________________
૭
શ્રી. નેપાળદાસ પટેલની વિવિધ સાહિત્યસેવા (૧) “નાઈન્ટી શ્રી' યાને કાંતિ કે ઉત્ક્રાંતિ. (૨) “લાફિંગ મેન' યાને ઉમરાવશાહીનું પતિ અને પ્રતિભા. (૩) “ટોઈલર્સ ઓફ ધી સી' યાને પ્રેમ-બલિદાન. (૪) “હેચબેક ઑફ નેત્રદામ” યાને ધર્માધ્યક્ષ.
ચાર્લ્સ ડિકન્સનની “પિકવિક કલબમાં ૫૬ પાત્રો હેવા છતાં શ્રી. ગોપાળદાસને કારણે આ પુસ્તક નિરસ બન્યું નથી.
આપણી યુવાન પેઢીને સમૃદ્ધ કરવી હશે તે આવું સુંદર સાહિત્ય ઢગલાબંધ તેમને પીરસવું પડશે.
ગુજરાતી સાહિત્યની અણમોલ કૃતિ શ્રી સરસ્વતીચંદ્રની ટૂંકી સરળ વાર્તા રૂપે સર્જન,
સાક્ષરશ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી (ઈ.સ. ૧૮૫૫–૧૯૦૭) કુત, ચાર મોટા ભાગોમાં પ્રસિદ્ધ થયેલી, વિશ્વ-સાહિત્યમાં સ્થાન પામે તેવી મનાતી નવલકથા “સરસ્વતીચંદ્ર'ને શ્રી. ગોપાળદાસે ટૂંકી સરળ વાર્તા બનાવીને પ્રસિદ્ધ કરી – એ પ્રદાન માટે ગુજરાતી સાહિત્ય તેમનું સદા ઋણી રહેશે.
અંગ્રેજી શિક્ષણ હિંદના નવજુવાનને કેળવણી વડે કે ઘડે એનું ચિત્રા પણ અજાયે આ વાર્તા આપણને આપે છે. જીવન અને પુરુષાર્થ પરત્વે અમુક રીતનું પાંડિત્યપૂર્ણ શૈથલ્ય અને ડામાડોળ વેવલાપણું સરસ્વતીચંદ્રના પાત્રામાં જોવા મળે છે, તે તેના આ લેખકે જ્ઞાનપૂર્વક બતાવ્યું હશે કે સહેજે ઊતરી ગયું હશે, એ કહેવું અઘરું છે, પરંતુ અંગ્રેજી શિક્ષણે પેદા કરેલી આ મનોદશા એક હકીકત છે. સ્વતંત્ર હિંદમાં આ વાર્તા એટલા પૂરતી ગયા યુગની જૂની બને છે ખરી પરંતુ તેથી તેની ઉપયોગીતા કે તેનું સાહિત્ય-મૂલ્ય મટતાં નથી. એટલે વાર્તારૂપે આ ચોપડીને રસ નાનામોટા સૌને આજેય રોચક અને બોધક નીવડે છે. શીખ ધર્મના પુસ્તકને અનુવાદ અને સંતવાણુનું સંપાદનકાર્ય
પુરાતનકાળમાં પારસમણિના સ્પર્શ-સંપર્કથી લોટું પણ સોનું બનતું એમ કહેવાય છે પારસમણિ તે આજના યુગમાં કોઈએ જોયો નથી પરંતુ ગાંધીજીના સંપર્કમાં શ્રી. મગનભાઈ પ્રભુદાસ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ જીવાભાઈ પટેલ આવ્યા અને પારસમણિ બન્યા. ગાંધીજીની પ્રેરણાથી શ્રી. મગનભાઈએ “જપજી’ને અનુવાદ ૧૯૩૭ માં કર્યો અને ૧૯૩૮ માં એ૦ ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org