________________
આત્માર્થી ગાપાળાસ પટેલ
૨૯
મગનભાઈ દેસાઈ છે, ” આટલી બધી એમના પ્રત્યે ભક્તિ હતી. ૧૯૬૧માં જ્યારે મુ. મગનભાઈએ મહામાત્ર ને આચાર્ય-પદેથી રાજીનામું આપ્યું, ત્યારે ઘડીનેાયે વિચાર કર્યા વગર તરત જ વિદ્યાપીઠમાંથી રાજીનામું આપનાર ગેાપાળદાસ પટેલ હતા. એમની વિદ્યાપીઠ પ્રત્યેની ભક્તિ અપાર હતી અને ગ્રંથાલય મારફતે એમણે પોતાની સેવા સંસ્થાને આપી હતી,
સેટેલાઈટ વિસ્તારમાં સુંદર ગ્રંથાલય સ્થપાય તેવી શ્રી. મગનભાઈ અને શ્રી, ગાપાળદાસની જબરી ઈચ્છા હતી. આને માટે શ્રી. પુ॰ છે પટેલને આ બંને વિદ્રાનોએ “ગ્રંથાલય” ની રૂપરેખા અને પુસ્તકો પણ ભેટ આપ્યાં હતાં. આ ગ્રંથાલય તેમની પવિત્ર સ્મૃતિમાં શરૂ પણ થયું છે. બંને વડીલેાને વંદન!
તા. ૨૩-૧૦-૨૦૦૭
આત્માર્થી ગેાપાળદાસ પટેલ
(૧) જીવન ઝરમર :
કોઈ પણ વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને એક ભાવે કે એક શબ્દથી વર્ણવવું મુશ્કેલ ભર્યું છે. શ્રી. ગેાપાળદાસ પટેલ ગાંધીવિચારથી રંગાઈ વિદ્યાપીઠમાં અભ્યાસ કરી સેવા કરી, ગૃહસ્થ ધર્મ બજાવી, સ્વામી હજુરાનંદજીની નિશ્રામાં પેાતાના જીવનને સમર્પિત કરી એક આત્માર્થી કે મુમુક્ષુ — સાધકની જેમ જીવી ગયા. આત્માર્થી એ છે જેનું જીવનલક્ષ્ય આત્મખાજ છે. જીવનનાં સર્વ કાર્યો તે આત્મખાજ માટે અર્પણ કરે છે. અધ્યાત્મ વસ્તુ એક એવી ગૂઢ, અને સૂક્ષ્મ તથા અતિ ઊંચી આંતર અવસ્થા છે; તેને લાયક બનવા માટે વ્યક્તિના મન, બુદ્ધિ-ચિત્તમાં પ્રથમ ખેડાણ, નીંદામણ વગેરે થાય તે પછી જ યાગ્ય અવસરે કોઈ સમર્થ ગુરુ-મુખ દ્વારા સાધનાનું યોગ્ય બીજનું આરોપણ થવું જોઈએ. ગુરુમુખ એટલે પૂર્ણ ગુરુ – સદ્ગુરુ જે પરમાત્મા તત્ત્વરૂપ હોય છે. સૌ સંતાએ જેની અધ્યાત્મ માર્ગમાં સૌથી વધુ અનિવાર્યતા દર્શાવેલી છે.
Jain Education International
દશરથલાલ
શ્રી. ગાપાળદાસ પટેલના જીવનના વિવિધ પ્રસંગે, વાંચન, લેખન, સંપાદન, પત્રકારત્વ વગેરે તથા વિવિધ વ્યક્તિઓના સમાગમ વગેરેને તેમના વ્યક્તિત્વ પર વિશિષ્ટ પ્રભાવ પડયો છે. અને તેમને આત્માર્થ તરફ પ્રેર્યા તે તેમના જીવનચરિત્રને જોતાં સ્પષ્ટ પ્રતિતી થયા વિના રહેતી નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org