SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને જાણવું હોય તે તેના પૂર્વજવન વિષે જાણવું આવશ્યક બને છે. શ્રી. ગોપાળદાસ પટેલ ખાદીનાં સફેદ ધોતી-ઝભ્ભા અને ઊંચી દીવાલવાળી ટોપી પહેરનારા એક સદ્ગૃહસ્થ હતા. ધીર-ગંભીર, એછા બાલા, બાહ્ય રીતે નાળિયેરના કોચલા જેવા કઠણ-કડક, આગ્રહી; પરંતુ અંદરથી અત્યંત જુ, સૌમ્ય પરદુ:ખે દ્રવી જનારા, ગુપ્ત રીતે મદદ કરનારા, સ્વપ્રશસ્તિના વિરોધી, અત્યંત ચાકસાઈ અને ઝીણવટવાળા, ગાંધીવિચારના સમર્થક અને નહેરુનીતિના ભારે આલેાચક, દેશદાઝ અને તે માટે ભારે આક્રોશ વ્યક્ત કરનારા તથા વેધક કલમ ચલાવનારા, નીડર પત્રકાર, ચિંતનશીલ, સ્વતંત્ર વિચારક, ગુજરાતી સાહિત્યમાં ‘વાચક’ના નામથી લખનાર, ગ્રંથસમાલેાચક, જૈન, હિંદુધર્મ, યાગ વગેરે તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને સંસ્કૃત, અંગ્રેજી ગ્રંથેાના સિદ્ધહસ્ત અગ્રગણ્ય અનુવાદકોની હરાળના સમર્થ સંપાદક વગેરે દ્વારા ગુજરાતી સાહિત્યમાં અમૂલ્ય પ્રદાન આપનારા હાવા છતાં ઓછા જાણીતા હતા. તેમણે પેાતાનાં જીવનનાં અમૂલ્ય વર્ષા ગૂજરાન વિદ્યાપીઠ માટે અષ્ટ અને એક ભક્ત તરીકે શ્રી. મગનભાઈ દેસાઈ સાથે તેમના પડછાયાની જેમ મન દઈને, પ્રાણ દઈને, સંપૂર્ણ સેવાભાવનાથી વિના વેતને, અનાસક્તભાવે, એક આત્માર્થી સાધકની અદાથી જીવન સંપન્ન કર્યું. ... તેમને જન્મ ખેડા જિલ્લાના સરદારસાહેબના ગામ કરમસદમાં ૨૮ એપ્રિલ ૧૯૦૫ના દિવસે એક મધ્યમ વર્ગના વૈષ્ણવ પાટીદાર કુટુંબમાં થયા હતા. તેમના પિતાજીનું નામ જીવાભાઈ રેવાભાઈ પટેલ અને માતૃશીનું નામ હીરાબા હતું. તથા નાનાભાઈનું નામ અંબાલાલ હતું. તે સરદારસાહેબના નજીકના કુટુંબી થતા હતા. પિતા શિક્ષિત અને પ્રતિષ્ઠિત આગેવાન હતા. શ્રી. ગેાપાળદાસ પટેલનું પ્રાથમિક શિક્ષણ કરમસદમાં અને માધ્યમિક શિક્ષણ ઉમરેઠમાં થયું હતું. તેઓ ૧૯૨૦ની આજુબાજુમાં ગાંધીજીના સ્વરાજ્યના આંદોલનથી શાળાના શિક્ષણકાળથી જ આકર્ષાયા હતા, અને દેશ-સેવાની ભાવનાથી ગાંધીવિચારે પ્રેરાઈ લડતમાં જોડાવાની ભાવનાથી ગાંધીજીએ સ્થાપેલી ‘ વિદ્યાપીઠ'માં કૉલેજ શિક્ષણમાં જોડાયા. તે સમયે વિદ્યાપીઠ એલિસબ્રિજ પાસે આગાખાન મહેલમાં ચાલતું હતું. ત્યાં ગુજરાત મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી તા. ૨૬-૧૦-૧૯૨૪માં પ્રથમ વર્ગમાં ધર્મ અને તત્ત્વજ્ઞાત * વિષયમાં સ્નાતક થયા અને ગાંધીજીના હસ્તે ૪થા પદવીદાન સમારંભ તા. ૫-૧૨-૧૯૨૫માં “આર્યવિદ્યા વિષારદ”ની પદવી પ્રાપ્ત કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy