________________
એક ઝલક
જેણે મને વિયોગ –વિરહને કારમા ઘા કર્યા છે તેની દવા પણ તે પાતે કરે, તેા જ કારગત નિવડે.
શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદાસ જીવાભાઈ પટેલે પાતાની તેજસ્વી કલમ વડે ગુજરાતની પ્રજાની જે સેવા કરી છે તે કોઈ જ્ઞાનપીઠ એવાર્ડની અપેક્ષાથી નહીં પરંતુ ગુજરાતની વર્તમાન તેમ જ ભાવિ પેઢી વિશ્વ-સાહિત્ય, ગુજરાતનું અમર સાહિત્ય અને દેશના સંતાની અમરવાણીના ખજાનાથી વંચિત ન રહે. શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદાસ પટેલના જીવન અને કાર્યને કોટિ કોટિ વંદન! તા. ૨૫-૧૨-૨૦૦૩
-આચાય દશનસિંગ શીખ
સર
બે પુણ્યાત્માઓને વંદન !
મહાત્મા ગાંધીએ ગુજરાતી સાહિત્ય અને વિશ્વસાહિત્ય અને પત્રકારિત્વમાં નવી પ્રાણવાન પરંપરાને જન્મ આપીને શ્રી. મહાદેવભાઈ, શ્રી. પ્યારેલાલ, સ્વામી આનંદ, શ્રી. ચંદ્રશંકર શુકલ, શ્રી. કિશારલાલ મશરૂવાળા, શ્રી. મગનભાઈ દેસાઈ, શ્રી. ગેાપાળદાસ પટેલને આપણા જાહેર જીવનમાં આ એમણે એક કાયમી ઉમેરા કર્યો છે, એ પરંપરા દૃઢ કરવામાં પરિવાર સંસ્થાએ પણ સુંદર કાર્ય કર્યું છે.
ગાંધીજીના આ બધા સાથી સુંદર અને યશસ્વી કામગીરી બજાવી ગયા છે. તેમાંય શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી. ગેાપાળદા પટેલે તે કમાલ કરી છે. પેાતાની તેજાબી કલમ દ્વારા ચાર દાયકા સુધી રાષ્ટ્રને સતત દેારવણી આપી ગયા છે. ઉપરાંત વિદ્યાપીઠ દ્વારા ખેતી, ગે।સેવા અને ગ્રામસેવાનાં અનેક રચનાત્મક કામાગેાઠવ્યાં છે. તેમના વિદ્યાર્થીઓ, સાથી અને ચાહકોએ આ પરંપરાને દૃઢ કરીને તેને જીવંત રાખવી જોઈએ. શ્રી. મગનકાકાની જી. ટી. બેડિંગ – જેવી સંસ્થા વિદ્યાર્થીઓ અને દેશસેવકો માટે કરવાની ખાસ ઈચ્છા હતી. તેના મંગલ પ્રારંભ થઈ શકયો છે. તે સંતાષની વાત છે. આ જ્ઞાન-યજ્ઞમાં જોડાયેલા સૌ સાથીઓને ધન્યવાદ!
શ્રી મગનકાકા તે અમારા કુટુંબના પ્રેમાળ શિરછત્ર” હતા. તથા શ્રી. ગેાપાળકાકા અમારા વડીલ સલાહકાર હતા. આ બંને વડીલેાને વિશ્વ-સાહિત્ય સુવર્ણ જયંતી મહાત્સવ” પ્રસંગે અમારા પરિવારના કોટી ટોટી વંદન પાઠવીએ છીએ. સૌને અભિનંદન ! નમસ્કાર !
તા. ૧૧-૧૦-૨૦૦૩
ગુણવ ́ત ફુલાભાઈ દેસાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org