહે.) Page #393 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક એ પ્રમાણે હે પુરુષે, મનને સમજાવો, તો ફરી સંસારરૂપી ચોટ ન લાગે. નાનક કહે છે, હે યોગીન્દ્ર, સાચા ગુરુને સેવનારા સાચું જ્ઞાન પામી શકે, અને સાચો યોગ સાધવાથી મુક્તિ પણ મેળવી શકે. ભાગ-૨ સૂક્તિ-સંગ્રહ દુમતિ બાધા સરપનિ સાધા, મનુમુખિ ખોઈ ગુરુમુખિ લાધા; સતિગુરુ મિલૈ અધેરા જાઈ, નાનક હઉમૈ મૈટિ સમાઈ. દુર્મતિથી જીવાત્મા બંધનમાં પડે છે, અને માયારૂપી સાપણ તેને ડસે છે – કરડે છે. મનમોજી થવાથી બાજી ખુએ છે; અને ગુરુનું શરણ લેવાથી લાભ ખાટી જાય છે – લાભ મેળવે છે. સદૂગુરુ મળે તો અંધારું જાય અને અહં-મમ ટાળીને પરમાત્મામાં સમાઈ જાય. (સદ્ગુરુ એટલે સત્યપથ-પ્રદર્શક) “અકથ કથા લે રહઉ નિરાલા; નાનક જુગ જુગ ગુર ગોપાલા.” અકથ – અવર્ણનીય પરમાત્માના ગુણ ગાઈને (જગતનાં પ્રલોભનોથી) નિરાલો બની શક્યો છું. ખરે જ પરમાત્માસ્વરૂપ ગુરુ યુગોથી માર્ગદર્શક બનતા આવ્યા છે. એકુ સબદુ જિતુ કથા વિચારી; ગુરુમુખિ હઉર્મ અગનિ નિવારી. સદ્ગુરુએ આપેલા નામનું રટણ કર્યા કરનાર શિષ્ય અહંરૂપી અગ્નિ બુઝાવી ભવજળ પાર કરી શકે. નામ એટલે ઘટઘટ બિરાજતા પરમાત્માનો નાદ, કાર રૂપી નાદ. Page #394 -------------------------------------------------------------------------- ________________ ગુરુ નાનકની વાણી ભાગ – ૨ સતિ સંગ્રહ ૧. ભગવાનના નામમાં રત થઈએ તો અહંભાવ દર થાય, અને સત્ય-પરમાત્મામાં લવલીન થવાય. ૨. ભગવાનના નામમાં રત થનાર ત્રણે ભુવનની સૂઝબૂઝ પ્રાપ્ત કરે. નામમાં રત થનારો મુક્ત થઈને સદા સુખી થાય. ૩. જેઓ સત્ય-પરમાત્માને હૃદયમાં ધારણ કરી રાખે છે, તેઓ સૌથી મોટા બગભાગી છે. ૪. જેને કેઈ વર્ણ નથી, કોઈ ચિહ્ન નથી, તથા જે ભ્રમ રૂપી પણ નથી, એવા પરમાત્માને ગુરુ પાસેથી પામેલા નામ વડે પામી શકાય. પ. નાનક સાચું કહે છે કે, સત્ય-પરમાત્માના રંગમાં જે એક વાર રંગાયો, તેનો તે રંગ કદી ઊતરે નહિ. ૬. એ સત્ય-પરમાત્માને પામ્યા વિના કોઈ મુક્ત થઈ શકતો નથી. નાનક કહે છે કે, એ કહાણી અકથ્ય છે. નાનકની વાણી સંતની, ભક્તની, દાર્શનિકની, ક્રાંતિકારીની, સમાજ સુધારકની, ધર્મપ્રવર્તકની છે. અને વ્યક્તિનું અને સમષ્ટિનું હિત કરનારી છે. નામ તેરા હે સાચા સોઈ મેં મનિ ભાણા; દૂખ ગઈઆ સખુ આઈ સમાણા.” હે પરમાત્મા, તમારું નામ જ સાચું છે, મારા મનને તે ભાવે છે. તેના વડે મારું દુ:ખ દૂર થઈ ગયું. અને સુખ આવીને (મારામાં) સમાયું. - “ફૂટી આંડા ભરમકા મનહુ ભઇઓ પરગાસ; કાટી બેડી પગહ તે ગુર કીનો બંધી ખલાસ.” Page #395 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક ભ્રમનું કેટલું કુટી ગયું, અને મનમાં પ્રકાશ થયો! ગુરુએ પગમાંથી બેડી તોડી નાખી, અને મને બંદીને મુક્ત કર્યો ! ગોપાળદાસભાઈએ નાનકની વાણીમાં જ “જપ-માળા”, ગુરુ નાનકનાં ત્રણ ભક્તિ-પદો” અને “પંજથી પુસ્તકો સંપાદિત કર્યા છે. તે નાનકની વાણીનો લહાવો લેવા માટે વાંચવાનું ચૂકવા જેવું નથી. આ ઉપરાંત મગનભાઈ દેસાઈ સંપાદિત “સુખમનિ” અને “જપજી” પણ વાંચવાનું આવશ્યક છે. આ બધાં પુસ્તકોનું વાચન-મનન શીખધર્મનો રસાસ્વાદ અને શીખધર્મનો પરિચય કરાવી એ પ્રાણવાન ધર્મમાંથી પ્રેરણા અને બળ તેમ જ તુષ્ટિ-પુષ્ટિ મેળવી આપી ઈશ્વરી કૃપાપ્રસાદનો અનુભવ કરાવે છે. આ લહાવો લઈએ અને ધન્ય બનીએ. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલના ધર્મ-સાહિત્ય પર ગાંધીજી, સરદારસાહેબ અને કાકાસાહેબ ખુશખુશાલ હતા. આ બંને પુણ્યાત્માઓને મારી નમ્ર અંજલિ આપી પરમ તૃપ્તિ અનુભવું છું. ગાંધી ઘર, દેથલી પરષદરાય દિ. શાસ્ત્રી તા. ૧૪-૧-૨૦૦૪ Page #396 -------------------------------------------------------------------------- ________________ હદય, પટેલ બિલ્ડિઝ વિદ્યાપીઠના પુનર્ગઠન અંગે મ્યુ. સ્નાનાગારની બાજુમાં ગોપાળદાસનો પત્ર અમદાવાદ-૧૪ મુ0 ધીરુભાઈ, તા. ૧૧-૧૦-૧૯૭પ હું સત્ય કે નમ્રતા - કશાનો દાવો કરતા નથી આપ ગઈ કાલે, તા. ૧૮-૧૦-'૩૫ના સ્થાપના દિને વિદ્યાપીઠનું પુનર્ગઠન કઈ રીતે શક્ય છે તેને વિચાર કરવા મળનારી સભામાં ભાગ લેવાનું નિમંત્રણ આપવા જાતે આવ્યા હતા. તથા સાથે એવી પ્રેમભરી ચેતવણી આપતા ગયા હતા કે, જો હું તે દિવસે નહીં આવું તે આપ ગાડી લઈને જાતે તેડવા આવશો એ પરિસ્થિતિ ઊભી થાય તેની કલ્પનાચિત્રથી જ મને એવી મૂંઝવણ થઈ આવી કે, આ પત્ર લખીને, મારી મૂંઝવણ દૂર કરવા પ્રયતન કરું છું. ટૂંકમાં જણાવું તે – ૧. વિદ્યાપીઠ સંસ્થા બંડખોર સંસ્થા તરીકે જન્મી છે – બ્રિટિશ સરકારના સ્થાપિત હિત સામે, સાચી રાષ્ટ્રીય કેળવણીની ક્રાંતિ લાવવાના હેતુથી તેને જન્મ થયો હતો, અને આઝાદી બાદ પણ સરકારી તંત્રથી મુક્ત પણે કેળવણીની રાષ્ટ્રીયતા જાળવવાના હેતુથી તેને ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેવી સંસ્થાનું પુનર્ગઠન બીજી સરકારી યુનિવર્સિટીની રીતે ન થઈ શકે. એ મંત્રો કેળવણીમાં કશો સુધારો કરી શકતાં નથી, એ તેની સાબિતી છે. વિદ્યાપીઠ જેવી સંસ્થામાં પુનરુદ્ધાર બંડખાર રીતે – ક્રાંતિની રીતે જ થઈ શકે. શ્રી. મોરારજી વગેરે જે વિદ્યાપીઠને ગાંધીજીથી જુદા માર્ગે ઘસડી ગયા, તેઓને હઠાવવાનું સૂત્રો લઈને જે આવે, તે જ વિદ્યાપીઠનો માર્ગ બદલી શકે. શ્રી. મેરારજીએ તેથી જ અમુક ટોળકીને હાથમાં લઈ, વિદ્યાપીઠને ગાંધીજીની રીતે ચલાવનારા સેવકોની હત્યા કરીને, પિતાના માણસો ગોઠવી દીધા. શ્રી. મોરારજી, શ્રી. રામલાલ, શ્રી. વિનોદ ત્રિપાઠી અને બીજાઓ, જેઓને કેળવણી (અને તેમાંય રાષ્ટ્રીય કેળવણીની સાથે સહેજ પણ સ્નાનસૂતક નથી. તેવાઓને પહેલે તડાકે વિદ્યાપીઠમાંથી હાંકી કાઢવા ૨૭૯ Page #397 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક કાર્યક્રમ લઈને જ જે માણસ આવે, તે જ વિદ્યાપીઠની બાબતમાં કાંઈ કરી શકે. આ પરિસ્થિતિમાં, શ્રી. રવિશંકર મહારાજ, કે જેમને નિમિત્તે, અને તેમની મદદથી શ્રી. મેરારજી શ્રી. મગનભાઈ જેવાઓને વિદ્યાપીઠમાંથી કાઢી શક્યા હતા, તેમની છત્રછાયા નીચે વિદ્યાપીઠના પુનરુદ્ધારનું નાટક ચાલે, તેમાં હાજરી આપવી એ હું મારી જાત સાથે છેતરામણી રમ્યો એમ હું માનું. ૨. આપ તે સદૂભાવથી મને નિમંત્રણ આપવા આવ્યા હતા, તેને પાછું ઠેલવું એ મને અપરાધ જેવું લાગે. છતાં હું હાલના સંજોગોમાં શાથી વિદ્યાપીઠને કશો સહકાર નથી આપી શકતા તે મારે સ્પષ્ટ કહી બતાવવું જોઈએ. આપ વિદ્યાપીઠમાં આવ્યા ત્યારે મારી માતૃસંસ્થા જે છ માણસની સંગલમાંથી છૂટે એવી પ્રાર્થના હું કર્યા કરતો હતો. તેમાંથી (ાણને તો ભગવાને પોતાની પાસે બેલાવી લીધા, અને એકને માતા ઈંદિરાજીએ !) એક વધુ ઓછો થયો એમ મેં માનેલું. અને તેથી દ્રૌપદીને કૌરવોના હાથમાંથી છુટકારો થયો એમ માની મેં આનંદ અને આભાર વ્યક્ત કરેલ. પરંતુ પછીની ઘટનાઓ ઉપરથી મને લાગે છે કે, એ બધો મારો ભ્રમ હતું. અને અત્યારના આ વિદ્યાપીઠને મિટાવવાની મારી જેહાદ માટે પ્રભુપ્રાર્થનાની રીતે ચાલુ રાખવી ઘટે એમ જ મને લાગતું ગયું છે. એટલે ૧૮ મી ઑકટોબરના એ દિવસ તે મારે મારી માતૃ-સંસ્થાના દુશ્મનના હાથમાંથી મારી માતૃસંસ્થા છૂટે – એવી