________________
કેટી કેટી વંદન! ઊભી કરેલી સંપત્તિ દ્વારા દેશના બધા વર્ગો અને એકમોમાં વિખવાદ, અક્ય, પગુપણું, હતાશા, લાંચરુશવત અને ભ્રષ્ટતાનાં મૂળ નંખાઈ ગયાં.
આવે ટાંકણે ગાંધીજીની રીતિનીતિ, તેમના જીવનમાર્ગ અને તેમની જીવનસાધનાના નિરૂપણ દ્વારા કડીબદ્ધ રજૂ કરી આપવી, એ દેશના પુનરુથાનના કાર્યમાં એક આવશ્યક વસ્તુ ગણાય. તેટલા માત્ર આ પુસ્તક એક ઐતિહાસિક સીમાસ્તંભ બની રહેશે.
ગાંધીજીની જીવન-સાધના એટલે જૂના અર્થમાં વૈયક્તિક માસ માટેની સાધના એ અર્થ સમજવાને નથી. ગાંધીજીના જીવનમાર્ગમાં રાજકારણ, અર્થકારણ, સમાજધર્મ, ધર્મશાસ્ત્ર, અને તત્વજ્ઞાન – એ બધાને પૂરેપૂરે સમાવેશ થાય છે. તેમનો સાધનામાર્ગ સ્વધર્મ – સ્વકર્મને આગળ કરીને ચાલતે હતા. અને તેથી એ ‘મહાત્મા’ કહેવાયા છતાં “રાષ્ટ્રપિતા' પણ બન્યા હતા.
ગાંધીજીએ રાજકારણ, અર્થકારણ, મોક્ષકારણ – એ બધામાં શો ફાળે આપ્યો છે, એ રજૂ કરવાની સાથે સાથે, ગાંધીજીએ એ અંગે કયા કયા વિરોધી ભાવો કે વાદોને પડકાર્યા છે, તે વિષે પણ શ્રી. મગનભાઈ દેસાઈએ થોચિત રજૂઆત કરીને, વાચકને, એ બધા અંગે સહેજે ગફલતમાં પડી જવાને ભય ટાળે છે. એક જ દાખલો લઈએ. ગાંધીજી અહિંસક પ્રતીકારમાં માનતા અર્થાતુ તેમણે યુદ્ધના નૈતિક અવેજ' રૂપે સત્યાગ્રહ-શસ્ત્રને રજૂ કર્યું, તથા વાપરી બતાવ્યું. પરંતુ એ વસ્તુને પશ્ચિમી શાંતિવાદીઓના યુદ્ધનિષેધ સાથે કશી જ લેવાદેવા ન હોઈ, તે અંગે તલસ્પર્શી ચર્ચા આ પુસ્તકમાં
આવે છે.
તે જ રીતે અર્થકારણમાં અપરિગ્રહ-અસ્તેય-ટ્રસ્ટીશિપ-સ્વદેશીધર્મ-જાતમહેનત-સર્વોદય એ ભાવોને આવરતી તેમની જીવન ફિલસૂફીને સામ્યવાદીઓની પદ્ધતિથી જુદી પાડતાં “સામ્યયોગ' શબ્દથી ઓળખાવી છે. ગાંધીજીની અર્થનીતિની એ ચર્ચાનાં પાનાં કઈ પણ યુનિવર્સિટીના ડૉકટરેટ-પદ માટેના મહાનિબંધ કરતાંય વધુ ઝીણવટ દાખવવા છતાં, લોકસુલભ શૈલી તથા સરળ ભાષામાં રજૂ થયાં છે.
સેવા અને સંન્યાસ એ પ્રકરણોમાં પ્રાચીન હિંદુ વર્ણાશ્રમધર્મને ગાંધીજીએ કેવો નવો સંસ્કાર કર્યો અને છતાં કઈ બાબતમાં તેમની વિશેષતા છે – એ ચર્ચા લગભગ ગીતાની પરિભાષામાં ૨જ થઈ છે.
ગાંધીજીએ કેટલાક જાણીતાં કંટ્રોનો સમન્વય અદભુત રીતે સાધે છે. એ એમનું અને ખાપણે શ્રી મગનભાઈ દેસાઈએ વિશદ કરી આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org