________________
એક હક
૧૯૪
લઘુ નવલ 'મોન્ટેક્રિસ્ટો' ગોપાળદાસે આશા અને ધીરજ' એ શિર્ષક અત્યંત લેાકપ્રિય નીવડયું છે, અને તેની બે
હેઠળ કરેલું સંપાદન પણ આવૃત્તિ થઈ છે.
સામાજિક બંધનેાના સિમાડા તોડી સ્રી-પુરુષ વચ્ચે વહેતા પ્રેમનું નિરૂપણ ગોપાળદાસે વૉલ્ટર સ્કોટ કૃત લઘુનવલ કેલીનવર્શને ગુજરાતીમાં પ્રીત કિયે દુ:ખ હોય' એ શિર્ષક હેઠળ સંપાદિત કરી છે. એ સ્કોટની બીજી નવલિકા ‘આઈવન હ। તે પણ ગુજરાતી ભાષામાં સંપાદિત કરી, ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સના અગિયાર-બારમી સદીના રાજકારણના આટાપાટાના અને ખટપટોને ખ્યાલ આપે છે.
આ નવલને ગુજરાતીમાં સંપાદિત કરવાની ગોપાળદાસના મનમાં ઉદ્દભવેલી પ્રેરણા તેમના અત્યારના સંદર્ભમાં પૂરાતન કહી શકાય તેવા સમયના ઇતિહાસ અંગેના સંપાદકના રોચક અભ્યાસની શાખ પૂરે છે. ગોપાળદાસ દ્વારા સંપાદિત અને ગુજરાતમાં સૌથી વધારે લેાકપ્રિય નીવડેલી વિકટર હ્યુગોની રચના ‘લે-મિઝેરાબ્લ' છે. ગોપાળદાસભાઈને આ વિશ્વપ્રસિદ્ધ નવલને ગુજરાતીમાં સંપાદિત કરવા માટે ઈઝાબેલ હેપમુડ' મૂળ ફ્રેન્ચ ભાષામાં લખાયેલી નવલકથાના અંગ્રેજી અનુવાદના આશરો લીધા હાય એમ જણાય છે.
અંગ્રેજી અનુવાદ અત્યંત ઝીણા ટાઈપાં લગભગ ૧૪૦૦ પાનાંમાં વિસ્તરેલા છે, અને તેમાં અનેક પાત્રાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. પરંતુ આટલા મેટો વિસ્તાર ધરાવતી નવલકથાનું ગોપાળદાસે અત્યંત કુશળતાપૂર્વક ચારસો પચાસ પૃષ્ઠોમાં સમાવિષ્ટ થાય એ રીતે સંક્ષેપ કરીને સંપાદન કર્યું છે. આ સંક્ષિપ્ત સંપાદનની ખૂબી એ છે કે, મૂળ પુસ્તકના લગભગ પાંચમા ભાગમાં જ સમગ્ર કથાને સંગ્રહિત કરવામાં આવેલી હાવા છતાં, એક પણ મહત્ત્વના પાત્રનું ચરિત્રલેખન તે ચૂકયા નથી કે કાંય રસક્ષતિ થતી હોય તેમ લાગતું નથી. વાર્તાને તંતુ પણ કયાંય તૂટતા હોય તેમ જણાતું નથી અને જે હેતુથી સંપાદક આ વિશ્વવિખ્યાત નવલનું સંપાદન કરવા પ્રેરાયા હતા, તે હેતુ બરાબર સંપૂર્ણ રીતે જળવાયેા છે, એની છાપ આ સંક્ષેષના વાચનથી વાચકના મન ઉપર પડયા વિના રહેતી નથી.
સંક્ષિપ્ત કૃતિ અનુવાદિત હોવા છતાં મૌલિક હાય તેવી લાગણી વાચકના મન ઉપર ઉત્પન્ન કરે છે.
સંપાદિત કૃતિ અત્યંત
ઉત્સાહિત થઈને અને કેટલાક
Jain Education International
લેાકપ્રિય નીવડી કદાચ આ લાકપ્રિયતાથી સાહિ ય રસિકોના આગ્રહને વશ થઈ સામાન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org