________________
એક ઝલક પણ શ્રી. મગનભાઈ પોતે પોતાના રોગને બરાબર પિછાણી શકયા હતા. ટેલિફોન ઉપર છે તેમની ખબર પૂછી ત્યારે તેમણે મને સ્પષ્ટ કહ્યું કે, દાક્તરો ભલે ગમે તે કહે, પણ વિદ્યાપીઠથી મારે છૂટું પડવાનું થાય છે તે વસ્તુની વેદના આ છે - જ્યારે પડકાર આવ્યો ત્યારે તેને રાજીનામા જેવી નિગેટિવ' રીતે ઝીલવો પડે છે, તેને આ ઘા છે. પછી તે જયારે હું તેમને મળવા દોડી ગયો, ત્યારે તેમણે એ વસ્તુ વધુ ઘેરા શબ્દોમાં - સચોટ ઉપમાથી – વર્ણવી બતાવી કે, પોતાના જીવતેજીવત, પિતાને જ હાથે, પિતાના હદયના ટુકડા કરીને હોમવા પડતા હોય, એવો ભાવ અને એવી વેદના હું અનુભવી રહ્યો છું.
એક સંબંધીને પુત્ર નજીક બેઠો હતો તે ચોધાર આંસુ સાથે અને તૂટતા હૃદયે બોલી ઊઠયો – “મગનભાઈ, હું તમને મારા “ભાઈ' (પિતા) માનું છું; વિદ્યાપીઠ જહાનમમાં જાય – તમે તેની ચિંતા છોડે – અને અમે સૌ તમારાં છો, સામું જોઈને પણ મહેરબાની કરીને વધુ જીવવા પ્રયત્ન કરો – એ ઝઘડામાં કશું વળવાનું નથી."
ત્યારે મગનભાઈ દુ:ખિત હૃદયે બોલ્યા, “તું એમ બોલી શકે છે કે, વિદ્યાપીઠ જહાનમમાં જાય... હું એમ બોલી કે માની શકતું નથી. મારી લડાઈ મેરારજી સામે છે એ હું જાણું છું. કશું વળે ન વળે તે રીતે એ બાબતમાં વિચારવાનું ન હોય.” (અલબત્ત, આ શબ્દો મારી યાદદાસ્ત પ્રમાણે છે.)
અને સાચે જ શ્રી. મગનભાઈએ એ પડકારના જવાબમાં પોતાના હદયને અગ્નિમાં બલિદાન તરીકે હોમી દીધું. દાક્તરો બ્લડ-પ્રેશરને જ માપતા રહ્યા અને તેમનું હૃદય જ કોઈ જાણે તે પહેલાં ઠેકાણે પડી ગયું.
સત્યાગ્રહના વાચકો જાણતા હશે કે, ગૂજરાત વિદ્યાપીઠના અત્યારના સત્તાવાળાઓએ કોચરબ આશ્રમના સંચાલક શ્રી. ૫૦ પટેલને પોલીસબળની મદદથી ખસેડીને આશ્રમને કબજે લીધા છે (‘સત્યાગ્રહ' તા. ૧૮-૧-૬૯; પાન ૧૩૮) અમદાવાદમાં ગુજરાતી છાપાંઓએ એ હકીકત ઉપર ન સમજી શકાય તે અંધારપિછોડાને ઢાંકપિછોડે કરી લીધા છે. શ્રી. મગનભાઈએ ગૂજરાત વિદ્યાપીઠના મહામાત્રને તા. ૬-૧-'૧૯ના રોજ લખી જણાવ્યું કે, “કોચરબ આશ્રમ ઉપર પોલીસ મોકલીને તમે કામ કરી એ. – ગાંધીની સંસ્થા તરફથી અને તેમની શતાબ્દી ચાલે છે તે જોતાં, – કેવું બેહદુ અને અણછાજતું ગણાય? આશ્રમ તે ગાંધીજીની પવિત્ર સ્મારક જગા છે.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org