પ્રાર્થના કરવાને દિવસ હશે. તેના પુનરુદ્ધારની ચર્ચા કરનારાઓ સાથે વાતમાં વાત અને હાથમાં હાથ મિલાવવાને નહિ. ૩. એક બાજુ વિદ્યાપીઠને પાછી ગાંધીજીને માર્ગે કેવી રીતે લઈ જવાની વિચારણા કરવા આપ ચર્ચાપરિષદ બોલાવે છે, અને બીજી બાજુ એ વિદ્યાપીઠના મુખ્ય સેવકોની ભરતી ચાલુ યુનિવર્સિટીઓની રીતે જ કરવામાં આવે છે, એ અવળે રાહ નથી? વિદ્યાપીઠની પરંપરાથી બિલકુલ અસ્પષ્ટ એવા માણસેના હાથમાં બધો કારોબાર સોંપ, અને પછી તેઓ આખું તંત્ર જનારાહે લઈ જાય એવી આશા રાખવી, એ ખરેખર હાસ્યાસ્પદ લાગે છે. પરંતુ એ બધું તો આપને જેમ ઠીક લાગે તેમ કરવાની સ્વતંત્રતા છે, તેમ મને પણ મારી રીતે વિચારવાની સ્વતંત્રતા છે. આપને સદૂભાવ નજરે નિહાળ્યો ન હોત, તે આ કાગળ વિદ્યાપીઠના અત્યારના કોઈ Page #398 -------------------------------------------------------------------------- ________________ હું સત્ય કે નમ્રતાનો – કશાને દાવે કરતો નથી ૩૮૨ કર્મચારીને લખવાની વિડંબનામાં પણ ઊતરવું મારે માટે આવશ્યક બન્યું ન હોત, સત્ય પોતાને જેટલું સમજાય તેને આગ્રહ જ ન રખાય એ કેમ બને? સત્ય હમેશાં બહાર – આજુબાજ વિરોધ જ ઊભું કરતું આવે છે. ઈશુ ખ્રિસ્તે કહ્યું છે તેમ, પિતા પુત્ર સાથે, પત્ની પતિ સાથે ! પરંતુ આજના જમાનામાં એવા આગ્રહને જક અને અહં માનવામાં આવે છે, અને કોઈ પણ જાતને આગ્રહ ન રાખો એને નમ્રતા માનવામાં આવે છે. જેમકે, ગુજરાત યુનિવર્સિટીના અત્યારના વાઇસ-ચાન્સેલર શ્રી. મગનભાઈને જક્કી તથા પાટીદારશાહી રીતે પૂંછડું પકડી રાખનારા માને છે. તેમની નમ્રતા અને બધા સાથે “સુમેળ’ સાધવાની કુશળતા તેમને મુબારક! શ્રી મગનભાઈ દેસાઈ વિદ્યાપીઠની બાબતમાં સત્યને આગ્રહ રાખવા જતાં માર્યા ગયા, – તેમના શબ્દોમાં કહું તે, વિદ્યાપીઠ ઉપર જે ઘા થયો તેની લાહ્યથી સળગી ગયા. મારા જેવા અલ્પ માણસે તે તેમની હત્યાનું વેર લેવાનું જ ઈચ્છયા કરે એમાં શી નવાઈ? હું સત્ય કે નમ્રતા - કશાનો દાવો કરતું નથી – કરવા માગતા નથી. હું દુશ્મનને દુશ્મન જ ગણું છું – ખાસ કરીને મારી માતૃસંસ્થા વિદ્યાપીઠના દુશમને હું કદી ભૂલી શકતો નથી – ભૂલી શકવાનો નથી. દેશમાં ગાંધીજીને રાહ છોડ્યાથી જે ક્રાંતિ આવશ્યક બની છે, તેવી જ વિદ્યાપીઠ માટે પણ આવશ્યક બની છે તે એવી બંડખોર પાટીંના સભ્યો જ મારા મિત્રો – મારા સાથીઓ હશે. એમની