________________
વ્યાયામ અને કવાયત વ્યાયામમંદિર
વ્યાયામમંદિર મને પસંદ છે, પણ એક પણ વ્યાયામમંદિર મુસલમાન, ખ્રિસ્તી કે હિંદુ કે કોઈ પણ જાતિના સને માટે બનાવવામાં આવે તે તેને મારા આશીર્વાદ ન હોય. પણ જે વ્યાયામમંદિર દ્વારા બધી કોમનું, બધા ધર્મનું સંગઠન હોય, જે વ્યાયામમંદિર અહિંસાધર્મનું રહસ્ય સમજવા માટે હોય, તેને માટે મારા સદાય આશીર્વાદ છે.
(મહાદેવભાઈની ડાયરી ૧૦ : ૧૧)
“જે કઈ ફાવે ત્યાં થૂકી, કચરો કે ગંદવાડ નાખી હવાને બગાડે છે તે ગુનેગાર છે? “હરિજનબંધુ' : ૧૫-૬-૧૯૪૭]
ગાંધીજી
સફાઈ– સ્વચ્છતા સફાઈ – એક મહાન રાષ્ટ્રીય કાય?
મારી મુસાફરી દરમ્યાન હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી આપણી અસ્વચ્છતા જોઈને મને જે દુ:ખ થયું છે તેનાથી વધારે દુ:ખ બીજી કોઈ વસ્તુથી થયું નથી. સુધારાઓનો અમલ કરાવવા માટે બળ વાપરવામાં હું માનતા નથી. પરંતુ આપણા કરોડો લોકોમાં ઘર કરી ગયેલી ટેવ બદલાવવામાં કેટલો સમય જશે એને હું વિચાર કરું છું ત્યારે અસ્વચ્છતા જેવી આ ખૂબ જ અગત્યની બાબતમાં ફરજ પાડવાની હદ સુધી જવા મારું મન તૈયાર છે. અનેક રોગ માટે અસ્વચ્છતાનું સીધું કારણ આપી શકાય. આ રોગો ગરીબાઈને લીધે પણ થતા નથી. સ્વચ્છતાના પાયાના સિદ્ધાંતનું ભયંકર અજ્ઞાન જ એનું એકમાત્ર કારણ છે.
ચોખ્ખાઈમાં પ્રભુનો વાસ છે. જેમ અપવિત્ર મન હોય તો ઈશ્વરના આશીર્વાદ પામીએ નહીં તેવું જ અસ્વરછ શરીરનું છે.
જે મંડળના સભ્યો ઝાડ, પાવડો અને બાલદી હાથમાં લેવામાં ગૌરવ અનુભવે એવાં શેભાનાં નહીં પણ ઉપયોગી સફાઈના મંડળો જોવાની મને કેટલી બધી હોંશ છે! આખા હિંદુસ્તાનમાં શાળા-કોલેજના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે આ એક મહાન રાષ્ટ્રીય કાર્ય છે.
| (ગા. અ. ૨૮૪૦૮-૦૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org