SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક ૧૯૬ દર્શાવતા સ્પેનિશ લેખક સર્વાંતની કૃતિ ‘ડૉન કિવકસોટ'નું ગુજરાતીમાં ગાપાળદાસ દ્વારા થયેલું સંપાદન તેમની સાહિત્યરુચિની સર્વદેશિયતાને નિર્દેશ કરે છે. વિશ્વની ઉપર ઉલ્લેખિત સાહિત્ય કૃતિ અને ધર્મકથા ગેાપાળદાસના માનવજીવનનાં તમામ અંગેા અને આયામેામાં જીવંત રસ હોવાની સાક્ષી પૂરે છે. તેમની દરેક અનુવાતિ યા સંપાદિત કૃતિ વાચકના મન ઉપર તે મૌલિક કૃતિ હાવાની છાપ ઉપસ્થિત કરે છે. તેમની કૃતિએ ગુજરાતી, ભાષાને સમૃદ્ધ કરી છે. ગોપાળદાસ તેમના નિધન પહેલાં લગભગ ૨૦-૨૫ વર્ષથી લકવાના રોગથી પીડાતા હતા અને પયારીવશ રહ્યા. આ નૈસગિક ઉત્સર્ગની ઝાડાપેશાબ જેવી ક્રિયાઓ પણ પથારીમાં જ કરવી પડે તેવી તેમની શારીરિક સ્થિતિ હતી. લખવા માટે તેમને પયારીમાં જ ફુટીક વાળેલી સ્થિતિમાં લેખનકાર્ય કરવું પડતું. એમના કુટુંબીજનાના સાથ અને સહકાર – તેમને ન મળ્યો હોત તો કદાચ શારીરિક અશક્તિ છતાં મનની કાર્યક્ષમતાએ તેમને ગુજરાતી જનતાને યુરોપના સાહિત્ય સમ્રાટોની અવિસ્મરણિય કૃતિઓની નવાજેશ્ કરી છે. તે તેમના સાહિત્યપ્રેમ અને ગુજરાતની જનતા માટેની તેમની ફરજ પરસ્તીની ઘોતક છે. ગોપાળદાસે ગુજરાતે જે સાહિત્યની નવાજેશ કરી છે, તે ગુજરાતી સાહિત્યના એક અવિચ્છનીય ભાગ બની ગઈ છે અને તે ગુજરાતી ભાષા જ્યાં સુધી જાંત રહેશે ત્યાં સુધી જીવંત રહેવા સર્જાયેલી છે. - શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલની પાંચ અસ્કામતે બુદ્ધિવાદી, નિર્ભયતા, દેશદાઝ, ગાંધી-ભક્તિ અને સત્યના ઉપાસક — ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ સમર્પણ. આ ગુણ્ણાએ તેમનું સાહિત્ય અને કેળવણી જગતમાં ગાંધીજી અને કાકાસાહેબ કાલેલકર પછી તરતનું સ્થાન સ્થાપિત કરી આપ્યું. વિશ્વસાહિત્યના ધોધ વહેવડાવામાં મગનભાઈ, ગોપાળદાસ અને પુરુ છે॰ પટેલની ત્રિપુટી ઊભી થઈ. મગનભાઈ દેસાઈની ૩૦મી પુણ્યતિથિએ વિશ્વ-સાહિત્યની સુવર્ણ જયંતીને મહાત્સવ આવે છે. આ પ્રસંગે બહાર પડનાર તેમની વાડમય સેવાના ગ્રંથમાં મારી ભાવભરી અંજલિ આ ત્રિપુટીને અર્પણ કરું છું. આસમાની-સુલતાનીના ખપ્પરમાં પણ આ શુભ કાર્યને જીવતું રાખનાર સૌને વંદન. આ અનેાખા જ્ઞાનયજ્ઞમાં ભાગ લેનાર સોને ધન્યવાદ ! તા. ૧-૧૨-૨૦૦૩ અંડવાકેટ જવલ્લાલ ગીરધરલાલ શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy