SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક સિદ્ધાંતને અનાસક્તિગ” કહીને વર્ણવ્યો એ વધુ સારું નથી? પરંતુ એ દલીલ કેવળ બુદ્ધિવાદ છે. ગાંધીજીએ જ સ્વકર્મ અનાસક્તિપૂર્વક આચરવા છતાં તેની પાછળ જ પિતાના પ્રાણ હોડમાં રહેતા મૂક્યા? સ્વકર્મ પણ ઈશ્વરે પેલી સેવાની રીતે નિષ્ઠાથી જ બજાવવાનું હોય છે – મન દઈને, પ્રાણ દઈને – અને એ રીતે બજાવેલું કર્મ જ “યોગ' કહેવાય. ગાંધીજીએ ગૂજરાત વિદ્યાપીઠ માટે બેલતાં જણાવેલું કે, મેં ઘણી સંસ્થાઓ સ્થાપી છે; પરંતુ જે એક સંસ્થા માટે હું જીવવાનું કે મરવાનું પસંદ કરું, એ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ જ છે.' શ્રી. મગનભાઈ એ શબ્દો બોલનારના જ એકનિષ્ઠ અનુયાયી હતા. તેમણે ગૂજરાત વિદ્યાપીઠ માટે પોતાના જીવનનાં સારાં વર્ષો અM, એટલું જ નહિ પણ, તે સંસ્થાના સભ્ય-સેવક તરીકે લાગેલી “શરમને કારણે પિતાના પ્રાણ પણ પાથરી દીધા. અલબત્ત, હવે તે પિતે હયાત નથી; એટલે તેમના જીવતેજીવત જે ન કરવામાં આવ્યું, તે બધું નિવેદને અને ખુલાસાઓની ભરમારથી કરવામાં આવશે. જે ગુજરાતી છાપાંઓ અત્યાર સુધી ચુપ થઈ ગયાં હતાં, તે હવે એ બધું કદાચ છાપવા પણ માંડશે. પરંતુ “સત્યાગ્રહ’ના વાચકોને સાચી હકીકતની જાણ કરવાનો ધર્મ સમજી, હું આ હકીકત યથાતથ જણાવીને, મારું શ્રી. મગનભાઈ પ્રત્યેનું કર્તવ્ય અદા કરું છું. - શ્રી. મગનભાઈ હજુ પિતાનાં કરી ગયેલાં કાર્યોથી જીવતા રહેશે, એવું મરણોત્તર કહેવાનો શિરસ્ત છે. પરંતુ, એના કરતાં એટલું જ કહીએ કે, સત્ય અમર છે – તેને ગૂંગળાવી શકાતું નથી – અને તે આખરે વિજયવંત નીવડશે. એ હકીકત આપણી રાષ્ટ્રીય મુદ્રામાં આપણા બંધારણના ઘડવૈયા એ અંકિત કરી છે, એની સત્યતા ઉપર શ્રદ્ધા રાખીએ. શ્રી. મગનભાઈનું બલિદાન વ્યર્થ નહિ જાય. શ્રી. મગનભાઈના હૉસ્પિટલની મરણપથારીએ છેલ્લા શબ્દો હતા – “મારી પરીક્ષા છે, હું વિજયી નીવડવાનો છું” અને આ શબ્દો તે ફાટી આંખે બે વખત બેલ્યા હતા. ત્યાર બાદ તેમની એ આંખો ઉપર હાથ મૂકીને બંધ કરી દેવામાં આવી, તે ફરી પાછી ઊઘડી જ નહિ. ૩૦મી તારીખે મગનભાઈએ વિદ્યાપીઠના ટ્રસ્ટીમંડળના સભ્યપદેથી રાજીનામું આપ્યું, તે આ અંકમાં અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. છેવટે, સાથી પત્રકારબંધુઓને એક-બે શબ્દો નમ્રપણે રજૂ કરવા રજા લઉં. છાપાંઓ એ તે રાજ્યની ચોથી “એસ્ટેટ' ગણાય છે. બીજી કશી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy