________________
એક ઝલક
તેમના દ્વારા સર્જન પામેલાં આ વિષય અંગેનાં પુસ્તકામાં શ્રીમદ્ભાગવત, બુદ્ધ, યોગવાસિષ્ઠ, શ્રી રાજચંદ્ર, શ્રી મહાવીર કથા વિગેરે પુસ્તકા તેમનાબહુઆયામી ધર્માભિગમના નિર્દેશ કરે છે.
તેમનાં આ ધર્માભિમુખ પુસ્તકોએ જે તે ધર્મના અનુયાયી અને પ્રવકતાઓમાં આધારભૂત ગ્રંથા તરીકે સારા એવા રસ ઉત્પન્ન કર્યો છે. અને ગેાપાળદાસ માટે સારે। આદર પ્રાપ્ત કર્યો છે.
રા
સાહિત્યના ક્ષેત્રમાં ગેાપાળદાસે કાઈ મૌલિક કૃતિઓનું સર્જન કર્યાનું જાણમાં નથી, પરંતુ વિશ્વ-સાહિત્યમાં શિષ્ટ અને ગૌરવાન્વિત અને અવિસ્મરણિય કૃતિઓ તરીકે આદર પામેલી અનેક કૃતિઓથી તેમણે ગુજરાતની પ્રજાને આવી કૃતિઓનું સંપાદન કરી અભિજ્ઞ કરી છે.
વિવિધ ધર્મોના તલસ્પર્શી અભ્યાસીને વિશ્વસાહિત્યની અમર કૃતિઓને ગુજરાતીમાં સંપાદિત કરવાની પ્રેરણા તેમને પેાતાના ગુરુ ગણેલા મગનભાઈ દેસાઈ તરફથી મળી હોય તેમ જણાય છે.
ગાંધીજી પેાતે પણ વિશ્વસાહિત્યની આવી કૃતિઓથી અત્યંત પ્રભાવિત થયેલા. અને ચાર્લ્સ ડિકન્સ, ટૉલ્સ્ટૉય વિગેરે લેખકોની સાહિત્યકૃતિઓને તેમણે બિરદાવેલી, એટલું જ નિહ પણ આવી કૃતિ ભારતની વિવિધ ભાષામાં અનુવાદિત થા સંપાદિત થાય તેવી ઇચ્છા પણ તેમણે પ્રગટ કરેલી.
ગાપાળદાસને આવી સાહિત્ય કૃતિઓનું સંપાદન કરવા માટે મગનભાઈ દેસાઈ તરફથી પ્રેરણા મળેલી તે હકીકતનું સમર્થન મગનભાઈ અને ગેપાળદાસના અત્યંત નિકટના અંતેવાસી શ્રી, પુ છે૦ પટેલ પણ કરે છે.
આઝાદીની ચળવળ માટે ચારિત્ર્યશીલ, પ્રમાણિક અને સાહસિક કાર્યકરો પેદા કરવા માટે ગુજરાતની પ્રજાને આવી કૃતિઓ પ્રેરણારૂપ થઈ પડે એમ છે. એવી પ્રતીતિ સ્વરાજના લડવૈયાઓને પણ થયેલી. માનવતા, પ્રેમ, સાહસ, શૂરાતન, વફાદારી વિગેરે ગુણ ધરાવતાં પાત્રાથી પશ્ચિમના લેખકોની અનેક કૃતિ ભરપૂર છે. અને તેથી જ મગનભાઈ દેસાઈના અનુરોધથી ગોપાળદાસ આવી કૃતિઓનું સંપાદન કરવા પ્રેરાયેલા પાટણની પ્રભુતા, રાજાધિરાજ અને ગુજરાતના નાથ જેવી ઐતિહાસિક તથ્યોને સમાવિષ્ટ કરતી અને અત્યંત લેાકપ્રિય નિવડેલી નવલકથાઓની રચના કરવાની પ્રેરણા ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ મુનશીને અલેકઝાન્ડર ડૂમાની ‘થ્રી મસ્કેટિયર્સ ’ની મહાનવલ કથામાંથી પ્રાપ્ત થયેલી. આ મહાનવલમાં તે સમયનાં ઇંગ્લૅન્ડ અને ફ઼્રાંસનાં રાજકુટુંબેાના વૈભવ, રાજખટપટનું ચિત્રણ તે તે। આવે જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org