________________
એક ઝલક પ્રસંગોમાંથી તે જોઈ ગયા કે, એ સંજોગોમાં પાદરી જીવન તો અશક્ય છે. અને તેની સાથે તેઓ પાદરી પણાના બંધનથી મુક્ત થયા, અને જે દેશની ખ્રિસ્તના નામ પર સેવા કરવાને માટે આવ્યા હતા, એની સાચી સેવા શરૂ કરી. ધર્મપરિવર્તન કરવાને મિષે આવેલા પિતે જ ધર્મની નવી દષ્ટિ અહીંથી લાભતા ગયા!
કહેવાય છે કે, જીવનમાં સન્મિત્ર મળવા જેવું પરમ સદૂભાગ્ય ભાગ્યે જ બીજું છે. શ્રી. દીનબંધુ આ સદ્ભાગ્યના પરમ ભાગી હતા. એમના મિત્રોમાં આચાર્ય રુદ્ર, હકીમ અજમલખાન, સ્વામી શ્રદ્ધાનંદજી, અને એવાં બીજા અનેક ક્ષેત્રોમાં નામાંકિત નામો ગણાવાય એમ છે.
કવિવર રવીન્દ્રનાથ અને ગાંધીજીની એમની દસ્તી તે સૌ કોઈ જાણે છે.
અને આવા વિશાળ મિત્રમંડળની સુવાસને છાજે એવું કામ તેમણે પોતાનું કર્યું હતું. જયાં જયાં તેમણે દુ:ખ જોયું ત્યાં ત્યાં તે દોડી ગયા છે. તેમાં તેમણે ધર્મ, રાજકારણ કે વર્ણ યા જાતિની વાડ માની નથી.
તેમાંય તેમનું જ કહેવાય એવું કામ તે પરદેશવાસી હિંદીઓનું દુ:ખનિવારણ છે. ઊંડે ઊંડે તેમને લાગતું કે, આ દુ:ખ હિંદીઓને ગેરાઓની અખ્રિસ્તી રંગદ્વેષની લાગણીથી જ ખમવું પડે છે. એ અણછાજતું ધર્મલાંછન ધવા આખા જગતને એ પિતાનું પરગણું સમજી ખૂંદતા રહ્યા. અને એ કાર્યથી એમને આપણી જનતાએ “દીનબંધુ'નું વહાલસોયું ઉપનામ આપ્યું.
આવા પ્રેમાળ, દીનબંધુ આત્માનું પુણ્યશ્લોક સ્મરણ કરીએ અને એમણે જે દેશથી પર, જાતિથી પર તથા ધર્મથી પર એવી દષ્ટિથી માનવસેવા કરી, તેને પાઠ આપણે સંઘરીએ.
[એપ્રિલ, ૧૯૪૦]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org