________________
આત્માર્થી ગોપાળદાસ પટેલ
૩૦૧ ત્યારે તેમની ઉંમર ૨૦ વર્ષની હશે. તેમનાં લગ્ન ૧૯ વર્ષની વયે ૧૯૨૪ માં સેજીત્રાના ભાઈલાલભાઇ પટેલ કે જે તે વખતના ગાયકવાડ સરકારના પ્રાંત સુબા હતા – તેમની દીકરી કમળાબહેન પટેલ સાથે થયાં હતાં.
સ્નાતક થયા પછી શ્રી. ગોપાળદાસ પટેલની ગુજરાત વિદ્યાપીઠમાં એક અધ્યાપક તરીકે ૧૯૨૭-૨૮ માં નિમણુક થઈ. તથા સાથે શ્રી. નગીનદાસ પારેખ, શ્રી. ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) વગેરે એમ કુલ ચાર સ્નાતકોને પસંદ કરવામાં આવ્યા. શ્રી. ગોપાળદાસ પટેલ એક ધમાં દર્શાવે છે કે,
હું વિદ્યાપીઠમાં જોડાયો ત્યારે વિદ્યાપીઠ' પાસે આગાખાનના બંગલામાં સ્થપાયેલું હતું. તે બંગલો અસલાલીના ભુલાભાઈ પટેલે ખરીદી લીધો હતો. અને તેના પાછલા ભાગમાં એક ચાલી પણ બાંધેલી હતી. શ્રી. મગનભાઈ દેસાઈ એ ચાલીમાં રહેતા હતા. તેઓ ગાંધીજીના સાબરમતી સત્યાગ્રહાશ્રમમાં જોડાઈ ગયા ત્યારે તેઓ રહેતા હતા તે ઓરડી ભાડે રાખીને હું તેમાં રહેવા લાગ્યો.” શ્રી. ઝીણાભાઈ દેસાઈ વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે શ્રી ગોપાળદાસ સાથે જોડાયા હતા તેનો ઉલ્લેખ પોતાની આત્મકથામાં કરતાં નેધે છે, “ ભુલાભાઈની ચાલીમાં હું રહેતું હતું. ત્યાં પડોશમાં ગોપાળદાસ પટેલ પડોશમાં રહેતા હતા. તથા બહેન (ઝીણાભાઈની) પાર્વતી અને કમળાબહેન (ગોપાળદાસના પની) સવારમાં સાથે સ્નાન કરવા સાબરમતી નદીમાં જતાં.” આ સમયે મહાવિદ્યાલયમાં વર્ગો લેવા ઉપરાંત વિનયમંદિરના વર્ષો પણ લેવાનું થતું હતું. આ સમયે વિદ્યાપીઠનું મુખપત્ર – સામાયિક “પુરાતત્વ' નામે પ્રગટ થતું હતું. તેની પ્રબંધક સમિતિમાં મુનિ જિનવિજયજી, પંડિત બેચરદાસ દોશી, મૌલવી અબુ-ઝફરનદવી, અધ્યાપક હરિનારાયણ, અધ્યાપક રામનારાયણ પાઠક, રસિકલાલ છો. પરીખની સાથે અધ્યાપક ગોપાળદાસ પટેલને પણ ૧૯૨૭થી તેમાં સાંકળવામાં આવ્યા હતા.
આઝાદીની લડતને કારણે ગૂજરાત વિદ્યાપીઠ અવારનવાર જપ્ત થતી. એ સ્થિતિમાં મહાવિદ્યાલયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ પણ સત્યાગ્રહમાં અનુકુળતા અનુસાર જોડાતા અને વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લેતા. શ્રી. ગોપાળદાસ પટેલ ૧૯૩૨ માં વ્યક્તિગત સત્યાગ્રહમાં અમદાવાદની સાબરમતી જેલમાં ગયેલા. આ સમય દરમ્યાન તેઓ અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં પિતાજી સાથે રહેતા હતા. પિતાજીએ મિલોમાં ઉપયોગી સામાન – રાચ અને ફણી બનાવવાનું કારખાનું શરૂ કરેલું હતું. આ સમયમાં એક વખત સાબરમતી નદીમાં ભારે પુર આવ્યું. આથી કારખાનાને અને ઘરને ભારે નુકસાન થયું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org