________________
એક ઝલક જેમ કે, સમાજ-વ્યક્તિ, સ્ત્રી-પુરુષ, ગરીબ-તવંગર, ગૃહસ્થાશ્રમ સંન્યાસ, યુદ્ધશાંતિ – એ બધાં ઢંઢોનો માર્મિક સમન્વય ગંધીજીની જીવનસાધનામાં વિશિષ્ટ રીતે સધાય છે.
શ્રી. મગનભાઈ દેસાઈની “સત્યાગ્રહની મીમાંસા'નું હિન્દી અને અંગ્રેજી ભાષાંતર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તથા પરિવાર સંસ્થાએ પ્રસિદ્ધ કરેલ પશ્ચિમ બંગાળના માજી મુખ્ય પ્રધાન પ્રફુલ્લચંદ્ર ઘોષનું “મહાત્મા ગાંધી” (કિ. ૨૦–૦૦) પુસ્તક પણ વાચકે જોવું જોઈએ. તથા ખંતીલા ગાંધી-સાહિત્યના અભ્યાસીએ શ્રી. નારાયણ દેસાઈને “મારું જીવન એ જ મારી વાણી” કિ. રૂ. ૧૫૦૦-૦૦ એ ગ્રંથ પણ જો જોઈએ.
શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગોપાળદાસ પટેલ, ડૉ. પ્રફુલ્લચંદ્ર ઘોષ અને શ્રી. નારાયણ દેસાઈને આવું સુંદર ગાંધી સાહિત્ય આપવા માટે કોટી કોટી વંદન.
આ બધું સાહિત્ય એમ. જી. ) ગ્રંથાલયમાંથી શ્રી. મગનભાઈ દેસાઈ અને ગોપાળદાસ પટેલ મેમોરિયલ ગ્રંથાલય વાંચવા મેળવી શકશે. તથા ચાહે તે ખરીદી પણ શકશો. સેટેલાઈટ વિસ્તારના વાચકો ગ્રંથાલયને ભરપટ્ટે ઉપયોગ કરે છે. તા. ૩૦-૧-૨૦૦૪
- કમુબહેન પુત્ર છે. પટેલ ગાંધી-નિર્વાણ દિન
કેળવણીકારનું પોત અને પ્રતિભા
[શ્રી. મગનભાઈ દેસાઈ અભિનંદન-ગ્રંથ) શ્રી. મગનભાઈ દેસાઈની ૬૧મી જન્મજયંતીએ (તા. ૧૧–૧૦–'૫૯) અર્પણ કરવામાં આવેલો અભિનંદન-ગ્રંથ, પહેલા ખંડમાં શ્રી મગનભાઈ દેસાઈન વ્યક્તિત્વ કયા તાણાવાણાનું વણાયેલું છે, તેને પરિચય આપતાં લખાણો છે. બીજા ખંડમાં કેળવણીકાર તરીકેની તેમની પ્રતિભા જે વિવિધ લખાણો, વ્યાખ્યાનો ઇ.રૂપે પ્રગટી છે, તેમાંથી વિભાગવાર સંપાદન કરી સામગ્રી રજૂ કરવામાં આવી છે. આપણા દેશની કેળવણીના મુખ્ય બધા સમર્થ છણાવટ આ ગ્રંથમાં એકસાથે ઉપલબ્ધ થાય છે. પૃષ્ઠ: ૪૮૪+૨૦ ચિત્રો
કિ. ૧૦-૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org