________________
એક ઝલક તે તથા તેમના વર્ગોના કામથી તે બરાબર પરવારી લે છે. સંસ્થાનાં જમીનમકાન વગેરે જોવાનું, સંસ્થાનાં પ્રકાશનો અંગે તૈયારી કરવાનું, વિદ્યાપીઠના સેવકોનાં કુટુંબીજનોને મળતા રહેવાનું. વગેરે કામ તે તે હરતાં ફરતાં જ હોય છે.
કોઈ વાર કોઈને ઠપકો આપવાને આવે ત્યારે તે આપ્યા બાદ બીજી જ ક્ષણે ઠપકામાત્ર બનેલી વ્યક્તિ તરફનું તેમનું વર્તન પ્રથમના જેટલું જ માયાળુ રહે છે. સામાની ભૂલ એવી હોય કે જેથી પોતાને ભારે નુકસાન સહન કરવું પડવાનું થતું હોય, તો પણ એક કેળવણીકારની અદાથી જ સામાને એટલા પૂરતું કહે છે કે, જેથી ભવિષ્યમાં તે વ્યક્તિ એવી ભૂલ કરતી અટકે. સામાની ભૂલથી થયેલા નુકસાનનો બેજ પોતે જ સહન કરી લે છે; પણ સામા ઉપર તે નાખતા નથી. કોઈ વાર, સામાને ઠપકો આપવામાં પિતાની ભૂલ હતી એમ તેમને લાગે, તે એ વસ્તુ કબૂલ કરવામાં પણ તે વિલંબ કરતા નથી. વિદ્યાપીઠ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી તથા બીજી નાની મોટી સંસ્થાઓ, મંડળ, ટ્રસ્ટ – જેમને વહીવટ શ્રી. મગનભાઈ સંભાળે છે, ત્યાં સૌને તેમની સાથે કામ કરતાં આવો જ અનુભવ થાય છે.
વિદ્યાપીઠની વિવિધ પ્રવૃત્તિઓના અને સ્થાવર-જંગમ મિલકત અંગેના હિસાબે દર વર્ષે બહાર પાડવામાં આવે છે. તે હિસાબો ઉપરથી જોઈ શકાય છે કે, ૧૯૩૭માં શ્રી. મગનભાઈ દેસાઈએ સંસ્થાનું મહામાત્રપદ સ્વીકાર્યું, ત્યારે સંસ્થાના આવક-ખર્ચમાં બે પાસાં મુશ્કેલીથી સરખાં થઈ શકતાં હતાં – કરવામાં આવતાં હતાં વિદ્યાપીઠ ફાળો કે બીજી નવી આવક અટક્યા જેવી હતી; એટલે ચાલુ પ્રવૃત્તિઓ નભાવવાની મુશ્કેલી અનુભવાતી થઈ હતી. આ સંજોગોમાં તે ચાલુ પ્રવૃત્તિઓને વિકસાવવાનું કે નવી પ્રવૃત્તિઓ ઉપાડવાનું તે શક્ય દેખાતું જ નહોતું. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં શ્રી. મગનભાઈએ વિદ્યાપીઠનું તંત્ર ૧૯૪૭ સુધી ચલાવ્યું. ત્યાં સુધીમાં ચાલુ પ્રવૃત્તિઓ નભાવી અને કેટલીક નવી પણ શરૂ કરી.
૧૯૪૯ના માર્ચના અંતે સંસ્થાની સ્થાપનાથી તે દિવસ સુધીમાં, સંસ્થાનું કુલ ખર્ચ જતાં આવકને વધારે રૂ. ૫,૨૨,૨૨૦ હતો; તેની સામે રૂા. ૨,૮૫,૦૮૫ અમદાવાદ અને બેચાસણનાં મકાન ખાતે રોકાયા હતા, વિદ્યાપીઠ ગ્રંથાલયમાં રૂા. ૧,૩૫,૯૪૫ની રકમનાં પુસ્તક સંગ્રહાયાં હતાં
જ્યારે ૨૦,૩૪૫ ની રકમ સરસામાન ખાતે રોકાયેલી હતી. આમ આવી મહાન સંસ્થાના ચાલુ વહીવટ માટે ફક્ત શી હજારની રકમ હાથ પર છૂટી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org