________________
બુદ્ધિગી શ્રી. મગનભાઈ
પિતાને પત્ર “સત્યાગ્રહ'માં પ્રસિદ્ધ કરીને શ્રી. મગનભાઈએ સાથેસાથ પિતાને નામઠામ સાથે મળેલ એક ચર્ચાપત્ર પણ છાખે; તેમાં આશ્રમના સંચાલક શ્રી. ૫૦ છો૦ પટેલને બનાવવામાં આવેલા ગેરવાજબી હુકમની પરંપરા વર્ણવી બતાવી હતી. ગુજરાત સરકારની જ મિલકત ગણાય એવી રાષ્ટ્રીય સ્મારક જેવી જગાને કબજો લેવા પોતાની જ પોલીસ ગુજરાત સરકારે શી રીતે મેકલી, અને સરકારી મિલકતનાં તાળાં તૂટતાં પોલીસ નિકિયપણે શી રીતે જોઈ રહી – એ બધી હકીકત ગુજરાત સરકાર પણ એ બાબતમાં પ્રશ્નપાત્ર રીતે સંડવાઈ હોવાનું સૂચવે છે. ગુજરાત વિધાપીઠને આશ્રમનો વહીવટ સોંપવામાં આવ્યું હતું ખરે; પણ સ્મારક સ્થાપ્યું ત્યારથી સરકાર દ્વારા નિમાયેલા સંચાલકે જ્યારે વિદ્યાપીઠના સત્તાવાળાઓએ આપવા હુકમને ગેરવાજબી ગણીને પડકાર્યા. ત્યારે સરકારે એ વસ્તુની તપાસ કરવી ઘટતી હતી; અને એ સંચાલકને પૂછવું-ગાછવું જોઈતું હતું. તેને બદલે સરકાર પોલીસ મોકલીને પોતાની મિલકતનાં, એટલું જ નહિ પણ, પિતાની મિલકત રૂપ તાળાં તોડવામાં સાક્ષી બને, એ વસ્તુની બેહુદની જ સૌ કોઈને હેરાન કરી મૂકે તેવી છે.
આ બધી કારવાઈની “શરમ” પિતાને લાગી અને તેમાં કોઈ ન કરી શક્યો એની લાચારીથી મનમાં અપાર કલેશ થાય છે' એમ જણાવી, શ્રી. મગનભાઈએ તા. ૧૩–૧–૧૯ના રોજ “સત્યાગ્રહ’ ૧૮–૧–૯ના અંકમાં પોતાનું દુ:ખ જાહેર કર્યું. પણ મગનભાઈએ કશી ઝાકઝમક વગર લખેલા “મને અપાર કલેશ થાય છે' એ શબ્દનો અર્થ તેમના દાક્તર કે વિદ્યાપીઠના કે ગુજરાત સરકારના સત્તાવાળાઓ સમજી જ ન શક્યા. તેમના એ કાગળની અવગણના જ થઈ. અને ગુજરાતી છાપાંઓએ એ આખી ઘટના ઉપર અંધારપિછોડો શ્રી. મગનભાઈના પ્રાણ ગયા ત્યાં સુધી ચાલુ જ રાખ્યો.
આધુનિક બુદ્ધિવાદ એમ દલીલ કરે છે. આવી બાબત માટે તેમને જન અર્પવા પડયા એમ કહેવું, એ કેવળ શાબ્દિક અપવ્યય ન કહેવાય? પરંતુ, શ્રી. મગનભાઈ તેમના ઈષ્ટ ગાંધીજીની જેમ સ્વદેશી ધર્મમાં માનતા હતા. પોતે જે સ્થાને હોય, અને પિતાને માથે જે નિયત કર્મ આવી પડે, તે નિષ્ઠાપૂર્વક આચરવું – એને જ તે સ્વધર્મ માનતા. ગીતાના તેમના વિવરણમાં વકર્મની વ્યાખ્યા વેળા તેમણે એને વધુ વિગતે ચહ્યું છે.
કે, એવી દલીલ કરવામાં આવે કે, એ ગીતાના જ ન્યાય સ્વકર્મ અનાસક્તિપૂર્વક આચરવું એ ઠીક ન ગણાય? એટલે ગાંધીજીએ ગીતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org