સાથે જ મારે બેસવાપડ્યું કે ઊભવાપણું હેય. આપને ક્ષમાપ્રાર્થો ગોપાળદાસ જીવાભાઈ પટેલ Page #399 -------------------------------------------------------------------------- ________________ શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. નારાયણ દેસાઈ અને ડે. પ્રફુલ્લચંદ્ર ઘોષને કેટી કોટી વંદન ! ગાંધીજીએ દેશને અને જગતને આપેલ “સત્યાગ્રહ શસ્ત્રની અણમોલ ભેટ વિષેના શ્રી. મગનભાઈ દેસાઈના “સત્યાગ્રહની મીમાંસા' પુસ્તક ગાંધીજીની જીવનસાધના અને કાર્યપ્રણાલીના અઠંગ અભ્યાસી અને જાણકાર તરીકે શ્રી. મગનભાઈ દેસાઈની સૌને ઓળખ કરાવી છે. ગાંધીજીએ પિતે એ પુસ્તક માટે તેમને સ્વહસ્તે ગૂજરાત વિદ્યાપીઠની “પારંગત' પદવી અર્પી હતી. આજે હજુ ગાંધીજીનું નામ વાપર્યા સિવાય કોઈનું કામ આગળ ચાલતું નથી. અને દરેક જણ પોતાની કોઈ પણ ઢબ કે વિચાર આગળ કરતાં પહેલાં ગાંધીજીના વિચાર કે લખાણમાંથી પ્રમાણ કે સમર્થન શોધવા પ્રયત્ન કરે છે. આજે ગાંધીજીનાં મંતવ્યને કડીબદ્ધ રીતે જવાબદારીપૂર્વક રજૂ કરવાં, એ અતિ આવશ્યક છે. અને એ કામ માટે “સત્યાગ્રહ' સાપ્તાહિક, “હરિજન” પત્રોના વિદ્વાન મંત્રી શ્રી. મગનભાઈ દેસાઈ જેવા અધિકારી પુરૂ કર્યું છે. તેની કિંમત રૂપિયા ૬-૦૦ છે. કહે છે કે, ઇતિહાસનો કાંટો ફેરવ્યો ફેરવી શકાતો નથી. પણ ગાંધીજી અર્થકારણ અને રાજકારણ એ બંને મહત્ત્વની બાબતમાં ઇતિહાસના અંધ કાંટાને ફેરવી શકયા હતા. અર્થકારણમાં આધુનિક વિજ્ઞાન તથા યંત્રવિદ્યાથી વિમૂઢ બન્યા વિના રેંટિયો, ગ્રામોદ્યોગ, હસ્ત-ઉદ્યોગ – એ બાબતોને આગળ કરીને; અને રાજકારણમાં શસ્ત્રબળ તથા અસત્યમય કુટિલતાથી વિપરિત અહિસા – સત્યાગ્રહ– આત્મશુદ્ધિ એવાં સાધને પરદેશી રાજસત્તા સામે વાપરીને કારગત કરી બતાવીને. અલબત્ત, પંડિત નહેરુએ, એથી ઊલટી એવી આધુનિક યંત્રોદ્યોગી, વિજ્ઞાનમુખી, સમાજવાદી ઢબને આગળ કરવા પ્રયત્ન કર્યો. લોકો એનાં સારાનરસાં પરિણામ પાંચ દાયકાથી નજરે જોઈ શકયા છે. એ બધાથી શિક્ષણ, બેકારી, સ્વાવલંબન, પરદેશ સાથે મૈત્રી, વગેરે પ્રશ્નો બાબતેમાં દેશને કશે શુક્રવાર” તે ન વળ્યો, પણ ઊલટું પરદેશી મદદ, દેવું અને ભારે કરવેરાથી Page #400 -------------------------------------------------------------------------- ________________ કેટી કેટી વંદન! ઊભી કરેલી સંપત્તિ દ્વારા દેશના બધા વર્ગો અને એકમોમાં વિખવાદ, અક્ય, પગુપણું, હતાશા, લાંચરુશવત અને ભ્રષ્ટતાનાં મૂળ નંખાઈ ગયાં. આવે ટાંકણે ગાંધીજીની રીતિનીતિ, તેમના જીવનમાર્ગ અને તેમની જીવનસાધનાના નિરૂપણ દ્વારા કડીબદ્ધ રજૂ કરી આપવી, એ દેશના પુનરુથાનના કાર્યમાં એક આવશ્યક વસ્તુ ગણાય. તેટલા માત્ર આ પુસ્તક એક ઐતિહાસિક સીમાસ્તંભ બની રહેશે. ગાંધીજીની જીવન-સાધના એટલે જૂના અર્થમાં વૈયક્તિક માસ માટેની સાધના એ અર્થ સમજવાને નથી. ગાંધીજીના જીવનમાર્ગમાં રાજકારણ, અર્થકારણ, સમાજધર્મ, ધર્મશાસ્ત્ર, અને તત્વજ્ઞાન – એ બધાને પૂરેપૂરે સમાવેશ થાય છે. તેમનો સાધનામાર્ગ સ્વધર્મ – સ્વકર્મને આગળ કરીને ચાલતે હતા. અને તેથી એ ‘મહાત્મા’ કહેવાયા છતાં “રાષ્ટ્રપિતા' પણ બન્યા હતા. ગાંધીજીએ રાજકારણ, અર્થકારણ, મોક્ષકારણ – એ બધામાં શો ફાળે આપ્યો છે, એ રજૂ કરવાની સાથે સાથે, ગાંધીજીએ એ અંગે કયા કયા વિરોધી ભાવો કે વાદોને પડકાર્યા છે, તે વિષે પણ શ્રી. મગનભાઈ દેસાઈએ થોચિત રજૂઆત કરીને, વાચકને, એ બધા અંગે સહેજે ગફલતમાં પડી જવાને ભય ટાળે છે. એક જ દાખલો લઈએ. ગાંધીજી અહિંસક પ્રતીકારમાં માનતા અર્થાતુ તેમણે યુદ્ધના નૈતિક અવેજ' રૂપે સત્યાગ્રહ-શસ્ત્રને રજૂ કર્યું, તથા વાપરી બતાવ્યું. પરંતુ એ વસ્તુને પશ્ચિમી શાંતિવાદીઓના યુદ્ધનિષેધ સાથે કશી જ લેવાદેવા ન હોઈ, તે અંગે તલસ્પર્શી ચર્ચા આ પુસ્તકમાં આવે છે. તે જ રીતે અર્થકારણમાં અપરિગ્રહ-અસ્તેય-ટ્રસ્ટીશિપ-સ્વદેશીધર્મ-જાતમહેનત-સર્વોદય એ ભાવોને આવરતી તેમની જીવન ફિલસૂફીને સામ્યવાદીઓની પદ્ધતિથી જુદી પાડતાં “સામ્યયોગ' શબ્દથી ઓળખાવી છે. ગાંધીજીની અર્થનીતિની એ ચર્ચાનાં પાનાં કઈ પણ યુનિવર્સિટીના ડૉકટરેટ-પદ માટેના મહાનિબંધ કરતાંય વધુ ઝીણવટ દાખવવા છતાં, લોકસુલભ શૈલી તથા સરળ ભાષામાં રજૂ થયાં છે. સેવા અને સંન્યાસ એ પ્રકરણોમાં પ્રાચીન હિંદુ વર્ણાશ્રમધર્મને ગાંધીજીએ કેવો નવો સંસ્કાર કર્યો અને છતાં કઈ બાબતમાં તેમની વિશેષતા છે – એ ચર્ચા લગભગ ગીતાની પરિભાષામાં ૨જ થઈ છે. ગાંધીજીએ કેટલાક જાણીતાં કંટ્રોનો સમન્વય અદભુત રીતે સાધે છે. એ એમનું અને ખાપણે શ્રી મગનભાઈ દેસાઈએ વિશદ કરી આપ્યું છે. Page #401 -------------------------------------------------------------------------- ________________ એક ઝલક જેમ કે, સમાજ-વ્યક્તિ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, ગૃહસ્થાશ્રમ સંન્યાસ, યુદ્ધશાંતિ – એ બધાં ઢંઢોનો માર્મિક સમન્વય ગંધીજીની જીવનસાધનામાં વિશિષ્ટ રીતે સધાય છે. શ્રી. મગનભાઈ દેસાઈની “સત્યાગ્રહની મીમાંસા'નું હિન્દી અને અંગ્રેજી ભાષાંતર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તથા પરિવાર સંસ્થાએ પ્રસિદ્ધ કરેલ પશ્ચિમ બંગાળના માજી મુખ્ય પ્રધાન પ્રફુલ્લચંદ્ર ઘોષનું “મહાત્મા ગાંધી” (કિ. ૨૦–૦૦) પુસ્તક પણ વાચકે જોવું જોઈએ. તથા ખંતીલા ગાંધી-સાહિત્યના અભ્યાસીએ શ્રી. નારાયણ દેસાઈને “મારું જીવન એ જ મારી વાણી” કિ. રૂ. ૧૫૦૦-૦૦ એ ગ્રંથ પણ જો જોઈએ. શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ, ડૉ. પ્રફુલ્લચંદ્ર ઘોષ અને શ્રી. નારાયણ દેસાઈને આવું સુંદર ગાંધી સાહિત્ય આપવા માટે કોટી કોટી વંદન. આ બધું સાહિત્ય એમ. જી. ) ગ્રંથાલયમાંથી શ્રી. મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ મેમોરિયલ ગ્રંથાલય વાંચવા મેળવી શકશે. તથા ચાહે તે ખરીદી પણ શકશો. સેટેલાઈટ વિસ્તારના વાચકો ગ્રંથાલયને ભરપટ્ટે ઉપયોગ કરે છે. તા. ૩૦-૧-૨૦૦૪ - કમુબહેન પુત્ર છે. પટેલ ગાંધી-નિર્વાણ દિન કેળવણીકારનું પોત અને પ્રતિભા [શ્રી. મગનભાઈ દેસાઈ અભિનંદન-ગ્રંથ) શ્રી. મગનભાઈ દેસાઈની ૬૧મી જન્મજયંતીએ (તા. ૧૧–૧૦–'૫૯) અર્પણ કરવામાં આવેલો અભિનંદન-ગ્રંથ, પહેલા ખંડમાં શ્રી મગનભાઈ દેસાઈન વ્યક્તિત્વ કયા તાણાવાણાનું વણાયેલું છે, તેને પરિચય આપતાં લખાણો છે. બીજા ખંડમાં કેળવણીકાર તરીકેની તેમની પ્રતિભા જે વિવિધ લખાણો, વ્યાખ્યાનો ઇ.રૂપે પ્રગટી છે, તેમાંથી વિભાગવાર સંપાદન કરી સામગ્રી રજૂ કરવામાં આવી છે. આપણા દેશની કેળવણીના મુખ્ય બધા સમર્થ છણાવટ આ ગ્રંથમાં એકસાથે ઉપલબ્ધ થાય છે. પૃષ્ઠ: ૪૮૪+૨૦ ચિત્રો કિ. ૧૦-૦૦ Page #402 -------------------------------------------------------------------------- ________________ HAS243 યાને દગા કિસી કા સગા નીકે સંપાદક ગોપાળદાસ પટેલ પરિવાર પ્રકાશન સહકારી મંદિર લિ. અમદાવાદ 23. કળા એટલે શું? [de What કે સૅનિશ લેખક સર્વત કૃત. નમાઝ અદાસ દેસાઈ 0 1 ) 'પાંરવાર પ્રકારની સહકારીમાર , અમ81 18-13 પરંવાર પ્રકારની | મgી મંદિરલિ. શામકાવતો. n Education International For Fre e linelibrary.one