SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ અને અભેટી સુખાલાનીં આશ્રમશાળા એ બે ગ્રામ-સંસ્થાઓ ઉપરાંત ઉદ્યોગમંદિર, ભલાડા અને ગ્રામ વિદ્યાલય, દેથલી – એ બે સંસ્થાઓને સંભાળવાનું કામ પણ વિદ્યાપીઠને હસ્તક આવ્યું છે. આઝાદી બાદ ગુજરાતના એક અગ્રગણ્ય કેળવણીકાર તરીકે રાજ્યઅને કેન્દ્ર સરકારે કેળવણી વિષયક ઘણી કમિટીઓમાં શ્રી. મગનભાઈને સભ્ય તરીકે લીધા છે. રાષ્ટ્રભાષા પ્રચાર અંગે તેમના કામને લક્ષમાં લઈ, સરકારે તેમને ભાષાપંચમાં લીધા હતા. કેળવણીનાં બધાં જ પાસાં વિશે માર્ગદર્શન કરવાની તેમની શક્તિ જોઈ સરકારે તેમને પ્રૌઢશિક્ષણ, સમાજકલ્યાણ, સ્વાતંત્રયને ઇતિહાસ, બેઝિક શાળાઓની તપાસણી, ગ્રંથાલય-વિકાસ, ખાદી ગ્રામોદ્યોગ વગેરે કામો અંગેની ઘણી કમિટીમાં સ્થાન આપ્યું છે. તેઓ જેમાં સભ્ય નિમાયા છે (ા કેટલીકમાં તે પ્રમુખ) તેવી કેટલીક મુખ્ય કમિટીઓની યાદી આ ગ્રંથને અને પરિશિષ્ટ તરીકે આપેલી છે, તે જોવાથી સૌ કોઈને સમજાશે કે તે બધી કમિટીઓ મારફત પણ કેળવણીની કેટલી ભારે સેવા તેમણે કરી છે.. સરકાર યાને સરકારી માનસવાળાએ સાથે કામ લેવાની મુશ્કેલીઓ કેટલી છે તેને સૌ અનુભવીઓને ખ્યાલ હશે. માનપૂર્વક આપણા દઢ વિચારોને વળગીને આવી કમિટીઓ સાથે કામ લેવું, અને સૌને આપણા મત તરફ વાળવા, એ કપરું કામ કરવાની કુનેહ શ્રી. મગનભાઈમાં છે. કઈ કઈ વખત નાની મોટી અથડામણમાં આવવાના પ્રસંગે તેમને પ્રાપ્ત થયા છે. તે વખતે જરાયે નમતું આપ્યા વિના તેઓ પોતાના વિચારોમાં મક્કમ રહ્યા છે, વિરોધ નોંધાવવો પડે ત્યાં તેઓ વિરોધ નોંધાવ્યા વિના રહ્યા નથી, તેમ જ સભ્ય તરીકે પિતાને જઈ જ વિરોધ નોંધ લખવાની ફરજ પડે ત્યાં તેમ કરતાં પણ તે અચકાયા નથી. વિદ્યાપીઠનાં નક્કી કરેલાં ધ્યે પૈકી એક ધ્યેય આ પ્રમાણે છે: • વિદ્યાપીઠ તરફથી ચાલતી તથા તેને માન્ય કરેલી પ્રત્યેક સંસ્થા સંપૂર્ણતાએ અસહકારી હોવી જોઈએ અને તેથી સરકારને કોઈ પણ પ્રકારનો આશ્રય નહીં થઈ શકે.' - વિદ્યાપીઠનું આ ધ્યેય જેવા કેટલાક દ્વિધામાં પડે છે. આ ધ્યેય મુજબ સરકારી કામકાજમાં શ્રી. મગનભાઈ કેવી રીતે ભાગ લઈ શકે, તેમ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001209
Book TitleVangmay Sevani Ek Zalak
Original Sutra AuthorN/A
AuthorP C Patel
PublisherRatrani Sanskrutik Trust Ahmedabad
Publication Year2004
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy