________________
સંતોની વાણીનું સરોવર
સંત કબીરની વાણી [સંપાઃ ગોપાળદાસ પટેલ, કિં. રૂ. ૬૦-૦૦, પાન ૨૩+૧૨૮=૧૩૧.] ભાગ-૧
“કહે કબીર દીવાના”
આ ભાગ-૧ માં ૯ પદ લીધાં છે. કબીર પોતે જ એકરાર કરે છે. ભાઈ અમે તો દીવાના છીએ, પાગલ છીએ. દીવાનાને જે દેખાય છે તે કહેવાતા શાણાઓને કદી દેખાય છે? નરસૈયો કહે છે કે, “એવા રે અમે એવા, વળી તમે કહો છો તેવા.” કોઈ શું કહે અમને પાગલ અમે મોભારે ચઢીને કહીએ છીએ કે ભાઈ અમે પાગલ છીએ, પૂરા પાગલ. દીવાનકી મસ્તી કોઈ અજબ-ગજબકી હોતી હૈ. પરમ સત્ય બીજો કોણ કહે? પછી તો
માયા મોહે અર્થ દેખિ કરિ, કાહે કૂ ગરવાના છે નિર્ભય ભયા કછુ નહીં વ્યા, કહે કબીર દીવાના છે
કહે કૂ ગરવાના, તમારી પાસે ગર્વ કરવા જેવું શું છે? ગર્વથી ફૂલાતા ફરો છો એ કંઈ શાણા માણસની રીત નથી.
નિર્ભય ભાયા કછુ નહીં વ્યાપે, કઈ નિર્ભય બને? જેનું બળ એક પરમાત્મા છે તે જ નિર્ભય થાય છે. મોહ માયા વ્યાપે નહીં જેને એના જન્મ-મરણના ફેરા ટળી જાય.
એકત્વમ્ અનુપશ્યત: ભાઈ અમે તો એકત્વના ઉપાસક છીએ.
એકે પવન, એક હી પાની, એક જ્યોતિ સંસારા ! • • • • એક હી સિરજનહારા ,
૩૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org