________________
નેપાળદાસ પટેલની સાહિત્યસાધના કરીને પણ તેમણે પોતાની આ સાહિત્ય સર્જન-પ્રવૃત્તિ ચાલુ જ રાખી. તેઓ જીવ્યા ત્યાં સુધી શરીરના બાકીના અંગે – તેમના દિલ, દિમાગ અને હાથને ઉપયોગ કરતા રહી તેમણે પોતાનો કર્મયોગ આખર સુધી ચાલુ રાખ્યો.
ગાંધીયુગના આવા મદં માનવીને નમસ્કાર કર્યા વગર રહી શકાનું નથી, વિશ્વ સાહિત્ય પ્રકાશન સંસ્થાને સુવર્ણ જયંતી ઉજવવા સુધીની મંઝીલે પહોંચાડવામાં તેમનું યોગદાન ખૂબ જ નોંધપાત્ર છે. વિશ્વ સાહિત્ય સુવર્ણ જયંતી મહોત્સવ પ્રસંગે ગુજરાતના આ બે સપૂતોને મારી નમ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. “રાતરાણી સાંસ્કૃતિક ટ્રસ્ટ"ની આ ઉમદા પ્રવૃત્તિને અને તેના ઉત્સાહી કાર્યકર્તાઓને બિરદાવતાં મને આનંદ થાય છે. તા. ૧૦-૧૧-૨૦૦૩
વરધીભાઈ ઠક્કર
ગોપાળદાસ પટેલની સાહિત્ય-સાધના
ખેડા જિલ્લાના કરમસદ ગામના વતની વીર વિઠ્ઠલભાઈ અને સરદાર વલભભાઈ પટેલ ગાંધીજીની આઝાદીની લડતમાં સેવક તરીકે જોડાયા. શ્રી. ગોપાળદાસ પટેલ પણ સરદારશ્રીના નજીકના કુંટુંબી હતા. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગોપાળદાસ પટેલ પણ ગાંધીજીની હાકલને માન આપી આઝાઈના સંગ્રામમાં જોડાયા અને આજીવન મહાત્મા ગાંધીની સૂચના પ્રમાણે રાષ્ટ્રીય શિક્ષણનું, સાહિત્ય સેવાનું માતૃભાષાની સેવા અને સન્માનનું કાર્ય કર્યું છે.
સુખી કુટુંબમાં જન્મેલા હોવા છતાં ગેપાળદાસ વિદ્યાપીઠની સ્થાપના થતાં વિદ્યાપીઠમાં જોડાઈ સ્નાતક થયા. વિદ્યાપીઠમાં આજીવન સેવા આપી. મગનભાઈ અને ગોપાળદાસ સહકાર્યકરે અને મિત્રો હતા. ગોપાળદાસ અને મગનભાઈ વચ્ચે ઉમરનો ઝા ફેર ન હોવા છતાં ગેપાળદાસ મગનભાઈને પિતાના ગુરુ ગણતા અને વિદ્યાપીઠના કામમાં તેમ જ તેમની સાહિત્ય પ્રવૃત્તિમાં મગનભાઈ પ્રેરણાના સ્ત્રોત્ર હતા એ રીતે મગનભાઈને સન્માનતા.
વિદ્યાપીઠમાં વિદ્યાપ્રદાન કરવાના કામ સાથે મગનભાઈએ અને ગોપાળદાસે ભારતમાં પ્રચલીત ધમેને ઊંડે તુલનાત્મક અભ્યાસ કરવાનું શરૂ કરેલું. આ અભ્યાસનાં મુળ તેમની વિદ્યાર્થી અવસ્થા દરમ્યાન નંખાયાં હોવાં જોઈએ. એમ માનવાને કારણ મળે છે. કારણ વિદ્યાપીઠની કામગીરી દરમ્યાન જ તેમણે હિંદુધર્મના વિવિધ સંપ્રદાયો ઉપર લખવાનું શરૂ કરેલું એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org