________________
વિદ્યાપીઠના મહામાત્ર વિદ્યાપીઠની પ્રવૃત્તિઓને સરકારે આપેલી માન્યતા કે ગ્રાન્ટ તે કેવી રીતે
સ્વીકારી શકે, તે કેટલાકના મગજમાં ઝટ ઊતરતું નથી. ઉપરાંત, વિદ્યાપીઠ સરકારી ઓફિસરને ગ્રામોદ્યોગો શીખવવાના વર્ગો ચલાવે છે, સરકારી શાળાના શિક્ષકોને ઉદ્યોગો શીખવવાનો પ્રબંધ વિદ્યાપીઠે કર્યો છે. આવાં સરકારી કામે વિદ્યાપીઠ કેમ કરવી કે સ્વીકારતી હશે. તે ઘણાને સ્વાભાવિક રીતે વિચારમાં નાખી દે છે.
જવાબમાં શ્રી. મગનભાઈ સચોટ રીતે વિદ્યાપીઠનું દૃષ્ટિબિંદુ સમાજ છે. વિદ્યાપીઠ સરકાર પાસે કોઈ જાતને સહકાર મારવા નહીં જાય એ વિદ્યાપીઠના ધ્યેયને અર્થ છે. સ્વતંત્ર ભારતની સરકાર જે કોઈ સહકારની વિદ્યાપીઠ પાસે માગણી કરે અને વિદ્યાપીઠના દયેય મુજબનું તે કામ હોય, તે વિદ્યાપીઠ પિતાનું મિશન સમજીને તે કામ ઉપાડે છે. વિદ્યાપીઠના ધ્યેયનું ચુસ્તપણે પાલન કરવામાં શ્રી. મગનભાઈને પિતાના મંતવ્યો સાથે કંઈ બાંધછોડ કરવી પડતી હોય, તે તે કામ તેમ જ તેવી મદદને તે જતાં કરે છે, એમ પણ બન્યું છે. પિતાનું દષ્યિબિદુ રજુ કરવા માટે સરકાર સાથે તે પત્રવ્યવહાર કર્યા કરે છે. કેટલીક વાર સરકારે બંધ કરેલી મદદ પાછળથી મળ્યાના દાખલા પણ છે.
શ્રી. મગનભાઈ દેસાઈની વહીવટ કરવાની શકિત પણ અજબ છે. તેમની સાથે પરિચયમાં આવ્યા વિના અથવા તેમની સાથે કામ કરવાની તક ન મળે ત્યાં સુધી તેમની આ શકિતને અંદાજ સહેજે આવે એમ નથી. વિદ્યાપીઠ સંસ્થાના વહીવટમાં તેમની સાથે કામ કરતાં અનુભવે મને જણાયું છે કે, જે કામ માટે મોટા વ્યવસ્થાપકો ઘણો સમય લે, તે કામ શ્રી. મગનભાઈ ઘણા જ થોડા સમયમાં આપી શકે છે. પત્રવ્યવહાર જોવાનો હોય, પુસ્તક તપાસવાના હોય, તો નજર ફેરવીને તેને મુદ્દો એ જલદી પકડી પાડી શકે છે અને તેને ગ્ય નિકાલ કેમ કરવો તેને નિર્ણયાત્મક ઉકેલ તે તરત આપી દે છે. નવા મકાનના નકશા પણ ઝટ સમજી શકે છે; અને નકશા તૈયાર કરનાર મોટા ઇજનેરોને પણ કેટલીક વાર દલીલથી સમજાવી તેમાં યોગ્ય અને જરૂરી ફેરફારો કરાવી લે છે. આમ, આવું બધું કામ એ થોડા સમયમાં ઉકેલે છે, એટલે તેમના નિર્ણયો સામાને ખુબ ઉતાવળિયા લાગે છે, પણ હકીકતમાં એવું હોતું નથી.
વિદ્યાપીઠ સંસ્થામાં સરેરાશ ત્રણેક કલાક રે જ તે હાજરી આપે છે; તે દરમ્યાન વિદ્યાપીઠનું વહીવટી કામ, જે ટેબલ નજીક બેસીને કરવાનું હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org