________________
૯
એક ઝલક
જાણી શકે છે, પણ આપણા જ દેશના ખેડૂત તે જાણી શકતા નથી, આનાથી મોટા અનર્થ બીજો કયો હોઈ શકે? આનાથી બે વાત થાય છે. આપણા દેશના કારભાર બીજા સામે ખુલ્લા કરી દેવામાં નરી મૂર્ખતા છે, એ વાત રાજકારણમાં પડેલા તે કબૂલ કરશે જ. રાજનીતિમાં રાજ્યનાં રહસ્યા ગુપ્ત રાખવાની કોશિશ હોય છે, એવી પ્રતિજ્ઞા પણ લેવાય છે. રાજકારણીઓને ગોપનીયતાની જરૂર જણાય છે. એ દૃષ્ટિએ જોતાં અંગ્રેજીમાં બધા કારભાર ચલાવવા એટલે ગોપનીયતા ઢીલી કરવા બરાબર છે. અને પેાતાની જ પ્રજાને તેનાથી અજાણ રાખવી તેમાં તે મોટી ભૂલ છે જ. એટલે વહીવટમાં અંગ્રેજી ન રહે અને વહીવટ બધા લોકો જાણતા હોય એ ભાષામાં જ ચાલે, એવા આપણા પ્રયત્ન રહેવા જોઈએ. તે આજે અંગ્રેજીને જે અનુચિત સ્થાન મળી ગયું છે, તે દૂર થશે. ‘ભૂમિપુત્ર'માંથી ]
વિનેાખા ભાવે
દુગ્ધ-વિદગ્ધ-વાઙમય
સૃષ્ટિ અને માનવ વચ્ચે પડદા નથી. માનવ સૃષ્ટિમાંથી સીધેસાધા બાધ ગ્રહણ કરી શકે છે અને આજ લગી તે એમ કરતા આવ્યા છે. આ જ બાધ વાણીમાં ઉતરીને વાડમય અને સરસ્વતીની કૃપા પામીને સારસ્વર બને છે. સરસ્વતીની ખાસ કૃપા પામેલા મહાપુરુષો બીજાના લાભાર્થે ગ્રંથરૂપે આવા સારસ્વતના સંચય કરે છે. આવે! સંચય માનવીની અમૂલ્ય નિધિ છે.
-
પેાતાના અનુભવોને લાભ માણસ પેાતાના બંધુઓને આપે એ તે દયાનું જ એક કાર્ય છે પરંતુ એની પણ મર્યાદા છે. એય ફલાણા, તું અમુક કર ને તમુક ના કર – આવા સીધા – સચેાટ ઉપદેશ પણ એક પ્રકારના હુમલા જ છે. આનું આક્રમણ પણ સહન થઈ શકે, એ મીઠું પણ લાગી શકે, જો એ માતાપિતા કે ગુરુ દ્વારા થયું હોય! આ ત્રણેય પ્રકારના સંબંધ દ્વારા બોધપાઠ આપી શકે તેવાં હિતેચ્છુક ધર્મશાસ્ત્ર આ પ્રકારના પ્રત્યક્ષ, સીધા અને નિશ્ચિત, આજ્ઞાકારી ઉપદેશ આપતાં રહે છે.
પરંતુ બીજા લેાકાને કાંઈ આવા અધિકાર મળી જતા નથી, અને એટલે જ વાડમયની મીમાંસા કરનારા સાહિત્યકારો ઉપદેશોના ખડકલા કરી નારા સાહિ યને ગૌણ સમજે છે, પછી ભલે ને એ બાધઉપદેશ ગમે તેટલા સુયેાગ્ય હોય સાહિત્યકારો સૂચક સાહિત્યને જ પ્રથમ સ્થાન આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org