________________
માહર્તન જનમ-મહમુખે શિક્ષણમ જ શિક્ષણ લેતા હોય છે. તેઓ સાત વરસથી આગળ વધતાં જ નથી. આટલું શિક્ષણ લઈને તેઓ ખેતીમાં જશે કે બીજા-ત્રીજ નોકરી-ધંધામાં જશે. એમને અંગ્રેજીને શે ઉપયોગ? તે એમના ઉપર નિશાળમાં અંગ્રેજી શું કામ લાદવું? ડાંક વરસમાં એમને અંગ્રેજી તે આવડવાનું છે નહી, પણ એમના બીજા વિષયના અધ્યયનમાં આનાથી ધક્કો પહોંચશે. એટલે એમને આ નાહકના બેજમાંથી મુક્ત રાખવા જોઈએ. આમ, પહેલા સાત વરસના શિક્ષણમાં અંગ્રેજીનું સ્થાન ન હોવું ઘટે.
આ ઉપરાંત, ઘણી વાર એમ પણ કહેવામાં આવે છે કે અંગ્રેજી વિના દેશનો વહીવટ શી રીતે ચાલશે? અથવા તે અંગ્રેજી નહીં જાણતા હોઈએ, તો વહીવટમાં આપણે પાછા પી જઈશું. આ વાત પણ એકદમ નવાઈ પમાડે તેવી છે. અને આવી માનતા કાયમ રહે છે તેમાં ભારે મોટે ખતરો છે.
કેટલાકને એમ જ છે કે રાજ્યકારભાર ચલાવવા માટે આપણી ભાષાએ સમર્થ નથી. આ એક ભ્રમ છે. હા, કેઈ એમ કહે કે આધુનિક વિજ્ઞાનને પ્રગટ કરવા માટે પશ્ચિમની ભાષાના શબ્દો લેવા પડશે, તે તે સમજાય, કેમ કે એ વિષય આપણા માટે નવે છે. પરંતુ તમારે પોતાને રાજયકારભાર ચલાવવા માટે તમારી ભાષા જે સમર્થ નથી તો અમને ‘ભારત છોડો' શું કામ કર્યું? શું કારભાર ચલાવવા માટે આપણી ભાષામાં શબ્દો નથી? લેકેને સારી રીતે અન-વસ મળે, ઉત્પાદન વધે, લોકોના ઝઘડા ઓછા થાય, સફાઈ-સ્વચ્છતા રહે ખેતીની ઉન્નતિ થાય – શું આ બધી વાત માત્ર અંગ્રેજીમાં જ લખી શકાય તેવી છે? શું આ બધું આપણી ભાષામાં ન લખાય અને ન સમજાય? આ જાતની દલીલ કરવી એ તે પરતંત્ર બુદ્ધિ વાણ છે. વહીવટમાં અંગ્રેજીને અગાઉ જે સ્થાન હતું, તે આજે હરગિજ ન હોઈ શકે.
વળી, એક બીજી વાત તરફ પણ આપણું ધ્યાન જવું જોઈએ. આપણે કારભાર આપણી ભાષામાં ચલાવવાને બદલે અંગ્રેજીમાં ચલાવવાથી આપણે ભારે અનર્થ કરી રહ્યા છીએ અને જોખમ પણ વહેરી રહ્યા છીએ. તે કેવી રીતે, એ સમજીએ.
જાઓ, આપણે કારભાર અંગ્રેજીમાં ચાલવાથી પરિણામ શું આવે છે? આપણે કારભાર કઈ રીતે ચાલે છે, તે અમેરિકા અને ઇંગ્લૅન્ડ ઘર બેઠાં એ૦–૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org