________________
નેપાળદાસ પટેલની સાહિત્યસાધના પણ આ નવલનાં કેટલાંક પાત્ર, અમર્યાદ સાહસવીરતા, વફાદારી પ્રેમ અને સ્વામીભક્તિના ઉચ્ચતમ આદર્શોના દ્યોતક છે, અને તેને કારણે જ આ મહાનવલે વિશ્વના ઉત્તમ નવલ સાહિત્યની શ્રેણીમાં સ્થાન મેળવ્યું છે. '
લગભગ ૨૫૦૦ થી ૩૦૦૦ પાનામાં વિસ્તાર પામેલી અને ૧૦૦ થી ૧૫૦ જેટલાં પાત્રોનું ચિત્રણ કરતી આ નવલ આજે પણ નવલિકાઓના વાચનમાં રસ ધરાવતા વિશ્વભરના રસિકોને આકર્ષે છે.
આવી મહાનવલનું ગુજરાતી ભાષામાં સંપાદન કરવું એ સામાન્ય લેખક માટે તો દુ:સાહજ ગણાય પરંતુ ગોપાળદાસે પ્રેમશૌર્યના પાત્રનું ચિત્રણ કરતી આ નવલને ગુજરાતીમાં સંપાદન કરવાનું સાહસ કર્યું, અને તેને પ્રતાપે લગભગ ૨૫૦૦ પૃષ્ઠોમાં વિસ્તરેલી આ મહાનવલ માણવાનો ગુજરાતની જનતાને લાભ મળ્યો છે.
આજે પણ સાહિત્ય રસિકો તરફથી આ અપ્રાપ્ય નવલકથાની માગણી સતત થયા કરે છે. પણ નવી આવૃત્તિના પ્રકાશન માટે ખ એટલે મોટો છે કે સતત માગણી હોવા છતાં તેનું પ્રકાશન થઈ શકતું નથી.
આ “શ્રી મસ્કેટિયર્સ'ની લોકપ્રિયતા અંગેનો એક પ્રસંગ જાણવા જેવો છે. નવલકથાના પ્રથમ ભાગનું પ્રકાશન થયા પછી પ્રકાશકે તેના ખર્ચને કારણે બીજો ભાગ પ્રસિદ્ધ ન કરી શકથા. એક મહારાષ્ટ્રિયન વાચકે પુછે છો૦ પટેલ જે પ્રકાશનની જવાબદારી સંભાળતા હતા તેમની પાસે બીજા ભાગનું પ્રકાશન કયારે થશે તેની પૃચ્છા કરી પુર છો૦ પટેલે આર્થિક સગવડ ન હોવાથી બીજા ભાગનું પ્રકાશન હાથ ઉપર લઈ શકાયું નથી તેની માહિતી આપતાં આ વાચકે અફસ વ્યક્ત કરતાં કહ્યું, “શું હું નવલ પૂરી વા સિવાય જ આ દુનિયામાંથી વિદાય થઈશ?” બીજા ભાગનું પ્રકાશન જલદી થાય તેવી ઉત્કંઠાથી આ ભાઈ થોડા વખતમાં ત્રણ હજાર રૂપિયાની રકમ પુર છો) પટેલને આપી ગયા, અને બીજા ભાગનું પ્રકાશન બને એટલું જલદી કરવા અનુરોધ કર્યો કે જેથી તેમના જીવનના અંત પહેલાં તે પુસ્તક વાંચી શકે.
આ દાખલો ગોપાળદાસે ગુજરાતીમાં સંપાદન કરેલ અલેકઝાંડર ડૂમાની થ્રી મસ્કેટિયર્સ કેટલી કપ્રિય હતી તે દર્શાવવા આપ્યો છે.
અલેકઝાંડર ડૂમાની કૃતિઓ માનવીને – માનવી તરીકે રજૂ કરે છે. તેમની કૃતિઓમાં માનવીમાં રહેલી શુભાશુભ લાગણીઓનું વાસ્તવિક ચિત્ર ૨જ થાય છે અને તેથી તે અત્યંત લોકપ્રિય બની છે. તેમની આવી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org