________________
પૂજ્ય દાદાજીની મીઠી યાદો
૨૭૧ અમે જેમ જેમ મોટા થતા ગયા, તેમ તેમ વધારે અને વધારે તેમની સેવા કરવાને કે મળ ગયો. પપ્પા પાસેથી બધી જ જવાબદારી હર્ષ પાસે ગઈ અને હર્ષ પાસેથી બધી મારી પાસે આવી.
હું એ વખતે સ્કૂલમાં હતા અને દાદાજીની સેવા કરવાની ખૂબ મજા આવતી. રમવાના સમયે પડખું ફેરવવું પડે પતંગ ઉડાવવાના સમયે એમને એનીમા આપવું પડે વગેરે. દાદાજીને દરેક રાતના પાંચ કે છ વાર પડખું બદલાવવું પડતું. મારે ખાટલે દાદાજીની રૂમમાં જ રહેતે. શરૂ શરૂમાં આખા દિવસને થાકેલે હું દાદાજીનો અવાજ સાંભળતો પણ ઊઠતો નહીં. છેવટે દાદાજી પપ્પાજીને ઉઠાડતા. થોડા દિવસ પછી અમે નક્કી કર્યું કે દાદાજીને ખાટલે એક દોરી બાંધવી અને બીજો છેડે મારા હાથને બાંધવા. એટલે રોજ રાતના જયારે તેમને મારી જરૂર પડતી, ત્યારે એ દેરી ખેંચતા અને હું ઊઠતે. ઘણી વખત એટલું જોરથી ખેંચતા કે હું ખાટલા પરથી પડી જતો. આવું ઘણા મહિના ચાલ્યું. દાદાજીને રોજ ૧૧ અને ૧ ની વચ્ચે એનીમાં અપાતે. એમને સેવક રાજુ રોજ આવતો પણ મને એ ગમતું નહિ. એ બરાબર કામ કરતે નહિ. એટલે જ્યારે મને મોકે મળ ત્યારે હું જ દાદાજીને એનીમા આપતે. ઘણી વખતે ચાલુ કૉલેજે મને બોલાવવામાં આવતો જો રાજ ન આવ્યો હોય તો. ઘણી વખત ચાલુ ક્રિકેટ મેચે હું ઘેર. આવી, એનીમા આપને અને પાછો જઈને મેચ રમતો. ઘણા દોસ્ત મને આ વિષે પૂછતા પણ એમને કયારેય ખબર પડતી નહીં કારણકે આ કામ કરવાની મને ઘણી ખુશી હતી.
ઘણી વખત મને આવી રીતે આવતાં ગુસ્સો આવતે કારણ હર્ષ ઘેર હોવા છતાં દાદાજી મને જ બોલાવતા હતા. કારણકે આવા કામમાં હર્ષને હાથ ન બગાડાય. He was special. મને સૌથી વધારે ગુસ્સે ત્યારે આવતે જયારે હર્ષ ઘેરથી મને ક્રિકેટના મેદાન પર બોલાવવા આવતો. મને કારણ કહેતે નહિ પણ મોટરસાઈકલ લઈને મને લેવા આવતો અને કંઈ પણ કારણ આપીને લઈ જતો –- ઘેર જઈને ખબર પડતી કે દાદાજીને એની મા આપવાનો છે. હકીકતમાં હર્ષ અને મેં ક્યારેય દાદાજીની સેવામાં કચાસ નહોતી રાખી. અમારા બેમાંથી એક જણ જરૂર તેમની પાસે રહેતું.
એવી જ રીતે રોજ રાત્રે સાડા અગિયાર વાગ્યે દાદાજીને સુવાડવાનું. હું કૉલેજમાં આવ્યા પછી મારે રોજ રાતના બહાર જવું પડતું. પપ્પામમ્મીને આ ખબર નથી). પણ હમેશાં કાંતો હું મોડો જતે કાંતે બધા દોસ્ત મારે ઘેર ભેગા થતા અને હું દાદાજીને સુવાડીને બહાર આવું ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org