________________
પૂજ્ય દાદાજીની મીઠી યાદો પૂજ્ય શ્રી. ગોપાળદાસ પટેલ મારા દાદા થાય. આવા દાદા કેટલાંય પુણ્યકાર્યો બાદ મેળવી શકાય. તેમના અનેક મીઠાં સ્મરણો મને યાદ આવે છે. નાનપણથી જ એમણે અમારી સાથે બહુ જ સમય પ્રેમથી ગાળ્યું છે. દાદાજી અમારી યાદોમાં હમેશાં રહેશે અને મને જરૂર ખબર છે કે એ અમારી ઉપર નજર રાખી રહ્યા છે અને અમને સાચો માર્ગ બતાવી રહ્યા છે. દાદાજીએ અમને એટલું બધું પાયાનું સાચું શિક્ષણ આપ્યું છે કે અમે હમેશાં સાચા માર્ગે જ ચાલીશું અને અમારાં બાળકોને પણ સાચો માર્ગ દેખાડીશું.
દાદાજી પાસે મેં ઘણા પાઠ લીધા છે.: ખાસ કરીને Family Values, Discipline, Organization, Motivation 24 Doing the right thing at any cost. Ha visie eíl 24913914/ દાદાજીએ ચાલુ કરેલું. મને એમના ખોળામાં બેસાડીને જુદા જુદા શબ્દો અંગ્રેજીમાં લખાવતા. અમે જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ વધારે સમય તેમની સાથે વીતાવતા ગયા. ઓશો રજનીશજીની ટેરે, ગુરબાનીની કેપે વગેરે સાંભળતા અને સંભળાવતા. હું ખાસ કરીને એમના માથા પાછળ માથું રાખીને સૂઈ જતું. જ્યારે એમને એ ખબર પડે કે હું સૂતેલ છું ત્યારે માથાને રૂમાલ કાઢી જોરથી મને ઉઠાડતા. સંસ્કૃત પણ બરાબર શીખવાડતા. હર્ષ એમને વધારે વહાલો હતે. પણ જ્યારે એ મને મારતો ત્યારે હું જાણી જઈને દાદાજી પાસે દોડી જતો અને દાદાજી હર્ષને ઘણું વઢતા. પણ પછી હું જયારે એમના ઓરડામાંથી બહાર આવતે, ત્યારે મને વધારે માર પડ.
દાદાજી ગાંધીજીની ખૂબ વાત કરતા. જુદા જુદા વખતે એમણે જે સ્વરાજની લડતમાં સમય ગાળેલો તેની વાતો કરતા. હજુ પણ હું “ગાંધી” ફિલમ ખૂબ જેતે રહું છું અને દાદાજીને ખૂબ યાદ કરું છું...
નાનપણથી જ મેં પપ્પાજી અને મમ્મીને દાદાજીની સેવા કરતા જોયા હતા. મમ્મી માથે ઓઢીને દાદાજીના ઓરડામાં આવતાં અને આખા દિવસના થાકેલા પપ્પાજી ઑફિસેથી ઘેર આવીને પહેલાં દાદાજીની ખબર પૂછતા અને આખા દિવસની વાત કરતા. દિવસ અને રાત એમની સેવા કરતા. મને ખાસ યાદ છે કે એક રાતે પપ્પાજી અઢાર વાર સેવા કરવા ઊઠયા હતા. આ જોઈને મેં સંકલ્પ કર્યો કે દાદાજીની હું પણ એટલી જ સેવા કરું.
ર૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org