________________
દવિદ-વારમય સાહિત્યકારોની આ દૃષ્ટિ એક અહિંસક સૂક્ષ્મ દૃષ્ટિ છે, એવું હું માનું છું. જેવી રીતે સીધેસીધા, પ્રત્યક્ષ, બોધપાઠથી બીજા પર આક્રમણ થાય છે અને એટલે જ એમાં એક પ્રકારની હિંસા જ થાય છે, એ જ રીતે સૂચક બેધ પણ અત્યંત ગૂઢ ભાષામાં ઉતરે તે એ માણસના મગજનું દહીં કરી મૂકે અને એ રીતે એમાં બીજા પ્રકારની હિંસા થવાનો સંભવ રહે. એટલે અહિંસામાં રમમાણ થયેલા સરસ્વતી પુત્રોની લેખન શૈલી કશુંક સૂચવી ભલે જાય, આંગળી ચીંધાડી દે પણ લગીરે ખૂંચે નહીં એ શત વચ્ચે ઊભેલી હોય છે. આમ ઉપરોક્ત બંને મર્યાદાઓને સાચવી લઈને વાડમય અવતરે છે એ છે – વિદગ્ધ સાહિત્ય. જ્ઞાનદેવના શબ્દોમાં કહેવું હોય તો જેવી રીતે પાણી એક બાજુ આંખની કીકીને પણ ઈજા નથી પહોંચાડતું અને બીજી તરફ ખડકોને પણ તોડી પાડે છે, એવું જ યથાર્થ અને મૃદુ, મિત અને રસાળ છે વિદગ્ધ-વાડમયનું વિશુદ્ધ સ્વરૂપ જમાને તે એરણે ચઢાવશે જ
આજે કાવ્ય, નાટક, ઉપન્યાસ, લઘુકથા જેવા પ્રકારનો સમાવેશ વિદગ્ધ-વાડમયમાં કરાય છે. પરંતુ અમુક આકારનો આંચળો ઓઢી લેવા માત્રથી કાંઈ વિદગ્ધ સાહિત્ય ન થઈ જાય. લેખનશૈલીના આ પ્રકાર સીધેસીધે કશે બોધપાઠ આપતા નથી અને અહિંસક-સુચન-પદ્ધતિને અનુકુળ છે, એટલે વિદગ્ધ સાહિત્યમાં એને સમાવેશ થઈ શકે ખરે. પરંતુ એ સ્વરૂપ કાવ્ય, નાટક છે એટલા જ કારણસર એ સાહિત્ય વિદગ્ધ હશે તેમ ન કહેવાય. કાવ્ય, નાટક, કથા વગેરેનું આજે કેટલુંય સાહિત્ય એવું દર્શાવી શકાય, જેમને સમાવેશ કરવો જ પડે તે દગ્ધ-વાડમયમાં જ કરવો પડે. દગ્ધ શું અને વિદગ્ધ શું એની કસોટી બીજું કઈ કરે કે ન કરે, જમાને તો કરવાનું જ છે. દાખલા તરીકે રામાયણ અને મહાભારત! વિદગ્ધ વાડમયનાં આ બે ઉત્તમ ઉદાહરણ છે, જે જમાનાની કસોટી પર કસાઈ ચૂક્યાં છે.
આથી વિરુદ્ધ, કથાશૈલીમાં લખાયેલી કેટલીય પુરાણકથાઓ આજે દગ્ધ થઈ ચૂકી છે. કાવ્ય કે કથાને પ્રકાર લોકોને ગમે એ વાતનો લાભ ઉઠાવીને ઢગલાબંધ ચેપડા બહાર પડે છે, એ તમામ દગ્ધ સાહિત્ય છે, આજ નહીં તો કાલે, એ ખાખ થઈ જવાનું છે. પણ પિતે સળગીને ખાખ થાય તે પહેલાં અનેકોનાં હૃદયને પણ સળગાવતું જાય છે, આ દુ:ખની બાબત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org