________________
શ્રી. ગોપાળદાસ પટેલની વિવિધ સાહિત્ય સેવા
ગાંધીવાદી સ્વતંત્ર વિચારક અને રાષ્ટ્રીય કેળવણીકાર શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલે વિશ્વ-સાહિત્યની કહી શકાય એવી વિશ્વના મોટા સાહિત્ય સમ્રાટોની જાણીતી મોટી નવલકથાઓની પોતે વિચારી કાઢેલી એક ખાસ શૈલીમાં, વિસ્તૃત” અને “સચિકા' સંક્ષેપો ઢગલાબંધ બહાર પાડ્યા છે. તેમાં ચાર્લ્સ ડિકન્સની હાસ્ય કથા 'પિકવિક કલબ” (સૌ સારું જેનું છેવટ સારું), ઑલિવર વિસ્ટ એક અનાથ બાળકની કહાણી, નિકોલસ નિકબી કરણી તેવી ભરણી, ડોમ્બી એન્ડ સન – તવંગરનું સંતાન, ટૉલ્સ્ટૉય કૃત પરીકથા “ગમાર’ અને રિઝરેકશન. એચ. જી. વેલ્સ કૃત એક લઘુકથા, “આંધળાઓના દેશમાં” વગેરે મુખ્ય છે. ખેતી અંગે સર આલ્બર્ટ હાવર્ડના પુસ્તક (Soil and Health)ને આધારે “ધરતી માતા’ પુસ્તિકાનું સંપાદન કર્યું છે.
વિકટર હ્યુગોએ કહ્યું છે કે, “અજ્ઞાન અને દારિદ્ર આ પૃથ્વી પર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને.” - ૧૯૬૮માં લે-મિઝરાની કૃતાંજલિમાં શ્રી. મગનભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે –
ભાઈ ગોપાળદાસે ગુજરાતી ભાષામાં વિશ્વ-સાહિત્યનો જે અભુત ધોધ વહેવડાવ્યો છે તે માટે તેમને અને તેમની પ્રકાશક સંસ્થાને ધન્યવાદ આપું છું.”
- શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈની પ્રેરણાથી માતૃભાષા ગુજરાતીમાં શ્રી. ગોપાળદાસે વિશ્વ સાહિત્યને અદૂભુત ધોધ વહેવડાવ્યો છે. શિષ્ટ, સરળ, શુદ્ધ, માતૃભાષા ગુજરાતીમાં સુંદર છપાઈ અને સુરમ્ય ઉઠાવ (સચિત્ર) સાથે ગુજરાતની ભાવિ પેઢીને તેમણે એકલે હાથે, વિદેશી સાહિત્ય સમ્રાટોનાં ઢગલાબંધ પુસ્તક ભેટ આપ્યાં છે. લે-મિઝેરાલ્ફ (દરિદ્રનારાયણ) પહેલાં શ્રી. ગોપાળદાસે વિકટર હ્યુગેની જગ પ્રસિદ્ધ ચાર સુંદર વાર્તાઓ પ્રસિદ્ધ કરીને ગુજરાતી વાચકની કીમતી સેવા બજાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org