________________
શ્રી. ગોપાળદાસ પટેલની ગ્રંથાલય-સેવા ૧૯૨૦ના અસહકારના આંદોલનમાં ગૂજરાત વિદ્યાપીઠની મહાત્મા ગાંધીએ સ્થાપના કરી. કોઈ પણ વિદ્યાપીઠને પિતાનું ગ્રંથાલય હોવું જોઈએ, એ દષ્ટિએ ૧૯૨૦થી જ વિદ્યાપીઠ ગ્રંથાલયને પ્રારંભ થયો. સાથે સાથે પુરાતત્તવ મંદિરનું ગ્રંથાલય “શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનભંડાર'ના નામથી ઓળખાયું. ૧૯૨૮માં વિદ્યાપીઠનાં ધ્યેયની રચના સાથે વિદ્યાપીઠનું ગ્રંથાલય પણ એક બન્યું અને ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલયના નામથી શરૂ થયું.
વિદ્યાપીઠની જુદી જુદી પ્રવૃત્તિઓ માટે જુદી જુદી સમિતિઓ રચાતી એમ ગ્રંથાલય સમિતિના મંત્રી તરીકે ૧૯૪૯-૫૦થી શ્રી. ગોપાળદાસ પટેલ ની માયા. તેઓ ગૂજરાત વિદ્યાપીઠના સ્નાતક તે હતા જ અને જુદા જુદા ધર્મોનાં સુંદર પુસ્તકોનું નિર્માણ પણ કર્યું હતું.
તે વખતે વિદ્યાપીઠને સમય સવારે ૮ થી ૧૦ ને બપોરે ૧૨-૩૦ થી ૫-૩૦ હતા. ૧૯૫૨ માં સ્નાતક થઈને આ ગ્રંથાલયના કૉપીરાઈટ વિભાગમાં મારી નિમણૂક થઈ. ગોપાળદાસના હાથ નીચે લગભગ ૧૦ વર્ષ કામ કરવાની તક મળી. આ સમય દરમ્યાન આચાર્ય વિનોબાજીને ગ્રંથાલય બતાવવાનું કામ મંત્રીશ્રીએ મને સેપ્યું હતું – ઠંડીના દિવસેમાં વહેલી સવારે તેઓ આવ્યા હતા. અમારા ગ્રંથપાલ શ્રી. ચુનીનાલ ૫૦ બારોટને સાંભળવાની અને બોલવાની તકલીફને કારણે મને આ લાભ મળ્યો હતો. વિનોબાજીએ બહુ રસપૂર્વક ગ્રંથાલય નિહાળ્યું હતું.
- શ્રી. ગોપાળદાસભાઈ રોજ સવારે અને સાંજે ગ્રંથાલયમાં આવતા. બધી ટપાલે બરાબર જોતા અને જરૂરી સૂચનાઓ આપના. ૧૯૩૨ ની ગેરકાયદે કોંગ્રેસના અધિવેશનમાં તેઓ ગુજરાત કોંગ્રેસ તરફથી દિલ્હી ગયેલા ને ત્યાં. અંગ્રેજ સરકારે લેાકો ઉપર ઘોડા દોડાવ્યા હતા, તેમાં ગોપાળદાસને પગે ભારે ઈજા થવાથી તેઓ નીચે બેસી શકતા નહિ, તેથી વિદ્યાપીઠમાં સૌથી પહેલાં ખુરશી-ટેબલ એમને માટે ગ્રંથાલયમાં આવ્યાં. આજે પણ વિદ્યાપીઠમાં મોટા ભાગની બેઠકો નીચે ગાદી-તક્વિાની જ છે. આ જ ભારતીય પરંપરા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org