SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ એક ઝલક હતું. આ પછી અમદાવાદમાં ઉસ્માનપુરાની બાજુમાં ચાંપાનેર સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેવાનું ગોઠવ્યું દેખાય છે. આગળ જોયું કે શ્રી ગોપાળદાસ પટેલ ૧૯૨૭થી વિદ્યાપીઠમાં જોડાયા ત્યારથી શ્રી. મગનભાઈ દેસાઈના સંપર્કમાં આવે છે. તે સમયે તેઓ સાબરમતી આશ્રમમાં સાયમ્ પ્રાર્થનામાં જતા અને મગનભાઈ સાથે વાતેચીત કરવાનો સંબંધ શરૂ થાય છે. આ સંબંધથી શ્રી. ગોપાળદાસ અને મગનભાઈ વચ્ચે પ્રેમને, સ્નેહનો તંતુ મજબૂતપણે બંધાય છે. ત્યારથી જ મગનભાઈ વિષે તેમના મનમાં એક વિશિષ્ટ વકીલ તરીકે આદરભાવ વિકસે છે. મગનભાઈના સંપર્કથી ગોપાળદાસના જીવનમાં સ્વામી હજુરાનંદજી સાથે સંપર્ક થાય છે. આ સમય ૧૯૩૦ની આજુબાજુનો હશે. એ પ્રસંગથી ગોપાળદાસજીના સાધક જીવન પર ભારે અસર થઈ તથા મગનભાઈ દેસાઈ સાથેનો એક ગુરુભાઈ તરીકેનો વધુ ઘનિષ્ઠ સંબંધ બંધાયો જે જીવન પર્યંત વધુને વધુ ઘેરો બનતે ગયો. મધ્ય પ્રદેશના ખાચરોદના સ્વામી ગુરુ હજુરાનંદજી શીખધર્મી હતા. અનન્ય પ્રેમને કારણે સ્વામીજી પાળદાસ પટેલના ઘેર પધાર્યા હતા. જે આ અંગેનું કોઈ સ્પષ્ટ વર્ષ નક્કી કરાતું નથી. પરંતુ ગોપાળદાસ પટેલ નોંધે છે તેમ “ખાચરોદવાળા સ્વામીજી વૈશાખ સુદ ૧૧ને સંવત ૧૯૯૬ શનિવારના દિવસે બ્રહ્મલીન થયા. એટલે આ સમય ઈ. સ. ૧૯૪૦નો થાય. શ્રી. ગેપાળદાસ પટેલ દર્શાવે છે કે તેમણે “ગ્રંથ સાહેબને ૧૯૩૩માં પધરાવ્યા છે. આ સમયે તેમનું ચાંપાનેરનું જ ઘર હતું. એટલે ૧૯૪૦ પહેલાં સ્વામીજી આ પ્રસંગે તેમના ઘરમાં ચરણ રાખ્યા હશે. જે ગ્રંથસાહેબની પધરામણીને નિમિત્તને હવા વધુ સંભવ છે. પિતાના સદુગરના જે ઘરમાં ચરણ પડ્યા તે ચાંપાનેરના ઘર વિશે તેમનું મમત્વ રહ્યું હતું. જેથી નવું ઘર સ્ટેડિયમ પાસે થતાં છોડીને રહેવા જવા માટે મન કોચવાયેલું. જૂનું ઘર ઘણા સમય સુધી કાઢયું નહીં. પાછલી જિંદગી ત્યાં રહી એકલા સાધનામાં ગાળવાની તેમની ઇચ્છા રહી હતી. ઘરમાં ગુરુની ચરણરજ પડવી તે એક ગુરુ ભક્ત માટે આજીવન સંભારણું જ નહિ પરંતુ ગૃહસ્થ જીવનમાં તેમના આશીર્વાદ અને પ્રભાવની નિરંતરતા તેમણે જે અનુભવી છે તે આત્માર્થી માટે અતિ મહત્ત્વની ઘટના છે. શ્રી. ગોપાળદાસ પટેલનું ગૃહસ્થજીવન પત્ની કમળાબહેનના સાથમાં ચાંપાનેરમાં સ્થપાઈ ગયું. તેમને જન્મ ૧૯૧૦માં સોજીત્રામાં થયો હતો. અને ગોપાળદાસ પટેલ સાથે ૧૪ વર્ષની વયે લગ્ન થયેલાં. ૧૯૨૭માં પતિ સાથે વિદ્યાપીઠમાં કૉલોનીમાં સાથે રહેવા લાગ્યાં. સ્વરાજ્યની લડતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy